Page #1
--------------------------------------------------------------------------
________________
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
અપી.તા-૫-૩૪ મટે WWWWWWWWW લગછના.
N
તિર્ધરો
e : લેખક : e * પાશ્વ ??
Ibollebic 1% VYKYMMMMMMMMM
તેથી જ
पाच्यति
KINNNNNNNNNNNNNNNNNNNNNN.
GRIMવન
4.
v
THવા
: પ્રકાશક :
શ્રી આર્ય રક્ષિત પ્રાચ-વિદ્યા સંશોધન મંદિર
- પા લિ તા ણા MAMMA
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છના
તિધરે
: લેખક : પાશ્વ ?
Aતાના એક
: પ્રકાશક :
શ્રી આર્યરક્ષિત પ્રા–વિદ્યા સંશાધન મંદિર
પા લિ તા |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : શ્રી કરમશી ખેતશી બના શ્રી આર્ય રક્ષિત પ્રાચ્યવિદ્યા સંશાધન મંદિર, પાલિતાણા (સૌરાષ્ટ્ર)
: મુદ્રક : બાલાશંકર કાશીરામ ત્રિવેદી, હરિહર પ્રિન્ટીંગ પ્રેસ, ૨૯, સર્વોદય હાઉસિંગ સોસાયટી, પાલિતાણ (સૌરાષ્ટ્ર)
સંવત ૨૦૩૦
ઈ. સ. ૧૯૭૪
કીંમત રૂા. ૧૨-૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
કે
છે
//// જ
અર્પણ.........
સદ્દગત પૂ. ક્ષમાનંદજી શ્રીજી મહારાજને 3
–જેમણે /
અંચલગચ્છાધિપતિની -
અવિદ્યમાનતામાં 0
ગચ્છની વિકટ પુરા સંભાળી ને ગતિશીલ નેતૃત્વ પૂરું પાડયું.
|
_પાશ્વ
Shree Said
Page #5
--------------------------------------------------------------------------
________________
બે શબ્દો
રપ પુસ્તિકાઓ, જે મૂળ શ્રી આર્યરક્ષિત બાળ-વાંચનમાળા રૂપે બે ગુચ્છમાં પ્રકટ થઈ છે, તેના સમુચ્ચયને પુસ્તકાલય આવૃત્તિ તરીકે “અંચલગચ્છના તિર્ધર” નામે રજૂ કરતાં અત્યંત હર્ષ અનુભવું છું.
વિશેષ ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રસ્તુત ગુરછનું પ્રકાશન અંચલગચ્છાધિપતિ શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરિજીની જન્મ-શતાબ્દીના વર્ષમાં થયું સમર્પણ એમના સમર્થ શિષ્ય સદુગત પૂ. ક્ષમાનંદજી શ્રીજી મહારાજને થયું, અને તેનું અનાવરણ સદ્ગતના શિષ્ય પૂ. મોતીલાલજી મહારાજની શુભ નિશ્રામાં સંપન્ન થવાનું છે. પૂ. મોતીલાલજી મહારાજ પ્રસ્તુત ગ્રન્થમાળાની શૃંખલામાં “શ્રીમદ્ જિનેન્દ્રસાગરસૂરિ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થમાળાની યેજના વિચારી રહ્યા છે. આ બધું ગાનુયોગ છે આ વિરલ અવસર આપણું સમાજને ગૌરવ અપાવે એવો મહત્ત્વપૂર્ણ છે. ગચ્છાધિપતિના જન્મ-શતાબ્દીનું વર્ષ આમ નવાં નવાં સપાને સજે એવી આશા છે.
મારી અકિંચન કૃતિઓને સમાજે આવકારી છે, તેમ આ ગુચ્છને પણ આવકાર સાંપડશે એવી મને શ્રદ્ધા છે. આપણા તિર્ધરને બહુમૂલ્ય આધ્યાત્મિક વારસો ઝીલવા આપણે સમાજ વિશેષ કાટબદ્ધ થશે તે મારો પ્રયાસ હું સાર્થક થયો ગણુશ. એજ.
પારસ” અલકા સોસાયટી, મહુડી રોડ, રાજકોટ. )
– પાર્થ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ–પ્રવર્તક શ્રી આરક્ષિતસૂરિ
આગમ-પ્રણીત આદર્શો અને સિદ્ધાન્તોને જીવનમાં ચરિતાર્થ કરવા એ મુનિનું સર્વોચ્ચ કર્તવ્ય છે. આગમ ગ્રન્થના મુખ-પાઠમાં નહિ, કિન્તુ તેના ઉદ્દેશની પરિ. પૂર્તિમાં જ શ્રમણ-જીવનની કૃતકૃત્યતા છે, એવું મક્કમપણે માનનારા આ યોગનિષ્ઠ યુગમૂર્તિને જન્મ વિ. સં. ૧૧૩૬ માં આબૂ નિકટના દત્તાણ ગામમાં થયે હતો. તેમનું પૂર્વા શ્રમનું નામ વયજા. પિતા પ્રાગ્વાટવંશીય મંત્રી વ્યવહારી દ્રોણ, માતા દેદી, લઘુબંધુ સલ્હા. ગર્ભશ્રીમંત કુટુંબમાં તેમને ઉછેર થ. ધર્મનિષ્ઠા અને સંસ્કારિતા તેમને વારસામાં મળી.
પ્રત્યેક યુગ–પ્રવર્તકની જેમ તેઓ પણ અદ્વિતીય પ્રતિભા સહિત માનવ ભવમાં આવતર્યા હોઈને તેમની વિશિષ્ટ કારકિર્દીને પ્રાચીન પટ્ટાવલીકારોએ દુન્યવી ભાષામાં ન આવે. ખતાં ચમત્કારિક પ્રસંગોને આશ્રય લીધો છે. મહાન વિભૂતિઓની કાર્યરેખાને લેકેના હૈયામાં ઊંચું સ્થાન આપવાની તેમની આવી પદ્ધતિ સમજી શકાય એવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અંચલગ–પ્રવર્તક
ચરિત્રનાયકના જન્મ પહેલાનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે. વડગચ્છના પટ્ટધર આચાર્ય જયસિડસૂરિ સુખપાલમાં વિહાર કરતા દત્તાણમાં પધાર્યા. મંત્રી દ્રોણ અને દેદી સંધાગ્રણી હોવા છતાં તેમના સામૈયામાં ઉપસ્થિત ન રહેતાં સૂરિને મનમાં લાગી આવ્યું. તેઓ એ વિચારને ઘૂંટતા નિદ્રાધીન થયા ત્યારે શાસનદેવીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે દેદીના ઉદરમાં તિર્ધર આચાર્યને જન્મ થશે. માટે તમારે તેને મેળવી લે. તેનાથી જૈનશાસનનો ઉદ્યત થશે.
બીજે દિવસે સૂરિએ એ દંપતીને ઉપાશ્રયે બોલાવડાવીને તેમને ગઈ કાલની તેમની અનુપસ્થિતિના પ્રશ્નથી વાતચીતનો પ્રારંભ કર્યો. દેદીએ વાણટંકાર કરતાં કહ્યું -“સુખપાલમાં વિહરવું એ શું ત્યાગીઓનું કર્તવ્ય છે?” શ્રાવિકાના આ નાના પ્રશ્નમાં તે વખતની સમગ્ર પરિસ્થિતિને ખ્યાલ મળી રહેતો હતો. એ જમાને ચૈત્યવાસી સાધુની બોલબાલાને હતા. તેમણે ફેલાવેલા શિથિલાચારના પ્રભાવથી સુવિહિત પરંપરા પ્રસાતી જતી હતી. સૌને તમય જીવન આકરું લાગતું હતું. છતાં કેટલાક વિરલ અપવાદ જેવા મુનિવર્યો ઉચ્ચ ત્યાગ અને પવિત્રતાથી અવનિપટને અજવાળી રહ્યા હતા.
દેદીના પ્રશ્નથી સ્વસ્થતા ગુમાવ્યા વિના સૂરિ ધીર ગંભીર ભાવે બોલ્યા, “ભદ્ર! તમારો ઉપાલંભ યંગ્ય છે. પંચમ કાળના પ્રભાવથી અમારી આવી સ્થિતિ થયેલ છે.” આટલું કહીને સૂરિએ શાસનદેવીએ આપેલા સ્વપ્નનો વૃત્તાંત વિસ્તારથી વર્ણવ્યા, અને થનાર બાળકની યાચના કરી.
સૂરિની વાત સાંભળીને માતાનું હૈયું પુલકિત થઈ ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
6 ચતુ હતું જતી હતી લાચારના ની બેલી મળી
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતસૂરિ
[ ૩
પિતાના પુત્રથી મહાન કાર્યો થાય એ કઈ માતાને ન ગમે? દેદીએ ગૌરવપૂર્ણ ભાવે કહ્યું કે, “જે મારા પુત્ર દ્વારા જૈન શાસનની પ્રભાવના થતી હોય તે મારે આટલો ત્યાગ હું સાર્થક થયે સમજીશ.” માતાએ પુત્રને વહરાવી દેવાનું વચન આપતાં સૂરિ સંતુષ્ટ થયા. પછી તે તેઓ અન્યત્ર વિહાર કરી ગયા. પરંતુ આ પ્રસંગને તેઓ ભૂલી શક્યા નહિ; જાણે તેમને હૈયામાં કોતરાઈ ગયે ન હોય!
શાસનદેવીના સંકેત અનુસાર દેદીને ગર્ભ રહ્યો એ રાત્રે તેણીએ સ્વપ્નમાં ગાયના દુધનું પાન કર્યું. આ શુભ શકુન નિમિત્તે બાળકના જન્મ પછી તેનું ગદુકુમાર એવું લાડભર્યું નામ પણ રાખવામાં આવ્યું. નાનપણથી જ બાળક ઘણે તેજસ્વી અને ચકેર હતો. તેનાં લાલન-પાલનમાં પાંચ વર્ષો વીતી ગયાં એની પણ ખબર ન રહી. સુખના દિવસો ઝડપથી વિતતા જતા હોય છે
એ અરસામાં ત્યાં સૂરિનું પુનરાગમન થયું. માતપિતા સાથે વંદન કરવા ગયેલા પાંચ વર્ષનો બાળક કોઈ દૈવી સંકેત અનુસાર દોડીને ગુરુના આસન ઉપર બેસી ગયે ! તેની ચેષ્ટાથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. બાળકને ઓળખી લઈને ગુરુએ જૂનું વચન સંભાયું અને તેની યાચના કરી. પિતાને પુત્ર જૈન શાસનને તિર્ધર થશે અને તે બધે ત્યાગ ધર્મને પ્રકાશ પાથરશે એવા ઉન્નત વિચારોથી હરખાઈને માતપિતાએ તેને ભાવભરી વિદાય આપી. પરંતુ એમના હૈયાની લાગણી એમનાં નેત્રમાં ટપકવા લાગી!
વિ. સં. ૧૧૪૨ માં દીક્ષા આપીને ગુરુએ તેનું વિજય ચંદ્ર નામ આપ્યું. અહીંથી એમના જીવનમાં નવો વળાંક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
૪]
અંચલગચ્છ-પ્રવર્તક
આવ્યા. ગુરુની છત્રછાયામાં રહીને બાળમુનિએ વિદ્યાની ઉપાસના શરૂ કરી. પ્રતિદિન તેમના અધ્યાયનું ક્ષેત્ર વ્યાપક થતું જતું હતું. જ્ઞાનનાં વિવિધ સોપાને તેમણે સર કર્યા. આગમેની વાચનાને પણ પ્રારંભ થયે. દશવૈકાલિક સૂત્રમાં તેમણે ઘણું દિલચસ્પી લીધી, કેમકે તેમાં શ્રમણના આચારવિચાર સંબધમાં વ્યાપક વર્ણન છે. તેમનું અધ્યયન મુખપાઠના નહિ પરંતુ જીવન દર્શનને વ્યાપક બનાવવાના ઉદ્દેશથી હતું. આથી તથ્ય અને આદર્શોના અંતરે તેમના માનસમાં ઘર્ષણ જન્માવ્યું. પરિણામે ગુરુ-શિષ્ય વચ્ચે જીવન–પરિવર્તક સંવાદ સજો. તેની દૂરગામી અસરથી ગચ્છના ઈતિહાસમાં તે એક સિમાસ્તંભ રૂપે ઘટાવાયો.
એ સૂત્રની સાતમી ગાથામાં મુનિએ ઉકાળેલું પાણી ગ્રહણ કરવા સંબંધમાં સ્પષ્ટ આદેશ છે. તે બતાવીને શિષ્ય ગુરુને વિનયપૂર્વક પૂછયું કે “આપણે ચારિત્રવાન સાધુ છીએ તો પછી પિશાળમાં ઠંડા પાણીના ઘડા ભરી રાખીએ છીએ તેનું ઔચિત્ય શું?”
બાળમુનિએ કુતૂહલવૃત્તિથી પૂછેલા આ પ્રશ્નથી ગુરુ જરા ચંક્યા. એમની શંકાનું સમાધાન કરવું જ રહ્યું. આમ પણ ધર્મના પાયારૂપ જે સૂત્રને સમજાવ્યા હોય તેનાથી ભિન્ન વર્તણુકને વ્યાજબી કેમ ઠરાવી શકાય? એટલે ગુરુએ ખુલાસો કર્યો–“ઘણાં વર્ષો પૂર્વે લખાયેલાં આ સૂત્રોનું પાલન આ સમયમાં ઘણું દુષ્કર છે.”
એ પ્રમાણે આચરણ કરવાથી લાભ થાય કે ગેરલાભ?” શિષ્ય પોતાની ભાષામાં સ્પષ્ટ પૂછી લીધું.
અલબત્ત, લાભ થાય!” ગુરુ બોલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
[ ૫
શ્રી આર્યરક્ષિતસૂરિ
જે આપની આજ્ઞા મળે તો હું એવા માર્ગને અનુસરીને તેને બધે પ્રચાર કરું.” શિષ્ય પિતાની ઉત્કંઠા વ્યક્ત કરી.
શિષ્યની વાણીએ ગુરુના મનમાં વર્ષો પહેલાના પ્રસં. ગની યાદી આપી. જે ઉદ્દેશથી શિષ્ય તરીકે તેમને લીધા હતા, તેના પાલન માટે તેમને પણ તેમનાં માતા-પિતાની જેમ જ હવે વિદાય આપવાનું થયું ! શાસનદેવીએ આપેલા સ્વપ્ન–સંકેત અનુસાર તેઓ યુગપુરુષ થવા સર્જાયા છે એવી તેમને સ્પષ્ટ પ્રતીતિ મળી. આથી આશીર્વાદ આપીને પાંચ અન્ય શિષ્ય તેમને સોંપીને ગુરુએ ચરિત્રનાયકને વસમી વિદાય આપી. કહેવાય છે કે વિદાય વેળાએ ગુરુએ તેમને ઉપાધ્યાયપદે વિભૂષિત કરેલા
ગુરુથી ભિન્ન વિહરતા ચરિત્રનાયક લાટ પ્રદેશમાં પધાર્યા. તેમના ઉદ્દેશની પૂર્તિ આસાન નહતી. પરંતુ તેઓ પિતાના નિશ્ચયમાં મક્કમ હતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે તપયાત્રા જારી રાખી. આ મહા યાત્રાની પીઠિકા બની જ્ઞાનસાધના. તેમનું પ્રથમ પાન હતું ક્રિોદ્ધાર, કિદ્ધાર કર્યા બાદ તેઓ પોતાના ધ્યેયપૂર્ણ માર્ગમાં આગળ વધી શકે
પિતાના સંસાર–પક્ષના મામા શીલગુણસૂરિના આગ્રહથી તેમણે શરૂઆતમાં કિદ્ધારના આશયથી પૂર્ણિમા ગચ્છની નિશ્રા સ્વીકારી. આ ગચ્છના ઉચ્ચ આદર્શોથી તેઓ પ્રભાવિત થયા વિના ન રહી શક્યા. કિદ્ધાર કર્યા બાદ શીલગુણસૂરિએ તેમને એ ગચ્છમાં આચાર્યપદ સ્વીકારવા પણ ઘણો જ આગ્રહ કર્યો, પરંતુ માલારે પણ આદિ સાવઘના ભયે તેમણે એ પદ ન સ્વીકાર્યું. તેઓ ઉચ્ચ સ્થાન કે પ્રભુત્વની સ્પર્ધામાં નહોતા. તેમનું લક્ષ્યાંક વ્યક્તિગત કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ-પ્રવર્તક
ઉપર નિર્ભર નહતું. તેઓ તો હતા આગમપ્રણીત સામાચારીના સમર્થ પરિશેધક અને પથદર્શક.
કિદ્ધાર બાદ તેઓ પૂર્ણિમાગચ્છથી દૂર રહ્યા. તેમનું મનોમંથન હજુ ચાલુ જ હતું. જૈન શાસનને શિથિલાચારની નાગચૂડમાંથી બચાવવા તેઓ મથી રહ્યા હતા. તેમના જીવનને એ સર્વોચ્ચ આદર્શ હતો, પરંતુ તેમની મુશ્કેલીઓને પણ પાર ન હતો. તેમને શુદ્ધ આહાર પ્રાપ્ત થઈ શકતો નહિ. છતાં તેઓ નાસીપાસ ન થયા. તેમને કયાંથી પણ શુદ્ધ આહાર પ્રાપ્ત ન થવાથી તેઓ પાવાગઢ પહોંચ્યા. શ્રી વીરપ્રભુનાં દર્શન કરીને તેમણે ત્યાં માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા આદરી.
તે વખતનું પ્રસિદ્ધ જૈન તીર્થ પાવાગઢ ચરિત્રનાયકના જીવન સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે ત્યાં તેમની તપશ્ચર્યાની ફળશ્રુતિ થઈ હેઈને પ્રાચીન પટ્ટાવલીકાએ તેને ચમ ત્કારિક પ્રસંગ દ્વારા એપ ચડાવ્યા છે. પટ્ટાવલીકાર વર્ણવે છે કે–શાસનદેવી ચકેશ્વરીએ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામીને પૂછ્યું કે –“ભગવન! આ કાળમાં ભરતક્ષેત્રમાં આગમોક્ત માર્ગની પ્રરૂપણા કરનાર કોઈ મુનિ છે કે નહિ?” જવાબમાં ભગવાને ચરિત્રનાયકનો ઉલ્લેખ કરીને તેમના ચારિત્ર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. ભગવાનના શ્રીમુખેથી પ્રશંસા સાંભળીને દેવી ખુદ પાવાગઢ ઉપર તેમનાં દર્શન કરવા આવે છે અને ચરિત્રનાયકના તપથી પ્રભાવિત થાય છે. તેમને ઉદ્દેશીને દેવી કહે છે કે અનશન કરશે નહિ. ભાલેજનગરથી યશોધન ભણશાલી શ્રી વિરપ્રભુના દર્શનાર્થે સંઘસહિત અહીં પધારશે, તેના દ્વારા તમારું પારણું થશે. તેની સાથે ભાલેજ જવાથી શાસનની પ્રભાવના થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિતમૂરિ
[ છ
બીજે દિવસે યશેાધન સંઘ સહિત ત્યાં આવ્યે અને તેના દ્વારા ગુરુનું પારણું થયું. ગુરુના ઉપદેશ સાંભળીને તે ઘણેા જ પ્રભાવિત થયા. તેમને વિધિપક્ષ સ્થાપવા યશેાધને આગ્રહ કર્યો. આ રીતે અચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે તે વિરલ કીર્તિ પામ્યા.
અચલગચ્છના આદર્શ પાવાગઢની પવિત્ર શૃંગ ઉપર પાષાયા હાઇને તેના મહિમા ગચ્છના ઇતિહાસમાં ઘણા ગવાયા છે. પાછળથી આ તીર્થ મહાકાલી માતાના ધામ તરીકે દેશભરમાં ખ્યાતિ મેળવી. એટલે આ ગચ્છે પણ પેાતાની અધિષ્ઠાયિકા દેવી તરીકે મહાકાલી માતાના સ્વીકાર કરી લીધે. પાવાગઢના રાજાઓની પઢામાં આ ગચ્છના આચાર્યો ઘણા સત્કાર પામ્યા. ત્યાંના મંત્રીઓએ ગચ્છ પ્રત્યે પેાતાની ભક્તિ દ્રાખવી. આ બધા પ્રસ`ગેા અચલગચ્છ અને પાવાગઢ વચ્ચેના વિશિષ્ટ સંબધાનું સૂચન કરે છે. તેનુ નિમિત્ત છે ચરિત્રનાયકે ત્યાં આદરેલું કઠાર તપ. તેમની તપેાભૂમિને આ ગચ્છ ભૂલી શકે ખરી ?
યશેાધનના આગ્રહથી ચરિત્રનાયક સોંઘ સહિત ભાલેજ પધાયો. અહીં તેમના ગુરુને બહુમાનપૂર્વક તેડાવીને તેમને મહાત્સવપૂર્વક આચાય પદે વિભૂષિત કરવામાં આવ્યા, અને તેમનું આ રક્ષિતસૂરિ નામાભિધાન થયું. વિ. સ. ૧૧૬૯ માં આ ઘટના બની એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. અન્ય પ્રમાણ-ગ્રન્થામાં આચાર્ય પદે ત્સવનું વર્ષ વિ. સં. ૧૨૦૨ છે. જો કે આચાય પર્યાયમાં તેમનુ આ રક્ષિતસૂરિ નામકરણ થયું એ સંબધમાં પ્રમાણ-ગ્રન્થામાં સ`સંમતિ છે.
એ જ વર્ષે ચરિત્રનાયકના ઉપદેશથી યશેાધને ભાલે જમાં શ્રી ઋષભદેવના ભવ્ય જિન-પ્રાસાદ અધાબ્યો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૮ ]
અંચલગચ્છ–પ્રવર્તાક તેની પ્રતિષ્ઠા કરાવી. આ ઐતિહાસિક પ્રસંગે મંદઉર, વડોદર, ખંભાત, નાહપા વગેરે સ્થાનના સંઘે પધારેલા. અંચલગચ્છની પૂર્વ સંધ્યાને એ પ્રસંગ હતો.
એ અરસામાં પ્રતિષ્ઠાઓ શ્રમણે દ્વારા થતી, કિન્તુ ચરિત્રનાયકે જેને સૂત્રેના અનેક આધારે ટાંકીને સમજાવ્યું કે એ સુવિહિત મુનિને આચાર નથી. તદુપરાંત તેમણે નવોદિત ગચ્છની ઉષણા કરીને સૌને તેની સામાચારીની સમજણ આપી. આ નદિત ગચ્છનું સંવિધાન આગમપ્રણીત સિદ્ધાન્તો ઉપર આધારિત હોઈને તે વિધિ પક્ષ એવા નામે બધે ખ્યાતિ પામ્યા. ચૈત્યવાસીઓના પ્રાબલ્યથી જૈન શાસનમાં અનેક અવિધિઓ પ્રવિષ્ટ થયેલી. તેને નિમૂળ કરીને ત્યાં વિધિમાર્ગના પ્રતિષ્ઠા કરવાના ધ્યેય સાથે આ ગચ્છનો આવિર્ભાવ થયો. તે વખતની આવશ્યક્તાની તે દ્વારા પૂતિ થઈ પરંતુ હમેશાં બનતું આવ્યું છે તેમ આ શુભ કાર્યને વિરોધ કરનારા વિદ્મસંતોષી પણ હોય જ ને ! અહીં પણ તેમણે દેખા દીધી.
વિધિપક્ષ ગરછની સામાચારી અનુસાર યશેધને જાતે જ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કર્યો કે તરત જ કેટલાકે ગરબડ મચાવી. ત્યાં ઉપસ્થિત રહેલા કેટલાક આચાર્યો, જેમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ દેવેન્દ્રસૂરિ, આશાપલ્લીગછના મલયચંદ્રસૂરિ, પીપલગચ્છના શાંતિસૂરિ વગેરે મુખ્ય હતા તેમણે પ્રશ્ન કર્યો કે–“આ નવું તૂત શું ઊભું કર્યું છે!” નૂતન પ્રણાલિકાને આ રીતે વિરોધ થતાં ત્યાં ઉપસ્થિત રહેલ વિશાળ ચતુર્વિધ સંઘ દ્વિધામાં પડી ગયો કે હવે શું થશે? પરંતુ ચરિત્રનાયકનો જ્વલંત વિજય થયે અને વિરોધીઓ ના હાથ હેઠા પડ્યા પટ્ટાવલીકારો આ વિજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતરિ ચને વર્ણવતાં કહે છે કે બરાબર એ જ વખતે ત્રણ વખત આકાશ–વાણી થઈ કે આ વિધિમાગ સિદ્ધાન્તાક્ત, શાસ્ત્રોક્ત અને સર્વોક્ત હેવાથી તેમાં કોઈએ લેશમાત્ર પણ સંદેહ ન કરો !
માનવમહેરામણના જયઘોષ સાથે આ રીતે વિ. સં. ૧૧૬૯ માં વિધિપાગચ્છની પ્રકટરૂપે સ્થાપના થઈ. આર્ય. રક્ષિતસૂરિ આ ગચ્છના પ્રસ્તતા અને પ્રવર્તાક બન્યા. ચૈત્યવાસના અંધકારને દૂર કરનાર પ્રદીપ તરીકે આ અભિનવ ગચ્છ લોકહૈયામાં અપૂર્વ આદર પામ્યું. તેના ઉદયથી પૂર્ણિમાગછના પ્રમુખ આચાર્યો, જેમાં શીલગુણસૂરિ દેવભદ્રસૂરિ વગેરે મુખ્ય છે, તેઓ પોતાના શિષ્યો સહિત તેમાં સ્વેચ્છાએ જોડાયા. તેમને આ ગ૭ પૂર્ણિમાગછની સંશોધિત આવૃત્તિ જે લાગ્યા. શંખેશ્વરગ૨છ, નાણાવાલગચછ, ભિન્નમાલગચ્છ, વલ્લભીગચ્છ ઈત્યાદિએ પણ તેની સામાચારીને સ્વીકાર કર્યો. પૂર્ણિમાગચ્છ, સાર્ધ પૂર્ણિમાગચ્છ અને આગમગએ વિધિ પક્ષગચ્છની કેટલીક મહત્ત્વપૂર્ણ સામાચારીને પિતાની સ્વીકૃતિ આપી. આ રીતે આગમ–પ્રણીત સિદ્ધાંતોને જીવનમાં પરિણિત કરવાના માધ્યમ તરીકે વિધિપક્ષગચ્છે સર્વત્ર લેક–ચાહના પ્રાપ્ત કરી અને અનેક તેમાં હોંશે હોંશે જોડાયા.
આ ગચ્છની કેટલીક માન્યતાઓ વિશે જણાવવું પ્રસ્તુત છેઃ મુનિ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા ન કરે. દીપક, ફળ, બીજ તથા બલિપૂજા ન કરવી. તંડુલ કે પત્રપૂજા કરી શકાય, શ્રાવક વસ્ત્રાંચલથી ક્રિયા કરે. પૌષધ પર્વ દિને કરે. સામાયિક સવાર-સાંજ એમ બે ટાણે બે ઘડીનું કરે. ઉપધાનમાલારોપણ કરવાં નહિ. ત્રણ થાય કહેવી. મુનિને વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
અંચલગચ્છ-પ્રવર્તક એક ખમાસમણથી કરી શકાય. સ્ત્રીઓએ મુનિને ઊભે ઊભે જ વાંચવું. કલ્યાણક ન માનવા નત્થણમાં દીવે, તાણું, સરણ, ગઈ, પછઠ્ઠા ઈત્યાદિ પાઠો ન કહેવા. નવકારમંત્રમાં “હોઈ મંગલં” કહેવું. મારી પાખી પૂનમે કરવી. સંવત્સરી આષાઢી પૂનમથી પચાસમે દિવસે કરવી, અને અભિવર્ધિત વર્ષમાં વીસમે દિવસે કરવી. અધિક માસ પષ કે આષાઢમાં જ થાય.
આર્ય રક્ષિતસૂરિના સમકાલીન ખરતરગચ્છીય જિનવદભસૂરિ પણ સમર્થ આચાર્ય થઈ ગયા. તેમણે પણ ચૈત્ય વાસીઓ સામે પ્રચંડ ઝુંબેશ ચલાવી હતી. તેમણે ચ ડિકાદેવીની સાધના કરી હતી. તેમની પરંપરામાં જિનદત્તસૂરિએ અજમેરમાં શ્રી પાર્શ્વનાથ-જિનાલયમાં શીતળા વગેરે દેવીએ સ્થાપી. વિધિ પક્ષગણે આવી સામાચારીનો ઉગ્ર વિરોધ કરેલ. આ પરથી દેવીઓ સંબંધમાં આ ગચ્છની માન્યતા કેવી હશે તેને સહેજે ખ્યાલ મળી રહેશે. આજે મૂળ પરંપરાનાં દર્શન થવા દુર્લભ છે.
ત્યવાસીઓના પ્રભાવને ભૂંસી નાખવાના ઉદ્દેશથી વર્તમાન ત્રણે ગો-ખરતરગચ્છ, અંચલગચ્છ અને તપાગચ્છનો ઉદય થયા હોઈને તેમની મુખ્ય માન્યતાઓ એક સરખી જ રહી. ખાસ કરીને તીર્થકરેએ પ્રરૂપેલા મૂળ સિદ્ધાન્ત કે નવતર, પંચાસ્તિકાય ઈત્યાદિ ત અંગેની તેમની માન્યતા સમાન રહી. મતભેદો માત્ર સામાચારી વિષયક જ હતા. સમય જતાં આ ભેદેએ એમના વચ્ચે કટુતાનાં બીજ રોપ્યાં પરિણામે તેમના પ્રાદુર્ભાવ કાળે જે ગચ્છ–ઐક્ય જોવા મળેલું તે કદિયે જોવા ન મળ્યું. નૂતન ગચ્છ-સૃષ્ટિની આ એક કમનસીબી ગણાવી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્યરક્ષિતસૂરિ
[ ૧૧ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે આ ગ૭ને અચલગચ્છ તરીકે ઓળખાવ્યો હતો તે સંબંધમાં પ્રાચીન પટ્ટાવલીકારો એક રસપ્રદ આખ્યાયિકા વર્ણવે છેઃ રાજાને સંતાન ન હોવાથી તેણે વિદ્વાનોના સૂચનથી પત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યું. આવો યજ્ઞ જીવનમાં માત્ર એક જ વખત થઈ શકે. અહીં બન્યું એવું કે રાત્રે યજ્ઞમંડપમાં પ્રવેશેલી ગાયને ત્યાં લાકડાના ઢગલામાં છૂપાયેલા સર્પે દંશ દીધો અને ગાયનું ત્યાં મૃત્યુ થયું. બીજે દિવસે પંડિતો આ દશ્ય જોઈને દ્વિધામાં પડી ગયા. હવે શું થાય? આ વિઘ દૂર થાય તે જ યજ્ઞ વિધિ આગળ ચાલી શકે. સૌ ચિંતાગ્રસ્ત હતા. કેઈકે સૂચન કર્યું કે અહીં બિરાજતા આર્ય રક્ષિતસૂરિ ચમત્કારિક પુરુષ છે. તેઓ કદાચ મદદરૂપ થઈ શકશે. રાજાએ સૂરિને આ વિશે પ્રાર્થના કરી. સૂરિએ રાજાને યજ્ઞનું વિદન દૂર કરવાનું વચન આપ્યું. કહેવાય છે કે તેમણે પરકાય પ્રવેશિની-વિદ્યાના પ્રભાવથી મૃત ગાયને યજ્ઞમંડપમાંથી જીવતી બહાર કાઢી. સૂરિ પિતાના વચનમાં અચલ રહ્યા હોવાથી સિદ્ધરાજે તેમના સમુદાયને અચલગચ્છ તરીકે સંબોધ્યો.
રાજર્ષિ કુમારપાલે તેને અંચલગચ્છ તરીકે ઓળખાવ્યું એ વિશે પટ્ટાવલીકારે આ વૃત્તાંત આપે છે. એક વખતે કુમારપાલની સભામાં હેમરાંદ્રાચાર્ય, આર્ય રક્ષિતસૂરિ વગેરે ધર્મચર્ચા કરતા હતા. એ વખતે મંત્રી કપર્દિ, જે ચરિત્રનાયકનો પરમ ભક્ત હતો, તેણે ઉત્તરાસંગના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરીને વસ્ત્રાંચલથી વંદના કરી. વંદન કરવાની આવી પ્રણાલિકાથી કુમારપાલને આશ્ચર્ય થયું. આથી તેણે હેમચંદ્રાચાર્યને તે વિશે પૂછ્યું કે આ વિધિ શું શાસ્ત્રોક્ત છે? કલિકાલ સર્વરે તેને શાસ્ત્રોક્ત વિધિ તરીકે ઓળખાવતાં રાજાએ વિધિપક્ષને અંચલગચ્છ એવું સૂચક નામ આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
અંચલગચ્છ-પ્રવર્તક ઉપર્યુક્ત અને પ્રસંગે દ્વારા સિદ્ધરાજ અને કુમારપાલ સાથેના ચરિત્રનાયકના સંપર્કનું સૂચન પણ મળે જ છે. સિદ્ધરાજ જૈન ધર્મ પ્રત્યે સવિશેષ આકર્ષાયે હતો એ તો સુવિદિત છે. કુમારપાલે તો જૈન ધર્મનો સ્વીકાર પણ કરે. પરમહંત તરીકે તેણે ઈતિહાસમાં અપૂર્વ કીર્તિ મેળવી છે. તેમના સમકાલીન તરીકે ચરિત્રનાયક તેમના સમાગમમાં આવે એમાં કશું નવું નથી. આ વિશે વધુ વિગત કયાંકથી નોંધાયેલી પ્રાપ્ત થઈ શકી હોત તો ચરિત્રનાયકના જીવન પર વિશેષ પ્રકાશ પાડી શકાત.
- આર્ય રક્ષિતસૂરિના ઉપદેશનો પ્રભાવ કેટલે હૃદયસ્પર્શી હતો તેનું સૂચન કરતો એકાદ પ્રસંગ નાંધીએ. મંત્રી કપર્દિના આગ્રહથી તેઓ બેણપ પધારેલા. તેમનો સર્વ ત્યાગને મંગલમય અને મહામૂલો સંદેશ સાંભળીને કપર્દિની પુત્રી સમાઈ, જે કોટિ દ્રવ્યનાં આભૂષણો ધારણ કરતી હતી, તેણે પિતાની પચીશ સખીઓ સહિત પ્રવ્રજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય જાહેર કર્યો! સૂરિના અદ્ભૂત ઉપદેશનું જ એ પરિણામ હતું. સોમાઈનું દિક્ષા પર્યાયનું નામ સમયશ્રી. તેમણે પાછળથી મહત્તરા સાધ્વી તરીકે ઉચ્ચ સ્થાન દીપાવ્યું. સમયશ્રી અંચલગચ્છના સૌ પ્રથમ મહત્તરા સાધ્વી તરીકે ઉજજવળ કીતિ પામ્યાં.
તપસ્વીઓનાં પગલાંનો પ્રભાવ પણ એર હોય છે. એક વખત સિંધના પારકર પ્રદેશમાં ઉગ્ર વિહાર કરતા આચાર્ય સુરપાટણ નગરમાં પધાર્યા. તે વખતે ત્યાં મરકીને ઉપદ્રવ ફેલાયો હતો. પ્રતિદિન અનેક લોકો મૃત્યુનાં મુખમાં હેમાતા હતા. આચાર્યના આગમનનાં સમાચાર મળતાં રાજા મહીપાલ અને તેનો મંત્રી ધરણ ઉપાશ્રયમાં આવીને તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્ય રક્ષિતરિ
[ ૧૩ ઉપદ્રવને શમાવવા પ્રાર્થના કરી. કહેવાય છે કે ગુરુના ચર
દકના છંટકાવથી મરકીનો રોગ ત્યાંથી અદશ્ય થઈ ગયે. આથી રાજાએ પ્રસન્ન થઈને ગુરુને કિંમતી ભેટશું ધર્યું. નિસ્પૃહી ગુરુએ તેને અસ્વીકાર કર્યો. એમના ત્યાગથી રાજા વિશેષ પ્રભાવિત થયે. તેણે તે ધનથી ત્યાં શ્રી શાંતિનાથપ્રભુનું જિનાલય બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગ વિ. સં. ૧૧૭૨ માં બને. જૈન ધર્મનો મહિમા ત્યાં ઘણે ગવાયે.
ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ છે કે સૂરિના ઉપદેશથી મહીપાલ રાજાએ પિતાના કુંવર ધર્મદાસ સહિત જેન ધર્મને સ્વીકાર કર્યો. મંત્રી ધરણ, જે જૈન હતા, તેણે પોતાની પુત્રીને રાજકુમાર સાથે પરણાવી. તેમના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળીને મીઠડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. ધર્મદાસને ચંદેરીનું રાજ્ય મળ્યું હતું અને તે પૃથ્વીરાજ ચૌહાણને ઘણે જ માનીતો હતો. તેના મુખેથી પ્રશંસા સાંભળીને પૃથ્વીરાજે આર્ય રક્ષિતસૂરિને દિલ્હી તેડાવીને તેમનું સન્માન કરેલું. એ વખતે પૃથ્વીરાજ જૈનધર્મ પ્રત્યે ઘણો આકર્ષાયે હતો.
વિ સં. ૧૨૧૦ માં સૂરિ વિહરતાં ભિન્નમાલ પાસેના રત્નપુરનગરમાં પધાર્યા. ત્યાંના રાજા હમીરજીને પાટવી કુંવર જેસંગ રાજમહેલમાંથી એકાએક લાપત્તા થતાં આખું નગર તેની ખેજમાં વ્યસ્ત હતું. બધા જ પ્રયાસો નિષ્ફળ ગયા. સૂરિને સિદ્ધપુરુષ જાણીને રાજાએ તેમને પગે પડીને રાજકુમારને શેધી આપવા આજીજીપૂર્વક વિનંતી કરી, પટ્ટાવલીમાં આ વિશે વિસ્તૃત પ્રસંગ વર્ણાયેલ છે, જેનો સાર એ છે કે સૂરિના સંકેતથી રાજાને તેને કુંવર મળે. આથી રાજા હમીરજી પરિવાર સહિત જૈનધર્માનુયાયી થયે. તેના વંશજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪]
અંચલગચ્છ-પ્રવર્તક ઓશવાળ જ્ઞાતિમાં ભળીને સહસગુણ ગાંધી એવી ઓડકથી પ્રસિદ્ધ થયા. જેસંગકુમારે ગુરુના ઉપદેશથી શત્રુંજયને તીર્થસંઘ કાઢ્ય, ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચીને તેણે લક્ષમીને કૃતાર્થ કરી.
ખંભાતન ધનાઢ્ય આરબ વેપારી સીરિક પણ સૂરિના અનેક અગ્રેસર ભક્તોમાંથી એક હતો એવું પટ્ટાવલીમાં વિધાન છે. પાટણના શાલવીઓ ચરિત્રનાયકનો ઉપદેશ સાંભળીને તેમના અનન્ય ભક્ત થયેલા પહેલાં તેઓ દિગંબર સંપ્રદાયના હતા. જેનો અને જૈનેતરોના આવા તો અનેક પ્રસંગ છે, જે દ્વારા ચરિત્રનાયકના અલૌકિક પ્રભાવનું સૂચન મળે છે.
ચરિત્રનાયકના શિષ્ય-પરિવાર વિશે ઝાઝું જાણી શકાતું નથી. સંખ્યાની દષ્ટિએ સાધુઓ ૨૨૦૨ અને સાધ્વીઓ ૧૩૧૫ હતાં. એટલે કે સાધ્વીઓ કરતાં સાધુઓ અધિક સંખ્યામાં હતા. તીર્થકરોના શાસનમાં કે હાલમાં સાધ્વીએની ઘણું વિશાળ સંખ્યાની સરખામણીમાં મધ્યકાલીન સમયમાં તેની અપતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે. એ વખતની અંધાધૂધી ભરેલી સ્થિતિ પણ કદાચ તેમાં કારણ ભૂત હેય. - સાધ્વી સમુદાયના અગ્રેસર મહત્તરા સમયશ્રી હતાં. આચાર્યો કોણ હતા તે વિશે ક્યાંયે ઉલ્લેખ નથી. પરંતુ પટ્ટાવલીમાંથી મુનિ રાજચંદ્રનું એક નામ મળે છે. તેઓ ચરિત્રનાયકના ગુરુના સંસારપક્ષના ભાઈ થતા હતા. નાનપણમાં તેઓ કુસંગતમાં પડવાથી પિતાએ તેમને ઘરમાંથી કાઢી મૂકેલા. મંત્રવાદી કાપડીનો પરિચય થતાં તેઓ મંત્રતંત્રની આરાધનામાં ઘસડાયા હતા એ વિશે વિસ્તૃત વર્ણન
છે. પાછળથી તેમણે દીક્ષા લીધેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
[ ૧૫
શ્રી આર્ય રક્ષિતસૂરિ
મોઢેરાની વિ. સં. ૧૨૩૫ માં પ્રતિષ્ઠિત ધાતુમૂર્તિમાં સંઘપ્રભસૂરિનો ઉલ્લેખ છે. તેઓ ચરિત્રનાયકના હસ્તદીક્ષિત શિષ્ય હોવાનું અનુમાન કરી શકાય છે. ચરિત્રનાયકની વિદ્યમાનતામાં જ એ વર્ષમાં તેમના ઉપદેશથી - પ્રતિષ્ઠા થઈ હેઈને તેમનો પ્રભાવ સૂચિત થાય છે. ઉક્ત ધાતુમૂર્તિ અંચલગચ્છનો સૌથી પ્રાચીન પ્રાપ્ય પુરા ગણાય છે. ચરિત્રનાયકના ઉપદેશથી ઘણું પ્રતિકાઓ થઈ હશે, પરંતુ તેમને એક પણ પ્રતિષ્ઠા-લેખ ઉપલબ્ધ થઈ શક્યો નથી.
ગુજરાત, સોરઠ, સિંધ, મરુ, માલવા, ઉત્તર ભારત આદિ અનેક પ્રદેશમાં સતત વિહાર કરીને આર્યરક્ષિતસૂરિએ અનેક જીવોને પ્રતિબંધ આપીને ધર્મધ્વજ બધે લહેરાવ્ય. રાજકીય ક્ષેત્રે અનેક નાનાં મોટાં રાજ્યોમાં વહેંચાયેલું ભારત પિતાનું પ્રભુત્વ ગુમાવી રહ્યું હતું અને મુસલમાનના વ્યાપક હલ્લાનું મુખ્ય નિશાન બન્યું હતું ત્યારે આવા ધર્મ પ્રણેતાઓએ તેની સાંસ્કૃતિક એક્તા ટકાવી રાખી અને પરિણામે અનેક બાહ્ય આકમણે સામે ભારત અડગ ખડકની જેમ ઊભું રહી શક્યું. ભારતીય સંત પરંપરાનું આ એક અમૂલ્ય પ્રદાન ગણાશે. આર્ય રક્ષિતસૂરિ પણ એ કોટિના હતા. તેમના જીવનને આ સંદર્ભમાં મૂલવવાથી ભારતની સંસ્કૃતિના પ્રેરણાસ્ત્રોતની ઝાંખી પણ કરી શકાય છે.
ચરિત્રનાયકે ગ્રન્થરચના કરી છે કે નહિ તે વિશે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. જેસલમેરના એક ભંડારની સાંપ્રત નોંધ પરથી જણાય છે કે “સાધુ પ્રતિમા પ્રકરણ” અને “મહાકાલી મહાઓ” નામક બે ગ્રંથનું કતૃત્વ એમના નામે છે. આ નોંધની પ્રમાણભૂતતા શકિત છે. ગ્રન્થરચનાનું વર્ષ કે ગચ્છનું નામ પણ તેમાં દર્શાવાયું નથી. માત્ર ગ્રન્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
અંચલગચ્છ-પ્રવર્તક તથા ગ્રન્થર્તાનું નામ જ દર્શાવેલ છે. આથી વિશેષ સામગ્રી અનુપલબ્ધ છે.
વિ. સં. ૧૨૩૬ માં ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ચરિત્રનાયક બેણપમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓ પિતાની પાછળ ૧૨ આચાર્યો સહિત ૩૫૧૭ સાધુ-સાધ્વીઓને શિષ્ય-પરિવાર મૂકતા ગયા. પિતાના જીવન કાળમાં જ ઉદય પામેલા ગચ્છને પિતાની હયાતિમાં જ આટલે વિશાળ ત્યાગી પરિવાર પ્રાપ્ત થઈ શક્યો, તેમ જ ગચ્છને સંગીન પાયા ઉપર મૂકી શકાય એમાં તેમની મહાન સિદ્ધિ છે. શિથિલાચાર સામે સુવિહિત પરંપરાનો આ વિજય ગણી શકાય. આજે તે આ વાતને નવેક શતાબ્દીઓનાં વહાણું વાઈ ગયાં, છતાં અંચલગચ્છ પિતાનું આગવું અસ્તિત્વ ટકાવી રાખવા સમર્થ બની શક્યા છે તે પણ તેમના અપ્રતિમ ત્યાગ અને પુરુષાર્થને આભારી છે. આવા યુગપ્રવર્તકને કેટિ કેટિ વંદન !!
अस्तु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક શ્રી જયસિંહસૂરિ
લાખ ક્ષત્રિયોને પ્રતિબોધ આપીને તેમને જૈન ધર્મના રંગે રંગનાર પ્રભાવક આચાર્યોમાં જયસિંહસૂરિ આગલી હરોળમાં સ્થાન ધરાવે છે. વિ. સં. ૧૧૭૯ માં તેમને જન્મ કંકણ પ્રદેશ અંતર્ગત પારા પટ્ટણમાં થયે. તેમનું પૂર્વાશ્રમનું નામ જેસિંગકુમાર. પિતા ઓસવાળ વંશીય વ્યવહારી દાહડ. માતા નેઢી. શ્રેષ્ઠી દાહડ કેટિધ્વજનું ગૌરવ ધરાવતા હતા. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ સાથે તેમને વ્યક્તિગત સંબંધ હતો, જે દ્વારા તેમના ઉચ્ચ સ્થાનનું સૂચન મળી રહે છે. એ અરસામાં કંકણ પ્રદેશ ઉપર ગૂર્જરેશ્વરની આણ વર્તાતી.
જેસિગના જન્મ પહેલાં માતા નેઢીએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જે હતો. પટ્ટાવલીમાં એવું વર્ણન છે કે સ્વપ્નમાં તેણીએ મંદિરના શિખર ઉપર સુવર્ણ કળશ ચડા અને એટલે જેસિગનું લાડનું નામ જિનકલશ રખાયું. આ અસાધારણ સ્વપ્ન જોઈને માતાને કૌતુક થયું. વલ્લભીગછના આચાર્ય ભાનુપ્રભસૂરિ જેઓ તે વખતે સોપારામાં બિરાજતા હતા તેમની પાસે એ વાત નિવેદિત કરતાં આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે–“આ શુભ શકુન એવું સૂચવે છે કે જૈન શાસનને યશકલગી અપાવે એ મેઘાવી બાળક આપની કુખે અવતરશે, સંસારનો ત્યાગ કરી તે સંયમ માર્ગ અપનાવશે.” આ સાંભળીને માતા-પિતા ઘણાજ હર્ષિત થયાં.
બન્યું પણ એવું જ. સોપારામાં પધારેલા આચાર્ય કક્કસૂરિના મુખેથી જ બુચરિત્રનું શ્રવણ કરતાં જેસિંગના હૃદયમાં વૈરાગ્યનાં અંકુરે પ્રકટ્યાં અને જંબૂકુમારની જેમ દીક્ષા ગ્રહણ કરવાના તેને કોડ જાગ્યા. તે વખતે તેમની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી.
મહાન થવા સર્જાયેલા બાળકની ઈચ્છાને આડે કોઈ મા-બાપ આવે ખરાં? શ્રેષ્ઠી દાહડ અને શ્રાવિકા નેઢી બાળકના મનની વાત પહેલેથી જ જાણતાં હતાં અને એટલે તેમણે જેસિંગ પિતાને ભાવિ માર્ગ સ્વેચ્છાએ નક્કી કરી શકે એવા ખ્યાલથી તેને તીર્થયાત્રાએ મોકલ્યો. પિતાના ઈચ્છિત આદશની દિશામાં બાળક આગળ વધે એજ સારું.
પિતાના પરમ મિત્ર આશધર–અપરનામ શુભદત્તની સાથે તીર્થાટન કરતા જેસિંગ ખંભાત, ભરૂચ વગેરે મહાનગર ફરી શ્રી પંચાસરા પાર્શ્વનાથના દર્શનાર્થે પાટણમાં પહોંચ્યો. તે કાળે પાટણની સમૃદ્ધિ એર હતી. ભારતવર્ષનાં ઉત્કૃષ્ટ નગરોમાં એની ગણના થતી હતી. પાટણની જાહોજલાલી માત્ર ધનકુબેરેથી કે રાજનીતિથી જ નહતી. ઉગ્ર તપસ્વીઓ અને પ્રખર વિદ્વાનું પણ પાટણ પ્રમુખ ધામ હતું. ગુજરાતની રાજ્યલક્ષમી તેમજ સંસ્કારલક્ષ્મી એ અરસામાં ચરમ કળાએ ખીલી હતી. ત્યાં પધારતા અનેક પ્રવાસીઓની જેમ જેસિંગે પણ તે અનુભવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
જેસિંગે મહારાજા સિદ્ધરાજની પણ મુલાકાત લીધી, અને તેને એક લાખ ટંકના મૂલ્યને હીરાજડિત હાર ભેટણામાં આપે. સિદ્ધરાજે તેને બેટા કહીને સંબોધન કરેલું. અને તેનું અંગત વ્યક્તિ તરીકે સન્માન કરેલું. રાજાએ પાટણ આવવાનું પ્રયોજન પૂછતાં જેસિંગે દીક્ષા લેવાની પિતાની અંગત ભાવના વ્યક્ત કરી. રાજાએ તેને થરાદમાં બિરાજતા આચાર્ય આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરવાનું સૂચવ્યું. અંચલગચ્છ–પ્રવર્તાકજીના ઉદાત્ત ચારિત્ર્યથી રાજા ઘણે જ પ્રભાવિત થયે હતો. જેસિંગે પણ એમના વિશે ઘણું સાંભળ્યું હતું.
સિદ્ધરાજની પ્રેરણાથી જેસિંગ થરાદ ગયો. સૂરિ દેવદર્શને ગયા હોવાથી તે ઉપાશ્રયમાં બેઠે. તેની નજર ઠવણી ઉપર મૂકેલા દશવૈકાલિકસૂત્ર પર પડતાં એ ગ્રન્થ લઈને તે વાંચવા માંડ્યો. તેની સાત ગાથાઓ માત્ર એક વખત વાંચવાથી જ તેને કંઠસ્થ થઈ ગઈ ! થોડીવારમાં સૂરિ આવી પહોંચ્યા. બાળકની એકાગ્રતા અને બુદ્ધિમત્તા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. હોંશે હોંશે તેમણે બાળકના આગમનનું કારણ પૂછ્યું અને તેઓ બધી વિગતોથી અવગત થયા. આવા મેઘાવી બાળકને કોણ શિષ્ય તરીકે ન સ્વીકારે ?
વિ. સં. ૧૧૯૭ માં થરાદમાં મહોત્સવપૂર્વક તેને દીક્ષા આપીને તેનું યશચંદ્ર એવું નામ રાખ્યું. ત્યારથી ગુરુ અને શિષ્યની મહાન જોડલીએ અપ્રતિમ કારકીર્દિ દ્વારા જૈન ઇતિહાસમાં આગવું પ્રકરણ આલેખ્યું. ગુરુએ જે વિચારઈમારતને પાયે નાખ્યો હતો તેને ભવ્ય આકાર આપનાર શિષ્ય હવે તેમને મળી ગયે. આ ગ દુર્લભ હોય છે.
નવેદિત શિષ્યની દેહકાંતિનું વર્ણન ધ્યાનાકર્ષક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક પટ્ટાવલી કાર જણાવે છે કે સેળ અંગુલ લાંબુ, સાત અંગુલ પહોળું, જાણે કુંકુમના તિલકથી અંકિત ન હોય એવા ઉત્તમ લક્ષણવાળું તેમનું લલાટ હતું. એમની ચિત્તશક્તિ પણ અભૂત હતી. પ્રથમ વાંચનથી જ તેમને બધું કંઠસ્થ થઈ જતું. ત્રણેક વર્ષમાં ત્રણ કરોડ ક–પરિમાણ ગ્રન્થ તેમની જીભને ટેરવે રમતા થયા! વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ આદિ વિવિધ શ્રુત-સાગરના તેઓ પારગામી થયા. કવિઓએ “સાત કોટિ ગ્રન્થ મુખે જેહને” એવું કહીને એમના વિદ્યાવ્યાસંગને નવા છે.
જેવું જ્ઞાન એવાં જ કાર્યો. એમનાં સમ્યકત્વ વિશે વર્ણન કરવાનું પણ કવિઓ ચૂક્યા નથી. ગુર્નાવલીમાં જણાવાયું છે કે તેઓ શિષ્ય-પરિવાર સહિત બે દિવસને અંતરે વિહાર કરતા. પ્રાય: ગામડામાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા. આ રીતે ઉગ્ર વિહારી અને કઠોર તપસ્વી તરીકે તેઓ પંકાયા હતા.
સિદ્ધરાજ તેમના નિઃસંગપણાથી વિસ્મય પામેલે અને પિતાની રાજસભામાં હર્ષોલ્ગારો દ્વારા તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા એમ કવિ ચકવતિ જયશેખરસૂરિ વર્ણવે છે તે ચરિત્રનાયકને મહાનતા અપાવે છે. કેટલાક પ્રાચીન કવિઓએ તેમને “સિદ્ધરાજચિંતા”—સિદ્ધરાજ વડે પૂજાયેલા, એવા કહ્યા છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે.
વિ. સં. ૧૨૦૨ માં તેમને પાવાગઢ નિકટના મંદઉર નગરમાં આચાર્ય પદે વિભૂષિત કરવામાં આવ્યા, અને જયસિંહસૂરિ એવું તેમનું નામાભિકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વડેદરા, ખંભાત વગેરે નગરમાંથી વિશાળ સમુદાય પધારેલે. ચંદ્રગથ્વીય મુનિચંદ્રસૂરિ સંતતીય આચાર્ય રામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
દેવસૂરિ જેવા અન્ય ગચ્છીય મહાનુભાવોએ આ પ્રસંગમાં આગેવાનીભર્યો ભાગ લીધે. મંદઉરના શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં ઉજવાયેલા આ ધન્ય પ્રસંગે રાઉત ચંદ્ર નામનો શ્રેષ્ઠીવર્ય. જે ઉક્ત રામદેવસૂરિના પરમ ભક્ત શ્રાવક હતો તેણે ઘણું ધન ખરચ્યું. એ શ્રાવક અંચલગચ્છીય નહોતા એ વાત અહીં ઘણું જ મહત્ત્વની છે, કેમ કે પહેલાં ગચ્છ– વ્યવસ્થા સંકુચિત માનસ પર આધારિત ન હતી તેનું આવા પ્રસંગે દ્વારા સ્પષ્ટ સૂચન મળી રહે છે.
રામદેવસૂરિના આચાર્ય પદ-મહોત્સવમાં જયસિંહસૂરિએ પણ ઉમંગપૂર્વક ભાગ લીધેલો અને અંચલગરછીય શ્રાવકેએ એ પ્રસંગે ઘણું ધન ખર્ચેલું એ વાત પણ અહીં નોંધનીય છે. વિવિધ ગચ્છો વચ્ચેના આવા નેહભાવભર્યા પ્રસંગો ખરેખર, પ્રેરક છે. વિવિધ ગછે એક બીજાના પ્રતિસ્પર્ધા છે એવી માન્યતા કેટલી ભ્રાન્તિયુક્ત છે તેની પ્રતીતિ આવી હકીક્તોથી સહેજે થઈ શકશે.
બધા જ વેતાંબર સંપ્રદામાં એ વખતે અપૂર્વ એક્તા હતી તેનું સૂચન વિ. સં. ૧૧૮૧ માં થયેલા દિગંબરો અને વેતાંબર વચ્ચેના ઐતિહાસિક વાદ-વિવાદથી પણ મળે છે. સમગ્ર દિગંબર સંપ્રદાયની આગેવાની કર્ણાટકના સમર્થ વિદ્વાન કુમુદચંદ્ર ભટ્ટારકે લીધેલી. શ્વેતાંબર સંપ્રદાયના કર્ણધાર હતા વાદીદેવસૂરિ શાસનના ઐક્યની આવ શ્યકતા વખતે ગચ્છની ભેદરેખ પહેલાં કદિયે આડી આવી નથી. પરિણામે દિગંબર સંપ્રદાયને વેતાંબરોની હેડમાં ઉતરવું પડ્યું, જે તેમના હિતની વિરૂદ્ધ પુરવાર થયું. જે ગચ્છ-સ્પર્ધા હોત તો પરિણામ વિપરિત આવત એમાં શંકા
નથી. ઐતિહાસિક દષ્ટિએ ઉક્ત પ્રસંગ ઘણું જ મહત્ત્વને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
કયારા અમાણે
પટ્ટણથી
અને પીતાંબર
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક વાદમાં દિગંબરોનો પરાજય થયો હતો. આથી એમનું પ્રભુત્વ ગુજરાતમાંથી એાસરતું ગયું.
ચરિત્રનાયકને પણ દિગંબર સાથે વાદમાં ઉતરવાને પ્રસંગ આવ્યો હતો. તે અંગે પટ્ટાવલીકાર આ પ્રમાણે આખ્યાયિકા વર્ણવે છે. એક વખતે રાજા કુમારપાલ પૂજા કરતો હતો ત્યારે મુંગીપટ્ટણથી આવેલા તેના મિત્રે કહ્યું કે આપનું પીતાંબર પવિત્ર નથી. રાજાએ તેનું કારણ પૂછતાં પરદેશીએ જણાવ્યું કે—“અમારે રાજા મદનભ્રમ પહેલાં બધાંજ વસ્ત્રોને તેની શૈયામાં મૂકાવે છે. ત્યાર બાદ તેની નિકાસ થાય છે!” રાજ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયે. પિતાના ગુપ્તચર દ્વારા તેણે આ વાતની ખાત્રી કરી. અને મુંગીપટ્ટણના વણકરને પાટણમાં વસાવવાનો તેણે નિશ્ચય કર્યો. વણકરના આગેવાનોએ રાજાની વાત સ્વીકારી, પરંતુ એવી શરત મૂકી કે અમારી સમગ્ર શાલવી જ્ઞાતિ, અમારા ગુરુ છત્રસેન ભટ્ટારક તથા ઈષ્ટદેવ-દેવીઓની મૂર્તિઓ સહિત આવીએ. રાજાએ એમની શરત સ્વીકારી એટલે સમગ્ર શાલવી જ્ઞાતિએ પાટણમાં આવીને કાયમી વસવાટ કર્યો. તેમની વસ્તીથી સાત પુરા વસ્યા. પિતાના કૌશલ્યથી તેમણે પાટણની કીર્તિ વિસ્તારી. પાટણ પટોળાથી પ્રસિદ્ધ થયું.
તેઓ દિગંબર સંપ્રદાયના હોવાથી રાત્રિપૂજા કરતા તે રાજાને ગમતું નહિ. તેઓ વેતાંબર થાય તો સારું એવો તેને વિચાર આવ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે શાલવીઓના ગુરુ છત્રસેન ભટ્ટારક તથા ચરિત્રનાયક વચ્ચે વાદ કરાવવાનું સૂચવ્યું. હારનાર પોતાના શિષ્ય–સમુદાય સહિત જીતનારનો સંપ્રદાય સ્વીકારે એવું ઠરાવવામાં આવ્યું. બન્ને પક્ષો આ અંગે સંમત થતાં બન્ને વચ્ચે વાદ થયો, જે સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ દિવસો સુધી ચાલ્યો. અંતે ચરિત્રનાયક જીત્યા. શરત મુજબ છત્રસેન ભટ્ટારિક જયસિંહસૂરિના શિષ્ય થયા. તેમના અનુચાવીઓએ પણ વેતાંબર સંપ્રદાયનો સ્વીકાર કર્યો. તેમના ઇષ્ટદેવ-દેવતાઓની પ્રતિમાઓને પણ કણદોરો કરાવીને
વેતાંબર પરંપરાની કરી. તેમાંની શ્રી નેમિનાથ, શ્રી આદિનાથ અને શ્રી પદ્માવતી દેવીની પ્રતિમાઓ અનુકમે પાટણની ત્રિરી પોળ, રાજનગરમાં ઇલમપુર, તેમ જ જમાલપુરમાં છે એવા જૂના ઉલ્લેખ મળે છે.
છત્રસેનનું નામ છત્રહર્ષ રાખવામાં આવ્યું. એમનાથી તેમને શિષ્ય પરિવાર અંચલગચ્છમાં હર્ષ શાખાથી પ્રસિદ્ધ થયો. તેમના દિગંબરી શિષ્યએ પણ તેમની સાથે અંચલગચ્છીય સામાચારીનો સ્વીકાર કર્યો, અને તેમને સૌને હર્ષ શાખામાં દીક્ષિત કરવામાં આવ્યા.
એ સમયમાં મુસલમાનના અનિયંત્રિત હમલાઓએ ભારતવર્ષમાં ત્રાસનું સામ્રાજ્ય ફેલાવી દીધેલું. વિધમી હુમલાઓથી પિતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાની કઠિન જવાબદારી ભારતવાસીઓએ બજાવવાની હતી. આવા સમયમાં જેનોએ પણ પોતાની ફરજે દઢતાથી નિભાવી હતી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એવા વિચારના હતા કે વેતાંબર સંપ્રદાયની એકતા સુદઢ કરવા માટે બધાજ ગાએ સમાન સામાચારી અનુસરવી. જેથી જુદાઈની ભાવના પણ ના રહે. તેમણે વાહકગણિ દ્વારા જયસિંહસૂરિને સૂચવ્યું કે દેણપતટથી સંઘ એકત્રિત કરીને સૌ સમાન સામાચારી સ્વીકાર વાની પહેલ કરે. ચરિત્રનાયક સંમત થયા પરંતુ કેટલાક વિદ્મસંતોષીઓએ આ પ્રસ્તાવને હાની પહોંચાડી. સમાન
સામાચારીના વિચારને તોડી પાડવા પક્ષાપક્ષીનું ઉગ્ર વાતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૮ ]
લસ ક્ષત્રિય પ્રતિબંધક વરણ તૈયાર કરવામાં આવ્યું અને ખુદ જયસિંહસૂરિ પાછળ મારા મોકલવાનું પયંત્ર રચવામાં આવ્યું! જે કે એ દુષ્ટો જ અંદરોઅંદર લડવા લાગ્યા અને અંતે જયસિંહસૂરિએ જ એમને બચાવ્યા! આવા કુલુષિત વાતાવરણમાં મૂળ પ્રસ્તાવ દૂર ઠેલાઈ ગયે.
સમાન સામાચારીના સંદર્ભમાં બીજી એક આખ્યાયિકા પણ પટ્ટાવલીકારે વર્ણવે છે. કુમારપાલ રાજાને કેઈ ઇર્ષાળુ શ્રાવકે ચડાવ્યા કે “આ૫ ભાદરવા સુદી ૪ ને દિવસે સાંવત્સરિક પર્વનું આરાધન કરે છે પરંતુ અહીં કેટલાક મુનિઓ ૫ ને દિવસે તે પર્વ આરાધે છે. આ ધર્મભેદ આપના નગરમાં શોભે નહિ!” આથી રાજાએ ઉતાવળમાં હકમ કર્યો કે પાંચમને દિવસે સાંવત્સરિક પર્વના હિમાયતીઓએ આજથી મારા નગરમાં રહેવું નહિ.
રાજાની આજ્ઞાથી અનેક ગચ્છના મુનિએ પાટણમાંથી વિહાર કરી ગયા. પરંતુ જયસિંહસૂરિ ત્યાંજ રહ્યા. તેમણે વ્યાખ્યાનમાં નવકાર મંત્રનું વિવરણ શરૂ કર્યું હતું. એટલે રાજાને તેમણે કહેવડાવ્યું કે એ વિવરણ પૂરું કરીને જાય કે અધૂરું મૂકીને જાય? જયસિંહસૂરિનું પાંડિત્ય સુવિદિત હેઈને રાજ સમજી ગયા કે વર્ષો સુધી તેઓ નવકારમંત્રનું વિવરણ કરવા સમર્થ છે. આથી રાજાએ ઉપાશ્રયમાં સ્વયં જઈને તેમની ક્ષમા યાચી જયસિંહસૂરિ પાટણમાં રાજાની વિરુદ્ધ અડગ રહ્યા હોવાથી તેમનો સમુદાય અચલગચ્છ તરીકે ઓળખાય એવી ઉક્તિ પ્રચલિત છે.
કુમારપાલ સાથે ચરિત્રનાયકને સંપર્ક વર્ષોજૂને હતો. રાજાની પ્રેરણાથી ચરિત્રનાયકે તારંગા તીર્થની યાત્રા કરેલી. રાજાએ આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યા બાદ યાત્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
3
)
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
કરનાર જ્યસિંહસૂરિ સૌ પ્રથમ આચાર્ય હતા એ બાબત ખાસ ઉલ્લેખનીય છે.
ચરિત્રનાયકને લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક તરીકે જૈન ઈતિહાસમાં ચિર કીર્તિ પ્રાપ્ત થઈ હાઈને એ વિષયક કેટલાક પ્રસંગે પણ અહીં પ્રસ્તુત છે. ક્ષત્રિએ જૈનાચાર્યોના ઉપદેશથી પ્રતિબધ પામીને જૈનધર્મ સ્વીકારેલો અને તેમને ઓશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત કરવામાં આવેલા. ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં છઠ્ઠા પટ્ટધર રત્નપ્રભસૂરિએ એશનગરમાં લા ક્ષત્રિયોને જૈનધર્મ કર્યા એ ઐતિહાસિક ઘટના પછી આ પ્રક્રિયા પૂર્ણ વેગે ચાલુ રહેલી. ઠેઠ વિકમના ૧૬ મા સૈકા સુધી.
વિ. સં. ૧૨૦૮ માં જયસિંહસૂરિ વિહરતા હસ્તિતુંડમાં પધાર્યા. ત્યાંના રાજા અનંતસિંહ રાઠોડે સૂરિનો ઉપદેશ સાંભળીને જૈનધર્મને સ્વીકાર કર્યો. કહેવાય છે કે રાજા જદરના અસાધ્ય રોગથી પીડાતા હતા. સૂરિના પ્રભાવથી તેને રોગ દૂર થયેલું. રાજા અનંતસિહે શત્રુંજયની યાત્રા કરી, હસ્તિતુંડમાં શ્રી વીરપ્રભુનો પ્રાસાદ બંધાવ્યું. તેના વંશજો ઓસવાળ જ્ઞાતિમાં ભળીને હથુડિયા રાઠોડ ગાત્રથી એાળખાયા. અનંતસિંહના આગ્રહથી એ વર્ષે સૂરિ ત્યાં ચાતુર્માસ રહેલા.
રાજસ્થાન અંતર્ગત કોટડામાં યદુવંશી સોમચંદ રાજ્ય કરતો હતો. તેની પાસે ૫૦૦૦ સુભટોનું સૈન્ય હતું તેની મદદથી તે આસપાસ લૂટફાટ કરતો. એ અરસામાં જયસિંહ સૂરિ ૫૦૦ શિષ્યો સહિત ઉમરકોટથી જેસલમેર વિહાર કરતા હતા. માર્ગમાં સેમચંદ તેમને સામે મળે. તેણે જે કાંઈ મિક્ત હોય તે સેંપી દેવાને પડકાર ફેંક્યો. જયસિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક સૂરિએ આનાકાની વિના સાધુઓના ઉપકરણો ધરી દીધાં. આથી સેમચંદ આશ્ચર્યચકિત થઈ ગયે. જયસિંહસૂરિના પ્રભાવના બંધનમાં તે જકડાઈ ગયો હોય એમ તેને લાગ્યું. સૂરિને ઉપદેશ સાંભળીને તેના હદયનું પરિવર્તન થયું અને તેણે વિ. સં. ૧૨૧૧ માં જૈનધર્મ સ્વીકાર્યો. લૂટફાટ ન કરવાનું તેણે વચન આપ્યું. પાશ્કરના ચાંદણ રાણાએ સાક્ષી પૂરી. તેના પુત્ર ગાલ પરથી તેનો વંશ ગાલા ત્રથી પ્રસિદ્ધ થયે. સેમચંદે સૂરિના ઉપદેશથી કોટડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું તથા ગોત્રદેવી વીસલમાતાનું મંદિર બંધવ્યાં, સવા મણ સુવર્ણની શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા કરાવી તથા તેના ઉપર હીરા માણેક જડિત છત્ર કરાવ્યું.
ભાલેજ નિકટના નાપા ગામના વિસા શ્રીમાલી લુણિગ શ્રેષ્ઠીએ વિ. સં. ૧૨૨૦ માં સિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો. તેમણે ઉક્ત રામદેવસૂરિના આચાર્ય પદ મહોત્સવમાં એક લાખ ટંક દ્રવ્યને ખર્ચ કરે તથા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. ભૂણિગના વંશજો લાડા ગામમાં વસવાથી તેઓ લેલાડિયા ગાત્રથી પ્રસિદ્ધ થયા.
રત્નપુર નિવાસી ભંડારી ગાદા જેઓ મહેશ્વરી સંપ્રદાયના અનુયાયી હતા તેમને જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૨૩ માં પ્રતિબોધ આપીને જૈન ધર્માનુયાયી કર્યા. ભંડારી ગોદાએ સૂરિના ઉપદેશથી શત્રુંજય, ગિરનારના તીર્થસંઘે કાઢ્યા તથા અનેક નગરોમાં લહાણી કરીને સવા લાખ રૂપીઆ ખરચ્યા. તેના વંશજો મહુડીમાં વસ્યા હોવાથી તેઓ મહડિયા ઓડકથી પ્રસિદ્ધ થયા.
વિ. સં. ૧૨૨૪ માં લેલાડામાં રાઉત ફણગર રાઠોડને જયસિંહસૂરિએ પ્રતિબંધ આપીને જેન કર્યો. તેના વંશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
[ ૧૧ પડાઈઆ ગાત્રથી ઓળખાય છે. આ વંશમાં સમરસિંહ, સાદા, સમરથ, મંડલિક, તલાક ઈત્યાદિ અનેક પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે.
થરપારકર અંતર્ગત ઉમરકેટના રાઉત મેહણસિંહ પરમારે જયસિંહસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈને વિ. સં. ૧૨૨૮ માં જૈન ધર્મ સ્વીકારેલે. કહેવાય છે કે મહણસિંહ નિઃસંતાન હતું. પરંતુ સૂરિના સમાગમ પછી તેને પાંચ પુત્ર થયા. છેલ્લા નાગપુત્રથી તેના વંશજો નાગડાગેત્રથી પ્રસિદ્ધ થયા. નાગડા વંશજોએ પિતાનાં સુકૃત્યોથી જૈનધર્મનું નામ દીપાવ્યું છે. ઉક્ત નાગપુત્ર ખરેખર નાગ હતા એવું પટ્ટાવલીમાં દર્શાવાયું છે. શિયાળામાં નાગ ઠંડીથી બચવા ચૂલામાં સૂતા હતા તેવામાં ચૂલો સળગતાં તેનું મૃત્યુ થયેલું એમ ભટ્ટગ્રન્થ જણાવે છે. તેના સ્મારકરૂપે ઉમરકેટમાં નાગની ફણાવાળી ઊભી મૂર્તિ બેસાડી તે ઉપર દેરી બંધાવવામાં આવી.
વિ. સં. ૧૨૨૯ માં જયસિંહસૂરિ વિહરતા સિંધુ નદી પાસેના પીલુડા નગરમાં પધાર્યા. ત્યાંના રાજા રાવજી સેલંકીને દ્વિતીય કુંવર લાલણજીને કોઢ હતા. સૂરિએ મંત્રપ્રભાવથી કોઢ દૂર કરતાં રાજાએ પ્રભાવિત થઈને જૈન ધર્મ સ્વીકર્યો. લાલણ પુત્રથી તેના વંશજો લાલણ નેત્રથી સુપ્રસિદ્ધ થયા. ભટ્ટગ્રંથમાં ઉલ્લેખ છે કે રાવજી ઠાકોરે ચરિત્રનાયકને ચરણે સેનામહોરોથી ભરેલા થાળે અર્પણ કરેલા. પરંતુ નિઃસ્પૃહી આચાર્યો તે સ્વીકારેલા નહિ. આથી રાજાએ તે દ્રવ્યથી પીલુડામાં શ્રી શાંતિનાથ પ્રભુનું મને હર જિનમંદિર બંધાવ્યું. વિ. સં. ૧૨૨૯ માં એમના અત્યાગ્રહથી જયસિંહસૂરિએ ત્યાં ચાતુર્માસ કર્યું. એમની આજ્ઞાથી રાવજી ઠાકરના મંત્રી દેવસીએ આ નવોદિત જૈન કુટુંબને સાધર્મિક ભાવે ઓશવાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક પંક્તિમાં મેળવ્યું. દાનેશ્વરી લાલણજીના વંશજોમાં અનેક પ્રસિદ્ધ પુરુષો થઈ ગયા છે, જેમાં નગરપારકરના જેસાજી પ્રમુખ છે. “જે જગદાતાર” એવું તેમનું બિરુદ હતું. જામનગરના વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ એ બેઉ સુવિખ્યાત બંધુઓ પણ આ ગેત્રના હતા.
| વિ. સં. ૧૨૩૧ માં ડીડુ જ્ઞાતિના ચૌધરી બિહારીદાસ જયસિંહસૂરિના ઉપદેશથી જેન થયા. તેના વંશજો એશવાળ જ્ઞાતિમાં સહસગણું ગાંધી ત્રથી ઓળખાયા. અંચલગચ્છ પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિજીએ રત્નપુરના હમીરજીને પ્રતિબંધ આપીને જૈનધર્મી કરેલા. હમીરજીના પુત્ર સખતસંઘથી એમના ગેત્રનું નામ સહસગણુ ગાંધી પડેલું એ ભટ્ટગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે.
