________________
શારદા શિખર પણ તમે તે હોંશિયાર માનવ છે ને? તમે રનને પારખી શકે તેમ છે. શા માટે બેદરકાર રહે છે? દિપક જેમ અંધકારને દૂર કરે છે તેમ ધર્મ રૂપી રત્નના પ્રભાવથી પાપ રૂપી અંધકાર દૂર થાય છે. . આ માનવભવ એ જેમ તેમ નથી મજે. એની કિંમત સમજે. તેમાં પણ
અમૂલ્ય જૈન ધર્મ મળે છે તેની મહત્તા સમજે. અહીં જીવ સમજે તે ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા કરી શકે છે. ગૌતમસ્વામીએ ભગવાનને પૃચ્છા કરી કે હે પ્રભુ! એક નવકારશી તપ કરે તે શું ફળ મળે ? ત્યારે ભગવંતે કહ્યું–હે ગૌતમ ! ઓગણત્રીસ લાખ, ત્રેસઠ હજાર, બસે ને સડસઠ ઉપર એક પલ્યનો ચોથો ભાગ શુભ દેવનું આયુષ્ય બાંધે. શુધ્ધ સમકિત સહિત સમાયિક કરે તે બાણું કોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર, નવસે પચ્ચીસ પેપમ અને એક પલ્યોપમના સાત ભાગ કરીને તેમાંથી ત્રણ ભાગ ઝાઝેરા શુભ દેવતાનું આયુષ્ય બાંધે. ઉદરી તપ કરે તે શું લાભ થાય? સે વર્ષના પાપ દૂર થાય. એક ઉપવાસ કરે તે એક હજાર વર્ષના નારકીના પાપ દૂર થાય છે. આટલી કરણી કરવામાં આટલો મહાન લાભ રહેલો છે તે જે ધર્મની ખૂબ આરાધના કરે છે તેને કેટલો લાભ થાય ? અરે, જે સંસાર છોડીને સંયમી બન્યા છે તેમને તે કેટલો લાભ છે! ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા લાભ. ખોટ તે જાય નહિ. પણ કયારે? શું વેશ પહેરીને બેસી ગયા, તમને ઉપદેશ આ તેથી કલ્યાણ થઈ ગયું? “ના.” કલ્યાણ ક્યારે થાય ? આ વિતરાગને વેશ પહેર્યો છે તે વેશને વફાદાર રહીએ તે કલ્યાણ થાય. બાકી ચારિત્રને ચોળીને બીજાનું કલ્યાણ કરાવવાથી ખોટ ખાઈ રહ્યા છીએ.
- આજે તમે સંતને વંદન કરે છે, તમારાથી ત્રણ ફૂટ ઉંચા બેસાડયા છે તે ભગવાનના ચારિત્ર માર્ગનું માન છે. કઈ ચારિત્ર છોડીને આવે તે ઉપાશ્રયમાં ઉતારે ખરા? બેલે-હીરાભાઈ, વજુભાઈ, જેણે ચારિત્ર છોડયું છે તેને શ્રાવકે કહી દેશે કે ચાલતા થઈ જાઓ. હવે તમારે માટે અહીં સ્થાન નથી. અહીં તો ચારિત્રમાં વફાદાર રહે તેનું કામ છે. માની લે કે કોઈ શ્રીમંત શેઠના દીકરાની વહુ નવી પરણીને આવી છે. તેને ખબર નથી કે અહીં પાણી ઢોળવાની મનાઈ છે, તેણે પાણી નાંખ્યું ને પેલે મ્યુનિસિપાલિટીનો પટાવાળે સુધરાઈ ખાતું તપાસવા આવ્યું. એણે પેલી વહુને પકડી. એટલે એના સસરા કહે-ભાઈ! અહીં પાણી નાંખવાની મનાઈ છે ને પાણી નાંખ્યું તે અમારે ગુન્હો છે. મારી ભૂલ કબૂલ કરું છું. વાત એમ છે કે આ વહુ નવી પરણીને આવી છે અને આ કાયદાની ખબર નથી. છોકરું છે. ભૂલ થઈ ગઈ. હું ધૂળ નાંખીને સાફ કરાવી દઉં છું. તું બોલતો બંધ થા. પણ પેલે પોલીસ તે બકવાદ મૂક્તો નથી. આ શેઠ પણ ખૂબ શ્રીમંત છે. કેઈની શેહમાં તણાય તેવા નથી. એટલે કહે છે હું તને ચાર તમાચા ચઢાવી દઉં તેમ છું. હું