________________
શારદા બિર સાથે પ્રીતિ કરે છે. તેમ આપણે ચેતન્ય સ્વરૂપ આત્મા પણ અજ્ઞાન અવસ્થાને કારણે ચૈતન્યમાં, પ્રીતિ નહી કરતાં પુદ્ગલ સ્વરૂપી પાડોશીની સાથે પ્રીતિ કરે છે.
જેમ પિલી નવી વહુ પાડોશીને વિસામોનું સ્થાન માને છે તેમ આત્માપણ દેહરૂપી પાડોશીને વિશ્રામનું સ્થાન માની બેઠો છે. એ વહુને દીકરે થયો. સમય જતાં એ દીકરે માટે થતાં પાડોશીના આંગણામાં ગંદકી કરી આવે, પાણી ઢળી આવે તે જોઈ લો પાડોશણ કેવા ઝઘડા કરે છે! જેમ આવે તેમ બેલે છે. જે પાડોશણને સાસુ કરતાં અધિક માનતી હતી તે પાડોશણ છોકરાએ તેના એટલે પાણી ઢળ્યું તેમાં ઝઘડે કરવા લાગી. ત્યારે તે વહુને ભાન થાય છે કે ઘરમાં તે ઘરના અને પાડોશી તે પાડોશી. હવે ઘરનાની કિંમત સમજી. અત્યાર સુધી સમજી ન હતી. નાના બાળકે પણ મા-બાપ ના પાડે તે પણ પાડેશીને ઘેર દેડી જતાં હતાં. અને એ છોકરા મેટા થતાં આગળ જમીન માટે પાડોશીની સાથે લાકડી લઈને લડે છે. કારણકે હવે સમજણ ના ઘરમાં આવ્યું. આ પિતાનું ઘર છે તેમ સમજે. તેમ આ આત્મા પણ અણસમજુ દશામાં હોય ત્યારે આ પુદ્ગલ, ઈન્દ્રિ, કુટુંબ અને ધનને મારા માની તેની સાથે પ્રીત કરે છે ત્યારે ખબર નથી હોતી કે આની સાથે પ્રીત કરી એના માટે પાપ બાંધું છું પણ તેના ફળ ભોગવવા માટે મારે નરક તિર્યંચ વિગેરે ગતિમાં જવું પડશે. પણ એ આત્મા પિતાના શુધ્ધ ચિદાનંદ સ્વરૂપને ઓળખે છે ત્યારે એને એમ સમજાય છે કે આ શરીર પાડોશી છે. શરીર તે હું નથી. મારે એની સાથે એકમેક થવા જેવું નથી. અજ્ઞાની આત્મા દેહમય બની જાય છે. જેમ લોખંડને અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે લેખંડ અગ્નિ સાથે એકમેક બની જાય છે. તે એવું લાલ ચેળ બની જાય છે કે જાણે અગ્નિ જોઈ લે. પણ અગ્નિમાંથી લેખંડને બહાર કાઢે પછી એ લેખંડ છે એમ ખબર પડે છે. તેમ આત્મા અજ્ઞાન દશામાં પુદ્ગલ ભાવમાં એ જોડાઈ જાય છે કે હું તે શરીર અને શરીર તે હું. પણ સમજણના ઘરમાં આવે છે ત્યારે એમ લાગે છે કે મારે અને દેહને કંઈ લેવાદેવા નથી. હું અને તે ભિન્ન છીએ. પણ કર્મના કારણે મારે એની જેલમાં જકડાવું પડ્યું છે. એટલે મારે શરીર સાથે પાડોશી જે વ્યવહાર છે. આત્મા જે આનંદમાં હોય તે શરીર ઉપર લાલી દેખાય, તેજ દેખાય અને આત્મા જે ચિંતામાં પડે તો શરીર સૂકાઈ જાય, નિસ્તેજ બની જાય. આ શરીર આત્માને સજજન પાડોશી છે. પાડોશી જેવો વ્યવહાર રાખનાર છે. પણ એ વ્યવહાર કયાં સુધી જળવાય ? ઘરને નુકશાન ન થાય ત્યાં સુધી. પેલી નવી વહુને પાડોશી સાથે વાંધા પડે ત્યારે સાન ઠેકાણે આવી કે “સ્વ તે સ્વ અને પર તે પર.” તેમ આત્માએ પણ સમજી લેવું જોઈએ કે શરીર પાડોશી છે. પાડોશીના વ્યવહારે તેની સાથે રહેવું પણ તે મય બનવું નથી.
શરીર પોલીસ દાદા જેવું છે – બંધુઓ ! આ શરીર બધી ગતિમાં