પુજવાડામાં રાઉત કટારમલ ચૌહાણ પાસે અઢળક ધન હતું. ત્યાંના રાણા ઉદયસિંહને પણ તેમણે લગ્ન પ્રસંગે જરૂરત પડતાં દ્રવ્ય સહાય કરેલી. વિ. સં. ૧૨૪૪ માં જયસિંહસૂરિને ધર્મોપદેશ સાંભળીને કટારમલ જૈન થયું. તેના વંશજે કટારિયા ગેત્રથી ઓળખાયા. કટારમલે સૂરિના ઉપદેશથી હસ્તિતુંડમાં શ્રી વિરપ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યું.
કોટડાને રાજસેન પરમાર પ્રખ્યાત લુટારે હતે. જયસિંહસૂરિની ધર્મદેશના સાંભળીને તેના જીવનમાં પરિવર્તન આવી ગયું. સૂરિના ઉપદેશથી રાજસેને લટ અને જીવહિંસાને ત્યાગ કરીને વિ. સં. ૧૨૪૪ માં જૈન ધર્મ સ્વીકાર્યો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પિલડિયા ગેત્રથી ઓળખાય છે.
વિ. સં. ૧૨૫૫ માં જેસલમેરમાં દેવડ ચાવડાને પ્રતિબોધ આપીને જયસિંહસૂરિએ તેને જૈન કર્યો. અનેક ચાવડા રાજપૂતે પણ એ અરસામાં જૈન ધર્માનુયાયી થયા. દેવડના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
[ ૧૩ પુત્ર ઝામરે ઝાલેરમાં એક લાખ સિત્તેર હજાર ટંક દ્રવ્ય ખરચીને શ્રી આદિનાથ પ્રભુનો ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો, વસ્ત્રાદિની લહાણી કરી તથા અનેક બંદીઓને છોડાવ્યા. ઝામરના પુત્ર દેઢિયાથી તેના વંશજે દેઢિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા.
વિ. સ. ૧૨૫૬ માં ચિત્તોડના રાઉત વીરદત્ત ચાવડાને જયસિંહસૂરિએ ઉપદેશ આપીને તેને જેન કર્યો. તેના વંશજો નીસર ગેત્રથી ઓળખાય છે. કહેવાય છે કે રાજા વરદત્ત નિ:સંતાન હતા. સૂરિના ઉપદેશથી તેણે ચકેશ્વરી દેવીનું આરાધન કરતાં તેને પુત્ર પ્રાપ્તિ થયેલી.
નલવરગઢના રાજા રણજીત રાઠોડને પણ એ પ્રમાણે જ પુત્રપ્રાપ્તિ થયેલી અને જયસિંહસૂરિના ઉપદેશથી તેણે પણ વિ. સં. ૧૨૫૭ માં જૈનધર્મ સ્વીકારેલ. સૂરિના ઉપદેશથી તેણે પિતાના રાજ્યમાં અમારિ પડહની ઉદ્ઘેષણ પણ કરાવેલી. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળીને રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયા
વિ. સં. ૧૨૫૮ માં મારવાડ અંતર્ગત કોટડાના કેશવ રાઠેડે જયસિંહસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈને જૈન ધર્મનો સ્વીકાર કરેલો. તેના દત્તક પુત્ર છાજલ પરથી તેના વંશજો છાજેડ ગોત્રથી ઓળખાયા. એજ વર્ષમાં ચરિત્રનાયક કાલધર્મ પામ્યા હઈને તેમના જીવનમાં આ છેલ્લે જ પ્રસંગ ગણાય. ભટ્ટગ્રન્થને આધારે જયસિંહસૂરિ દ્વારા પ્રતિબંધિત રાજપુતેની વિગતવાર તવારીખ ઉપલબ્ધ થાય છે. જો કે તેમાં
ક્વચિત અતિશયોક્તિ ઉપરાંત કાલદોષ પણ જોવા મળે જ છે. પ્રસ્તુત પ્રતિબંધનું વર્ષ ચકકસાઈથી નોંધાયું હોય તે અવશ્ય કહી શકાય કે ચરિત્રનાયક જીવનના છેલ્લા શ્વાસ સુધી ધર્મોઘોતનાં કાર્યોમાં વ્યસ્ત રહેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક ચરિત્રનાયકના પટ્ટકાળમાં અંચલગચ્છની વલ્લભી શાખામાં પુણ્યતિલકસૂરિ પણ પ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે પણ અનેકને પ્રતિપ્રબંધ આપીને જૈન ધર્માનુયાયી કર્યા. વિ. સં. ૧૨૨૧ માં બેણપમાં ડેડીઆ પરમાર વંશના શ૩ સેમિલને તેમણે પ્રતિબોધ આપે. સમિલ વહાણવટી હેવાથી તેના વંશજો વહાણ નેત્રથી બધે ઓળખાયા. વિ. સં. ૧૨૨૬ માં નગરપારકર નિવાસી ઉદયપાલ નામના ક્ષત્રિયને તેમણે પ્રતિ બોધ આપે, જેના વંશજો બેરીચા ગાત્રથી ઓળખાય છે. વિ. સં. ૧૨૪૪ માં હસ્તિતુંડના રાજા વણવીર ચૌહાણને પ્રતિબંધ આપીને તેમને જૈનધર્મી કર્યો. તેના વંશજે જાસલ ગેત્રથી ઓળખાય છે.
ભટ્ટગ્રન્થ દ્વારા જાણી શકાય છે કે જયસિંહસૂરિના સમયમાં અંચલગચ્છીય આચાર્ય રત્નપ્રભસૂરિએ નગરપારકર નિવાસી અજિતસિંહ પરમારને પ્રતિબોધીને જૈન કર્યો. અજિત સિંહ અફીણને માટે બંધાવ્યું હતો અને રાત-દિવસ અફીણ ઘૂંટતો તેથી કે તેને ઘૂટકે કહેતા. આથી તેના વંશને ઘૂટકા” પરથી ગુઢકા ગેત્રથી ઓળખાય છે. વિ. સં. ૧૨૨૮ માં અજિતસિંહે નગરપારકરમાં ભવ્ય જિનાલય બંધાવ્યું.
જયસિંહસૂરિએ અનેક પ્રદેશમાં ઉગ્ર વિહાર કરીને જેન ધર્મને મહિમા ઘણા વિસ્તાર્યો. તેમના ઉપદેશથી અનેક જિનાલો બંધાયાં, અનેક જિનબિંબની પ્રતિષ્ઠાઓ થઈ તેમાં શ્રી શત્રુંજયગિરિ ઉપર શ્રી અબુદ જિનાલયની પ્રતિષ્ઠા મુખ્ય છે. વિ. સં. ૧૨૪૯ માં ભિન્નમાલ પાસેના રત્નપુર નિવાસી, સહસગણું ગાંધી ગોત્રીય શ્રેષ્ઠી ગોવિંદશાહે જયસિંહસૂરિના ઉપદેશથી એ જિનાલય બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. શ્રી
શત્રુંજયનો સંઘ કાઢીને ગોવિંદશાહે થાળીની લહાણી કરેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી જયસિંહસૂરિ
[ ૧૫ આ જિનાલયને જીર્ણોદ્ધાર વિ. સં. ૧૬૮૬ માં દેવગિરિ નગરના શ્રીમાળી શ્રેણી ધર્મદાસે કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી કરાવ્યો. શ્રી અબુદજીની પ્રતિમા શ્રી શત્રુંજય તીર્થમાં સૌથી મોટી ગણાય છે. તેની પ્રક્ષાલ-પૂજા વર્ષમાં એક વખત એટલે કે ફગણ વદ ૮ ના દિને જ થાય છે. આ તીર્થમાં આવતા યાત્રિકે આ વિરાટકાય પ્રતિમા પાસે ઉચ્ચ સ્વરે કહે છે કે “અબુદજી, યાત્રા સફળ?” એટલે સામેથી પ્રતિધ્વનિ સંભળાય છે કે “સફળ’, જે સાંભળીને યાત્રિકના મનમાં પ્રસન્નતા છવાય છે.
જયસિંહસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૨૧૭ માં કણેનીમાં શ્રેષ્ઠી જશરાજે ભવ્ય જિનાલય બંધાવ્યું અને તેની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. પટ્ટાવલીમાં પણ પ્રતિષ્ઠા સંબંધક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે.
પટ્ટાવલી અનુસાર ચરિત્રનાયકે આ પ્રમાણે ગ્રન્થ લખ્યાઃ કર્મગ્રન્થ બૃહદ્ ટીકા, કમ્મપયડી ટીકા, કર્મગ્રન્થ વિચાર ટિપ્પણ, કર્મવિપાકસૂત્ર, ઠાણુગ ટીકા, જૈન તકવાર્તિક, ન્યાયમંજરી ટિપણ. આમાંને એક પણ ગ્રન્થ હાલમાં ઉપલબ્ધ નથી. અન્ય ઉલ્લેખ અનુસાર જયસિંહસૂરિએ “યુગાદિદેવ ચરિત્ર” લખ્યું. આપની પુત્રી લક્ષ્મી તથા પુત્ર આંબડે તેને ભક્તિથી લખાવ્યું હતું. ઉક્ત ગ્રન્થ-સૂચિ પરથી ચરિત્રનાયકનું આગમ વિષયક જ્ઞાન કેટલું ગહન હશે તેની પ્રતીતિ થાય છે.
અંચલગચ્છની મોટી પટ્ટાવલી, જેનું ભાષાન્તર પણ પ્રકટ થયું છે તેની નોંધ પ્રમાણભૂત છે કે કેમ તે સ્પષ્ટતાથી કહી શકાતું નથી. તેમાં અનેક શંકિત બાબતે પણ છે. ગમે તેમ, ઉક્ત ગ્રન્થની સૂચિ એ પટ્ટાવલિને આધારે જ છે. ચરિત્ર
નાયકના ઉક્ત ગ્રન્થ અંગે આથી વિશેષ કશું જ જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક આપણે શક્તિમાન નથી. મૂળ ગ્રન્થ જે ઉપલબ્ધ બની શક્યા હેત તે ચરિત્રનાયકના જીવન ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાત.
પશ્ચિમ ભારતનાં બધાં જ મહત્ત્વનાં કેન્દ્રોમાં અપ્રતિહત વિચરીને ચરિત્રનાયકે અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિનું અવશિષ્ટ જીવનકાર્ય પૂર્ણ કર્યું. તેમણે અનેક નૃપતિઓને પ્રતિબોધ આપીને તેમને જૈનધર્મ તરફ વાળ્યા અને અમારિ પડહની ઉલ્લેષણાઓ કરાવી, અનેક જીને ધર્મબોધ પમાડ્યો. જૈન ધર્મનો મહિમા તેમણે સર્વત્ર વિસ્તાર્યો. અંચલગચ્છના સંગઠન માટે તે તેમને કરોડરજજુની જ ઉપમા આપી શકાય. આર્યશિક્ષિતસૂરિએ જે આદર્શો અને વિચારોને પાયે નાખે હતો તેના ઉપર ચરિત્રનાયકે ભવ્ય ઈમારત ઊભી કરી. જયસિંહસૂરિની અનેકવિધ કારકિદીએ પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ઉજજવળ પૃષ્ટ ઉમેર્યું છે. એમના પ્રકૃષ્ટ ચારિ. વ્યને પ્રભાવ ન માત્ર એમના અનુયાયીઓ પુરતો મર્યાદિત રહ્યો, કિન્તુ બધા છે પણ એની અસરથી અપ્રભાવિત રહી ન શક્યા. આ પ્રભાવની અસર દૂરગામી રહી.
વિ. સં. ૧૨૫૮ માં આ મેઘાવી આચાર્યને બેણપનગરમાં ૮૦ વર્ષની ઉંમરે કાલધર્મ થયે ત્યારે અંચલગ છે જાણે પોતાનું શિરછત્ર ગુમાવી દીધું અને જૈન શાસને અડીખમ તંભ ગુમાવ્યો હોય એ ભાવ અનુભવ્યું. “લક્ષ ક્ષત્રિય પ્રતિબોધક તરીકે જૈન ઇતિહાસમાં તો તેઓ ભૂલ્યા ભૂલાય તેમ નથી.
– બહુ —
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શતપદી” પ્રણેતા શ્રી ધર્મષસૂરિ
વાદી રૂપી હાથીઓ માટે સિંહ જેવા”, “વાદી કુંદકુંદાલ”, વાદી સિંહ શાર્દૂલ”, “શ્રુતસાગર”, “મહાકવિ”, ઈત્યાદી જેવા ગૌરવાન્વિત બિરૂદ ધરાવનાર તત્વચિંતક તથા દાર્શનિક આચાર્ય ધર્મઘોષસૂરિ “શતપદી” ગ્રન્થના રચયિતા તરીકે અંચલગચ્છના ઇતિહાસમાં ચિર કીતિ પામ્યા છે. ગચ્છની વિચારધારા અને તેના સંવિધાનને શબ્દદેહ આપનાર આવા પ્રતિભાશાળી વિદ્યાપુરુષને અંચલગચ્છ કેમ ભૂલી શકે?
મારવાડ અંતર્ગત મહાવપુરમાં વિ. સં. ૧૨૦૮ માં તેમને જન્મ થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ ધનદત્તકુમાર. પિતા શ્રીમાળી જ્ઞાતિના મુકુટમણિ શ્રેષ્ઠી શ્રીચંદ. માતા રાજલ. ગળથૂથીમાં જ ધનદત્તકુમારને ધર્મના સંસ્કાર પ્રાપ્ત થયા. આ સંસ્કારેએ જ એમને ત્યાગ–માર્ગે વાળ્યા.
વિ. સં. ૧૨૧૬ માં અંચલગચ્છાધિપતિ જયસિંહસૂરિએ રાજસ્થાનમાં ઉગ્ર વિહાર કરતા મહાવપુરનગરમાં પદાર્પણ કર્યું. આઠ વર્ષની કુમળી વયના ધનદત્તકુમારને સૂરિની વાણીએ હિની જગાડી. ત્યાગ–માર્ગના પથિક થવાની બાળકને અભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨ |
શતપદી પ્રણેતા લાષા જાગી. એટલે પિતાનાં માતા-પિતાની અનુજ્ઞા મેળવીને તેણે સૂરિને સંગાથ લીધા. વિ. સં. ૧૨૧૬ માં હરિવર ગામમાં ગુરુએ તેને ઉત્સવપૂર્વક દીક્ષા આપીને તેમનું મુનિધર્મશેષ એવું નામાભિકરણ કર્યું.
રાજસ્થાને પ્રસંગોપાત વિરપુરુષે અને ત્યાગીઓની અમૂલ્ય ભેટ ધરી છે, જેને માટે મૈયા ભારતી ગૌરવ લઈ શકે એમ છે. અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ આ પ્રદેશની ભૂમિમાં પોષાયા હતા. એમના પ્રશિષ્ય ધર્મઘેષમુનિ પણ એ પ્રદેશની જ નીપજ હતા, જેમને માટે અંચલગચ્છ જ નહિ, સમગ્ર જૈન શાસન ગૌરવની લાગણી અનુભવે છે. આ બેઉ મહાપુરુષનું પ્રદાન ગચ્છ કે સંપ્રદાય પુરતું જ મર્યાદિત ન હતું. પશ્ચિમ ભારતની શૈક્ષણિક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિના તેઓ કેન્દ્ર-બિન્દુએ રહ્યા હતા.
વ્રત ગ્રહણ કર્યા પછી નવદિત મુનિએ અધ્યયન-ક્ષેત્રે આગવી સિદ્ધિઓ હાંસલ કરી. પિતાના ગુરૂની જેમ ચરિત્રનાયકે આગમના અધ્યયનમાં વિશેષ અભિરુચિ દર્શાવી. આર્ય રક્ષિતસૂરિ તથા જયસિંહસૂરિ જેવા મહાપુરુષોની છત્રછાયામાં ઉછરવાનું વિરલ સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. ચરિત્રનાયકની પ્રતિભાના ઘડતરમાં ઉક્ત બેઉ મહાપુરુષેએ મુખ્ય ભાગ ભજબે, પરિણામે અંચલગચ્છને દિગજ વિદ્વાન પ્રાપ્ત થઈ શક્યો.
વિ. સં. ૧૨૩૪ માં ભદ્રોહરિ ગામમાં ગુરુએ તેમને ગ્ય જાણીને આચાર્યપદે વિભૂષિત કર્યા. આ એક જ પ્રસંગે જયસિંહસૂરિએ એકી સાથે વીશ શિષ્યને આચાર્યપદે પ્રસ્થાપિત કરેલા. અંચલગચ્છના ઇતિહાસમાં તેને શકવતિ ઘટના ગણાવી શકાય. ગચ્છને એકી સાથે વીશ આચાર્યો પ્રાપ્ત થયા
હોય એવો આ પહેલો અને છેલ્લે પ્રસંગ હતો. આર્ય રક્ષિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
કારકિર્દીની ગચ્છની છ સી.
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૩ સૂરિના સમયમાં ચારેક હજાર સાધુ-સાધ્વીઓ હતાં, ત્યારે આચાર્યોની સંખ્યા માત્ર બારની હતી. આ દષ્ટિએ તુલના કરતાં
સિંહસૂરિનો ત્યાગી પરિવાર પાંચ હજારથી પણ અધિક હશે એવી સંભાવના કરી શકાય. ખરેખર, અંચલગચ્છને ભાગ્યરવિ તે સમયે મધ્યાહુને તપતો હતે.
ચરિત્રનાયકની કારકિર્દીની મુખ્ય તેમ જ ઉજજવળ બાજુ તો એમની જ્ઞાન-પ્રવૃત્તિ જ હતી. ગચ્છના કર્ણધાર તરીકે પિતાના સમુદાયને સંગઠિત રાખવામાં તથા ગચ્છને સબળ નેતૃત્વ પૂરું પાડવામાં પણ તેઓ એટલા જ યશસ્વી રહ્યા. પ્રથમ એ વિષે સંક્ષિપ્ત પરિચય કરાવે અહીં પ્રસ્તુત છે.
ધર્મષસૂરિનું પ્રતિબંધક તરીકેનું સૌથી યાદગાર કાર્ય શાકંભરીના નૃપતિ પ્રથમરાજને જૈનધર્માનુયાયી બનાવ્યા તે છે. લગભગ પ્રત્યેક પ્રભાવક જેનાચાર્યોનાં જીવનવૃત્તોમાં નૃપતિ પ્રતિબંધનાં વર્ણનને ખૂબ ખૂબ મહત્વ અપાયું હોય છે. ઘણીવાર તો આવા વર્ણનને ચમત્કારિક રૂપ પણ અપાયું હોય છે. જેન ધર્મને રાજ્યાશ્રય અપાવવા માટે પૂર્વાચાર્યોએ અથાગ પરિશ્રમ કર્યો છે. ધર્મષસૂરિએ પણ આ સંબંધમાં જૈન તવારીખમાં એક સુવર્ણપૃષ્ટ ઉમેર્યું છે.
પ્રથમરાજનું નામ જુદી જુદી હાથપ્રતમાં ફેરફારવાળું મળે છે. પરંતુ તેમાં કહેવાયું છે કે મદ્યપાન અને શિકારને તે ઘણો જ રસિયો હતો. એમાં જ તે ચકચૂર રહેતું. પરંતુ ધર્મઘોષસૂરિના સમાગમમાં આવ્યા પછી રાજાની દૃષ્ટિમાં પરિવર્તન આવી ગયું. દિન-રાત નશામાં રપ રહે એ રાજા ચરિત્રનાયકને ઉપદેશ સાંભળીને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને પૂજતે થઈ ગયો. બધાં વ્યસન છોડીને તેણે જૈન ધર્મ સ્વીકારી લીધે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
શતપદી પ્રણેતા પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે પિતાને સાચા માર્ગે વાળવા બદલ રાજાએ ધર્મઘોષસૂરિને એક હજાર સુવર્ણ–મુદ્રિકાએ ધરેલી, પરંતુ નિઃસ્પૃહી ગુરુએ તેને આદરપૂર્વક અસ્વીકાર કર્યો. રાજાએ પણ એ મુદ્રિકાએ પાછી ન રાખી. ગુરુને સમર્પિત વસ્તુ પાછી કેમ રાખી શકાય? આથી ચરિત્રનાયકના આચાર્યપદ મહોત્સવ પ્રસંગે રાજાએ એ મુદ્રિકાઓ ખરચી એવું પટ્ટાવલીમાં કહેવાયું છે. તેમાં રાજા વિશે ઠીક ઠીક માહિતી છે. પ્રથમરાજની રાણીનું નામ તેમાં ચાહલદેવી આપ્યું છે નૃપતિ–પ્રતિબંધને વૃત્તાંત ચમત્કારિક પ્રસંગમાં વર્ણવાયે છે. પટ્ટાવલીમાં લગભગ બધે આવું જ વર્ણન જોવા મળે છે. ધર્મઘોષસૂરિના ઉપદેશથી રાજાએ પોતાના નગરમાં ભવ્ય જિનાલય બંધાવ્યું અને તેની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ચરિત્રનાયકની તેણે ઘણું ભક્તિ કરી અને પોતાની પર્ષદામાં તેમને અપૂર્વ સત્કાર કર્યો. રાજા ક્યા વંશને હતો તે વિશે નિદેશ નથી, પરંતુ તે ચૌહાણ વંશનો હશે એમ અનુમાન કરી શકાય છે. આ પ્રસંગે રાજકીય ઇતિહાસની દૃષ્ટિએ પણ એટલું જ મહત્ત્વ છે.
ધર્મઘોષસૂરિ નામ ધારક અનેક આચાર્યો થઈ ગયા છે. બોધિત શાકંભરી ભૂપઃ” એવા અન્ય ધર્મઘોષસૂરિ રાજગચ્છીય શીલભદ્રસૂરિના શિષ્ય હતા. શાકંભરીના નૃપતિઓ સાથેના જૈનાચાર્યોને સંપર્ક ઇતિહાસ–પ્રસિદ્ધ છે, તેમાં ચરિત્રનાયકે એક ઉજ્જવળ પૃષ્ટ ઉમેર્યું. અંચલગચ્છના આચાર્યું કેઈમેટા રાજવીને પ્રતિબંધ આપ્યું હોય એ આ સૌ પ્રથમ પ્રસંગ હોઈને તેની મહત્તા ગચ્છના ઇતિહાસમાં વિશેષ હોય એ સ્વાભાવિક છે. વિ. સં. ૧૨૩૪ માં એ પ્રસંગ બન્યું હોય તેવા નિદેશ મળે છે. પ્રાચીન પટ્ટાવલીકારોએ જૈનધર્મની તેમજ પિતાના ગચ્છની મહત્તા દર્શાવનારા પ્રસંગે ઉપરાંત થોડીક
રાજકીય તવારીખ તરફ પણ જે લક્ષ આપ્યું હોત તો ફારસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ ગ્રન્થકારેની જેમ ભારતના રાજકીય ઇતિહાસની તેઓ અમૂલ્ય સેવા બજાવી શક્યા હોત એટલું તે જણાવવું જ રહ્યું.
અંચલગચ્છ–પ્રવર્તક આર્યરક્ષિતસૂરિએ તથા તેમના પ્રભાવક પટ્ટશિષ્ય જયસિંહસૂરિએ નાના રાજવીઓ, ઠાકરે, આદિને પ્રતિબંધ આપેલે અને તેમને જેન ધર્મનુયાયી બનાવેલા. પરંતુ ધર્મઘોષસૂરિએ મહા રાજવી ગણાતા શાકંભરી–સાંભરદેશાધિપતિને પ્રતિબોધ આપનાર આચાર્ય તરીકે ઉચ્ચ માન પ્રાપ્ત કર્યું. તે દ્વારા તેમણે જૈન શાસનની તેમ જ અંચલગચ્છની શાન પણ વધારી.
એ ઉપરાંત ચરિત્રનાયકે બીજા પણ અનેક મહાનુભાવોને પ્રતિબંધ આપીને તેમને જેનધમ બનાવ્યા. તેની સંક્ષિપ્ત નોંધ પણ અહીં પ્રસ્તુત છે.
વિ. સં. ૧૨૪૬ માં ધર્મષસૂરિએ રાજસ્થાન અંતર્ગત ખીમલી નગરમાં ડોડિયા જ્ઞાતીય રજપૂત રાઉત બેહડીને પ્રતિબોધ આપીને જૈન ધર્મી બનાવ્યો. તેના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. તેના વંશજો બહુલ અથવા બલસખા એડકથી પ્રસિદ્ધ છે.
ધર્મઘોષસૂરિના ઉપદેશથી બહઠીએ ધર્મકાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લીધે અને ભારે નામના કાઢી. તેણે તીર્થસંઘ કાઢ્યો હેઈને તેને સંઘવી-પદ પ્રાપ્ત થયું. એ સમયના
ખ્યાતનામ શ્રાવકવર્યોમાં તેની ગણના થાય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રી–બાંધ વસ્તુપાલ અને તેજપાલે બેહડીની ઉચ્ચ સેવાઓના ઉપલક્ષમાં તેને “સંઘનરેન્દ્ર”નું ઉચ્ચ બિરુદ પ્રદાન કરેલું તે પરથી તેના અસાધારણ પ્રભાવને પરિચય મળી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
શતપદી પ્રણેતા વસ્તુપાલ-તેજપાલની રાજકીય કારકિદી તે અભૂતપૂર્વ છે જ, કિન્તુ તેમની સામાજિક તેમ જ ધાર્મિક કારકિદી પણ એવી જ ગૌરવયુક્ત છે મંત્રીવર્યોએ તીર્થસંઘે તેમ જ શાસન કાર્યોમાં સિમાસ્તંભે રચ્યા તેમનાં ભગિરથ કાર્યોમાં બેહડીએ પણ અગ્રભાગ ભજવ્યું હશે અને તેના ઉપલક્ષમાં જ તેને “સંઘનરેન્દ્ર”નું બિરુદ પ્રાપ્ત થયું હશે એવું અનુમાન કરી શકાય છે મંત્રીએ ૮૪ જ્ઞાતિઓને નિમંત્રણ આપીને એક મોટો સંઘ એકત્રિત કરેલ. આવા યાદગાર સંમેલનમાં જ બેહડીનું બહુમાન થયું હશે. આવા અગ્રયાયી જૈન સંઘપતિને જૈન બનાવવાનું શ્રેય પણ ધર્મષસૂરિને જાય છે.
ચરિત્રનાયકે ઉત્તર ભારતમાં વિહાર કરીને ત્યાં પણ જેન ધર્મને મહિમા ઘણે વિસ્તાર્યો. એમના ઉપદેશના પરિણામે ત્યાં અનેક ધર્મકાર્યો થયાં, અનેક જીવે પ્રતિબંધ પામ્યા.
પટ્ટાવવીકાર નોંધે છે કે ધર્મષસૂરિ વિહાર કરતા ગંગાનદી પાસેના મુક્તસરગઢ પધાર્યા. આ સ્થાને કરવત મૂકાવવાના મહત્ત્વના કેન્દ્ર તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી. તે કાળે લેકમાં એવી માન્યતા પ્રચલિત હતી કે જે કઈ ઈચ્છુક આ પવિત્ર સ્થળે કરવત મૂકાવીને જીવનને સ્વેચ્છાએ અંત આણે તે તેની આકાંક્ષા મુજબની સિદ્ધિ પુનર્જન્મમાં અવશ્ય થાય. આ ભ્રમણાથી ગેરમાર્ગે દોરાઈને હજારો શ્રદ્ધાળુઓની અહીં આહૂતિ અપાતી. કરવત મૂકાવવાના વિચારે એવું ઘેલું લગાડેલું કે લોકેની સંખ્યા પ્રતિદિન વધતી જ જતી હતી. ' ધર્મઘોષસૂરિને ત્યાંના નર–સંહારનાં દોએ ભારે આઘાત પહોંચાડ્યો. આવા દુષ્ટ વ્યવસાયમાં બ્રાહ્મણે પડ્યા હતા તેથી તેમને ભારેભાર આશ્ચર્ય થયું. અભીસિત પુનર્જીવનની ઘેલ
છામાં ઈહલેક અને ઈહજીવનનો છેદ ઉડાડી દેનારને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ
ઉપદેશ આપ્યું અને માનવ–ભવનું મહામ્ય સૌને સમજાવ્યું. તેમની વાણી સાંભળીને લોકો ઘણા પ્રભાવિત થયા. ધર્મઘોષ સૂરિની પ્રેરણાથી આવા અનિષ્ટથી દૂર રહેવાનું સૌએ કબૂલ્યું. ત્યાને અગ્રણી દિનકર ભટ્ટ તે આચાર્યને પરમ ભક્ત બની ગયે. તેને જૈન ધર્મને ઉપદેશ એ હેઈન તેણે સ્વેચ્છાએ તે ધર્મ અંગીકાર કર્યો.
કહેવાય છે કે ત્યાંના લેકેએ ધર્મષસૂરિને કઈ ચમત્કાર દેખાડવાનો આગ્રહ કરે. ચમત્કારના પ્રભાવથી જ આવા ભયંકર અનિષ્ટને નિર્મૂળ કરી શકાય એમ હતું. આથી સૂરિ ચમત્કાર દેખાડવા કબૂલ થયા. તેમણે ૧૦૮ કામળીઓ મંગાવી અને તેને ઉપરાઉપર ગોઠવીને તેની ઉપર તેઓ પદ્માસને બિરાજ્યા. નવકારાવલીને તેઓ એક એક મણકે ફેરવતા જાય તેમ તેમ તેમના આસન નીચેથી એક એક કામળી કાઢી લેવામાં આવી. નવકારાવલીના ૧૦૮ મણકા પૂરા થતાં બધી કામળીએ ખેંચી લેવાઈ છતાં ગુરુ તે ઊર્ધ્વ સ્થિતિમાં પૂર્વવત્ રહ્યા. આ દશ્ય જોઈને લેકે ભારે પ્રભાવિત થયા. ધર્મઘોષસૂરિને જયઘોષ પ્રકટ્યો ત્યારથી કરવતને ગંગાનદીમાં પધરાવી દેવામાં આવી. એ પછી કરવત મૂકાવવાની અનિષ્ટ પ્રથા સદંતર નાબૂદ થઈ ગઈ. આવા કુરિવાજને નિર્મૂળ કરાવવાનું શ્રેય ચરિત્રનાયકને જાય છે. એ સમયમાં બીજા પણ અનેક મહાપુરુષોએ આ પ્રથા સામે પિતાનો પુણ્ય પ્રકોપ ઠાલવેલ. મેલ કરવત મોચીને મોચી” એવી પ્રસિદ્ધ કહેવત ઉક્ત પ્રથાનું આજે સ્મરણ કરાવે છે એટલું જ. એ પછી આ પ્રથા સદાને માટે ભૂંસાઈ ગઈ
દિનકર ભટ્ટ અને તેના અનુયાયીઓએ જૈનધર્મ સ્વીકારતાં તેમની જ્ઞાતિએ તેમને સામાજિક બહિષ્કાર કર્યો. લગ્નાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૮]
શતપદી પ્રણેતા બાબતોમાં તેઓ લઘુમતિમાં હેઈને તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, આથી ધર્મઘોષસૂરિએ દિલ્હીને સંઘ એકત્રિત કરીને નવોદિત જૈનોને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યા આ પ્રસંગથી ક્ષત્રિની જેમ બ્રાહ્મણોને પણ જૈનધર્મ અંગીકાર કરવાથી એશવાળ જ્ઞાતિમાં પ્રવેશ મળે.
એસવંશ-વૃક્ષનું વૈવિધ્ય આથી વધ્યું. જો કે આવા પ્રસંગો અલ્પ સંખ્યામાં બનવા પામ્યા છેમોટે ભાગે તો બ્રાહ્મણ–જેનોને શ્રીમાલી વંશમાં જ પ્રવેશ અપાયે હતે. ઓસવંશમાં સમાવિષ્ટ બ્રાહ્મણ–જેનોની સંખ્યા નહિવત હતી. આ દૃષ્ટિએ પણ ઉક્ત પ્રસંગ નેંધનીય ગણાય.
પટ્ટાવલીમાં વિશેષમાં ઉલ્લેખ છે કે દિનકર ભટ્ટની ત્રીજી પિઠીમાં બાપાનંદના પુત્ર દેવાનંદની સંતતિમાં અગિયાર પુત્ર થયા. તેઓ સૌ દિલ્હી આવીને વસ્યા દેવાનંદ પરથી તેના વંશજો દેવાણંદસખા એવી એડકથી પ્રસિદ્ધ થયા. વંશવૃદ્ધિ થતાં તેની પણ અનેક પેટા શાખાઓ થઈ, જેમ કે ગોસલીઆ, ગઠી, ચેથાણી, વીસલાણી, હીરાણી, દેસલાણી, ભુલાણી, કેકલિયા, મૂલાણી, થાવરાણી ઈત્યાદિ.
વિ. સં. ૧૨૬૯ માં ચરિત્રનાયક વિહાર કરતા રાજસ્થાન અંતર્ગત ભાલાણી નગરમાં પધાર્યા. ત્યાંના પરમાર વંશીય ક્ષત્રિય રણમલના કુંવર હરિયાએ તેમનો ધર્મોપદેશ સાંભળીને જૈન ધર્મ અંગીકાર કરેલો. તેમના ધર્મપરિવર્તન સંબંધમાં પટ્ટાવલીમાં એક ચમત્કારિક આખ્યાયિકા વર્ણવવામાં આવી છે. નવપરિણિત હરિયાને રાત્રે ઝેરી સર્પે દંશ દેતાં તેનું મરણ થઈ ગયેલું. સ્મશાનભૂમિ પાસે થંડિલે જતાં ચરિત્રનાયકને આ વૃત્તાંતની ખબર પડતાં તેમણે ચિતા ઉપર મૂકાયેલા તેના દેહને
જેવાની ઈચ્છા વ્યક્ત કરી. સિદ્ધપુરુષ જાણીને ડાઘુઓએ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી ધમષસૂરિ
[ ૯ હરિયાને મૃતદેહ બતાવ્યું. કલ્પાંત કરતા સ્વજને ઘડીભર તે ધર્મષસૂરિની ચેષ્ટાથી શાંત થઈ ગયા. કહેવાય છે કે ગારૂડી મંત્રના પ્રભાવથી ધર્મઘોષસૂરિએ હરિયાના શરીરમાંથી વિષ દૂર કર્યું. ડી ક્ષણોમાં તે મૃત નવજુવાન સચેતન થઈને આળસ મરડીને બેઠે થયે! સગાં-વહાલાં આ જોઈને અત્યંત હર્ષિત થયાં.
ધર્મષસૂરિના ઉપદેશથી રણમલજીના કુટુંબે જૈન ધર્મ સ્વીકારતાં તેને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું. હરિયાના વંશજે હરિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા વંશવૃદ્ધિ થતાં આ ગેત્રની પણ અનેક પેટા શાખાઓ થઈ
હરિયાશાહે ધર્મસૂરિની અપૂર્વ ભક્તિ કરી. તેમના ઉપદેશથી વિ. સં. ૧૨૬૯ માં ભાલાણી માં શ્રી શાંતિનાથ ભગવાનનું તેણે ભવ્ય જિનાલય બંધાવીને બિંબપ્રતિષ્ઠા કરાવી તેણે અનેક ધર્મોત્સવ કર્યા. હરિયાવંશજોએ પણ તેણે પ્રારંભેલાં ધર્મકાર્યો જારી રાખ્યાં. વૃતલહાણ કરનાર હરિયાશાહના વંશજેનું વર્ણન પ્રાચીન પ્રમાણુગ્રન્થમાંથી ઉપલબ્ધ થાય છે. તેમની કાર્ય—સૌરભ સાથે આ વંશને પ્રતિબંધ આપનાર ચરિત્રનાયકનું સ્મરણ પણ સોદિત વણાયેલું રહેશે. ' ધર્મઘોષસૂરિના પ્રભાવનું મોજુ તેમના જન્મ-પ્રદેશ રાજસ્થાનમાં સવિશેષ પ્રસયું હતું. તેમને આ પ્રદેશમાં સતત ઉગ્ર વિહાર પણ તેમાં કારણભૂત હતે પ્રમાણુ-ગ્રન્થની સંક્ષિપ્ત ને પણ આ સંબધમાં ઘણું ઘણું કહી જાય છે. તેમના ઉપદેશના પરિણામે પાંચસે ભાથિઓ ભાંગ્યા, ઝાલેરમાં બીલ્ડ પ્રમુખ અનેક ભાવુકેએ સ્વેચ્છાપૂર્વક જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમ જ સાકરિયા શ્રીમાલીઓની સ્થાપના થઈ ઈત્યાદિ ઉલ્લેખ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. પટ્ટાવલી તથા ભટ્ટગ્રન્થમાંથી અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
શતપદી પ્રણેતા ધમએને જેન બનાવવા તથા તેમને ઓસવાળ જ્ઞાતિમાં ભેળવવા સબંધક પ્રચુર વર્ણને પ્રાપ્ત થાય છે. પરંતુ શ્રીમાલીઓને કે પ્રાગ્વાટોને અપાયેલા પ્રતિબંધ વિષે ભાગ્યે જ માહિતી મળે છે. આ સંદર્ભમાં ઉપયુક્ત ઉલ્લેખ ખાસ નોંધનીય છે. - અંચલગચ્છની તવારીખમાં પ્રાગ્વાટ પ્રતિબંધ અંગેનું સૌથી પ્રાચીન પ્રમાણ આર્ય રક્ષિતસૂરિ સંબંધક છે. અંચલ– ગચ્છ-પ્રવત્ત કે પ્રતિબોધેલા પ્રાગ્વાટ જ્ઞાતીય, વામંગ ગેત્રીય, મંત્રી ખેતલ અને તેની પત્ની ખેતલદે વિશેની નેંધ ઓશવાળપ્રતિબંધ સિવાયને સૌ પ્રથમ ઉલ્લેખ ગણી શકાય. “સ્થાનાંગસૂત્ર”ની પ્રતપુમ્બિકામાંથી આ પ્રતિધ અંગે પ્રમાણભૂત માહિતી સાંપડે છે. ઉક્ત મંત્રીવર્યના વંશ-વૃક્ષની કડીબદ્ધ નામાવલી પણ તેમાં નિબદ્ધ છે. આ વંશમાં થયેલા મંત્રી ટેકરે અંરાલગચ્છાધિપતિ ભાવસાગરસૂરિના ઉપદેશથી ઉક્ત ગ્રન્થની પ્રત વિ. સં. ૧૫૧૭ માં લખાવીને તેમને અર્પણ કરી. એવી જ રીતે શ્રીમાલી–પ્રતિબોધનો સૌ પ્રથમ બનાવ જયસિંહસૂરિ સંબંધક છે. તેમણે પ્રતિબંધેલો લૂણિગ શ્રેષ્ઠી શ્રીમાળી જ્ઞાતિમાં થયેલે.
ઝાલેરના ઉપર્યુક્ત પ્રતિબંધ બાદ ધર્મઘોષસૂરિએ દેદાશાહના અત્યાગ્રહથી ચિત્તોડમાં પદાર્પણ કર્યું. એક વખત દેદાશાહની બહેને ઉત્સવ પ્રસંગે ચરિત્રનાયક સમેત બત્રીશ મુનિવર્યોને ગોચરી અર્થે ભાવપૂર્વક નિમંત્રણ આપ્યું. હકીકતમાં તેણીએ ભોજનમાં વિષ ભેળવીને ત્યાગીઓની જિંદગીને અંત આણવાનું ષયંત્ર જ રચેલું. ધ્યાનના બળથી ધર્મષસૂરિને આ વાત જાણવામાં આવી ગઈ. તેમણે સૌને ત્યાં ન જવાનું ફરમાવ્યું. આ રીતે અનેક મુનિવર્યોની જિંદગી બચી જવા પામી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૧૧ ઉક્ત પ્રસંગથી ચરિત્રનાયકના હૃદયને ઘણે જ આઘાત પહોંચે. ગોચરી માટે ગૃહે ગૃહે પદાર્પણ કરતા અને તે દ્વારા ધર્મના ઉદાત્ત આદર્શોની સૌરભ ફેલાવતા મુનિવર્યોનું જીવન આવા જયંત્રને ભેગ બને તે કેને આઘાત ન થાય? વિષમ કાળમાં નિગ્રન્થોને જીવનનિર્વાહ કેમ થઈ શકશે ? આવા તો અનેક વિચારે ચરિત્રનાયકના હૃદયને સ્પર્શી ગયા. ધ્યાનમાં બિરાજેલા ધર્મઘોષસૂરિ સમક્ષ શાસનદેવી ચકેશ્વરીદેવી પ્રત્યક્ષ થયાં અને ખાત્રી આપી કે “હું ભગવાન મહાવીરનું ધર્મશાસન પ્રવર્તમાન રહેશે ત્યાં સુધી વિષમ વેળાએ અંચલગ
છને સહાય પહોંચાડીશ” એમ પટ્ટાવલીમાં જણાવાયું છે. ટૂંકમાં ઉક્ત પ્રસંગથી સ્તબ્ધ થઈ ગયેલા મુનિવર્યો સમેત ભાવુક શ્રાવક અનુયાયીઓને ચરિત્રનાયકે દૈવીશક્તિ ધર્મ પક્ષે રહેશે એવી હૈયાધારણ આપી હશે અને સૌના સંશનું નિવારણ કર્યું હશે.
ચરિત્રનાયક પ્રકૃષ્ટ પંડિત ઉપરાંત વિચક્ષણ હાજરજવાબી પણ હતા. એમની સાથે વાદવિવાદમાં ઉતરવું એ ભલભલા માટે દુષ્કર કાર્ય ગણાતું. તેમણે અનેકને વાદવિવાદમાં પરાસ્ત કરીને પિતાને પક્ષે વાળેલા. તેમની સાથે દિગંબરોને પણ વાદવિવાદ થયેલ. આવા એક પ્રસંગમાં દિગંબરાચાર્ય વરચંદ્રસૂરિ પરાસ્ત થતાં તેમને પોતાના શિષ્ય તરીકે તેમણે વલભીશાખામાં આચાર્ય પદ પ્રદાન કરેલું. પ્રમાણગ્રંથમાં આ પ્રસંગ અંગે માત્ર સંક્ષિપ્ત નોંધ જ મૂકવામાં આવી છે. એટલે આ સંબંધમાં વિશેષ કશું જાણી શકાતું નથી.
એક પ્રસંગે ધર્મઘોષસૂરિ પિતાના સોળ શિષ્ય સહિત વિહાર કરી રહ્યા હતા. માર્ગમાં તેમને એક દિગંબર મુનિ મળ્યા. તેમણે કવડિ આદિ ભાર ઉપાડીને ચાલતા મુનિર્વાદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શતપદી પ્રણેતા સંબોધીને મશ્કરી કરી કે “આ સૈન્ય કેના ઉપર ચડાઈ લઈ જાય છે?” હાજરજવાબી ગુરુએ પણ આ ટેણને તરત જ વળતો જવાબ વાળે કે –“એક સગોત્રી નગ્ન થયે હેવાનું સાંભળ્યું છે તેના ઉપર!” ચરિત્રનાયકના આવા સણસણતા માર્મિક વચનથી દિગંબર મુનિ પ્રભાવિત થઈને તેમને પગે પડ્યા. ધર્મઘોષસૂરિના શિષ્ય તરીકે તેઓ જીવનભર રહ્યા.
મેવાડ અંતર્ગત ઝાડાપલ્લીગચ્છના જયપ્રભસૂરિ આચાર્ય સાથે ધર્મઘોષસૂરિને સંપર્ક થતાં તેમનું આ પ્રથમ મિલન તેમની વચ્ચે સદાને માટે ગુરુ-શિષ્યની ગાંઠ બાંધતું ગયું! ચરિત્રનાયકના વાક્ચાતુર્યથી ચમત્કૃત થઈને જયપ્રભસૂરિએ અંચલગચ્છની સામાચારી સ્વીકારી લીધી. ધર્મઘોષસૂરિએ તેમને
ગોવહન કરાવ્યું, સિદ્ધાન્ત વગેરે ભણવ્યું, આચાર્યપદ આપ્યું. તેમના શ્રાવકે પણ અંચલગચ્છમાં આવ્યા.
જયપ્રભસૂરિના પ્રતિબંધ પ્રસંગે ભટ્ટગ્રન્થમાંથી મળે છે. વિ. સં. ૧૨૦૮ માં હસ્તિતુંડમાં જયસિંહસૂરિએ અનંતસિં. હને પ્રતિબંધ આપેલ. અન્ય ઉલ્લેખ પ્રમાણે ત્યાં જયપ્રભસૂરિનું નામ છે. એ જ રીતે વિ. સં. ૧૨૨૪ માં લેલાડાના રાઉત ફણગરને જયસિંહસૂરિએ પ્રતિબોધેલ ત્યાં પણ એમનું નામ આવે છે. વિ. સં. ૧૨૬૬ માં ઝાલેરના ચૌહાણ વંશીય ભીમ નામના રાજપૂતે ધર્મઘોષસૂરિના ઉપદેશથી ડોડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું મંદિર બંધાવ્યું હતું ત્યાં પણ પ્રતિબેધક અને ઉપદેશક આચાર્ય તરીકે જયપ્રભસૂરિનું નામ મળે છે. શક્ય છે કે ગુરુ સાથે તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હોય. ગમે તેમ હે ધર્મઘોષસૂરિના શિષ્ય જયપ્રભસૂરિ પણ એક પ્રભાવક આચાર્ય થઈ ગયા તેમાં શંકા નથી.
વિદ્યાધરગચ્છના અધિપતિ સમપ્રભસૂરિએ સિંહપુરનગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૧૩
રમાં ચરિત્રનાયકને પોતાના ગુરુપદે સ્થાપેલા. પ્રાચીન પ્રમાણ ગ્રન્થમાંથી મળતા આ ઉલ્લેખ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ચરિત્રનાયકના પ્રભાવક વ્યક્તિત્વનું એ દ્વારા આપણને સ્પષ્ટ દર્શન થઈ શકે છે. ધર્મઘોષસૂરિએ સેમપ્રભસૂરિને વેગવહન કરાવ્યું અને શિષ્ય તરીકે સ્વીકાર્યા. વિદ્યાધરગચ્છના શ્રાવકે ઉક્ત પ્રસંગે અંચલગચ્છીય થયા. આ રીતે અંચલગચ્છની સામાચારી સ્વીકારનાર ગચ્છમાં ઝાડાપલ્લી તથા વિદ્યાધર એમ બે ગચ્છાને ઉમેરે થયે. ચરિત્રનાયકના પ્રકૃષ્ટપ્રભાવનું એ પરિણામ હતું.
ધર્મઘોષસૂરિના ઉપદેશથી અનેક મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ હોવાનાં પ્રમાણે સાંપડે છે. અંચલગચ્છીય પટ્ટાવલીની એક પ્રાચીન હાથપ્રતમાં નોંધ છે કે “વિ. સં. ૧૨૩૬ મહિમદાવાદી પાર્શ્વ પ્રતિષ્ઠા ધર્મઘોષસૂરીણા” આ અલ્પ ઉલ્લેખ ઘણું મહત્ત્વનું છે. આ પટ્ટાવલીની નોંધમાં સેંકડો વર્ષોના મહત્ત્વના પ્રસંગે જ ઉલ્લેખ હાઈને આ પ્રતિષ્ઠાને પ્રસંગ એ વખતના યાદગાર પ્રસંગોમાંનો એક હશે એમ કહી શકાય.
શ્રી જીરાપલ્લતીર્થમાં વિ. સં. ૧૨૬૩ ના અષાઢ વદિ ૮ને ગુરુવારે ઉકેશ જ્ઞાતિય સં૦ આંબડના પુત્ર જગસિંહના પુત્ર ઉદય, ભાર્યા ઉદયાદેના પુત્ર નેણે ધનમલના શ્રેયાથે ધર્મઘાષસૂરિના ઉપદેશથી દેવકુલિકા કરાવી એમ પ્રતિષ્ઠા–લેખ દ્વારા જાણી શકાય છે. શ્રી જીરાપલ્લી તીર્થનો મહિમા એ અરસામાં અસાધારણ હતું. અંચલગચ્છાધિપતિઓએ આ તીર્થના વિકાસમાં પિતાને આગ ફાળો નોંધાવ્યો છે, જેમાં મેરૂતુંગસૂરિ, જયકીર્તિસૂરિ અને જ્યકેશરસૂરિનું કાર્ય આ તીર્થને ઈતિ હાસમાં અવિસ્મરણીય રહેશે.
ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન દરમિયાન નાની– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
શતપદી પ્રણેતા મોટી અનેક ઘટનાઓ બની. અહીં એનું સંક્ષિપ્ત દર્શન પ્રસ્તુત છેઃ મંત્રી કપદીના વંશજ નાના વિસલ નામના શ્રેષ્ઠીએ ધર્મઘોષસૂરિના ઉપદેશથી એક લાખ ટંક ખરચીને પિતાના એકવીસ મિત્રે સહિત દીક્ષા લીધેલી. ધર્મષસૂરિના પ્રભાવશાળી શ્રાવકેમાં રાજમાન્ય જેતાશાહનું નામ પણ ઉલ્લેખનીય છે. વિ. સં. ૧૨૩૬ માં બરડા ડુંગર પાસે ધુમલી ગામમાં તેણે દોઢ લાખ ટંક ખરચીને જેતાવાવ બંધાવી હતી. ત્યાંના રાણ વિક્રમાદિત્ય તરફથી તેને ઘણું માન મળ્યું હતું.
ધર્મઘોષસૂરિની કારકિદીનું મુખ્ય અંગ છે એમને વ્યાપક વિદ્યાવ્યાસંગ. અંચલગચ્છની જ્ઞાનપ્રવૃત્તિને સૂત્રપાત કરનાર તેઓ પ્રથમ સારસ્વત પટ્ટધર હતા. એ ગ્રન્થથી અધિક ગ્રન્થના રચયિતા તરીકે તેમની કીર્તિ પ્રસરેલી હતી એમ પ્રાચીન પ્રમાણે દ્વારા જાણી શકાય છે. કેઈક સ્થાને એમને મહાકવિ પણ કહ્યા છે. આ બધા ઉલ્લેખ એમના પાંડિત્યને સૂચિત કરે જ છે. દુર્ભાગ્યને વિષય એ છે કે એકાદ અપવાદ સિવાય એમને એક પણ ગ્રન્થ આજે ઉપલબ્ધ બની શક્યો નથી. તેમણે મુખ્યત્વે ચરિત્રાત્મક ગ્રન્થ રચેલા એ સંબંધક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ એક સ્થાનેથી મળે છે. તે સિવાય તેમની સાહિત્ય પ્રવૃત્તિ વિશે વિશેષ કશું જાણી શકાતું નથી.
વિ. સં. ૧૨૬૩ માં ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી નામક ગ્રન્થની રચના કરી. સામાચારી વિષયક આ ગ્રન્થ ઘણો ગહન હોઈને તેમના પટ્ટશિષ્ય મહેન્દ્રસિંહસૂરિએ તેની સંસ્કૃતમાં સરળ આવૃત્તિ રચી. અંચલગચ્છની માન્યતાઓને સ્પષ્ટ ખ્યાલ આ ગ્રન્થ પરથી આવી શકશે ધર્મ ઘેષસૂરિએ એ માન્યતાઓની સમીક્ષા આગમગ્રન્થને આધાર આપીને કરી છે. એમની આવી તાત્વિક સમીક્ષા પરથી તેમના વિશાળ વાંચન, મનન અને ચિંતનનો પણ ખ્યાલ મળી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
આવી છે. આ
છે છે ? A
ઇત્યાદિ એક
શ્રી ધર્મઘોષસૂરિ
[ ૧૫ - શતપદીને મંગલાચરણ પરથી જાણી શકાય છે કે કઈ એક આચાર્યો મનમાં ગર્વ ધારણ કરીને તે પૂર્વપક્ષ ઊભા કર્યા, જેના ધર્મઘોષસૂરિએ સિદ્ધાન્તના પુરાવા આપીને, ક્યાંક ઘટતી યુક્તિઓ તથા સિદ્ધાન્તાનુસારી ગ્રન્થને આધાર લઈને પ્રત્યુત્તર વાળ્યા. એ ઘટનાથી પ્રસ્તુત ગ્રન્થનો જન્મ થયે એમ ગ્રન્થની પીઠિકામાંથી ઉલેખ મળી શકે છે. પાશ્ચાત્ય વિદ્વાનોએ આ ગ્રન્થની શૈલીને રોમન ધારાશાસ્ત્રીઓની પદ્ધતિ સાથે સરખાવી છે. આ ગ્રન્થ દ્વારા ધર્મઘોષસૂરિને અપૂર્વ કીર્તિ પ્રાપ્ત થઈ છે. અંચલગચ્છ શું છે? તેને વિચારદેહ શું છે? તેને વારસ શું છે? તેના આદર્શો શું છે? ઈત્યાદિ બધા જ પ્રશ્નોના જવાબ આ એક જ ગ્રંથમાંથી મળી શકે એમ છે.
ગ્રન્થના અંતિમ અધ્યાયમાં અંચલગચ્છની સામાચારીને અન્ય ગચ્છાની સામાચારી સાથે સરખાવવામાં આવી છે. આવી તુલનાત્મક સરખામણી દ્વારા તત્કાલીન વિચારધારાનું પરિમાજિત સ્વરૂપ આપણી સમક્ષ ખડું થાય છે. આવી સરખામણીમાં પણ લેખકે ક્યાંયે વિતંડાવાદનો આશ્રય લીધો નથી કે કોઈ પક્ષનું નિષેધાત્મક ખંડન કર્યું નથી. ધર્મઘોષસૂરિને અભિગમ કે રચનાત્મક હતો તેની ઝાંખી આ ગ્રન્થ દ્વારા અવશ્ય થઈ શકશે. ચિન્તનશીલ સાહિત્યમાં આ ગ્રંથ નવી જ ભાત પાડે છે. અને એ દષ્ટિએ તેનું મૂલ્ય અનેકગણું છે.
વિ. સં. ૧૨૬૮ માં ૬૦ વર્ષનું આયુ પાળીને ચરિત્રનાયક તિમિપુરમાં અણસણપૂર્વક કાળધર્મ પામ્યા. આ તૃતીય પટ્ટધરની વિદાયથી અંચલગચ્છના ઉદય-કાળની પ્રભાવક ત્રિપુટીને યુગ પૂરો થયે. એ તબક્કાનું વ્યાવર્તક લક્ષણ એ હતું કે એ દરમિયાન આ ગચ્છના સ્વરૂપને આકાર સંપૂર્ણપણે ઘડાઈ ગયે હતું તેમ જ ગચ્છ સુદઢ પાયા ઉપર મૂકાઈ ગયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
શતપદી પ્રણેતા હતે, આ પ્રસ્થાનમાં ધર્મઘોષસૂરિનું ગદાન સુવર્ણાક્ષરે નેધાશે એમાં શંકા નથી.
ચરિત્રનાયકે બીજું કશું જ ન કર્યું હોત તો પણ “શતપદી ગ્રથના રચયિતા તરીકે તેઓ જૈન ઇતિહાસમાં સદાય અમર રહ્યા હોત. અંચલગચ્છની સામાચારી અને તેના દષ્ટિબિન્દુને શબ્દ-દેહ આપનાર તેઓ સૌ પ્રથમ આચાર્ય હતા. એ ગ્રન્થમાં તેમણે વિવિધ પ્રશ્નોની જે તાત્ત્વિક ભૂમિકાને આધારે છણાવટ કરી છે તે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એવી અર્થઘન અને ઉદાત્ત છે. વિચારોના વિવિધ પાસાઓની રજૂઆત કરી, તેનું તાત્ત્વિક પરીક્ષણ કરવાની અને તેના આધારે નિર્ણય કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિ એમના પ્રત્યે માન પ્રેરે એવી છે. અને એટલે જ “શતપદી' ગ્રન્થના પ્રણેતા તરીકે અંચલગચ્છના ઇતિહાસમાં તેઓ અજરામર સ્થાન પામ્યા છે.
– કાજુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
આગમકલા–મુખ” બિરુદ ધારક
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
આગમકલા–મુખ અથવા તે “આગમમાલા-મુખ” તથા “સરસ્વતી લબ્ધ પ્રસાદ” એવા ગૌરવાન્વિત બિરુદથી નવાજેલા મહેન્દ્રસિંહસૂરિ જેનામેના પ્રકાન્ડ વિદ્વાન થઈ ગયા છે. આગમશાનું એમનું અગાધ પાંડિત્ય એતષિયક ગણ્યાગાંઠ્યા જેન દાર્શનિકમાં એમને પ્રથમ પંક્તિમાં સ્થાન અપાવે છે. જેમના મુખમાં આગમરૂપી કળા અથવા તે માળ શોભે છે એવા પ્રતિભાસંપન્ન સાક્ષરોમાં અંચલગચ્છમાં તે તેઓ એકમેવ જ છે.
મુરદેશ અંતર્ગત સરનગરમાં વિ. સં. ૧૨૨૮માં એમને જન્મ થયો હતો. એમનું મૂળ નામ માલકુમાર હતું. પિતા શ્રીમાલીજ્ઞાતીય શ્રેષ્ઠી દેવપ્રસાદ. માતા ક્ષીરદેવી. ચરિત્ર નાયકનું પૂર્વાશ્રમનું અપહરનામ મહેન્દ્રકુમાર પણ પ્રાપ્ત થાય છે.
આ પ્રકાન્ડ વિદ્વાન વણિક નહિ પણ બ્રાહ્મણ જ હોઈ શકે અથવા તે ચરિત્રનાયકના પિતાના નામમાં આવતે
પ્રસાદ” શબ્દ એમનું બ્રાહ્મણત્વ પ્રકટ કરે છે, એવા અનુમાન પર આધારિત એક આખ્યાયિકા અનુસાર તેઓ ઔદિચ્ચ બ્રાહ્મણ હતા. મેરૂતુંગસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી “અંચલગચ્છની મોટી પટ્ટાવલી” જે શંકિત પ્રમાણ-ગ્રન્થ છે, તેને આધારે એ આખ્યાયિકા નિનૈક્ત છે.
મહેન્દ્રકુમાર દેવપ્રસાદ નામે બ્રાહ્મણ પંડિતને પુત્ર હતો. તે પાંચેક વર્ષનો થયે એ અરસામાં અંચલગચ્છાધિપતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
આગમકલા -મુખ બિરુદધારક ધર્મઘોષસૂરિ નાગડાત્રીય રૂણાક શ્રેણીના આગ્રહથી સરાનગરમાં ચાતુર્માસ રહેલા. તેમના ત્રણ નવોદિત શિવે વ્યાકરણને અભ્યાસ કરવા ઉત્સુક હોવાથી પંડિત દેવપ્રસાદ તેમને વ્યાકરણ શિખવવા ઉપાશ્રયે આવતો. આથી મહેન્દ્રકુમારને પણ ત્યાં જવાનું ઘણીવાર થતું. ઘેડા સમયમાં તે મુનિઓ સાથે ખૂબ હળીમળી ગયો. ઘણીવાર તે તે આચાર્યને ખેાળામાં બેસી જઈને કે મુનિઓનાં ઉપકરણથી રમત રમીને બાળસુભગ કિડાઓ દ્વારા બધાને હસાવતો. બાળકનાં સાસુદ્રિક લક્ષણે જોઈને આચાર્ય વિચાર્યું કે તે મહાપુરુષ થવા સજા હોઈને શિષ્યરૂપે પ્રાપ્ત થાય તો સારું. તેમણે રૂણાક શ્રેષ્ઠીને પોતાના મનની વાત જણાવી. શ્રેષ્ઠીને પણ આ વિચાર ગમી જતાં તેણે દેવપ્રસાદ પાસે પણ આ વાત રજૂ કરી. પિતાને પુત્ર દીક્ષા અંગીકાર કરે એ વાત પંડિત-દંપતીને ન ગમી પરંતુ ધર્મઘોષસૂરિને પ્રભાવ અને બાળકના ઉજવળ ભાવિનો વિચાર કરીને લાંબી વિચારણા બાદ માતા-પિતા બાળકને સેંપવા રાજી થયાં. આથી રૂણક શ્રેષ્ઠી પ્રભૂતિ સંઘે તેમને આદર-સત્કાર કર્યો.
ઉપર્યુક્ત આખ્યાયિકા કપિલકલિયત જ છે. પ્રમાણગ્રન્થમાં તે દેવપ્રસાદને શ્રાવક-શ્રેષ્ઠી જ કહ્યો છે, એટલે આ વિશે કશી શેકા અસ્થાને છે. મેરૂતુંગસૂરિને નામે ચડાવાયેલી અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં આવું તે ઘણું ઘણું છે. ચરિત્રનાયક જેવા મહાપુરુષ સંબંધમાં આવી અસંબદ્ધ વાતે તેમાં હેઈને આટલે ખુલાસે અહીં જરૂરી ગણાશે. ઉક્ત પટ્ટાવલીની હકીકત કેટલી વિકૃત રીતે મૂકાઈ છે તેને
ખ્યાલ તેના નિમ્નક્ત લખાણથી જ મળી રહેશેઃ-સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ એવા ગુરુએ જાણ્યું કે ખરેખર, આ બાળક
ભવિષ્યકાળમાં ગરછનો ભાર ઉપાડવાને લાયક થશે. માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
દેવપ્રસાદ જે અમને બાળક આપી દે તે ઠીક થાય એમ વિચારીને એક દિવસે ગુરૂએ તે રૂણાક શ્રેણીને તે હકીકત કહી. રૂણક શ્રેષ્ઠીએ કહ્યું કે –“સ્વામી ધીમે ધીમે દ્રવ્ય આદિ વડે તે બ્રાહ્મણને લાલચમાં નાખીને જરૂર આપનું આ કાર્ય હું કરી આપીશ.” કેટલાક દિવસો બાદ રૂણાક શ્રેષ્ઠીએ દેવપ્રસાદને કહ્યું કે “તમારા બાલપુત્રને ગુરુને સેંપી દે. તેને બદલામાં હું તમને પાંચસો સોનામહોર આપીશ” હવે પાંચસે સોનામહારનું નામ સાંભળતાં જ લેભરૂપી સમુદ્રમાં ડૂબેલે તે દેવપ્રસાદ કહેવા લાગ્યો કે “હે શેઠજી! આ સંબંધમાં મારી સ્ત્રીને પૂછીને હું આપને ઉત્તર આપીશ. કેટલું હાસ્યાસ્પદ વર્ણન છે! એમના જીવનમાં દુષ્કાળ સંબંધક બીજે પણ એક મહત્ત્વનો પ્રસંગ ઉક્ત પટ્ટાવલીમાં મારી મચકડીને બેસાડી દેવામાં આવ્યા છે તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. - મહેન્દ્રકુમારને સાથે લઈને ધર્મઘોષસૂરિ સરનગરથી અન્યત્ર વિહાર કરી ગયા. વિનયાદિ ગુણસમૂહથી શોભતો બાળક આચાર્યને પ્રીતિપાત્ર બન્યા નવ વર્ષને થતાં ગુરુએ તેને વિ. સં. ૧૨૩૭ માં દીક્ષા આપીને તેનું મહેન્દ્રમુનિ એવું નામ રાખ્યું. દીક્ષા–સ્થળ તરીકે ખંભાતનું નામ મળે છે.
એ પછી નવેદિત મુનિએ શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. જૈન આગમના અધ્યયનમાં એમણે વિશેષ દિલચસ્પી લીધી. તેઓ કુશાગ્ર બુદ્ધિના હેઈને થોડાં વર્ષોમાં જ તેઓ અનેક શાના પારગામી થયા.
પદાવલીમાં જણાવાયું છે કે વિ. સં. ૧૨૫૭ માં ધર્મ ઘોષસૂરિએ મહેમુનિને ઉપાધ્યાયપદે વિભૂષિત કર્યા, એટલું જ નહિ પરંતુ એમને યોગ્ય જાણુને પિતાથી ભિન્ન વિહરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪ ]
“આગમકલા–મુખ” બિરુદધારક
અનુજ્ઞા પણ આપી. નગરપારકર સંઘના આગ્રહથી ઉપાધ્યાયજી એ વર્ષે ત્યાં ચાતુર્માસ રહેલા. ત્યાંના વડેરા ગેત્રના સંગ નામના શ્રેષ્ઠીએ તેમના ઉપદેશથી શ્રી ગેડીને તીર્થ–સંઘ કાઢ્યો. ચરિત્રનાયકે સંઘ સાથે શ્રી ગોડીજીની યાત્રા કરી. પટ્ટાવલીનું આ વિધાન શંકિત છે, કેમકે એ પછી બે શતાબ્દીઓ બાદ શ્રી ગેડીજીના તીર્થની સ્થાપના થઈ હતી.
વિ. સં. ૧૨૬૩ માં ગુરુએ ચરિત્રનાયકને આચાર્યપદે અલંકૃત કર્યા નડેલમાં પદમહોત્સવ સંપન્ન થયે એ ઉલ્લેખ મળે છે. ધર્મશેષસૂરિએ નવેદિત આચાર્યનું મહેન્દ્રસિંહસૂરિ એવું નામાભિકરણ કર્યું. વિ. સ. ૧૨૬૯ માં તેઓ ગચ્છનાયકપદે આરૂઢ થયા. તે પછી તેમને પ્રભાવ બધે સવિ. શેષ ફેલાયે.
અંચલગચ્છની મેટી પઢાવલીમાં ત્રિવેણી દુષ્કાળ વિશે વિસ્તારથી કહેવાયું છે. ચરિત્રનાયક ઉપાધ્યાયપદે હતા તે સમયને એ પ્રસંગ હતે એમ તેમાં જણાવાયું છે. કરાડુમાં તેઓ ચાતુર્માસ હતા તે અરસામાં ત્રણ વર્ષને ભીષણ દુષ્કાળ પડ્યો. ચરિત્રનાયકના ઉપદેશથી ત્યાંના વડેરા ગોત્રીય આલ્હા શ્રેષ્ઠીએ દુષ્કાળ-પીડિતેને ઘણી મદદ કરી. તેણે કૂવાઓ ખેદાવ્યા, દાનશાળાઓ શરૂ કરાવી તથા પરબે સ્થાપીને અસં. ખ્ય જીવોને જીવનદાન આપ્યું.
પટ્ટાવલીમાં આ ત્રિવષી દુષ્કાળ અંગે એવું વર્ણન છે કે આલ્હા શ્રેષ્ઠીના ઘરના આંગણામાં એક બોરડીનું વૃક્ષ હતું. તેના ઉપર બેઠેલે કાગડો ઉચ્ચ સ્વરે બોલીને ઊડી ગયે. ચરિત્રનાયક નિમિત્ત શાસ્ત્રના પારગામી હેઈને તેઓ જાણી શક્યા કે વૃક્ષ નીચે ધન દટાયેલું છે, તેમજ ત્રિવષ દુકાળ ડેકાઈ રહ્યો છે. આ વાત એમણે શ્રેષ્ઠીને કરી, અને જણાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ કે વૃક્ષ નીચેનું ધન દુષ્કાળ-પીડિતાને ઉગારવા માટે જ વાપરવું. ગુરુના જણાવવા પ્રમાણે ત્રણ વર્ષને દુકાળ પડ્યો. અને સૂચિત સ્થાને ધનનું નિધાન પણ પ્રાપ્ત થયું. આ ધનને ઉપગ આલ્હા શ્રેષ્ઠીએ દુષ્કાળ–પીડિતે માટે કર્યો.
પટ્ટાવલીમાં વિશેષમાં જણાવાયું છે કે ચરિત્રનાયક આબૂ તીર્થની યાત્રા કરીને થરાદનગરમાં પધાર્યા ત્યારે તપાગચ્છાધીશ દેવેન્દ્રસૂરિ સાથે એમને આ સંબંધમાં વાર્તાલાપ થયે, જેમાં એવું સ્વીકારાયું કે નિમિત્તે કહેવું એ સુવિહિત શ્રમ
ને આચાર નથી. આ આખો પ્રસંગ ઉપજાવી કાઢવામાં આ જણાય છે. પ્રાચીન ગ્રન્થકારોએ જેમને “આગમ કલા મુખ” બિરુદધારક કહ્યા છે એવી વિભૂતિને અન્યાય કરનારો આ પ્રસંગ છે. પ્રમાણુ-ગ્રન્થમાં આવા પ્રસંગ વિશે ક્યાયે ઉલેખ સુદ્ધાં નથી. માત્ર મેરૂતુંગસૂરિના નામે ચડાવાયેલી પટ્ટાવલીમાં જ એ પ્રસંગ છે, જેની પ્રમાણભૂતતા શંકિત છે. તેમાં દેવેન્દ્રસૂરિને એવું કહેતા જણાવ્યા છે કે “તમે કીરાડમાં આલ્હા નામના શ્રાવકને નિમિત્ત કહીને, તેના ઘરમાં રહેલ નિધાન દેખાડીને કૂવા ખેરાવવા આદિ કાર્ય કરાવેલાં છે, પરંતુ તે સુવિહિત સાધુને આચાર કહેવાય નહિ વળી તમે તો સુવિહિત છે, તેથી તમારે આલેચના કરવી જોઈએ.”
ભટ્ટ-ગ્રન્થમાંથી આહા શ્રેષ્ઠીનાં સુકૃત્યોનું ઘણું વર્ણન મળે છે. તેમાં જણાવ્યું છે કે કીરાડૂ ગામમાં ઓશવાળાનાં સવાસાતસો ઘર હતાં, તેમાં આલ્હાનું ઘર વડું કહેવાતું. ત્રિવથી દુકાળમાં તેણે પહેલે વર્ષો દરરેજ એક કળશી, બીજે વર્ષે બે કળશી અને ત્રીજે વર્ષે ત્રણ કળશી અન્ન આપીને લેકોને ઉગાર્યા હતા. તેની કીર્તિ સાંભળીને અસંખ્ય લોકે એનું ઘર પૂછતા આવતા કે અન્ન ક્યાંથી મળે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
આગમકલા-મુખ” બિરુદધારક લેકે કહેતા કે વડેરા આલ્હાની દાનશાળામાંથી મળે છે. આથી આલ્હાને વંશ વડેરા તરીકે પ્રસિદ્ધ થયો.
એ પછી આલ્હાને ત્યાંના ઠાકર સાથે અણબનાવ થતાં આ વડેરા કુટુંબ રાત્રીએ ઘરમાં દી સળગતો રાખીને પારકરમાં ઉચાળા ભરી ગયું. પારકરના ચંદારાણાએ આલ્હાને ઘણું માન આપ્યું અને તેને પ્રધાનપદે નિયુક્ત કર્યો. અંચલગચ્છના આ પ્રભાવશાળી શ્રેષ્ઠીવર્ય વિશે ભટ્ટ-ગ્રંથમાં સારી એવી માહિતી સંગૃહીત છે.
શ્રીમાલી જ્ઞાતીના છેડાયણ ગત્રીય જાણું શ્રેષ્ઠીએ વિ. સં. ૧૨૯૫ માં ઉસનગરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યું, અને તેમાં ચેવિશ જિનેશ્વરની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. જાણા શ્રેષ્ઠીને વંશમાં રાજમાન્ય પુરુષ થઈ ગયા છે, જેમાંના વેલા અને શિવજીને મેગલ સમ્રાટ શાહજહાંએ ઘણું માન આપ્યું હતું. તેમને શેઠની પદવી મળી હેઈને તેના વંશજે શેઠ કહેવાયા.
પિરવાડ જ્ઞાતીના પુષ્પાયન ગોત્રીય હાથી નામના શ્રેષ્ઠીએ મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી દહીંથલીમાં શ્રી આદિનાથ પ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યો, શ્રી શત્રુંજય આદિ તીર્થોની સંઘ સહિત યાત્રા કરી તથા વિસલપુર આદિ ગામમાં અઢાર લાખ રૂપીઆ ધર્મકાર્યોમાં ખરચ્યા. દહીંથલીના વાઘેલા રાજા મંડલિકે તેને પિતાના મંત્રી તરીકે નિમૅ હતો.
- મહેન્દ્રસિંહસૂરિ કાન્હડ રાજાના શાસનકાળ દરમિયાન ઝાલરમાં પધારેલા. તે વખતે ત્યાને ચૌહાણ વંશીય ભીમ નામને રાજપૂત સૂરિને ઉપદેશ સાંભળીને જેનધમી થયો. ભીમે ડોડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જિનાલય બંધા
વ્યું. તેને ડોડગામને અધિકાર મળે તેવાથી તેના વંશજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ ડોડિયાલેચા ઓડકથી ઓળખાયા. પ્રમાણગ્રન્થોમાં તેને ભીમ નરેન્દ્ર કહ્યો છે. જુઓઃ “સિરિ પાસ ભવણ મઝે ભીમ નરિંદેણ કહિય પાસ થઈ બેવટ્ટણ નગરમાં ચરિત્રનાયકના ઉપદેશથી તેણે શ્રી પાર્શ્વપ્રભુની સ્તુતિ કરેલી. આ નગરમાં મહેન્દ્રસિંહસૂરિ પિતાના સેળ શિષ્ય સાથે ચાતુર્માસ રહેલા ત્યારનો એ પ્રસંગ છે. અહીં સૂરિએ અષ્ટોત્તરી–તીર્થમાળાની રચના કરીને સામાયિકમાં કહી. ત્યારથી તે કૃતિ સામાયિકમાં સ્થાન પામી, જે આજ પર્યત ચાલુ છે.
