________________
શારદા શિખર બળવાન પાડોશી છે. કારણકે જીવ જે જે ગતિમાં જાય છે ત્યાં ત્યાં તેને રેગ્ય શરીર મળે છે. આ શરીર સાથે નહિ આવે. અહીંનું અહીં રહી જશે. તમે રહેઠાણ ફેરવો તે પત્ની છોકરી સાથે આવે પણ પાડોશી સાથે ના આવે. તે રીતે શરીર કેઈની સાથે જાય છે ખરું? ના.” અહીં રહી જાય છે. એટલે આ શરીર પિોલીસ દાદે છે. ઘણાં શ્રીમતે પોલીસને દર વર્ષે બેણ આપે છે. એ તે તમે પણ આપતાં હશેને? બરાબર અનુભવ છે ને? પોલીસને બેણ આપવામાં તમને વહેપારમાં અગર બીજા કશામાં ફાયદો ખરે? ફાયદે કંઈ નહિ પણ ન આપીએ તે હેરાન કરે. પિોલીસ દાદાને વીસ વર્ષ બાણ આપી પણ બે વર્ષ ન આપી તે હેરાન કરશે તેમ આ દેહરૂપી પોલીસ દાદાને ૨૫-૩૦-૪૦-૫૦ વર્ષ સુધી પળે પણ ચાર દિવસ ખાવાનું ન આપ્યું તે નિર્બળ થઈ જાય છે. આટલા વર્ષો સુધી દીધું તે બધું ગયું. ને ગળે પડતાં વાર નહિ એ આ દેહ પોલીસ દાદે છે. એને ૫૦ વર્ષ સુધી ત્રણે ટંક ભાણું ભરીને પિષે છે છતાં આપત્તિ વખતે અળગો રહે છે. સાવચેત શ્રીમંત બેણ દે તે પહેલાં બારગણું કામ કઢાવી લે છે. તેમ આ પુદગલ ૩૫ પિોલીસ દાદાને ત્રણ ટંક પિ છો તે તેની પાસે જે કામ કઢાવવું હોય તે કઢાવી લેજે. બાલે, તેની પાસેથી કયું કામ કઢાવવું છે?
દેવાનુપ્રિયે ! આ ઉત્તમ માનવભવ મળે છે. સંસાર આધિ-વ્યાધિ અને વિષય-કષાયોને ઉકરડો છે. તેમાં હીરાકણી સમાન ધર્મ રહે છે. આ દેહરૂપી પિલીસ દાદે બેઠે બેઠે આટલા વર્ષોથી ત્રણ ટંક બણ ખાઈ રહ્યો છે. હવે તેને કહે કે આ ઉકરડામાંથી ધર્મરૂપી હીરાકણીઓ પ્રાપ્ત કરવામાં મદદ કર. આ પોલીસ દાદ મદદ કરે તેવા છે છતાં ઉકરડામાંથી હીરાકણી લેવાની અક્કલ નથી આવતી. એને વિષય કષાયના ઉકરડા ઉથામવા બહુ ગમે છે. ભગવંત કહે છે કે આ દુર્લભ અને ઉત્તમ માનવભવ પામ્યા છતાં અજ્ઞાની આત્માઓ ધર્મની લહેજત લઈ શકતા નથી. તેનું કારણ પશુ જેવી વૃત્તિ છે. ઢોરને રત્નના ઢગલા ઉપર ઉભા રાખે તો તે રનના ઢગલામાં મળમૂત્ર કરશે, તેમાંથી અનાજના કણ વીણશે પણ રન નહિ લે, કૂકડો ઉકરડે ફેંદીને તેમાંથી એઠવાડના દાણુ ખાશે પણ હીરાકણું આવશે તે ફગાવી દેશે તેમ આ જીવ મહાન પુણ્યદયે મનુષ્યભવ રૂપી રનના ક્ષેત્રમાં આવ્યું પણ પેલા પશુની જેમ વિષય કષાય રૂપી કણીયાને દેખે છે. પશુમાં રતનને ઓળખવાની, લેવાની કે રત્ન લેવા માટે ભોગ આપવાની બુદ્ધિ હોતી નથી. એને એંઠવાડના દાણ માટે શીંગડું મારવાનું મન થાય છે. વચ્ચે કૂતરું ખાવા આવે તે શીંગડું મારવા જાય. એંઠવાડ માટે બધું કરવા તૈયાર છે પણ રન માટે કંઈ કરવા તૈયાર નથી. તેમ આ જીવ પણ વિષય કષાયના એંઠવાડ માટે થાય તેટલું કરવા તૈયાર છે પણ ધર્મરત્ન માટે કંઈ કરવા તૈયાર નથી. પશુને તે રનની પારખ નથી એટલે તેને જતું કરે,