________________
ગુણેનું વર્ણન કરવાનું સાહસ કર્યું છે. પરંતુ માર્ગને અજાણ વધારે સાવધાન રહે એ ન્યાયે, લેખકે પણ ઘણું સાવધાનતા રાખી છે, છતાં છદ્મસ્થ દશા જ ભૂલની ખાણ ગણાય છે, મેટા વિદ્વાને પણ ભૂલ કરાવી નાખે છે, તે પછી મારા જેવા અતિ અપજ્ઞની ભૂલ થાય એ કોઈ આશ્ચર્ય ગણાય નહી.
મને પહેલેથી સ્મરણ શક્તિ ઘણું ઓછી હેવાથી, જયાં જ્યાં તાત્વિક વસ્તુ ઉપગી જણાઈ હોય, ત્યારે ત્યારે લખી લેવાની પડેલી ટેવના પરિણામે, આટલો સંગ્રહ-લખી શકાય છે. બીજી વાત મહાપુરુષે ફરમાવી ગયા છે કે “શુભે સદા યતનીયમ” અને શ્રીવીતરાગની વાણીને સ્વાધ્યાય જેવું, રટન કરવા યોગ્ય, વિચારવા ગ્ય, નિદિધ્યાસન કરવા ગ્ય, ત્રણ લેકમાં બીજી કઈ વસ્તુ જ નથી. આવી જ વાત ધ્યાનમાં રાખી, મેં મારા વીતરાગવાણીના પરિશીલન માટે જ આટલે નાનેસકડે પ્રયાસ કર્યો છે. છેવટે
चिरसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए । चउब्धीसजिणविणिग्गयकहाइ, वोलंतु मे दिअहा ॥१॥
અર્થ—અખ્તાકાળથી એકઠાં થયેલાં પાપને ક્ષણવારમાં નાશ કરનારી, અને લાખે ભવ ભ્રમણોને નિવારનારી, ચાવીશ જિનેશ્વરદેવેના મુખથી વિસ્તાર પામેલી, ધર્મકથાઓ વડે જ મારા દિવસો સફળ થાઓ, ઉપલક્ષણથી વર્ષો, મહિનાઓ, ક્ષણે અને મીનિટે બધો જ મનુષ્પાયુને સમય, શ્રીવીતરાગદેવનાં વચને વાંચવા, વિચારવા, લખવા, સાંભળવામાં પૂર્ણ થાય, એવી ભાવના સાથે મારા લખાણમાં કેઈપણ નાની મોટી ક્ષતિઓ રહી જવા પામી હોય તે સર્વને શ્રીસર્વજ્ઞ ભગવન્તની સાક્ષીએ