દિગંબર મુનિ ભીમસેનનો મહેન્દ્રસિંહસૂરિએ વાકુચાતુર્યથી પરાભવ કરીને તેમને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા એ સંબંધમાં ભાવસાગરસૂરિ રચિત ગુર્નાવલીમાં એક પ્રસંગ છે, જે ધર્મઘોષસૂરિના જીવન-પ્રસંગ જેવો જ છે. એવી જ રીતે કણગિરિના દેદા શાહને પ્રસંગ, જે ધર્મઘોષસૂરિના સંબં ધમાં જણાવ્યું છે, તેને ચરિત્રનાયકના સંબંધમાં ગુર્નાવલીમાં વર્ણવ્યું છે. દેદાશાહની બહેને ભેજનમાં વિષ ભેળવ્યું છે ચરિત્રનાયકના ધ્યાનબળથી જાણી શકાયું અને અનેક શ્રમણોની જિંદગી બચાવી શકાઈ એ વિશે ગુર્નાવલીમાં વિસ્તૃત વર્ણન છે.
એ કાળે અનેક ક્ષત્રિય જૈનાચાર્યોના ઉપદેશથી પ્રતિ બોધ પામીને જૈનધર્માનુયાયી થયેલા. દેદાશાહ પણ એ રીતે જ જૈનધર્માનુયાયી થયા હોય એ સંભવિત છે. તેની બહેનને આ રુચ્યું નહિ હોય એ સ્વાભાવિક છે. ભાવસાગરસૂરિએ તેને “ગુર્વાવલી ”માં “સાધુ પ્રત્યે દ્વેષભાવ રાખનારી” કહી છે તે આ સંદર્ભમાં સૂચક છે. દેદાશાહને તેની બહેનના દુકૃત્યની જાણ થતાં તેણે બધાની માફી માગી.
પ્રમાણ-ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે મહેન્દ્રસિંહસૂરિએ પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
મહેન્દ્રસિંહ
૧ પ્રભુનું જે
તીથને
આગમકલા-મુખ” બિરુદધારક ચંદ્ર નામના રાજાને પ્રતિબંધ આપ્યું હતું અને પિતાના વાણી–પ્રભાવથી અનેકના ગર્વનું ખંડન કર્યું હતું. પૃથ્વીચંદ્ર રાજા કેણ હતો ? ક્યાં હતો ? ઈત્યાદિ વિશે કશો જ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
રેહડ ગામના કટારિયા ગોત્રીય શ્રીકરણના પુત્ર વીરજીએ વિ. સં. ૧૨૯૬ માં રત્નપુરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ પ્રભુનું જિનમંદિર બંધાવ્યું, શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાવ્યો તથા ધર્મકાર્યોમાં સર્વે મળીને સાત લાખ પીરેજી ખરચી.
વિ. સં. ૧૨૮૨ માં થયેલા વીજલોત્રીય વચ્છરાજ, વિજય તથા જાદવ નામના અંચલગચ્છીય શ્રાવકોએ અડધો લાખ મુદ્રિકાએ ખરચીને શ્રી શત્રુંજયની યાત્રા કરી અને સંઘવીપદ મેળવેલું. દુષ્કાળ પ્રસંગે તેણે દાનશાળાઓ કરાવીને અનેકને જીવનદાન આપેલું આ વંશમાં થયેલા ધારા તથા ધનરાજ નામના શ્રેષ્ઠીવર્યોએ કાકરેચી નગરમાં એક લાખ મુદ્રિકાને ખરચે શ્રી ઋષભદેવ પ્રભુને પ્રાસાદ કરાવ્યું. તેણે વાવ કરાવેલી અને દાનશાળા સ્થાપીને ઘણું ધન ખરચ્યું.
વિ. સં. ૧૨૯૫ માં ગૌતમગોત્રીય રીડા શાહે શંખેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવીને ઘણું ધન ખરચેલું. અંચલગચ્છના પ્રથમ શ્રાવક યશોધન ભણશાલીના રીડા શાહ વંશજ હતા. રીડા શાહના વંશજો શંખેશ્વરથી માંડલમાં જઈને વસ્યા ત્યાંના રાજાએ યશોધન ભણશાલીના વંશજ નાયકને વિ. સં. ૧૩૭૫ માં મંત્રીપદે સ્થાપેલે.
પ્રાગ્વાટ જ્ઞાતીય, પારાયણ ગાત્રીય શ્રેષ્ઠી દ્રોણ નામના અંચલગચ્છીય શ્રાવકે વાસણ નામના ગામમાં વિ. સં. ૧૨૮૫ માં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા ભરાવીને તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
પ્રતિષ્ઠા કરાવી. આવા તો નાનાં-મોટાં અનેક ધર્મકાર્યો મહેદ્રસિંહસૂરિના સમયમાં થયાં. - મહેન્દ્રસિંહસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન ભુવનતુંગસૂરિ સમર્થ આચાર્ય થઈ ગયા. તેઓ પ્રખર સાહિત્યકાર ઉપરાંત મંત્રવાદી પણ હતા. તેમના ઉપદેશથી વીસા શ્રીમાલી જ્ઞાતીય મંત્રી વાછાએ વયજલપુરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનમંદિર બંધાવ્યું.
ભુવનતુંગસૂરિએ રાઉલ ખેંગાર ૪ થા (રાજ્ય વિ. સં. ૧૩૩૬–૯૦)ની સમક્ષ જૂનાગઢમાં તક્ષનાગને પ્રત્યક્ષ કરીને સેળ ગારૂડીઓના વાદ જીત્યા અને આજીવન સર્પ પકડવાને કે ખેલાવવાનો ધંધો ન કરે એ નિયમ ગારૂડીઓ પાસેથી લેવડાવ્યો. આચાર્ય રાઉલ ખેંગાર પાસેથી ફરમાન મેળવીને સવા લાખ જાળ છોડાવી તથા પાંચસે ભાથિએ ભાંગ્યા. કહેવાય છે કે તેમણે ચોર્યાસી જ્ઞાતિના વણિકે અને ચોર્યાસી ગરછના યતિઓની ઉપસ્થિતિમાં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા બેલાવી ચમત્કાર પણ દેખાડેલે.
ભુવનતુંગસૂરિનું નામ ગ્રન્થકાર તરીકે જેન વાભયમાં ચિરસ્મરણીય રહેશે. જેન આગમ પર ગણ્યાગાંઠ્યા વિદ્વાનોએ જ ટીકાઓ રચી છે, જેમાં તેમનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય. તેમના ગ્રન્થ આ પ્રમાણે છેઃ (૧) રાષિમંડલવૃત્તિ (૨) ચતુશરણવૃત્તિ (૩) આતુરપ્રત્યાખ્યાનવૃત્તિ (૪) સીતાચરિત્ર (૫) મલ્લિનાથચરિત્ર (૬) આત્મસંબેધકુલક (૭) ઋષભદેવચરિત્ર (૮) સંસ્મારક પ્રકીર્ણક અવચૂરિ.
તપાગચ્છીય સેમસુંદરસૂરિ (વિ. સં. ૧૪૫૬-૧૫૦૦) જેવા પ્રકાંડ વિદ્વાન, જેમને ઇતિહાસકાર યુગકાર તરીકે
ઓળખાવે છે, તેમને પણ “આતુર પ્રત્યાખ્યાન અવચૂર્ણિ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
આગમકલા-મુખ” બિરુદધારક રચવા માટે ભુવનતુંગસૂરિની ઉક્ત વૃત્તિને આધાર લેવો પડ્યો હતા, એ હકીક્ત એમની અજોડ વિદ્વત્તા સૂચવે છે. પાયાંગ સાહિત્યને સંબંધ છે ત્યાં સુધી થડાક પાયાંગ પર જ ટીકાઓ રચાઈ છે, જેમાં ભુવનતુંગસૂરિની ટીકાઓ સર્વોત્કૃષ્ટ ગણાય છે.
પ્રેમલાભ વ્યાકરણના પ્રણેતા પ્રેમલાભ, “બાલશિક્ષાવ્યાકરણ”ના કર્તા ભક્તિલાભ “ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર'ના કર્તા ચંદ્રપ્રભસૂરિ, “જબૂસ્વામિ ચરિય”ના કર્તા કવિ ધર્મ વગેરે ગ્રન્થકારે અને વિદ્વાને મહેન્દ્રસિંહસૂરિના આધ્યાત્મિક શાસનમાં થઈ ગયા.
ચરિત્રનાયકના અનુગામી પટ્ટધર સિંહપ્રભસૂરિ પણ પ્રકાંડ વિદ્વાન થઈ ગયા. મૂળ તે એમના સંસારપક્ષના વડીલ બંધુ દિક્ષાભિલાષી હતા, પરંતુ દીક્ષા લેતી વખતે અચકાતા હતા. તે વખતે ઢીલ થતાં તેમણે સિંહની અદાથી તૈયાર થઈ દીક્ષા લીધેલી. સિંહપ્રભસૂરિ પણ આગમગ્રન્થના પ્રખર વિદ્વાન હતા. સૂત્રોની ઉલટી આવૃત્તિ કરીને તેમણે દક્ષિણના મહાવાદીને જીતેલા. પાટણ આદિ નગરમાં મિથિલ પ્રભૂતિ શૈવ સંપ્રદાયના પ્રખર પુરસ્કર્તાઓને સિંહપ્રભસૂરિએ વાદમાં જીતેલા. શિષ્યાવસ્થામાં તેઓ હતા એ વખતે જ ગુરુ સાથે વાદ કરવા આવેલા ધુરંધર વિદ્વાનોને તેમણે બુદ્ધિબળથી પરાસ્ત કરેલા, જે દ્વારા તેમની અગાધ વિદ્વત્તા સૂચિત થાય છે.
મહેન્દ્રસિંહસૂરિના અન્ય શિષ્ય તથા સિંહપ્રભસૂરિના અનુગામી પટ્ટધર અજિતસિંહસૂરિ પણ પ્રભાવક આચાર્ય હતા. તેમણે વિ સં. ૧૩૩૯ માં એક જ મુહૂર્તમાં પોતાના પંદર શિષ્યને આચાર્યપદે સ્થાપ્યા હતા. તેમણે જાહેરના ચૌહાણ વંશીય રાજા સમરસિંહને પ્રતિબોધીને જૈન ધર્માનુયાય કર્યો. સૂરિના ઉપદેશથી રાજાએ પિતાના રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
[ ૧૧
અમારિ પડહની ઉષણા કરાવી, તથા અનેક ધર્મકાર્યો કર્યા. ત્યાંના લોકો પરમહંતુ કુમારપાલના સમયને સંભારવા લાગ્યા. અજિતસિંહસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૩૩૫ માં ચાણસ્મા નગરમાં ભટેવા પાનાથ તીર્થની પ્રતિષ્ઠા થઈ. આ તીર્થને મહિમા ઘણે ગવાય છે.
આવા તેજસ્વી શિષ્યોની મંડળીથી વીંટળાયેલા ચરિત્રનાયક પણ એવા જ પ્રખર વિદ્વાન હતા ભાવસાગરસૂરિ એમની વિદ્વત્તાને બિરદાવતા તેમને “વાદીરૂપી હાથીઓના સમૂહમાં સિહ સમાન” કહે છે તે યથાર્થ જ છે. મહિમાવાન આચાર્ય મેરૂતુંગસૂરિ એમને “આગમકલા મુખ” એટલે કે જેમના મુખમાં આગની સકલ કળા શેભે છે એવા કહ્યા છે. તેઓ વિશેષમાં જણાવે છે કે માત્ર એક વખત મુખ–પાઠથી જ એમને બધું યાદ રહી જતું! આવું વર્ણન મહેન્દ્રસિંહસૂરિના પ્રખર અભ્યાસીપણ, તેમ જ તેમના વિદ્યાવ્યાસંગને જવલંત અંજલિરૂપ છે.
ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં જણાવે છે કે એક વખતે મહેન્દ્રસિંહસૂરિ વિહરતા કર્ણાવઈ-કર્ણાવતી નગરીમાં ઉત્સવ સહિત પધાર્યા હતા. ત્યાં મંત્રીવર્ય વસ્તુપાલ પિતાના ચોર્યાસી સુભટો સહિત ગુરુને વંદન કરવા આવ્યો હતો. સૂરિની ધર્મદેશના સાંભળીને તેમના બધા સંશય દૂર થઈ ગયા. આથી ગુરુના પ્રભાવથી ચમત્કૃત થઈ, એમને નમીને સૌ વિદાય થયા.
મેરૂતુંગસૂરિ બીજો એક પ્રસંગ વર્ણવતાં કહે છે કે મહેન્દ્રસિંહસૂરિ માંદગીને લીધે તિમિરવાટકમાં રહેતા હતા ત્યાં ઝાલોરને સંઘ તેમને વંદન કરવા આવ્યું. સંઘના ખાસી સંદેહ પૂછડ્યા વિના આચાર્યે એક જ વ્યાખ્યાનમાં દૂર કર્યા,
બે સંદેહ એકાંતમાં ભાંગ્યા. કવિ ચકવતિ જયશેખરસૂરિ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-સિહસૂરિ વિમત્રીવર્ય વસ્તી તો સ
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
આગમકલા-મુખ” બિરદધારક પ્રસંગનું કાવ્યમય વર્ણન કરે છેઃ “જ્ઞાનાદિ સંપત્તિવાળા મહેન્દ્રસિંહસૂરિ સૂર્યની જેમ શેભતા હતા, જેમણે પ્રથમ દર્શને જ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર વચન—કિરણે દ્વારા દૂરથી આવેલા શ્રાવકોના મન-કમળમાંથી ચેર્યાસી સુબદ્ધ સંશો આશ્ચર્યકારક રીતે ભ્રમરની જેમ દૂર કર્યા.”
મહેન્દ્રસિંહસૂરિને પુણ્યતિલસૂરિ સાથે થયેલ વાદ મહત્ત્વનો પ્રસંગ છે. કાસાહુદગચ્છીય પાદલિપ્તસૂરિની પરં. પરામાં પુણ્યતિલકસૂરિ પ્રખર વિદ્વાન થઈ ગયા. તેઓ વિહરતા અવંતીપુરમાં પધાર્યા, જ્યાં “વિધિપક્ષગચ્છાધિરાજ, સરસ્વતી લખ્ય–પ્રસાદ” મહેન્દ્રસિંહસૂરિ બિરાજતા હતા. એમને અપૂર્વ મહિમા જઈને વિદ્યામદથી પુણ્યતિલસૂરિ એમની પાસે વાદલિસાથી આવ્યા, અને આહાન આપ્યું. ગુરુએ કહ્યું: “વૃથા વાદનું પ્રયેાજન શું?” જવાબમાં પુણ્યતિલકસૂરિએ જણાવ્યું કેઃ “વૃથા શા માટે? જે જય પામે તે અન્યને શિષ્ય કરે!” ગુરુએ તે સ્વીકાર્યું, અને વાદને પ્રારંભ થયો. ગુરુએ તેમને મુહૂર્તમાં જ જીતી લીધા. આથી પુણ્યતિલકસૂરિ પિતાને ધન્ય માનવા લાગ્યા. ગુરુને વંદના કરી, સ્તુતિ કરીને તેઓ તેમના શિષ્ય થયા. ગુરુએ પણ તેમની મહત્તાના રક્ષણાર્થે દીક્ષા આપી તેમને શાખાચાર્ય–પદે સ્થાપ્યા. વળી તેમના પૂર્વાચાર્ય પાદલિપ્તસૂરિએ રચેલા “શ્રી વીરજિનતેત્રને “સપ્રભાવ, બગ-સિદ્ધિ-સંપન્ન” જેઈ સમસ્મરણ મહાતેત્રમાં તૃતીય મહાસ્તોત્ર તરીકે મહેન્દ્રસિંહસૂરિએ સ્થાપ્યું. આ સ્તોત્રનું મહત્ત્વ ઉપસર્ગહર તેત્રની જેમ જ “અનેક યુગ સિદ્ધિમય” હોઈને નવોદિત શિષ્યોને દીક્ષા આપ્યા બાદ સૌ પ્રથમ તેને પાઠ શીખવવામાં આવે છે.
પ્રકાર તરીકે પણ મહેન્દ્રસિંહસૂરિનું નામ જૈન વાહShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
[ ૧૩ મયમાં ચિરસ્મરણીય રહેશે. એમની કેટલીક ઉપલબ્ધ કૃતિઓ આ પ્રમાણે છેઃ (૧) અષ્ટોત્તરી-તીર્થમાલા (૨) વિચાર સપ્તતિકા (૩) મનઃસ્થિરકરણ (૪) સાર-સંગ્રહ (૫) શતાદિકા (૬) અષ્ટોત્તરી વૃત્તિ (૭) મનઃસ્થિરીકરણ પ્રકરણ–વિવરણ (૮) “ગુરુગુણ ષત્રિશિકા”
મહેન્દ્રસિંહસૂરિએ પ્રાયઃ સર્વ તીર્થોની યાત્રા કરેલી અને તે આધારે ૧૧૧ પ્રાકૃત ગાથામાં અષ્ટોત્તરી તીર્થમાલાની રચના કરી. આ તીર્થમાલા પ્રાચીન તીર્થોને ઇતિહાસ માટે પણ ઉપયોગી થાય એમ છે. આ કૃતિનો પાઠ અંચલગચ્છની મેટી સામાયિકમાં કરવામાં આવે છે. સૌ પ્રથમ બેવટ્ટણનગરમાં જ તેમણે સૌ પ્રથમ સામાયિકમાં તેને પાઠ કહ્યો. વિ. સં. ૧૨૮૭ પછી તેની રચના થઈ છે એમ આબૂતીર્થના વર્ણન સંબંધમાં વસ્તુપાલ-તેજપાલ દ્વારા નિર્મિત જિનભવનના નિદેશ દ્વારા પ્રમાણિત થાય છે.
મહેન્દ્રસિંહસૂરિએ અત્તરી પર ૩૦૦૦ ક–પરિમાણની પ્રાકૃતમાં વૃત્તિ પણ રચી છે. જયશેખરસૂરિએ પણ તે પર વૃત્તિ રચી છે. મહેન્દ્રસિંહસૂરિએ પિતાની ટીકામાં જૈનતીર્થોની ઉત્પત્તિ, તેનાં મહાભ્ય આદિનું સપ્રમાણ વર્ણન કર્યું છે, જે તીર્થ–સાહિત્ય માટે અત્યંત ઉપયોગી છે.
મહેન્દ્રસિંહસૂરિ કૃત “વિચાર સપ્તતિકા” ઉપર તપાગચ્છીય વિજયદેવસૂરિના શિષ્ય વિનયકુશલે વિ. સં. ૧૯૧૫ માં વૃત્તિ રચેલ છે. મહેન્દ્રપ્રભસૂરિ તથા ધર્માનંદ ઉપાધ્યાયે પણ એવી જ રીતે અવસૂરિઓ રચેલ છે. તેની અજ્ઞાત કZક ટીકા પણ પ્રાપ્ત થાય છે. આ બધી ટીકાઓ દ્વારા ચરિત્રનાયકના મૂળ ગ્રન્થની મહત્તા સહેજે સમજી શકાશે.
મહેન્દ્રસિંહસૂરિએ પિતાના ગુરુ ધર્મઘોષસૂરિના કહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
આગમકલા-મુખ” બિરુદધારક વાથી વિ. સં. ૧૨૮૪ માં પ્રાકૃતમાં ઉક્ત “મનસ્થિરીકરણપ્રકરણ” પદ્યમાં રચ્યું. તેની જૂની હાથપ્રતો પાટણના ભંડારમાં વિદ્યમાન છે. એમણે પિતાના આ ગ્રન્થ પર પણ ૨૩૦૦ બ્લેિક–પરિમાણનું સંસ્કૃત- ગદ્યમાં સુંદર વિવરણ લખ્યું છે. તેમાં મૂળ ગ્રન્થની કઠિન ગાથાઓને ભાવાર્થ રજૂ કરી તેના ઉપર સંક્ષેપમાં વિવરણ કરવામાં આવ્યું છે.
એજ વર્ષે એટલે કે વિ. સં. ૧૨૮૪ માં જ એમણે ધર્મઘોષસૂરિના કહેવાથી “સાર-સંગ્રહ” નામને પદ્યગ્રન્થ પ્રાકૃત ભાષામાં એ, જેની પ્રત પણ પાટણના ભંડારમાં વિદ્યમાન છે.
મહેન્દ્રસિંહસૂરિ ઉચ્ચ કોટિના દાર્શનિક, ઉત્કૃષ્ટ ટીકાકાર તથા આગમ-પ્રણીત સામાચારીના પ્રખર અભ્યાસી હતા તેની પ્રતીતિ શતપદી ગ્રન્થ દ્વારા મળી રહે છે. મૂળ ગ્રન્થ તે એમના ગુરુ ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૨૬૩ માં પ્રાકૃતમાં રચ્યો હતો. પરંતુ તે કિલષ્ટ હોવાથી વિ. સં. ૧૨૯૪ માં મહેન્દ્રસિંહસૂરિએ એ ગ્રન્થમાં કેટલાક પ્રશ્નો ઉમેરી, ઉદ્વરી, કમરચનામાં કવચિત્ ફેરફાર કરી તે શતપદી–પ્રશ્નોત્તર પદ્ધતિને સમુદ્ધાર કર્યો નવું સંસ્કરણ પામેલા ગ્રન્થની તાડપ્રતા પાટણના ભંડારમાં સુરક્ષિત છે.
અંચલગચ્છની વિચારધારા તેમ જ તેના આદર્શોનું નિરૂપણ પ્રસ્તુત ગ્રન્થમાં છે. અંચલગચ્છની મૂળ સામાચારીનું દર્શન, તેમ જ તેની અન્ય સામાચારીઓ સાથેની તુલના આ ગ્રન્થ દ્વારા મળી રહે છે. તત્કાલીન ભિન્ન ભિન્ન વિચાર ધારાઓ અને આચારણાઓની વિષમતા અંગે પણ વિચાર નં. ૧૦૩ માં દષ્ટિપાત કર્યો છે જે ઘણે તાત્વિક છે, તેમજ નુતન ગચ્છ-સૃષ્ટિની પૂર્વ સંધ્યાની મૂળ ભૂમિકા રજૂ કરે છે. વિચાર નં. ૧૦૯ માં કર્તાએ દિગંબર મત પર પિતાનું મંત
વ્ય વિશદ્ દષ્ટિએ રજૂ કર્યું છે. એવી જ રીતે હરિભદ્રસૂરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રસિંહસૂરિ
[ ૧૫ તથા અભયદેવસૂરિ (વિચાર ૧૦૪), મુનિચંદ્રસૂરિ તથા દેવસૂરિ (વિ૦ ૧૦૫), ધર્મદાસગણિ (વિ૦ ૧૦૬), જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ તથા જિનપત્તિસૂરિ (વિ૦ ૧૦૭) આદિ આચાર્યોની આચારણાઓ સંબંધમાં પણ મહેન્દ્રસિંહસૂરિએ પિતાના વિચારો વ્યક્ત કર્યા છે, એટલું જ નહિ જેન આગમ-સાહિત્યના ખાસ આધારે લઈને તેને ચકાસ્યા પણ છે, જે અત્યંત મનનીય છે. સાથે સાથે એ બધાની વિચારણાઓ સાથે અંચલગચ્છની વિચારણ પણ સરખાવી છે. એમ કરતી વખતે ગ્રWક્તનું વલણ ખંડનાત્મક નહિ પરંતુ રચનાત્મક રહ્યું છે કોઈ પણ ગચ્છ કે આચા ર્યની નિંદા કર્યા વિના, તમને ઉતારી પાડ્યા વિના, માત્ર તાત્ત્વિક ભૂમિકાનું અવલંબન લઈને એમણે પ્રસ્તુત ગ્રન્થરચે છે. ગ્રન્થકર્તાની વિશાળ દષ્ટિ, તેમ જ તેમનું બહોળું વાંચન ખરેખર એમના માટે માનની લાગણી પેદા કરે છે. - મહેન્દ્રસિંહસૂરિએ બીજા પણ ગ્રન્થ રચ્યા હશે, પરંતુ તે વિશે પ્રકાશ પાડી શકાતું નથી તેમને સરસ્વતીદેવીનું વરદાન પ્રાપ્ત થયેલું એવા પ્રમાણગ્રન્થના ઉલ્લેખ દ્વારા જ એમની ગ્રન્થલેખનની પ્રવૃત્તિ સંબંધમાં કલ્પના કરી શકાય છે.
ચરિત્રનાયક ઉગ્ર વિહારી તરીકે પ્રસિદ્ધ હતા. એમણે અનેક જૈનતીર્થોની યાત્રા કરેલી એ વિશે કહેવાઈ ગયું છે. ગ્રામાનુગ્રામ વિહરીને એમણે અનેક જીવને ધર્મ પમાડ્યો, અનેકને નવદીક્ષિત કર્યા, તેમ જ એમના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ.
ખાસી વર્ષની જૈફ ઉંમરે પહોંચેલા ચરિત્રનાયક વિહરતા અનુક્રમે તિમિરપુર–તથરવાડમાં પધાર્યા. એમની તબિયત લથ. ડતા તેઓ ત્યાં જ ચાતુર્માસ રહેલા. અન્ય પ્રમાણગ્રન્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
આગમકલા-મુખ” બિરુદધારક
જણાવાયું છે કે તેઓ ખંભાત પધારેલા અને ત્યાં ચાતુર્માસ રહેલા. પર્યુષણ મહાપર્વ દરમિયાન કલ્પસૂત્રની વાચના કરતાં ગુરુ પાટ પર જ પોતાનો નશ્વર દેહ વિ. સં. ૧૩૦૯ માં છોડી ગયા. તેમનો એક પણ શિષ્ય એગ્ય ન હોઈને ખંભાતના સંઘે પૂર્વ વિદ્યાધર શાખાના અને પછી અંચલગચ્છની વલ્લભાશાખાના સેમપ્રભસૂરિના ભત્રિજા સિહપ્રભસૂરિને ગચ્છનાયકપદે સ્થાપ્યા. અન્ય પ્રમાણોને આધારે તેઓ વિ. સં. ૧૩૦૯ માં તિમિરપુરમાં દિવંગત થયા. દિવંગત થતા પહેલાં એમણે ગચ્છભાર સિંહપ્રભસૂરિને સુપ્રત કરેલો.
ચરિત્રનાયકના શિષ્ય-સમુદાય વિશે ઝાઝું જાણું શકાતું નથી. એમના એકમાત્ર શિષ્ય મુનિ રૂપચંદ્ર વિશે મોટી પટ્ટાવલીમાંથી ઉલ્લેખ મળી આવે છે. તેમાં તેર શિષ્યોનો ઉલ્લેખ છે. વાસ્તવમાં એ વખતનો અંચલગચ્છનો વ્યાપક વિસ્તાર જોતાં એમના અનેક શિષ્યો હશે જ એમાં શંકા નથી.
એમના કાલધર્મને સાતેક શતાબ્દીઓ થઈ હોવા છતાં અંચલગચ્છ પોતાના આ બહુશ્રુત પટ્ટધરને આજે પણ યાદ કરતા થાક્યો નથી. ચરિત્રનાયકે રચેલી શતપદી અંચલગચ્છનું જાણે સંવિધાન ન હોય તેમ તેને આધાર પ્રત્યેક પ્રસંગે લેવામાં આવે છે, અને તેના વિધાનને અંતિમ શબ્દ તરીકે સ્વીકારવામાં આવે છે. તદુપરાંત ચરિત્રનાયકે રચેલ “અછો. ત્તરી ને પાઠ અંચલગચ્છીય સામાયિકમાં કહેવામાં આવતો હોવાથી તે દ્વારા ચરિત્રનાયકનું સ્મરણ સદાદિત રહ્યા જ કરે છે. એવી જ રીતે ચરિત્રનાયકે પાદલિપ્તસૂરિ દ્વારા રચિત “શ્રી વીરજિનર્તોત્રનો પાઠ પણ તેમાં સંલગ્ન કર્યો જે આજે પણ કાયમ રહ્યો છે. એ રીતે પણ એમનું સ્મરણ રહ્યા કરે છે. આવા પ્રતિભાસંપન્ન ગચ્છનાયકને ભૂરિ ભૂરિ વંદના.
- તુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક આચાર્ય શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
કવિ-ચક્રવર્તિ જયશેખરસૂરિએ જેમના કરકમલને લક્ષ્મી અને સરસ્વતીની મૈત્રી કરાવનારું તીર્થ કહે છે, એવા મહા પ્રભાવક આચાર્ય મહેન્દ્રપ્રભસૂરિ અંચલગચ્છના ઈતિહાસમાં
મધ્યકાલીન આર્યરક્ષિતસૂરિ' તરીકે અભૂતપૂર્વ માન ખાટી ગયા છે. અંચલગચ્છ–પ્રવર્તક જેવી જ નિષ્ઠા અને ખંતથી ચરિત્રનાયકે ગચ્છના પુનઃ પ્રસ્થાન માટે અપૂર્વ પુરુષાર્થ દર્શાવ્યો, અને અભિનવ ચેતના જગાડી. મહેન્દ્રપ્રભસૂરિ અને તેમના સમર્થ શિષ્ય મેરૂતુંગસૂરિનું આધ્યાત્મિક શાસન ઘણી રીતે આરક્ષિતસૂરિ તથા જયસિંહસૂરિના સમયની ઝાંખી કરાવે એવું જ્વલંત તેમ જ શકવર્તિ મનાયું છે.
વિ. સં. ૧૩૬૩ માં એમને જન્મ શ્રી જીરાપલ્લીતીર્થ નિકટના વડગામમાં થયો હતે. એમનું પૂર્વાશ્રમનું નામ મહેન્દ્રકુમાર હતું. પિતા ઓસવાળ વંશીય શ્રેષ્ઠી આભા. માતા જીવણદેવી. કેટલાક પ્રમાણુ-ગ્રન્થમાં એમની માતાનું નામ નિખિણી પણ મળે છે. પિતા આભા ઝવેરી હોઈને પરીખ કહેવાતા. આવા ગર્ભશ્રીમંત કુટુંબમાં મહેન્દ્રકુમારનું લાલનપાલન થયું. બાળક નાનપણથી જ પ્રભાવશાળી તથા કુશાગ્ર બુદ્ધિને હતે. અન્ય બાળકેથી તે જુદો તરી આવતો.
અંચલગચ્છ પ્રત્યે એ કાળે રાજસ્થાને ઘણી ભકિત દર્શાવી–એમાં પણ મરુમંડલ તો શિરમોર ગણાય. એનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૨ ]
પ્રભાવક આચાર્ય કારણ એ હતું કે એ અરસામાં થયેલા પટ્ટધરે એ ભૂમિની નીપજ જેવા જ હતા. તેઓ ગુજરાત કરતાં રાજસ્થાનમાં સવિશેષ વિચરતા રહ્યા. એમને ત્યાગી સમુદાય પણ ત્યાંના ઉત્તમત્તમ ફાલ જે જ હતે. ગાનુયેગ આર્ય રક્ષિતસૂરિની જેમ મહેન્દ્રપ્રભસૂરિ પણ એક જ પ્રદેશના હતા. એમની વચ્ચેના અન્ય સામ્યમાં આ બાબત પણ ધ્યાનાકર્ષક છે.
ચરિત્રનાયકના ગુરુ ધર્મપ્રભસૂરિને જન્મ વિ. સં. ૧૩૩૧ માં ભિન્નમાલમાં થયે હતે. પિતા શ્રીમાલી જ્ઞાતીય શ્રેણી લીંબા, માતા વિજલદેવી. એમનું પૂર્વાશ્રમનું નામ ધનરાજ. તેમણે વિ. સં. ૧૩૪૧ માં ઝાલેરમાં અંચલગચ્છાધિપતિ પાસે દીક્ષા લીધી. વિ. સં. ૧૩૫૯ માં તેમને ઝાલરમાં જ આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા. વિ. સં. ૧૩૭૧ તેઓ ગચ્છનાયકપદે બિરાજ્યા. પાટણમાં ગચ્છશ-મહોત્સવ ઉજવાયો. તેમણે વિ. સં. ૧૩૮૯ માં ૫૭ પ્રાકૃત ગાથાઓમાં “કાલિકાચાર્ય કથા”ની રચના કરી, જેની સચિત્ર-પ્રતે ઉપલબ્ધ થાય છે. આ કૃતિથી એમનું નામ ચિરંજીવી બન્યું. ડે. લેયમેન તથા ડે પસી બ્રાઉન જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ આ કૃતિનું સંપાદન કર્યું છે. તેઓ ઉગ્ર તપસ્વી તરીકે પંકાયા હતાઃ માત્ર એક ટંક આહાર લેતા તથા રાત-દિવસ નિદ્રારહિત જ રહેતા. એમના અપ્રમાદિપણાની પ્રશંસા રાજસભાઓમાં થતી એમ પ્રાચીન ગ્રન્થકારે વર્ણવે છે એમની કીર્તિ તપમૂર્તિ તરીકે બધે ફેલાયેલી. ખાસ કરીને દક્ષિણ રાજસ્થાનમાં તેમણે અપૂર્વ ચાહના પ્રાપ્ત કરેલી.
આવા બડભાગી ગુરુના શિષ્ય થવાનું બહુમાન ચરિત્રનાયકને પ્રાપ્ત થયું. વિ. સં. ૧૩૭૫ માં ગુરુ વડગામમાં
પધાર્યા. એમની સંવેગવાહિની વાણીનું શ્રવણ કરીને બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
મહેન્દ્રકુમારને વૈરાગ્ય ઉપજો. એ વખતે તેની ઉંમર બારેક વર્ષની હતી. એવા પણ ઉલ્લેખ મળે છે કે બાળક મહેન્દ્રકુમારના માત-પિતા એ વખતે અવસાન પામ્યાં હોઈને તેના મામાએ તેને ગચ્છનાયકને સેં. વિ. સં. ૧૩૭૫ માં તેને વઈજલપુરમાં દીક્ષા આપવામાં આવી. નવેદિત મુનિનું મહે. ન્દ્રપ્રભ એવું નામાભિકરણ થયું. અહીંથી એમની ત્યાગમય કારકિર્દીને મંગલ પ્રારંભ થયો.
ચરિત્રનાયકના ગુરુબંધુ તથા પૂર્વગામી પટ્ટધર સિંહતિલસૂરિ પણ મરૂમંડલ અંતર્ગત અઈવપુરના હતા. અઈવપુરનું અપરનામ આદિત્યવાટક પણ મળે છે. વિ. સં. ૧૩૪૫ માં જન્મ. પિતા શ્રીમાલીવંશીય શ્રેણી આસધર. માતા ચાંપલદેવી. વિ. સં. ૧૩૫૨ માં તેમણે ધર્મપ્રભસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. નવોદિત મુનિનું નામ સિંહતિલક રાખવામાં આવ્યું. વિ. સં. ૧૩૭૧ માં આનંદપુરમાં એમને સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું. વિ. સં. ૧૩૯૩ માં ધર્મપ્રભસૂરિ કાલધર્મ પામતાં તે જ વર્ષે પાટણના સંઘે તેમને ગઝેશપદે અભિયુક્ત કર્યા. કવિ-ચકવતિ જયશેખરસૂરિ તેમને “અમૃત બિન્દુ સમાન વાણી-વિલાસવાળા સાક્ષર” તરીકે વર્ણવે છે. કેટલાક ગ્રન્થકારે તેમને “જેન–શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પામેલા” કહે છે, જે દ્વારા તેમનું બહુશ્રુતપણું સૂચિત થાય છે.
આમ પ્રકૃષ્ટ તપસ્વી ગુરુ ધર્મપ્રભસૂરિ તથા પ્રકાન્ડ વિદ્વાન ગુરુબંધુ સિંહતિલકસૂરિની છત્રછાયા પ્રાપ્ત થતાં ચરિત્ર નાયકને આધ્યાત્મિક વિકાસ બહુ જ સારી રીતે થયો. ગુરુ કાલધર્મ પામતાં ગુરુબંધુ તેમના રાહબર બન્યા. અધ્યયન તથા અધ્યાપનમાં જ એમના શરૂઆતનાં વર્ષો વીત્યાં. સાહિત્ય પ્રત્યેની એમની અભિરુચિ વિશેષ ધ્યાન ખેંચે તેવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૪ ]
પ્રભાવક આચાર્ય વિ. સં. ૧૩૯૩ માં સિંહતિલકસૂરિએ તેમને યોગ્ય જાણીને પાટણમાં સૂરિપદે વિભૂષિત કર્યા. એ વખતે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી. સંભવતઃ સિંહતિલકસૂરિને તથા ચરિત્રનાયકને ગઝેશપદ તથા આચાર્યપદ અનુકમે એક જ સ્થાને તથા એક જ પ્રસંગે પ્રાપ્ત થયાં હતાં.
દુર્ભાગ્યવશાત્ સિંહતિલકસૂરિ માત્ર બે વર્ષ સુધી જ ગ૭ધુરા વહન કરીને વિ. સં. ૧૩૯૫ માં દિવંગત થયા. માત્ર પચાસ વર્ષની ઉંમરે ગચ્છનાયકની અણધારી વિદાયથી અંચલગ છે વાઘાત અનુભવ્યું. વિ. સં. ૧૩૯૮માં ખંભાતના સંઘે મહેન્દ્રપ્રભસૂરિને મહોત્સવ પૂર્વક ગણેશપદે અલંકૃત કર્યા. બે પટ્ટધરે વચ્ચે ત્રણ વર્ષને શૂન્યાવકાશ રહ્યો. તેનું કારણ એ હશે કે પૂર્વગામી પટ્ટધર અચાનક કાળધર્મ પામ્યા હોઈને અનુગામી પટ્ટધરની નિયુક્તિ વિશે એમને સંકેત મેળવી શકાય નહિ હોય. બીજું કારણ એ લાગે છે કે અનુગામી પટ્ટધર પૂર્વગામી પટ્ટધરના શિષ્ય નહિ કિન્તુ ગુરુબંધુ છે. પૂર્વગામી પટ્ટધરની ગ્યાયેગ્યતાનો પ્રશ્ન પણ કદાચ ચર્ચાના સરાણે ચડ્યો હોય. ગમે તેમ, એ શૂન્યાવકાશ દરમિયાન ચરિત્રનાયકે જ ગચ્છને કાર્યભાર સંભાળ્યું હશે એમાં શંકા નથી. ગચ્છારૂઢ થયા પછી એમને પ્રકટ પ્રભાવ સવિશેષ વિસ્તર્યો. હવે એમની પ્રભાવક આચાર્ય તરીકેની તેજસ્વી કારકિદીને ખરો પ્રારંભ થયે.
ગચ્છાધિપતિ થયા પછી તેમણે પ્રથમ કાર્ય ગચ્છને સંગઠિત તથા સુવ્યવસ્થિત રાખવાનું કર્યું. આર્યરક્ષિતસૂરિ તથા જયસિંહસૂરિ ગચ્છને સંગીન સ્થિતિમાં મૂકી ગયા હતા. પરંતુ પછીના પટ્ટધરે એવી પ્રતિભા પ્રગટાવી ન શક્યા. પરિ
ણામે ગચ્છનું સંગઠન પ્રતિવર્ષ શિથિલ થતું ગયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[૫ ચરિત્રનાયકે ગ૭ધુરા વહન કરી એ વખતે ગ૭ની સ્થિતિ ઘણું કથળેલી હતી. પૂર્વગામી પટ્ટધર માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ કાળધર્મ પામ્યા હેઈને તેમ જ એ પછી પણ ત્રણ વર્ષના સમય માટે શૂન્યાવકાશ સર્જાયે હોઈને આમ થવું તદ્દન સ્વાભાવિક પણ હતું. આવી સ્થિતિમાંથી મહેન્દ્રપ્રભસૂરિએ ગચ્છને ઊર્ધ્વગામી આદર્શો તરફ વાળે. આવું ભગિરથ કાર્ય એકલે હાથે થવું અશક્ય છે. એટલે પ્રતિભાસંપન્ન શિષ્યને તેમણે શેધી શોધીને, તેમને પ્રોત્સાહન આપીને સૌને આ કાર્યમાં જોડી દીધા. પરિણામે ગચ્છ સંગીન સ્થિતિમાં મૂકી શકાય. એમની આ કારકિર્દીથી તેઓ ગચ્છમાં મધ્યકાલીન આર્ય રક્ષિતસૂરિ'ની કીર્તિ સંપાદન કરી શક્યા. એમને પટ્ટશિષ્ય મેરૂતુંગસૂરિને મહિમા તે ગુરુથી સવાય કહેવાય. આ ગુરુ-શિષ્યની જોડલીની કારકિર્દી આર્ય રક્ષિતસૂરિ અને સિંહસૂરિના સમયની ઝાંખી કરાવે એવી જવલંત છે. અંચલગચ્છના ઈતિહાસના બીજા તબક્કાના તેઓ અગ્રયાયી થયા. આ જ ત્રીજે અને આખરી તબકકો ધર્મમૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિના શાસનકાળમાં જોવા મળે છે, જેની અસર આજ દિવસ સુધી ભૂંસી શકાઈ નથી.
મહેન્દ્રપ્રભસૂરિના ગચ્છ-સુધારણાના ભગિરથ કાર્યને પ્રાચીન ગ્રન્થકારેએ ચમત્કારિક રૂપ આપી દીધું હેઈને સાચી હકીક્ત વિશે આપણે અનભિજ્ઞ જ રહ્યા છીએ. જો કે તેનું તારતમ્ય તો સ્પષ્ટ છે. પરંતુ તેના ઉપાદાનનું કારણ ચમત્કારિક પ્રસંગ બન્યા હોઈને આવા ભગિરથ કાર્ય માટે પણ અનુમાને જ કરવાના રહે છે. ફારસી તવારીખકારોની જેમ આપણુ પટ્ટાવલીકાએ એતિહાસિક વર્ણન આપ્યું હોત તો?
ભાવસાગરસૂરિએ ગુર્નાવલીમાં જણાવ્યું છે કે વિષમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રભાવક આચાર્ય
દુધમ વિવાથી વિચારવા લા એકચિતે સ્મિત્રને
દુષમ કાલના પ્રભાવથી તથા પ્રમાદના દોષથી તપ-નિયમક્રિયા તથા વિદ્યાથી વિમુખ થયેલા પિતાના ગચ્છની શિથિલતા જોઈને મહેદ્રપ્રભસૂરિ વિચારવા લાગ્યા કે આને ઉપાય ક્યો? ગચ્છને ઉદ્યોત કેમ થાય ? આચાર્યે એકચિત્ત ધ્યાન ધર્યું. આયંબિલ–તપના ઉગ્ર વિધિપૂર્વક છ મહિના સુધી સૂરિમંત્રને એક લાખ પ્રમાણ જાપ કર્યો. આથી શાસનદેવી પ્રત્યક્ષ થયાં અને નમન કરીને કહ્યું કે ઈચ્છેલું અને ગચ્છને દીપ્તિ કરનારું ફળીભૂત થશે દેવીના વરદાન પછી કમશઃ તપ-નિયમ-કિયા અને વિદ્યા વૃદ્ધિગત થતાં ગયાં. સૂર્યની જેમ ધર્મને પ્રતાપ ફેલાવતા મહેન્દ્રપ્રભસૂરિ અનુક્રમે મહીતલમાં વિચરતા રહ્યા. આચાર્યો લબ્ધિના પ્રભાવથી પ્રતિબંધ આપીને અનેક શિષ્યોને ચારિત્ર પ્રદાન કર્યું. ગણવૃદ્ધિ થઈ. પાંચસે શિષ્યના પરિવારથી વિંટળાયેલા આચાર્ય શુભતા હતા.
ચરિત્રનાયકની ગચ્છ-સુધારણાની કારકિદીને સર્વોચ્ચ પ્રસંગ પાટણમાં બન્યો. વિ સં. ૧૪૨૦ ના આષાઢ સુદ ૫ ને દિવસે તેમણે પિતાના છ સમર્થ શિષ્યોને આચાર્ય—પદે વિભૂષિત કર્યા. આ પ્રસંગે ગચ્છમાં અભિનવ ચેતનાને સંચાર કર્યો. એ પછી તો એક પછી એક આચાર્યપ્રવર અંચલગચ્છના બેમમાં નક્ષત્રોની જેમ ઉદય પામતા ગયા, અને આમ ગચ્છના પ્રભુત્ત્વનો આગવો ઇતિહાસ આલેખાતો ગયે. આ દષ્ટિએ પાટણના એ ઐતિહાસિક પ્રસંગનું મૂલ્ય અનેકગણું છે.
જે છ શિષ્યોને એકીસાથે આચાર્ય—પદ પ્રદાન થયું તેમનાં નામ આ પ્રમાણે છેઃ (૧) ધર્મ તિલકસૂરિ (૨) સેમતિલકસૂરિ (૩) મુનિશેખરસૂરિ (૪) મુનિચંદ્રસૂરિ (૫) અભયતિલકસૂરિ (૬) જયશેખરસૂરિ. આ ઐતિહાસિક પ્રસંગે વહાર
શ્રેષ્ઠીએ અષ્ટાહ્નિકા મહત્સવ કર્યો. અનેક નગરેના સંઘે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એ પછી પણ આચાર્ય—પદમહોત્સવે થતા રહ્યા. કિન્તુ ઉક્ત પ્રસંગ અજોડ ગણાઈ ગયે. આચાર્યોની સંખ્યાની દષ્ટિએ નહિ, પરંતુ તેમની પ્રતિભાની દૃષ્ટિએ.
મહેન્દ્રપ્રભસૂરિના આજ્ઞાવતિ અન્ય આચાર્યોનાં નામ આ પ્રમાણે છેઃ (૧) અભયસિંહસૂરિ (૨) રંગરત્નસૂરિ (૩) માણિક્યસુંદરસૂરિ (૪) ચંદ્રપ્રભસૂરિ (૫) સેમચંદ્રસૂરિ (૬) મેરુતુંગસૂરિ ઈત્યાદિ. આ ઉપરાંત અન્ય મુનિરાજે, ઉપાધ્યાયે, પંન્યાસ, સાધ્વીઓ આદિની સંખ્યા પણ ઘણી હતી. એ અરસામાં ગ્રન્થ-લેખનનું કાર્ય પૂરજોસમાં થયું હોઈને એ બધાં વિશે ઠીક ઠીક માહિતી ઉપલબ્ધ બની શકે છે અહીં તે કેટલાક આચાર્યો વિશે ટૂંક ઉલ્લેખ જ પ્રસ્તુત છે.
ઉક્ત શિષ્યમાં કવિચક્રવતિ જયશેખરસૂરિ તથા માણિક્યસુંદરસૂરિ મહાન સાહિત્યકાર થઈ ગયા. તેમને ગુજરાતી ભાષાના આદ્ય પદ્યકાર તથા ગદ્યકાર અનુકમે ગણાવી શકાય. એમની સાહિત્ય-કૃતિઓ માટે અંચલગરછ કે જૈન સમાજ જ નહિ કિન્તુ સમગ્ર ગુજરાત-રાજસ્થાન ગૌરવ અનુભવે છે. ગુજરાતી ભાષાના આદિકવિ ગણાતા નરસિંહ મહેતાથી તેઓ સમયની દષ્ટિએ પહેલાં થઈ ગયા છે.
જયશેખરસૂરિને ખંભાતમાં રાજા શંખની રાજસભામાં કવિચકવતિનું બિરુદ પ્રાપ્ત થયેલું. જૈનકુમારસંભવની પ્રશસ્તિમાં તેઓ પોતાને “વાણુંદરવર કહે છે. મુનિશેખરસૂરિને વિડીલ ગુરુબંધુ તરીકે તેઓ ખૂબ માન આપતા. મેરૂતુંગસૂરિ એમનાથી આચાર્ય–પર્યાયથી નાના હતા, પરંતુ એમને નાના ન કહેતાં પિતે વચટ હતા એમ કહીને બન્ને પ્રત્યે તેમણે આદરભાવ રજૂ કર્યો છે. માણિક્યસુંદરસૂરિ જેવા સાહિત્યકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૮]
પ્રભાવક આચાર્ય પિતાને જયશેખરસૂરિના વિદ્યાશિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે એ પણ સૂચક છે. “ઉપદેશ ચિન્તામણિ” ગ્રન્થની ટીકાને પ્રથમાશે પુસ્તકમાં લખનાર માનતુંગગણિને જયશેખરસૂરિએ પોતાના નાના ગુરુબંધુ તરીકે ઓળખાવ્યા છે. “જેન કુમારસંભવ” મહાકાવ્યની ટીકા રચનાર ધર્મશખરસૂરિ જયશેખરસૂરિના શિષ્ય હતા. આવા નામી-અનામી અનેક સાહિત્યકારે યશેખરસૂરિની સાહિત્યિક પ્રતિભાથી રંગાઈને એમની અસર હેઠળ ઉછર્યા હતા. આ બધી બાબતેને પરિચય સ્વતંત્ર પરિચય-પુસ્તિકા દ્વારા રજૂ કરીશું. અહીં તો આટલો ઉલ્લેખ જ પર્યાપ્ત ગણાશે.
મહેન્દ્રપ્રભસૂરિના શિષ્યોમાં અભયસિંહસૂરિ પ્રભાવક આચાર્ય હતા. એમની પ્રેરણાથી શ્રી ગોડી પાર્શ્વનાથજીના સુપ્રસિદ્ધ તીર્થને આવિર્ભાવ થયો હઈને તેમનું નામ અવિ
સ્મરણીય રહેશે. એમના અંગત જીવન વિશે પણ થોડું ઘણું જાણી શકાય છે. તેઓ શ્રીમાલી વંશીય, ભેજત ગોત્રીય શ્રેષ્ઠી વિજયપાલના પુત્ર હતા. મહેન્દ્રપ્રભસૂરિ પાસે તેમણે દીક્ષા લીધી પાછળથી એગ્ય જાણુને ગુરુએ તેમને આચાર્યપદે વિભૂષિત કર્યા. એમની ગુરુ-શિષ્ય પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંહસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિજ્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયસિંહસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) જિનહર્ષસૂરિ (૧૨) ઉપાય ગુણહર્ષગણિ. આ પરંપરાથી સૂચિત થાય છે કે અભયસિહસૂરિના ગુરુનું નામ અભયદેવસૂરિ હતું તથા તેમના શિષ્યનું નામ ગુણસમુદ્રસૂરિ હતું.
ડૅ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અંચલગચ્છીય પટ્ટાવલીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ આ પ્રમાણે ઉલ્લેખ છેઃ “વિ. સં. ૧૪૩૨ ગૌડી પાર્શ્વ નાથબિંબ પ્રતિષ્ઠા અભયસિંહસૂરિણા પત્તને અંચલગણે . ખેતાકેન તદનુ વિકમાત્ ૧૪૩૫ ગોઠી મેઘાકેન ગડાગ્રામે સ્થાપિત વનાસ્ના.” આ ઉલ્લેખ ઘણો મહત્ત્વપૂર્ણ છે. તે દ્વારા જણાય છે કે અભયસિંહસૂરિના ઉપદેશથી શ્રી ગેડીજીની ચમત્કારિક પ્રતિમાની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૩૨ માં
હરા ખેતાએ કરી. વિ. સં. ૧૪૩૫ માં ગેડી મેઘાએ એ પ્રતિમાને ગોડાગામે બિરાજિત કરી, જ્યાં અભિનવ તીર્થને પ્રાદુર્ભાવ થયે.
અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન વિ. સં. ૧૭૩૪ ની આસપાસ વાચક લક્ષ્મીચંદ્રના શિષ્ય લાવણ્યચંદ્ર આ તીર્થની ઉત્પત્તિ વિશે વિશદુ વર્ણન કર્યું છે, તેને ટૂંક સાર આ પ્રમાણે છે: પાટણમાં એસવંશના, મીઠડિયા ગેત્રીય, દેવાણંદ શાખીય શાહ ખેતાની પત્ની નોડીએ મેઘાશાહને જન્મ આપ્યો. મહેન્દ્રપ્રભસૂરિના શાખાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી મેઘાશાહે વિ. સં. ૧૪૩૨ ના ફાગણ શુદિ ૨ ને શુક્રવારે પાટણમાં શ્રી ગેડીજીની પ્રતિષ્ઠા કરાવી. તે વખતે મુસલમાનના ઝનુની આકમણોના ભયને લીધે તે પ્રતિમાને વિ. સં. ૧૪૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવી. વિ. સં. ૧૪૫૬ માં હુસેનખાન નામના સરદારે પાટણ સર કર્યું. તેની ઘડસારમાં ખીલે ખેડવા જતાં તે પ્રતિમાજી પ્રકટ થયાં. પ્રતિમાની સુંદરતા જોઈ હુસેનખાન પ્રભાવિત થયે. તેની પત્ની જેન વણિકની કન્યા હોવાથી તે પ્રતિમાનું પૂજન કરવા લાગી. આમ વિ. સં. ૧૪૭૦ સુધી તે પ્રતિમા હુસેનખાનના મહેલમાંજ પૂજાતાં રહ્યાં.
એ અરસામાં થરપારકરમાં રાણે ખેંગાર રાજ્ય કરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
પ્રભાવક આચાર્ય હતે. સંઘવી કાજલ રાણાને પ્રધાન હતું. મેઘાશાહ પ્રધાન કાજલના બનેવી થાય. એક વખત કાજલ વતીથી પાટણમાં વ્યાપારાર્થે આવેલા મેઘાશાહને અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં હુસેનખાન પાસે જિનબિંબ હોવાની વાત કરીને સૂચન કર્યું કે તે સવાસે દામ આપીને મેળવવું સ્વપ્નાનુસાર મેઘાશાહે એ પ્રતિમા મેળવી. તે વખતે પાટણમાં બિરાજમાન મેરૂતુંગસૂરિએ તે પ્રતિમાને જોઈને મેઘાશાહને કહ્યું કે આ પ્રતિમા તમારા દેશમાં લઈ જાઓ અને જિનપ્રાસાદ બંધાવી તેમાં પ્રસ્થાપિત કરે આ પ્રભાવક પ્રતિમાથી તમારા દેશમાં અતિશવંત મહાતીર્થ પ્રકટ થશે.
પાટણમાં કરિયાણું, રૂ આદિ વસ્તુઓની ખરીદી કરી, રૂની ગાંસડીમાં એ પ્રતિમા ગોઠવીને મેઘાશાહ રાધનપુર થઈને પિતાના વતન ભણું હર્ષભેર પ્રયાણ કરે છે. માર્ગમાં પ્રતિમાના પ્રભાવથી પિઠિયાઓ કઈ ગણું શકયું નહિ. મતલબ કે એને દાણ ભરવું પડયું નહિ. ઘેર પહોંચતાં જ કાજલશાહે બધાજ હિસાબ માગે. મેઘાશાહ પ્રતિમા મેળવવા ખર્ચેલી રકમ પિતાને ખાતે માંડવાનું કહે છે અને સ્પષ્ટ જણાવે છે કે પ્રતિમા તે હું જ રાખવાનો. કાજલશાહને પ્રતિમા રાખવાની ઈચ્છા હતી. પણ મેઘાશાહ મક્કમ રહ્યા. કાજલશાહ ત્યાં પ્રધાનપદે હતા એટલે એમની વચ્ચે થયેલી રકઝકથી મેઘાશાહ ત્યાંથી થરપારકરના ગોડીપુર ગામે ચાલી નીકળ્યા. ત્યાં ઉદયપાલ ઠાકરનું રાજ્ય હતું તથા ખેતશી લુણેતને પ્રભાવ ઘણે સારે હતું. તેમણે મેઘાશાહને આવકારતાં મેઘાશાહ ત્યાં જ સ્થિર થઈને રહ્યા. પ્રતિમાના પ્રભાવથી તેઓ અખૂટ સંપત્તિ પામ્યા. પછી તેમણે ત્યાં જિનપ્રાસાદ બંધાવવાને પ્રારંભ કર્યો.
જિનપ્રાસાદ બંધાવવા માટે તેણે દેશ-દેશાવરથી સલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[ ૧૧ ટને તેડાવ્યા અને કામ જોશભેર શરૂ કરાવ્યું. જિનાલયનું ઘણુંખરૂં બાંધકામ પૂરું થવા આવ્યું હતું. પાસે એક વાવ પણ બંધાવી હતી. દુર્ભાગ્યે જિનાલયનું કામ સંપૂર્ણ થાય તે પહેલાં જ તેઓ વિ. સં. ૧૪૯૪ માં મૃત્યુ પામ્યા. એટલે કાજલશાહે ભાણેજોને પોતાને ઘેર તેડાવીને જિનાલયનું કામ પરિપૂર્ણ કરાવ્યું. વિ. સં. ૧૪૫ માં ત્યાંના સંઘે જિનાલયને ફરતી દેવકુલિકાએ બંધાવી. બીજી પણ ભવ્ય દેવકુલિકાઓની રચના થઈ શિખર ઉપર ધ્વજારે પણ પ્રસંગે રાજલશાહ અને મેઘાશાહના પુત્ર મહેરા વચ્ચે કલેશ થયે. ધ્વજારેપણ કરવાના કાજલશાહના કેડ પૂરા થયા નહિ. મેઘાશાહના પુત્ર મહેરાશાહે ધ્વજારોપણ કર્યું. ત્યાંના ઠાકોરે એ તીર્થને મુંડકા–વેરામાંથી મુક્ત કર્યું. મેઘાના સંતાનો આ જિનાલયની દેખરેખ રાખતા હોવાથી તેઓ ગેઝી–ગોઠીના નામથી ઓળખાયા.
આ તીર્થની ઉત્પત્તિને ઈતિહાસ સુદીર્ઘ છે, જે સંબંધમાં અનેક આખ્યાયિકાઓ ઉપલબ્ધ થાય છે. અહીં તે વિશે જણાવવું પ્રાપ્ત થતું નથી. જૈન શાસનના ઈતિહાસમાં આ તીર્થે વિશિષ્ટ પ્રકરણ આલેખ્યું છે. જેને માટે તે તે પરમ આસ્થાનું ધામ બન્યું, કિન્તુ જેનેતર પણ એની માનતા માનવા લાગેલા અંગ્રેજે પણ એના ચમત્કારથી અપ્રભાવિત રહી શક્યા નહિ. અંચલગચ્છના ઇતિહાસમાં આ તીર્થને મહિમા અપૂર્વ ગવાય છે. અભયસિંહસૂરિનું નામ આ તીર્થની ઉત્પત્તિ સંબંધમાં સંલગ્ન હેઈને આટલો ઉલ્લેખ અહીં પ્રસ્તુત બન્યા છે.
રંગરસૂરિ તથા સેમતિલકસૂરિ વિશે ભદ્રગ્રંથમાંથી ઉલ્લેખ મળે છે. એક શ્રીમાલી જેન કુટુંબની જૂની વંશાવલીમાં જણાવાયું છે કે ગગન શ્રેષ્ઠીએ રંગરત્નસૂરિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
પ્રભાવક આચાય આચાર્ય-પદ મહોત્સવ પ્રસંગે ચોર્યાસી ગચ્છના યતિઓને વાણેતર મેકલાવીને વેશ પહેરાવેલા. આ શ્રેષ્ઠી ખંભાત પાસેના તારાપુરને રહેવાસી હતો. તેણે વિ. સં. ૧૪૪૫ માં શ્રી શત્રુંજયની યાત્રા કરેલી. રંગરત્નસૂરિના ઉપદેશથી પાટણના દેવસી શ્રેષ્ઠીએ એ જ વર્ષે શ્રી શત્રુંજયનો તીર્થસંઘ કાઢેલો. સૂરિના ઉપદેશથી તેણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચેલું.
વિ. સં. ૧૪૪૬માં સંમતિલકસૂરિના ઉપદેશથી શ્રીમાલી વંશના, પારસગેત્રીય વીરા શ્રેષ્ઠીએ પાટણના ફેફલિયાવાડમાં એક પૌષધશાળા બનાવેલી.
એવી જ રીતે ચંદ્રપ્રભસૂરિ, સમપ્રભસૂરિ વગેરે આચાર્યોની પરંપરા વિશે મળતા ઉલ્લેખ પરથી તેઓ પણ પ્રભાવક આચાર્યો હશે એમ અનુમાન કરી શકાય છે. દુર્ભાગ્યને વિષય એ છે કે ગચ્છના આવા ધુરંધર આચાર્યો વિશેનું સાહિત્ય નાશ પામી ગયું છે. જે કાંઈ ઉપલબ્ધ બની શક્યું છે તેની વિગત માટે જુઓઃ “અંચલગચ્છ–દિગ્દર્શન.”
આ બધા પ્રતિભાશાળી શિષ્ય વડે વિંટળાયેલા ચરિત્રનાયક ઘટાદાર વટવૃક્ષની જેમ શેભતા હતા. વટવૃક્ષ અંકુરિત થતી વડવાઈઓને જોઈને હરખાય તેમ મહેન્દ્રપ્રભસૂરિ પિતાના શિષ્યાની વિસ્તાર પામતી જતી કાર્યસૌરભથી હરખાતા હતા. વડવાઈઓ સ્વતંત્ર વટવૃક્ષ બને અને છતાં મૂળ વૃક્ષ સાથેના તેના સંબંધ અવિચ્છિન્ન રહે એવું જ નવોદિત આચાર્યોની વિરલ કારકિદીનું થયું. વડવાઈઓથી વૃદ્ધિ પામેલે વડ વધુ ને વધુ ઘટાદાર બનતો જાય, એમ ચરિત્રનાયક પણ પાંગરતી જતી શિષ્ય-શ્રેણીથી અધિક શોભવા લાગ્યા.
મહેન્દ્રપ્રભસૂરિએ વિશેષ કશું ન કર્યું હોત તે પણ મહિમાનિધિ મેરૂતુંગસૂરિ તથા કવિચક્રવર્તિ જયશેખરસૂરિના
ગુરુ તરીકે તેઓ ઈતિહાસમાં ચિર સ્મરણીય રહેત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[ ૧૩ ચરિત્રનાયકના જીવનના બે પ્રેરક પ્રસંગે નિમ્નક્ત છેઃ
વિ. સં. ૧૪૦૯ માં મહેન્દ્રપ્રભસૂરિ નાણ ગામમાં થાતુર્માસ રહ્યા હતા. એ વર્ષે વર્ષાઋતુ બેસી ગયા છતાં વરસાદ પડ્યો નહિ. આચાયે તિજ્ઞનથી ચાલીસ દિવસનું વિદન જાણીને ધ્યાનનો પ્રારંભ કર્યો. એમના ધ્યાન–અળના પ્રભાવથી ત્યાં ઉત્તમ વૃષ્ટિ થઈ, અને લોકો સુખી થયાં.
એ જ વર્ષે આસો વદ ૮ ને દિવસે ચરિત્રનાયક કાર્યોત્સર્ગ–ધ્યાનમાં બિરાજ્યા હતા ત્યારે ઝેરી સર્પે તેમને ડંશ દીધો. પરંતુ હકીકત જ્ઞાત હોવા છતાં તેઓ ધ્યાનમગ્ન થયા નહિ. આઠ પહોર સુધી શ્રી પાર્શ્વપ્રભુના ધ્યાનમાં લીન રહી તેઓ કાર્યોત્સર્ગ–ધ્યાનમાં જ સ્થિર રહ્યા. ધ્યાન-બળના પ્રભાવથી દસમે પહેરે તેમના શરીરમાં પ્રસરેલું વિષ મુખ દ્વારા વમાઈ ગયું. પ્રભાતે સર્વ લોકોએ આ હકીકત જાણીને આશ્ચર્ય અનુભવ્યું. હજારો ભક્ત શિગે ત્યાં એકત્રિત થયા અને સ્વયં પ્રેરણાથી તેમણે મહોત્સવ કર્યો. બધા ભાવના ભાવવા લાગ્યા કે “અહો ! આ કલિકાલમાં પણ હજી સમ્યક્ ધ્યાનને પ્રતાપ રહેલો છે.” સંઘવી ચૂણ નામક શ્રેષ્ઠીવર્ય સમેત અનેક લોકોએ એ પ્રસંગે ગુરુ પાસેથી શીલવતાદિ ગ્રહણ કર્યા.
પ્રાચીન ગ્રન્થકાર વિશેષમાં વર્ણવે છે કે મહેન્દ્રપ્રભસૂરિએ અનાયાસે ઉચ્ચારેલાં વચને પણ ફલીભૂત થતાં. તેઓ વચનસિદ્ધ પુરુષ હતા. કવિઓએ તેમને ક૯પવૃક્ષથી પણ અધિક મહામ્યવાળા કહ્યા છે. કવિચકવતિ જયશેખરસૂરિએ તેમને “ઉપદેશ–ચિન્તાસની ગ્રન્થ-પ્રશસ્તિમાં કલ્પવૃક્ષનું બિરુદ આપ્યું છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે.
મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબની પ્રતિષ્ઠા થઈ કેટલાંક જિનાલયે નિર્માણ પામ્યાં, તથા તીર્થસંઘે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૪]
પ્રભાવક આચાર્ય નીકળ્યા. પટ્ટાવલીઓ, ઉત્કીર્ણ લેખે, ઉપરાંત ભટ્ટગ્રન્થ તેમ જ રાસા–સાહિત્યમાંથી આ વિશે પ્રચુર પ્રમાણમાં હકીકતે ઉપલબ્ધ થાય છે. અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ જ પર્યાપ્ત થશે.
શ્રીમાલી વંશીય જગા શ્રેષ્ઠીએ મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૩૫ ના વૈશાખ સુદ ૧૧ને દિવસે પુનાસા ગામમાં શિખરબંધ જિનાલય બંધાવ્યું અને તેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
એ જ વંશના ભાદા શ્રેષ્ઠીએ શ્રી શત્રુંજય ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનને જિન-પ્રાસાદ બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. આ શ્રેણી માતર પાસેના ગભલેજ ગામને વતની હતા.
એજ વંશના ઝાલા શ્રેણી ઘણા ધનાઢ્ય અને પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા. વિ. સં. ૧૪૨૫ માં પડેલા દુષ્કાળ પ્રસંગે તેમણે દાનશાળા, સરોવર આદિ બંધાવવામાં અઢળક દ્રવ્ય ખરચ્યું. શ્રી શત્રુંજય ઉપર તેમણે શ્રી આદીશ્વર પ્રભુનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું તથા તેની પ્રતિષ્ઠા કરાવી. ભટ્ટગ્રન્થો નોંધે છે કે ધર્મકાર્યોમાં તેણે સર્વે મળીને અગિયાર કરેડ રૂપી આને ખર્ચ કર્યો.
ઓસવાળ વંશીય, દેઢિયા ગોત્રીય કચ્છ–ખાખર નિવાસી સંઘવી મીમણે વિ. સં. ૧૪૪૧ માં શ્રી શત્રુંજય તથા શ્રી ગોડીજીના સંઘે કાત્યા. એ જ વંશના કચ્છ-છસરાના રાણ શ્રેષ્ઠીએ પણ ત્યાંના બે સંઘે કાત્યા તથા ઘેર પાછા આવીને દેશતેડું કરેલું.
અંચલગચ્છની મોટી પટ્ટાવામાં ઉલ્લેખ છે કે મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી જાસલ ગેત્રીય શ્રેષ્ટી કર્માશાહ વિ. સં.
૧૪૦૭ માં શ્રી શાંતિનાથ પ્રભુની રૂપાની પ્રતિમા ભરાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ
[ ૧૫ મહેન્દ્રપ્રભસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન અનેક જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ હતી, કિન્તુ ઉત્કીર્ણિત પ્રતિષ્ઠાલેખમાં મહેન્દ્રપ્રભસૂરિને નામોલ્લેખ એકાદ બે અપવાદ સિવાય ક્યાંયે નથી. ખાસ કરીને વિકમ સંવત ૧૪૦૯-૨૨૨૩-૩૩-૩૫-૩૬–૩૮-૪૪માં થયેલી પ્રતિષ્ઠાનાં પ્રમાણે તત્કાલીન પ્રતિષ્ઠિત ધાતુમૂર્તિઓ પૂરાં પાડે છે, કિન્તુ તેમાં માત્ર એક જ લેખમાં મહેન્દ્રપ્રભસૂરિને ઉલ્લેખ છે. અન્ય લેખોમાં માત્ર અંચલગચ્છનો જ ઉલ્લેખ છે. મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી ધાતુમૂર્તિઓના લેખની આ બાબત ખાસ ધ્યાન ખેંચે એવી છે. ચરિત્રનાયક ધાતુમૂર્તિઓના લેખમાં પિતાનું નામ મૂકાવવાના આગ્રહી ન હતા એમ કહી શકાય, જે દ્વારા તેમના વિનમ્ર વ્યક્તિત્વને ઓછો પરિચય પણ મળી શકે છે. ચરિત્રનાયકના સમયના પ્રતિષ્ઠા-લેખો માટે જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ” નામક લેખ-સંગ્રહ.
મહેન્દ્રપ્રભસૂરિ પ્રભાવક આચાર્ય ઉપરાંત સારા કવિ પણ હતા એમ તેમની એકમાત્ર ઉપલબ્ધ કૃતિ “જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તંત્ર દ્વારા જાણી શકાય છે. ૪૫ સંસ્કૃત કારિકામાં રચાયેલી આ પદ્યકૃતિમાં કવિએ ઉચ્ચ કવિત્વ દર્શાવ્યું છે, એક સહૃદયી ભક્તનું હૃદય પ્રત્યેક પંક્તિમાં ધબકે છે, એક એક લેક વાંચતાં હદયના તાર ઝણઝણ ઊઠે છે, વાણીની સરળતા અને સુંદરતા આ સ્તંત્રમાં ઝબકી રહી છે એમ વિદ્વાને આ કૃતિ વિશે કહે છે.
શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થનો મહિમા એ અરસામાં અપૂર્વ હતો. ચરિત્રનાયકે તેમ જ તેમના પટ્ટશિષ્ય આ તીર્થ નાયકના નામ–પ્રભાવથી અનેક ચમત્કાર સર્યા, જેને ઈતિહાસ સુદીર્ધ તેમ જ હૃદયંગમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
પ્રભાવક આચાર્ય અનેક પ્રદેશને અપ્રતિહત વિહાર કરીને મહેન્દ્રપ્રભસૂરિ વિ. સં. ૧૪૪૪ માં પાટણમાં પધાર્યા. ૮૦ વર્ષની પાકટ વયે પહોંચેલા ચરિત્રનાયકના જીવનનું ચિરવિરામ-સ્થાન પાટણ બન્યું. પ્રાચીન ગ્રન્થકારે એ વર્ષે એમને કાલધર્મ થયે હેવાનું નોંધે છે. કિન્તુ “મેરૂતુંગસૂરિ રાસમાં જણાવાયું છે કે વિ. સં. ૧૪૪૫ ના ફાગણ વદિ ૧૫ ને દિવસે મહેન્દ્રપ્રભસૂરિએ મેરૂતુંગસૂરિને ગ૭ધુરા પાટણમાં સમર્પિત કરી. એ પરથી એમ પણ સૂચિત થાય કે વિ. સં. ૧૪૪૫ માં ચરિત્રનાયક વિદ્યમાન હતા. વાસ્તવમાં એમની વિદ્યમાનતા એ વર્ષે નહતી. એમના કાલધર્મ બાદ ઉક્ત દિવસે પાટોત્સવ થયે હશે એમાં શંકા નથી.
આવા પ્રભાવક આચાર્યની ચિર વિદાયથી અંચલગ છે વાઘાત અનુભવ્યું. અંચલગરછે એમના આધ્યાત્મિક શાસન દરમિયાન વિવિધ ક્ષેત્રે પરાકાષ્ઠા અનુભવી હેઈને ગચ્છના મધ્યકાલીન આર્ય રક્ષિતસૂરિ' તરીકે તેઓ ઉજજવળ કીર્તિ ઉપાર્જન કરી ગયા છે. એક કવિએ તે તેમની પાછળ કહ્યું કે મહેન્દ્રપ્રભસૂરિ જેવા કઈ પણ નથી થઈ ગયા
સર્વે વહંતુ ગવું, કુતુ પઢતુ પઢમં જે; પણ તુહ મહિંદસૂરિ સાસણભુવણમ્મિ કેવિ મુણી.
–
રતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
કવિ-ચકવતિ શ્રી જયશેખરસૂરિ
ગુજરાતી ભાષાને આદિ કવિ કેણ હતા?,” “ગુજરાતી ભાષાના જન્મદાતા જેને હતા કે કેમ?” “આદ્ય કવિ મનાલા નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું ખરું?”, “જે હોય તે તેના મુખ્ય સજ કે કેણ અને ક્યારે થઈ ગયા? તેમની મુખ્ય રચનાઓ કઈ કઈ હતી?” ઈત્યાદિ પ્રકને વિશે પંડિત–યુગના આપણા સાક્ષએ ઘણે ઉહાપોહ કર્યો છે અને અનેક મહત્ત્વપૂર્ણ બાબતોને પ્રકાશમાં આણુ છે.
આપણી ભાષાના માન્ય વિદ્વાન રા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ નેપ્યું છે કે “ગુજરાતી સાહિત્યના મધ્ય યુગ અને તેની પણ પૂર્વના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષ પર જે જે અભિપ્રાયે બંધાએલા તે, નવાં નવાં પુસ્તકે હાથ લાગવાથી કાલક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહ મહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું હતું, અને સાથે સાથે એ પણ અભિપ્રાય આપવામાં આવતું કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતું જ નહિ, તેને આરંભ નરસિહ મહેતાથી જ થયો–એ અભિપ્રાય ભૂલ ભરેલે માલમ પડ્યું છેઘણાં પ્રાચીન કાવ્ય જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયી નથી, કારણ હજુ જૈન ભંડારોમાં અને જૈનેતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
કવિ-ચકવતિ
જે રશિપ
વ્યક્તિઓના કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખે પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બાંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જૂના સાહિત્ય સંબંધે હાલને જમાને અનિશ્ચિતપણને-transitional period નો છે....”
ગુજરાતી સાહિત્યના સમર્થ ચિન્તક પ્રે. મણીલાલ નભુભાઈ દ્વિવેદી જેવાને પણ પાટણના જૈન ભંડારેના દર્શન થયા પછી લખવાની આવશ્યકતા જણાઈ હતી કે-“ગુજરાતી ભાષાને પ્રથમ ગુજરાતીનું રૂપ આપનાર જેને જ હોય એમ માનવાને બહુ કારણે છે..”
