________________
સુરસુંદરી ચરિત્ર તે બીચારી રૂદન કરતી મારી સ્ત્રીને નવાહન રાજા અહીંથી બલાત્કારે કેવી રીતે અને ક્યાં લઈ ગયા હશે? વળી હાલમાં તે જીવતી હશે કે કેમ? એમ. કેટલીક તેની અવસ્થા જાણવાને મને ચિંતા રહ્યા કરે છે, એમ તે વિદ્યાધર મને કહેતે હતે.
તેટલામાં હે ભદ્ર! ધનદેવ! જે હકીકત ત્યાં બની. તે તું સાંભળ. દેવાગમન
કમલના પત્રસમાન નેત્રોને ધારણ કરતે, વિશાલ. વક્ષસ્થલને વહન કરતો અને પોતાની કાંતિ વડે દિગમંડલને ઉજવલ કરતે એક દેવ આકાશમાંથી નીચે ઉતર્યો.
પોતાની પાસે આવતા તે દીવ્યમૂર્તિને જોઈ તે. ચિત્રવેગ એકદમ ઉભું થયું અને તે દેવના પ્રભાવથી. તેનું મુખકમલ એકદમ પ્રફુલ થઈ ગયું;
બહુ વિનયપૂર્વક ચિત્રવેગે તે દેવને પ્રણામ કર્યા. પછી તે દેવ સુખાસન ઉપર બેઠે અને બે
હે ભદ્ર ! હાલમાં તું સુખી છે? દિવ્યમણિના. પ્રભાવથી તારી સર્વ આપત્તિઓ નિવૃત્ત થઈ?
તે સાંભળી ચિત્રવેગ બેલ્યો. આપના પ્રભાવથી. હાલમાં કુશળ છું. પરંતુ હાલમાં મને એક કૌતુક છે. તેને તમે ખુલાસો કરે.