જૈન સાહિત્યની અનેક કૃતિઓને પરિચય આપીને મોહનલાલ દલીચંદ દેશાઈએ આ સંદર્ભમાં જણાવ્યું કે: “અત્યાર સુધીની શોધ પ્રમાણે પ્રસિદ્ધ નરસિંહ મહેતાને હાર પ્રસંગ સં. ૧૫૧૨ ને છે અને તેથી તે નાગર કવિને જન્મ સંવત ૧૪૭૦ માં મૂકાય છે. તેમનાં કાવ્યોનો ઉદ્ભવ ૧૫૦૦ પછી ગણી શકાય. તો તેના યુગ પહેલાં જૈન કવિઓએ ભાષા સાહિત્ય ખેડયું હતું. તેમનાં જૂનાં કાવ્યો ઉપર જણાવ્યાં છે અને તેની જૂની પ્રતિઓ પણ લભ્ય થાય છે. નરસિંહ મહેતાનાં જે કાવ્ય હાલ છપાયાં છે તે સંસ્કારેલી-વાળીઝૂડી સાફસુફ કરેલી વર્તમાન ભાષામાં છે. મૂળ ભાષાનું નામ નિશાન મળવું દુર્લભ છે નરસિંહ મહેતાને ગુજરાતી આદ્યકવિ લગભગ હમણાં સુધી કહેવામાં આવતા હતા પણ હાલમાં તે પહેલાં થયેલા સારા સંસ્કારી અને મોટી કૃતિઓ રચનારા જૈન કવિઓ મળી આવેલા છે તેથી હવે નરસિંહ મહેતાનું ગુજરાતી ભાષાના “આઘ કવિ” નું પદ ધ્રુવ રહી શકે તેમ નથી.”
નરસિંહ મહેતાના જન્મ પહેલાં “કવિ ચક્રવતિ” જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્યશેખરસૂરિ
[ ૩ ઉચ્ચ બિરુદ પામેલા એવા પ્રતિભાસંપન્ન કવિ પરિચય કરાવ અહિં પ્રસ્તુત છે. માત્ર એક જ ગુજરાતી પદ્યકૃતિ દ્વારા એમણે મહાકવિનું દૈવત દાખવ્યું છે. એમનું નામ છે : જયશેખરસૂરિ. તેઓ ક્યાં જન્મ્યા? ક્યારે જમ્યા? તેમણે કોના પાસે અભ્યાસ કર્યો? ઈત્યાદિ વિશે કશું જ જાણી શકાતું નથી. કવિએ પિતાના પ્રત્યેની પ્રશસ્તિઓમાં એ વિશે કશું જ જણાવ્યું નથી. “ત્રિભુવનદીપક પ્રબંધ” માં “ગૂજરાત તિહાં આંબા પીઈ” વગેરે વન વિલેાકતાં એમની જન્મભૂમિ ગુજરાત હવાને બહુધા સંભવ છે. એ ગ્રન્થ દ્વારા ગુજ. રાતી ભાષા પરનું એમનું પ્રભુત્વ છતું થયા વિના રહેતું નથી. કવિ ગુજરાતમાં સવિશેષ વિચર્યા અને ત્યાં અનેક ગ્રન્થની રચના કરી હતી એમ એમના ગ્રન્થની પ્રશસ્તિઓ દ્વારા સ્પષ્ટ થાય છે એ હકીક્ત પણ આ સંદર્ભમાં સૂચક ગણાવી શકાય.
કવિ પિતાના ગુરુનું નામ મહેન્દ્રપ્રભસૂરિ જણાવે છે. “ઉપદેશ-ચિન્તામણિ” [રચના વિ. સં. ૧૪૩૬ માં નૃસમુદ્ર એટલે કે પાટણમાં ] ની પ્રશસ્તિમાં તેઓ અંચલગચ્છાધિપતિ આર્ય રક્ષિતસૂરિથી પિતાના ગુરુ સુધીની પાટ પરંપરા વર્ણવ્યા પછી જણાવે છે કે મહેન્દ્રપ્રભસૂરિના ત્રણ મુખ્ય શિષ્ય આ પ્રમાણે થયાઃ મુનિશેખરસૂરિ, જયશેખરસૂરિ અને મેરુતું ગસૂરિ, એ પૈકી તેઓ “વચટ શિષ્ય” હતા. આ રીતે કવિએ પિતાને દીક્ષા–સમય મુનિશેખરસૂરિ પછી અને મેરૂતુંગસૂરિ પહેલાં સૂચવ્યું છે. મેરૂતુંગસૂરિનો દીક્ષા–સમય વિ. સં. ૧૪૧૦ અંચલગચ્છની પ્રાચીન પટ્ટાવલીઓમાં જણાવ્યું છે એટલે કવિ તે પૂર્વે દીક્ષિત થયા હોવા જોઈએ. દીક્ષા–સમયથી જન્મ-સમયનું અંતર વિચારતાં કવિનો જન્મ વિક્રમની ૧૪મી શતાબ્દીના અંતમાં અથવા તે ૧૫ મી શતાબ્દીના પ્રારંભમાં માનવે અયુક્ત ન ગણી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
કવિ-ચક્રવર્તિ અંચલગચ્છાધિપતિ મહેન્દ્રપ્રભસૂરિએ અનુગામી પટ્ટધર તરીકે મેરૂતુંગસૂરિને નિયુક્ત કરતાં પટ્ટાવલીમાં કવિનું વિશેષ ચરિત્ર ન હોય એ સમજી શકાય છે. જયશેખરસૂરિ શાખા ચાર્ય હતા એમ પટ્ટાવલીમાં કહ્યું છે તથા એમના ગ્રન્થની તેમાં સૂચિ અપાઈ છે. એમ છતાં પ્રાચીન પ્રમાણ-ગ્રન્થમાં કવિના જીવન વિશે ઠીક ઠીક માહિતી સંગૃહીત છે. “જયશેખરસૂરિને ફાગ” પણ ઉપલબ્ધ થાય છે
જયશેખરસૂરિએ તેમજ મેરૂતુંગસૂરિએ પિતાના ગ્રન્થોમાં એમના વડીલ ગુરુબંધુ મુનિશેખરસૂરિ વિશે ગૌરવપ્રદ ઉલ્લેખ કર્યા છે. જયશેખરસૂરિ તેમને “નયોપેતા' કહે છે. મેરૂતુંગ સૂરિ કૃત સપ્તતિ–ભાગની ટીકામાં જણાવાયું છે કે આ ગ્રંથ રચવામાં મુનિશેખરસૂરિએ તેમને પ્રેત્સાહન આપેલું. પ્રાયઃ બેઉએ મુનિશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોય; અથવા એ બેઉને સાહિત્યક્ષેત્રે આકર્ષવામાં મુનિશેખરસૂરિનું વિશિષ્ટ પ્રદાન પણ હોય એમ ઉક્ત પ્રશસ્ત ઉલ્લેખને આધારે કહી શકાય. જયશેખરસૂરિને “કવિ-ચકવતિ'નું બિરુદ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું અને મેરૂતુંગસૂરિ અંચલગચ્છાધિપતિના સર્વોચ્ચ આસને બિરાજ્યા હતા એ વખતે બેઉએ પોતાના વડીલ ગુરુબંધુ વિશે કરેલા ઉલ્લેખોને ઓછું મહત્ત્વ તે ન જ આપી શકાય. મુનિશેખરસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૪૬૮ માં પ્રતિકિત થયેલી ધાતુમૂતિને લેખ ઉપલબ્ધ થાય છે.
કવિએ “જૈન કુમારસંભવ” નામક સંસ્કૃત મહાકાવ્યમાં લગ્ન-વિધિ સંબંધમાં ઘણું રસમય અને તાદશ્ય વર્ણન કર્યું હેઈને કેટલાક સાંપ્રત વિદ્વાને એમને પરિણિત માનવા પ્રેરાય છે પ્રથમ દષ્ટિએ એવું લાગે પણ ખરું, કિન્તુ કવિએ નાની વયમાં
દીક્ષા લીધી હતી એવો મત સ્વીકાર્ય કરે તો આ અનુમાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિ
વજુદ ન રહે. કવિની વિદ્યમાનતા વિ. સં. ૧૯૩ સુધી નક્કી કરવામાં મૂતિ–લેખ ઉપયોગી થાય છે. કવિ લાંબું જીવન જીવ્યા હશે એમ સ્વીકારીએ તો પણ એમને જન્મ–સમય વિકમની ૧૪ શતાબ્દીના અંતિમ ચરણમાં અથવા તો ૧૫ મી શતાબ્દીના પ્રારંભથી વહેલે સ્વીકારી શકાય નહિ. આપણે આગળ જણાવી ગયા તેમ તેઓ મેરૂતુંગસૂરિ પહેલાં–એટલે કે વિ. સં. ૧૪૧૦ પહેલાં દીક્ષિત થયા હતા. એટલે જન્મ તથા દીક્ષાનાં વર્ષ વચ્ચે ઝાઝો ગાળો રહેતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો યૌવનવય પામ્યા પહેલાં જ કવિ દીક્ષિત થયા હતા. એટલે એમના પરણવાને પ્રશ્નન જ અપ્રસ્તુત બને છે.
મહેન્દ્રપ્રભસૂરિનો ધર્મોપદેશ સાંભળીને કવિએ દીક્ષા ગ્રહણ કરી એ પછી તેઓ જેન શ્રતના અધ્યયનમાં ખંતપૂર્વક લાગી ગયા. જેનામેનું એમનું અગાધ જ્ઞાન એમના ગ્રન્થરત્ન દ્વારા પ્રતીત થાય છે. એમનું પાંડિત્ય, એમના વિચારે, એમનું દર્શન એમની અનેકવિધ સાહિત્ય-રચનાઓમાંથી પ્રતિબિંબિત થાય છે. એમના ઉપદેશ અને તત્વચિંતન વિષયક મુખ્ય ગ્રન્થ આ પ્રમાણે છેઃ “પ્રધ-ચિન્તામણિ, ઉપદેશ-ચિન્તામણિ,” “સ બેધ–સપ્તતિકા, “નવતત્ત્વ, સંબોધ-પ્રકરણ,” “સમ્યકત્વ-કૌમુદી,” “ઉપદેશમાલા-અવચૂરિ, “આરાધન સાર” “આત્માવબેધ કુલક, વગેરે.
ઉક્ત ગ્રન્થ પૈકી “ઉપદેશ-ચિન્તામણિ કવિની પ્રારં. ભિક મુખ્ય રચના છે. મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેશથી તેની રચના થઈ એમ કવિ ગ્રન્થ-પ્રશસ્તિમાં જણાવે છે. વિ. સં. ૧૪૩૬ માં પાટણમાં એ ગ્રન્થની રચના થઈ એ પૂર્વને કાળ કવિને અધ્યયનકાળ ગણાવી શકાય. એ દરમિયાન કવિ જે કાંઈ શીખ્યા,
જે જે ગ્રન્થનું અધ્યયન કર્યું, જે કાંઈ વિચાયું તે બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
કવિ-ચકવતિ તેમણે ઠાંસી ઠાંસીને આ ગ્રંથમાં ભરી દીધું. મૂળ ગ્રન્થની અવસૂરિ પણ કવિએ રચી જે ૧૨૦૦૦ ક–પરિમાણની છે. પ્રસ્તુત આકર ગ્રન્થમાં કવિના અધ્યયન–કાળને નિચળ આવી જાય છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
કવિનું અધ્યયન માત્ર જેનશ્રત પુરતું જ મર્યાદિત નહતું. એમણે પુરાણે, સ્મૃતિઓ ઉપનિષદો વગેરે જૈનેતર દર્શન ગ્રન્થને અભ્યાસ પણ કર્યો હતો એમ એમણે રચેલા “ધર્મસર્વસ્વાધિકાર” નામક ગ્રન્થદ્વારા જાણી શકાય છે. આ ગ્રન્થમાં એમણે અનેક જૈનેતર ગ્રન્થનાં અવતરણો ટાંકીને સિદ્ધ કર્યું કે જેને શાસ્ત્રની જેમ જેનેતર શામાં પણ હિંસા, માંસ તથા કંદમૂળ ભક્ષણ, રાત્રિભૂજન, અણગાળેલ પાણીનું સેવન વગેરેને ઉગ્ર નિષેધ છે.
કવિના અન્ય ગ્રન્થની નામાવલી આ પ્રમાણે છેઃ ત્રિભુવન-દીપક પ્રબંધ, પ્રબંધકેશ, ધમ્મિલ ચરિત્ર, જૈન કુમારસંભવ, અજિતશાંતિ સ્તવ, અજિતશાંતિ સ્તવ ટીકા, નેમિનાથ ફાગુ, જબૂસ્વામી ફાગુ, ક્ષેત્રસમાસ, જંબૂસ્વામી ચરિત્ર, સંધ પ્રકરણ, કિયાગુખ તેત્ર, નલદમયંતી ચંપૂ, કલ્પસૂત્ર સુખાવબેધ, ન્યાયમંજરી, બૃહદ્ અતિચાર, છંદ શેખર, વિવિધ વિનતી, સ્તવને, પ્રવાડીએ, કુલકે વગેરે.
કવિના વિદ્યાવ્યાસંગ, સાહિત્યસર્જન વગેરેનું પ્રમાણ વિવરણ કરવામાં આવે તે ઘણું લંબાણ થાય એમ છે. કવિના અજ્ઞાત શિષ્ય એમની વિદ્યમાનતમાં એમને ફાગ રચ્યો છે, તેમાં કવિની અધ્યયન-પરાયણતાનું સુંદર વર્ણન છે. તેમના શબ્દોમાં જ કહીએ તે
સારસ્વત પૂરૂં હિયએ, છહ કરઈ કલોલ;
પ્રતક્ષી દેવી ભારતીએ, તીંહ માંડઈ રેલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિ
આગમ-લક્ષણ-છંદ, સવે જાણઈ અલંકાર; મૂલ ગ્રન્થ છ છેદ ગ્રન્થ, કર્મ ગ્રન્થ વિચાર. નિકઈ પઉઠિયા ઈમ ભઈએ; પ્રભુ કાંઈ ન ચિત; ઉત્તર દિસિઈ કેસિલાએ, ઇતિ કરું કવિ7ો.
ફાગના કર્તા કહે છે તેમ કવિને સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયાં હતાં. પરિણામે સમગ્ર જ્ઞાને એમના હૈયામાં વાસ કર્યો હતા. એમની જીહા સદૈવ જ્ઞાન–કલૌલ કરતી હતી. આગમ, લક્ષણ, છંદ, અલંકાર, મૂળ ગ્રન્થો, છેદ ગ્રન્થો, કર્મ ગ્રન્થ વગેરેના તેઓ જ્ઞાતા હતા. તેઓ કુશળતાપૂર્વક બધા પ્રશ્નોના ઉત્તર વાળતા–મેઢા ઉપર તંગ રેખાઓ લાવ્યા વિના– જાણે ઊંઘમાં પિઢયા ન હોય એવી સરળતાથી !! ફાગકારે રજૂ કરેલું આ ભાવ-ચિત્ર ખરેખર પ્રતીતિકર છે.
મહેન્દ્રપ્રભસૂરિએ કવિને જાણીને આચાર્યપદે વિભૂષિત કરવાનું નકકી કર્યું. કવિવર કાને “ગચ્છનાયક ગુરુરાસ”માં આ વિશે નોંધ લીધી છે. તેમણે જણાવ્યું છે કે
યશેખરસૂરિ ઉપરાંત ધર્મતિસૂરિ, સંમતિસૂરિ, મુનિશેખરસૂરિ, મુનિચંદસૂરિ અને અભયતિલકસૂરિ એ છ શિષ્યને એકી સાથે આચાર્ય–પદ પ્રદાન થયું. પાટણ આ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બન્યું. આચાર્ય—પદ–મહોત્સવ પ્રસંગે શ્રી રાષભદેવ પ્રભુના જિનપ્રાસાદમાં અષ્ટાલિકા મહોત્સવ પાટણના શ્રેષ્ઠી હરાએ કર્યો હતે. વિ સં. ૧૪૨૦ ના આષાઢ શુદિ ૫ ના દિને શુભ મુહૂર્તમાં ઉક્ત છ શિષ્યને ગુરુએ એકી સાથે આચાર્યપદે અલંકૃત કર્યા, જે પૈકી જયશેખરસૂરિ સૌથી નાના હતા. સંભવતઃ એ વખતે એમની ઉંમર વીસેક વર્ષની હશે. - જયશેખરસૂરિની કવિ તરીકેની પ્રતિભાનું ફાગમાં સુંદર વર્ણન છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૮ ]
કવિ-ચકવતિ અહે! સરસ કોમલ જીભડીએ, સરસઈ કીય વાસ; તઉ ક્ષણિ ક્ષણિ નવ નવઈ કંદિ, તહી કવિત અભ્યાસ.
કવિજન ગયઘડ ભાંજિવાએ, કેસરિ જિમ સેહઈ અમૃત વાણું વખાણ કરઈએ, ભવિઆ મન મોહઈ.
કવિની જીભમાં સરસ્વતીને વાસ હતે. એમની સુકોમળ જીભમાંથી પ્રત્યેક ક્ષણે કાવ્ય નવા નવા ઈદે ધારણ કરીને વહેતું રહેતું. ફાગકારનું આ વર્ણન પણ કવિની કાવ્ય-પ્રતિભાને જવલંત અંજલિ રૂપ છે.
કવિને સરસ્વતી દેવીએ વર પ્રદાન કર્યું હતું એમ એમના જેન કુમાર સંભવ” (રચના વિ. સં. ૧૪૬૪ પહેલાં) નામક મહાકાવ્યના અંતિમ શ્લોકમાં આપેલા “ વાણીદત્તવરઃ” વિશેષણથી સૂચિત થાય છે. આ રીતે કવિની ઑક્તિ “વાણીદત્તવર: ફાગકર્તાએ જણાવેલ “પ્રતક્ષી દેવી ભારતી” એ ઉક્તિને બબર મળતી આવે છે એ બાબત ખાસ નોંધનીય ગણાય. ફાગમાં જણાવાએલ “સરસઈ કીય વાસ” એ વિશેષણ પણ આ સંદર્ભમાં સૂચક છે.
ધમ્મિલચરિત” મહાકાવ્ય (રચના વિ. સં. ૧૮૬૨)ની ગ્રન્થ-પ્રશસ્તિમાં કવિ પિતાનું “કવિચક્રવર્તિ” (કવિચકધર) એવું બિરુદ જણાવે છે. ગૂર્જરમંડલમાં આ કાવ્ય રચાયું છે. એટલે ત્યાંના રાજા શંખની રાજસભામાં એમને એ ગૌરવપ્રદ બિરુદ પ્રાપ્ત થયું હશે એમ અનુમાન કરી શકાય છે. રાજા શંખની રાજસભામાં કવિના વિદ્યા-શિષ્ય માણિક્યસુંદરસૂરિએ “મલયસુંદરી કથા” સંસ્કૃતમાં રચેલી એ બાબત પણ ઉલ્લેખનીય છે. ફાગકર્તાએ જે કે કવિના આ બિરુદને ઉલ્લેખ નથી કર્યો, કિન્તુ તેમણે જણાવેલ “છા જઈ આગમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિ ઉપમા” તથા “કવિજન ગાય-ઘડ ભાંજિવાએ કેસરિ જિમ સહઈ” વગેરે વર્ણન પણ એટલું જ ગૌરવાન્વિત છે.
કવિચકવતિ અથવા તો “કવિચક્રધરને મળતું બિરુદ “કવિશક” “જેન કુમારસંભવ” મહાકાવ્યની ટીકા રચનાર ધર્મશેખરસૂરિએ એ ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવ્યું છે. એટલે કવિને એ બિરુદ પ્રાપ્ત થયું હશે એમાં શંકા રહેતી નથી. તત્કાલીન સમાજે અથવા તે વિદ્વત્સમાજે કવિને જે બિરુદથી સવિશેષ ઓળખાવ્યા હોય એ એમનું બિરુદ બની રહે છે. કવિનું આ બિરુદ અત્યંત ચલણ બન્યું હશે અને એટલે જ કવિએ સ્વયં પોતાના જ ગ્રન્થમાં પણ તેને ઉપયોગ કર્યો એમ કહેવામાં જરાય હરકત નથી.
જયશેખરસૂરિનું સાહિત્યિક વર્તુલ ઘણું વ્યાપક હતું. અનેક પ્રતિભાશાળી, નામી-અનામી સાહિત્ય-સર્જકો એમની અસર હેઠળ ઉછર્યા હતા. ગચ્છ કે સંપ્રદાયની વાડાબંધીને આ વર્તુલે ભેદી નાખી હતી. કવિ-ચક્રવર્તિ માત્ર અંચલગચ્છના કે જૈન સંઘના જ હતા એમ કેણ કહી કે માની શકે ?
આ વલમાં કવિના વડીલ ગુરુબધુ મુનિતિલસૂરિ સન્માનનીય સારસ્વત હતા એ વિશે ઉલ્લેખ કરી ગયા છીએ. ખુદ ગચ્છનાયક અને કવિચકવતિ પણ તેમને આદર કરતા, અને તેમનું સાહિત્ય-ઋણ સ્વીકારવામાં નાનપ અનુભવતા નહીં એ બાબત ખાસ ઉલલેખનીય ગણાય. છંદશાસ્ત્રમાં “મુનીશેખર” છંદ આવે છે, તેનું નામાભિધાન તેમના નામ પરથી છે કે કેમ તે વિશે જાણી શકાતું નથી. તેમની સાહિત્યકૃતિઓ વિશે પણ ખાસ કોઈએ ઉહાપોહ કર્યો નથી. મુનિ શેખરસૂરિ કૃત “પાર્શ્વનાથ તેત્ર વૃત્તિ”ની પ્રત ઉપલબ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
ગસૂરિ પણ
બિ- બ
સફળ
૧૦ ]
કવિ-ચક્રવતિ અચલગચ્છાધિપતિ મેરૂતુંગસૂરિ પણ આ સાહિત્યવર્તુલના વિશિષ્ટ કેન્દ્ર-બિન્દુ બન્યા હતા. તેમણે પ્રભાવક આચાર્ય, સફળ મંત્રીવાદી તેમ જ અનેક નૃપતિ–પ્રતિબંધક તરીકે વિરલ કીર્તિ પ્રાપ્ત કરી છે.
જયશેખરસૂરિની વિદ્વત્તા તથા સાહિત્ય-પ્રતિભા માટે મેરૂતુંગસૂરિને ઘણું માન હતું. જયશેખરસૂરિ કૃત “ઉપદેશચિન્તામણિ” ગ્રન્થ પર તેમણે ૧૧૬૪ ક–પરિમાણની વૃત્તિ સંસ્કૃતમાં રચી. પિતે ગચ્છાધિપતિના ઉચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં તેમના આજ્ઞાવતિ આચાર્યની રચના પર તેમણે વૃત્તિ રચી અને એ રીતે મૂળ ગ્રન્થકર્તાનું બહુમાન કર્યું એ બાબત અહીં ખાસ ઉલ્લેખનીય છે.
મેરૂતુંગસૂરિના શિષ્ય માણિક્યસુંદરસૂરિ જયશેખરસૂરિને વિદ્યાગુરુ કહે છે. જયશેખરસૂરિના સાહિત્ય-વર્તુલમાં માણિજ્યસુંદરસૂરિ પણ આગવું સ્થાન ધરાવતા હતા તેમની ગણના ઉચ્ચ કેટીના સાહિત્યકાર તરીકે થઈ છે. “શ્રીધરચરિત્ર” (રચના વિ. સં. ૧૪૬૩)ના મંગલાચરણમાં તેમણે પિતાના વિદ્યા-ગુરુ જયશેખરસૂરિને કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરીને જણાવ્યું છે કે તેમના પ્રસાદથી એ ગ્રન્થ રચાયે. માણિજ્યસુંદરસૂરિએ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોઈને, તેમ જ જયશેખરસૂરિના લઘુગુરુ-બધુ મેરૂતુંગસૂરિના તેઓ શિષ્ય હોઈને ઉંમરમાં ઘણા નાના હશે એમાં શંકા નથી. માણિક્યસુંદરસૂરિએ વિવિધ વિષયક અનેક ગ્રન્થની રચના કરી.
માણિક્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક પૃથ્વીચંદ્રચરિત્ર (રચના વિ. સં. ૧૪૭૮ના શ્રાવણ શુદિ ૫, રવિવારે પુરુષપત્તનમાં ) રચ્યું છે. સુપ્રસિદ્ધ સાક્ષર કેશવલાલ હર્ષદ
ધ્રુવ આ કૃતિ વિશે જણાવે છે કે “તે બેલીમાં છે. અક્ષરના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિ
[ ૧૧
રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભગવતું પ્રાસયુક્ત ગદ્ય તે બોલી. માણિક્યસુંદર બેલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બેસીને વિલાસ એવું નામ આપે છે.”
ગુજરાતના રાજા શંખની રાજસભામાં માણિજ્યસુંદરસૂરિ ગૌરવભર્યું સ્થાન પામ્યા હતા એ વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. તેમના સમકાલીન તેમ જ એક જ સમુદાયના અન્ય ગ્રન્થકર્તા હતા. માણિજ્યશેખરસૂરિ, જેમણે જૈનાગામે પર સુંદર ગ્રન્થ રચ્યા. બેઉ સમાન નામધારક, તથા મેરુ તુંગસૂરિના શિષ્ય હોઈને સાંપ્રત વિદ્વાનેએ તેમને અભિન્ન ગણુને અનેક ગૂંચવાડાઓ પણ ઊભા કર્યા છે. સમાન નામધારક, તેમ જ એક જ સમુદાયમાં થઈ ગયેલા માણિજ્યકુંજરસૂરિ પણ એજ અરસામાં થઈ ગયા.
જયશેખરસૂરિ કૃત “જૈન કુમારસંભવ” નામક સંસ્કૃત મહાકાવ્ય પર ધર્મશેખરસૂરિએ વિ. સં. ૧૪૮૩ માં ટીકા રચી છે, તેઓ પણ જયશેખરસૂરિના શિષ્ય હતા. ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા વિશેષમાં જાણી શકાય છે કે આ ટીકાનું સંશેધન માણિક્યસુંદરસૂરિએ કર્યું છે. માણિક્યસુંદરસૂરિએ મેરુતું ગસૂરિ કૃત “જૈન મેઘદૂત” કાવ્ય પર વિ. સં. ૧૪૯૧ માં શીલરત્નસૂરિએ રચેલ ટીકાનું પણ સંશોધન કરેલું. પ્રસ્તુત ધર્મશેખરસૂરિ ટીકાની રચના વખતે ગણિપદે હતા. વિ સં. ૧૫૦૯ માં તેઓ આચાર્ય–પદે હતા, એમ એ વર્ષે લખાએલી
ન દીસૂત્રવૃત્તિ” ગ્રન્થની પ્રત–પુષ્પિકા દ્વારા જાણી શકાય છે. ધર્મશેખરસૂરિના શિષ્ય ઉદયસાગરજી પણ ગ્રન્થકાર હતા.
જયશેખરસૂરિ કૃત “ઉપદેશચિન્તામણિ”ની ટીકાને પ્રથમાદ લખનાર માનતુંગ ગણિને કવિ–ચકવતિએ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
કવિ-ચક્રવર્તિ નાના ગુરુબધુ” (અનુજ) કહ્યા છે. સંભવ છે કે માનતુંગ ગણિ, જેઓ પાછળથી આચાર્યપદ-સ્થિત પણ થયેલા, તેમણે જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હોય.
જયશેખરસૂરિના શિષ્ય ઈશ્વરગણિ કૃત “શીલસન્ધી” નામક અપભ્રંશ ગ્રન્થ ઉપલબ્ધ થાય છે. જયશેખરસૂરિ નામના બીજા એક આચાર્ય તપાગચ્છની નાગપુરીયા શાખામાં રાજા હમીર (વિ. સં. ૧૩૦૧-૬૫)ના વખતમાં થયા છે. એટલે ઈશ્વરગણિ કેના શિષ્ય હતા તેને નિર્ણય કરે ઘટે છે
વિ. સં. ૧૪૯૩ ના અષાઢ શુદિ ૧૦ ને ગુરુવારે પ્રતિકિત થયેલી ધાતુમૂર્તિના લેખમાં શાંતિસૂરિએ “ભાવગુરુ” તરીકે જયશેખરસૂરિને ઉલ્લેખ કર્યો છે. જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા-લેખ” લેખાંક ૫૪૩ લેખક્ત આચાર્યોનો નિર્ણય થઈ શક્તા નથી. કિન્તુ જયશેખરસૂરિ પાસે શાંતિસૂરિએ વિદ્યાભ્યાસ કર્યો હેઈને તેમનું ત્રણ સ્વીકારવા “ભાવગુરુ” કહેવાયા હોય એ ચક્કસ વાત છે. લેખમાં ગચ્છનું નામ પણ નથી, કિન્તુ સમયક્રમની, તેમ જ અન્ય દષ્ટિએ વિચારતાં ચરિત્રનાયકને જ તેમાં ઉલ્લેખ છે એમ અનુમાન થઈ શકે છે.
જયશેખરસૂરિના શિષ્ય વાચનાચાર્ય મેરુચન્દ્ર, જેમણે યવનપતિ દ્વારા બંદી થયેલા યતિઓને છોડાવ્યા હતા, તેમના વિશે પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મેરુચન્દ્રના આદેશથી વિરાટનગરીના મંત્રી પંચાયણે વૃત્તરત્નાકરની અવસૂરિ રચી. તેની પ્રશસ્તિમાં મંત્રી જણાવે છે કે તેમણે રઘુવંશ, કુમાર સંભવ, મેઘદૂત, કિરાત, માઘ, કલ્યાણ મંદિર, ભક્તામર, છરિકાપલ્લી પાર્શ્વ સ્તવ. લઘુ ત્રિપુરા સ્તોત્ર, વૃત્તરત્નાકર, વાભટ્ટાલંકાર, વિદગ્ધમુખમંડન, યેગશાસ્ત્રના ચાર અધ્યાય,
તેમ જ વીતરાગ સ્તોત્ર પર અવસૂરિઓની રચના કરી. આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિ
[ ૧૩ દિગ્ગજ વિદ્વાન વિશે પણ આજ દિવસ સુધી કેઈએ કશું નોંધ્યું નથી, કે ઉલ્લેખ સુદ્ધાં કરેલ નથી !
મંત્રી પંચાયણનો ઉલ્લેખ વિ. સં. ૧૫૦હ્ના વૈશાખ શુદિ ૧૩ ને શુકવારે પ્રતિષ્ઠિત થયેલી ધાતુમૂર્તિના લેખમાંથી મળે છે. જુઓઃ “અંચલગરછીય લેખ-સંગ્રહ” લેખાંક ૯૦. વિરાટ નગરીને ઉક્ત મંત્રી એજ લેખક્ત મંત્રી પંચાયણ હોય તે તે શ્રીમાલી વંશને હતે. મત્રી મૂલરાજ અને શારદેવી તેના માતા-પિતા હતાં. મંત્રીની પત્નીનું નામ સખૂ હતું. તેને આ પ્રમાણે પુત્ર થયાઃ સૂરા, શિવદાસ, હરિશ્ચન્દ્ર. આ પરિ વાર સહિત મંત્રી પંચાયણે અંચલગચ્છાધિપતિ જયકેસરસૂરિના ઉપદેશથી ઉપર્યુક્ત દિવસે શ્રી વિમલનાથપ્રભુનું બિમ્બ ભરાવ્યું, અને સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
કવિચકવતિના સાહિત્ય-વર્તુલમાં આવા બીજા પણ અનેક નામી-અનામી સાહિત્યકારે થઈ ગયા હશે એમાં શંકા નથી. અનેક નવોદિત કવિઓ અને લેખકે જયશેખર સૂરિની સાહિત્યિક અસર હેઠળ ઉછર્યા હશે. એ પછીની શતાબ્દીઓના ગ્રન્થકારે પણ એમની અસરથી વિમુક્ત રહી શક્યા નથી એ બાબત પણ ઘણું જ મહત્ત્વપૂર્ણ ગણાય.
- જયશેખરસૂરિએ રચેલ રૂપક કાવ્ય : “પ્રબંધ ચિન્તામણિ”નું વસ્તુ લઈને વૃદ્ધતપાગચ્છીયકવિવર નયસુંદરે “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ” (રચના વિ. સં. ૧૬પ૬) માં “વિવેક અને “મહીના મહાયુદ્ધનું વર્ણન કર્યું, તપાગચ્છીય વિજયસેનસૂરિના શિષ્ય હીરાએ વિ. સં. ૧૬૬૪ માં “ધર્મબુદ્ધિરાસ” ર. ખરતરગચ્છીય વિદ્યાકીતિએ વિ. સં. ૧૬૭૨ માં, અને મતિકીતિએ વિ.સં ૧૬૯૭માં ધર્મબુદ્ધિ મંત્રી ચોપાઈઓ રચી.
વિકમના ૧૬ મા સૈકામાં વિદ્યમાન આગમગ છીય પં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
“કપ* Cહ બહુ બુથ સીલ કિમ હું
૧૪ ]
કવિ-ચક્રવતિ ઉદયધર્મે “ત્રિભુવનદીપક પ્રબન્ધ”ના નિમ્નક્ત દૂહાને પિતાના કલ્પદ્રુમ” ગ્રન્થમાં ઉધૃત કર્યો છે – નર નર સિલું બહુ બુલૂણી, ઘરિ ઘરિ ગોઠિ ભમંતિ; સહિયાં મિસિ બહરિ વસઈ તે સુસીલ કિમ હૃતિ? (૧૫)
ઠેઠ વિક્રમની ૧૮ મી સદી સુધીના કવિઓ આ રીતે જયશેખરસૂરિની કલ્પનાઓનું અનુસરણ કરતા રહ્યા. ઉદાહર @ાથે ખરતરગચ્છીય સુમતિરંગે વિ. સં. ૧૭૨૨ માં “પ્રબોધ ચિન્તામણિ રાસ” રમ્યા. તેનાં અપર નામ “જ્ઞાનકલા ચોપાઈ” તથા “મેહવિવેકની ચોપાઈ” છે. કવિ ધર્મમંદિરે વિ. સં. ૧૭૪૧ માં “પ્રબંધ ચિન્તામણિ રાસ” અપર નામ “મેહ વિવેકને રાસ” ર. કવિ લાભવદ્ધને વિ. સં. ૧૭૪૨ માં, કુશલલાભ વિ. સં. ૧૭૪૮ માં અને ઉદયરત્ન તેમ જ નેમવિજયે રચેલ ધર્મબુદ્ધિ-પાપબુદ્ધિ રાસ આદિ કૃતિઓ એક યા બીજી રીતે જયશેખરસૂરિની ઉક્ત રૂપક કૃતિનું અનુસરણ જ છે.
આ રીતે જયશેખરસૂરિની કલ્પનાઓનું અનુસરણ પછીની ત્રણ–ચાર શતાબ્દીઓ સુધી થતું રહ્યું હોઈને તે વિશે જણવવું પણ અહીં પ્રસ્તુત ગણાશે. એ વખતે કૃષ્ણમિશ્ર નામના એક સન્યાસીએ સંસ્કૃતમાં રચેલ “પ્રબોધચન્દ્રોદય” નાટકના ત્રીજા અંકમાં દિગંબર ક્ષપણુકનું નિન્દ દશ્ય દર્શાવીને જૈનધર્મને ઉપહાસ કરેલે. એ જોઈને જયશેખરસૂરિએ “પર પ્રવાદીઓના મિથ્યા વાકપ્રહારેના પ્રતિકારરૂપ, લેકપ્રચલિત પાખંડ અને લકત્તર ધર્મના સત્ય સ્વરૂપને પ્રકાશિત કરન ર સંસ્કૃત
પ્રબંધચિન્તામણિ”ની અને ગુજરાતી આ “ત્રિભુવનદીપકપ્રબંધ”ની રચના કરી હોય એમ એ ગ્રન્થોનું તુલનાત્મક દષ્ટિએ નિરીક્ષણ કરતાં જણાઈ આવે છે.” પંડિત લાલચંદ્ર ભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી જયશેખરસૂરિ
[ ૧૫
ગાંધીએ પિતાના ઉક્ત કથનથી પુષ્ટિ માટે “પ્રબોધચન્દ્રોદય” અને જયશેખરસૂરિના ઉક્ત પ્રન્થનાં અવતરણે ટાંક્યાં છે.
પંડિતજી વિશેષમાં જણાવે છે કે –“આ ત્રિભુવનદીપક પ્રબન્ધની પ્રાચીન શુદ્ધ ગુજરાતી ભાષા જોતાં તે સૈકામાં થયેલા માનવામાં આવતા નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ આદિની ગુજરાતી ભાષા અર્વાચીન જણાઈ આવે છે..”
દી. બ. કેશવલાલ હર્ષદ ધ્રુવ નોંધે છે કે: “પ્રબંધ ચિન્તામણિ ગુજરાતીમાં જૂનામાં જૂનું રૂપક છે. રૂપકની ધટના દશ્યના કરતાં શ્રવ્યકાવ્યને અને કથાને વિશેષ અનુકૂળ છે. તે જોતાં પ્રગબંધને માર્ગમૂકી જયશેખરસૂરિએ કાવ્યબંધને માર્ગ લીધે એ બહુ યેગ્ય કર્યું છે. રૂપક મનનગ્રાહ્ય છે. તેનાં કાવ્ય રૂપે નિરુપણથી ઔચિત્ય સચવાય છે અને નવીનતા યે આવે છે.
જયશેખરસૂરિએ સંસ્કૃતમાં “પ્રબોધચિન્તામણિ કાવ્ય રચ્યું છે. તેની સાથે “ત્રિભુવનદીપક પ્રબન્ધની, કેશવલાલ ધ્રુવ કહે છે કે, “તુલના કરવી ઈષ્ટ નથી એક કાવ્યમાં કવિએ અલંકારપ્રધાન મહાકાવ્યની આડંબરી શિલી સ્વીકારી છે, અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની બાજુ શૈલી હૃદયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતોએ પહેલાને વખાણ્યું હશે; અને સામાન્ય શ્રેતાઓએ બીજાને વધાવી લીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરસૂરિનું જે સ્થાન હોય તે હે, ગુજરાતી કવિ તરીકે તે તેને દરજો ઊંચે છે. આ એક જ ગૂર્જર કાવ્યથી જેન કવિ પ્રથમ પંક્તિને સાહિત્યકાર બને છે. પ્રબંધચિન્તામણિ પ્રધ-પ્રકાશના કરતાં અધિક યશસ્વી થવા નિર્મિત છે. કવિની પ્રતિભા વસ્તુની ગૂંથણીમાં, પાત્રની યેાજનામાં અને રૂપક નીખીલવણમાં એક સરખી વિજયશાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
કવિ-ચકવતિ નીવડે છે. પ્રસ્તાવનું વૈચિત્ર્ય અને રસની મિલાવટને પિષે છે, અને કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે ગુજરાતી કૃતિને રસ ઝીલનાર જૈનેતરે હશે, એ દષ્ટિથી કર્તાએ તેને સર્વની રૂચિ સંતોષે એવું રૂપ આપ્યું છે.જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હેત તે જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લેકમાં મેળવી હોત.”
જયશેખરસૂરિ વિશે છેલ્લામાં છેલ્લે ઉલ્લેખ વિ. સં. ૧૪૯૩ની ઉક્ત ધાતુમૂર્તિના લેખમાં છે. એ પછી પણ કવિ જીવ્યા હશે. વિક્રમના ૧૫ મા સૈકાના પ્રારંભમાં જન્મેલા કવિનો દેહવિલય એ સૈકાના અંતમાં થયે હશે એમ અનુમાન કરી શકાય છે. કવિ સિંધ, માળવા, ગુજરાત, સોરઠ, મરૂમંડલ વગેરે પ્રદેશમાં વિચર્યા હતા એમ ફાગકર્તા વર્ણવે છેઃ સિંધુ સવાલાખ માલવઈએ, ગૂજરાત વિચારે સેરઠ મંડલિ મરુ પમુહ દેસાઈ, પ્રભુ કરઈ વિહાર.
કવિ પિતાની પાછળ સાહિત્યને મેટો વારસે આપણે માટે મૂક્તા ગયા છે, જેને માટે અંચલગચ્છ કે જેનસંઘ જ નહિ, કિન્તુ સમગ્ર ગુજરાત ગૌરવ લઈ શકે એમ છે. જની ગૂજરાતી ભાષાના તેઓ અગ્રયાયી કવિ મનાયા છે. આપણી જૂની ભાષાના મૂર્ધન્ય કવિ તરીકે પણ જયશેખરસૂરિને ઓળખાવી શકાય. ગરવી ગૂર્જરગિરાનું આવું અણમોલ રત્ન આપણને ફરી ફરી મળે એજ અભ્યર્થના.
– શાસ્તુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
અનેક નૃપતિ-પ્રતિબોધક
શ્રી મેતુંગસૂરિ
મેરૂતુંગ વ્યાકરણ-પ્રણેતા, “જૈન પંચ મહાકાવ્યક્ત “મહિમા નિધિ” ઈત્યાદિ ગૌરવપ્રદ બિરુદેથી પટ્ટાવલીકારે દ્વારા વિભૂષિત થયેલા મેરૂતુંગસૂરિ અનેક નૃપતિ–પ્રતિબંધક તરીકે જૈન-ઇતિહાસમાં ચિરસ્થાયિ કીર્તિ પામ્યા છે. એમને નૃપતિ–પ્રતિબધ જૈન-ઇતિહાસમાં આગવું પ્રકરણ ઉમેરે એ મહત્વપૂર્ણ તેમ જ વૈવિદ્યપૂર્ણ છે. પૂર્વાચાર્યોએ હિન્દુ રાજવી એની રાજસભાઓમાં પિતાને પ્રભાવ વર્તાવ્યું હતું એ તે સુવિદિત છે. એ પછી રાજ્યતંત્ર મુસલમાન રાજવીઓના હાથમાં સરી ગયું. આથી બદલાયેલી પરિસ્થિતિમાં મેરૂતુંગસૂરિએ મુસલમાન રાજ્ય-શાસકે પર પિતાને પ્રભાવ વર્તા વવાની પહેલ કરી. એમનું આ પ્રદાન કદિ ભૂલાય એમ નથી.
વિ. સં. ૧૪૦૩ માં મરુમંડલ અંતર્ગત નાણનગરમાં એમને જન્મ થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ વસ્તિગકુમાર હતું. પિતા પ્રાગ્વાટ વંશીય વેરા ગેત્રીય વયરસિંહ. માતા નાલદેવી.
પ્રાગ્વાટ વંશે જૈન–શાસનને પ્રખર રાજનીતિ તેમ જ કાર્યદક્ષ મંત્રીવની અનેક અમૂલ્ય ભેટ ધરી છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિ, ચરિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
ર ]
અનેક નૃપતિ પ્રતિબંધક
નાયક આદિ વિભૂતિઓને જન્મ આપીને આ વંશે પિતાનું સ્થાન ઉન્નત રાખ્યું છે.
મેરૂતુંગસૂરિ–રાસમાં એમના વંશ વિશે વિશેષમાં જણુંવવામાં આવ્યું છે કે વેરા વાચાગર અને વિજયસિંહ એમ બે બંધુઓ હતા. તેમણે સિદ્ધાન્તાથ શ્રવણ કરીને વિવિપક્ષ ગ૭ને સ્વીકાર કરે. વિજયસિંહના પુત્ર વિયરસિહ જેમને પ્રાગ્વાટ વંશ-શૃંગાર, વિચક્ષણ વ્યવસાયી, મહાન દાની અને ધર્મિષ્ટ કહેવામાં આવ્યો છે. રાસકાર જણાવે છે કે માતા નાલદેવીએ સ્વપ્નમાં સહસ્ત્ર કિરણોધારી સૂર્યને પિતાના મુખમાં પ્રવેશ કરતો જોયેલે. ચક્રેશ્વરીદેવીએ તત્કાલ આવીને એ સ્વપ્નનું ફળ સમજાવ્યું અને કહ્યું કે-“મુક્તિ માર્ગ– પ્રકાશક, જ્ઞાનકિરણયુક્ત સૂર્યના જે પ્રતાપી પુત્ર આપની કુક્ષિમાં અવતરશે. જે સંયમ માર્ગ ગ્રહણ કરીને યુગપ્રધાન
ગીશ્વર થશે.” પ્રભાવક આચાર્યોને જન્મ પ્રસંગે સંબંધમાં આવી અનેક ચમત્કારિક વાતે પ્રાચીન ગ્રન્થકારે વિસ્તારથી વર્ણવતા હોય છે.
વિ. સં. ૧૪૧૦ માં તેમણે નાણી ગામમાં મહેન્દ્રપ્રભસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને તેમનું મેરૂતુંગમુનિ એવું નાભાભિકરણ પ્રાપ્ત થયું. એ વખતે તેમની ઉંમર માત્ર સાતેક વર્ષની હતી. નવદિત મુનિએ વિદ્યાવ્યાસંગમાં ભારે સફળતા પ્રાપ્ત કરી. તેઓ બુદ્ધિ વિચક્ષણતાથી વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર, આગમ, વેદ, પુરાણ, આદિ સમસ્ત વિદ્યાઓના પારગામી થયા. તેઓ શુદ્ધ સંયમનું પાલન કરતા હતા, તેમ જ અમૃત જેવી મધુર વાણીમાં સુંદર વ્યાખ્યાન દેતા હતા. અંચલગચ્છાધિપતિ મહેન્દ્રપ્રભસૂરિએ એમને ચગ્ય જાણીને વિ. સં. ૧૪૨૬ માં
અણહિલપુર પાટણમાં સૂરિપદે અલંકૃત કર્યા. સંઘપતિ નરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરૂતુંગસૂરિ
પાલે તે પ્રસંગે નંદિ–મહોત્સવ કર્યો અને દાનાદિમાં પ્રચુર દ્રવ્ય ખરચ્યું.
તદનંતર મેરૂતુંગસૂરિ દેશ-વિદેશમાં અપ્રતિહત વિચરીને ઉપદેશ દ્વારા અસંખ્ય ભવ્ય જીવોને તેમ જ અનેક નરેન્દ્રોને પ્રતિબંધ આપવા લાગ્યા, જે અંગે પ્રમાણુ-ગ્રન્થમાંથી શૃંખલાબંધ માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રાચીન ગ્રન્થકારેએ તેમને પ્રભાવક આચાર્ય, સમર્થ પટ્ટધર, મહાન ગ્રન્થકાર તરીકે જ નહિ કિન્તુ સમર્થ મંત્રવાદી તરીકે પણ ઓળખાવ્યા છે. ઉપલબ્ધ પ્રમાણે દ્વારા એમની જવલંત કારકિદીનું દર્શન કરવું અહીં પ્રસ્તુત છે.
ચરિત્રનાયકે આસાઉલી નગરમાં યવનરાજને પ્રતિબંધ આપીને તેને અહિંસાને મર્મ સમજાવ્યું હતું. રાસકત્તોએ યવનરાજનું નામ નથી આપ્યું પરંતુ તે મુસલમાન રાજવી હતો એ તો સ્પષ્ટ છે. મુસલમાન રાજવીને પ્રતિબંધ આપનારા આચાર્યોમાં મેરૂતુંગસૂરિ અંચલગચ્છમાં સૌ પ્રથમ છે. રાસકાર જણાવે છે કે “આ વાત કહેતાં પખવાડિયું કે મહિનો લાગે એટલી મોટી છે!” આ વર્ણન પરથી સૂચિત થાય છે કે ઉક્ત યવનરાજ સાથે મેરૂતુંગસૂરિને સંપર્ક સવિશેષ રહ્યો હશે. ચરિત્રનાયકના જીવનને આ મહત્વને પ્રસંગ હતે. મુસલમાનોએ મંદિરે અને મૂર્તિઓના વિધ્વંશક તરીકે બધે હાહાકાર મચાવેલ. રાજ્યશાસન એમના હાથમાં સરી જતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ. મુસલમાન રાજ્યશાસકે પર આધ્યાત્મિક પ્રભાવ વર્તાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હોઈને આવા પ્રસંગો આ દષ્ટિએ ઘણાં જ મહત્ત્વના છે. મુસલમાન રાજશાસનમાં જૈન-ધર્મને રાજ્યાશ્રય અપાવવાની પહેલ મેરૂતુંગસૂરિએ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
અનેક નૃપતિ પ્રતિબંધક વિ. સં. ૧૪૪૪ માં તેઓ વઢિયાર અંતર્ગત લાડા નગરમાં ચાતુર્માસ રહ્યા. તેમણે રાઠોડ વંશીય ફણગર મેઘરાજાને એક સે ભાયાતો સાથે પ્રતિબંધિત કર્યો. મેઘનરેન્દ્ર આચાર્યને અનન્ય ભક્ત બની ગયે. લાલાડામાં અંચલગચ્છનો તેમ જ જૈન ધર્મને મહિમા વિસ્તર્યો. ભટ્ટગ્રન્થમાં ઉલેખ છે કે વિ. સં. ૧૨૨૪ માં જયસિંહસૂરિએ લાડાના રાઠોડ વંશીય રાઉત ફણગરને પ્રતિબંધ આપીને જૈન ધર્મી કરેલો. તેના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં પડાઈઆ ગેત્રથી ઓળખાય છે. પ્રસ્તુત પ્રતિબંધના પ્રસંગમાં રાજાનું નામ મેઘરાજ દર્શાવાયું છે. આથી ઉક્ત બેઉ પ્રસંગો ભિન્ન છે.
અંચલગચ્છની મોટી પદાવલીમાં લેલાડા સંબંધમાં બીજો એક પ્રસંગ આ પ્રમાણે છે. એક વખત મેતુંગસૂરિ
લાડામાં ચાતુર્માસ રહેલા ત્યારે ગુજરાતના અધિપતિ સુલતાન મહમ્મદશાહનું સૈન્ય ગામ ભણું આવતું હતું. મેટા ભાગના ગ્રામ્યજનો એ વખતે લગ્ન પ્રસંગે પાટણ તથા દસાડે ગયેલા. એટલે રહ્યા–સહ્યા લેકમાં ભય ફેલાયે. સૂરિને આ વાત નિવેદિત કરતાં તેમણે શ્રાવકને સવા મણ ચોખા લાવવાનું કહ્યું. કહેવાય છે કે, મંત્ર પ્રભાવથી એ ચોખા મુસલમાન સન્ય ઉપર નાખતાં તેઓ પલાયન થઈ ગયા. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે ચોખાની ધારાવાડી ગામને ફરતે દેવામાં આવી. મંત્ર પ્રભાવથી જેટલા અક્ષત હતા તેટલા સિનિક થયા, જે જોઈને મુસલમાન સૈન્ય પાછું હઠી ગયું. આ પ્રસંગથી સૌ ચમત્કૃત થયા સૂરિને તેમણે વિનંતી કરી કે હવેથી આપના શિષ્યોમાંથી કઈ પણ એક ઉત્તમ મુનિ અહીં
લાડામાં પ્રતિવર્ષ ચાતુર્માસ રહે એવી વ્યવસ્થા કરી આપ!” આચાર્ય સંઘની આ વિનંતીનો સ્વીકાર કર્યો. આ અંગે તામ્રપત્ર થયેલું એ ઉલ્લેખ પણ મળે છે. મેરૂતુંગસૂરિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરૂતુંગસૂરિ મહમ્મદશાહ સુલતાનને શ્રી પાર્શ્વનાથ પ્રભુના મહિમાથી લલાડાથી પાછ વાગ્યે એ વાત વઢિયાર પ્રદેશમાં આજે પણ ખુબ ખુબ પ્રસિદ્ધ છે.
લોલાડામાં બીજે પણ એક મહત્ત્વનો પ્રસંગ બને. એક વાર આચાર્ય સંધ્યાવશ્યક કરી કાર્યોત્સર્ગ...ધ્યાનમાં મગ્ન બનીને ઊભા હતા. તે વખતે એક કાળા સર્ષે તેમને પગમાં ડંશ દીધો. કિન્તુ આચાર્ય ધ્યાનમાં સ્થિર જ રહ્યા. કાર્યોત્સર્ગ પૂર્ણ થયા બાદ તેઓ મંત્ર-યંત્ર ગારૂડિક સર્વ પ્રેગને છોડીને તેમ જ ઔષધને આશ્રય લેવાને બદલે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સમક્ષ ધ્યાનાસનમાં બેસી ગયા. તેમણે ઈષ્ટદેવ શ્રી જીરાપલ્લી પાર્શ્વનાથ ભગવંતને ત્રિલેક્ય વિજય નામના મહામંત્ર-યંત્રથી ગર્ભિત સ્તોત્ર કર્યું. તેના પ્રભાવથી એમનું વિષ અમૃત થયું.
પ્રાતઃકાલે નિયત સમયે તેઓ વ્યાખ્યાન આપવા આવ્યા ત્યારે સંઘમાં અપાર હર્ષધ્વનિ પ્રસર્યો. આ પ્રસંગથી ત્યાં અંચલગચ્છને મહિમા વિસ્તર્યો. અનેક લેકે એમને ઉપદેશ સાંભળીને જેન થયા.
પટ્ટાવલીમાં જણાવ્યું છે કે લેલાડા ગામના મુખ્ય દ્વારા પાસેના એક મોટા બિલ્ડમાં તેર હાથ પરિમાણને લાબે ભયંકર અજગર વસતે હતે. તેણે અનેક જીની હત્યા કરેલી. તેનાથી ઉદ્વિગ્ન પામેલા ગામના લોકોની વિનંતી સાંભળીને મેરૂતુંગસૂરિએ શ્રી જરિકાપલી પાર્શ્વનાથ પ્રભુના તેત્ર વડે એ અજગરનો ઉપસર્ગ દૂર કર્યો. ચરિત્રનાયક શ્રી પાર્શ્વપ્રભુના અનન્ય ભક્ત હોઈને એમના ચમત્કાર-પ્રસંગોમાં સર્પના પ્રસંગેની બહલતા ખાસ ધ્યાનાકર્ષક છે.
- રાસકર્તા ચરિત્રનાયકના ચમત્કારિક જીવન પ્રસંગ વર્ણન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
અનેક પતિ પ્રતિબોધક વતાં કહે છે કે એક વાર સૂરિ આબૂનાં જિનાલયના દર્શન કરીને પાછા ફરતા હતા એ વખતે સંધ્યાકાળ થઈ ગયે. અંધકારમાં માર્ગ ભૂલી જવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયેલા. આ પરિસ્થિતિમાં વીજળીની જેમ ચમકાર કરતા દેવે પ્રકટ થઈને તેમને માર્ગ દેખાડેલ.
એક વાર પાટણની નિકટ તેઓ પરિવાર સહિત વિચરતા હતા. એવામાં મારફાડ કરતી વિશાળ યવનસેને તેમને માર્ગમાં મળી. મુસલમાનોએ બળજબરીપૂર્વક શ્રમણોનાં બધા ઉપકરેણ કબજે કર્યા. આચાર્ય તરત જ યવનરાજ પાસે પહોંચ્યા. એમની તેજસ્વી પ્રતિભાથી ચમત્કૃત થઈને યવનરાજના હૃદયનું પરિવર્તન થયું. પછી તો તેને પસ્તા થયો. એજ ક્ષણે બધા શ્રમણોને મુક્ત કરવાને તેણે હુકમ કર્યો. આ પ્રસંગમાં પણ રાસકારે યવનરાજનું નામ નથી આપ્યું. તે કોઈ મુસલમાન રાજવી હશે એ સ્પષ્ટ છે.
એક વાર આચાર્ય ખંભાતમાં બિરાજતા હતા. એ અરસામાં ગુજરાત પર મેગલેના આક્રમણને ભય તોળાતો હતે. મુસલમાનોના ત્રાસના ભયથી આખું ખંભાત શહેર લેકની નાસભાગને લીધે સૂનું થઈ ગયું, કિન્તુ મેરૂતુંગસૂરિ નિભીંત થઈને ત્યાં જ સ્થિર થઈને રહ્યા. ચરિત્રનાયકની નિર્ભયતાને આ પ્રસંગ એમના પ્રત્યે માનની લાગણી પેદા કરે એ ઉદાત્ત છે. એમના રાજસ્થાનના વિહાર દરમિયાન પણ બીજે એ જ પ્રસંગ બન્યો. ચરિત્રનાયક એક વખત બાહડમેરમાં બિરાજતા હતા. તે વખતે નગર પર દુશ્મનો ચઢી આવ્યા. નગરજને ભયભીત થઈ નાસભાગ કરવા લાગ્યા. પરંતુ આચાર્ય ડર પામ્યા વિના ત્યાં જ રહ્યા. તેમના ધ્યાન-બળના પ્રભાવથી સર્વ શત્રુઓ ત્યાંથી ચાલ્યા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી મેતુંગસૂરિ
વિધર્મીઓનાં ઝનની આકમણએ ભારતવર્ષમાં કેવી કઢંગી પરિસ્થિતિ સજેલી તેનું દર્શન પણ આવા પ્રસંગે દ્વારા થઈ શકશે. તેઓ ભારતના રાજ્ય-તંત્રને છિન્નભિન્ન કરવામાં સફળ થઈ શક્યા; કિન્તુ તેને સાંસ્કૃતિક-ધ્વજ તેમ જ ધર્મ–દવજને નમાવી ન શકયા. મેરૂતુંગસૂરિ સમેત વિવિધ ધર્મો અને સંપ્રદાયના અનેક પ્રણેતાઓના સામુહિક પ્રયત્નોને લીધે ભારતને આધ્યાત્મિક વારસો જાળવી શકાય છે, જેનું મૂલ્ય જેટલું આંકીએ એટલું ઓછું છે. ટૂંકમાં આવા નાના–મોટા પ્રસંગે એ વાતનું સૂચન કરે છે કે ભારત રાજકીય રીતે પરાધીન થયું, કિન્તુ આધ્યાત્મિક દૃષ્ટિએ તે અજેય જ રહ્યું, જેનું શ્રેય તત્કાલીન આધ્યાત્મિક ધુરંધરેને ફાળે જાય છે.
બાહડમેર સંબંધમાં બીજે પણ એક પ્રસંગ બન્યું. ત્યાં લઘુ પિશાળનાં દ્વાર પર એક સાત હાથ લાંબે સર્ષ આવીને ફત્કાર કરવા લાગ્યું. એ વિકરાળ સપને જોઈને સાધ્વીઓ નાસભાગ કરવા લાગ્યાં. તેમણે મેરૂતુંગસૂરિને આ અંગે સૂચન કર્યું. કહેવાય છે કે આચાર્યના મંત્ર-પ્રભાવથી એ સાપ સ્થભિત થઈ ગયે.
એક વખતે આચાયે વિ. સં. ૧૪૬૪ માં સાચોર નગરમાં ચાતુર્માસ કર્યું. એ વખતે કઈ બાદશાહ વિશાળ સૈન્ય સહિત નગર ઉપર ચડાઈ કરવા આવી રહ્યો હતો. શહેરીઓ એના ભયથી પાસ નાસભાગ કરવા લાગ્યા. નગરને રાજા પણ ભયભીત થયો. મેરૂતુંગસૂરિના ધ્યાન–બળના પ્રભાવે યવનસેના સાચારને માર્ગ મૂકીને અન્યત્ર ચાલી ગઈ
એક વખતે શ્રી શત્રુંજય તીર્થમાં જિનાલયના દીવાથી ઉપરને ચંદરવા સળગી ઉઠ્યો. ખંભાતમાં બિરાજતા આચાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
અનેક પતિ પ્રતિબેધક
ર્યને ધ્યાન બળથી આ વાતની જાણ વ્યાખ્યાન સભામાં થતાં તેમણે મૃડપત્તિ ચળી. શ્રેતાઓએ આનું કારણ પૂછતાં સૂરિએ જણાવ્યું કે “શ્રી શત્રુંજયના યુગાદિદેવના પ્રાસાદમાં દીપકની જવાળાથી ચંદો સળગતો હતો. તે અગ્નિને મેં બુઝાવ્યો.” ખંભાતના સંઘે માણસે મોકલી આ વાતની ખાત્રી કરતાં એ સાચી જણાઈ
કવિ ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં જણાવે છે કે એક વખતે મેરૂતુંગસૂરિની બહેન ચંદ્રાએ તેમને વંદન કરવાને અભિગ્રહ લીધેલ. કિન્તુ તે અત્યંત દૂર હોવાથી આચાર્યને વંદન કરવાને પ્રસંગ તેને પ્રાપ્ત થયું નહોતું. એક વખતે દેવે કરેલા પ્રભાવ-વશથી બહેન મેરૂતુંગસૂરિને વંદન કરીને પ્રસન્નતાપૂર્વક ઘેર ગઈ
એક વખતે તિમિરપુરમાં રાત્રિમાં પ્રચંડ આગ લાગી. આગથી ઘણું જ નુકશાન થાય એમ હતું. પરંતુ ત્યાં બિરાજતા ચરિત્રનાયકે ધ્યાન–બળે એ પ્રચંડ આગને ઓલવી નાખી અને સર્વ લેકે સુખી થયા, એમ ગુર્નાવલીમાં વર્ણન છે.
એક વખતે આચાર્ય વિહરતા વડનગરમાં પધાર્યા. ત્યાં નાગર બ્રાહ્મણનાં ત્રણસો ઘર હતાં, પરંતુ કેઈએ આહાર આપ્યો નહિ. તપ વૃદ્ધિમાં સૌએ સંતોષ માન્યો. એ વખતે એવું બન્યું કે નગરશેઠનો પુત્ર સર્પદંશથી મૂછિત થયે સૌએ તેને મૃત્યુ પામેલો માની લીધો. જેન શાસનની પ્રભાવના કરવા માટે સૂરિએ “૩ નમે દેવ દેવાય” એ સ્તોત્રનો પાઠ કરીને તેના પ્રભાવથી પુત્રને સચેતન કર્યો. આ ચમત્કારથી અનેક નાગરેએ સ્વેચ્છાએ જૈનધર્મ સ્વીકાર્યો. એ વર્ષે સૂરિ ત્યાં જ ચાતુર્માસ રહેલા. જૈન–નાગરોએ વડનગરમાં સૂરિના ઉપદેશથી જિનપ્રાસાદ તથા ઉપાશ્રય બંધાવ્યાં. આજે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરુતુંગસૂરિ નાગર–જૈનેનું અસ્તિત્વ રહ્યું નથી. કિન્તુ ઉત્કીર્ણ લેખે તેઓએ એક વખતે જૈન-ધર્મ અંગીકાર કરે તેની સાક્ષી પૂરી પાડે છે.
વિ. સં. ૧૪૬૯ ના ફાગણ વદ ૨ ને શનિવારે નાગર જ્ઞાતિના અલિયાણ ગેત્રના શ્રેષ્ઠી કર્માના પુત્ર પુગે સૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ જિનબિંબ ભરાવીને તેની પ્રતિષ્ઠા કરાવેલી. એ ધાતુમૂતિ આજે ઉપલબ્ધ છે. એટલે વિ. સં. ૧૪૬૯ પહેલાં નાગર પ્રતિબંધને પ્રસંગ બન્યું હશે. એ પછી નાગરેએ ભરાવેલાં જિનબિંબના અનેક લેખે મળે છે.
વિ. સં. ૧૪૪૫ માં ચરિત્રનાયક પાટણ પધાર્યા. તે વખતે સંઘે તેમના ગચ્છનાયકપદનું શુભ મુહૂર્ત નક્કી કર્યું. મહિનાઓ પહેલાં જ ઉત્સવને હર્ષપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યું. તારણેયુક્ત સુશોભિત વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો. વિવિધ પ્રકારનાં નૃત્ય–વાજિત્રેના ઇવનિથી આખુ નગર ગુજાયમાન થઈ ગયું. એશવાલ વંશના શ્રેષ્ઠી રામદેવને ભાઈ ખીમાગીરે ઉત્સવ કર્યો. ફાગણ વદ ૧૧ ને દિવસે મેરૂતુંગસૂરિને ગરછનાયક-પદ પ્રદાન કરીને ગચ્છ–ધુરા સોંપવામાં આવી. શ્રેષ્ઠી સંગ્રામસિહે પદઠવણ કરીને વૈભવ સફળ કર્યો. એ પ્રસંગે રત્નશેખરને આચાર્ય–પદે સ્થાપવામાં આવ્યા. સંઘપતિ નરપાલના સાંનિધ્યથી સમગ્ર મહોત્સવ નિર્વિધનતાથી સંપન્ન થયા.
ભગ્રંથમાં ઉલ્લેખ છે કે એક વાર મેરૂતુંગસૂરિ ખંભાતમાં ચાતુર્માસ હતા ત્યારે ચકકેસરીદેવી તેમને વંદન કરવા આવ્યાં. દેવીએ ગુરુને કહ્યું કે આજથી એકવીશમે દિવસે દિલ્હી પર મેગલે હë કરીને ઉપદ્રવ કરશે માટે તમારા
ઉપાધ્યાયજી જેઓ હાલ દિલ્હીમાં છે તેમને તેડાવી લેવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
અનેક નૃપતિ પ્રતિબોધક ગુરુએ તે વાત શ્રાવકોને કહી. ખંભાતના સંઘે ખેપીઆ દ્વારા આ સંદેશે દિલ્હી પહોંચાડ્યો. ઉપાધ્યાયજીએ રાવણ પાર્શ્વનાથજીની યાત્રા નિમિત્તે ત્યાંના શ્રાવકોને સાથે લીધા. આ રીતે અનેકની જિંદગી બચી જવા પામી.
પટ્ટાવલી આદિ સાહિત્યમાંથી ઉલ્લેખ મળે છે કે ગણનાયક મેરૂતુંગસૂરિએ અષ્ટાંગયેગ, સર્વ વિદ્યાઓ સમક્ પ્રકારે જાણ્યાં હતાં. અને સદૈવ પદ્માવતી અને ચક્કસરીદેવીએ એમનું સાંનિધ્ય કરતી હતી. તેઓ શ્રી જીરાપલ્લી પાશ્વ. નાથ પ્રભુના યક્ષના કૃપાપાત્ર બન્યા હતા.
એ અરસામાં શ્રી અરિકા પલ્લી તીર્થને મહિમા અપૂર્વ હતેા. મેરુ તુંગસૂરિએ સજેલા ચમત્કારે તેમણે રચેલા જીરિકાપલ્લી સ્તોત્રના પ્રભાવના ફળસ્વરૂપે હતા. શ્રી જીરિકાપલ્લી પાર્શ્વ પ્રભુ પરની તેમની અપૂર્વ આસ્થા ઇતિહાસ–પ્રસિદ્ધ છે. શ્રી પાર્શ્વ પ્રભુનું ધ્યાન ધરીને એમણે સર્વ સિદ્ધિઓ મેળવી હતી. સંઘનું રક્ષણ કરવા તેઓ કેટલા પ્રભાવશાળી અને શક્તિસંપન્ન હતા તેનું તેમના જીવનના પ્રત્યેક ચમત્કારે દ્વારા ગર્ભિત સૂચન મળે છે.
એક વખતે સૂરિએ ક્ષીણ જધા–બળવાળા થતા જીરાપલ્લી તીર્થ તરફ ચાલેલા સંઘ સાથેના કેઈ સુશ્રાવકની સાથે ભગવંતની મહિમા-સ્તુતિરૂપ ત્રણ લોકો પત્રિકામાં લખીને મોકલ્યા હતા. અને શ્રાવકને કહ્યું હતું કે ભગવંતની આગળ આ અમારી પ્રણતિરૂપ પત્રિકા મૂકવી. ત્યાર પછી સંઘ સાથે એ શ્રાવક ત્યાં ગયો. અને તેણે ભગવંતની આગળ એ પત્રિકા મૂકી તેથી ભગવંતના અધિષ્ઠાયક દેવે શ્રી સંઘમાં વિઘોની ઉપશાંતિ કરવા માટે સાત ગુટિકાઓ આપી અને કહ્યું કે તે
ગુટિકાઓ ગુરુને આપવી. તે પ્રમાણે શ્રાવકે કર્યું. તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
ફાટી નિગ મળે છેબધે
શ્રી મેરૂતુંગસૂરિ
[ ૧૧ પ્રભાવથી સંઘમાં વિશેષ પ્રકારે ઋદ્ધિ-વૃદ્ધિ થઈ. તેથી અંચલગચ્છમાં તે ત્રણ લોકોનું પઠન-પાઠન નવસ્મરણોમાંના છઠ્ઠીનાં અંતમાં કરવામાં આવે છે.
શ્રી અરિકાપલ્લી તીર્થ સાથેના એમના વિશિષ્ટ સંબંધો સૂચવતો બીજે પણ એક ચમત્કારિક પ્રસંગ મળે છે. એક વખતે ત્યાં મહામારીનો ઉપદ્રવ ફાટી નિકળે અનેક લોકો એના ખપ્પરમાં હોમાઈ ગયા. આ અરસામાં ગાનુયેગ મેતુંગસૂરિ પણ ત્યાં પધાર્યા હતા. જૈન જગતમાં “વિક્રૂ–નિવારક” તરીકે સુપ્રસિદ્ધ થયેલા આ તીર્થમાં જ આવા ઉપદ્રવથી લેકે નાસ–ભાગ કરે એ કેવું? એમ વિચારીને મેરુતુંગસૂરિએ સ્વરચિત કાવ્ય ત્યાંના સંઘપતિને આપીને કહ્યું કે તીર્થનાયકની સન્મુખ આ પ્રમાણે સ્તવના કરાવી. આ પ્રમાણે કરતાં ત્યાંથી મરકીને ઉપદ્રવ શાંત થયે.
મેરતુંગસૂરિના ઉપદેશથી હજારે જિનબિંબની પ્રતિષ્ઠા થઈ છે, જે અંગેના પ્રમાણે ઉપલબ્ધ ઉત્કીણિત લેખે પૂરા પાડે છે તેમના ઉપદેશથી અનેક જિનાલનું નિર્માણ પણ થયેલું. આ અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ પ્રસ્તુત છે –વિછીવાડામાં વેરા પદમશીએ વિ. સં. ૧૪૩૯ માં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય, વિ. સં. ૧૪૫૬ માં સિહવાડામાં શ્રીમાલી પાતાશાહે શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય, વિ. સં. ૧૪૫૭ માં શ્રીમાલી દેધર શ્રેષ્ઠીએ કુઆરદ્રિ ગામમાં જિનમંદિર તથા પૌષધ શાળા, વિ. સં. ૧૮૬૮ માં શ્રીમાલી સાંગાશાહે સલખણપુરમાં જિનાલય, તેમ જ નાગડા ગેત્રીય મુંજાશાહે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય, શ્રીમાલી પિપા શ્રેષ્ઠીએ પુનાસા ગામમાં શ્રી સંભવનાથ જિનાલય બંધાવ્યાં. આ સર્વ જિનાલયેની પ્રતિષ્ઠા મેરુતુંગસૂરિના ઉપદેશથી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
અનેક નૃપતિ પ્રતિબંધક મેરૂતુંગસૂરિના નૃપતિઓ સાથેના સમાગમ વિશે અગાઉ ઉલ્લેખ થઈ ગયેલ છે, તેમાંના કેટલાકે જૈનધર્મ અંગીકાર પણ કરે. તદુપરાંત સૂરિએ સત્યપુર-નરેશ રાઉ પાતા, નરેશ્વર મદનપાલ, ઈડરપતિના કુંવર સુરદાસ, જંબુનરેશ રાઉ ગજમલ ગદ્દઆ, જીવનરાય આદિ નૃપતિઓને ચરિત્રનાયકે પ્રતિબોધ આપ્યો. આ રીતે જેને ઈતિહાસમાં અનેક નૃપતિ પ્રતિબંધક તરીકે વિરલ કીર્તિ પામેલા ગણ્યાગાડ્યાં આચાર્યોમાં મેરૂતુંગસૂરિ પ્રથમ પંક્તિમાં સ્થાન ધરાવે છે. જે મેસતુંગસૂરિ– રાસ ઉપલબ્ધ થઈ શક્યો ન હતો તે આ મહત્વની ઐતિહાસિક શંખલાએ કદિ પણ પ્રકાશમાં આવી શત નહિ મેરૂતુંગસૂરિએ મુસલમાન રાજવીઓ સાથે સમાગમ સ્થાપવાની સૌ પ્રથમ પહેલ કરી.
મેતુંગસૂરિની કીર્તિ મંત્રવાદી તરીકે ખુબ ફેલાઈ છે. આપણે એમના અનેક જીવન પ્રસંગે દ્વારા એક સમર્થ મંત્રવાદી તરીકેનો પરિચય તે મેળવી લીધો છે. એમણે રચેલ
સૂરિ મંત્ર કલ્પ' દ્વારા પણ એમની મંત્રવાદી તરીકેની સિદ્ધિને ખ્યાલ મળી રહે છે. તેમના બહુશ્રુત અને પ્રભાવશાળી વ્યક્તિત્વમાં એમનાં મંત્રવાદીપણુએ પણ અગત્યને ભાગ ભજવ્યો છે.
જેનવામયમાં મેરૂતુંગસૂરિનું પ્રદાન મૂલ્યવાન ગણાય છે. તેમણે વિવિધ વિષયક અનેક ગ્રન્થની રચના કરી છે. જે આ પ્રમાણે છે(૧) કામદેવચરિત્ર (૨) સંભવનાથચરિત્ર (૩) કાત– બાલાવબોધ (૪) આખ્યાત-વૃત્તિ-ટિપ્પણ (૫) જૈન મેઘદૂત (૬) વદર્શન સમુચ્ચય (૭) ધાતુ પારાયણ (૮) બાલાવબોધ વ્યાકરણ (૯) રસાધ્યાય (૧૦) સપ્રતિભાષ્ય ટીકા (૧૧) લઘુશતપદી (૧૨) સતપદી સારોદ્ધાર (૧૩) ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરૂતુંગસૂરિ
[ ૧૩ ચિન્તામણિ વૃત્તિ (૧૪) નાભાકનૃપકથા (૧૫) સૂરિ મંત્ર કલ્પ (૧૬) સૂરિ મંત્ર સાદ્વાર (૧૭) જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવન (૧૮) સ્તંભક પાર્શ્વનાથ પ્રબંધ (૧૯) નાભિવંશ કાવ્ય (૨૦) યદુવંશસંભવકાવ્ય (૨૧) નેમિદૂત મહાકાવ્ય (૨૨) કૃદુવૃત્તિ (૨૩) ચતુષ્કવૃત્તિ (ર૪) ઋષિમંડલસ્તવ (૨૫) ભાવકર્મપ્રક્રિયા (૨૬) શતક ભાષ્ય (ર૭) નમુથુણંટીકા (૨૮) સુશ્રાદ્ધ કથા (૨૯) લક્ષણશાસ્ત્ર (૩૦) રાજીમતી-નેમિસંબંધ (૩૧) વારિવિચાર (૩૨) પદ્માવતી ક૫ (૩૩) અંગ વિદ્યા ઉદ્ધાર (૩૪) કલ્પસૂત્રવૃત્તિ. આ ઉપરાંત બીજી પણ કેટલીક કૃતિઓ છે.
મેરુતુંગસૂરિએ રચેલા અનેકવિધ પ્રવે પરથી જોઈ શકાશે કે પટ્ટધર તરીકે ભારે જવાબદારી વહન કરી રહ્યા હોવા છતાં તેમણે સમય મેળવીને સાહિત્યના અનેક પ્રકારનું ખેડાણ કર્યું. તેઓ સુંદર ગ્રન્થ મુકતા ગયા છે. એ દ્વારા એમની અસિમ વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે. તેત્ર, મંત્રકાવ્ય, ઊર્મિકાવ્ય, મહાકાવ્ય, ઉપરાંત તેમણે નિમિત્ત, લક્ષણ, છંદ, અલંકાર, વ્યાકરણ, વૈદક, ઇતિહાસ, દર્શન અને કર્મવિષયક ગ્રન્થ રચી પિતાની બહુમુખી પ્રતિભાને આપણને પરિચય કરાવ્યું છે. સાહિત્યકાર તરીકે મેરૂતુંગસૂરિનું સ્થાન જે હોય તે ભલે હે, કિન્તુ જેનેએ સંસ્કૃત ભાષાના વિકાસમાં જે ફાળે સેંધાવ્યું છે તેમાં મેતુંગસૂરિને હિસ્સો ઉલ્લેખનીય રહેશે. બીજું, વિવિધ વિષયમાં આટલી મોટી સંખ્યામાં ગ્રન્થ રચનાર તરીકે પણ તેઓનું નામ કદિયે ભૂલાશે નહિ. મહાકવિ કાલીદાસ અને માઘ આદિનાં પંચકાવ્યની જેમ મેતુંગસૂરિએ પણ પાંચ સંસ્કૃત મહાકા રચ્યાં, જેમાનું જૈન મેઘદૂત કાવ્ય તે કાલિદાસના મેઘદૂત કાવ્યને તદ્દન અનુસરતું જ કાવ્ય છે. એમની આ કૃતિ પર સંસ્કૃત ટીકા પણ રચાઈ છે.
સાહિત્ય ઉપરાંત જૈન આગમન વિષયક એમનું જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
નામાં છે જેમાં સાકરણ વિશેનાલ મળી ર
૧૪]
અનેક નૃપતિ પ્રતિબંધક અગાધ હતું તેની સાક્ષીરૂપે પણ એમના કેટલાક ગ્રન્થ છે. જેન તત્વદર્શનના તો તેઓ પારગામી હતા. શ્રમણના આચારસંબંધમાં પણ તેમણે લઘુ-શતપદીમાં લખ્યું છે. માત્ર કવિ, સાહિત્યકાર કે પંડિત તરીકે જ નહિ કિન્તુ વૈયાકરણી તરીકે પણ મેતુંગસૂરિનું નામ ઉલ્લેખનીય છે. એમના નામ ઉપ
થી મેસતું વ્યાકરણ” નામક ગ્રન્થ પ્રાપ્ત થાય છે. જે દ્વારા તેમની વ્યાકરણકાર તરીકેની પ્રતિભાને ખ્યાલ મળી રહે છે. એમની ગ્રન્થસૂચિમાં વ્યાકરણ વિશેના ગ્રન્થની સંખ્યા સારા પ્રમાણમાં છે, જેમાં એમની કાતંત્ર બાલાવબોધ વૃત્તિ ખાસ નોંધનીય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ચરિત્રનાયકના સમય સુધી આ વ્યાકરણ લોકગ્ય રહ્યું હતું.
મેરતુંગસૂરિને શિષ્ય-પરિવાર ઘણે વિશાળ હતો. એટલું જ નહિ, એમના સમુદાયના આચાર્યોએ પણ પોતાનાં સુકૃત્યાંથી નામના કાઢી અને ગચ્છનું તેમ જ શાસનનું નામ દીપાવ્યું છે એમના શિષ્ય પરિવારના કેટલાક આચાર્યોનાં નામે આ પ્રમાણે છેઃ જયકીર્તિસૂરિ, રત્નશેખરસૂરિ, માણિજ્યસુંદરસૂરિ, માણિક્યશેખરસૂરિ, મહીતિસૂરિ, મેરુનંદસૂરિ, ગુણ સમુદ્રસૂરિ, ભુવનતુંગસૂરિ, જયતિલકસૂરિ, કીર્તિસાગરસૂરિ, જયસાગરસૂરિ ઈત્યાદિ.
પ્રમાણુ-ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે મે તુંગસૂરિએ અણહિલપુર પાટણ, ખંભાત, જંબુ વગેરે સ્થાનમાં ૫૦૦ ભવ્ય જીવોને નવ દીક્ષિત કર્યા. તથા અનેકને આચાર્ય, ઉપાધ્યાય, વાચનાચાર્ય, પન્યાસ, મહત્તરા, પ્રવર્તિની પ્રસૃતિ પદ-સ્થાપિત કર્યા હતાં. ચરિત્રનાયકને સ્વહસ્તે પદસ્થાયિ થયેલાઓની સંખ્યા પંદરની પણ મળે છે. વિદ્યમાન પદધારકે તે જુદા જ.
એમના આજ્ઞાવતિ વિશાળ ત્યાગી-સમુદાય વિશે રાસકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી મેરૂતુંગસૂરિ જણાવે છે કે “સાધુ-સાધ્વીઓને જે પરિવાર જે તેની સંખ્યા કેણ કરશે?” તેમના બહોળા શિષ્ય-પરિવારથી પણ એમની મહાનતાનું આપણને દર્શન થાય છે.
મેતુંગસૂરિએ ગચ્છનાયક તરીકે એવી પ્રજવલિત પ્રતિભા પ્રકટાવી કે જેને ઈતિહાસમાં થઈ થયેલા પ્રભાવક આચાર્યોમાં તેઓ પ્રથમ પંક્તિનું સ્થાન પામી શક્યા. એમની આવી પ્રતિભા ત્યાગમય તેમ જ ગનિષ્ટ જીવનને આભારી છે. રાસકાર વર્ણવે છે કે ચરિત્રનાયક નિર્મલ તપ–સંયમનું આરાધન કરતા તેમ જ ગાભ્યાસમાં સવિશેષ અભ્યસ્ત રહેતા. તેઓ હઠાગ, પ્રાણાયામ, રાજગ આદિ ક્રિયાઓમાં નિયમિત ધ્યાનમગ્ન રહેતા. ગ્રીષ્મ ઋતુના ઉગ્ર તાપમાં કે શિયાળાની કળકળતી ઠંડીમાં તેઓ સદેવ કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેતા. ચરિત્રનાયકની આવી વિશિષ્ટ જીવન–ચારિકાને રાસકારે પૂરવરિષિ” કહીને બિરદાવી છે.
કેટલાક પટ્ટાવલીકરેએ ચરિત્રનાયકના ઉચ્ચ જીવનનો ખ્યાલ આપવા વળી બીજો એક ચમત્કારિક પ્રસંગ વણી લીધો છે. તેઓ વર્ણવે છે કે મેતુંગસૂરિ પાસે ચક્રેશ્વરી અને પદ્માવતી દેવીઓ સદાદિત આવતી હતી. કેઈ એક શ્રાવકે ત્યાં રાત્રિએ એકાંતમાં ગુરુ પાસે બેઠેલી અને દેવીઓને જોઈને શંકા કરી. ગુરુને તેની શંકાની જાણ થતાં તે શ્રાવકને પિતાની પાસે બોલાવ્યો અને ગુરુએ તેની શંકાનું સમાધાન કર્યું. તે પછી કલિયુગ જાણીને ગુરુએ દેવીઓનું આવાગમન બંધ કરાવ્યું.
વિસં. ૧૪૭૧ માં મેરૂતુંગસૂરિ પાટણમાં પધાર્યા. રાસકાર વર્ણવે છે કે સંઘે તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. એમના આગમનથી સંઘમાં ધર્મ ભાવનાનો ઉમળકો
આવ્યો. મેતુંગસૂરિએ પિતાનું આયુષ્ય શેષ જાણીને પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
અનેક નૃપતિ પ્રતિબંધક શિષ્યને પાટણ તેડાવ્યા. અરિહંત ભગવાનના સાન્નિધ્યમાં આલેયણાપૂર્વક ત્રિવિધ સર્વ જીવોને ખમાવ્યા. અને પોતાના મુખથી અણુશણ વ્રત ઉચ્ચાયું. એ પછી તેઓ પરમ ધ્યાનમાં લીન થઈ ગયા. તેમના મુખ ઉપર સુખ અને સંતોષ છવાયાં હતાં. સમાચાર સાંભળતાં જ લાખેકની સંખ્યામાં એમના ભક્તો ત્યાં ઉમટ્યા અને રાસ, ભાસ આદિ ભાવના રસપૂર્વક ભાવવા લાગ્યા. એ દિવસે ગુરુએ ચાર વખત વ્યાખ્યાન આપ્યું, જે સાંભળી બધાનાં હદય દ્રવી ઉઠ્યાં. લોકોએ વ્રતપચ્ચખાણ ગુરુ મુખેથી ગ્રહણ કર્યા. વિ. સં. ૧૪૭૧ ના માગશર પૂર્ણિમાને સોમવારને દિવસે, પાછલા પ્રહરમાં ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રવણ કરતા, અરિહંત અને સિદ્ધનું ધ્યાન ધરીને કેવલીની જેમ મેસતુંગસૂરિ પાટણમાં નિર્વાણ પામ્યા. એમના પરેલેકગમનથી લેકે શેકમગ્ન બની ગયા.
મેતુંગસૂરિનું સ્થાન અંચલગચ્છના ઈતિહાસમાં ખૂબ જ ઊંચું છે. એમના દેહાવસાનથી અંચલગચ્છના ઇતિહાસને બીજો મહત્ત્વપૂર્ણ તબકકો પૂર્ણ થયે. મહેન્દ્રપ્રભસૂરિ અને મેરૂંગસૂરિનો શાસનકાળ આર્યરક્ષિતસૂરિ અને જયસિંહસૂરિ ના સમયની ઝાંખી કરાવે એ ઉજજવળ છે. એમના મહિમાને કવિઓએ ખૂબ ખૂબ ગાયે છે. આવા મહિમાવાન આચાર્યને ભૂરિ ભૂરિ વંદના.
–
તુ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છ-ચૂડામણિ
શ્રી જયકીર્તિસૂરિ
મેરૂતુંગસૂરિ જેવા મહિમાવાન આચાર્યના પટ્ટશિષ્ય થવાનું બહુમાન પ્રાપ્ત કરનાર જયકીર્તિસૂરિ અંચલગચ્છના ચૂડામણિ તરીકે ધવલ કીર્તિ પામે એમાં આશ્ચર્ય શું ? કેટલાક ગ્રન્થકર્તાઓએ એમને “શ્રી મેરૂતુંગસૂરીન્દ્ર પટ્ટ-પનિધિ-ચન્દ્ર” કહ્યા છે તે પણ ઔચિત્યપૂર્ણ છે. ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન દરમિયાન ચંદ્રની શિતળ કિરણાવલી વરસતી નીરખાય છે. એમણે તથા એમના પટ્ટશિષ્ય જયકેસરીસૂરિએ પ્રતિષ્ઠાઓની જે પરંપરા સર્જી છે તેને જેટો અંચલગચ્છના ઇતિહાસમાં મળી શકે એમ નથી. ભારતવર્ષનાં કઈ પણ સ્થાનમાં, કેઈ પણ મુખ્ય જિનાલયમાંથી એમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ તે ઉપલબ્ધ થવાની જ !
વિ. સં. ૧૪૩૩ માં એમને જન્મ મરમંડલ અંતર્ગત તિમિરપુરમાં થયેલ હતું. પિતા શ્રીમાલીવંશીય સંઘવી ભૂપાલ શ્રેષ્ઠી. માતા ભ્રમરાદે. બાળકનું પૂર્વાશ્રમનું નામ દેવકુમાર હતું. પટ્ટાવલીકારે નોંધે છે કે બાળકે વિ. સં. ૧૪૪૪ માં મેરતંગસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને નાદિત મુનિનું નામ જયકીર્તિ રાખવામાં આવ્યું. મેરૂતુંગસૂરિની છાયામાં રહીને એમણે જૈનશ્રુતને ખંતપૂર્વક અભ્યાસ કર્યો.
ગુરૂએ એમને યોગ્ય જાણીને વિ. સં. ૧૪૬૭ માં ખંભાતમાં આચાર્યપદે વિભૂષિત કર્યા. ત્યાંના સંઘવી રાજસિંહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ-ચૂડામણિ હર્ષપૂર્વક પદમહોત્સવ કર્યો. વિ. સં. ૧૪૭૩ માં ગચ્છનાયક મેરૂતુંગસૂરિ કાલધર્મ પામતાં પાટણના સંઘે ચરિત્રનાયકને ગચ્છનાયકપદે અલંકૃત કર્યા. સંઘપતિ પિપાશ્રેષ્ઠીએ ઉત્સાહ પૂર્વક પટોત્સવ કર્યો. “જયકીર્તિસૂરિ ફાગ” માં આ ઉત્સવનું સારું વર્ણન છે. તેમાં ગએશપદની મિતિ વૈશાખ વદિ ૫ આપી છે. એ પછી ગચ્છનાયક તરીકે ચરિત્રનાયકની કીર્તિ બધે વિસ્તરી.
ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં વિષાપહારગેત્ર-પ્રતિબંધ વિશે એક પ્રસંગ વર્ણવ્યો છે. પટ્ટાવકાર નોંધે છે કે વિ. સં. ૧૪૪૭ માં ચરિત્રનાયક મુનિપર્યાયમાં કંટલી ગામમાં પધાર્યા હતા. ત્યાં એસવાળ જ્ઞાતીય સહસાક નામને શ્રેષ્ઠી વસતો હતો. એક વખતે તેને ઘેર પકવાન્ન થતું હતું તેમાં સર્પનું વિષ પડ્યું. તે દિવસે સહસાક શ્રેષ્ઠી તથા તેની પત્નીને ઉપવાસ હતું એટલે એ સિવાયની બાકીની વ્યક્તિઓએ પકવાન્ન આગતાં સૌનું મૃત્યુ થયું. સહસાક પ્રભૂતિ સંઘે ત્યાં માસક્ષમણ રહેલા ચરિત્રનાયકને વિનંતી કરતાં તેમણે વિષાપહાર મંત્રના પ્રભાવથી સૌને સચેતન કર્યા. એટલે આ કુટુંબના વંશજો વિષાપહાર ગેત્રથી પ્રસિદ્ધ થયા
સેલવાટ ગામમાં ઉક્ત સહસાક શ્રેષ્ઠીને કુટુંબી સાલિગ ધનાઢ્ય શ્રેષ્ઠી થઈ ગયે તેણે યકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથ પ્રમુખ ૨૫ જિનબિંબેની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. એ પછી સાલિગ શ્રેષ્ઠી સત્યપુરમાં આવીને વસ્યા. ત્યાં તેણે યકીર્તિસૂરિના ઉપદેશથી શ્રી મહાવીર પ્રભુને જિનપ્રાસાદ બંધાવ્યું અને વિ. સં. ૧૪૯૩ ના જેઠ શુદિ ૧૦ ના દિને તેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી, જેમાં પચીસ હજાર પીજીને ખર્ચ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૩
ઓસવાળ વંશીય, દેવાણંદસખા ગાત્રીય મંત્રી મેઘા વિ. સં. ૧૪૭૬ માં સત્યપુરમાં થઈ ગયા. તેમણે શ્રી મહા વિરપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી એમ ભટ્ટગ્રન્થ દ્વારા જાણી શકાય છે. આ પ્રતિષ્ઠા ઉક્ત પ્રતિષ્ઠાથી ભિન્ન છે.
ઓસવાળ વંશીય પડાઈઆ ગાત્રીય જિનદાસના પુત્ર સાદા તથા સમરથ વિ. સં. ૧૪૮૪ માં સાર-સત્યપુરમાં વસતા હતા. ત્યાંના રાજકારણમાં તેમણે યશસ્વી ફાળો આપે હાઈને તેમને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાદાના પુત્ર મંડલિકે અંચલગચ્છાધિપતિ સિદ્ધાન્તસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યોમાં હજારે પરેજી ખરચી. આ રીતે સત્યપુર–સાચારમાં અંચલગચ્છીય શ્રાવકોએ અનેક ધર્મકાર્યો કર્યા.
ઉક્ત મંત્રી સાદાના વંશજે “મુમણિયા” ઓડકથી ઓળખાયા એ સ બંધમાં ભટ્ટગ્રન્થ આ પ્રમાણે આખ્યાયિકા વર્ણવે છે. સાચેરના રાજવીને પુત્ર રાજ્ય મેળવવાના લેભથી પિતાના પિતાને મારી નાખવાના ઈરાદે રાતે ચેરના વેશે મહેલમાં પેઠે. રાજા જાગી જવાથી તેને ચેર માની ખડગ લઈ મારવા દોડ્યો કુંવર આગાસી પરથી કૂદકો મારીને નાસતે ભાગતો સાદાના ઘરમાં પ્રવેશ્યો. સાદાએ તેને ઓળખી લીધો. ત્યાં તો રાજાના ચેકીદારે ત્યાં મારતે ઘોડે આવી પહોંચ્યા. તેમણે સાદાને ચાર વિશે પૂછ્યું પરંતુ તે નિરુત્તર રહ્યો. ખુદ રાજાએ પણ તેને બોલાવ્યો. અને પૂછયું તોયે તે નિરુત્તર રહ્યો. એટલે રાજ ક્રોધે ભરાયે. તેણે કહ્યું કે “આ મુમણે (મૂંગો) ચોરને આશ્રય આપીને પિતાનું ઘર ભરે છે, માટે ચોરને બદલે એને જ સજા કરે!” મહાજને એકઠા થઈને
સાદાને ખૂબ સમજાવ્યો. પણ તે એકનો બે ન થયે. કુંવરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ-ચૂડામણિ આ બધી વાતો જાણવા મળતાં તેણે સાદાને પિતાના ઘરમાં રાખીને તેણે રક્ષણ આપ્યું. રાજાએ ઘણે આગ્રહ કર્યો હોવા છતાં કુંવરે તેને ન જ સેં. રાજાના મૃત્યુ બાદ કુંવર રાજગાદી પર બેઠે ત્યારે સાદાની વફાદારી બદલ તેને પોતાનો મંત્રી બનાવ્યું. રાજાએ તેને મુમણે કહ્યો હાઈને તેના વંશજો એ નામથી પ્રસિદ્ધ થયા.
મેરતુંગસૂરિના વિશાળ શિષ્ય-પરિવાર ઉપરાંત ચરિત્રનાયકે ૧૫ શિષ્યને આચાર્યપદસ્થિત કર્યા હતા. એમના કેટલાક શિષ્યોને પરિચય આપ અહીં પ્રસંગેચિત થશે.
તત્કાલીન આચાર્યોમાં માણિક્યસુંદરસૂરિ પ્રથમ કેટિના સાહિત્યકાર થઈ ગયા. કવિચકવર્તિ જયશેખરસૂરિ જેવી સાહિત્યિક પ્રતિભા તેઓ ધરાવતા હતા. ગુજરાતી ભાષાના આદ્યગદ્યકાર તરીકે તેમને ગણાવી શકાય. તેઓ પિતાના ગ્રન્થની પ્રશસ્તિઓમાં પોતાના અંગત જીવન વિશે અલ્પ ઉલ્લેખ કરે છે, જે દ્વારા ઠીક ઠીક સામગ્રી પ્રાપ્ત થઈ શકે એમ છે. પિતાના ગ્રન્થમાં તેઓ પિતાના વિદ્યાગુરુ જયશેખરસૂરિનું ઋણ સ્વીકારવાનું ભૂલતા નથી. એવી જ રીતે પોતાના ગુરુ મેરૂતુંગસૂરિના વાત્સલ્યને પણ તેઓ કૃતજ્ઞભાવે યાદ કરે છે. શ્રીધરચરિત્ર”ની ગ્રન્થ-પ્રશસ્તિ આ દષ્ટિએ ઘણું સૂચક છે.
મેરૂતુંગસૂરિએ એમને ખંભાતમાં આચાર્યપદે વિભૂષિત કરેલા. પદમહોત્સવ શાહ તેજાએ હર્ષપૂર્વક કરેલું. તેમને આચાર્ય તરીકે સૌ પ્રથમ ઉલ્લેખ વિ. સં. ૧૪૬૩ સંબંધિત હેઈને તે વર્ષે કે તે પહેલાં તેઓ આચાર્યપદસ્થિત થયા હશે એમ સ્પષ્ટ થાય છે. એમના ગ્રન્થની પ્રશસ્તિઓ દ્વારા સૂચિત થાય છે કે રાજસ્થાન અંતર્ગત મેવાડ, દેવકુલ
પાટક, સત્યપુર, તથા ગુજરાતમાં પુરુષપત્તન-અણહીલપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ પાટણ, ખંભાત ઈત્યાદિ સ્થાનોમાં એમને વિહાર સવિશેષ હતો. ગુજરાતના રાજા શંખની રાજસભામાં તેમણે “મહાબલ મલયસુંદરી કથા” રચી હતી. આ રાજવીની પર્ષદામાં જયશેખરસૂરિની જેમ માણિજ્યસુંદરસૂરિ પણ ઘણું માન પામેલા.
શીલરત્નસૂરિએ મેરૂતુંગસૂરિ કૃત “જેન મેઘદૂત” મહાકાવ્ય પર ટીકા રચી તેનું સંશોધન માણિજ્યસુંદરસૂરિએ કર્યું હેઈને વિ. સં. ૧૪૯૧ માં એમની વિદ્યમાનતા નક્કી કરી શકાય છે. “શ્રીધર ચરિત્ર”ની ટીકાની પ્રશસ્તિમાં તેમણે જણાવ્યું છે કે તેને શિષ્ય કીર્તિસાગરસૂરિએ પ્રથમાદ લખી.
માણિક્યસુંદરસૂરિએ જૂની ગુજરાતીમાં ગદ્યાત્મક “પૃથ્વીચંદ્ર ચરિત્ર” રચ્યું. તે બોલીમાં છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં લેવાતી છૂટ ભેગવતું પ્રાસયુક્ત ગદ્ય તે બેલી. માણિક્યસુંદરસૂરિ બલીવાળા પ્રબંધને વાગ્વિલાસ એટલે બેલીને વિલાસ એવું નામ આપે છે. આ ગદ્યકૃતિ ગુજરાતી ભાષાના પ્રાચીન સ્વરૂપને સમજવા માટે અત્યંત ઉપયોગી છે એટલું જ નહિ પણ તે એક વિસ્તૃત વર્ણન પ્રધાન વાર્તાગ્રન્થ હોવાને કારણે તાત્કાલીન સમાજ-સ્થિતિને લગતી પણ કેટલીક ઉપયોગી માહિતી તેમાંથી મળી આવે છે. ગુજરાતીના વિદ્વાનોએ આ ગ્રન્થને ગદ્ય-કાદંબરી કહીને તે વિશે ઘણે ઉહાપોહ કર્યો છે.
ઉપર્યુક્ત પ્રત્યે ઉપરાંત એમની ગણનાપાત્ર કૃતિઓ આ પ્રમાણે છેઃ ચતુઃ પર્વોચપૂ, શુકરાજ કથા, ચંદ્રધવલ, ગુણવર્મચરિત્ર, સત્તરભેદી પૂજા કથા, સંવિભાગવત કથા, નેમીશ્વરચરિત, યશધરચરિત્ર, ભવભાવના બાલાવબેધ, અજાપુત્ર કથાનક, સિંહસેનકથા ઈત્યાદિ.
માણિક્યસુંદરસૂરિથી ભિન્ન માણિક્યશેખરસૂરિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છ-ચૂડામણિ બહુશ્રુત વિદ્વાન થઈ ગયા. કેટલાક સાંપ્રત વિદ્વાનોએ ઉક્ત બેઉને એક ગણી લઈને ઘણા ગૂંચવાડા સર્યા છે. મેરૂતુંગસૂરિ રાસમાં ઉભય ગ્રન્થકારોને ઉલ્લેખ અનુકમે આચાર્ય અને ઉપાધ્યાય તરીકે છે, એટલે દીક્ષા-પર્યાયમાં માણિજ્યસુંદરસૂરિ વડીલ હતા એમ સ્પષ્ટ થાય છે. માણિક્યશેખર સૂરિ પણ ખંભાતમાં જ આચાર્ય પદસ્થિત થયા. એમની સાથે મેરુનંદરસૂરિ પણ આચાર્યપદે વિભૂષિત થયેલા. તે પ્રસંગે સંઘપતિ ખીમરાજે ઘણું ધન ખરચીને ઉત્સવ કરેલ. એથી વિશેષ એમના અંગત જીવન વિશે કશું જાણું શકાતું નથી. એમના ગ્રન્થની નામાવલી આ પ્રમાણે છે: પિંડનિર્યુક્તિ દીપિકા, ઓઘનિયુક્તિ દીપિકા, દશવૈકાલિક દીપિકા, ઉત્તરા
ધ્યયન દીપિકા, આચારાંગ દીપિકા, નવતત્વ વિવરણ, આવશ્યકનિયુક્તિ દીપિકા, કલ્પસૂત્ર અવચૂરિ વગેરે. આમાંની કેટલીક કૃતિએ તે અનુપલબ્ધ છે.
જેનાગો પર ગણ્યાંગાડ્યા વિદ્વાનોએ જ ટીકાઓ રચી હોઈને તેમાં માણિજ્યશેખરસૂરિનું સ્થાન અદ્વિતીય ગણાશે. જેનામેના પ્રકૃષ્ટ અભ્યાસી તરીકે તત્કાલીન શ્રમણમાં તેઓ જુદા તરી આવે છે અંચલગચ્છમાં એ પછી જેનાગમના સમર્થ ટીકાકાર તરીકે એક પણ નામ પ્રાપ્ત થતું નથી.
ઉપર્યુક્ત બેઉ સાહિત્યકારના સંક્ષિપ્ત પરિચયની સાથે ચરિત્રનાયકના પટ્ટશિષ્ય જયકેસરીસૂરિને અલ્પ પરિચય પણ પ્રસંગોચિત ગણાશે. પાંચાલદેશ અંતર્ગત થાનનગરમાં શ્રીમાલીવંશીય શ્રેષ્ઠી દેવસિંહની ભાર્યા લાખણદેની કુખે વિ. સં. ૧૪૭૧ માં એમનો જન્મ થયો હતો. એમનું મૂળ નામ ધનરાજ. એમના જન્મ વખતે માતાએ સ્વપ્નમાં કેસરીસિંહ
નીરખે હતે. વિ. સં. ૧૪૭૫ માં તેમણે જયકીર્તિસૂરિ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૭
આબૂમાં દીક્ષા અંગીકાર કરી. વિ. સં. ૧૪૯૪ માં ગુરુએ તેમને ચાંપાનેરના રાજા ગંગદાસના વચનથી આચાર્ય પદે વિભૂષિત કર્યા. ગંગદાસનો કુંવર જયસિંહદેવ પતાઈ રાવળના નામથી પ્રસિદ્ધ હતો. પ્રાચીન ગ્રન્થકારોએ જયકેસરી સૂરિને
પતાઈ રાવળ માન્ય” કહ્યા છે તે ઘણું સૂચક છે. ચાંપાગઢના મંત્રી જગરાજે તથા મંત્રીવર્ય હાથીએ અને એમના કુટું. બીઓએ જયકેસરીસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠા કરાવી હતી એ દ્વારા પણ ત્યાંના રાજવીઓ સાથે એમને સંપર્ક સૂ ચત થાય છે. જયેકેસરીસૂરિનો પાટોત્સવ પણ પાવાગઢમાં થયેલે. ચાંપાનેરના સંઘપતિ કાલાગરે એ પ્રસંગે પાવાગઢના શ્રી વીરજિનાલયમાં મેટો ઉત્સવ કર્યો હતે. આ સુપ્રસિદ્ધ જિનાલયમાં દર્શનદ્વારા પાવન થઈને અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિએ અંચલગચ્છનો સૂત્રપાત કરે એ ઘટના સુવિદિત છે. ત્યારથી અંચલગચ્છાધિપતિઓ સાથે પાવાગઢને સંપર્ક વિશેષ સુદઢ થતો ગયે.
અમદાવાદના સુલતાનને જયકેસરીસૂરિએ ચમત્કાર દાખવેલે એ સંબંધમાં પટ્ટાવલીમાં એક પ્રસંગ વર્ણવ્યું છે. સુલતાન છ મહિનાથી તાવમાં પીડાતા હતા. અનેક ઉપાયે ક્ય છતાં તાવ મટયો નહિ. એ તાવને મંત્રપ્રભાવથી સૂરિએ દૂર કર્યો. આ ચમત્કારથી પ્રભાવિત થઈને સુલતાને અમદાવાદમાં ઝવેરીવાડમાં અંચલગચ્છીય શ્રમણ માટે ઉપાશ્રય બંધાવી આપે ઉક્ત સુલતાન તે મહિમંદ શાહ. અન્ય પટ્ટાવલીકારે છે એવું નંધ્યું કે ગુજરાતને સુલતાન અહમ્મદ સૂરિને શિષ્યપણે ભળે !
અન્ય પટ્ટાવલીમાં એ ઉલ્લેખ છે કે જયકેસરીસૂરિના વધતા જતા પ્રભાવથી અમદાવાદની મુલાને ઈર્ષ્યા જાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૮ ]
અંચલગચ્છ-ચૂડામણિ આથી તેમણે સાબરમતી નદીમાં વૃક્ષે ચલાવીને સુલતાનને ચમત્કાર દેખાડેલ અને મુલાને હાર આપી. આવા ચમત્કારિક પ્રસંગોનું મહત્ત્વ જે હોય તે છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે જયકેસરીસૂરિ ગુજરાતના સુલતાનના સમાગમમાં આવેલા અને તેમણે મુસલમાન શાસકોની પર્ષદામાં ઘણે પ્રભાવ વર્તાવ્યું. જયકેસરીસૂરિના શ્રાવક મંત્રી પાસાને સુલતાન મહિમુદ અને કુતુબુદ્દીને સન્માનિત કર્યા હતા. આવા અનેક રાજમાન્ય શ્રાવકેના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મુસલમાન શાસનકાળની તવારીખમાં આ બધી ઘટનાઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ છે.
જયકેસરીસૂરિએ સાયલાના રાજા રૂપચંદને ચમત્કાર દેખાડીને તેમને જૈન ધર્માનુયાયી કર્યો એ સંબંધમાં પણ પટ્ટાવલીમાં વર્ણન છે. કહેવાય છે કે રૂપચંદના પુત્ર સાતસિંહને સર્પ કરડે. સૂરિએ મંત્રપ્રભાવથી વિષ–વમન કરાવેલું. પિતના પુત્રને નવું જીવન પ્રાપ્ત થવાની ખુશાલીમાં રાજાએ સૂરિને ચાર ગામે આપવાનો નિર્ણય કર્યો, પરંતુ નિસ્પૃહી ગુરુએ તે ન સ્વીકાર્યા. રાજાએ સ્વેચ્છાએ જૈનધર્મ અંગીકાર કર્યો. તેના વંશજો સાયેલા રાજ્ય પરથી “સ્વાલ” ઓડકથી ઓસવાળ વંશમાં પ્રસિદ્ધ થયા.
એસવાળવંશીય, બપ્પણગેત્રીય મીઠડીઆ શાખીય, પાટણ નિવાસી નરસિંહના પુત્રે પાસદત્ત તથા દેવદત્તે જીરાવલા તીર્થની દેવકુલિકાઓ જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી હતી. ઉક્ત નરસિંહની સંતતિમાં રૂડી શ્રાવિકાએ પણ જયકીર્તિસૂરિના ઉપદેશથી એ તીર્થમાં એક દેવકુલિકા કરાવી.
એ જ વંશના તેજાના દ્વિતીય પુત્ર ખીમાની ભાર્યા ખીમાએ જીરાવલા તીર્થમાં એક દેવકુલિકા જયકીર્તિસૂરિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
ઉપદેશથી કરાવેલી. આ વંશના સલખણના પુત્ર તેજા તથા નરસિંહ અદ્દભૂત ચારિત્ર્યવાળા હતા તેમણે મહીતીર્થની યાત્રા કરીને તેને ઉદ્ધાર કરાવ્યું હતું. તેજાના શાહ ડીડા આદિ પાંચ પુત્ર થયા, તેમને ગુજરાતના સુલતાન અહમદશાહે સન્માનિત કરેલા. ડીડાના પુત્ર નાગરાજ શ્રેષ્ઠીમંડલમાં ભૂષણ સમાન હતા. નાગરાજના પૌત્ર પાસાને ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને સન્માન આપેલું. તેઓ સંઘમાં અગ્રેસર હતા. તેની પત્ની ચમકૂએ જયકેસરી સૂરિના ઉપદેશથી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતો લખાવી.
જયકેસરીસૂરિના ઉપદેશથી હજારો જિનબિંબની પ્રતિષ્ઠા થઈ છે, જે વિશે વિગતમાં જવું અહીં અસ્થાને છે. ટૂંકમાં ચરિત્રનાયકના આ પ્રભાવશાળી પટ્ટશિષ્ય અંચલગચ્છની ધર્મ પ્રવૃત્તિને ભારે વેગ આપીને જૈનશાસનનું નામ દીપાવ્યું.
આગળ આપણે માણિક્યસુંદરસૂરિ તેમ જ માણિજ્યશેખરસૂરિ વિશે નધી ગયા છીએ. સમાન નામધારક ત્રીજા આચાર્ય હતા માણિજ્યકુંજરસૂરિ. આ ત્રણેય આચાર્યોને એક જ સમજી લઈને સાંપ્રત ગ્રન્થકાએ અનેક ગૂંચવાડાઓ સર્જા હાઈને આ ત્રીજા આચાર્યને પરિચય પણ અહીં પ્રસંગચિત ગણાશે. વિ. સં. ૧૫૩૫ ના કાર્તિક વદી ૨ ને બુધવારે શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી માંડણે માણિજ્યકુંજરસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિબની પ્રતિષ્ઠા કરાવી. આ આચાર્ય ઉભય ગ્રન્થકારેથી ભિન્ન છે. તેમની ગુરુ-પરંપરા આ પ્રમાણે છેઃ (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંહસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિક્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયહંસસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) જિનહંસસૂરિ (૧૨) ગુણહર્ષ ઉપાધ્યાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
અંચલગચ્છ-ચૂડામણિ માણિક્યસુંદરસૂરિથી માણિજ્યકુંજરસૂરિ ભિન્ન હતા તેનું અન્ય પ્રમાણ “સિંહસેનકથા”ની પ્રત પુષ્પિકા પૂરું પાડે છે. તેમાં ગ્રન્થના લેખક માણિક્યસુંદરસૂરિ અને પ્રતના લેખકની પરંપરાના માણિક્યકુંજરસૂરિનાં નામ ભિન્ન રીતે આપ્યાં છે. વિ. સં. ૧૫૦૨ માં આષાઢ શુદિ ૫ ને સોમવારે ઉક્ત પ્રત “ગુણસમુદ્રસૂરિના પટ્ટાલંકાર માણિજ્યકુંજરસૂરિના શિષ્ય ૫૦ ગુણરાજ ગણિએ લખી.”
વદ્ધમાનપુરના રહીસ શ્રેષ્ઠી વર્ધમાન અને તેની ભાર્યા ઝાંઝરની પુત્રી અંગનાએ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત માણિજ્યકુંજર સૂરિના ઉપદેશથી વિ. સં. ૧૫૨૬ ના આષાઢ વદિ ૧૩ ને ગુરુવારે લખાવી. વિ. સં. ૧૫૮૧ ના ચૈત્ર શુદિ ૧૨ અનન્તરે ૧૩ ને બુધવારે માણિજ્યકુંજરસૂરિના અજ્ઞાત શિષ્ય “શ્રાવક દિવસિક પ્રતિકમણ વિધિ” નામક ગ્રન્થ લખ્યો. આ બધાં પ્રમાણે ઉક્ત ત્રણે સમાન નામધારક આચાર્યો ભિન્ન ભિન્ન હતા તે વાત સબળ રીતે રજૂ કરે છે.
ઉક્ત શ્રમણે ઉપરાંત અનેક આચાર્યો, ઉપાધ્યાયે, મુનિરાજે, જયકીર્તિસૂરિના આજ્ઞાવર્તિ શિષ્યમંડળમાં હતા. અહીં અગત્યનાં નામનો માત્ર અપ ઉલ્લેખ કરીને સંતોષ માનશું.
મહીતિલકસૂરિને ઉલ્લેખ મેરૂતુંગસૂરિ રાસમાં છે. શાહ સલખા સાદાગર–કારિત ઉત્સવથી તેઓ આચાર્ય-પદ-સ્થિત થયા હતા. વિ. સં. ૧૪૭૧ ના માઘ શુદિ ૧૦ ને શનિવારે પ્રાગ્વાટવંશીય, વૃદ્ધસાજનિક, દોણ શાખીય શાહ ઝબટે એમના ઉપદેશથી બિંબ–પ્રતિષ્ઠા કરેલી. એ જ દિવસે શ્રીમાલી વંશીય શાહ આસધરના પુત્ર હાંસાએ પણ મહીતિલકસૂરિના
ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા કરેલી. એ વર્ષે આષાઢ શુદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૧૧ ૨ ને શનિવારે શ્રીમાલીવંશીય શ્રેષ્ઠી સૂરા અને ચાંપાએ પણ સૂરિના ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી.
મેરૂતુંગસૂરિએ મેરુનંદનસૂરિને ખંભાતમાં આચાર્યપદસ્થિત કરેલા. સંઘપતિ ખીમરાજે પદમહોત્સવ કરેલો. મેરૂનંદનસૂરિએ રચેલ “વીસવિહરમાન સ્તવન ઉપલબ્ધ થાય છે.
પંડિત મહીનંદન ગણિ વિ. સં. ૧૮૬૩ માં વિદ્યમાન હતા. એ વર્ષે સલખણપુરના રહેવાસી શ્રીમાલ જ્ઞાતીય શ્રેણી અમરસિંહના પુત્ર સુહગાએ કાલિકાચાર્ય કથાનકની પ્રત એમના વાંચનાર્થે લખાવી. આ સચિત્ર પ્રત મંત્રી દેવરાજ દ્વારા લખાઈ કાગળ પર લખાયેલી પ્રતિમાં તે સૌથી પ્રાચીન પ્રત મનાય છે.
માણિક્યસુંદરસૂરિના શિષ્ય કીર્તિસાગરસૂરિ વિશે આગળ ઉલ્લેખ થઈ ગયેલ છે. તેમણે પિતાના ગુરુ દ્વારા લખાયેલ શ્રીધરચરિત્રની ટીકાને પ્રથમાશે લખી હતી એમ એ ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા જણાય છે. વિ. સં. ૧૪૭૯ ના પોષ વદિ ૫ ને શુકવારે શ્રીમાલ જ્ઞાતીય પરિખ ધનાએ કીતિસાગરસૂરિના ઉપદેશથી બિંબ–પ્રતિષ્ઠા કરાવેલી.
વિ. સં. ૧૪૭૧ ના આષાઢ શુદિ ૨ ને રવિવારે શ્રીમાલ જ્ઞાતીય પરિખ ભેજણ અને ભેલાએ જયતિલકસૂરિના ઉપદેશથી બિંબપ્રતિષ્ઠા કરાવેલી. જયતિલકસૂરિનું નામ મેરૂતુંગસૂરિ રાસમાં ન હોઈને ઉક્ત પ્રતિષ્ઠા–લેખ મહત્ત્વપૂર્ણ બને છે
મેરૂતુંગસૂરિએ ગુણસમુદ્રસૂરિને હર્ષપુરમાં આચાર્યપદ સ્થિત કરેલા. એ પ્રસંગે શ્રેષ્ઠી ખીમિગે પદમહોત્સવ કરેલ. મહાકવિ માઘ કૃત “શિશુપાલ વધ” મહાકાવ્યની વિ. સં. ૧૪૭૮ માં લખાયેલ પ્રત ખંભાતમાં ગુણસમુદ્રસૂરિ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
અંચલગચ્છ-ચૂડામણિ હતી એમ એ પ્રતની પુષ્પિકા દ્વારા જણાય છે. વિ. સં. ૧૫૧૮ ના વૈશાખ સુદ ૫ ને ગુરુવારે એસવાળ વંશીય ભાખુએ બિંબ–પ્રતિષ્ઠા કરાવેલી, જેને ખંડિત લેખ ઉપલબ્ધ થાય છે. તેમાં આચાર્યનું નામ અડધું વંચાય છે. જે પ્રતિછાનું વર્ષ ચોક્કસ રીતે નોંધાયું હોય તે તે પ્રતિષ્ઠાના ઉપદેશક આચાર્ય ગુણસમુદ્રસૂરિ સંભવે છે. ગુણસમુદ્રસૂરિ કૃત “કિપાકલાપ”ની હાથપ્રત ઉપલબ્ધ થાય છે. ગુણસમુદ્રસૂરિના સમકાલીન કવિ કાહ્ન એમના વિશે ગૌરવાન્વિત ઉલ્લેખ કરે છે. જુઓઃ “ગુણસમુદ્રસૂરિ ગુણ નિહાણું, પાવું પણસ દરિ.”
ગુણસમુદ્રસૂરિના ગુરુ અભયસિંહસૂરિ પ્રભાવક આચાર્ય થઈ ગયા. એમની પ્રેરણાથી ગેડીજીના સુપ્રસિદ્ધ તીર્થની સ્થાપના થયેલી ગુણસમુદ્રસૂરિના શિષ્ય માણિક્યકુંજરસૂરિ વિશે પણ આગળ ઉલ્લેખ થઈ ગયો છે.
મેરૂતુંગસૂરિના શાખાચાર્ય ભુવનતંગસૂરિ થઈ ગયા. અંચલગચ્છમાં આ નામના બે આચાર્ય થઈ ગયા છે. બન્નેના ગુરુનાં નામ અનુક્રમે આ પ્રમાણે છેઃ મહેન્દ્રસિંહસૂરિ અને મહેદ્રપ્રભસૂરિ બેઉ આચાર્યો સમાન નામધારક હતા, ઉપરાંત એમના ગુરુનાં નામમાં પણ ઘણું મળતાપણું હેઈને સાંપ્રત ગ્રન્થકાએ એમને અભિન્ન માનીને ગૂંચવાડાઓ કર્યા છે. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિએ પાયાંગ પર પ્રમાણ ભૂત ટીકાઓ રચી છે. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિએ કોઈ ગ્રન્થ રચ્યું હોય એમ જાણું શકાયું નથી. આ દ્વિતીય આચાર્ય શાખાચાર્ય હતા એટલું જ જાણી શકાય છે. એમના સમકાલીન કવિ કહુને એમના વિશે નેંધ્યું છે કેઃ “ભુવનતુંગસૂરિ ભુવણ ભાણું.”
ઉપાધ્યાય ધર્મનંદનગણિએ “છંદ સ્તવ”ની રચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
| [ ૧૩ કરી છે. આ ગ્રન્થ પર તેમણે ટીકા પણ રચી. મહેન્દ્રસિંહસૂરિ કૃત “વિચારસપ્રતિકા” પર તેમણે અવસૂરિ રચી. ચંદ્રસૂરિ કૃત “સંગ્રહણીરત્ન” નામક ભૂગોળ વિષયક ગ્રન્થ પર પણ તેમણે અવસૂરિ લખી. વિ. સં. ૧૮૮૪ માં ધર્મનંદનગણિ સત્યપુરમાં હતા, જ્યાં માણિક્યસુંદરસૂરિએ ગુણવર્મ ચરિત્ર રચ્યું. આ ગ્રન્થની પ્રશસ્તિમાં માણિક્યસુંદરસૂરિએ નંધ્યું છે કે “આ ગ્રન્થ ઉપાધ્યાય ધર્મનંદનના વિશિષ્ટ સાંનિધ્યમાં લખાય છે.”
કવિચકવતિ જયશેખરસૂરિના શિષ્ય ધર્મશેખરગણિએ પિતાના ગુરુએ સંસ્કૃતમાં લખેલ જૈનકુમારસંભવ” મહાકાવ્ય પર વિ. સં. ૧૮૮૩ માં ટીકા લખી, જેનું સંશોધન માણિક્યસુંદરસૂરિએ કર્યું. વિ. સં. ૧૫૦૯ માં તેઓ આચાર્ય પદે હતા એમ એ વર્ષની પ્રતપુષ્પિકા દ્વારા જણાય છે. એમના શિષ્ય ઉદયસાગર થયા.
જયશેખરસૂરિના શિષ્ય ઈશ્વરગણિએ “શીલસંધિ” નામક ગ્રન્થ રચ્યું. જયશેખરસૂરિ નાગપુરીય ગચ્છમાં પણ થઈ ગયા હોઈને ઈશ્વરગણિ કેના શિષ્ય હતા તે પ્રમાણિત કરવું ઘટે છે.
- કવિચકવતિ જયશેખરસૂરિ કૃત “ઉપદેશચિન્તામણિ”ની ટીકાને પ્રથમાશે લખનાર માનતુંગમણિને ગ્રન્થર્તાએ “નાના ગુરુબંધુ” કહ્યા છે. માનતુંગગણિ પાછળથી આચાર્યપદસ્થિત થયા હતા.
મેરૂતુંગસૂરિના શિષ્ય કવિવર કાહૂને વિ. સં. ૧૪૨૦ માં દીપોત્સવી ને રવિવારને દિવસે ખંભાતમાં “ગચ્છનાયકગુરુરાસ”ની રચના કરી. આ ગ્રન્થમાં અંચલગચ્છ-પ્રવર્તાકથી માંડીને જયકેસરીસૂરિ સુધીના ઈતિહાસની કડીબંધ હકીકતો નિબદ્ધ છે. કવિ કાહ્ન શ્રીમાલીવંશીય છાંડાના પુત્ર હતા એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૪]
અંચલગચ્છ-ચૂડામણિ એ ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા જણાય છે. કવિ કાહ્ન દ્વારા રચિત નેમિનાથ ફાગ–બારમાસા” ઉપલબ્ધ થાય છે.
જયકીર્તિસૂરિના શિષ્ય શીલરત્નસૂરિએ વિ. સં. ૧૪૯૧ના ચૈત્ર વદિ ૫ ને બુધવારે પાટણમાં મેરૂતુંગસૂરિ કૃત “જૈનમેઘદૂત” મહાકાવ્ય પર સંસ્કૃતમાં ટીકા લખી, જેનું સશે ધન માણિક્યસુંદરસૂરિએ કર્યું. એમણે લખેલાં ચાર સ્તોત્ર ઉપરાંત જિનચૈત્યવંદન ચાવીશી, અષ્ટક આદિ ઉપલબ્ધ થાય છે.
જયકીર્તિસૂરિના અન્ય શિષ્ય વિવાદ્ધનસૂરિએ અતિશય પંચાશિકા,” “નલદવદંતિ રાસ” (ચિત્તોડમાં વિ. સં. ૧૫૧૨ માં રચના) તથા પુષ્પદંત દ્વારા રચિત મહિમ્નસ્તોત્રની ઋષભમહિમ્ન સ્તોત્ર નામના ગ્રન્થમાં સમસ્યાપૂર્તિ કરી. એમની સ્વપજ્ઞ ટીકા પણ ઉપલબ્ધ થાય છે. એમના શિષ્ય પંડિત જિનપ્રભગણિ થઈ ગયા, જેમના વાંચનાર્થે પ્રાગ્વાટ વંશીય દેસી કાલાએ લેલીઆણા ગામમાં વિ. સં. ૧૫૫૪ માં ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિ લખાવી.
યકીર્તિસૂરિની પરંપરામાં રત્નશેખર–મહીતિલક-સમતિલક વગેરે શ્રમણોને દર્શાવતી નોંધ મળે છે. એ ઉપરાંત એમના આજ્ઞાવર્તિ શિષ્યમાં જયસાગરસૂરિ, જયવલ્લભમુનિ, ક્ષમારત્નમુનિ, લાવણ્યકીર્તિ ઉપાધ્યાય, રત્નસિંહસૂરિ વગેરેનાં નામે ઉપલબ્ધ થાય છે. ઉપા. લાવણ્યકીર્તિથી અંચલગચ્છમાં કીર્તિશાખા નીકળી એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે.
જયકીર્તિસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન તપાગચ્છીય હર્ષસેનના શિષ્ય હર્ષભૂષણગણિએ વિ. સં. ૧૪૮૦ માં ૧૦૦૦ લેક પરિમાણને “અંચલમત–દલન-પ્રકરણ” નામક ખંડનાત્મક ગ્રન્થ રચ્ચે. ખંડન-મંડનાત્મક ગ્રન્થો પૈકીના અંચલમત સ્થાપન,” “તબોધ પ્રકરણ,” “આંચલિકમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૧૫
ખંડન,” “આંચલિકમત વિચાર” “અંચલમત નિરાકરણ” આદિ ગ્રન્થ પણ ઉપલબ્ધ થાય છે. એ અરસામાં તપાગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં અગ્ર ભાગ લીધે. પરંતુ અંચલગ છે તેના પ્રત્યુત્તરરૂપે કશું ન કર્યું જે દ્વારા તેની પ્રગતિશીલ વિચારધારાને ખ્યાલ મળી શકશે. અન્ય ગોએ અંચલગચ્છને “સ્તન પક્ષગ૭” કહીને શૂદ્રષ્ટા દર્શાવી હેવા છતાં અંચલગ છે તેનો પ્રતિભાવ સુદ્ધા વ્યક્ત ન કર્યો છે
ખંડન-મંડનાત્મક પ્રવૃત્તિ કરવા કરતાં જયકીર્તિસૂરિને શાસન દેવીની કૃપા મેળવવાનું વધારે મુનાસીબ લાગ્યું. પટ્ટાવલીકાર વર્ણવે છે કે મેરૂતુંગસૂરિએ શાસનદેવીના પ્રત્યક્ષ આવાગમનને બંધ કરાવ્યું હતું. જયકીર્તિસૂરિએ દેવીને પુનઃ પ્રત્યક્ષ કરવા માટે શત્રુંજયગિરિ ઉપર ઘણાં વર્ષો સુધી ઉગ્ર આયંબિલ તપ કર્યું. આથી પ્રસન્ન થઈને દેવીએ મધ્ય રાત્રિએ પ્રકટ થઈને કહ્યું કે “હું આપની પાસે આવીશ, પરંતુ આપ મને ઓળખશે નહિ.” બીજે દિવસે પ્રભાતે ખંભાતથી સંઘ આવ્યા. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરીને સુવર્ણમુદ્રાથી મિશ્રિત પૌંઆ વહેરાવીને ગુરુને મનોરથ પરિપૂર્ણ કર્યો એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે.
યકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. મહીતીર્થ તથા જીરાવલા તીર્થના ઉદ્ધારમાં એમને ફાળે ઘણે મેટો છે, જે વિશે અગાઉ ઉલ્લેખ કરી ગયા છીએ. ચરિત્રનાયકના પ્રતિષ્ઠા–લેખ સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે, જે દ્વારા તે વખતના આગેવાન શ્રેષ્ઠીવર્યોનાં કાર્યો વિશે પણ સારે પ્રકાશ પાડી શકાય છે.
ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૬]
અંચલગચ્છ–ચૂડામણિ જયકીર્તિસૂરિએ આ પ્રમાણે ગ્રન્થ-રચના કરીઃ ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા, ક્ષેત્રસમાસની ટીકા, સંગ્રહણીની ટીકા ઈત્યાદિ. આ પૈકીની માત્ર ઉત્તરાધ્યયન સુત્રની ટીકા ઉપલબ્ધ થાય છે. તદુપરાંત જયકીર્તિસૂરિ કૃત “પાશ્ચ દેવ સ્તવન” પણ પ્રાપ્ત થઈ શક્યું છે. એમના ગુરુ તથા દાદાગુરૂની જેમ ચરિત્રનાયકને પણ પાર્શ્વનાથ પ્રભુ પર અપૂર્વ આસ્થા હતી એમ આ કૃતિ પરથી સૂચિત થાય છે.
વિ. સં. ૧૫૦૦ માં સડસઠ વર્ષનું આયુ પાળીને અંચલગચ્છના આ યશસ્વી ગચ્છનાયક પાટણમાં કાલધર્મ પામ્યા. કવિવર કાઢ એમના ગુણોનું કીર્તન કરતાં વર્ણવે છે કે –
દસ બિહ ધમ્મ પયાસ ગરે, થિર થાપાઈ જિગ ભાણ જિણ–સાસણ ઉદ્યોત કરે, પુહવિહ પયડ પમાણ. અમીય વાણિ વકખાણ રસે, રંજ્યા જાણે અજાણ; સેવન જિમ કસવટ્ટકસે, રેહ રહી જગિ જાણ. દેસિ વિદેસિ સુવિહે પારે, ભવીયણ પરિહંતિ, ચઉવિહ પરિકર એ, ભરહખેત્તિ વિહરંતિ.
અંચલગચ્છના આવા ચૂડામણિને ભૂરિ ભૂરિ વંદના.
–
તું
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
કિયોદ્ધારક, ત્યાગમૂર્તિ
શ્રી ધર્મમતિસૂરિ અંચલગચ્છના ઈતિહાસમાં ત્રણ મહત્ત્વના તબક્કાઓ આ પ્રમાણે છેઃ (૧) આર્યરક્ષિતસૂરિ-જયસિંહસૂરિ (૨) મહે. ન્દ્રપ્રભસૂરિ મેરૂતુંગસૂરિ (૩) ધર્મમૂર્તિસૂરિકલ્યાણસાગરસૂરિને આધ્યાત્મિક શાસન-કાળ. આ ત્રણે સંક્રાન્તિકાળ દરમિયાન અનુકમે ગચ્છના પ્રવર્તાન, અભ્યદય અને ઉત્થાનનું ભગીરથ કાર્ય થયું. “કિયે દ્ધારક, “ત્યાગમૂર્તિ” જેવાં ગૌરવાન્વિત બિરુદ પામેલા ધર્મમૂર્તિસૂરિએ ગત્થાન માટે શકવતિ કાર્યો કરીને ગચ્છના ઇતિહાસના ત્રીજા તબક્કાનું પ્રવર્તન કર્યું. એમના સમર્થ શિષ્ય કલ્યાણસાગરસૂરિએ આ કાર્યને પિતાની ગતિશીલ વિચારધારાથી પરાકાષ્ઠાએ પહોંચાડયું. અને એટલે જ, પૂર્વગામી યુગ-પ્રવર્તક ગુરુ-શિષ્યની જેડલીની જેમ, તેઓ ગચ્છના ઇતિહાસમાં અપૂર્વ માન પામ્યા.
વિ. સં. ૧૫૮૫ માં ચરિત્રનાયકને ખંભાતમાં જન્મ થયે. પિતા શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી હંસરાજ, માતા હાંસલદે. પિતા રાજ્યમાં ઉચ્ચ હેરો ધરાવતા હોઈને તેમને મંત્રી તરીકે પ્રાચીન ગ્રન્થમાંથી ઉલ્લેખ મળે છે. આવા અભિજાત કુટુંબમાં બાળક ધર્મદાસનું લાલન-પાલન થયું. માતા હાંસલદેએ ગર્ભાધાન વખતે રાત્રે સ્વપ્નમાં પિતાને જિનેશ્વરની પૂજા કરતી નીરખી હતી એમ પટ્ટાવલીમાં વર્ણન છે.
વિ. સં. ૧પ૯ માં અંચલગચ્છાધિપતિ ગુણનિધાનસૂરિ વિહરતા ખંભાતમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
કિદ્ધારક, ત્યાગમૂર્તિ બાળક ધર્મદાસને વૈરાગ્ય ઉત્પન્ન થયો. માતા-પિતાની અનુજ્ઞા પ્રાપ્ત થતાં તેને એ વર્ષમાં દીક્ષા આપીને એમનું ધર્મમૂર્તિમુનિ એવું નામાભિધાન રાખવામાં આવ્યું. ગુણનિધાનસૂરિ ધ્યાની તથા તપસ્વી ગચ્છનાયક હતા. એમના ગુણોનું વર્ણન કરતાં એમના અજ્ઞાત શિષ્ય ગુરુસ્તુતિમાં લખ્યું છે કે – “ગુણનિધાનસૂરિ પૂર્વાચાર્યોની જેમ શુભ-શાંતરસના સાગર હતા. ગંગાજળ જેવી વિમલ કીર્તિ ધારણ કરતાં તેઓ ઘણું વર્ષો સુધી વિચરતા રહ્યા. અતિશયેના પાત્ર, ગુણમણિના રેહણાચલ, જિનશાસનની શોભા સમાન હતા.” આવા આત્મદશી ગુરુની છત્ર-છાયામાં નવોદિત શિષ્યને ઉછેર થયે.
વિ. સં. ૧૬૦૨ માં ચરિત્રનાયકને યેગ્ય જાણુને ગુણનિધાનસૂરિએ રાજનગરમાં આચાર્યપદે વિભૂષિત કર્યા. એ વખતે નવેદિત આચાર્યની ઉંમર માત્ર સેળ વર્ષની જ હતી! જે દ્વારા તેમની ઉજજવળ પ્રતિભાને આપણને દર્શન થઈ શકે છે. એ વર્ષે ગુરુ ત્યાં કાલધર્મ પામતા સંઘે ચરિત્રનાયકને ગચ્છનાયકપદે સ્થાપ્યા. આટલી નાની વયે આવું સર્વોચ્ચ પદ મેળવનારાઓમાં તેઓ વિદ્યાસાગરસૂરિ પછી સૌ પ્રથમ હતા. ચરિત્રનાયકની ચેથી પેઢીએ થયેલા ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિ આ પદે માત્ર સોળેક વર્ષની ઉંમરે પહોંચેલા! અલબત્ત, એમના સમયમાં ૧૯મા સૈકામાં અન્ય કેઈ આચાર્યપદ ધારક વિદ્યમાન નહોતા, જ્યારે ચરિત્રનાયકના સમયમાં અનેક આચાર્યો હતા, જેમાં કેટલાક તે ધુરંધર તરીકે ખ્યાતિ પામ્યા હતા, છતાં સંઘે ધર્મમૂર્તિસૂરિને ગચ્છનાયક તરીકે પસંદ કર્યા, જે એમની કારકિદીને જવલંત અંજલિરૂપ છે.
કેટલાક પ્રમાણુ-ગ્રન્થમાં ઉલ્લેખ છે કે ચરિત્રનાયક એકી સાથે આચાર્ય-પદ તથા ગચ્છનાયક-પદ પામ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૩
જે આ મત સ્વીકારવામાં આવે તે એક ગચ્છનાયકની વિદ્યમાનતામાં અનુગામીને ગચ્છનાયક તરીકે પ્રસ્થાપિત કરી શકાય? એ પ્રશ્ન ઊભું થાય છે. વિકપે એવી કલ્પના પણ કરી શકાય કે એ પ્રસંગે પૂર્વગામી પટ્ટધરની વિદ્યમાનતા ન પણ હોય. ગમે તેમ, વિ. સં. ૧૬૦૨ માં ચરિત્રનાયક ઉક્ત બે પદો મેળવી શકવા ભાગ્યશાળી થયા એ તે ચક્કસ છે.
ચરિત્રનાયકની જીવન–ચારિકાનું મૂલ્યાંકન કરવા માટે તત્કાલીન પરિસ્થિતિને ખ્યાલ મેળવવો જરૂરી છે. એ સમયે શ્રમમાં શિથિલાચાર પ્રવેશી ચુક્યો હતો. સંપ્રદાયની છિન્નભિન્નત ને એ યુગ હતે. કડવામત, લંકામત, બીજામત એવા અનેક મતમતાંતરો એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા–નિષેધ, બીજી બાજુ સાધુ-નિષેધ. મુખ્ય ગચ્છમાં પણ વિભિન્ન પ્રરૂપણાઓનો પ્રવાહ શરૂ થઈ ગયે હતે. પરિસ્થિતિ વિષમ હતી જે આ બધા પડકારોને પહોંચી ન શકાય તે જૈન શાસનનું શું થાય એ કલ્પવું મુશ્કેલ હતુ.
જૈનસંઘમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે ત્રણેય મુખ્ય ગચ્છના અગ્રેસરે તેનું નિવારણ કરવા સાથે બેસીને તોડ કાઢના. એ ત્રણેય ગચ્છને આવિર્ભાવ શિથિલાચાર સામેની લડતરૂપે થયો હતો. ત્રણે ગચ્છાએ ચૈત્યવાસના પકડમાંથી શાસનને બચાવ્યું એ વાત ઇતિહાસ–પ્રસિદ્ધ છે. એ પછી લંકાગ છે પડકાર ફેંકેલો ત્યારે ત્રણે ગચ્છના અગ્રેસરે મળેલા. “વીરવંશાવલી”માં ઉલ્લેખ છે કે –“એહવિ માંડવી બિંદરે તપા શ્રી સોમદેવસૂરિ ૧, ખરતર શ્રી જિનહંસસૂરિ, અંચલિક શ્રી જ્યકેસરસૂરિ ૩, એ ત્રિહું ગચ્છના આચાર્ય તિહાં આવ્યા. તિવારઈ સોરઠદેશિ લંકાના મત વિસ્તાર જાણી એ ત્રિહું ગીતાર્થ મિલિ વિ. સં. ૧૫૩૪ વર્ષિ આપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૪]
ક્રિોદ્ધારક, ત્યાગમૂર્તિ આપણું ગછ થકી આજ્ઞાધમ આપ્યું. એતલઈ ઇહાં થકી આદેશ-વિદેશની મર્યાદા સ્થપાયું.”
એ સમયથી ત્રણે ગચ્છના આચાર્યોએ પ્રતિક્રમણ વિધિ લગભગ એક સરખે ગોઠવ્યો, જેથી બધા ગચ્છના જેને એક સાથે બેસીને પ્રતિક્રમણ કરે અને એ રીતે એકતા કેળવી શકાય. ત્રણે ગરછની એકતા સુદઢ રહે એ હેતુથી ત્રણે ગચ્છના અગ્રેસરેએ ઉપગી આજ્ઞાપ પણ કાલ્યા.
વખત જતાં પરિસ્થિતિ વધુ જટિલ બની માત્ર આજ્ઞાપત્રે કાઢવાથી કશું સાધી શકાય એવું ન જણાયું. શિથિલાચારને સામનો આત્મશુદ્ધિથી જ વધુ અસરકારક રીતે થઈ શકશે એમ જેણાતાં ત્રણે ગચ્છના અગ્રેસરોએ આ દિશામાં પણ પહેલ કરી. વિ. સં. ૧૫૮૨ માં તપાગચ્છના આનંદવિમલસૂરિએ કિદ્ધાર કર્યો. ચૌદ વર્ષ લગી તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી ખરતરગચ્છીય જિનમાણિજ્યસૂરિ તથા તેમના અનુગામી પટ્ટધર જિનચંદ્રસૂરિએ પણ એ જ માર્ગ ગ્રહણ ર્યો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે આત્મસિદ્ધિના ઉદ્દેશથી ચારિત્ર્યધર્મને વેશ સ્વીકાર્યો એ આદર્શનું યથાવત્ પાલન ન કરવું એ લેકવંચના જ નહીં, કિન્તુ આત્મવંચના પણ છે. ગચ્છનાયકે જ પોતાના ગરછ ઉદ્ધાર કરવા માટે ક્રિય દ્વારની પહેલ કરવી જોઈએ.
ધર્મમૂર્તિસૂરિ પણ એવા જ વિચારેના હતા. ગચ્છમાં પ્રવેશેલા શિથિલાચારના સડાને દૂર કરવા તેમણે પણ કિયોદ્વારને માર્ગ લીધો. વિ. સં. ૧૬૧૪ માં તેમણે શત્રુંજય તીર્થમાં આવીને તેને પ્રારંભ કર્યો એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. તેઓ ઘણું તપ તપ્યા. તત્કાલીન પ્રમાણમાં નોંધ છે કે પર સાધુઓ અને ૪૦ સાધ્વીઓએ પણ ધર્મમૂસૂરિના સાન્નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ ધ્યમાં ક્રિોદ્ધાર કર્યો. ગચ્છનાયકને સમસ્ત ગ૭ અનુસરે એમાં નવાઈ શું? બધા ગચ્છમાં પણ આ પ્રમાણે થયું.
ઉક્ત એતિહાસિક પ્રસંગને ઉલ્લેખ પટ્ટાવલીઓમાં સવિશેષ છે. ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી પટ્ટાવલીમાં કિયે દ્વારનું વર્ષ વિ. સં. ૧૬૦૨ દર્શાવાયું છે. કિન્તુ અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં વિ. સં. ૧૬૧૪ છે. ગચ્છનાયકે સ્વયં કિયોદ્ધાર કર્યા પછી તેમના સાન્નિધ્યમાં અન્ય સાધુ-સાધ્વીઓએ પણ કિયોદ્ધારની પ્રક્રિયા આરંભી. આવા એક કિદ્ધારને ઉલ્લેખ પં. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી” અપર નામ “અંચલગચ્છની હુંડી”ની પ્રત-પુષ્યિકામાં આ પ્રમાણે છેઃ “પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મમૂર્તિસૂરિ સાનિધ્યે કિયા ઉદ્ધાર કર્યો. તેમના શિષ્ય પર, ચાલીસ સાધ્વી સાથે સર્વે ઠાણું ૯૨ ના ગુરુ થયા. તેહના આત્માથે જિનાજ્ઞા હુંડી કરી આપી તે લિખી છે. રાયસુંદરેણ વા, પ્રર્માનંદ શિ૦ ક્ષમાવદ્ધન શિ૦ મુ. જ્ઞાનલાભ શિ. મુ. નિધાનલાભ શિ૦ મુ. ભુવનલાભ શિ૦ દેવસુંદર શિ. હીરસુંદર શિ૦ મુઆણંદસુંદરજી શિવ મુરાયસુંદરજી.”
ધર્મમૂર્તિસૂરિનું જીવન ત્યાગમય હતું. તત્કાલીન ગ્રન્થકારોએ તેમને ત્યાગમૂર્તિ તરીકે બિરદાવ્યા છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ પણ આ સંબંધમાં નોંધ લીધી છે. જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. કલાટે એમના માટે લખ્યું છે કે “તેઓ ત્યાગી કહેવાતા હતા.” પટ્ટાવલીકારે એમના આદર્શ ત્યાગમય જીવનને નિરૂપવા માટે ચમત્કારિક પ્રસંગને આશ્રય લીધો છે. પટ્ટાવલીમાં વર્ણન છે કે એક વખતે ધર્મમૂર્તિસૂરિ વિહરતા યાત્રાર્થે આબૂ પધાર્યા. ત્યાં નિવાસ કરનારી અબુંદાદેવી રાત્રે
અત્યંત લાવણ્યવાન, સેળે શણગારથી યુક્ત સ્ત્રીનું રૂપ લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
કિદ્ધારક, ત્યાગમૂર્તિ ગુરુની પરીક્ષા કરવા માટે આવ્યાં, પરંતુ તેઓ નિશ્ચલ રહ્યા એટલે દેવીએ મૂળ સ્વરૂપ પ્રકટ કરી ગુરુની બ્રહ્મચર્યનિષ્ઠા માટે પ્રસન્નતા વ્યક્ત કરીને તેમને અદશ્ય રૂપ કરનારી તથા આકાશ ગામિની એમ બે વિદ્યાઓ સમર્પિત કરી. એમનું આવું નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત બધા માટે ઉદાહરણીય બન્યું.
ચરિત્રનાયકના ઉપદેશથી ધર્મોદ્યોતનાં અનેક કાર્યો થયાં, જેની સંક્ષિપ્ત નોંધ નિમ્નક્ત છે.
જામનગરના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય તેજસી નાગડા ગુરુના અનન્ય ભક્ત હતા. તેમના આગ્રહથી ધર્મમૂર્તિસૂરિ જામનગરમાં ઘણું ચોમાસાં રહ્યા છેષ્ઠીવયે તેમના ઉપદેશથી ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું હતું. જામનગરમાં તેમણે શિખરબંધ જિનાલય બંધાવ્યું. આ કાર્યમાં બે લાખ મુદ્રિકાને ખર્ચ થે. વિ. સં. ૧૬૨૪ ના પિષ શુદિ ૮ ના દિને ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી તેમણે જિનાલયની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેમાં મૂલનાયકપદે શ્રી શાંતિનાથ પ્રભુના બિંબને બિરાજિત કર્યું. એ પછી મુસલમાનોના હુમલાને લીધે આ જિનાલય ખંડિત થતાં તેજશી શાહે વિ. સં. ૧૬૪૮ માં જીર્ણોદ્ધાર કરાવીને પુનઃ પ્રતિષ્ઠા કરાવેલી. તેમણે શત્રુંજયનો સંઘ પણ કાઢેલ જેમાં પાંચ લાખ મુદ્રિકાનો ખર્ચ થયેલું. એમના સુપુત્ર રાજસિંહ શાહ નાગડાએ પિતાને પગલે ચાલીને કરડે રૂપીઆ ધર્મ કાર્યોમાં ખરચીને લક્ષ્મીને કૃતાર્થ કરી.
આગરાના સંઘાસર શ્રેષ્ઠી રાષભદાસ પણ ધર્મમૂર્તિ સૂરિના પરમ ભક્ત હતા. સમ્રાટ અકબરના તેઓ પ્રીતિપાત્ર હતા એમ તત્કાલીન પ્રમાણગ્રંથે નોંધે છે. તેમના આગ્રહથી
ગુરુ આગરામાં કેટલાંક ચાતુર્માસ રહેલા. તેમને ઉત્તર તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૭ પૂર્વ ભારતનો વિતત વિહાર પણ એમના એ આગ્રહનું ફળ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. - રાષભદાસે તથા તેમના બંધુ પ્રેમને સૂરિના ઉપદેશથી બે હજાર યાત્રિકોના સંઘ સહિત સમેતશિખરજીની યાત્રા કરેલી. તેમણે આગરામાં અંચલગચ્છીય શ્રમણ માટે ઉપાશ્રય પણ બંધાવેલું. ઋષભદાસના પુત્રે ક્રપાલ અને સોનપાલ
જૈન ઇતિહાસમાં અજરામર કીર્તિ પામ્યા છે. તત્કાલીન ગ્રન્થકાએ એ બાંધવોને મંત્રીવ વસ્તુપાલતેજપાલ સાથે સરખાવ્યા છે તે સૂચક છે. એમની રાજકીય કારકિદી પણ અજોડ હતી જેનસંઘ એમનાં કાર્યો માટે ગૌરવ અનુભવે છે. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે અનેક ધર્મકાર્યો કર્યા, જેની તવારીખ ઘણું વિસ્તૃત છે
ઓસવાળ વંશીય વાહણત્રીય શ્રેણી વરજાંગ અંચલ ગચ્છીય શ્રાવક હતા. વિ. સં. ૧૬૨૭ માં તેમણે ઘણું ધન ખરચીને ઝાલેરી, સાચેરી, રાડદ્રહી અને સીરહીએમ ચારે દેશને જમાડ્યા હતા. એ વંશમાં ઝાલરમાં થયેલા કર્માએ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. મૂળીમાં થયેલા નડાશાહે ત્રણ હજાર યાત્રિકોના સંઘ સહિત વિ. સં. ૧૬૧૧ માં તથા ૧૫ માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલી. એ વંશમાં સહા આદિ બંધુઓએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથપ્રભુના બિબની પ્રતિષ્ઠા કરાવેલી એ વિશે ભટ્ટરમાંથી ઉલ્લેખ મળે છે.
રાજનગરના શ્રીમાલીવંશીય શ્રેણી આભાએ ધર્મમૂતિ. સૂરિની ઘણું ભક્તિ કરી. તેના આગ્રહથી સૂરિ અમદાવાદમાં ચાતુર્માસ રહેલા. એમના ત્યાગ, વૈરાગ્ય આદિ અનુપમ ગુણોને સમૂહ જોઈને અમદાવાદના સંઘે ધર્મમૂર્તિસૂરિને યુગપ્રધાનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
કિદ્ધારક, ત્યાગમૂર્તિ ની ઉચ્ચ પદવી આપી. આભા શાહે સૂરિના ઉપદેશથી ત્યાં એક જિનાલય બંધાવ્યું તથા વિ. સં. ૧૬ર૯ ના મહા શુદિ ૧૩ ના દિને શ્રી પાર્શ્વનાથાદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી.
દીવબંદરના શ્રેષ્ઠી ભણશાલી નાનચંદ્ર સૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ પ્રભુનું પોખરાજનું બિંબ ભરાવ્યું. તેની પત્ની રત્નાદેએ ગુરુ પાસે વતે લીધાં. ત્યાંના ઓસવાળ વંશીય વડેરા ગેત્રીય શ્રેષ્ઠી સમરસિંહ, જે રાધનપુરથી દીવમાં આવીને વચ્ચે હતો, તેણે ગુરુ પ્રત્યે ઘણું ભક્તિ દર્શાવી. દીવના અત્યંત ધનાઢ્ય શ્રેષ્ઠી તરીકે તેની ગણના હતી. ધર્મચુસ્ત પણ એવો જ. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી તેણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. સૂરિજીને દીવમાં આગ્રહપૂર્વક તેડાવીને તેણે બધા આગમ-ગ્રન્થનું શ્રવણ કરેલું.
રાજસ્થાનમાં પણ ચરિત્રનાયકના ઉપદેશથી સારી ધર્મ જાગૃતિ આવી. વિ. સં. ૧૬૫૬ માં બાહડમેરમાં રાજા ઉદયસિંહ રાઠોડના મંત્રી કુંપાએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શિખરબંધ જિનાલય બંધાવ્યું. મંત્રી વયે સૂરિના ઉપદેશથી સંઘ સહિત શ્રી ગેડીની તીર્થયાત્રા કરીને પંદર હજાર રૂપીઆ ખરચ્યા.
વિ. સં. ૧૬૫૭ માં સૂરિ જેસલમેર ચાતુર્માસ રહેલા તે વખતે તેમના ઉપદેશથી વડેરા ગોત્રીય ધનપાલે તથા લાલણ ગેત્રીય રાષભદાસે પચીશ હજાર ટંકને ખરચે જૈન શ્રુતને લિપિબદ્ધ કર્યું. ગુરુના ઉપદેશથી ત્યાંના અંચલગચ્છીય ઉપાશ્રયમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી, તેમાં પથ્થર દ્વારા નિર્મિત કબાટોમાં એ બધી હાથ–પ્રતે સુરક્ષિત રાખવામાં આવી. ઉક્ત બેઉ શ્રેષ્ઠીવર્યાએ જયશેખરસૂરિકૃત ક૫સૂત્ર સુખાવબોધ ટીકાની બે પ્રતો સુવર્ણાક્ષરી શાહીથી લિપિ
બદ્ધ કરાવીને સૂરિજીને વહોરાવેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી ગ્રન્થોદ્ધારનું સંગીન કાર્ય થયું. અનેક અલભ્ય ગ્રન્થ-રનો પુનર્જન્મ પામ્યાં. એમના ઉપદેશથી લખાયેલી પ્રતાની સૂચિ આપવી અહીં અપ્રસ્તુત છે. કિન્તુ આ કાર્યની મહત્તા શું છે તેનું એક ઉદાહરણ સેંધવું અહીં રસપ્રદ થશે. મલ્લવાદી પ્રણીત “નયચક્ર” પર સિંહસૂરિ વિરચિત વૃત્તિની પ્રત ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી મંત્રી ગોવિં દના “મુંજની ઉપમા યે પુત્ર પુજે લખાવી જ્ઞાન ભંડાર માં મૂકાવી હતી. આચાર્ય જખ્ખવિજયજીએ તેનું સંપાદન કરતાં સેંધ્યું કે “આ પ્રતિ જેના ઉપરથી લખવામાં આવી. હશે, તે પ્રતિ હજી સુધી ક્યાંય અમારા જેવામાં આવી નથી. એટલે આ જાતની પ્રતિ વિશ્વમાં એક જ છે એમ ધારીએ છીએ.” તત્કાલીન સર્વ દર્શનની તુલનાત્મક વિચારણા કરતો મૂળ ગ્રન્થ ૭૦૦ વર્ષ પહેલાં જ નષ્ટ થઈ ગયે હેઈને ઉક્ત વિરલ હાથપ્રત ન લખાઈ હોત તે?
વિ. સં. ૧૬૬૬ માં ગુરુ જયપુરમાં ચાતુર્માસ રહેલા ત્યારે ત્યાંના શ્રેષ્ઠી જુહારમલ નાગડાએ તેમના ઉપદેશથી શ્રી શાંતિનાથપ્રભુની સુવર્ણમય પ્રતિમા ભરાવીને તેની પ્રતિષ્ઠા કરાવી. શ્રેષ્ઠીએ પિતાની પત્ની સહિત બારવ્રતે સ્વીકાર્યા તથા જૈન ગ્રન્થને ઉદ્ધાર કરાવ્યો. - સાદરીના પિરવાડ જ્ઞાતીય સમરસિહે ત્યાંની પંચતીથીને મોટો સંઘ કાઢ્યો. તેમજ સૂરિના ઉપદેશથી સંઘપતિએ રાણકપુર અને વરકાણાતીર્થને જીર્ણોદ્ધાર કર્યો. ધર્મમૂર્તિ સૂરિના ઉપદેશથી તેણે શ્રાવકનાં બારવ્રત સ્વીકાર્યા, શ્રી યુગાદીદેવની રૉગ પ્રતિમા ભરાવી અને અંતે પ્રવજ્યા અંગીકાર કરી. ગુરુએ તેમનું સૌભાગ્યસાગરમુનિ એવું નામાભિકરણ કર્યું.
વિ. સં. ૧૬૬૬ માં ગુરુ પાલીનગરમાં પધાર્યા ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
ક્રિોદ્ધારક, ત્યાગમૂર્તિ સાચીહર બ્રાહ્મણ નથમલ તેમના સંપર્કમાં આવ્યો. તે વ્યાકરણુ તથા સંસ્કૃતને વિદ્વાન હતો. ઉપરાંત તેના અક્ષરો પણ મેતીના દાણા જેવા હતા. તેની પત્નીના મૃત્યુ બાદ તે એકાકી જીવન ગુજારતો હતો. ગુરુના ઉપદેશથી તેણે દીક્ષા લીધી અને તેમનું નાથા ગણિ નામાભિકરણ થયું પાછળથી તેમને ઉપા
ધ્યાય-પદ પણ પ્રાપ્ત થયેલું તેમણે તથા તેમના શિષ્ય ધર્મચંદ્ર ગ્રન્થોદ્ધારનાં કાર્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું. ગુરુના ઉપદેશથી પાલીનગરના શ્રેષ્ઠી મહિરાજે ત્યાં મનહર ઉપાશ્રય બંધાવ્યું.
પાલીમાં ચાતુર્માસ રહીને ગુરુ જોધપુર પધાર્યા અને ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના સહસમલે નાગરથી દસ લહીઆઓને તેડાવીને અનેક જેન-ગ્રન્થ લખાવ્યા. ત્યાં નો ભંડાર કરાવીને એ ગ્રન્થને સુરક્ષિત મુકવામાં આવ્યા.
જોધપુરથી ગુરુ એકવીશ મુનિઓના પરિવાર સહિત પાલણપુરમાં પધાર્યા. ત્યાંના વડેરા ગેત્રીય શ્રેષ્ઠી રવિચંદ્ર મહોત્સવપૂર્વક જ્ઞાનપંચમી તપનું ઉઘાપન કર્યું. આચાર્યના ઉપદેશથી તેણે કસોટી પથ્થર દ્વારા નિર્મિત શ્રી નેમિનાથપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી.
એંસી વર્ષની વય વટાવી ગયેલા આચાર્ય પોતાના શિષ્યપરિવાર સહિત ગ્રામાનુગ્રામ વિહરતા હતા. એમનું શરીર ઘણું ક્ષીણ થઈ ગયું હતું, છતાં તેમણે સ્થિરવાસ ન કર્યો. પાલણપુરના સંઘે વિહાર ન કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરી અને પાલણપુરમાં જ સ્થિરવાસ રહેવાની વિનંતી કરી, પરંતુ ગુરુ પિતાના વિચારમાં મક્કમ રહ્યા. સંઘના આગ્રહથી તેઓ વિ. સં. ૧૬૬૯ માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા.
પાલણપુરના નવાબની બીબી કરીમા છ માસથી એકાંતરીઆ તાવથી પીડાતી હતી. નવાબે અનેક વૈદો અને હકીમો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૧૧ પાસે ઈલાજ કરાવ્યો પરંતુ કશો ફાયદો ન થયો. ધર્મમૂર્તિ સૂરિનું આગમન થતાં મંત્રીએ નવાબને જણાવ્યું કે –“અહીં વૃદ્ધ જૈનાચાર્ય આવ્યા છે. તેઓ મહા ઇલામવાળા સંભનાય છે. તેમને લાવીને બેગમ સાહેબાને નજરે કરે.” આથી નવાબ સૂરિને મળે અને બધી હકીકત નિવેદિત કરી. કહેવાય છે કે મંત્રપ્રભાવથી કરીમાબીબીને જવર સૂરિએ મટાડ્યો. આથી નવાબે હર્ષિત થઈને સૂરિને એક હજાર અસરફીઓ ધરીને વંદન કર્યા. નિઃસ્પૃહી ગુરુએ ધનનો અસ્વીકાર કર્યો. નવાબે વધુ આગ્રહ કરતાં સંઘના અગ્રણીઓએ અસરફીઓ સ્વીકારી લીધી અને તે દ્વારા ત્યાં ઉપાશ્રય બંધાવ્યું. ધર્મ, મૂર્તિસૂરિના ઉપદેશથી નવા માંસ-મદિરાનો ત્યાગ કર્યો, તથા ધર્મવૃદ્ધિના નિમિત્તો પૂરા પાડીને પૂણ્ય ઉપાર્જન કર્યું.
એ સમયમાં ખંડનપટુ ઉપાધ્યાય ધર્મસાગર તપાગચ્છમાં થઈ ગયા. તેમણે કદાગ્રહ અને ઉગ્ર સ્વભાવથી ગ૭ વચ્ચેની એકતા છિન્નભિન્ન કરી દીધી. એમના પિતાના ગચ્છમાં પણ ભાગલા પાડ્યા. એમની ખંડન-પ્રવૃત્તિ જૈન સમાજને નીચું જેવડાવે એવી હીન હતી. એટલે તપાગચ્છ-નાયકોએ તેમને સંઘ સમક્ષ એમનાં દુષ્કૃત્ય માટે માફી મંગાવી, એમને ગચ્છ–બહાર કરીને એમના ગ્રન્થો અમાન્ય ઠરાવ્યા.
એ સમયમાં વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી જુદા પડીને લંકા ગચ્છ, કડવા ગચ્છ, બીજા ગચ્છ વગેરેને પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો હતો અને પરિણામે વાતાવરણ સંઘર્ષમય તો હતું જ, તેમાં ધર્મસાગરજીએ વળી નવો વિવાદ શરૂ કર્યો અને વાતાવરણને વિશેષ કલુષિત બનાવ્યું. પરંતુ ધર્મમૂર્તિ સૂરિએ એમની પ્રવૃત્તિને જરા પણ મહત્ત્વ ન આપ્યું. તેમણે ધર્મસાગરજીના આક્ષેપોનો જવાબ પણ ન આપ્યો કે કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
કિયે દ્ધારક, ત્યાગમૂર્તિ પ્રતિભાવ પણ ન દર્શાવ્યા. એમના આવા દરિયાવ દિલથી જેનસંઘમાં એકતાની ભાવના જળવાઈ શકી. ધર્મમૂર્તિસૂરિના આ કાર્યને જૈનસંઘ કદી ભૂલી શકશે નહિ
ધર્મમૂર્તિસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિ ઘણું વિસ્તરી. આર્યરક્ષિતસૂરિ-જયસિંહસૂરિ તથા મહેન્દ્રપ્રભસૂરિ–મેરૂતુંગસૂરિના આધ્યાત્મિક શાસનની ઝાંખી કરાવે એવા પ્રજ્વલિત યુગને ચરિત્રનાયકે સૂત્રપત કર્યો. અંચલગચ્છ અનેક શાખાઓથી શેભતો હતો. એ શાખાઓના વડા શાખાચાર્યોની કારકિદી પણ વિશિષ્ટ હતી, જેનો ઇતિહાસ સુદીધું છેઅહીં તે માત્ર કેટલાંક નામને ઉલ્લેખ કરીને જ સંતોષ માન રહ્યો.
મહોપાધ્યાય રત્નસાગરજી ધર્મમૂર્તિસૂરિના અંતરંગ શિષ્ય હતા. તેઓ બહુધા ચરિત્રનાયક સ થે વિચરેલા. ગચ્છમાં તેઓ વય, દીક્ષા તથા જ્ઞાન-પર્યાયથી વડીલ હતા. ગુરુએ કલ્યાણસાગરસૂરિને આચાર્યપદે વિભૂષિત કર્યા પછી પણ તેઓ કુશળ મંત્રીની જેમ ગચ્છની સેવા બજાવતા રહ્યા. મૂળ તેઓ કચ્છ-જખૌના કચ્છમાંથી ગચ્છધરોની પરંપરા સજઈ તેનું કારણ પણ કદાચ મહોપાધ્યાયજી હતા. ગમે તેમ, એમની પાટ-પરંપરા અદ્યાવધિ ચાલુ રહી. અંચલગચ્છનો વર્તમાન શ્રમણ-સમુદાય એમની શિષ્ય પરંપરામાંથી છે આ હકીકત અત્યંત નોંધનીય છે.
મહોપાધ્યાયજીનો સંક્ષિપ્ત જીવનપરિચય આ પ્રમાણે છેઃ કચ્છી દશા ઓસવાળ જ્ઞાતીય, નાગડા ગોત્રીય શ્રેષ્ઠી આસુ, ભાર્યા કર્માના પુત્ર. વિ. સં. ૧૬૨૬ માં જખૌબંદરે જન્મ. મૂળ નામ રતનશી. નાની વયમાં માતા-પિતા મૃત્યુ પામતાં કાકા રણસીએ તેનું લાલન-પાલન કર્યું. વિ. સં. ૧૯૩૫ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૧૩ કાકાએ બાળકને ધર્મમૂર્તિસૂરિને વહેરાવ્ય. વિ. સં. ૧૬૪૧ ના મહા શુદિ ૨ ના દિને ગુરુએ તેને દીવબંદરમાં દીક્ષા આપીને નવોદિત મુનિનું નામ રત્નસાગર રાખ્યું. વિ. સં. ૧૬૪૪ ના વૈશાખ શુદિ ૩ ના દિને વડી દીક્ષા આપતી વખતે તેમને કલ્યાણસાગરસૂરિના શિષ્ય તરીકે સ્થાપ્યા. રત્નસાગરજીને મહાપાધ્યાયપદે અભિયુક્ત કરવામાં આવ્યા. તેમને “મુનિમંડલનાયક” પદ પણ પ્રદાન થયું. ધર્મમૂર્તિસૂરિએ તેમને વિદ્યામંત્ર આપ્યા અને તેઓ વિશેષ પ્રકારે નિર્મળ ચારિત્ર પાળવા લાગ્યા. વિ. સં. ૧૬૫૪ ના ફાગણ શુદિ ૩ ના દિને મહેપાધ્યાયજીએ સુરતમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાંના મીઠડિયા ગોત્રીય શ્રેષ્ઠી સ્વરૂપચંદે દસ હજાર દ્રમ્મ ખરચીને તેર મનહર જિનપ્રતિમાઓ ભરાવી. વિ. સં. ૧૯૫૫ માં ગુરુ રાધનપુર પહોંચ્યા. ત્યાં બુહડત્રીય શ્રેણી મેઘણે તેમના ઉપદેશથી શંખેશ્વરજીને તીર્થસંઘ કાઢ્યો. અને ત્રણ જિનબિબે ભરાવીને ચૈત્ર શુદિ ૧૩ ના દિને પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે શ્રેષ્ઠીએ સ્વામીવાત્સ
લ્ય કર્યું. મહેપાધ્યાયજીના ઉપદેશથી વિ. સં. ૧૬૫૫ માં ખંભાત અને ભરૂચમાં પ્રતિષ્ઠાઓ થઈ. સાધ્વી ગુણશ્રી દ્વારા રચિત “ગુરુગુણ ચાવીશી માં વિશેષમાં એવો ઉલ્લેખ છે કે મહોપાધ્યાયજીએ પાલણપુરના નવાબનો છમાસી જવર દૂર કર્યો અને તેથી તેમને યશ સર્વત્ર વિસ્તર્યો. વિ. સં. ૧૭૨૦ ના પિષ શુદિ ૧૦ ના દિને તેઓ કપડવંજમાં શુભ ધ્યાનપૂર્વક કાલધર્મ પામ્યા. એમની શિષ્ય-પરંપરા આ પ્રમાણે છેઃ રત્નસાગર–મેઘસાગર–વૃદ્ધિસાગર-હીરસાગર-સહજસાગર-માનસાગર-રંગસાગર–ફતેહસાગર–દેવસાગર-સ્વરૂપસાગર–ગૌતમસાગર, જેમણે કિદ્ધાર કરીને અંચલગચ્છના ઇતિહાસમાં નો તબક્કો પ્રવર્તાવ્ય એમને પરિવાર આજે વિદ્યમાન છે.
ગરજી માણેકબેરજી અંચલગરછીય શ્રમણ હતા. તેમનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
કિદ્ધારક, ત્યાગમૂર્તિ
કચ્છજકીય
મ
પામેલા બિરાજતા અને
તેની સરાડવા ગામ ધણું બળ પામેલા પથ કરેલ પરથી
આશ્રય મહારાવ ખેંગારજીને મળ્યું ન હોત તે તેઓ સમગ્ર કચ્છ ઉપર જાડેજા વંશની એકસૂત્રી સત્તા સ્થાપી શકત કે કેમ એ શંકા છે. ખેંગારજીના ધર્મગુરુ તરીકે એમની કીતિ કચ્છના રાજકીય ઇતિહાસમાં પણ અવિચળ રહેશે. કચ્છમાં જાગેલી રાજકીય ઉથલપાથલને લીધે ખેંગારજીને કચ્છમાંથી છૂપાતા ભાગવું પડેલું જામ રાવળે તેમને પીછો કરેલ. પરંતુ ગોરજીની સહાયથી તેઓ ઘણું બળ પામેલા. ખેંગારજી ભીખારીના વેશે ચરાડવા ગામ, જ્યાં માણેકમેરજી બિરાજતા હતા, તેની સીમમાં હતા ત્યારે તેમના સામુદ્રિક લક્ષણો જોઈને ગોરજી બેલી ઉઠેલા કે “આ બાળક રાજવંશી લાગે છે. તે ચકવતિ રાજા થશે. પ્રથમ તે છછરબૂટા, જેના આશરે ખેંગારજી અને તેમના ભાઈ નાશી છૂટેલા, તેને શંકા જતાં તેણે તલવાર ખેંચેલી. પરંતુ ગરજીએ ભવિષ્ય–વાણી ઉચ્ચારી કે –“આ ભવિષ્ય જે ખાટું પડે તે મારી બધી વિદ્યાઓ
ટી.” ગોરજી તેમને પોતાની પિશાળમાં તેડી ગયા અને ચમત્કારિક સાંગ બક્ષિસમાં આપીને કહ્યું કે “આ સાંગ વડે તમે ઘણું મહાન કાર્યો કરશે.” એમની ભવિષ્યવાણી ફળી. ખેંગારજી ગચ્છની રાજગાદી મેળવવા ભાગ્યશાળી થયા. તેમણે ગરજીને ભૂજમાં તેડાવીને રાજગુરુ તરીકે સ્થાપ્યા અને ભૂજમાં મોટી પિશાળ બંધાવી આપીને ઘણી જાગીર આપી.
માણેક મેરજીના વ્યક્તિગત જીવન વિશે ઝાઝું કાંઈ જાણું શકાતું નથી. તેમના શિષ્યોના નામની પાછળ “મેરજી” પ્રત્યય આવતો હેઈને તેઓ મેરશાખાના હશે. અંચલગચ્છના ઇતિહાસમાં માણેકમેરજી સુવર્ણ પૃષ્ઠ પૂરું પાડી ગયા છે. તેમણે કચ્છના મહારાવના ધર્મગુરુ તરીકે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું,
જે દ્વારા તેઓ જૈન ધર્મના સિદ્ધાન્તોને કચ્છમાં પ્રચાર કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મમૂતિસૂરિ
[ ૧૫
વામાં યશસ્વી નીવડ્યા. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિની મહાન કારકિર્દીની તેઓ કરછમાં પૂર્વ ભૂમિકા તૈયાર કરતા ગયા. એમનું વિશિષ્ટ પ્રદાન ભૂલી શકાશે નહિ.
ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસનમાં આચાર્ય પુણ્યપ્રભસૂરિ થઈ ગયા. તેમનું વંશવૃક્ષ આ પ્રમાણે છેઃ (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંહસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિજ્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિહંસસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) જિનહર્ષસૂરિ (૧૨) ઉપાધ્યાય ગુણહર્ષગણિ.
ગચ્છનાયક ભાવસાગરસૂરિના શિષ્ય સુમતિસાગરસૂરિ શિ. ગજસાગરસૂરિ શિ. પુણ્યરત્નસૂરિ પણ ધર્મમૂર્તિસૂરિના સમકાલીન આચાર્ય હતા. પુણ્યરત્નસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિ એ પછી શાખાચાર્ય થયેલા.
ઉક્ત આચાર્યો ઉપરાંત ભાવરત્નસૂરિના શિષ્ય તેજ રત્નસૂરિએ પણ શાખાચાર્ય તરીકે પિતાની કીર્તિ સ્થાપિત કરી છે. આ ઉપરાંત અન્ય આચાર્યો તેમ જ શ્રમણો સારી સંખ્યામાં હતા, જેમાં આ નામે વિશેષ ઉલ્લેખનીય છેઃ (૧) મહોપાધ્યાય વિનયસાગર (૨) મહે. ઉદયસાગર (૩) મહેક દેવસાગર (૪) મહા સૌભાગ્યસાગર (૫) મહો. લબ્ધિસાગર (૬) મહ૦ સુરસાગર (૭) ઉપાધ્યાય સકલમૂર્તિ (૮) ઉપા) નાથાચંદ્ર (૯) ઉપા. માણિક્યચંદ્ર (૧૦) ઉપાટ રાજમૂર્તિ (૧૧) ઉપાટ સકલકીર્તિ વગેરે.
ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન દરમિયાન સાહિત્યપ્રવૃત્તિને પણ ઘણે વેગ મળે. વાચક ક્ષમાસિંધુના શિષ્ય કવિ ડુંગરે વિ. સં. ૧૬૨૨ ના ચૈત્ર વદિ ૨ ને બુધવારે સિંકંદરાબાદમાં રહીને “હેલિકા ચોપાઈ” રચી. આ કવિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
ઈ૩ ના મ
શાભદ્ર
પણ
કિયે દ્ધારક, ત્યાગમૂર્તિ ખંભાત ચૈત્યપરિપાટી” ઉપરાંત “નેમિનાથ સ્તવન”ની પણ રચના કરી.
વા. વેલરાજના શિષ્ય વા૦ લાભશેખર શિ૦ વા. કમલશેખરે આ પ્રમાણે ગ્રન્થ રચ્યાઃ “નવતત્વ પાઈઅને “પ્રદ્યુમ્નકુમાર પાઈ” કમલશેખરના શિષ્ય સત્યશેખર શિ૦ વિનયશેખરે વિ. સં. ૧૬૪૩ ના મહા શુદિ ૩ ને રવિવારે મેવાત અંતર્ગત ગંભણવાડામાં રહીને “યશોભદ્ર પાઈ” તથા “રત્નકુમાર રાસ” રચ્યાં. આ ઉપરાંત બીજા પણ અનેક કવિઓ અને લેખકે થઈ ગયા છે.
અમરસાગરસૂરિને નામે ચડાવાયેલી પટ્ટાવલીમાં ધર્મ મૂતિસૂરિએ લખેલા ગ્રન્થની નામાવલી આ પ્રમાણે આપેલી છે (૧) ષડાવશ્યકવૃત્તિ (૨) ગુણસ્થાન ક્રમારોહણ બૃહદુવૃત્તિ (૩) અંચલગચ્છીય પટ્ટાવલી. ઉક્ત પટ્ટાવલી શંકિત પ્રમાણ હોઈને તેની નંધમાં કેટલું સત્ય છે તે કહી શકાતું નથી. ધર્મમૂર્તિ સૂરિએ લખેલે “વિચારસાર” નામક એકમાત્ર ગ્રન્થ ઉપલબ્ધ થાય છે, જેમાં અન્ય ગચ્છની ૧૩૫ માન્યતાઓની વિચારણા કરવામાં આવી છે. સામાચારી વિષયક આ ગ્રન્થની પ્રત જોધપુરને પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાનમાં સુરક્ષિત છે.
વિ. સં. ૧૯૭૦ માં ૮૫ વર્ષનું આયુ પાળીને ધર્મમૂર્તિસૂરિ પાટણમાં દિવંગત થયા. જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ ગ્રામાનુગ્રામ વિહરીને લોકોને ધમધ પમાડતા રહ્યા. આવા કિયે દ્ધારક, ત્યાગમૂતિ ગચ્છનાયક અંચલગચ્છને ફરી ફરી મળે એ જ અભ્યર્થના!
અલ
કે વિચારી ઓની
વિચારણા કરી જેમાં અનેક નામક
– C –– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
મહારાવ ભારમલજી પ્રતિબંધક
શ્રી કલ્યાણસાગરસૂરિ
સેમસાગર, શિદધિસૂરિ, શિવસિલ્વરાજ, કલ્યાણબ્ધિ જેવાં વિવિધ નામેથી વર્ણાયેલા, “જંગમતીર્થ” “યુગપ્રધાન”
જગદગુરુ” આદિ ગૌરવાન્વિત ઉપમાઓથી બિરદાયેલા કલ્યાણસાગરસૂરિ કચ્છના મહારાવ ભારમલજીના પ્રતિબંધક તરીકે ઉજજવળ કીર્તિ પામ્યા છે. એમના આ પ્રતિબંધથી કરછમાં અંચલગરછને પાયે સુદઢ થયે, એટલું જ નહિ રાજ્યાશ્રય મળવાથી તે સવિશેષ કૂલતે-ફાલતો રહ્યો.
વઢિયાર પ્રદેશ અંતર્ગત લેલાડા ગામમાં શ્રીમાલી જ્ઞાતીય, કઠારીવંશીય, શ્રેષ્ઠી નાનિગની ભાર્યા નામિલદેવીની કુખે વિ. સં. ૧૬૩૩ ના વૈશાખ શુદિ ૬ ના દિને ચરિત્રનાયકને જન્મ થયે હતે. એમના પૂર્વાશ્રમનું નામ કોડનકુમાર હતું. બાળક સ્વરૂપે ઈન્દ્ર જે પ્રભાવશાળી હિતે એમ તત્કાલીન પ્રમાણુ-ગ્રન્થમાંથી વર્ણને પ્રાપ્ત થાય છે.
અંચલગચ્છની મેટી પટ્ટાવલી”માં ચરિત્રનાયકના જન્મ તથા દીક્ષા સંબંધમાં વિસ્તૃત પ્રસંગે વર્ણવાયા છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. ગર્ભાધાન વખતે માતાએ સ્વપ્નમાં ઊગતા સૂર્યને નીરખે. કુળગુરુ શ્રીધર ભટ્ટને સ્વમનું રહસ્ય પૂછતાં તેણે દૈવી પુત્રજન્મનું કુળ સૂચવ્યું. તદનુસાર માતાએ બાળક કોડનને જન્મ આપ્યો. એ વખતે કેડનની
સાતેક વર્ષની સેમા નામની બહેન પણ હતી. કેડન પાંચેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૨ ]
મહારાવ ભારમલજી પ્રતિબોધક વર્ષ થયે તે વખતે અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિ વિહરતા લેલાડામાં પધાર્યા. શ્રેષ્ઠી નાનિગ વ્યાપાર અથે પરદેશ ગયે હેઈને બાળક માતા સાથે ગુરુવંદના ઉપાશ્રયમાં ગયે અને દૈવી સંકેતાનુસાર ગુરુના ખેાળામાં દોડીને બેસી ગયે. આથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. ગુરુએ બાળકના સામુદ્રિક લક્ષણે જેઈને નામિલદેવી પાસે તેની માગણી કરી. અને જણાવ્યું કે તેના દ્વારા જૈન શાસનને મહિમા વધશે. બાળકના પિતા પરદેશ ગયા હેઈને તે બહાનું આગળ ધરીને માતાએ પિતાની અનિચ્છા વ્યક્ત કરી. બાળક નવ વર્ષને થયો ત્યારે સૂરિ પુનઃ ત્યાં પધાર્યા. એમની વૈરાગ્ય-ગંભીર વાણીનું શ્રવણ કરીને કેડનને વૈરાગ્ય ઉત્પન્ન થયા. માત– પિતાની આજ્ઞા લઈને તેણે ગુરુને સંગાથ લીધે ઈત્યાદિ વૃત્તાન્ત પટ્ટાવલીમાં છે.
ધર્મમૂર્તિસૂરિ બાળકને લઈને ધવલ્લકપુર-ધોળકામાં પધાર્યા. વિ. સં. ૧૬૪૨ ના ફાગણ શુદિ ૪ ને શનિવારે ત્યાં તેને દીક્ષા આપીને તેનું કલ્યાણસાગરમુનિ એવું નામાભિકરણ કર્યું. ત્યાંના નાગડા ગેત્રીય માણિક નામના ધનવાન શ્રેષ્ઠીએ પાંચ હજાર ટંક ખરચીને દીક્ષા-મહોત્સવ કર્યો. પાલિતાણામાં વિ. સં. ૧૬૪ ના મહા શુદિ ૫ ને દિવસે વડી દીક્ષા આપવામાં આવી હતી એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. અન્ય પ્રમાણગ્રન્થમાં વર્ણન છે કે ગુરુએ પુંડરગિરિ–શત્રુંજયમાં જિનેશ્વર પ્રભુનું ધ્યાન ધરતાં તેમને જણાયું કે નવોદિત શિખ્ય સર્વગુણ સંપન્ન છે. આથી તેમને એગ્ય જાણીને વિ. સં. ૧૬૪૯ ના મહા સુદિ ૬ ને રવિવારે અહમ્મદપુર-અમદાવાદમાં આચાર્ય પદે વિભૂષિત કરવામાં આવ્યા. તે અવસરે દીવ બંદરના મંત્રીવર્ય ગેવિંદ શાહે ઘણું ધન ખરચીને પદોત્સવ કર્યો એ
પછી ચરિત્રનાયકનો મહિમા સર્વત્ર વિસ્તૃત પામ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
વિ. સં. ૧૬૭૧ માં ધર્મમૂર્તિસૂરિ પાટણમાં કાલધર્મ પામતાં, તે જ વર્ષે પિષ વદિ ૧૧ ના દિને કલ્યાણસાગરસૂરિને ત્યાં ગચ્છનાયકપદે વિભૂષિત કરવામાં આવ્યા. અંચલગચ્છના ૬૫ મા પટ્ટધર તેઓ થયા. એ વખતે મહોપાધ્યાય રત્નસાગરજી આદિ જેવા વૃદ્ધ તેમ જ જ્ઞાનવૃદ્ધ બીજા શિષ્ય પણ હોવા છતાં ધર્મમૂર્તિસૂરિએ પોતાના અનુગામીની પસંદગી કલ્યાણસાગરસૂરિ જેવા યુવાન શિષ્ય ઉપર ઉતારી, જે દ્વારા તેમની ઉચ્ચ પ્રતિભાના આપણને દર્શન થઈ શકે છે. એ વખતે એમની ઉંમર આડત્રીસ વર્ષની જ હતી.
એ પછી બીજે જ વર્ષે એટલે કે વિ. સં. ૧૬૭૨ માં ઉદેપુરના સંઘે ચરિત્રનાયકને “યુગપ્રધાનપદે વિભૂષિત કર્યા એ સંબંધમાં પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. આવું સર્વોચ્ચ સન્માન મેળવનારાઓમાં અંચલગચ્છમાં ચરિત્રનાયક છેલ્લા ગચ્છનાયક છે. તત્કાલીન વિશ્વસનીય પ્રમાણમાં પણ એમના “યુગપ્રધાન’ પદ અંગે ઉલ્લેખ મળે જ છે.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જામનગરના મંત્રી બાંધવો વદ્ધમાન-પદ્ધસિહ શાહે વિપુલ ધન ખરચ્યું છે, જેની નોંધ અંચલગચ્છના ઈતિહાસમાં આગવું પ્રકરણ રેકે એટલી વિસ્તૃત તેમ જ ગરિષ્ટ છે. મૂળ તેઓ લાલણ ગોત્રના તેમ જ કચ્છના આરીખાણાના રહીશ. પછી પોતાનું ભાગ્ય અજમાવવા તેઓ કચ્છ-ભદ્રાવતીમાં વસ્યા અને અઢળક ધન કમાયા. સૂરિને ઉપદેશ સાંભળીને વિ. સં. ૧૬૫૦ માં તેમણે શ્રી શત્રુંજયને વિશાળ તીર્થસંઘ કાઢેલ. સંઘ જામનગર પધાર્યો ત્યારે સંધપતિઓએ જામ જસવંતસિંહને મૂલ્યવાન ભેટશું ધયું. રાજાએ પ્રસન્ન થઈને તેમને કશુંક માગવાનું કહ્યું.
એટલે સંઘપતિ બાંધવોએ સંઘના રક્ષણાર્થે સુભટો માગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
ના દર્શન કરી શત્રુંજય પહે
સુધી ત્યાં
મહારાવ ભારમલજી પ્રાતિબંધક રાજાએ એક સશસ્ત્ર સુભટો આપીને સંઘપતિ બંધુઓ પાસેથી વચન માગ્યું કે તેમણે જામનગરમાં વસીને વ્યાપાર કરો. રાજ્ય તરફથી તેમને બધી સગવડ કરી આપવામાં આવશે ઈત્યાદિ ખાત્રીઓ પણ રાજાએ આપી. સંઘપતિઓએ રાજાની વાત સ્વીકારી લીધી. આથી હર્ષિત થઈને રાજાએ તેમને વસ્ત્રાભૂષણે આદિ શિરપાવ આપે.
એક માસ બાદ સંઘ શ્રી શત્રુંજય પહોંચે અને શ્રી આદીશ્વર પ્રભુના દર્શન કરીને કૃતાર્થ થયે. પંદર દિવસ સુધી ત્યાં રહીને સંઘપતિઓએ ધર્મકાર્યાદિમાં પ્રચુર દ્રવ્ય ખરચ્યું. ગિરિરાજ ઉપર રાજ સંપ્રનિ, કુમારપાલ, મંત્રીશ્વરવિમલ તથા વસ્તુપાલ-તેજપાલ વગેરે દ્વારા નિર્મિત ભવ્ય જિનાલયેની શ્રેણિ જોઈને કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૯૫૦ ના માગશર વદિ ૯ ના દિને બે જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. આ તીર્થ સંઘમાં ઉપસ્થિત રહેલા સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય રાજસી શાહ નાગડાએ પણ સૂરિજીના ઉપદેશથી ૧૩ ના દિને શુભ મુહૂર્તમાં જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ તીર્થયાત્રાથી પાવન થઈને સંઘ સ્વસ્થાને પાછો પધાર્યો. વચનાનુસાર સંઘપતિ બાંધો જામનગરમાં આવીને વસ્યા. તેમની સાથે ૫૦૦૦ ઓશવાળ પણ ત્યાં વસ્યા. તેમણે ખુબ વ્યાપાર વૃદ્ધિ કરીને જામનગરની સમૃદ્ધિને વધારી. રાજાએ પ્રસન્ન થઈને તેમને પોતાના મંત્રીઓ નીમ્યા.
પસિહ શાહનાં પત્ની કમલાદેવીની પ્રેરણાથી બને બાંધવેએ જામનગરમાં ભવ્ય જિનાલય બંધાવવાનો નિર્ણય કર્યો. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેનું વિ. સં. ૧૬૬૮ ના શ્રાવણ શુદિ ૫ ના દિને ઉત્સવપૂર્વક ખાતમુહૂર્ત થયું. ૬૦૦ કુશળ સલાટોએ આઠ વર્ષ સુધી કામ કરીને ભવ્ય જિનપ્રાસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
| [ ૫
શ્રી કલ્યાણસાગરસૂરિ તૈયાર કર્યો. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેની વિ. સં. ૧૬૭૬ માં વૈશાખ શુદિ ૩ ને બુધવારે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન સમેત ૫૦૧ જિનબિઓની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ પછી વિ. સં. ૧૬૭૮ ના વૈશાખ શુદિ ૫ ને શુક્રવારે ભમતીની દેવકુલિકાઓમાં દ્વિતીય પ્રતિષ્ઠા થઈ. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે મંડપુર, છકારી, આદિ સ્થાનમાં પણ શિખરબંધ જિનાલયે બંધાવ્યાં. શત્રુંજયમાં એમનાં બને જિનાલનું કાર્ય પૂર્ણ થતાં ત્યાં વિ. સં. ૧૯૭૫ માં વર્ધમાન, તથા પદ્ધસિંહ શાહે પોતાનાં જિનમંદિરમાં અનુક્રમે શ્રી શાંતિનાથ, શ્રી શ્રેયાંસનાથ, આદિ જિનબિંબની અંજનશલાકા કરાવીને પ્રતિષ્ઠા કરાવી. વિ. સં ૧૬૭૬ ના ફાગણ શુદિ ૨ ના દિવસે પદ્મસિંહ શાહે દ્વિતીય પ્રતિષ્ઠા પણ કરાવી. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું. પાછળથી રાજ-ખટપટ જાગતાં જામનગર છેડીને તેઓ પુનઃ ભદ્રાવતીમાં આવીને વસ્યા ઈત્યાદિ કડીબંધ પ્રમાણે મળે છે. ચરિત્રનાયકના ઉપદેશથી બને બાંધવાએ પાવાગઢ, ગિરનાર, તારંગા, આબૂ , સમેતશિખર, શત્રુંજય આદિ અનેક તીર્થોની યાત્રા કરીને ત્યાં જીર્ણોદ્ધારનાં કાર્યો કર્યા. ભદ્રેશ્વરતીર્થને પણ તેમણે જીર્ણોદ્ધાર કર્યો અને પ્રતિષ્ઠા કરાવીને ઘણું ધન ખરચ્યું.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી આગરા નિવાસી લોઢા ગેત્રીય મંત્રી બાંધવ કુંરપાલ–સોનપાલે પણ ધર્મકાર્યોમાં વિપુલ દ્રવ્ય ખરચ્યું. એમની રાજકીય કારકિદી પણ ગરિષ્ટ છે. અહીં તે એમનાં ધાર્મિક કાર્યો અંગે જ અલ્પ ઉલ્લેખ કરીને સંતોષ માનશું. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે વિ. સં. ૧૯૭૦ માં આગરાથી સમેતશિખરજીને ઐતિહાસિક સંઘ કાઢ્યો હતો. એ પહેલાં પણ તેમણે વિ. સં. ૧૬૫૭ માં આગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
મહારાવ ભારમલજી પ્રતિબોધક રાથી શ્રી શત્રુંજય તીર્થનો વિશાળ સંઘ કાઢ્યો હતો. તેમ જ આગરામાં અંચલગચ્છીય શ્રમણે માટે બે મજલાને માટે ઉપાશ્રય બંધાવી આપ્યો હતો.
આગરામાં તેમણે બે જિનાલય બંધાવ્યાં. અને વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ શુદિ ૩ ને શનિવારે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી તથા શ્રી શ્રેયાંસનાથ સમેત ૪૫૦ જિનબિંબની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી આ યાદગાર પ્રતિષ્ઠા આગરામાં સંપન્ન થઈ. ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિ જેવા પ્રભાવક આચાર્ય સમેત વિશાળ ત્યાગી સમુદાય તે પ્રસંગે ઉપસ્થિત રહેલ. સમ્રાટ જહાંગીર પણ સ્વયં જિનાલયમાં પધારીને કલ્યાણસાગરસૂરિના ચમત્કારથી પ્રભાવિત થયેલે એ સંબંધમાં પણ અનેક આખ્યાયિકાઓ સંભળાય છે. આ પ્રસંગ પછી કલ્યાણસાગરસૂરિ “જહાંગીર માન્ય” એવું બિરુદ પણ પામેલા એમ પ્રમાણગ્રન્થોમાંથી જાણી શકાય છે. તે વખતે પ્રતિષ્ઠિત થયેલાં પ્રત્યેક જિનબિંબના મસ્તક ભાગ ઉપર પણ “પાનિસાહ શ્રી જહાંગીર રાજ્ય” એમ કેતરવામાં આવ્યું.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી મંત્રીશ્વર કુરપાલ–સનપાલે ગ્રન્થદ્ધાર તેમ જ તીર્થોદ્ધારનાં ઘણું કાર્યો કર્યા છે, જેને ઈતિહાસ ઘણે લાંબે છે. પરંતુ અહીં તે આટલે ઉલેખ જ પર્યાપ્ત થશે.
જામનગરના રાજમાન્ય શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા પણ કલ્યાણસાગરસૂરિના અનન્ય ભક્ત હતા. મૂળ તેઓ પારકર નિવાસી હોઈને પારકરા કહેવાતા. એમના પૂર્વજ ભેજાશાહ જામસાહેબની પ્રેરણાથી વિ સં. ૧૫૯૬ માં જામનગરમાં
સ્થાયી થયા. એમના પુત્ર તેજસીના પુત્ર રાજસી થયા. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૭ વિ. સં. ૧૬૬૫ માં શત્રુંજયન મટે તીર્થસંઘ કાઢ્યો. આ સંઘમાં સંઘનાયક શ્રેષ્ઠી વદ્ધમાન તથા પદ્ધસિંહ શાહ પણ ઉપસ્થિત રહેલા. હાલાર ઉપરાંત સિંધ, સેરઠ, કચ્છ, મરુધર, માલવા, ગુજરાત, આગરા વગેરે સ્થાનોથી અસંખ્ય યાત્રિકો આ સંઘમાં એકત્રિત થયેલા.
વિ. સં. ૧૬૬૮ માં અક્ષય તૃતીયાના શુભ દિવસે રાયસી શાહે જામનગરમાં ભવ્ય જિનાલય બંધાવવાનું ખાતમુહૂર્ત કર્યું. તે પ્રસંગે સમસ્ત નગરને ભેજનાથે નિમંત્રવામાં આવ્યું હતું. સ્વયં જામસાહેબ પણ પધાર્યા. વદ્ધમાન-પદ્ધસિહ શાહ મહાજનોને સાથે લઈને પધાર્યા. આખું શહેર ઉત્સવમાં ફેરવાઈ ગયું. વિ. સં. ૧૬૭૫ માં વૈશાખ શુદિ ૮ ના દિને કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી મૂલનાયક શ્રી શાંતિ. નાથપ્રભુ સમેત ૩૦૨ જિનબિઓની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. લહાણ આદિ કાર્યોમાં પણ રાયસી શાહે ઘણું ધન ખરચ્યું. જિનાલય પાસે ઉપાશ્રય પણ બંધાવી આપ્યું.
રાયસી શાહે શ્રી ગોડીજીનો સંઘ પણ કાઢ્યો. વિ. સં. ૧૬૮૭ માં મોટો દુકાળ પડે તે વખતે તેમણે અન્નક્ષેત્રે ખેલ્યાં અને અનેક લોકોને જીવન-દાન આપ્યું. ભલશારિણી ગામમાં તેમણે ફૂલઝરી નદી પાસે જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બંધાવ્યાં. રાજકોટમાં પણ તેમણે ત્યાંના રાજા વિભાજની પ્રેરણાથી શ્રીકૃષ્ણ મંદિર બંધાવી આપ્યું. કાલાવાડમાં ઉપાશ્રય બંધાવી આપે. હાલારના માંઢા ગામમાં શિખરબંધ જિનાલય બંધાવીને તેની પ્રતિષ્ઠા પ્રસંગે પંચ ધાર ભેજનથી મહારાજા સમેત શ્રી સંઘને જમાડ્યા. ત્યાં પૌષધશાળા પણ બંધાવી. કચ્છ-માંઢામાં પણ રાજસી શાહે જિનાલય બંધાવીને ત્યાં પોતાને યશ વિસ્તાર્યો. તદુપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
મહારાવ ભારમલજી પ્રતિબંધક
પરબ, વિશ્રામગૃહે આદિ બંધાવવામાં પણ તેમણે ઘણું ધન ખરચ્યું. અંચલગચ્છના સાધર્મિક બંધુઓનાં પ્રત્યેક ઘરે પણ તેમણે લહાણ કરી. રાજસી શાહના બંધુ નેણસી શાહે તથા એમના પુત્ર સમાએ પણ અનેક પુણ્ય-કાર્યો કર્યા.
વિ. સં. ૧૬૯ ના ફાગણ સુદિ ૩ ને શુકવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી રાજસી શાહે જામનગરમાં દ્વિતીય પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા પણ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ. સમસ્ત નગરને તેમણે ભેજનાથે નિમંત્રીને પકવાન્નભેજન કરાવ્યું. બ્રાહ્મણોને દશ હજાર રૂપીઆનું દાન આપવામાં આવ્યું. ચોથું વ્રત ગ્રહણ કરવાના સમયે પણ રાજસી શાહે સમસ્ત મહાજનોને જમાડ્યા. તેની પત્ની સીરીઆદેએ ગિરનારને સંઘ કાઢીને વિ. સં. ૧૬૯૨ ના અક્ષયતૃતીયાના દિને યાત્રા કરીને પંચધાર ભજનથી સંઘભક્તિ કરી. સીરીઆદેએ માસક્ષમણ કરીને છ'રી પાળતા આબૂ અને શત્રુ જયની પણ યાત્રા કરી. વળી રાજસી શાહનાં દ્વિતીય પત્ની રાણદેએ પણ સ્વામીવાત્સલ્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું.
અમદાવાદના ઓશવાળ જ્ઞાતીય, વડેરા શાખીય પારેખ જસુને પુત્ર લીલાધર કલ્યાણસાગરસૂરિનો ભક્ત હતા. ચરિત્ર નાયકના ઉપદેશથી તેણે વિ. સં. ૧૬૯૦ માં અમદાવાદમાં સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખવધ વિવરણની પ્રત સુવર્ણાક્ષરે લખાવી. વિ. સં. ૧૭૧૨ માં લીલાધર શાહે ચરિત્રનાયકને અમદાવાદમાં ચાતુર્માસ કરાવ્યું. તેણે શત્રુંજય તીર્થસંઘ પણ કાઢ્યો. કવિ સૌભાગ્યસાગરગણિએ “લીલાધર-રાસમાં આ સંઘનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
શત્રુંજય તીર્થની યાત્રા કરી સંઘે આ પ્રમાણે પ્રયાણ કર્યું. ઉના, દેલવાડા, અજાહરા, કેડીનાર, માંગરોલ, જૂનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ ગઢ. ગિરનારની યાત્રા કરીને સંઘે શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરી. ત્યાંથી માંડલ, વિરમગામ, થઈને સંઘ ક્ષેમ કુશળ અમદાવાદમાં પહોંચે.
એ પછી વૃદ્ધ લીલાધર સંઘવીએ વાચક સુખલાભ પાસે દીક્ષા લીધી વિ. સં. ૧૭૧૫ ના ભાદ્રવા સુદિ ૬ ને મંગળવારે તેઓ કાલધર્મ પામ્યા. ત્યાર બાદ વિ. સં. ૧૭૨૧ ના માગસર સુદિ ૫ ને મંગળવારે લીલાધરના પુત્ર શ્રી ગેડીજીનો તીર્થ સંઘ પણ કાલ્યો ઈત્યાદિ વર્ણન ઉક્ત રાસની સંવદ્ધિત હાથપ્રતમાંથી પ્રાપ્ત થાય છે.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી થયેલાં અન્ય કાર્યોની સંક્ષિપ્ત ધ આ પ્રમાણે છે:
(૧) મહારાવ ભારમલજીના રાજ્યાધિકારી વેરા ધારસીએ વિ. સં. ૧૬૭૭ ભૂજમાં અંચલગચ્છનો ઉપાશ્રય બંધાવ્યો. તેમણે પોતાના દાદા વીરમશાહની દેરી પણ બંધાવી. અને તેમાં પગલાં સ્થાપ્યાં. વિ. સં. ૧૬૬૩ માં ભૂજના સંઘે શ્રી ચિન્તામણિપાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરેલું, તેના ખર્ચમાં ધારસી શાહે ચે ભાગ આયે.
(૨) અમદાવાદના શ્રી શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી ભવાન, ભાર્યા રાજલદેના પુત્ર ખીમજી અને સુપજીએ વિ. સં. ૧૬૭૫ માં વૈશાખ શુદિ ૧૩ ને શુકવારે શ્રી શત્રુંજયની મૂળ ટૂંકમાં ચોમુખ જિનાલય બંધાવ્યું.
(૩) અમદાવાદના મંત્રીવર્ય ભંડારીજીએ શત્રુંજયગિરિ ઉપર બંધાવેલા શ્રી ચંદ્રપ્રભુ જિનાલયનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૬૮૩ ના મહા સુદ ૧૩ ને સોમવારે શ્રાવિકા હીરબાઈએ કરાવ્યું. ઉક્ત મંત્રીવર્યની પેઢીમાં તેઓ છઠ્ઠી પેઢીએ થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
મહારાવ ભારમલજી પ્રતિબાધક
શત્રુંજયગિરિ ઉપર હીરબાઇએ એક કુંડ પણ બંધાવી આપ્યા. હીરબાઇએ સ ંધ સહિત શત્રુ જયની નવ્વાણું વાર યાત્રા પણ કરેલી. આ વંશમાં અનેક મત્રીએ થયા છે.
૧૦
(૪) ખંભાતના રાજમાન્ય શ્રેષ્ઠી નાગજીએ ત્યાં વિશાળ જિનપ્રાસાદ તથા ગચ્છનાયક ધ મૂર્તિસૂરિને સ્તૂપ કરાવ્યા. તત્કાલીન પ્રમાણગ્રંથામાંથી આ શ્રેણી વિશે ઘણા મહત્ત્વપૂર્ણ ઉલ્લેખેા મળે છે. એસવાળવંશીય શાહ વત્થાના તેએ
પુત્ર હતા.
(૫) ખંભાતના એસવાળ જ્ઞાતીય, ગેાખરૂ ગેાત્રીય શ્રેષ્ઠી પદ્મસિંહે પ્રતિષ્ઠાદિ કાર્યમાં ઘણું ધન ખરચ્યું. જૈન ઇતિહાસમાં જગત્ શેઠ પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે તેમના તેઓ પૂર્વજ હતા. વિ. સ. ૧૬૮૩ માં પદ્મસિંહ શાહ અમદાવાદથી ખંભાતમાં આવીને વસ્યા. અને ત્યાં તેમણે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ સ્ફટિકમય ખિંખ પ્રતિષ્ઠિત કર્યાં. સૂરિજીને તેમણે પાંચ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રેાની પ્રતા લખાવીને વહેારાવી તેમ જ ચાર મેાતીમય પૂડાએ અણુ કર્યાં. તેમણે શ્રી શત્રુંજયના તી સંઘ પણ કાઢ્યો હતા તથા ગ્રન્થાદ્વારમાં ઘણું ધન ખરચ્યું હતું. તેના પુત્ર અમરદત્તને શાહજહાંએ ‘ રાય ’ની પદવી આપેલી. તેના પુત્ર ઉદયચંદ અને તેના તેહચંદ, જેઓ જગત્શેઠની ઉચ્ચ પદવી પામ્યા.
કલ્યાણસાગસૂરિના ઉપદેશથી વિ. સ. ૧૬૮૩ માં જેઠ શુદિ ૬ ને ગુરુવારે પદ્મસિંહ શાહે ખંભાતમાં ઐતિહાસિક પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયના અનેક ઉત્કીણિત લેખા ઉપલબ્ધ થાય છે. અન્ય શ્રેષ્ઠીવર્યાએ પણ એ સમયે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. તેમના મૂર્તિલેખામાં “ પદ્મસિંહ કારિત પ્રત્તિડાયાં ” એવા ઉલ્લેખ હાઇને એ પ્રતિષ્ઠાના ખ્યાલ મળી
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૧૧ રહેશે. પ્રતિષ્ઠા લેખમાં જગશેઠના પિતા ઉભયચંદને ઉદયચંદ કહ્યા છે. જગશેઠનું નામ ભારતના રાજકીય ઈતિહાસમાં પણ અમર છે.
(૬) વિ. સં. ૧૬૮૬ ના ચૈત્ર સુદિ ૧૫ ના દિવસે દેવગિરિ નિવાસી શ્રીમાલીજ્ઞાતીય, લઘુશાખીય શ્રેષ્ઠી તુકજીના પુત્ર હાસુજીએ પોતાના કુટુંબ સહિત શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી અને અબુદજીના મંદિરનો કેટ સહિત જીર્ણોદ્ધાર કર્યો.
(૭) વિ. સં. ૧૭૦૨ ના માગસર શુદિ ૬ ને શુક્રવારે દીવ બંદર નિવાસી પ્રાગ્વાટ વંશીય મંત્રી કમલસીએ પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યા.
આ ઉપરાંત પણ ચરિત્રનાયકના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાએના હજારે લેખે ઉપલબ્ધ થાય છે. વિ. સં. ૧૯૬૭ ના વૈશાખ વદિ ૨ ને ગુરુવારે સુધર્માગ૭ના ભટ્ટારક જયકીર્તિ સૂરિના ઉપદેશથી બુરહાનપુરના શ્રેષ્ઠી સની વિમલે ભરાવેલાં જિનબિંબની પ્રતિષ્ઠા પણ કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં થઈ ઉત્કીર્ણ લેખોનો આ ઉલ્લેખ પણ મહત્ત્વપૂર્ણ ગણાય. અન્ય ગછના અધિપતિ સાથે ચરિત્રનાયકને કે આત્મીયતાભર્યો સંબંધ હતો તેનું દર્શન આવા લેખે કરાવે છે.
મેરૂતુંગસૂરિની જેમ કલ્યાણસાગરસૂરિ પણ અનેક નૃપતિપ્રતિબોધક તરીકે જેને ઈતિહાસમાં ખ્યાતિ પામ્યા છે. ભેજવ્યાકરણની પ્રશસ્તિમાં એમને “સમગ્ર નૃપ-ચિત્ત-વિનોદકારી” કહ્યા છે તે ઔચિત્યપૂર્ણ છે.
સમ્રાટ જહાંગીરને ચમત્કારિત કરવા સંબંધમાં એક આખ્યાયિકા એવી સંભળાય છે કે મંત્રી બાંધ કુરપાલ
સેનપાલે આગરામાં બે જિનાલયે બંધાવેલાં કેઈના ચઢાવ્યાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
મહારાવ ભારમલજી પ્રતિબોધક સમ્રાટે હુકમ કરેલે કે જે પ્રતિમાઓ ચમત્કાર ન દેખાડે તે અને જિનાલયને ધ્વંશ કરવામાં આવશે. કલ્યાણસાગરસૂન રિના સૂચનથી જહાંગીરે પ્રતિમાને વંદન કરતાં પાષાણ પ્રતિમાએ એક હાથ ઊંચા કરીને સમ્રાટને ઉચ્ચ સ્વરે ધર્મલાભ આપે ! ચમત્કૃત થઈને સમ્રાટે દશહજાર સુવર્ણ મુદ્રિકાઓ સૂરિને ચરણે ધરી. ગમે તેમ, પણ તત્કાલીન પ્રમાણગ્રન્થમાંથી કલ્યાણસાગરસૂરિને “બાદશાહ સલેમ જહાંગીરમાન્ય” તે કહેવામાં આવ્યા જ છે.
કલ્યાણસાગરસૂરિ અને કચ્છના મહારાવ ભારમલજી વચ્ચેને સમાગમ તે ઈતિહાસ–પ્રસિદ્ધ છે. સૂરિના ઉપદેશથી મહારાવે જૈનધર્મના ઉદાત્ત આદર્શોને અપનાવ્યા, તેમ જ પર્વ દિનેમાં અમારિ પડહની ઉદ્ઘેષણાઓ કરાવી. સૂરિ કચ્છમાં સવિશેષ વિચર્યા હોઈને એમની વચ્ચે દીર્ઘસૂત્રી સંપર્ક રહ્યો. આથી જર્મન વિદ્વાન ડે. કલાટે એવું નોંધ્યું કે કલ્યાણસાગરસૂરિએ કચ્છના મહારાવને ધર્મ પરિવર્તન કરાવ્યું.
મહારાવ અને સૂરિ વચ્ચેના પ્રથમ સંપર્ક અંગે એક આખ્યાયિકા એવી સંભળાય છે કે મહારાવ વાના અસાધ્ય રેગથી પીડાતો હતો. એક વખત સૂરિ ભૂજમાં ચાતુર્માસ બિરાજતા હતા. ત્યારે તેમની મહાપ્રભાવક તરીકેની ખ્યાતિ સાંભળીને રાજાએ તેમને પોતાની પાસે તેડાવ્યા. અને પિતાના અસાધ્ય રોગની વાત કરી. ગુરુએ ધર્મ પ્રભાવનાથે મંત્રબળે રાજાને રેગ દૂર કર્યો. આથી હર્ષિત થઈને રાજાએ સૂરિને ચરણે ૧૦૦૦ મુદ્રિકાઓ ધરી, જેને તેમણે અસ્વીકાર કર્યો, ગુરુના ઉપદેશથી મહારાવે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા. ભૂજમાં રાજવિહાર નામક જિનપ્રાસાદ બંધાવ્યો અને
તેમાં ગુરુને ચરણે ધરેલી ૧૦૦૦ મુદ્રિકાએ ખર્ચવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
.
સાગરસૂરિ
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૧૩ કલ્યાણસાગરસૂરિ રાજમહેલમાં જે પાટ ઉપર બેઠા હતા તેને ગુરુપાટ જાણી તે ઉપર અન્ય કેઈ ન બેસે એ હેતુથી તેને અંચલગચ્છના ઉપાશ્રયમાં મોકલાવી દેવામાં આવ્યું, જે હજી ત્યાં વિદ્યમાન છે.
મહારાવ ભારમલજીના કુંવર ભેજરાજજી પણ સૂરિના અનન્ય ભક્ત હતા. વાચક વિનયસાગરે એમની તુષ્ટિ માટે કલ્યાણસાગરસૂરિની આજ્ઞાથી સંસ્કૃતમાં ભેજવ્યાકરણ રચ્યું.
જામનગરના રાજ લાખાજી પણ કલ્યાણસાગરસૂરિના ભક્ત હતા એમ તત્કાલીન પ્રમાણે દ્વારા જાણી શકાય છે. કલ્યાણસાગરસૂરિના શ્રાવકરને વર્ધમાન–પદ્મસિંહ શાહ જામનગરના મંત્રીઓ બનેલા એ વિશે ઉલ્લેખ થઈ ગયા છે.
કલ્યાણસાગરસૂરિના ત્યાગી સાધુ-સાધ્વીજીના પરિવાર સંબંધમાં પ્રચુર પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થાય છે. એમના વિશાળ પરિવારમાં આચાર્ય અમરસાગરસૂરિ ઉપરાંત મહોપાધ્યાય રત્નસાગરજી, મહોપાધ્યાય વિનયસાગરજી, વાચક દેવસાગરજી, વાચક મેલાભ, વાચક સુખલાભ, વાચક ભાવશેખર, વાચક વિજયશેખર, વાચક વિદ્યાસાગર, વાચક દયાસાગર, વાચક નયસાગર, વાચક દયાશીલ, વાચક જસકીર્તિ, વાચક રાયમલજી, વાચક ઉદયસાગર, વાચક સૌભાગ્યસાગર, વાચક લબ્ધિસાગર, વાચક સૂરસાગર, વાચક સહજસાગર, વાચક કમલસાગર, વાચક સમયસાગર, વાચક ચંદ્રસાગર, વાચક ધનરાજ, વાચક રત્નસિંહ, વાચક વીરચંદ્ર, પંડિત ગુણચંદ્રગણિ, પંડિત વિજયમૂર્તિગણિ, પંડિત લલિતસાગર ગણિ, પંડિત ગુણશીલ, વિવેકચંદ્ર ગણિ, ઉત્તમચંદ્ર ગણિ, વિજયચંદ્ર ગણિ, કીર્તિચંદ્ર ગણિ, સુમિતહર્ષ ગણિ, વિનયરાજ ગણિ, મતિનિધાન ગણિ, પદ્મસાગર ગણિ, શ્રુતસાગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪]
મહારાવ ભારમલજી પ્રતિબોધક
સાગર ખસ, મતિયા દેવ
, મુ.
જ્ઞાનસાગર, ધનસાગર, સ્થાનસાગર, લાવણ્યસાગર, ક્ષેમસાગર, સુંદરસાગર, સુખસાગર, હેમસાગર, સોમસાગર, મતિસાગર, જયસાગર, હર્ષસાગર, ખેમસાગર, મનમેહનસાગર, સમયસાગર, કીર્તિચંદ્ર, ઉભયચંદ્ર, મતિચંદ્ર, સુમતિચંદ્ર, ક્ષમાશેખર, સુવર્ણશેખર, દયાકીર્તિ, વિજયકીર્તિ, દેવમૂર્તિ, માણિક્ય લાભ, રત્નશીલ, મુનિ દેવરાજ, મુનિ લાખા, મુનિ અમી, મુનિ પંડાશ, મુનિ ધનજી, મુનિ ચીકા, મુનિ ઉદયમંદિર, મેઘમુનિ, મુનિ થાનજી, અષિ ન્યાયમેરુ, ઋષિ દેવજી, રષિ કીકા, ત્રાષિ મંગલ, ઋષિ જીવરાજ ઈત્યાદિનાં નામે ઉલ્લેખનીય છે.
એ સમયે સાધ્વી-પરિવાર પણ મોટો હતો એમ તત્કા લીન પ્રત–પુષિકાઓના ઉલ્લેખ દ્વારા સૂચિત થાય છે. સાધ્વી વાલ્લાં, સાધ્વી લીલા, સુમતલક્ષ્મી, સહજલક્ષ્મી, સાધ્વી દેમા, પદ્મલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ગુણશ્રી, વિમલશ્રી, નયશ્રી, રૂપશ્રી, ક્ષીરશ્રી, યશશ્રી, સુવર્ણશ્રી, લક્ષ્મીશ્રી, રતનશ્રી, ઈન્દીરાશ્રી, વગેરે સાધ્વીઓનાં નામ ઉલ્લેખનીય છે.
આ શિષ્ય-પરિવારમાં કેટલાક સારા કવિઓ, ગ્રન્થકારે તથા પંડિતે પણ હતા. એમના ગ્રન્થ વિશે જણાવવું અહીં અપ્રસ્તુત છે. તત્કાલીન રાસ-સાહિત્યમાંથી એમના દ્વારા થયેલાં વિવિધ કાર્યોની ઝાંખી મળી રહે છે ચરિત્રનાયકના આધ્યાત્મિક શાસન બાદ આ વિશાળ સાધુ-સાધ્વીઓને સમુદાય અ૫ થતો ગયો અને ગરજીઓની સંખ્યા વધતી ગઈ આ પરિવર્તન પણ નોંધનીય છે.
કલ્યાણસાગરસૂરિ સમર્થ પટ્ટધર, પ્રભાવક આચાર્ય ઉપરાંત સારા ગ્રન્થકાર પણ હતા. તેમણે આ પ્રમાણે ગ્રન્થો રસ્થા: –
(૧) શાન્તિનાથચરિત્ર, (૨) સુરપ્રિયચરિત્ર, (૩) જિનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૧૫ સ્તોત્ર, (સચિત્ર) (૪) વિસવિહારમાન સ્તવન, (૫) અગડદત્તરાસ, (૬) પાર્શ્વનાથ સહસ્ત્રનામ, (૭) પાર્શ્વનાથ અષ્ટત્તરશતનામ, (૮) મિશ્રલિંગકેશ, (૯) મિશ્રલિંગhષ વિવરણ તેમ જ વિવિધ જિનસ્તોત્ર, સ્તો ઈત્યાદિ.
કલ્યાણસાગરસૂરિએ કુલપાકજી, સુરત, સિતેતરપુર, નવાનગર, શીરપુર, ગોડીજી, વડોદરા, કલિકુંડ, રાવણપાશ્વ નાથ, બીજાપુર, સાર, આબૂ , લેડણપાર્શ્વનાથ, સેરીસાઈત્યાદિના યાત્રાઓ કરી હતી એમ તેમના સ્તવન દ્વારા જાણી શકાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે તેમને અપૂર્વ આસ્થા હતી એવું પણ તેમની કૃતિઓ દ્વારા સૂચિત થાય છે.
કવિનું શબ્દચાતુર્ય તેમ જ વાક્ચાતુર્ય ખરેખર, નોંધ નિય છે. કવિ એક પદ્યમાં કહે છે કે “પ્રભો! તારા ચિત્તમાં હું આવું એ વાત મુશ્કેલ છે, પરંતુ જે મારા ચિત્તમાં તું આવતું હોય તે મારે બીજા કેઈ દેવનું કામ જ નથી.” - કવિ ચિન્તામણિજીની સ્તુતિ કરતાં વર્ણવે છે કે “વિશ્વના લકોને સંજીવની આપનાર ચિન્તામણિ પ્રભુને મેં નીરખ્યા. પ્રભો! તેથી મને શક્રેન્દ્રની અને ચકવર્તિની સંપત્તિ પ્રાપ્ત થઈ. મુક્તિ તો મારા બન્ને હાથમાં રમતી જણાઈ. અનેક પ્રકારનું મારું મનવાંછિત સિદ્ધ થયું. દવ, પાપ, દુર્દિ. નનો ભય ઈત્યાદિ કષ્ટો નાશ પામ્યા!!”
કવિની પ્રભુ પ્રત્યેની ઉત્કટ ભક્તિને એમની કૃતિઓ વાચા આપે છે જુઓઃ “મારાં બન્ને નેત્રમાં તારા સુખને આશ્રય લેવાથી ઉત્પન્ન થયેલાં હર્ષાશ્રુઓ વડે તું અન્ય દેવનાં દર્શનથી ઉત્પન્ન થયેલ મેલને ધોઈ નાખ!” ”
કવિની ક્તિ “એ જ્ઞાન મુગ્ધહં” દ્વારા એમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
મહારાવ ભારમલજી પ્રતિબોધક જ્ઞાનપિપાસા પ્રતીત થાય છે. કલ્યાણસાગરસૂરિને ગચ્છનાયકની ભારે જવાબદારીઓ વહન કરવાનું નિમિત બન્યું ન હોત તો તેઓ પ્રતિભાશાળી સાહિત્યકાર તરીકે વિરલ કીર્તિ પ્રાપ્ત કરત એમાં જરા પણ શંકા નથી. એમનું શિષ્યમંડળ પણ એવું જ વિદ્યાસેવી હતું.
પંચાશી વર્ષની પાકટ ઉંમરે કલ્યાણસાગરસૂરિ વિ સં. ૧૭૧૮ માં વિહરતા ભૂજમાં પધાર્યા. તેમના પટ્ટશિષ્ય અમરસાગરસૂરિ, મહાપાધ્યાય રત્નસાગરજી સમેત વિશાળ શિષ્ય પરિવારથી વીંટળાયેલા આચાર્યની શ્રેષ્ઠીવર્ય જગડૂશાહે ઘણું ભક્તિ કરી. અહીં સાધારણ માંદગી બાદ સૂર સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. ભૂજના સંઘે તેમની શાનદાર અંત્યેષ્ટિ કરી. જગડુશાહે દાનમાં ૫૦૦૦ મુદ્રિકા ઉછાળીને અષ્ટાહ્નિકા મહાત્સવ કર્યો. ત્યાં સંઘે એમની પાદુકાઓની સ્થાપના કરી જયાં આજે વિશાળ સ્તૂપની રચના થયેલી છે.
એમની ચિર વિદાયથી અંચલગચ્છના ઇતિહાસમાં યુગપ્રધાન અને પ્રભાવક આચાર્યોને ગૌરવપ્રદ અધ્યાય સમાપ્ત થઈ ગયે. અંચલગચ્છની સામાચારીમાં ગુરુમૂર્તિ સ્થાપવાને નિષેધ હોવા છતાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ અનેક સ્થાનમાં બિરાજિત થઈ, જે દ્વારા એમને અસાધારણ પ્રભાવસૂચિત થાય છે. આ મેઘાવી આચાર્યનું નામ પણ આજે તે અંચલગચ્છના અભ્યદય માટે પ્રેરણું-સોતસમું બન્યું હોઈને એમના અનુગામી પ્રત્યેક ત્યાગીઓનાં નામ સાથે “સાગર” શબ્દ કાયમી બની ગયે. આવી વિરાટ પ્રતિભાને આથી વિશેષ અંજલિ શું હોઈ શકે ?
–અર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
મહારાવ ગોડજી પ્રતિબંધક
શ્રી વિદ્યાસાગરસૂરિ
કચ્છના મહારાવ ગોડજીને પ્રતિબંધ આપનાર તરીકે, સવિશેષ તે સૌ પ્રથમ કચ્છી પટ્ટધર તરીકે વિદ્યાસાગરસૂરિ અંચલગચ્છના ઇતિહાસમાં ચિરકીર્તિ પામ્યા છે. આજ દિવસ સુધી અંચલગચ્છની પાટને રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમજ કોંકણપ્રદેશમાં જન્મેલા ગચ્છાધિપતિઓએ જ શોભાવી હતી. કચ્છી સપૂતેમાં આ સર્વોચ્ચ પદે બિરાજવાનું બહુમાન પ્રાપ્ત કરનારાઓમાં વિદ્યાસાગરસૂરિ પહેલાજ આચાર્ય છે. દરિયાખેડુ, સાહસિક તેમજ વ્યાપારપટુ કરછીઓ માત્ર વેપાર જ કરી જાણે આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવાનું એમનું ગજું નહિ એવી માન્યતા એમના પટ્ટાહણથી ભૂસાઈ ગઈ
તે કાળે, ગચ્છાધિપતિઓ વસા જ્ઞાતિમાંથી જ થઈ શકે–દશામાંથી નહિ એવી એક વિચિત્ર વાયકા પણ લેકમાં પ્રચલિત હતી, તે પણ એમના પટ્ટારોહણથી નિર્મૂળ થઈ ગઈ, કેમ કે તેઓ દશા ઓશવાળ જ્ઞાતિના હતા.
ગચ્છનાયક એટલે ગચ્છના સર્વેસર્વા. રાજા-મહારાજા પણ એમના પડ્યા બોલને આદર કરતા. એમના અનુશાસન ને ઉત્થાપવાનું સામાન્ય વ્યક્તિ માટે તે અશક્યવતા મનાતું. આવા ઉચ્ચ પ્રભાવશાળી પદે પુખ્ત ઉંમરની તેમજ
પીઢ વ્યક્તિ જ બિરાજી શકે એ ખ્યાલ લોકોમાં રૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૨ ]
મહારાવ ગોડજી પ્રતિબોધક હતો, તે પણ વિદ્યાસાગરસૂરિના પટ્ટાહણથી અદશ્ય થઈ ગયે; કેમ કે માત્ર ૧૬ વર્ષની કુમળી વયે તેમણે અંચલગચ્છની વિકટ ધુરા વહન કરેલી. ગચ્છના અન્ય કોઈ પણ કર્ણધાર આટલી નાની ઉંમરે એ સ્થાને પહોંચવા શક્તિમાન બની શક્યા નહતા ! એમને આ વિકમ એમની ઉચ્ચ પ્રતિભાને જવલંત અંજલિરૂપ પણ ગણાવી શકાય.
કચ્છ અંતર્ગત ખીરસરા બંદરમાં વિ. સં. ૧૭૪૭ ના આસો વદિ ૩ ને દિવસે એમને જન્મ થયે હતા. એમનું પૂર્વાશ્રમનું નામ વિદ્યાધર. પિતા દશા ઓશવાળ જ્ઞાતિય, નાગડા મેત્રાય શાહ કર્મસિંહ. માતા કમલાદેવી. બાળપણથી જ એમના જીવનમાં ધર્મ સંસ્કારોનું સિંચન થયેલું.
કચ્છની ધીંગી ધરામાં જૈન ધર્મને વ્યાપક પ્રચાર કરવાને મુખ્ય યશ અંચલગચ્છાધિપતિ યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને જાય છે. તેમણે આ પ્રદેશમાં અપ્રતિહત ઉગ્ર વિહાર કરીને ગામેગામ ધર્મભાવનાને પ્રદીપ પ્રકટાવેલે. એમના પ્રીતિપાત્ર મહેપાધ્યાય રત્નસાગરજી, જેઓ કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિના, તેમજ નાગડા ગોત્રીય હતા, તેઓ પણ આ પ્રદેશમાં સવિશેષ વિચરીને લોકોને ધર્મછોધ પમાડતા રહેલા. આ પરંપરા અનુગામી પટ્ટધર અમરસાગરસૂરિએ પણ જારી રાખી. ચરિત્રનાયકે તે આ અભિયાનમાં ચાર ચાંદ લગાવ્યા. એમના સૌના પ્રયાસોને પરિ. ણામે કચ્છ જૈન ધર્મની પ્રવૃત્તિનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયું, તેમજ અંચલગચ્છની સામાચારીને ત્યાં સર્વત્ર સ્વીકાર થયે. કચ્છના મહારાવ પણ અંચલગચ્છના પટ્ટધરને પોતાની પર્ષદામાં સત્કારતા થયેલા. અંચલગચ્છાધિપતિઓના ઉપદેશથી તેમણે રાજ્ય ફરમાને કાઢેલા તેમજ અમારિ પડહની ઉદૂષણ કરાવેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
વિ. સં. ૧૭૫૬ ના ફાગણ સુદ ૨ ને દિવસે બાળક વિદ્યાધરે અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને તેમનું મુનિ વિદ્યાસાગર એવું નામાભિકરણ કરવામાં આવ્યું. એ મંગલ પ્રસંગે શ્રેષ્ઠી વીરોને ઘણું ધન ખરચ્યું હતું. એ વખતે ચરિત્રનાયકની ઉંમર માત્ર નવ જ વર્ષની હતી. ગુરુએ એમની વિદ્યા-પ્રવૃત્તિમાં ખાસ રસ દાખ. અમરસાગરસૂરિ સતત્ વિહારી હતા. તેમણે ભારતના પ્રાયઃ બધાં જ જૈન તીર્થોની યાત્રા કરેલી. એમના આ ગુણનો વારસે શિષ્યને પણ મળે એ સ્વાભાવિક છે. ગુરુની જેમ તેઓ પણ ઉગ્ર વિહારી તરીકે પંકાયા હતા.
ગુરુએ તેમને મેગ્ય જાણુને વિ. સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદ ૧૦ ને દિવસે ધેલકામાં આચાર્યપદે વિભૂષિત કર્યા તે અવસરે સુરતના ખ્યાતનામ શ્રેષ્ઠી કપૂરચંદ સિંધાએ ચોર્યાસી ગચ્છના યતિઓને પછેડી ઓઢાડી, શેર સાકર ભરેલી થાળીની પ્રત્યેક ઘરે લહાણી કરી. અમદાવાદના શ્રેષ્ઠી વર્ધમાન પારેખે તથા તેની પત્ની રુકમણુએ પણ એવી જ લહાણી કરી. પારેખ ભગવાનદાસે ઘર દીઠ મહમુદી સેનાના સિક્કાની લહાણું કરી. અન્ય શ્રાવકવેર્યોએ પણ પદ–મહત્યમાં ઘણુ ધન ખરચીને આ પ્રસંગને દિપાવ્યું. જીવનસંધ્યાને આરે ઊભેલા ગુરુ અમરસાગરસૂરિ આવા પ્રભાવશાળી ઉત્સવથી ઘણુ હર્ષિત થયા. પ્રસન્નતાની લાગણી અનુભવતા ગુરુ એ વર્ષે ધોલકામાં જ કાલધર્મ પામ્યા. પટ્ટાવલીમાં વિ સં. ૧૭૬૨ ને શ્રાવણ સુદી ૭ ના દિવસે ગુરુને દેહત્સર્ગ થયે હતું એમ નંધ્યું છે, પરંતુ એ મિતિ સંશાધનીય છે. ચરિત્રનાયકને એમના ગુરુની ઉપસ્થિતિમાં જ આચાર્યપદ પ્રદાન થયું હેઈને શ્રાવણ સુદી ૧૦ પછી જ તેઓ દિવંગત થયા હશે.
એવી જ રીતે ચરિત્રનાયક વિ. સં. ૧૭૬૨ ના કાતિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
મહારાવ ગોડજી પ્રતિબોધક
વદિ ૮ ને બુધવારે માતરમાં ગચ્છનાયકપદે અભિયુક્ત થયા એ પણ ઉલ્લેખ છે. એક જ વર્ષમાં પહેલાં ગચ્છનાયક થાય અને પછી આચાર્ય થાય એમ કેમ બની શકે? શક્ય છે કે અહીં કચ્છી સંવતને ઉલ્લેખ જ હશે. ગુજરાતવતી પ્રચલિત સંવત અનુસાર કાર્તિક માસ પહેલાં આવે અને પછી શ્રાવણ માસ આવે. કચ્છી સંવતાનુસાર આષાઢ માસથી વર્ષનો પ્રારંભ થાય. મારવાડી સંવત ચૈત્રાદિ છે. વિવિધ સંવતનો એકી સાથે થતો ઉપયોગ આવા ગુંચવાડા ઉભા કરતા હોય છે.
માત્ર ૧૬ વર્ષની ઉંમરે વિદ્યાસાગરસૂરિ ગચ્છાધિપતિ થયા. ગ૭ની વિકટ ધુરા વહન કરવાનું એમના શિરે આવ્યું અને તે પણ આટલી કુમળી ઉંમરે! આ નક્કર હકીકત દ્વારા તેમની અસાધારણ શક્તિનો પરિચય આપણને મળી રહે છે. કરછના પ્રથમ પટ્ટધર તરીકે તેમનું આગમન પણ સૂચક છે. અંચલગચ્છની ધર્મ પ્રવૃત્તિઓનું કેન્દ્ર શતાબ્દીઓના વાયરા બાદ અનુકમે રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરતું કચ્છમાં સ્થિર થવા મથી રહ્યું હતું. આ પ્રવૃત્તિના કર્ણધાર પણ કચ્છી સપૂત જ બને એ પણ ગાનુયેગ જ ગણાય. એ અરસામાં કચ્છ અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિઓને મજબૂત ગઢ બની ગયે હતે.
વિદ્યાસાગરસૂરિને પટ્ટમહત્સવ પણ શાનદાર રીતે ઉજવાયે માતરના સંઘે એમના પ્રત્યે ઘણું ભક્તિ દાખવી. વડેરા સૌભાગ્યચંદ્ર ઘણું ધન ખરચીને અષ્ટાહ્નિકા મહત્ન કર્યો. સંઘના અત્યાગ્રહથી નવોદિત ગચ્છાધિપતિ માતરમાં ચાતુર્માસ રહ્યા વ્યાખ્યાનમાં તેમણે પિતાને પ્રિય વિશેષાવશ્યક સૂત્ર
વિવરણ સહિત સંભળાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
એ પછી સુરત તથા અમદાવાદમાં ચરિત્રનાયકે કરેલા ચાતુર્માસ પણ ઘણું યાદગાર હતા. ગુજરાતના આ બેઉ અગ્રિમ નગરમાં અંચલગચ્છને પ્રભાવ ઘણો હતો. સુરતે તે વિકમનું ૧૮ મું શતક અંચલગચ્છના પટ્ટધરના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ જ વિતાવ્યું હતું એમ કહીએ તો ચાલે. ત્યાંના પ્રતિષ્ઠા–લેખ, અતિહાસિક રાસાએ આદિ પ્રમાણેથી આ હકીકત સિદ્ધ થાય છે. હાલમાં મુંબઈની જેમ સુરત એ કાળે ભારતને દરવાજે કહેવાતું હતું. ચોર્યાસી બંદરોને વાવટે એના બંદરમાં ફરકતા હતા. અંગ્રેજોએ પણ ત્યાં પિતાની કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી.
વિ. સં. ૧૭૬૫ માં ચરિત્રનાયક સુરતમાં ચાતુર્માસ રહેલા ત્યારે ત્યાંના શ્રેષ્ઠીવર્ય કપૂરચંદ સિંધાએ તેમની અનન્યભાવે ભક્તિ કરી. સૂરિના ઉપદેશથી તેણે સર્વ ગચ્છના યતિઓને વચ્ચે, પાત્રો વગેરે વહરાવ્યાં, સમસ્ત સંઘમાં સાકર ભરેલી પિત્તળની થાળીની લહાણી કરી. ચરિત્રનાયકના ઉપદેશથી તેણે શ્રી ચંદ્રપ્રભુ સમેત અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી.
એ પછીના તેમના અમદાવાદના ચાતુર્માસ પ્રસંગે શ્રેષ્ઠી વર્ધમાન પારેખ તથા તેમની ધર્મપત્ની રુકમણીએ સ્વામી. વાત્સલ્ય, પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી ત્યાંના શ્રેષ્ઠી ભગવાનદાસે શ્રી સંભવનાથાદિ સાત જિનબિંબની વિ સં. ૧૭૭૩ ના વૈશાખ સદી ૫ ના દિને ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. એ પછી તેણે સંઘ સહિત શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને સાતે ક્ષેત્રમાં અઢળક ધન ખરચ્યું.
ત્યાંથી ગ્રામાનુગ્રામ વિચરતાં તેઓ ભૂજનગરમાં પધાર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
મહારાવ ગોડજી પ્રતિબંધક ત્યાંના શ્રેષ્ઠી ટોડરમલના પુત્ર ઠાકરશીએ તેમને ઉમંગપૂર્વક પ્રવેશત્સવ કર્યો. કચ્છના પાટનગરે પ્રથમ કચ્છી પટ્ટધરને પરંપરાનુસાર ગૌરવપૂર્વક સત્કાર કર્યો, તથા એમના ઉપદેશને ઝીલ્ય.
અંચલગચ્છના આચાર્યો સાથે કચ્છના મહારાવને સંપર્ક ઇતિહાસ-પ્રસિદ્ધ છે. અંચલગચ્છના ગોરજી માણેક મેરજીને મહારાવ ખેંગારજીએ ગુરુપદે સ્થાપ્યા ત્યારથી આ સંપર્ક આતિમયતાભર્યો બન્ય. યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિએ આ સંપર્ક –કડીને અત્યંત ઘનિષ્ટ બનાવી દીધી. વિદ્યાસાગરસૂરિ અને મહારાવ ગોડજીએ આ પરંપરાને પૂર્વ વત્ જાળવી રાખી. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી મહારાવે પર્યુષણ મહાપર્વના પવિત્ર દિવસોમાં પંદર દિવસ સુધી અમારિ પડહની ઉદ્ઘોષણા કરાવી અને સર્વ જીવોને અભયદાન આપ્યું. જેન ધર્મના ઉદ્યોત અર્થે વિદ્યાસાગરસૂરિએ મહારાવને પ્રતિબંધ આપીને જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાન્તની સમજણ આપી. ચરિત્રનાયકના જીવનને આ અપૂર્વ પ્રસંગ હતો. કવિવર નિત્યલાભ તેમણે રચેલા “શ્રી વિદ્યાસાગરસૂરિ રાસમાં વર્ણવે છે –
જૈન ધર્મ અજૂઆલવા, દેશના ધર્મની દીધ; પ્રતિબધ્ધ રાઓ ગોડજી, જીવદયા ગુણ લીધ. પરવ પજુસણું પાલવી, પન્નર દિવસની અમાર; ધર્મશાસ્ત્ર દેખાડિને, કીધો એ ઉપગાર.
વિદ્યાસાગરસૂરિએ મહારાવ ગોડજીને પ્રતિબોધ આપે તેની અસર દૂરગામી રહી. કિન્તુ તેનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે સ્થાનકવાસી સંપ્રદાયના પ્રભુત્વને હટાવવામાં
ચરિત્રનાયકને તે દ્વારા ઘણું સફળતા મળી. એ કાળે કચ્છમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
સ્થાનકવાસી સંપ્રદાયનું જોર ઘણું હતું. લંકાગચ્છના ધુરંધર ઋષિ મૂલચંદજીએ કચ્છમાં પોતાના સંપ્રદાયનો ઘણે પ્રચાર કરેલ. મૂર્તિપૂજક સંપ્રદાયના પ્રમુખ આચાર્યોને વિહાર એ સમયે કચ્છમાં નહિવત્ હેઈને મૂલચંદજીને ઘણું સફળતા મળેલી. બહુમતિ સમુદાય એમના પ્રભાવ હેઠળ આવી ગયેલ. ચરિત્રનાયકે કચ્છમાં પદાર્પણ ન કર્યું હોત તે પરિણામ શું આવત એ કલ્પવું મુશ્કેલ છે. કદાચ અંચલગચ્છને જ નહિ કિંતુ સમસ્ત વેતાંબર મૂર્તિપૂજક ફિરકાને કપરા સંજોગોમાં મૂકાવું પડત એમાં શંકા નથી.
મહારાવ ગોડજીની સંમતિથી. વિદ્યાસાગરસૂરિએ ઋષિ મૂલચંદજીને રાજ્યસભામાં તેડાવીને તેમની સાથે પ્રતિમા સ્થાપના અને શાસ્ત્રાર્થ કર્યો. એમને મહાત કરીને સ્થાનકવાસી સંપ્રદાયનું જોર ઘટાડવાને આ એક માત્ર વિકલ્પ હતો. ઋષિ મૂલચંદજી જે આ પડકાર ન ઝીલે તે એમની માનહાનિ થવાનો પૂરેપૂરો સંભવ હતું. જે ઝીલે તે હાર પણ નિશ્ચિત હતી જેને મુતમાંથી અનેક પ્રમાણે ટાંકીને ચરિત્રનાયકે મૂર્તિવિધાનનું સંગીન પ્રતિપાદન કર્યું. કિન્તુ પ્રતિપક્ષ એમની દલીલનું ખંડન કરવા અશક્તિમાન હતો. મૂલચંદજી આ શાસ્ત્રર્થમાં પરાભવ પામ્યા. એમને મળેલી આ હારને લીધે તેઓ કચ્છમાં રહી શક્યા નહિ અને પરિણામે સ્થાનકવાસી સંપ્રદાયના પૂર કચ્છમાંથી કમેકમે ઓસરવા લાગ્યા. એમ છતાં પણ આ સંપ્રદાયનું પ્રાબલ્ય આજે કચ્છમાં ઘણું છે એ પરથી તે સમયની કલ્પના કરી શકાશે.
વિદ્યાસાગરસૂરિ કચ્છમાં ઘણો સમય રહ્યા આ પ્રદેશમાં સતત્ વિચરનારાઓમાં કલ્યાણસાગરસૂરિ પછી તેઓ પ્રમુખ આચાર્ય છે. ભૂજ, માંડવી, મુન્દ્રા, અંજાર, વગેરે મહત્વનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૮ ]
મહારાવ ગેાડજી પ્રતિબેાધક
કેન્દ્રોમાં તેઓ ચાતુર્માસેા રહ્યા અને તેમણે અનેક વિ જીવાને ધમ પમાડ્યો. તેમના ઉપદેશએ અનેક સ્થાને પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં જેમાં વિ સ. ૧૭૭૬ માં કૃષ્ણ પક્ષની ૧૩ ને ગુરુવારે અંજારમાં શ્રી વાસુપૂજ્ય જિનબિંબની મૂલનાયક પદે તેમની નિશ્રામાં થયેલી પ્રતિષ્ઠા વિશેષ ઉલ્લેખનીય છે. આ જિનાલયનું નિર્માણ અંચલગચ્છીય સ ંઘ દ્વારા થયેલુ એવા પ્રમાણેા મળે છે. કચ્છમાં તેમની સાથે અન્ય શિષ્યા ઉપરાંત કવિવર નિત્યલાભ પણ હતા. વિ. સ. ૧૭૭૭ માં ભૂજમાં નવ દીક્ષિત થયેલા મુનિ જ્ઞાનસાગરજી, જેઓ પાછળથી ઉદ્ભયસાગરસૂરિ તરીકે ગચ્છાધિપતિ પદે આરૂઢ થયેલા, તેઓ પણ તેમની અંતરંગ શિષ્ય-મંડળીમાં જોડાયા. કવિવર નિત્યલાને એ અરસામાં રચેલાં સ્તવના પરથી ચરિત્રનાયકનાં કાર્યો પર સવિશેષ પ્રકાશ પાડી શકાય છે.
કચ્છના વિહાર દરમિયાન વિદ્યાસાગરસૂરિએ શ્રી ગેડીજી તીની યાત્રા પણ કરી આ તીના મહિમા એ કાળે ઘણા જ હતા. તેમણે રચેલ ‘ગૌડિય પાર્શ્વપ્રભુ સ્તવન’ દ્વારા તેમની ગાડીજી પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા પ્રતીત થાય છે. કવિવર નિત્યલાલે પણ કચ્છી જબાનમાં ગેાડીજીની સ્તવના કરી.
વિ. સં. ૧૭૮૧ ના વર્ષ દરમિયાન તેએ સુરત અને ખંભાત તરફ વિચરતા રહ્યા. અને માધ, વૈશાખ અને આષાઢ માસમાં તેમના ઉપદેશથી અનેક જિનબિબેાની પ્રતિ છાએ થઇ. આ ધર્મોત્સવાથી જૈન ધર્મને મહિમા અધે વિસ્તર્યું. એમના પ્રતિષ્ઠા-લેખા માટે જુઓ “ અચલગચ્છીય પ્રતિષ્ઠા લખો.”
વિ. સં. ૧૭૮૫ માં શાલવીએના અત્યાગ્રહથી વિદ્યાસાગરસૂરિ પાટણમાં પધાર્યાં અને ત્યાં ચાતુર્માસ રહ્યા મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૯ શ્વર વિમલ સંતાનીય પ્રાગ્વાટ અગ્રેસર શ્રેણી વલ્લભદાસે ગુરુની ભાવપૂર્વક ભક્તિ કરી. તેના પુત્ર માણેકચંદ ગુરુના ઉપદેશથી એ વર્ષે માગસર સુદિ ૫ ના દિને અનેક જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. પાટણના ચાતુર્માસથી ત્યાં અંચલગચ્છને મહિમા ઘણો વિસ્તર્યો.
હવે વિદ્યાસાગરસૂરિએ દક્ષિણ ભારતના પિતાના શકવતિ વિહારને પ્રારંભ કર્યો. ચરિત્રનાયકના દાદાગુરુ શ્રી કલ્યાણસાગરસૂરિએ દક્ષિણ ભારતને વિહાર પણ કરે અલબત્ત, એમનો ઉત્તર ભારતને–ખાસ કરીને આગ્રા તરફનો વિહાર ઘણો જ યાદગાર રહેલે. વિદ્યાસાગરસૂરિને ઉત્તર ભારત તરફ વિહરવાનું રહેતું થયેલું, કિન્તુ તેમના દvખણના વિહાર વિશે રાસા-સાહિત્યમાં ઘણું સંગ્રહીત છે. આ વિહારે એમની કીર્તિમાં ઘણું વૃદ્ધિ કરી. દક્ષિણ ભારતમાં
વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની ધર્મપ્રવૃત્તિ એમના પરિરૂ ણામે વૃદ્ધિગત થઈ
દક્ષિણ પથના વિહાર દરમિયાન એમની ધાર્મિક પ્રવૃત્તિનું પ્રમુખ કેન્દ્ર જાલના બન્યું. ત્યાં એમનો ઉત્સાહપૂર્વક પ્રવેશત્સવ થે. તેમની ઉપસ્થિતિથી ત્યાંના સંઘમાં જૈનધર્મ પ્રત્યેનો ઉત્સાહ પ્રબળ થયું. તેમના ઉપદેશથી ત્યાં અનેક ધર્મકાર્યો થયાં. અનેક ભવિ છો બાધ પામ્યા, લેકમાં નાસ્તિકપણું દૂર થયું અને જિનશાસનના ઉન્નતિ થઈ.
બુરહાનપુરના સંઘની વિનંતીને માન આપીને વિદ્યાસાગરસૂરિ ત્યાં પધાર્યા સંઘે એમનું ઉત્સવપૂર્વક સામૈયું કર્યું. ત્યાં સ્થાનકવાસી સંપ્રદાયનું સારું જોર હતું. ચરિત્રનાયકની પધરામણું થતાં ઢંઢક સાધુ રણછોડ ત્રાષિ બુરહાનપુર છેડીને ચાલ્યા ગયા એમ વિદ્યાસાગરસૂરિ રાસમાં વર્ણન છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
મહારાવ ગોડજી પ્રતિબોધક ચરિત્રનાયકને પ્રભાવ અધિક ફેલાયો. બુરહાનપુર જૈન ધર્મની પ્રવૃત્તિઓને ગઢ બની ગયે.
અહીં વિદ્યાસાગરસૂરિએ પિતાને અત્યંત પ્રિય વિશેષાવશ્યક સૂત્ર વિવરણ સહિત વ્યાખ્યાનમાં વાંચી સંભળાવ્યું. ત્યાંના સંધાગ્રણી શ્રેષ્ઠી કસ્તુરશાહને તેમણે પ્રતિબંધ આપે. શાહ ભેજા, દોશી દુર્લભ વગેરે શ્રેષ્ઠીવ ગુરુના પરમ ભક્ત બન્યા એ સૌના વિશેષ આગ્રહને વશ થઈને વિદ્યાસાગરસૂરિ વિ. સં. ૧૮૮૬-૮૭ માં ઉપરા ઉપરી બે માસાં બુરહાનપુરમાં જ કર્યા. આ બેઉ ચોમાસા ચિરસ્મરણીય રહ્યાં. ત્યાંના સંઘને અપૂર્વ સ્નેહ તેમણે પ્રાપ્ત કરી લીધું. એ સમયના ઐતિહાસિક સેમાં શ્રેષ્ઠી કસ્તુરશાહને ઉલ્લેખ પ્રચુર પ્રમાણમાં મળતું હોઈને તેમનું ઉચ્ચ સ્થાન સૂચિત થાય છે.
દખ્ખણના વિહાર દરમિયાન વિદ્યાસાગરસૂરિએ ત્યાંના જ્ઞાત-અજ્ઞાત અનેક તીર્થોની યાત્રાઓ કરી. વિ. સં. ૧૭૮૮ માં શીરપુરના સુપ્રસિદ્ધ તીર્થ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની પણ તેમણે યાત્રા કરીને પિતાનું ગાત્ર નિર્મળ કર્યું.
આ રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા, સ્થાને સ્થાને મિથ્યામતિઓની શંકા-આશંકાઓનું નિવારણ કરતા વિદ્યાસાગરસૂરિ ઔરંગાબાદ પધાર્યા, અહીં મુસલમાનોનું બાહુલ્ય હતું. ત્યાં પણ તેમણે જૈન ધર્મની પતાકા લહેરાવી. ત્યાં શ્રાવિકા સાકરબાઈએ ધામધૂમથી તેમનું સામૈયું કરાવ્યું. ગુરુને સેના-રૂપાનાં ફૂલેથી વધાવવામાં આવ્યા. ઔરંગાબાદ તેમ જ બુરહાનપુરની આસપાસ ગુરુ ઉગ્ર વિહાર કરતા ઘણો સમય રહ્યા. એમના ઉપદેશથી ગ્રંથદ્ધારનું પણ ઘણું કાર્ય થયું. શ્રેષ્ઠીવર્ય કસ્તુરશાહે
આ કાર્યમાં ઘણું ધન ખરચેલું. એ સમયમાં લખાયેલી અમૂલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૧૧
પ્રતા આજે ઉપલબ્ધ થાય છે, જે દ્વારા તે વખતની ગ્રન્થા દ્વાર પ્રવૃત્તિના આપણને ખ્યાલે મળી રહે છે.
-
દક્ષિણુ પથના વિહાર દરમિયાન જ સુરતના સંઘના આગ્રહ ભર્યાં પત્રા આવતા હતા. આથી વિદ્યાસાગરસૂરિને સુરત પાછું ફરવું પડયું. શ્રેષ્ઠી ખુશાલશાહે મેાટી ધામધૂમથી ગુરુને નગરપ્રવેશ કરાવ્યેા અને શ્રીફલની લહાણી કરી. વર્ષો બાદ ગુરુ સુરતમાં પધાર્યાં હાઇને લાકોએ ઘણા ઊમળકા દર્શાવ્યેા.
સુરતના સંઘના આગ્રહથી જ્ઞાનસાગરજીને આચાય પદ પણ ત્યાં જ આપવાનું ઠરાવવામાં આવ્યું. વિ. સં. ૧૭૯૭ ના કાર્તિક સુદિ ૩ ને રવિવારે પદમહાત્સવ ભવ્ય રીતે ઉજવાયે. શાહુ ખુશાલ, મત્રી બાંધવ ગેાડીદાસ અને જીવનદાસે આ પ્રસંગે ઘણું ધન ખરચ્યું. નવાતિ આચાર્ય નું ઉદ્દયસાગરસૂરિ એવું નામાભિકરણ કરવામાં આવ્યું. આ ઉત્સવ આચાર્ય પદ ઉપરાંત અચલગચ્છના ભાવિ પટ્ટધરના સંકેત પણ પૂરી પાડતા હાઇને તે ઘણી શાનદાર રીતે ઉજવાયેા. અચલગચ્છના નેજા હેઠળ સુરતમાં ઉજવાયેલા ભવ્ય ધર્મોત્સવેા, જેમાં અહેાળા સમુદાયે ભાગ લીધા હાય, તેવા આ છેલ્લે પ્રસંગ હતા. એ પછીની અર્ધ શતાબ્દી ખાદ્ય પ્રતિ વર્ષ ત્યાંથી અંચલગચ્છનું પ્રભુત્વ આસરતું ગયું. આજે તા પરિસ્થિતિ ખિલકુલ પલટાઈ ગઈ છે.
સુરતમાં અચલગચ્છના પ્રભાવ વિશે જૈનેતર સાક્ષર મણીલાલ વ્યાસ જેવાને પણ નોંધ લેવી પડી છે કે સં. ૧૭૦૦ થી ૧૮૦૦ સુધીના સૈકામાં સુરતના સંધના આગેવાને ઘણે ભાગે અચલગચ્છના પ્રભાવ હેઠળ હતા. અચલગચ્છના આચાર્યાં અને મેટા માટા પ્રતિષ્ઠિત સાધુએ અહીં ચામાસુ કરી રહેતા હતા. વીસા શ્રીમાલી આગેવાના મુખ્યત્વે તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
તરહિમ
૧૨ ]
મહારાવ ગોડજી પ્રતિબંધક અનુરાગી હતા. તેમણે હરિપુરામાં ભવાનીના વડની પાસે જમીન લઈને ત્યાં અંચલગચ્છને ઉપાશ્રય બંધાવ્યું હતું. સુરતના એ અગ્રેસરેનું વર્ચસ્વ ભરૂચ અને આસપાસના ગામે ઉપર પણ ઘણું હતું. એ સમયના તપાગચ્છના આચાર્યો અને યશોવિજયજી ઉપાધ્યાય જેવા પ્રભાવક સાધુઓનાં ચેમામાં સુરત કરતાં રાંદેરમાં વધારે થયાં છે તેનું કારણ પણ અંચલગચ્છના પ્રચાર અને તેના વિસ્તારને આભારી હોવાનું ઉક્ત જૈનેતર વિદ્વાન સ્વીકારે છે.
વિદ્યાસાગરસૂરિએ અંચલગચ્છનું સંગઠન ગુજરાતમાં વિશેષ સુદઢ કર્યું. દક્ષિણમાં પણ તેમણે ધર્મની પતાકા બધે લહેરાવી અને ત્યાંના શ્રાવકોને અંચલગચ્છની સામાચારી તરફ આકૃષ્ટ કર્યા એવી રીતે કચ્છમાં પણ તેમણે અંચલગચ્છનો મહિમા બધે વિસ્તાર્યો. એમના આધ્યાત્મિક નેતૃત્વને પરિણામે કચ્છમાં અનેક મુખ્ય ગામમાં અંચલગચ્છના શ્રમણોએ સ્થાપેલી પિશાળે અસ્તિત્વમાં આવી. મોટાં સ્થાનોમાં તો એકી સાથે જુદી જુદી શાખાઓના શ્રમની એકથી વધુ પિશાળે પણ પ્રસ્થાપિત થઈ. આ પિશાળામાં ચંદ્ર, શેખર, મેરુ, રત્ન, લાભ, સાગર ઈત્યાદિ શાખાઓએ ધર્મપ્રવૃત્તિ ઉપરાંત વિદ્યાપ્રવૃત્તિને પણ ઘણું ઉત્તેજન આપ્યું હેઈને તેમનું પ્રદાન સુવર્ણાક્ષરે લખાય એવું છે. આ પિશા
એ કચ્છમાં વિદ્યાધામની ગરજ સારી. જ્યોતિષ, વૈદક, ભૂસ્તર, ગણિત, વ્યાકરણ, સ્થાપત્ય આદિ વિવિધ વિષયોનું તેમાં વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ અપાતું. અંધાર ખંડ જેવા તે વખતના કચ્છમાં ધર્મના નેજા હેઠળ જ્ઞાન-પ્રદીપ પ્રજજવલિત રાખવાનું શ્રેય અંચલગચ્છને જ સવિશેષ જાય છે, એમ તે સહુએ સ્વીકારવું જ પડશે. અર્વાચીન યુગમાં એ કાળની પોશાળે
અને તેમની જ્ઞાન પ્રવૃત્તિની કલ્પના કરવી પણ જરા દુષ્કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અને
અસ્તિત્વમ
શ્રમ
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૧૩ લાગે એમ છે. પરંતુ કેઈન પત્ર આવ્યું હોય, કેઈ હિસાબ કરાવ હોય કે કઈ લેખ લખાવ હોય તે લોકે તરત પોશાળનો રસ્તે લેતા એ પરથી જ તેની અનિવાર્યતાને આપણને દર્શન થઈ શકે છે. ભૂજની કુશળશાખાની પિશાળે તે વ્રજ ભાષાના અભ્યાસ માટે વિશ્વવિદ્યાલયનું સ્થાન પ્રાપ્ત કરેલું, અને કવિ દલપતરામ જેવાએ ત્યાં રહીને અભ્યાસ કરેલ એ જાણીને તેને નવાઈ નહિ લાગે?
કચ્છની જેમ પાલિતાણામાં પણ અંચલગચ્છની એકશાખા, જેને પાલિતાણા–શાખા તરીકે હાથ–પ્રતમાં ઉલ્લેખ છે તે વિદ્યાસાગરસૂરિના આધ્યાત્મિક શાસન કાળમાં ફૂલી ફાલી હતી. આ શ્રમની પરંપરા આ પ્રમાણે મળે છે. વાચક મુનિશીલગુણશિલ–વિનયશીલ–જયશીલ, આ શાખાએ પણ પિતાનું ઉત્તરદાયિત્વ બજાવ્યું. એવી જ રીતે રાજસ્થાનમાં પણ અનેક પિશાળે હતી. આ બધી પોશાળ દ્વારા ગ્રન્થદ્ધારનું કાર્ય ઘણું થયું એમ ઉપલબ્ધ થતી હાથ-પ્રતો દ્વારા જાણી શકાય છે.
વિદ્યાસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન “બિહારી શત સઈ”ના સુપ્રસિદ્ધ કર્તા કવિ બિહારી થઈ ગયા. તેમણે હિન્દી ભાષામાં રચનાઓ કરી. તેઓ અંચલગચ્છના હતા એમ સાંપ્રત વિદ્વાને પ્રતિપાદિત કરે છે તેમની રચનાઓ હિન્દી ભાષાની ઉત્તમ કૃતિઓ તરીકે ખપી હેઈને આ કવિના જીવન વિશે વિશેષ સંશોધન કરવું આવશ્યક બને છે.
ચરિત્રનાયકે ઉપાડેલી વ્યાપક ધર્મપ્રવૃત્તિ ઉપરાંત તેમણે ગ્રન્થ–લેખનમાં પણ સારો સમય ફાળવ્યું હતું ગચ્છનાયકની ભારે જવાબદારીઓ વહન કરતા હોવા છતાં તેઓ કલમ ચલાવી શક્યા એ તેમની જ્ઞાનાભિમુખતા સૂચવે છે. શ્રી ગૌડિયા
પાશ્વપ્રભુ સ્તવન” એ પદ્યકૃતિ તેમણે સંસ્કૃત મિશ્રિત હિન્દીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૪]
મહારાવ ગોડજી પ્રતિબંધક લખી છે. કૃતિના અંતમાં તેમણે “વિદ્યાર્ણવ” તરીકે પોતાનું નામ સૂચવ્યું છે. શ્રી ગેડીજી પ્રત્યેની એમની અનન્ય આસ્થા એમની આ લઘુકૃતિ પરથી સૂચિત થાય છે. - દેવેન્દ્રસૂરિકૃત “સિદ્ધ પંચાશિકા' નામક ગ્રન્થ ઉપર તેમણે વિ. સં. ૧૭૮૧ માં આઠ કલેક–પરિમાણને બાલાવબોધ રચ્યું. આ સમયનું ગદ્ય-સાહિત્ય બહુ ઓછું ઉપલબ્ધ થતું હેઈને આ ગ્રન્થનું મૂલ્ય ઘણું આંકી શકાય.
ચરિત્રનાયકના પટ્ટશિષ્ય ઉદયસાગરસૂરિ પણ સારા કવિ હતા. તેમની ઘણું પદ્ય-કૃતિઓ ઉપલબ્ધ થાય છે. તેમના સહચર તથા અંતરંગ શિષ્ય વાચક નિત્યલાભ તે એ શતાબ્દીના ગુજરાતી ભાષાના પ્રમુખ કવિ તરીકે ગણાવી શકાય એવી કાવ્ય-પ્રતિભા ધરાવતા હતા. તેમણે અનેક પદે, સ્તવને, રાસ, કથાનકે આદિ રચીને જેન–વામયને સમૃદ્ધ કર્યું છે. તેમની અનેક કૃતિઓ જનસાધારણમાં સાર્વત્રિક પ્રસિદ્ધિ પામી હોઈને બધા લેકકંઠે જીવંત રહી. એમની પ્રમુખ કૃતિઓ આ પ્રમાણે છેઃ (૧) સદેવંત સાવલિંગા રાસ (૨) વિદ્યાસાગરસૂરિ રાસ (૩) વિશી ઈત્યાદિ. તેમણે કરછી બોલીમાં પણ અનેક સ્તવને રચાં તેમ જ તેમને વિહાર બહુધા કચ્છમાં જ હેઈને તેઓ કચ્છમાં જન્મ્યા હશે એમ અનુમાન કરી શકાય છે. લાભશાખાએ અનેક ગ્રન્થકર્તાઓ ધર્યા છે. એમની શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે. વિનયલાભ-મેલાભ-સહજસુંદર-નિત્યલાભ કવિવર નિત્યલાભના અંગત જીવન વિશે કશું જાણી શકાતું નથી.
શેખર શાખાની એક પરંપરાએ વૈદકક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું તેની એક શિષ્ય પરંપરા આ પ્રમાણે છે. વાચક સુમતિશેખર–સૌભાગ્યશેખર-જ્ઞાનશેખર–નયનશેખર, જેમણે વિ. સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
[ ૧૫ ૧૭૩૬ ના શ્રાવણ શુદિ ૩ ને બુધવારે ગ રત્નાકર ચોપાઈ નામક વૈદકને પદ્યગ્રન્થ ર. ૯૦૦૦ લેક પરિમાણને આ વિજ્ઞાન વિષયક આકર ગ્રન્થ એ શતાબ્દીમાં લખાયેલા એતદ્દ વિષયક ગ્રન્થમાં નવીન ભાત પાડે છે, ગ્રન્થ–પ્રશસ્તિમાં કવિએ પિતાની શાખાને પાલિતાણીય શાખા તરીકે ઓળખાવી છે.
ચરિત્રનાયકને સુપ્રસિદ્ધ આધ્યાત્મ કવિ દેવચંદ્રજી સાથે આત્મીયતાભર્યો સંબંધ હતો એમ એક પ્રાચીન ગુટકાની નોંધ પરથી જણાય છે. એ ગુટકામાં શ્રી શત્રુંજય તીર્થની છીપાવસહીની મૂર્તિને લેખ છે. ચરિત્રનાયકના ઉપદેશથી ભરાયેલ એ જિનબિમ્બની પ્રતિષ્ઠા પં. દેવચંદ્રજીએ કરાવેલી.
રિદ્રોલ જિનાલયની મૂલનાયકની પ્રતિમા પણ ચરિત્રનાયકના ઉપદેશથી ખંભાતમાં પ્રતિષ્ઠિત થયેલી. આ મૂર્તિના ચમત્કારે વિશે અનેક વાતે સંભળાય છે.
પિતાનું આયુ પૂર્ણ થયેલું જાણીને ચરિત્રનાયકે સુરતના સંઘને સંબોધીને કહ્યું કે “મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. માટે હું હવે પ્રભુનું ધ્યાન ધરીને અનશન આદરીશ. મારા અનુગામી પટ્ટધર ઉદયસાગરસૂરિની તમે સેવા કરે અને તેમને સારી રીતે માન આપશે.” આ પ્રમાણે સંધને ભલામણ કર્યા બાદ ઉદયસાગરસૂરિને ઉદ્દેશીને તેમણે કહ્યું કે–“આ અંચલગચ્છની મોટી ગાદી છે તેને તમે યત્નથી સંભાળજે. શ્રી વીર પ્રભુનું શાસન દીપાવજો. ધર્મનું ધ્યાન નિરંતર ધરજે અને મારી શિખામણે બરાબર સ્મરણમાં રાખજે. તમે સમજુ અને બુદ્ધિમાન છે.”
તે પછી પિતાના અંતેવાસી શિષ્ય વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગરને પણ વિદ્યાસાગરસૂરિએ યથાયોગ્ય શિખામણ આપીને રાજી કર્યા. એ પછી ચારે શરણાઓનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
મહારાવ ગોડજી પ્રતિબંધક આદર કરીને સર્વ પ્રકારની આલોચના કરી તેઓએ અનશન આદર્યું. આ નિમિત્તે સંઘે સુખડી દાખલ હજારેને હિસાબે તપ–જપ દાન પુણ્યાદિ કાર્યો કર્યા. બરાબર ત્રણ દિવસનું અનશન પૂરું કરીને તેઓ વિ. સં. ૧૭૯૭ ના કાર્તિક શુદિપ ને મંગળવારે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
ગુરુને નિર્વાણ થતાં સુરતના સંઘે તેમની ભવ્ય અંત્યેષ્ટિ કરી. એકવીશ ખંડવાળી સુશોભિત માંડવીમાં ગુરુને દેહ મૂકવામાં આવ્યો. શેકમગ્ન મોટા મોટા ધનપતિઓ, રાજદરબારી અધિકારીઓ સમેત વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં તેમને શાનદાર રીતે અગ્નિસંસ્કાર થયે. ગચ્છનાયકની સ્મૃતિરૂપે હરિપુરામાં ભવાનીના વડ પાસેના અંચલગચ્છીય ઉપાશ્રયમાં એમની પાદુકાઓ પ્રસ્થાપિત કરવામાં આવી જેના ઉપર એમના નિર્વાણનું વર્ષ અંકિત છે. કવિવર નિત્યલાભ આ દિવં. ગત પટ્ટધરને કાવ્યમય જવલંત અંજલિ આપી છે. એમની મહાનતાને વર્ણવતાં તેમણે એગ્ય જ કહ્યું છે કે – પ્રબળ પરતાપ પ્રત મહામંડલે,
| સકલ સાધે શિરે અધિક રાજે; કુમતિ પાખંડ સબ દૂર નાસે નિપટ,
દેખિ માર્તડ જિમ ઘૂઅડ ભાજે.
– અd –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
સર્વ ગચ્છ-સમદર્શક શ્રી ઉદયસાગરસૂરિ
એક જમાનામાં ખરતરગચ્છનાયક જિનચંદ્રસૂરિ, તપાગચ્છનાયક હીરવિજયસૂરિ અને અંચલગચ્છનાયક ધર્મમૂર્તિ સૂરિ અને કલ્યાણસાગરસૂરિ જેવા યુગપ્રધાન આચાર્યોએ પિતાની ઉજજ્વળ કારકિર્દી દ્વારા જૈનધર્મની વિજયપતાકા
ગમ લહેરાવીને જૈનસંઘમાં ધાર્મિક ચેતનાને અપૂર્વ સંચાર કરેલે. પરિણામે અનેકતામાં એક્તાનાં દર્શન થયેલાં, અને વિધમી આક્રમણોના ઝંઝાવાતે સામે જૈનસંઘ અડીખમ ખડકની જેમ અવિચળ રહી શકે.
એ યુગવિભૂતિઓએ ભલે પિતાના ગચ્છાને ઝંડો ધર્યો હેય, કિન્તુ એમના અભિગમનું લક્ષ્યાંક તે સમાન જ હતું. એ સૌએ સાધેલી સિદ્ધિ એવી સબળ હતી કે એમના પછીના યુગ પર તેમની અસર પડ્યા વિના ન રહી શકી. એમના ઉત્તરવર્તિ યુગની સર્વોત્તમ નીપજ એટલે સર્વગચ્છ-સમદર્શક આચાર્ય ઉદયસાગરસૂરિ. બધાય ફિરકાઓની એકતાના તેઓ ઝંડાધારી બન્યા! બધા જ ગછો પ્રત્યે આદરભાવ કેળવાય અને એમના વચ્ચેની એક્તા નક્કર કાર્યરૂપ લે તે માટે તેઓ જીવનભર ઝઝૂમ્યા અને એ દિશામાં ઘણું સાધી શક્યા.
વિ. સં. ૧૭૬૩ ના ચૈત્ર શુદિ ૧૩ ના દિને એમને જન્મ જામનગરમાં થયે. પિતા ઓસવાળ વંશીય વ્યવહારી શાહ કલ્યાણ માતા જયવંતી. ચરિત્ર–નાયકનું પૂર્વાશ્રમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
સર્વ ગચ્છ-સમદર્શક
નામ ગવદ્ધનકુમાર. બાળપણથી જ તે ઘણો ગુણવાન અને કાન્તિવાન હતું. શ્રીમંત કુટુંબમાં તેનું લાલન-પાલન થયું હોવા છતાં માતા-પિતાના ધર્મસંસ્કારથી તે સવિશેષ રંગાયે.
એ અરસામાં જામનગરમાં જામ તમાચીનું રાજ્યશાસન હતું. ત્યાંની પ્રજા ઘણું સુખી હતી. રાજાને તથા પ્રજાને પ્રત્યેક ધર્મો પ્રત્યે સદુભાવ હતા. તેમની ધર્મ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાથી ત્યાં ભવ્ય મંદિરની શ્રેણી રચાઈ અને જામનગર
છેટી કાશી નું બિરુદ પામ્યું. ત્યાંના શ્રેષ્ઠીવર્યો અને જિના. લએ જેન સંઘના ઇતિહાસમાં આગવાં સિમાચિહ્નો ચાં. અંચલગચ્છની ધમ–પ્રવૃત્તિનું તે અગત્યનું ધામ હતું. છતાં શ્રાવકે તો શાસનના ધુરંધર આચાર્યોને સત્કારવા ખડે પગે તૈયાર રહેતા એમને મન તેઓ પ્રથમ જૈનધર્મી હતા, પછી અંચલગચ્છીય, ખરતરગચ્છીય કે તપાગચ્છીય શ્રાવકો. સૌ હળીમળીને રહેતા અને ત્યાગીઓની નિર્મળ ઉપદેશ–વાણું ઝીલતા. આવા ઉચ્ચ વાતાવરણમાં બાળક વદ્ધનને ઉછેર થયે હોઈને તેના હદયમાં સર્વગરછ-સમદશિતાનાં ઉદાત્ત બીજ રોપાય એમાં નવાઈ શું ?
અંચલગચ્છાધિપતિ વિદ્યાસાગરસૂરિ, જેઓ કછી પટ્ટધરોમાં સૌ પ્રથમ હતા, તેઓ કચ્છ અને હાલારમાં સવિશેષ વિચરતા. એમના ઉપદેશને પરિણામે આ પ્રદેશમાં ધર્મ– પ્રવૃત્તિની ભરતી જાગેલી. જામનગરનું રાજ્ય આમ તો “નાનું કચ્છ” જ કહેવાતું હતું. જામરાવળે કચ્છને તિલાંજલિ આપીને નવોદિત રાજ્યને પાયો નાખેલે ત્યારે કચ્છની રાજકીય ભૂળને નવું પરિમાણ પ્રાપ્ત થયેલું. જાડેજાઓની જેમ અનેક ઓસવાળે અને શ્રીમાળી જૈનેએ પણ માદરે વતન કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલારને પિતાનું પ્યારું વતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
[ ૩ બનાવેલું. રાજકીય પરિવર્તન છતાં કચ્છ સાથેનો એમનો સાંસ્કૃતિક સંબંધ અતૂટ રહેલે, જેની પ્રતીતિ ત્યાં બેલાતી ભાંગીતૂટી કછી જબાન આજે પણ કરાવી રહી છે!
વિ. સં. ૧૭૭૭ માં વિદ્યાસાગરસૂરિ ભૂજમાં બિરાજતા હતા ત્યારે જામનગરથી કલ્યાણશાહ, તેની પત્ની જયવંતી તથા બાળક ગવર્બન ગુરુવંદનાથે ત્યાં પધાર્યા. એ વખતે બાળકના ઉત્તમ સામુદ્રિક લક્ષણો જોઈને ગુરુએ એવી ભવિથવાણું ઉચ્ચારેલી કેઃ “તે કોઈ મોટી પદવી પામશે અથવા તે ગચ્છનાયક થશે!” ગુરુની વાણી સાંભળીને માતા-પિતા હર્ષિત થયાં. તેમણે ગુરુને જણાવ્યું કે“આ બાળક આપને જ વહોરાવીએ છીએ. આપ તેને દીક્ષા આપે !”
ગુરુએ ધર્મનું હિત જોઈને ચૌદ વર્ષના તેજસ્વી બાળક ગવદ્ધનને વિ. સં. ૧૭૭૭ માં દીક્ષા પ્રદાન કરી અને તેનું મુનિ જ્ઞાસાગર એવું નામાભિકરણ કર્યું. એ પછી નવોદિત મુનિએ ગુરુ પાસે ખંતપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવા માંડ્યો, અને અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પિતાના ગુણગર્ભિત નામને ચરિતાર્થ કર્યું. એમની જ્ઞાન-પિપાસા અનુપમ હતી.
વિદ્યાસાગરસૂરિના અંતરંગ શિષ્યમાં કવિવર નિત્યલાભ જેવા પ્રખર સાહિત્યકાર પણ હતા. એમના ભક્તિગીતે ઘણા
કપ્રિય બન્યાં છે. એ શતકના નોંધનીય સાહિત્યકારોમાં એમને ગણાવી શકાય. ભક્તિગીતે ઉપરાંત સાહિત્યના અન્ય ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન મહત્ત્વનું ગણાયું છે. આવા પ્રતિભાસંપન્ન સહચર ગુરુબંધુના સાન્નિધ્યનો ચરિત્રનાયકે પૂરેપૂરો લાભ મેળવ્યું. કવિવર નિત્યલાભની સાહિત્યિક પ્રતિભા હેઠળ તેમની લેખિનાએ વિકાસયાત્રાનો મંગલ પ્રારંભ કર્યો.
ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિ, કવિવર નિત્યલાભ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૪ ]
સર્વ ગચ્છ-સમદર્શક ચરિત્રનાયક કેટલાંક વર્ષો કચ્છનાં મુખ્ય કેન્દ્રોમાં અપ્રતિહત વિચરતા રહ્યા. કચ્છનું પછાતપણું દૂર કરવા તેમણે ભગીરથ પ્રયત્નો આદરેલા. એ કાળે સાધુઓને શિથિલાચાર અને શ્રાવકોની અજ્ઞાનતા ઉડીને આંખે વળગે એવાં હતાં ! સુવિહિત પરંપરા જર્જરિત થતી જતી હતી. તેમનું સ્થાન ગેરજીઓએ લઈ લીધું. કચ્છમાં ગામેગામ એમની પિશાળે સ્થપાતી જતી હતી. અલબત્ત, એ દ્વારા જ્ઞાન-પ્રવૃત્તિ સારી જળવાઈ કિન્તુ ધાર્મિક ઉદાસિનતા વધી. આવા સંજોગોમાં ગચ્છનાયકે અસરકારક ભૂમિકા ભજવી. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં અજ્ઞાનતાનું અંધારું દૂર ભાગ્યું. લેકે ધર્મને મર્મ સમજતા થયા. સ્થાનકવાસી સંપ્રદાયનું વર્ચસ્વ પણ ઓસરતું ગયું.
કચ્છના વિહાર દરમિયાન ચરિત્રનાયકે શ્રી ગોડીજીના સુપ્રસિદ્ધ તીર્થની યાત્રા કરી. તેમણે તથા કવિવર નિત્યલાભે સ્વરચિત સ્તવને દ્વારા તીર્થનાયકની ભાવપૂર્વક સ્તવના કરેલી. એમની શ્રી ગોડીજી પ્રત્યેની ભક્તિ ખાસ નોંધનીય છે. એ અરસામાં એ તીર્થનો મહિમા ઘણે હતે. ખાસ કરીને કરછી શ્રાવકોએ એ તીર્થના અનેક સંઘ કાઢેલા.
કચ્છના ઉગ્ર વિહાર બાદ વિ. સં. ૧૭૮૧ માં ચરિત્રનાયક ગુરુ સાથે ખંભાત તરફ અને વિ. સં. ૧૭૮૫ માં પાટણ તરફ વિચરતા રહ્યા. ગચ્છનાયકના ઉપદેશથી ત્યાં કેટલીક યાદગાર પ્રતિષ્ઠાઓ સંપન્ન થઈ. ખંભાતમાં શ્રેષ્ઠીવર્ય દીપચંદ ગુલાબચંદે તથા પાટણમાં મંત્રીશ્વર વિમલ સંતતીય માણેકચંદ વલ્લભદાસે ગચ્છનાયક પ્રત્યે દર્શાવેલી ભક્તિ ઉલ્લેખનીય છે
એ પછી ચરિત્રનાયક ગુરુ સાથે દક્ષિણ ભારતમાં વિહાર કરી ગયા. ત્યાં જાલણા, બુરહાનપુર, ઔરંગાબાદ જેવાં મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ કેન્દ્રોમાં તેઓ સવિશેષ વિચર્યા અને ધર્મોલ્લોતનાં અનેક કાર્યો કર્યા. બુરહાનપુરના શ્રેષ્ઠીવર્ય કસ્તુરચંદે ગચ્છનાયકના ઉપદેશથી ગ્રન્થદ્ધારનું સારું કાર્ય કર્યું. એ અરસામાં લખાયેલી હાથપ્રતમાં ચરિત્રનાયકના વરદ્ હસ્તે લખાયેલી “પ્રતિષ્ઠાકલ્પ'ની ઉપયોગી પ્રત પણ ઉપલબ્ધ થાય છે.
દક્ષિણ ભારતના વિહાર દરમિયાન વિ. સં. ૧૭૮૮ માં ચરિત્રનાયકે શીરપુરના સુપ્રસિદ્ધ તીર્થ શ્રી અંતરીક્ષજીની યાત્રા કરી. ચરિત્રનાયકે તે સમયે “શ્રી અંતરીક્ષ પાર્શ્વ તેત્રની રચના કરી. તેઓ તેમાં નેધે છે કે તેમની આ તીર્થની યાત્રા કરવાની ઘણાં વર્ષોની ઈચ્છા પરિપૂર્ણ થઈ
બુરહાનપુરના શ્રેષ્ઠીવર્યો કસ્તુરચંદ, ભેજા, દોશી દુર્લભ, જેઓ વિશેષાવશ્યકસૂત્રનું શ્રવણ કરતા હતા, તેમના આગ્રહથી ચરિત્રનાયકે “ભાવપ્રકાશ” અપર નામ “છ ભાવ સઝાય”ની વિ. સં. ૧૭૮૭ માં રચના કરી એમ ગ્રન્થ–પ્રશસ્તિદ્વારા જાણ શકાય છે. એ પહેલાં તેમણે ત્યાં રહીને વિ. સં. ૧૭૮૬ માં
સમતિની સઝાય” અપર નામ “વીરજિન સ્તવન”ની રચના કરેલી. આ ઉપરાંત તેમણે હિન્દી તથા મરાઠી ભાષામાં
નેમિનાથ ગીતો’ રચ્યાં. ગુજરાત બહારના તેમના લાંબા વિહાર દરમિયાન આ બેઉ ભાષા ઉપર તેમણે સારું પ્રભુત્વ જમાવ્યું હતું તેમ આ કૃતિઓ દ્વારા પ્રતીત થાય છે. - દક્ષિણાપથના વિહાર દરમિયાન સુરતના સંઘની આગ્રહભરી વિનંતી આવતાં ગચ્છનાયક સાથે તેઓ ત્યાં પધાર્યા. ખુશાલશાહે મોટી ધામધૂમથી ગચ્છનાયકને પ્રવેશોત્સવ કર્યો તથા શ્રીફળની લહાણું કરી.
ચરિત્રનાયકના આચાર્યપદ વિશે કવિવર નિત્યલાભ વિદ્યાસાગરસૂરિ રાસમાં ચમત્કારિક વર્ણન કરે છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
સર્વ ગચ્છ-સમદર્શક
જણાવે છે કે સુરતમાં અનુકૂળ સ્થાન જોઈને ગચ્છનાયકે કેશ્વરી દેવીનું આરાધન કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈને ગુરુને કહ્યું કે“જ્ઞાનસાગરજીને આચાર્ય—પદવી આપજે.” આથી ગુરુ હર્ષિત થયા. એક દિવસે તેઓ પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપતા હતા તે વખતે સંઘે વિનંતી કરી કે “મહારાજ! પટ્ટધરની સ્થાપના કરીને અમારી હોંશ પૂરી કરો.” ગુરુએ એમની વાતને સ્વીકાર કર્યો. જેશીને તેડાવીને શુભ મુહૂર્ત નકકી કરવામાં આવ્યું. ગુરુની તબિયત નાજુક હાઈને બધું ત્વરાથી થયું.
પિતાનું આયુ અ૯પ જાણુને એક તરફ ગચ્છનાયક અણશણ વત લે છે. બીજી બાજુ આચાર્યપદ–મહોત્સવનો ઉમળકાભેર પ્રારંભ થાય છે! ખુશાલશાહ, મંત્રી બાંધ ગેડીદાસ અને જીવનદાસે પદમહોત્સવને શાનદાર રીતે ઉજવવા તૈયારી આરંભી. બધે માણસે મેકલાવીને અનેક સંઘને નિમંત્રિત કરવામાં આવ્યા.
થોડા સમયમાં અનેક દાતા, ભક્તા અને ધનપતિઓ આ પ્રસંગે એકત્રિત થયા. અનેક સ્થળેથી ગીતાર્થ મુનિએ પણ આવવા લાગ્યા સોરઠ, વઢિયાર, માલવ, દક્ષિણ, પૂર્વ, હાલાર, કચ્છ, વાગડ, મારવાડ વગેરે પ્રદેશથી મોટા મોટા સાધુઓ હર્ષભેર આવવા લાગ્યા. કઈ પંડિત તે કઈ તાપસ, કોઈ તાર્કિક તો કોઈ જ પેસરી, કોઈ વૈયાકરણ તો કઈ નૈયાયિક, કેઈ જોષી તો કઈ જ્ઞાની, કોઈ ધ્યાની તો કોઈ કિયાપાત્ર. આમ વિવિધ વિષયોના વિશારદો એવા સવા સાધુઓ આ પ્રસંગે આવી પહોંચ્યા.
વિ. સં. ૧૭૯૭ ને કારતક સુદિ ૩ ને રવિવારે ગચ્છનાયકે જ્ઞાનસાગરજીને આચાર્યપદે વિભૂષિત કરીને તેમનું
ઉદયસાગરસૂરિ એવું નામાભિકરણ કર્યું. સુરતના સંઘે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
યાદગાર પ્રસંગને ઉજવવામાં કશી કચાશ ન રાખી. ખુશાલશાહ, ગેડીદાસ તથા જીવનદાસે પ્રસન્નતાપૂર્વક છૂટે હાથે ધન ખરચ્યું. ચોર્યાસી છિન મુનિઓને તેમણે આસન, વ આદિ વહેરાવ્યાં, યાચકોને છૂટે હાથે દાન આપ્યાં, તથા સાધર્મિક વાત્સલ્ય કર્યા.
ઉત્સવનાં ધવળ-મંગળના સ્વરે વચ્ચે ગચ્છનાયકનું અણશણવ્રત પણ ચાલતું હતું. અંચલગચ્છની ધુરા ગ્ય વ્યક્તિને સેંપવાને ભાવ તેમના પુલક્તિ મુખારવિંદમાં પ્રતિબિંબિત થયું હતું. તેમણે સૌને પાસે બોલાવીને યોગ્ય હિત શિખામણ પણ આપી. ત્રણ દિવસનાં વ્રત પછી તેઓ કાર્તિક શુદિ ૫ ને મંગળવારે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા.
ગુરુની સ્મૃતિરૂપે ઉદયસાગરસૂરિના ઉપદેશથી એમની ચરણપાદુકાની સ્થાપના થઈ. હરિપુરામાં ભવાનીને વડની પાસે અંચલગચ્છીય ઉપાશ્રયમાં એ પાદુકા હતી. પાછળથી આ ઉપાશ્રય વેંચાઈ જતાં એનું શું થયું તે જાણી શકાતું નથી, કિન્તુ વિ. સં. ૧૯૭૭ સુધી કણબીના ઘરમાં બે પાદુકાની દહેરીએ વિદ્યમાન હતી એમ ચોક્કસ પ્રમાણે દ્વારા જાણી શકાય છે.
વિ. સં. ૧૭૯૭ ના માગશર શુદિ ૧૩ ના દિને સુરતના સંઘે ઉદયસાગરસૂરિને ગચ્છનાયકપદે અલંકૃત કર્યા. આમ તે એમના આચાર્ય પદ પ્રસંગે જ અનુગામી ગચ્છનાયકની પસંદગીને નિર્ણય થઈ ચુક્યો હતે. પુરેગામી પટ્ટધર વિદ્યાસાગરસૂરિએ પણ સંઘને સંબોધીને કહેલું કે “મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે માટે હું જિનભગવાનનું ધ્યાન ધરીને અણુશણ આદરીશ. આ પટ્ટધર ઉદયસાગરસૂરિની તમે સેવા કરજે અને તેમને સારી રીતે માન આપશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
સર્વ ગ૭–સમદર્શક - ઉદયસાગરસૂરિ અંચલગચ્છના પાટ ઉપર આરૂઢ થતાં સૌ પ્રથમ હાલારી પટ્ટધર સાંપડ્યા પૂર્વગામી કચ્છી પટ્ટધર પછી હાલારી પટ્ટધરનો કમ પણ સૂચક તેમજ ધ્યાનાકર્ષક છે. એ પછી ઓશવાળ જ આ સ્થાને પ્રસ્થાપિત થતા ગયા એ વાત પણ ખાસ બેંધનીય ગણાય. રાજસ્થાન, ગુજરાત અને દક્ષિણમાંથી અંચલગચ્છને પ્રભાવ કાલકમે ઓસરતાં કચ્છ કેન્દ્ર-બિન્દુમાં સ્થાન લીધું હેઈને આ પરિવર્તન સમયેરિત ગણાવી શકાય.
જામનગરનાં જિનાલયના જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાદિ કાર્યોમાં ચરિત્રનાયકને ફાળે પ્રશંસનીય હોઈને તેની નોંધ પ્રસ્તુત ગણાશે. સેરઠને ફોજદાર કુતુબુદ્દીન, જે ઔરંગઝેબનો પ્રીતિપાત્ર હતો. તેણે જામનગરને તાબે કર્યું અને તેનું ઈસ્લામાબાદ એવું નામ પાડીને ખાલસા સરકાર સાથે જોડી દીધેલું. જો કે ગુજરાતના સૂબા જોધપુરના જશવંતસિંહે જામ તમાચીને ગાદી પાછી અપાવી પણ ઔરંગઝેબ જીવતા રહ્યો ત્યાં સુધી જામનગર મુસલમાનોને તાબે જ રહેલું.
ઉક્ત રાજકીય પરિવર્તનને કારણે ત્યાંનાં જિનાલયોને પારાવાર સહન કરવું પડેલું. દેવવિમાન જેવાં હૃદયંગમ સ્થાપત્યો ખંડિત અવશેષોમાં ફેરવાઈ ગયેલાં. છાસવારે થતા હુમલાને અનુલક્ષીને ત્યાં વિશાળ ભૂમિગૃહોની યેજના થઈ એટલે ભય જેવું લાગે ત્યારે જિનબિંબને તેમાં પધરાવી દઈ શકાય એકવાર તે એવી પરિસ્થિતિ સર્જાઈ કે જિનાલયને તાળાં વાસી દેવામાં આવેલાં. મુસલમાનેએ તાળાં તેડીને ખાલી જિનાલમાં ઘાસ આદિ સામગ્રી ભરી. મુસલમાનોના હુમલા બાદ જામે સર્વ જિનાલયે સ્વાધીન કરીને રાજ્યનાં તાળાં લગાવ્યાં! આમ ઘણાં વર્ષો ચાલ્યું! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગસૂરિ
વિ. સં. ૧૭૮૭ માં જામે લાલન તલકશીને કામદારી સંપી. સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્યો વદ્ધમાન અને પદ્મસિંહશાહના તેઓ વંશજ હતા. અંચલગચ્છના ઇતિહાસમાં આ વંશના પ્રતાપી પુરુષોએ આગવું પ્રકરણ આલેખ્યું છે. તલકશીએ તેમાં યશકલગી ઉમેરી. જામ પાસેથી રાજ-ફરમાન મેળવીને તેણે વિ. સં. ૧૭૮૭ ના મહા શુદિ ૧૩ ના દિને સવે જિનાલયનાં તાળાં ખેલાવ્યાં. ખરતરગચ્છીય પં. દેવચંદ્રજી, જેઓ આધ્યાત્મજ્ઞાની તરીકે વિરલ કીતિ પામ્યા છે, તેઓ ત્યાં બિરાજતા હેઈને આ કાર્યમાં એમની ખાસ પ્રેરણા હતી.
ચરિત્રનાયકના ઉપદેશથી જૈનસંઘને સ્વાધીન કરાયેલાં સર્વે જિનાલમાં મંત્રી તલકશીએ વિ સં. ૧૭૮૮ ના શ્રાવણ શુદિ ૭ ને ગુરુવારે જિનબિંબની પુનઃ પ્રતિષ્ઠા કરાવી. ગુરુના ઉપદેશથી તેણે જીર્ણોદ્ધારનાં કાર્યમાં એક લાખ કોરી ખરચી. આ કાર્યમાં વર્તમાન શાહના પ્રપૌત્ર વલમજીએ પણ માંડવીથી અડધો લાખ કેરી મેકલાવેલી. તલકશીએ ચરિત્રનાયકના ઉપદેશથી ત્યાં એક પૌષધશાળા પણ બંધાવી.
વિદ્યાસાગરસૂરિ રાસમાં કવિવર નિત્યલાભે નવસારીમાં ઉદયસાગરસૂરિએ પારસીઓને પણ જૈનધર્મનું રહસ્ય સમજાવેલું તે સંબંધમાં વર્ણન કર્યું છેઃ “હવે નવા પટ્ટધર ઉદયસાગરસૂરિને પ્રતાપ વધવા લાગ્યા. પવિત્રતામાં બીજા ગૌતમ, વિદ્યામાં વકુમાર અને શીલમાં જંબૂસ્વામી જેવા તેઓ વિધિપક્ષગછને દીપાવવા લાગ્યા.” સુરતથી વિહાર કરી તેઓ સંઘ સાથે નવસારીની યાત્રાએ પધાર્યા. વેણીશાહના પુત્ર ખુશાલશાહે ત્યાં સંઘ જમાડ્યો, અને નવું તીર્થ પ્રકટ કર્યું. ઉદયસાગરસૂરિએ ત્યાંના પારસીઓને જૈનધર્મના સિદ્ધા
ન્તા સમજાવ્યા, અને અહિંસાને ઉપદેશ આપ્યો. પારસીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
સર્વ ગચ્છ-સમદર્શક ધર્મગ્રન્થ “અવસ્થા પહેલવી” જેને કવિવર નિત્યલાભ કુરાન કહે છે, તેને ટાંકીને તેમણે હિંસામાં પાપ હોવાનું પ્રતિપાદિત કર્યું. એમને ધર્મોપદેશ સાંભળીને પારસીઓ પ્રભાવિત થયેલા.
નવસારીથી ઉદયસાગરસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા. પછી સુરતના શ્રેષ્ઠી ખુશાલશાહે શ્રી શત્રુંજયને તીર્થસંઘ કાઢવાનો નિશ્ચય કર્યો અને ગુરુને સાથે પધારવા વિનંતી કરી. મંત્રી ગેડીદાસ અને જીવનદાસ તેમ જ શાહ ધર્મચંદ્ર પણ સંઘમાં સામેલ થયા. ગચ્છપતિ પણ પધાર્યા. નરનારીએને મેટો સમૂહ સંઘમાં સાથે ચાલ્યો.
શ્રી શત્રુંજયમાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી વિદ્યાસાગરસૂરિની પાદુકાની સ્થાપના કરવામાં આવી. સંઘપતિઓએ ઘણું દ્રવ્ય ખરચીને અનેક પ્રકારની ભક્તિપૂર્વક યાત્રા કરી. પાલિતાણાના ઘણા શ્રાવકે ગરછનાયકના ભક્ત બન્યા. ખાસ કરીને ત્યાંના ઝવેરીઓ અંચલગચ્છના પરમ અનુયાયીઓ હતા. તેમણે અંચલગચ્છને ઉપાશ્રય કરીને સાધુઓનાં ચોમાસાં કરાવ્યાં. પાલિતાણામાં ચરિત્રનાયકને સ્થાનકવાસીઓ સાથે વાદ-વિવાદ થયેલ. ગુરુએ સૂત્ર-સિદ્ધાન્તો બતાવીને તેમને પ્રતિમા–પૂજક બનાવ્યા. આથી તેમને યશ વિસ્તાર પામે.
સંઘે પાછા ફરવાનો વિચાર કર્યો. ઉદયસાગરસૂરિને સંઘપતિઓએ અત્યંત આગ્રહપૂર્વક વિનંતી કરી કે–આવતું ચોમાસું સુરતમાં કરીને પછી આપ ભલે ગમે ત્યાં વિહરજે!” સંઘના આગ્રહથી ગુરુ પુનઃ સુરત પધાર્યા અને ત્યાં ચાતુર્માસ રહ્યા. સુરતમાં તેમને બ્રાહ્મણ પંડિત સાથે વિવાદ થયેલ.
સુરતના ચાતુર્માસ બાદ ગુરુ ગુજરાતમાં સવિશેષ વિચર્યા. એમના ઉપદેશથી ધર્મેદ્યોતનાં અનેક કાર્યો થયાં. વડેદરા નિવાસી શ્રેષ્ઠી તેજપાળે ગુરુના ઉપદેશથી ધર્મકાર્યોમાં ઘણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
[ ૧૧ ધન ખરચ્યું. ત્યાંથી તેમણે હાલોલ, કાલોલ થઈને ચાંપાનેરમાં કાલિકાદેવીની યાત્રા કરી અને સાચા દેવ સુમતિનાથનાં દર્શન કર્યા. અહીં તેઓ દેઢેક માસ રહ્યા.
ગોધરાના સંઘની વિનંતીને માન આપીને ગુરુ ત્યાં પધાર્યા. સ થે ચાતુર્માસ માટે ઘણે આગ્રહ કર્યો. પરંતુ અમદાવાદના સંઘને ઘણે આગ્રહ હોવાથી તેને માન આપીને તેઓએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
ગુરુ આવે છે એમ જાણીને અમદાવાદના શ્રાવકે બહ ખુશી થયા. તેમણે મેટા આડંબરથી ગુરુનો નગરપ્રવેશ કરા
. કવિવર નિત્યલાભ વર્ણવે છે કે ચેર્યાસી ગછના સાધુઓ અને શ્રાવકો, નવાબના ચેપદારે અનેક હાથી, ઘોડા; વહેલે અને પાલખીઓ સહિત સામૈયું કરવા સામા આવ્યા. ગીતગાન અને આદરમાન સાથે મેટા ઠાઠથી વાજતે-ગાજતે ગુરુ નગરમાં પ્રવેશ્યા. ત્યાંના શ્રેષ્ઠીવર્યો ખુશાલ ભગવાનદાસ, ખીમચંદ હર્ષચંદ, હરખચંદ શિખરચંદ, શાહ જગજીવનદાસ, પ્રેમચંદ હીરાચંદ વગેરેએ નવાંગપૂજા, પ્રભાવનાદિ કાર્યોમાં ઘણું ધન વાપર્યું. ગુરુએ ત્યાં પોતાને અત્યંત પ્રિય એવું વિશેષાવશ્યકસૂત્રનું વ્યાખ્યાનમાં વાંચન કર્યું.
અમદાવાદના ચાતુર્માસ દરમિયાન કચ્છથી ખાસ માણએ ત્યાં આવીને વિનંતી કરી કે—કચ્છનો સંઘ આપની બહુ વાટ જુએ છે, માટે આપ ત્યાં પધારે.” એમની વિનંતીને માન આપીને ગુરુએ વર્ષો બાદ કચ્છમાં પદાર્પણ કર્યું.
ચરિત્રનાયક માંડવી બંદરમાં પધારેલા ત્યારે કચ્છના કારભારી લાલણ વલમજી, જેઓ વમાનશાહના પ્રપૌત્ર થતા હતા, તેમણે ગુરુની ઘણી ભક્તિ કરી. એમના આગ્રહથી ચરિત્રનાયકે વ્યાખ્યાનમાં “વર્ધમાન–પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
સર્વ ગરછ-સમદર્શક વાંચન કર્યું તથા એ સંસ્કૃત ગ્રન્થ કઠિન હોવાથી કારભારીનાં પત્ની કુંવરબાઈએ વિનંતી કરતાં, એ ગ્રન્થને આધારે તેમણે “કલ્યાણસાગરસૂરિનો રાસ ગુજરાતી પદ્યમાં લખે એમ પ્રકાશિત ગ્રન્થની પ્રશસ્તિ પરથી જાણી શકાય છે. વિ. સં. ૧૮૦૨ ના શ્રાવણ શુદિ ૬ના દિને ચરિત્રનાયકે એ રાસ પૂર્ણ કર્યો એવું તેમાં વિધાન છે.
ઉદયસાગરસૂરિના શિષ્ય-સમુદાયમાં અનુગામી પટ્ટધર કીર્તિ સાગરસૂરિ, ઉપાઠ કીર્તિ સાગર, ઉપાટ દર્શનસાગર, ઉપાટ જ્ઞાનસાગર તથા ઉપાટ બુદ્ધિસાગર આદિ મુખ્ય હતા.
કીર્તિસાગરસૂરિને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ કચ્છ અંતર્ગત દેશલપુર ગામમાં વીસા ઓસવાળ જ્ઞાતીય માલસિંહની પત્ની આસબાઈની કૂખે વિ. સં. ૧૭૯૬માં જન્મ. પૂર્વાશ્રમનું નામ કુંઅરજી. વિ. સં. ૧૮૦૪ માં ઉદયસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. વિ. સં. ૧૮૦૯ માં માંડવીમાં દીક્ષા. વિ. સં. ૧૮૨૩માં તેમને સુરતમાં આચાર્યપદે વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાંના શ્રેષ્ઠીવર્ય ખુશાલચંદ તથા ભૂખણદાસે છ હજાર રૂપીઆ ખરચીને મહોત્સવ કર્યો. વિ. સં. ૧૮૨૬માં અંજારમાં તેઓ ગચ્છનાયક-પદે આરૂઢ થયા. વિ. સં. ૧૮૪૩ માં સુરતમાં સ્વર્ગગમન. એમના આધ્યાત્મિક શાસન દરમિયાન અમદાવાદમાં શેખના પાડામાં શ્રી પાર્શ્વ નાથ-જિનાલય અંચલગચ્છીય સંઘે બંધાવ્યું. આ જિનાલયનું કાષ્ઠ—નકશીકામ દર્શનીય છે પાસે અંચલગચ્છીય ઉપાશ્રય છે. વિ. સં. ૧૮૪૨ માં શ્રાવણ વદિ ૧૨ ના દિને કીર્તિ સાગરસૂરિના ઉપદેશથી માંડલમાં ઉપાશ્રયનું નિર્માણ થયું. તેમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓના લેખ
માટે જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા–લેખો.” તેમની પટ્ટShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
[ ૧૩
પરંપરા આ પ્રમાણે છેઃ પુણ્યસાગરસૂરિ–રાજેન્દ્રસાગરસૂરિમુક્તિસાગરસૂરિ–રત્નસાગરસૂરિ– વિવેકસાગરસૂરિ – જિનેન્દ્રસાગરસૂરિ.
ઉદયસાગરસૂરિએ વિ. સં. ૧૭૯૮ માં ખંભાતના રહેવાસી શ્રીમાલી જ્ઞાતીય સોમચંદ્રને દીક્ષા આપીને તેમનું કીતિસાગર એવું નામાભિકરણ કર્યું. વિ. સં. ૧૮૦૩ માં વડી દીક્ષા તથા વિ. સં. ૧૮૦૫ માં એમને ઉપાધ્યાય-પદ પ્રદાન થયું. એમણે રચેલાં સ્તવને ઉપલબ્ધ થાય છે.
નલિયાના ઔદિચ્ય બ્રાહ્મણ દેવશંકરે ચરિત્રનાયકના ઉપદેશથી પ્રભાવિત થઈને વિ સં. ૧૮૦૩ માં પિષ શુદિ ૧૩ ના દિને દીક્ષા અંગીકાર કરી. તેમનું દર્શન સાગર એવું નામ રાખવામાં આવ્યું. વિ. સં. ૧૮૦૮ માં તેમને ઉપાધ્યાય-પદે વિભૂષિત કરવામાં આવ્યા. એમની સાહિત્યપ્રવૃત્તિ નોંધનીય છે. વિ સં. ૧૮૧૯ માં સુરતમાં ચોમાસું રહીને તેમણે “પંચકલ્યાણક ચોવીશી” રચી વિ સં. ૧૮૨૪ માં માઘ શુદિ ૧૩ ને રવિવારે સુરતમાં વડાચૌટાના ભાઈસાજીના ઉપાશ્રયમાં રહીને ૬ ખંડમાં “આદિનાથ રાસ” એ. આગમગચ્છીય સિંહરત્નસૂરિજીના શિષ્ય મુનિ હેમચંદના આગ્રહથી
આ કૃતિ રચાઈ. મહ૦ રત્નસાગરજીના પ્રશિષ્ય વૃદ્ધિસાગરના શિષ્ય હીરસાગરે પિતાના દાદાગુરુ મેઘસાગરજીની આજ્ઞાથી દર્શનસાગરજી પાસે ભાષા–પિંગલને અભ્યાસ કર્યો હતો
ઉદયસાગરસૂરિની સર્વ ગચ્છ-સમદશિતા સંબંધમાં હવે ઉલ્લેખ કરીએ વિ. સં. ૧૮૦૪ માં સુરતના શ્રીમાલી શ્રેષ્ઠી કીકાના પુત્ર કચરાએ શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢેલે તેમાં ચરિત્રનાયક અન્ય ગચ્છના ધુરંધરે, જેમાં ખતરગચ્છીય પં. દેવચંદ્ર, તપાગચ્છીય ઉત્તમવિજય, સુમતિવિજય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
સર્વ ગચ્છ-સમદર્શક આદિ મુખ્ય છે, તેમની સાથે આત્મિયભાવે રહેલા. વિભિન્ન ગચ્છના અગ્રેસરે આવી રીતે નેહભાવે તે પછી કડવાશ
ક્યાંથી રહે? ઉદયસાગરસૂરિ હમેશાં આવા મિલનના પ્રસંગે ઈચ્છતા અને ગછ વચ્ચેની કડીઓ મજબૂત બને એ જોવા તત્પર રહેતા. તપાગચ્છીય ગવિમલ અને અંચલગચ્છીય દર્શનસાગર એ બેઉ મુનિઓના આગ્રહથી ચરિત્રનાયકે “સ્નાત્ર પંચાશિકા” નામક ગ્રન્થ પિષ શુદિ ૧૫ ને સોમવારે પાલિતાણામાં ઉક્ત સંઘમાં રહીને .
સંઘવી કચરા કીકાના પુત્ર તારાચંદે પણ શ્રી શત્રુંજયને તીર્થસંઘ કાલે. તેમાં પણ ચરિત્રનાયક અન્ય ગચ્છના મુનિઓ સાથે તેમાં ઉપસ્થિત રહેલા. ઉદયસાગરસૂરિના ઉપદેશથી તારાચંદે ગિરિરાજ ઉપર શિખરબંધ જિનાલય બંધાવેલું.
વિ. સં. ૧૮૨૧ ના માગશર શુદિ ૭ ને સોમવારે કચરા કાકાએ શ્રી ગેડીજીને તીર્થસંઘ કાઢેલે તેમાં પણ અનેક ગાના ધુર ધ સાથે ચરિત્રનાયક ઉપસ્થિત રહેલા ઉપાધ્યાય જ્ઞાનસાગર “તીર્થમાલા’માં નેધે છે કે – શ્રી વિજયાનંદ પટધર પ્રગટ, શ્રી વિજયઉદયસૂરિ રાજ રે; શ્રી ઉદયસાગરસૂરિ અંચલગચ્છને, નાયક સાવિ શિરતાજ રે. સાગરગચ્છપતિ ગુરુ સવાઈ શ્રી પુન્યસાગરસૂરિ રાજ રે; આગમગ૭પતિ સિંહરત્નસૂરિ, એ શ્યારિ હર્ષિત થાય છે.
બધાયે ગછના અગ્રેસરો વચ્ચે આવે નેહભાવ ખરેખર, અનુકરણીય છે. ઉદયસાગરસૂરિએ આવું સ્વચ્છ વાતાવરણ સર્જવા સુંદર સહયોગ આપેલે એની પ્રતીતિ આવા અનેક પ્રસંગે દ્વારા મળી રહે છે. પોતે અંચલગચ્છાધિપતિ હોવા છતાં અન્ય ગચ્છના શ્રેષ્ઠ ગ્રન્થની પ્રતિલિપિઓ કરા
વવામાં નાનપ અનુભવતા નહિ. તપાગચ્છીય ગુણરત્નસૂરિ કૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદયસાગરસૂરિ
[૧૫ “પ્રતિષ્ઠાકલ્પ” ની પ્રત તેમણે સ્વહસ્તે લખી છે. આ પ્રત– લેખનને બીજી રીતે પણ ઘણી જ મહત્ત્વપૂર્ણ ઘટના ગણાવી શકાય, કેમકે એ ગ્રન્થમાં સૂચવાયેલ પ્રતિષ્ઠાવિધિ અનુસરવાની લીલી ઝંડી અંચલગચ્છીય શ્રાવકોને તે દ્વારા મળી રહે છે! ચરિત્રનાયકનો અભિગમ ખરેખર, પ્રશસ્ય છે. એવી જ રીતે પિતાના ઉપદેશથી ભરાવાયેલાં જિનબિંબની પ્રતિષ્ઠા અન્ય ગચ્છના આચાર્યો દ્વારા થાય એમાં તેઓને કશું જ વાંધાજનક લાગ્યું નથી. એમની સર્વગચ્છ-સમદર્શિતાના ઉચ્ચ આદર્શને વાચા આપતા આવા ઉત્કીર્ણ લેખ પણ ઉપલબ્ધ થાય છે. જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા–લેખે.”
ચરિત્રનાયકે રચેલા ગ્રન્થ આ પ્રમાણે છેઃ (૧) સમકિતની સઝાય (૨) ભાવપ્રકાશ (૩) ખાત્રપૂજા (૪) ચેવિશી (૫) અંતરીક્ષ પાર્શ્વસ્તત્ર (૬) ગેડી પાર્શ્વનાથ ઑત્ર (૭) નેમિનાથ ગીત (2) ચેત્રીશ અતિશયનો છંદ (૯) ગુણવર્મા રાસ (૧૦) સ્નાત્ર પંચાશિકા (૧૧) ષડાવશ્યક સઝાય (૧૨) શીયલની સઝાય (૧૩) સ્થૂલિભદ્ર સજઝાય (૧૪) કલ્પસૂત્ર લઘુવૃત્તિ (૧૫) શ્રાવકવ્રત કથા (૧૬) આતુર પ્રત્યાખ્યાન અવચૂરિ (૧૭) પૂજાપંચાશિકા (૧૮) શાંતિનાથ ચરિત્ર (૧૯) લઘુક્ષેત્રસમાસ બાલાવબોધ (૨૦) સિદ્ધગિરિસ્તુતિ (૨૧) વદ્ધમાન દ્વાત્રિશિકા અવસૂરિ (૨૨) કલ્યાણસાગરસૂરિને રાસ (શંકિત).
એમના વિવિધ વિષયક ગ્રન્થ એમના વિદ્યાવ્યાસંગને સૂચિત કરે છે. સાહિત્યક્ષેત્રે આવું પ્રદાન કરનારા તેઓ છેલ્લા પટ્ટધર છે. એ પછીના કેઈ અંચલગચ્છીય પટ્ટધરે ગણનાપાત્ર સાહિત્યનું સર્જન કર્યું નથી. જૈન સાહિત્યમાં અનેક ટીકાકારે થઈ ગયા. પરંતુ કેઈએ ભાગ્યે જ સિદ્ધસેન દિવાકરની ગૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
સર્વ ગચ્છ-સમદર્શક અને ગંભીરાર્થક બત્રીશીઓ પર પ્રકાશ પાડ્યો હોય. આવું કઠિન કાર્ય ચરિત્રનાયકે બજાવ્યું હેઈને તે દ્વારા એમની વિદ્વત્તાને પરિચય અનાયાસે મળી રહેશે.
ઉદયસાગરસૂરિ સુરતમાં સવિશેષ રહ્યા હોઈને ત્યાં એમના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી અનેક જિનપ્રતિમાઓ વિદ્યમાન છે. ખાસ કરીને ત્યાં અંચલગચ્છીય શ્રાવકોએ બંધાવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં એ પ્રતિમાઓ સારી સંખ્યામાં મળી આવે છે. એમના પ્રતિષ્ઠા–લેખ માટે જુઓ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા–લેખ ”
એ અરસામાં ગચ્છનાયકોના આજ્ઞાપત્રમાં એમની મહોર લગાડવામાં આવતી હતી. ઉદયસાગરસૂરિની મહોર ઉપલબ્ધ થાય છે. તેમાં આ પ્રમાણે લખાણ છેઃ “ઐશ્વર્યા તપ આલંકૃતે શ્રીમદંચલગચ્છ ભટ્ટારક શ્રી પૂ. ઉદયસાગરસૂરિવર પ્રચડ–પ્રતાપવતું સામ્રાજ્ય.”
સુરતે ચરિત્રનાયક પ્રત્યે ઘણું ભક્તિ દર્શાવી હતી. તેઓ આચાર્ય—પદ તથા ગએશ-પદ ત્યાં પામ્યા હતા, તેમ જ તેમને નિર્વાણેત્સવ ઉજવવાનું પણ સુરતના ભાગ્યમાં લખાયું! વિ. સં. ૧૮૨૬ માં આ શુદિ ૨ ના દિને ચરિત્રનાયક ૬૩ વર્ષનું આયુ પાળીને ત્યાં દિવંગત થયા. સર્વ ગો પ્રત્યે સમદર્શિતા દાખવનાર તેમ જ મિલનસાર એવા ગચ્છનાયક ઉદયસાગરસૂરિને કવિવર નિત્યલાભે સુંદર અંજલિ અપ છે –
ગુણ ભરીઓ દરીએ, ગુહિર ગ્યાન તણે ગુરુરાજ; સરસ વચન રચના સરસ, ગિરુઓ ગરીબ નિવાજ.
-
C
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
કચ્છના તિર્ધર આચાર્ય
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
કરે છે અનેક યશસ્વી ગચ્છાધિપતિઓ, આચાર્યપુંગવે અને મહાન ધર્મપ્રણેતાઓની ભેટ ધરી છે, જેમાં જિનેન્દ્રસાગરસૂરિનું નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય. તેઓનું અંતર્મુખ આધ્યાત્મિક જીવન આદર્શ યોગીની ઝાંખી કરાવે છે. અંચલગચ્છના આ ચરમ ગરછ–નાયકને અર્વાચીન યુગે “જૈન સમાજના બાદશાહ” તરીકે બિરદાવ્યા. કચ્છી સમાજમાં તેઓ “શ્રીજી મહારાજ” તરીકે અવિસ્મરણય ચાહના પામ્યા. હિન્દુ કે મુસલમાનેએ તેમને વચનસિદ્ધ પુરુષ તરીકે પૂજ્યા.
વિ. સં. ૧૯૨૯ના કાર્તિક સુદી ૭ ના દિને કચ્છ–ગોધ રામાં તેમનો જન્મ થયે હતે. એમના પૂર્વાશ્રમનું નામ જેસિઘકુમાર. પિતા વિશા ઓસવાળ જ્ઞાતીય, છેડા ત્રીય કલ્યાણજી જીવરાજ. માતા લાલબાઈ. આ દંપતી ધર્મપરાયણ હોઈને બાળક ધાર્મિક સંસ્કારમાં પાષા. કચ્છમાં એ સમયે કેળવણીને ઝાઝે પ્રચાર ન હતે. છતાં જેસિંઘકુમારે સાતેક વર્ષની વય સુધી ગામઠી શાળામાં વિદ્યાભ્યાસ કરીને સારું એવું અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
એ અરસામાં એમના પિતા કલ્યાણજીભાઈ ભાગવતી દીક્ષાના અભિલાષી બન્યા. તેમના વૈરાગ્યભાવે જેસિંઘકુમાર પર ઘેરી અસર પાડી. નાનાં બાળકોને દીક્ષા આપવાની પ્રવૃત્તિ
એ સમયમાં નહતી. કિન્તુ કલ્યાણજીભાઈના હદયની ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૨ ]
કચ્છના જ્યોતિર્ધર આચાર્ય એવી હતી કે બાળક પોતાની માફક જૈન જગતમાં સન્માન ગામી બને.
કલ્યાણજીભાઇએ પાર્ધચંદ્રગથ્વીય કુશળચંદ્રજી મહારાજ, જેઓ એ અરસાના સંતકેટિના અગ્રેસર ત્યાગીઓમાંના એક હતા, તેમની પાસે આ વાત કરી. જેસિંઘકુમારના સાસુદ્રિક લક્ષણો જોઈને લક્ષણવેત્તાએ ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે આ બાળક રાજવંશી લક્ષણે અને ચિહ્નો ધરાવે છે, એટલે જગતમાં સર્વોચ્ચ પદવી પામશે. કુશળચંદ્રજીએ પણ બાળકના લક્ષણો જોઈને લક્ષણવત્તાનું ઉક્ત કથન સ્વીકાર્યું કે બાળક મહાન થવા સજયે છે. એ સમયે અચલગચ્છાધિ. - પતિ વિવેકસાગરસૂરિ, જેઓ રાજમાન્ય હતા તથા રાજવંશી દરજજો ધરાવતા હતા, તેમને બાળક વહેરાવી દેવા કુશળ ચંદ્રજીએ સલાહ આપી
પિતાને એ સલાહ ગમી, પણ માતા લા છબાઈ પિતાના એકના એક મુલાધારને શ્રી પૂજ્યજીને વહોરાવી દેવા સહમત નહિ થાય એમ સમજી પિતાની મનોભાવના પ્રગટ કર્યા વિના કલ્યાણજીભાઈ જેસિઘકુમારને સાથે લઈ અબડાસાની પંચતીથની યાત્રાએ ઉપડ્યા; હૈયાના ભાવો તાદૃશ્ય થાય એવા સંકકલ્પ સાથે. આ યાત્રા પાછળનું પ્રયોજન તે ગચ્છાધિપતિ સાથે પ્રત્યક્ષ મુલાકાત ગોઠવવાનું જ હતું. એ વખતે વિવેકસાગરસૂરિજી જખૌ મુકામે બિરાજતા હતા. પિતા-પુત્ર યાત્રા કરતાં અનુકમે ત્યાં આવી પહોંચ્યા.
સૂરિને કલ્યાણજીભાઈએ પિતાની મનભાવના વ્યક્ત કરી સૂરિએ સાતેક વર્ષના જેસિંઘકુમારના સામુદ્રિક લક્ષણે જાણી લીધા. બાળક ઘણે પ્રભાવશાળી અને ચકેર હતા. કલ્યાણજીભાઈના પ્રસ્તાવથી સૂરિ હરખાયા. તેઓ પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
ગાદીવારસ થવાની યેગ્યતાવાળા શિષ્યની શેધમાં જ હતા, અને આમ અનાયાસે એવા પ્રતિભાસંપન્ન શિષ્યને ભેટે થઈ ગયે. જબ સંઘની સમ્મતિપૂર્વક તેમણે જેસિંઘકુમારને પિતાના શિષ્ય તરીકે સ્વીકારી લીધા. કલ્યાણજીભાઈ કૃતકૃત્યતા અનુભવતા સ્વસ્થાને પાછા ફર્યા. વિ સં. ૧૯૩૬માં આ પ્રસંગ બન્યા.
જેસિઘકુમાર શ્રી પૂજ્યજીને વહરાવી દેવામાં આવ્યો છે એમ જ્યારે બાળકના માતા લા છબાઈ અને મામા ખીમરાજભાઈએ જાણ્યું ત્યારે તેઓ બહુ જ નારાજ થયાં. ઘરમાં રકઝક ચાલી. કડવાશ જમી. ગુસ્સામાં ભાઈ–બહેને કચ્છમહારાઓશ્રી પાસે ધા નાખવા ભૂજને રસ્તો લીધે. વાતાવરણ ક્ષુબ્ધ બને એમ હતું. કિન્તુ ભૂજના નગરશેઠે સમયસૂચકતા દર્શાવીને પરિસ્થિતિને થાળે પાડી. ભાઈ-બહેનને નગરશેઠે વિસ્તારથી ચર્ચા-વિચારણા કરીને સમજાવ્યું કે આ કાર્ય નારાજ થવા જેવું નથી, પણ ખુશી થવા જેવું છે. ભાઈબહેનને તેમની રજૂઆતે પ્રભાવિત કર્યા અને મહારાઓશ્રી પાસે ધા નાખવાનું એમણે માંડી વાળ્યું.
ભૂજથી પાછા વળતાં તેઓ જખૌ ગયાં. ત્યાં બાળકને મળ્યાં. જેસિંઘકુમારે અહીં રહેવામાં પોતાને આનંદ છે એમ કહ્યું. વિવેકસાગરસૂરિ તથા સંઘની સમજાવટથી માતા લાબાઈ તથા મામા ખીમરાજભાઈ આ વાત પરથી ઉતરી ગયાં અને જેસિઘકુમારને આશિષ આપી પોતાને ઘેર પાછા આવ્યાં જૂદી જ માન્યતા સાથે!
કલ્યાણજીભાઈને એમના વિચારોમાં આવેલું પરિવર્તન ગમ્યું. બાળકને વહોરાવી દીધા પછી ઘરમાં રકઝક ચાલેલી ત્યારે તેમણે બહુધા મૌન જ સેવેલું. ઘીના ઠામમાં ઘી પડી જશે. થયું પણ એવું. આથી તેઓ હર્ષિત થયા. આ પ્રકરણનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
કચ્છના તિર્ધર આચાર્ય સુખાન્ત આવી જતાં હવે તેઓ સંસારમુક્ત થવા પ્રયત્નશીલ થયા. સત્ત્વરે કુશળચંદ્રજી પાસે પહોંચી ગયા. તેમની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, કલ્યાણચંદ્રજી તરીકે નવું જીવન ધારણ કર્યું. ત્રણ વર્ષ સુધી સંયમમય જીવન નિર્ગમન કરીને તેઓ વિ. સં. ૧૯૩૯ માં શુભ ધ્યાને કાલધર્મ પામ્યા.
આ તરફ વિવેકસાગરસૂરિજીએ જેસિંઘકુમારને વિદ્યાભ્યાસ માટે વિદ્વાન યતિઓને સંખ્યા, તેમ જ જાતે પણ ધાર્મિક અભ્યાસ કરાવવા મંડ્યા. બાળકની ગ્રહણશક્તિ અજોડ હતી. તેની કુશાગ્ર બુદ્ધિથી સૂરિ ઘણું પ્રસન્ન હતા. ત્રણેક વર્ષમાં બાળકે વિદ્યાભ્યાસ ઘણો વધારી દીધો.
બાળકના વિદ્યાભ્યાસને ઉત્તેજન મળે એવા અનુકૂળ પ્રસંગે પણ બનતા ગયા. વિ. સં. ૧૯૩૯ નું ચાતુર્માસ ગચ્છનાયકે જામનગરમાં કર્યું. કુશળચંદ્રજીના અનુયાયી ભ્રાતૃચંદ્રજી પણ ત્યાં જ બિરાજતા હતા. વિવેકસાગરસૂરિના તેઓ ભક્ત અને પ્રેમી હતા. જેસિઘકુમારના પિતાએ એ સમુદાયમાં દીક્ષા લીધેલી એટલે બાળક પ્રત્યે પણ એમને મમતા તે હોય જ. તેઓ પ્રખર વિદ્વાન હતા, બાળકના વિદ્યાભ્યાસની બધી જવાબદારી તેમણે સ્વેચ્છાએ પિતાના માથા પર લઈ લીધી ભ્રાતૃચંદ્રજી પાસે વિદ્વાન શાસ્ત્રી હતા, જેમને જેસિંઘકુમારે સારો લાભ ઉઠાવ્યા. આમ બાળકનો અભ્યાસ પ્રતિદિન વધતે ચાલ્યો. સૂરિ તેની પ્રગતિ જોઈ આનંદ અનુભવતા.
જામનગરના મહારાજા વિભાજી અને વિવેકસાગરસૂરિ વચ્ચે નિકટનો સંપર્ક હતો. જામસાહેબ સૂરિની વ્યાખ્યાનધર્મસભામાં આવતા. આમ એ સિવાય પણ સૂરિ પાસે બેસીને ધર્મચર્ચાઓ કરતા આમ વારંવાર મુલાકાતો થતી. એ દર
મિયાન જેસિંઘકુમાર પર એમને ચાહ વધ્યા. મહારાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ પ
કેટલીયે વાર સુંદર ઉપહાર આપવા તથા રાજમહેલમાં તેડી જવા પ્રયાસેા કરેલા, પરંતુ નિલેપ બાળક એ સૌના અસ્વીકાર કરતા.
સૂરિ સાથે જેસિ`ઘકુમાર કયારેક રાજમહેલ જાય ખરે પણ લેવા કરવાની વાત જ નહિ. સૂરિજી રાજભેટ લેવા કહે, “ લઇ લે આ ! હજૂરની લાગણી ન ઠેલાય !” આમ તેએ ક્રમાવે તે પ્રથમ લઇ લે પણ તરત જ પાછુ` આપી દે ગુરુ આવા શિષ્યરત્ન પ્રાપ્ત થયાની નિરાંત અને પ્રસન્નતા અનુભવતા.
વિ. સં. ૧૯૪૦ માં સૂરિજી દશા એસવાળ મહાજનની વિનતીથી મુ`બઈમાં ચાતુર્માસ રહ્યા. એ અરસમાં દશા ઓસવાળ જ્ઞાતિની જાહેાજલાલી અપૂર્વ હતી. મુંબઈની આગેવાન અને ધનાઢ્ય જ્ઞાતિમાં એની ગણના થતી. આ જ્ઞાતિ અચલગચ્છાધિપતિ પ્રત્યે પૂણ ભક્તિ દાખવતી. અંચલગચ્છાધિપતિ રાજેન્દ્રસાગરસૂરિ અને પછીના પટ્ટધરા દશા એશવાળ જ્ઞાતિ મહાજનના આત્યાગ્રહથી કચ્છ અને હાલારથી મુંબઈમાં વિચરતા થયેલા. વિ. સં. ૧૮૯૨ માં શ્રી અનંતનાથજી જિનાલયની મુંબઈમાં પ્રતિષ્ઠા થયા બાદ આ પરિવર્તન જોવા મળેલું. ગચ્છનાયકામાં મુબઈમાં સૌ પ્રથમ પદાર્પણ કરનારાઓમાં અચલગચ્છના પટ્ટધરો સૌ પ્રથમ હતા, જેનું શ્રેય દશા એસવાળ જ્ઞાતિને છે.
પરંપરાનુસાર દશા એસવાળ જ્ઞાતિએ વિવેકસાગરસૂરિ પ્રત્યે અનન્ય ભક્તિ દર્શાવી. ગચ્છનાયક તા એ પહેલાં પણ મુંબઇમાં પધારી ચૂકયા હતા, પરંતુ જેસિંઘકુમાર માટે એ પહેલવહેલે। પ્રસંગ હતા. મુંબઇના સંઘ બાળકની ગુરુભક્તિથી પ્રસન્ન થયેા. બાળક વિદ્યાસંપન્ન તેમ જ ગુણ સંપન્ન હતા. તેનું સંસ્કારમય જીવન જોઇને સૌ સ`શાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
કચ્છના તિર્ધર આચાર્ય
પુષ્પ વેરતાં. સંઘને લાગ્યું કે અંચલગચ્છની ગાદીના વાર. સને જેસિંઘકુમારના રૂપમાં ઉદય થઈ ચૂક્યો છે.
મુંબઈમાં જેસિંઘકુમારની અધ્યયન-પ્રવૃત્તિ પૂરબહાર ખીલી ઉઠી. ત્યાં તેના માટે ખાસ પંડિત રોકવામાં આવ્યા. તેમની પાસે વ્યાકરણ, કાવ્યકોશ, છંદ-શાસ, ન્યાયદર્શન વગેરેનું ત્રણ વર્ષ લગી સતત અને કાળજીભર્યું અધ્યયન કર્યું. બાળકની ગ્રહણશક્તિ અભૂત હતી. તેમના માટે ખાસ રોકવામાં આવેલા પંડિતાએ સૂરિને સ્વયં ભલામણ કરી કે હવે અમારા કરતાં વધારે મોટા પંડિતેની બાળકને જરૂર છે.!!
એ અરસાની નામાંકિત વ્યક્તિઓમાં જૂનાગઢના સુવિખ્યાત 3 ત્રિભુવનદાસ અને શ્રીમદ્ રાજચંદ્રજી, જેઓ શતાવધાની કવિ રાયચંદભાઈ તરીકે જાણીતા હતા, તેઓ સૂરિ પાસે ઘણુંવાર આવતા. તેઓ જેસિંઘકુમારને અભ્યાસ, બુદ્ધિમત્તા અને ગ્રહણશક્તિ જોઈ પ્રભાવિત થયેલા. વિદ્યાક્ષેત્રે બાળક ઉત્તરોત્તર પ્રગતિ સાધે એ હેતુથી તેમણે વિદ્વાન પંડિત રેકવા ખાસ ભલામણ કરેલી
એ યુગમાં વિજયાનંદસૂરિ ઉફે આત્મારામજી મહારાજ જૈન સંઘના માન્ય વિદ્વાન ગણાતા. એમની પાસે વિદ્યાભ્યાસ કરીને અનેક વિદ્વાને તૈયાર થયેલા, જેમાં તૈયાયિક જૈન પંડિત અમીચંદજી પંજાબીની ખ્યાતિ સવિશેષ હતી. વિવેકસાગરસૂરિએ જેસિંઘકુમાર માટે એ પંડિતને રોક્યા. અમીચંદજી પંજાબીએ બાળકને સટીક આગમ ગ્રન્થો, ન્યાય તેમ જ દર્શન શાસ્ત્રના ઉચ્ચ ગ્રન્થનું અધ્યયન કરાવ્યું. જેસિંઘકુમારે અનેકવિધ વિષયેનું તલસ્પર્શી અધ્યયન કર્યું. સત્તર વર્ષની યુવાન વયે પહોચેલા જેસિંઘકુમારની ખ્યાતિ મુંબઈ ભરમાં બધે ફેલાઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ ૭ તે અરસામાં મુંબઈ પધારેલા મુનિ મેહનલાલજીએ જેસિંઘકુમારના વિદ્યાવ્યાસંગની ભારોભાર પ્રશંસા કરીને એવું વિધાન કરેલું કે તે આત્મારામજી મહારાજ પછીના માન્ય વિદ્વાન છે. વિવિધ શારના પારગામી બનેલા જેસિંઘકુમાર માટે આવું પ્રમાણપત્ર અધિક પ્રેરણાદાયક બન્યું. એ પછી ટૂંકા ગાળામાં જ વ્યાકરણ ગ્રન્થમાં ચંદ્રિકા અને સિદ્ધાન્ત કૌમુદી, નૈષધ અને કાદમ્બરી પર્વતના કાવ્ય-ગ્રન્થ, સમ્મતિતક પર્યત જૈન ન્યાય ગ્રન્થ, તથા અલંકાર ગ્રન્થ, અને અમરકેશ વગેરે શબ્દ શાત્રે તેણે અવગત કર્યા. જેન દ્રવ્યાનુયેગમાં સારી એવી પ્રગતિ સાધી સિદ્ધહેમને અષ્ટમ અધ્યાય કંઠસ્થ કર્યો. બધા આગમ ગ્રન્થનું મૂળ ટીકા, ચૂર્ણિ, અવસૂરિ આદિ સહિત પણ તેણે અવલોકન કરી લીધું. સંગીતને શાસ્ત્રીય અભ્યાસ પણ ચાલુ હતો અને તેમાં પણ જેસિંઘકુમારે સારે વિકાસ સાધી લીધું હતું. આમ અજોડ ભારતીય વિદ્વાન થવાની સ્પષ્ટ સંભાવના જેસધકુમારમાં વિકાસ પામતી રહી.
વિ સં. ૧૯૪૮ માં મુંબઈના શેઠ ભીમજી શામજી મોમાયા, કચ્છ-સાએરાવાળાએ કેસરીઆજીનો મોટો તીર્થ સંઘ કાઢેલ. સંઘપતિએ વિવેકસાગરસૂરિને સંઘમાં પધારવા ઘણે આગ્રહ કરતાં તેઓ સંઘમાં પધાર્યા. માગશરમાં સંઘે ઠાઠમાઠથી પ્રયાણ કર્યું. સૂરિની સાથે જેસિંઘકુમાર પણ ચાલ્યા. અને ભાવથી તીર્થયાત્રા કરી. સંઘપતિએ સૂરિના ઉપદેશથી કેસરીઆઇ તીર્થમાં ધર્મશાળા બંધાવવાનો નિર્ણય જાહેર કર્યો.
ત્યાંથી પાછા વળતાં સૂરિ ઝામરાની બીમારીમાં પટકાઈ પડ્યા. એ વખતે તેમની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની જ હતી. બીમારી વધતાં જેસિંઘકુમારે અભ્યાસને તિલાંજલિ આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૮ ]
કચ્છના તિર્ધર આચાર્ય અને સૂરિની સારવારમાં તે ઓતપ્રેત બની ગયો. ઘડીભર માટે પણ સૂરિની શય્યા ન છોડે સૂરિ આરામ લેવા સમજાવે તે પણ અડગ રહે. એ વખતે તેની ઉંમર ઓગણીસ વર્ષની હતી.
પુત્રસમા શિષ્યની ભક્તિ જોઈ સૂરિની આંખ અશ્રુભીની બનતી. જોતજોતામાં અઢી માસ વ્યતીત થઈ ગયા. દેશીવિદેશી ચાર ડોકટરે દિવસે અને ચાર રાતે સૂરિની સેવામાં હાજર રહેતા આગેવાન વદે અને યતિઓ પણ તેમની સુશ્રષામાં જોડાયા. કિન્તુ માંદગી માટે એવા ચિહ્નો જેવાયા નહિ. માંદગી જીવલેણ હતી.
આવા સંજોગોમાં શ્રીસંઘ અને યતિવર્ગ સમક્ષ ગાદીના વારસ કેને નીમવા તેને તાત્કાલિક નિર્ણય કરવાનો પ્રશ્ન રજૂ થયે. જેસિઘકુમારની લાયકાતને સર્વ સમ્મતિથી સ્વીકાર થયું. તેને સૂરિએ પણ મહેર મારી એટલે હર્ષનું બધે મેજુ ફરી વળ્યું.
સૂરિની આજ્ઞા મળતાં જેસિંઘકુમારની દીક્ષાનું તાકીદ મુહૂર્ત લેવામાં આવ્યું. બધે વીજળી વેગે સમાચાર ફેલાઈ ગયા. જેસિંઘકુમારને આ વાતની જાણ થતાં જ તેણે આ નિર્ણય સામે પોતાનો વિરોધ જાહેર કર્યો. સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં!!
જેસિંઘકુમારે પિતાને મત સ્પષ્ટ કરતાં જણાવ્યું કે ગાદીએ તે મોટાભાઈ ભાગ્યસાગરજી શોભે. ખૂબ રકઝક ચાલી. શ્રીસંઘ અને સૂરિએ સમજાવ્યા કેઃ ગાદીને હમણું પ્રશ્ન જ
ક્યાં છે? અમારે તો માત્ર તમને દીક્ષા જ આપવાની છે” સૂરિએ વિશેષમાં ફરમાવ્યું કે “મારે તે તને દીક્ષિત થયેલ જોઈને જ જવું છે!” કિન્તુ વિનયપરાયણ બાળકે તેમને નમ્રતાપૂર્વક પણ દઢતાથી વિરોધ કર્યો. ગુરુને પિત્તો ઉછળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ ગુસ્સામાં કદી નહીં અને ત્યારે તેઓ ઉપાલંભ ભર્યા શબ્દોમાં ગાજી ઉઠ્યા. “ત્યારે શું સમજી આટલાં વર્ષ અહીં રહ્યા? પાઘડી પહેરી ફરવા ?” ગુરુદેવ વેદનાની વિહળતામાં વિહવળી હતા. શ્રાવક સમુદાય આવક બની ગયે.
જેસિંઘકુમાર ગુરુના ચરણે માથું નમાવી છે કે બાપુ! આપણા શાસ્ત્રોમાં ત્યાગ કહ્યો છે તે કેમ સાધી શકાય? આ ત્યાગ વિશે આપે મને ઘણું ઘણું સમજાવ્યું છે, તેવી સંવિજ્ઞ પક્ષીય દીક્ષા મને અપાવે અને ગાદી મોટાભાઈ ભાગ્યસાગરજીને સંપાય એવી આજ્ઞા ફરમા !”
ગુરુએ જનક વિદેહીને દાખલો આપીને ધર્મરાજ તરીકેની જવાબદારી ઉઠાવવા પ્રેમભરી વાણીથી સમજાવ્યું. તેમની દર્દભરી વાણુંના પ્રભાવથી જેસિંઘકુમારની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. જનક વિદેહીના દ્રષ્ટાંતે તેના મન પર ઘણી અસર કરી. તે મૌન બની ગયે. વિરોધ ન ઉચ્ચારી શક્યો. શિષ્ય સમ્મતિ આપી છે એવી ચેષ્ટા સહિત સૂરિની ય બોલાવવામાં આવી. જેસિંઘકુમાર અવાક બની આ બધું જોઈ જ રહ્યો. ગુરુને દુઃખ ઉપજાવાની તે હિંમત ન કરી શકો.
પરિસ્થિતિ અનુસાર સૂરિ અને શ્રીસંઘે દીક્ષાવિધિ અતિ સાદાઈથી અને તાકીદે સમેટવા બનતું કર્યું. વિ. સં. ૧૯૪૮ ના મહા વદિ ૧૧ ના દિને નાના સમારંભ પૂર્વક દીક્ષા ઉત્સવ થયો. જેસિંઘકુમારે હવે જિનેન્દ્રસાગરજી તરીકે નવું જીવન ધારણ કર્યું. સૂરિની મુખમુદ્રા પર સંતોષની આભા ચમકી. સકળ સંઘ આ પ્રસંગથી હરખાયે.
સૂરિની માંદગી વધતી ચાલી. અંતિમ દિવસની એક પળે સૂરિએ જિનેન્દ્રસાગરજીને પિતાની શય્યા પાસે બેલાવી
ગાદી સ્વીકારવાને અબોલ કલ તેમણે લઈ લીધે. સૂરિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
કરછના તિર્ધર આચાર્ય એમની હાજરીમાં જ તેઓએ કરેલ ગાદીને સ્વીકાર શ્રીસંઘ સમક્ષ અને શિષ્યવર્ગ સમક્ષ જાહેર કર્યો. એ પછી વિ. સં. ૧૯૪૮ ના ફાગણ શુદિ ૩ ને બુધવારે સૂરિ દિવંગત થયા જિનેન્દ્રસાગરજીને ગુરુની ચિર વિદાયથી વજાઘાત થયે. બાર વર્ષમાં એમણે એક દિવસ પણ ગુરુવિરહ અનુભવેલો નહિ, એટલે શેક કેમે કરી ટાન્ય ન ટળે. આવી પરિસ્થિતિમાં ગાદીસ્વીકારને પ્રશ્ન દૂર ઠેલાતે ગયે. આખરે પાંચ મહિને શ્રાવણ સુદિ ૧૦ ને બુધવારના દિને ગચ્છાધિપતિની ગાદીએ બિરાજમાન કરવાને પટોત્સવ થઈ શક્યો. મુંબઈમાં એ મહોત્સવ અપૂર્વ રીતે ઉજવાયે. અનેક ગામના સંઘે એ ભવ્ય પ્રસંગે ઉપસ્થિત રહેલા. મુંબઈમાં ગચ્છનાયકના પટોત્સવને એ સૌ પ્રથમ પ્રસંગ હતું. આગળ જણાવાઈ ગયું તેમ દશા એસવાળ જ્ઞાતિની એ સમયે આબાદી ચરમ સિમાએ હતી. એ જ્ઞાતિની જાહોજલાલી અને અંચલગચ્છની ગાદીને જેમાં આપે એવા અદ્દભૂત મહોત્સવને માણવાનું મુંબઈ સાક્ષી બન્યું.
હવે જિનેન્દ્રસાગરસૂરિ પર અનેક જવાબદારીઓ આવી પડી. એ વખતની દમામદાર સાહેબી, શહેનશાહી ગાદીના ઠાઠ, સંઘનું અજોડ સન્માન-એ બધું પ્રાપ્ત થયું, કિન્તુ ચરિત્રનાયક તેમાં કદી અંજાયા કે લેપાયા નહિ. એમનો સ્વભાવ જ અધ્યયન-ચિન્તનશીલ હતો. એટલે ગચ્છાધિપતિની ભારે જવાબદારીઓ વચ્ચે પણ વિવિધ વિષયેનું એમનું અધ્યયન ચાલું જ રહ્યું. શાસ્ત્રી અમીચંદજી પંજાબી સૂરિની સાથે જ રહેતા હતા. પરંતુ વિવેકસાગરસૂરિની વિદ્યમાનતામાં જે હળ વાશ હતી એ હવે ક્યાંથી મળે?
થોડેઘણે અંશે એમના હૃદયની સરળતા પણ કારણભૂત બનતી. એમની ધર્મ–પર્ષદામાં સામાન્યમાં સામાન્ય માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ ૧૧
પણ સ્થાન હતું. સૂરિએ પહેરેગીરોને સાફ આજ્ઞા ફરમાવેલી કે કોઈપણ પુરુષને મારી પાસે આવતા અટકાવે નહિ. આમ વૈભવ અને વિદ્વત્તાના ઢગની નીચે છુપાયેલું સૂરિનું જીવન એ સંત કેટીનું જીવન હતું. બીજા શબ્દોમાં કહીએ તે જનક વિદેહીના જીવનને ઝાંખી કરાવતું એમનું જીવન હતું. એમને ઊર્ધ્વ સ્થાન તેમ જ અલૌકિક પ્રભાવ પ્રાપ્ત હેવા છતાં એમનું મન અંદરથી અટુલાપણું, એકત્ત્વ અને અલિપ્તતા સદૈવ ઝંખતું હતું. ગચ્છાધિપતિના નિષ્ઠ જીવનનું એ જ રહસ્ય હતું.
જિનેન્દ્રસાગરસૂરિ અંતર્મુખ જીવનને માર્ગ અપનાવવા મથતા હતા, ત્યારે બાહ્ય પરિબળો એમને બહિર્મુખ રાહ પર ખેંચી રહ્યા હતા. એમના જીવન માટે બે પ્રબળ સંકલ્પે ખડા થયા. વિચિત્રતા એ હતી કે બન્ને વિરોધાભાસી સંક૯પ હતા એક તરફ ગચ્છાધિપતિના દોરદમામને આકષી શકે એવું વ્યક્તિત્વ હતું અને બીજી તરફ હૃદયની અલી.
સા ભેગનિષ્ઠ જીવન તરફ બન્ને વચ્ચે ઉગ્ર ઘર્ષણ ચાલ્યું. ખૂબ મનોમંથન થયુ. તણખા ઝર્યા પ્રસંગેની હારમાળા રચાતી ગઈ ચરિત્રનાયક કોઈ એક રાહ અપનાવી લે એ પહેલાં ખૂબ ખૂબ સ્વસ્થતા મેળવવા ચાહતા હતા. પરંતુ એ શકય ન બન્યું.
એક દિવસની વાત છે. પર્યુષણ પર્વની વ્યાખ્યાન સભાને અગાઉથી ઝઘડતા બે જ્ઞાતિ–પક્ષોએ નિમિત્ત બનાવી અને ઝઘડા વ્યાખ્યાન-સભા લગી આવી પહોંચ્યું. સૂરિને કે પક્ષના સાધન કે નિમિત્ત બનવાનું ન રુચ્યું. બન્ને પક્ષે આપમેળે સમજી લે તે જૂદી વાત હતી પણ તેમણે તે
ખુદ ગચ્છનાયકને પણ સંડોવાવું પડે એવી પરિસ્થિતિ ખડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
કચ્છના તિર્ધર આચાર્ય કરી દીધી. આમ તા ચરિત્રનાયકના ઊમિંતંત્ર પર બે વિધાભાસી પરિબળો વચ્ચે આંતરિક ઘર્ષણ તે ચાલતું જ હતું. ત્યાં આ ઘટસ્ફોટ થયે. જાણે કેઈ ને માર્ગ સૂઝી આવ્યા ન હોય એમ જિનેન્દ્રસાગરસૂરિજી એકાએક વ્યાખ્યાન-સભા છેડી ગયા. અને વિ સં. ૧૯૫૧ માં મુંબઈને છેડીને કચ્છને માર્ગ લીધો. અનેક સ એ એમને પોતાના સ્થાનોમાં પધારવા વિનવણીઓ કરી પણ કેઈન ફાવ્યા.
હવે કચ્છ એમની કર્મભૂમિ બની. કચ્છમાં ગોધરા, ભુજપુર, માંડવી, જ, તેરા એમ વિવિધ સ્થળે એમણે ચોમાસાં કર્યા અને અસંખ્ય લોકોને ધર્મબંધ પમાડ્યો. જેને તેમ જ જૈનેતરોમાં તેઓ આરાધ્યદેવ બની રહ્યા. એમનાં વચનો બ્રહ્માને બેલ બની રહ્યાં. વચનસિદ્ધ મહાપુરુષ તરીકે કરછ એમને પૂજવા લાગ્યું. નવ વર્ષ સુધી ગાદીના દરદમામમાં સમગ્ર કચ્છમાં તેઓ વિચરતા રહ્યા.
વિ. સં. ૧૫૭ માં એમના જીવનમાં અભૂતપૂર્વ પરિ વર્તન જોવા મળ્યું. બધાની સમજાવટ છતાં એમણે બધા યતિઓને, શસ્ત્રધારી નોકર-ચાકરોને રજા આપી દીધી, તેમજ ગાદીના અસબાબ છડી, છત્ર, ચામર, રથ, મ્યાન, પાલખી તજી પોતે એકલા બની બેસી ગયા. બધા સંઘો આ પરિવ
નથી ડઘાઈ ગયા. બધાની વિનંતીઓને સૂરિ દ્વારા પ્રત્યુ ત્તર મળે કેઃ “મારામાં ગાદી ચલાવવાની શક્તિ નથી, તમે બીજા શ્રી પૂજ્ય સ્થાપી શકે છે.”
આ બધું એકાએક કેમ બન્યું તેને ઈતિહાસ ઘણે લાંબો છે. ચરિત્રનાયક શ્રી પૂજ્ય રૂપે અલૌકિક માનઅકરામ પામે એ સ્થાનકવાસી તેમ જ દેરાવાસી સાધુ સમાજને ન રુચ્યું. અધુરામાં પૂરું અંચલગચ્છીય સમુદાયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
* [ ૧૩ પણ ચરિત્રનાયક વિરૂદ્ધ જયંત્ર રચાયાં. કછ–રાયણમાં યતિ ભાગ્યસાગરજીને બંગલે અનેક યતિઓ અને શ્રાવકોની ગુપ્ત સભા મળેલી જેમાં નવા ગચ્છાધિપતિની નિયુક્તિનો પ્રશ્ન મુખ્યત્વે ચર્ચા. પરંતુ આ આખી યેજનાને ભાંડે ફૂટી ગયો. ચરિત્રનાયકને સ્થાને એમની હયાતિમાં જ અન્ય વ્યક્તિને ગાદી ઍપવાની વાત પછી તે હાસ્યાસ્પદ બની ગઇ.
ચરિત્રનાયક આ બધી હિલચાલથી માહિતગાર હતા. અને એટલે જ એમણે ગાદીને મેહ છોડ્યો. સમાજના માયિક બંધનેથી વિમુક્ત થયા. એ વખતે એમને કોઈ પણ શિષ્ય નહોતે. આશ્ચર્યની વાત તો એ છે કે સૂરિની અલિપ્ત તાની માત્રા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ સંઘની તેમના પ્રત્યેની ભક્તિ દ્વિગુણ થતી ગઈ એમણે ગાદીનાં એક એક બંધનનાં ભૂકા ઉઠાવી દીધા, છતાં જીવનભર એ જ શ્રીજી સાહેબ તરીકે મનાયા અને પૂજાયા !!
કછ-માંડવીને સંઘ મેવડી ગણાય એની ઈચ્છાને ગાદીપતિ પણ પાછી ન કેલે. કિન્તુ એની વાત પણ ન સ્વીકારાઈ. મુંબઈથી સંઘાગ્રણીઓ આવ્યા અને ગાદી ચલાવવા વિનવણીઓ કરી ખાસ કાશીથી ખરતરગચ્છના મંડલાચાર્ય બાલચંદ્રસૂરિ, જેમને સૂરિ વડીલ તરીકે માનતા હતા, તેઓ પણ પધાર્યા. પરંતુ સૂરિ કોઈના સમજાવ્યા ન સમજ્યા. અંતે માંડવીના સંઘે જણાવ્યું કે ગાદીનું નામ આ મંગલમૂર્તિ સાથે જોડાઈ રહે એ પણ અંચલગચ્છનું સદ્ભાગ્ય છે. એટલે બધા શાન્ત થયા. સૌને આ વાત લાગી.
સુડતાલીસ વર્ષ ગયાં. સાપ કાંચળી છોડે તે પછી તેના તરફ કદી ન જૂએ, તેમ ગાદીના તમામ દેર–દમામ તરફ સૂરિએ કદી પણ મીટ ન માંડી. અનેક પ્રસ્તાવ આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
કચ્છના તિર્ધર આચાર્ય અનેક વિનવણીઓ થઈ. પણ ન ડગ્યા તે ન ડગ્યા. સુથરીના દાનવીર શેઠ ખેતશી ખીઅશી ધુલાએ તો તેમણે કાઢેલા શ્રી શત્રુંજયના તીર્થસંઘમાં જે સૂરિ પધારે તો રૂા. ૧૦૧૦૦૧, એમને ચરણે ધરવા, તેમ જ શાહીસન્માન અને બધી સુવિધાઓ પ્રદાન કરવાની પ્રભન યુક્ત ઓફર કરેલી. પણ સૂરિએ નન્નો જ ભયે.
સૂરિ હવે એકાકી જીવન–પંથમાં આગળ વધતા જતા હતા. વિદ્વત્તાને કે સર્વોચ્ચ સ્થાનને એમને ગર્વ ન રહ્યો. ક્રોધને એમણે દૂર હડસેલી દીધો હતો. આત્મગુણ વિરોધી કઈ વલણ એમના વર્તનમાં જોવા ન મળે. એજ કરુણામય, નિસર્ગસુલભ પ્રાંજલ વ્યક્તિત્વ, એજ ધૂની, મસ્ત, આત્મનિમગ્ન અવધૂત!
જીવનનો ઉત્તરાર્ધ એમણે ભૂજ પુરની પિશાળમાં જ વિતાવ્યું. એમના નિવાસથી ભૂજપુર મંગલધામ બની ગયું. લેક તેને “ શ્રી પૂજ્યજીવાળું ભૂજપુર” એ રીતે ઓળખાવતા. પિતાની પિશાળમાં પસંદ કરેલા ઓરડામાં જ સૂરિ અંતર્મુખ થઈને જીવન યાપન કરતા. સત્કાર અને સન્માનનાં સંભવિત વાતાવરણ ટાળવા સૂરિએ “માનસ શાસ્ત્રીય ઉપાયો” પણ યોજેલા. સૂરિને ચિત્તભ્રમ થઈ ગયેલ છે એવું માનનાર માટે એમના અંતરંગ મિત્રોનું વિધાન ધ્યાન આપવા ગ્ય છે. | મુનિ કલ્યાણચંદ્રજીએ “સમયધર્મ” (વર્ષ ૧૭, અંક ૪-૫) માં સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તેમને (જિને. દ્રસાગરસૂરિજીને) તથારૂપ ઘણા ઓછા પારખી શક્યા છે. રાત્રિ-દિવસ એમની સાથે રહેનારાઓમાંના ઘણું જ ઓછા પારખી શક્યા છે, તે બીજાઓનું કહેવાનું ક્યાં રહે છે!
એવા દિવ્ય પુરુષને એમના કહેવાતા ભક્તો ઓળખી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેન્દ્રસાગરસૂરિ
[ ૧૫
શક્યા કે બીજાને ઓળખવા ન દીધા. સાથે વસનાર પણ એમ જ માનતા કે એમનું મગજ ઠેકાણે નથી; એમનું હૃદય મુંઝાઈ ગયું છે. એમ જે માનતા હોય તે બીજાઓને મહાપુરુષ તરીકે ઓળખાવી પણ શી રીતે શકે?”
વિ. સં. ૧૯૯૦ ના ચૈત્ર માસમાં સૂરિએ કછ-તેરામાં ખેતશીભાઈને પિતાના શિષ્ય તરીકે સ્થાપીને તેમનું ક્ષમાનંદજી એવું નામાભિધાન કરેલું. આ દત્તક-વિધાન મહેસવ પછી સૂરિ કઈ જાહેર પ્રસંગમાં જોવા ન મળ્યા. સૂરિ પતે કરછમાં શ્રીજી મહારાજ તરીકે સવિશેષ ઓળખાતા હોઈને ક્ષમાનંદજી પણ એજ બિરુદથી બધે ઓળખાતા રહ્યા. ક્ષમાનંદજી શ્રીજી મહારાજે પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંચલગચ્છને વિશિષ્ટ નેતૃત્ત્વ પૂરું પાડ્યું. જૈનસંઘમાં ખ્યાતનામ સફળ જેન વિધિકાર તરીકે તેઓ પંકાયા. પોતાના ગુરુની સ્મૃતિમાં તેમણે ભૂજ પુમાં હાઇસ્કુલ તથા મહિલા બાલ કલ્યાણ કેન્દ્ર માટે રૂ. ૬૦૦૦૦)ની નાદર સખાવત કરી. ધુળીઆનું વિદ્યાર્થીગૃહ પણ તેમની પ્રેરણાનું જ ફળ છે. ઉક્ત ત્રણે સંસ્થાઓમાં જિનેન્દ્રસાગરસૂરિનું નામ જોડવામાં અાવ્યું છે. વિ. સં. ૨૦૨૭ ના ફાગણ વદ ૩ ના દિને ક્ષમાનંદજી ભુજપુરમાં કાલધર્મ પામ્યા. તેઓ પોતાના શિષ્યપદે મોતીલાલજી શ્રીજી મહારાજને સ્થાપી ગયા છે, જેઓ સાહિત્ય-પ્રેમી છે. પોતાના ગુરુ તથા દાદાગુરુની સ્મૃતિમાં તેઓ સાહિત્ય-પ્રકાશનની મેટી જન ઘડવાનું વિચારી રહ્યા છે. ટૂંકમાં, ચરિત્ર-નાયકની શિષ્ય-પરંપરામાં થયેલા શ્રીજી મહારાજે પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર સાંપડ્યા છે.
જિનેન્દ્રસાગરસૂરિએ પિશાળને બધે વહીવટ પિતાના શિષ્ય ક્ષમાનંદજીને ભળાવી દીધો. પછી સત્તાવીશ વર્ષ લગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
કચ્છના તિર્ધર આચાર્ય
કઈ અને કેટલી રકમ ક્યાં છે, એ વિશે અક્ષર પણ ઉચ્ચારેલે નહિ. ઉલટાનું બધી જવાબદારીઓ સેંપીને એમણે નિરાંતને દમ લીધેલ ! પાછળથી ક્ષમાનંદજીએ પિશાળમાં છેડો ફેરફાર કર્યો. સૂરિ બે લ્યા કે—“આવડી મટી જગ્યા શા માટે જોઈએ? ઝૂંપડી હોય તોય ચાલે. થોડી જમીન અને સંથારે આટલી જ માણસની સાચી જરૂર. છાશ-રોટલે એ તો કેને નથી મળતો? આ જંજાળ શી?” આમ જીવનની પ્રત્યેક કિયા અને પ્રક્રિયામાં સૂરિજી અણિશુદ્ધ સાદાઈ અને નિસના જીવનભર સાચા પ્રતિનિધિ બની રહ્યા.
તેરમે વર્ષે પચીસ દિવસની સામાન્ય માંદગી ભોગવી. તા. ૭-૧૨-૧૯૪૭: વિ. સં. ૨૦૦૪ ના કારતક વદી ૧૦ ને રવિવારે સાંજે ચરિત્રનાયકે પિતાની પિશાળમાં આ ફાની દુનિયામાંથી અંતિમ વિદાય લીધી. સંઘે આ મહાપુરુષની શાનદાર અંત્યેષ્ટિ કરી. એમની ચિર વિદાયથી જૈન સંઘ, ખાસ કરીને સમગ્ર છે અને અંચલગ છે તિર્ધર આચાર્યને ગુમાવ્યા અંચલગચ્છને માટે એમની વિદાય વિસમી બની; કેમ કે જિનેન્દ્રસાગરસૂરિને પાટ આજ દિવસ પર્યત ખાલી જ રહ્યો. અંચલગચ્છની તવારીખમાં આ અભૂતપૂર્વ ઘટના ગણાય, પરંતુ એ હકીકત છે!! જિનેન્દ્રસાગરસૂરિના જન્મ-શતાબ્દીના આ વર્ષમાં આપણે સૌ પ્રાથએ કે કઈ મેઘાવી વિભૂતિ અંચલગચ્છના પાટ પર બિરાજવા શક્તિમાન બને !!
— જી - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
અચલગચ્છના પ્રથમ શ્રાવક શ્રેષ્ઠી યોાધન ભણશાલી
જૈન શ્વેતામ્બર સંધ જે સ્વરૂપમાં આજે વિદ્યમાન છે એ સ્વરૂપના નિર્માણમાં અ'ચલગચ્છના હિસ્સા ઘણા જ મહત્ત્વપૂર્ણ રહ્યો છે. તેની સ્થાપનાને આજે નવેક શતાબ્દીનાં વહાણાં વાઈ ગયાં, જે દરમિયાન ધર્મદ્યોતનાં અનેક કાર્યા થયાં; સામાજિક તેમ જ સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પિરવતના જોવા મળ્યાં; સાહિત્ય અને કળાના ક્ષેત્રે અભિનવ સિમાચિહ્નો રોપાતાં ગયાં; દેશે રાજકીય ક્ષેત્રે ઉથલપાથલા જોઇ. એ બધી શકવિર્ત ઘટનાએમાં અચલગચ્છનું પ્રદાન પણ મોટું હતું. આ ગચ્છની સતામુખી અને જવલંત કારકિર્દીની યથાચિત નોંધ વિના જૈનસંઘના ઇતિહાસ અપૂણું જ ગણાય. આ ગચ્છના યાતિ ધરાની ધર્મપ્રવૃત્તિ સાથે સમાજ, શિક્ષણ અને સાહિત્યજીવનનાં મુખ્ય ક્ષેત્રોને આવરી લેતાં પરિબળા સલગ્ન હાઇને એની તવારીખ પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના વિશિષ્ટ અધ્યાય અને એવી ક્ષમતા ધરાવે છે. ગચ્છની આવી ગૌરવમૂલક યશેાગાથા માટે અચલગચ્છ-પ્રવત્ત`ક તરીકે આરક્ષિત સૂરિજીને જેટલા યશ મળ્યા એટલે જ યશ ગચ્છના સૌ પ્રથમ શ્રાવક તરીકે યશેાધન ભણશાલીને પણ મળી શકે એની કાણુ ના પાડી શકે?
આ રક્ષિતસૂરિ અચલગચ્છના આદર્શોના પ્રવર્ત્તનકાર હતા, તેા યશેાધન ભણશાલી એ આદર્શને કાર્યાન્વિત કરનાર શિલ્પી. એક ત્યાગી હતા તેા બીજા કઠ. એમના યુગની અને આકાંક્ષાઓની પૂર્તિરૂપે એમના દ્વારા
આવશ્યકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છનો પ્રથમ શ્રાવક અંચલગચ્છનો આવિર્ભાવ થયે હોઈને બેઉનું મિલન ગચ્છની તવારીખમાં યાદગાર બની ગયું.
યશોધનના પૂર્વજો વિશે ભટ્ટમાંથી અનેક બાબતો જાણવા મળે છે. અહીં તે અગત્યની જાણકારી જ પ્રસ્તુત છે. મૂળ તેઓ પરમાર વંશના રાજપૂત. વિ. સં. ૪૮૪ માં એમના પૂર્વજ પ્રતાપમાં ઉજજેનનગરીના રાજવી હતા. એકદા તેઓ વનમાં શિકાર કરવા ગયેલા. ચંદ્રગચ્છના રત્નદેવસૂરિ વનમાં કાઉસગ્નધ્યાનમાં હતા. તેમને જોઈને રાજા વંદન કરીને ધર્મ વાર્તા સાંભળવા ત્યાં બેઠો. સૂરિએ તેને જીવહિંસા કરવાથી નર્કગતિ પ્રાપ્ત થાય તે સંબંધક દષ્ટાન્ડે આપ્યા. રાજા તેમના ઉપદેશથી પ્રભાવિત થયે. પોતે નિ:સંતાન હોવાની વાત તેણે સૂરિને કહી. સૂરિએ તેને ધર્મારાધન કરવા કહ્યું. રાજાએ આઠ ઉપવાસ કરીને ભવાની દેવીની આરાધના કરી. દેવી પ્રસન્ન થયાં. દેવીના વરદાનથી રાજાને પુત્ર-પ્રાપ્તિ થઈ. એટલે રાજાએ ગુરુના પગ પકડીને કશુંક માગવાનું કહ્યું. ત્યાગી ગુરુ શું માગે? રાજાનો આગ્રહ જોઈને માગ્યું કે “તમે અમારા શ્રાવક થાઓ.” સૂરિના ઉપદેશથી પ્રતિબંધિત થઈને રાજાએ જૈનધર્મ અંગીકાર કર્યો; શ્રી શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર, સમ્મતશિખર વગેરે તીર્થોની યાત્રાઓ કરી. ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ છે કે રાજાએ સંઘ સહિત યાત્રાઓ કરી, જેમાં વીસ હજાર સેજવાલે હતા. તીર્થસંઘેમાં તેણે પચીસ લાખ મુદ્રિકાઓ ખરચી. એમના વંશમાં કેટલીક પેઢીઓ બાદ જૈનધર્મ વિસરાઈ ગયે.
રાજા પ્રતાપમલના વંશમાં વિજયાજી વિ. સં. ૭૯૫ માં ભિન્નમાલમાં થયા, જેમને ઉદયપ્રભસૂરિએ પ્રતિબોધ આપીને જૈનધર્માનુયાયી કર્યા. ભટ્ટગ્રન્થો વિશેષમાં નોંધે છે કે તેઓને
શ્રીમાલીવંશમાં સ્થાપવામાં આવ્યા. ગૌતમગાત્રથી ઓળખાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશાધન ભણશાલી ભિન્નમાલની પૂર્વ દિશામાં સમરસંઘપાડામાં તેઓ રહેતા હતા. ત્યાંના શ્રી શાંતિનાથ જિનાલયને વહીવટ તેઓ કરતા. ત્યાંના મેટા વેપારીઓમાં એમની ગણના થતી હતી. તેઓ ચાર કરોડના આસામી હતા. એ વખતે ભિન્નમાલમાં ભાણા રાજાનું રાજ્યશાસન હતું. રાજાને અનેક રાણીઓ હતી, પરંતુ તે નિઃસંતાન હોવાથી તેણે ઉપકેશ નગરના વણિક શ્રેણી જયમલ્લની પુત્રી રત્નાબાઈ સાથે લગ્ન કરીને જેનધર્મ અંગીકાર કરે.
શ્રેષ્ઠી વિજયજીની બે પત્નીઓ આ પ્રમાણે હતી: (૧) વિજયદે (૨) નાગિલદે. એમની વંશ-પરંપરા આ પ્રમાણે છે પુત્ર અમરા–ભાર્યા દેગી. પુત્ર મના–ભાસમલી, પુત્ર વીરાભાવ રામતી, પુત્ર સહદે–ભા. સુહવદે, ૫૦ ગણપતિ–ભા. પદમાદે, પુકોલ્હા-ભાઇ રૂપાદે, પુર કેશવ-ભા રંધાઈ, પુ મા–ભાસનાઈ, પુ. આંબડ-ભા. ધારૂ, પુ. જાગાભાઇ હીરૂ, પુ. વાસા-ભા૦ વરજૂ, ૫૦ સહસા–ભાઇ સાહવી, પુત્ર વધા–ભા. વરૂ ૫૦ સહદે.
ભદ્રગ્રન્થોમાં ઉલ્લેખ છે કે એ અરસામાં ભિન્નમાલની સમૃદ્ધિ પરાકાષ્ટાએ પહોંચેલી. અનેક કટિધ્વજ શ્રેષ્ઠીઓ તેમાં વસતા હતા. તેની જાહોજલાલીથી આકર્ષાઈને વિ.સં. ૧૧૧૧ માં બોડી મુગલ નામના મુસલમાન રાજાએ ભિન્નમાલ પર ચડાઈ કરીને તેને લૂટયું. આ લડાઈમાં અનેક મરાયા અને અનેક નગર છોડીને અન્યત્ર નાસી ગયા. એ ચડાઈ પછી ભિન્નમાલની આબાદી પર પડદો પડી ગયો. ભટ્ટગ્રન્થત બેડી મુગલ કેણુ હતો? ક્યાને રાજા હતો? એની ચડાઈનું રાજકીય મહત્ત્વ શું હતું? ઈત્યાદિ વિશે કશું જ પ્રકાશમાં આવ્યું નથી. માત્ર ભટ્ટોની વહીઓમાંથી જ આ બધું વર્ણન પ્રાપ્ત થાય છે. ભિન્નમાલ વિશે આ બાબત ઘણું જ મહત્ત્વપૂર્ણ ગણાય, પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૪ ]
અંચલગચ્છનો પ્રથમ શ્રાવક આ બધી બાબતેને એતિહાસિક સરાણે ચડાવવાનું કેઈને સૂઝયું જ નથી. ભિન્નમાલના ચાર ભંગ થયા છે તે પૈકીને એ અંતિમ ભંગ હશે એમ અનુમાન કરી શકાય.
ગમે તેમ, પ્રસ્તુત સંદર્ભમાં આ હકીકત એટલા માટે અગત્યની છે કે ચરિત્રનાયકના દાદા સહદે ઉક્ત ચડાઈ વખતે ત્યાંથી ઉચાળા ભરીને ગુજરાત અંતર્ગત ચાંપાનેર નિકટના ભાલેજ ગામમાં આવીને વસ્યા. ભિન્નમાલને નાશ થતાં લાખે લેકે આવી નિરાધાર દશામાં મુકાઈ ગયા હતા. ભિન્નમાલ ગુજરાતની જૂની રાજધાનીઓમાંનું એક હાઈને, તેમ જ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર હાઈને લકે ત્યાંથી નાસતી વખતે ગુજરાત તરફ જ નજર દોડાવે એમાં આશ્ચર્ય શું? શ્રેષ્ઠી સહદેની જેમ લાખ લોકેની વણજાર તળ ગુજરાતમાં ઉતરવા લાગેલી.
શ્રેષ્ઠી સહદે ભાલેજમાં કરિયાણાના વેપારી હોવાથી તેઓ ભણશાલી તરીકે પ્રસિદ્ધ થયા. સહદેની પત્નીનું નામ સન્. તેને ભૂજબલ નામે પુત્ર અવતર્યો. ભૂજબલની પત્નીનું નામ સુહવદે. તેના બે પુત્રે આ પ્રમાણે થયાઃ (૧) યશોધન (૨) સમા.
ચરિત્રનાયકની જીવન-સૌરભનું નિરૂપણ કરતાં પહેલાં આ વંશના કેટલાક પ્રસિદ્ધ પુરુષોનાં કાર્યોના અ૫ ઉલ્લેખ અહીં પ્રસંગચિત ગણાશે. આ વંશના મંત્રી સલાખુએ જૂનાગઢમાં શ્રી આદિનાથને શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યું તથા પાટણમાં ચેર્યાસી પૈષધશાળાઓમાં ક૯૫–મહોત્સવ ઉજવીને ઘણું ધન વાપર્યું. વિ. સં. ૧૫૬૦ માં વૈશાખ શુદિ ૩ ને બુધવારે મંત્રી વાઘાએ ભાવસાગરસૂરિના પટોત્સવ પ્રસંગે માંડલમાં પચાસ હજાર મુદ્રિકાઓ ખરચી. સંઘવી
ભામાના ભાઈ ભાણાના સંતાનો કચ્છી ઓશવાળે થયા. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી વિશળદેવ રાજાના કારભારી હોવાથી વિસરીઆ મેતા કહેવાયા. વિ. સં. ૧૨૩૬ માં બરડા ડુંગર પાસેના ધુમલી નગ રમાં થયેલા જેતા શ્રેષ્ઠીએ દોઢ લાખ ટંક ખચીને મેટી વાવ બંધાવી હતી, જે જેતાવાવ તરીકે પ્રસિદ્ધ હતી. તેને ધુમલીના વિક્રમાદિત્ય રાજા તરફથી ઘણું માન મળ્યું હતું. આ વંશમાં કચ્છમાં થયેલા સપૂતોએ અનેક દેશતેડાં અને ધૃતલહાણ કરીને નામના કાઢી હતી. વિ સં. ૧૨૯૫ માં રીડાએ શ્રી શંખેશ્વરતીર્થને ઉદ્ધાર કરાવ્યું હતું. આ વંશમાં કેટલાક પુરુષે રાજ્યમાં મેટે હોદ્દો ધરાવતા હેઈને તેમને પરિવાર મહેતા ગેત્રથી પ્રસિદ્ધ થયે. આમ આ વંશમાં અનેક પ્રતાપી પુરુષ થઈ ગયા છે, જેમનાં કાર્યો વિશે ભટ્ટગ્રન્થમાંથી પ્રચુર પ્રમાણમાં મહત્ત્વપૂર્ણ હકીકતો ઉપલબ્ધ થાય છે. અહીં તો આટલો અલ્પ ઉલેખ જ પર્યાપ્ત થશે.
યશોધન ભણશાલીના અંગત જીવન વિશે પણ પ્રાચીન ગ્રન્થોમાંથી સારી એવી માહિતી ઉપલબ્ધ થાય છે. તેણે ત્રણ પત્નીઓ આ પ્રમાણે હતીઃ (૧) જાસલદે (૨) સોની (૩) માની. પહેલી પત્નીથી તેને રંગા નામે પુત્ર થયે. બીજી પત્નીથી સહસા અને આના નામે બે પુત્રો તથા મકાઈ નામે પુત્રી થયાં. ત્રીજી પત્નીથી લખમણ અને લુણા નામે બે પુત્ર અવતર્યા. યશેધને તેના પુત્ર આનાને આનાદે નામની કન્યા સાથે પરણાવ્યું હતું, જેની પુત્રી લક્ષમીવતીને ઓશવાળ જ્ઞાતિમાં, એશિયાનગરીમાં રાજા ભાણાના વંશજ મંત્રી પદમશી વેરે પરણાવી. મંત્રી પદમશી પાછળથી શંખેશ્વર નગરમાં જઈને વસ્યો. તેને છાહિલ નામે પુત્ર થયો. યશોધનના પુત્ર આનાને સંતાન ન હોવાથી તેણે પિતાના દોહિત્ર છાહિલને ખોળે બેસાડેલે. છાહિલને રંગાદે સાથે પરણાવ્યો, જેના પુત્ર યાદવથી એમનો વંશ ચાલે.
અંચલગચ્છના પ્રથમ શ્રાવક યશાધન ભણશાલીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
અંચલગચ્છનો પ્રથમ શ્રાવક
વંશની વહી” પ્રાપ્ત થાય છે. તેમાં ઉક્ત યાદવના વંશજોની ચાર-પાંચ વર્ષોની નામાવલી અને અગત્યની ઘટનાઓની નેધ છે. તેમાં માત્ર યાદવનું જ વંશ-વૃક્ષ હોઈને એવું અનુમાન કરી શકાય છે કે યશોધન ભણશાલીના સીધા વારસ કઈ નહિ હોય. ઉક્ત ભાણ રાજાના વંશજ છાડિલ, જેને યશેધનના પુત્ર આનાએ ખોળે બેસાડેલે તેના વંશજે એમના વારસદાર થયા, અને યશોધનના વંશનું નામ કાયમ રાખ્યું.
યશોધન ભણશાલી શ્રીમાળી જ્ઞાતિને હતો, પરંતુ ઉક્ત છાહિલ ઓશવાળવંશને હાઈને આ વંશમાં શ્રીમાલી અને ઓશવાળ પરંપરાની ભેળસેળ થઈ ગઈ છે. મૂળ તેઓ ગૌતમ ગોત્રના હતા. પરંતુ આ ગેત્ર પણ ઉપર્યુક્ત કારણસર શ્રીમાલી અને ઓશવાળ એ બે વંશમાં વિભક્ત થયું. એની શાખાઓ અને પેટા શાખાઓ પણ એ રીતે બે ભાગમાં વહેચાઈ. તેના વંશજો પણ જુદાં જુદાં ગામ અને નગરોમાં પથરાતાં તેઓ ભિન્ન ભિન્ન જ્ઞાતિઓના અંગરૂપે બન્યા. ઉદાહરણાર્થે મહેતા ગેત્ર તથા વિસરી મહેતા ગોત્ર કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિમાં પણ છે, તે આ વંશના જ વંશજો છે એવી જ રીતે વીસા ઓશવાળ જ્ઞાતિનાં કેટલાંક પેટા ગાત્રે અને ઓડકો દ્વારા પણ કહી શકાય.
અગાઉ જણાવાઈ ગયું તેમ યશોધનના પૂર્વજે પરમાર વંશના રાજપૂત હતા. તેઓ જૈનધર્માનુયાયી બનીને શ્રીમાલી વંશમાં સમ્મિલિત થયા. આ ઘટના વિશિષ્ટ ગણાવી શકાય. ક્ષત્રિયએ જૈનધર્મ અંગીકાર કરતાં તેમને સૌને ઓશવાળ વંશમાં સ્થાપવામાં આવેલ. આ રીતે એસવાળે મૂળ ક્ષત્રિય વંશના જ ગણાય છે. કિન્તુ શ્રીમાલીઓમાં પણ ક્ષત્રિયવંશ
પ્રવેશે છે તેમ ઉક્ત ઘટનાથી જાણી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી
- હાલમાં ભાલેજનગર ગામડામાં ફેરવાઈ ગયું છે, કિન્તુ એ સમયે તે મોટું શહેર હતું. યશોધનની ગણના પ્રાચીન ગ્રન્થમાં ધનાઢ્ય પુરુષ તરીકે છે, એટલે એ જ્યાં વેપાર કરતો હોય તે નગર હાલની સ્થિતિનું ભાલેજ હોય એમ માની શકાય એમ નથી.
યશોધનની કારકિર્દીને રજૂ કરતું એક પ્રાચીન કાવ્ય પણ ઉપલબ્ધ થાય છે. પ્રસિદ્ધ પુરુષ વિશે પહેલાં તેમના ગુણકીર્તનરૂપે આવાં કાવ્યો રચાતાં, અને લોકસાહિત્યની પેઠે અનુગામી પેઢીઓને તે વારસામાં મળતાં. લેકજીભે ચડેલાં આવાં કાવ્યની ભાષામાં પણ સમાચિત પરિવર્તન થતાં, એટલે આવા સાહિત્યનું પુરાણાપણું દૂર ને દૂર હડસેલાતું જતું. નિનૈક્ત કાવ્યનું પણ એવું જ થયું છે. વાંચનારને એમ જ લાગે કે એ સાંપ્રત કૃતિ જ હશે. વાસ્તવમાં આ કાવ્ય ઘણું જૂનું છે. અલબત્ત, જૂની ભાષામાં તે મળી શકતું નથી એ હકીકત છે. જૂની વહીઓમાંથી પણ એના અશુદ્ધ અવતરણે તે સાંપડે જ છે. કાવ્યનું પરિમાર્જિત સ્વરૂપ આ પ્રમાણે છે
ભલું નગર ભાલેજ વસે ભણશાલી ભૂજબલ, તારા પુત્ર જયવંત જશોધન નામે નિરમલ. પાવે પરવત જાત્ર કામ આવીઆ ગહગટ્ટી, નમી દેવી અંબાવી આવી રહીઆ તલહટી. આવી આ સુગુરુ એહવે સમે આર્યરક્ષિતસૂરિવર, ધન ધન જશોધન પય નમી ચરણ નમે ચરિત્રધર. ૧ ધરી ભાવ મન શુદ્ધ બુદ્ધિ પય પ્રણમે સહિ ગુરુ, આજ સફલ મુજ દિવસ પુણ્ય પામીએ ક૯૫તરુ. જન્મ-મરણ ભયભીતિ સાવયવય સાખે,
સમકીત મૂલ સુસાધુ દેવગુરુ ધર્માહ આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
--
-
-
અંચલગચ્છને પ્રથમ શ્રાવક પરિહરી પાપ શુભ આચરે ધરે ધ્યાન ધર્મનું મહેતા, એ શ્રીમાલી ધુરસખા ધન ધન જશોધન એ સખા. ૨
આર્ય રક્ષિતસૂરિ અને યશેધનના સમાગમને અનુલક્ષીને ઉક્ત બે કંડિકાઓ રચાઈ છે. કાવ્યની બીજી કંડિકાઓ હશે કે કેમ એ કહી શકાતું નથી. કદાચ યશોધનનાં કાર્યોનું વર્ણન પછીની કંડિકાઓમાં હોય પણ ખરું. હાલમાં તે આ બે કંડિકાએ જ ઉપલબ્ધ બની શકી છે.
યશેધન આર્ય રક્ષિતસૂરિના સમાગમમાં ક્યારે અને કઈ રીતે આવ્યો? એ સમયે જૈનસંઘની સ્થિતિ કેવી હતી? એ યુગની આવશ્યક્તાઓ અને આકાંક્ષાઓ શું શું હતી? ઈત્યાદિ બાબતે વિશે જણાવવું અહીં પ્રસ્તુત છે એ બધી જાણકારી વિના અંચલગચ્છના પ્રાદુર્ભાવની મહત્તા સમજી શકાશે નહિ.
અંચલગચ્છ-પ્રવર્તકજીએ માત્ર પાંચ જ વર્ષની નાની વયે દીક્ષા અંગીકાર કરીને ગુરુ જયસિંહસૂરિ પાસે જેનતને અભ્યાસ શરૂ કર્યો. દશવૈકાલિકસૂત્રની એક ગાથાએ એમના મનમાં પ્રશ્નોને વંટોળ જન્માવ્યા. ગાથામાં સચિત્ત પાણીને નિષેધ હતું, જ્યારે ઉપાશ્રયમાં તે સચિત્ત પાણીનાં માટલાંઓ ભરેલાં હતાં, એટલે શિષ્ય ગુરુને પૂછે છે કે આમ કેમ? ગુરુ સમજાવે છે કે આ યુગમાં એ ક્રિયાઓ ન ચાલે શિષ્ય પૂછે છે કે એ કિયા આચરવાથી લાભ થાય કે નુકશાન ? વિશેષમાં એ કહે છે કે –“જે આપની આજ્ઞા હોય તે હું ચારિત્ર માગને સ્વીકાર કરીને શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરું.” ગુરુ શિષ્યની ભાવનાને પ્રશંસે છે. શિષ્યને પાંચ અન્ય શિષ્યોને પરિવાર સંપીને ભિન્ન વિહરવાની આજ્ઞા પણ આપે છે, અને એ રીતે અંચલગચ્છ–પ્રવર્તકજીના જીવનમાં નવા અધ્યાયનો
શુભ પ્રારંભ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશેાધન ભણશાલી
એ યુગ ચૈત્યવાસીઓના પ્રાબલ્યને હતો. તેમણે જૈનસંઘમાં શિથિલાચારનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. ચૈત્યવાસીઓને રાજ્યાશ્રય મળવાથી તેમનું વર્ચસ્વ વધુ ને વધુ દઢ થતું જતું હતું. વનરાજ, ચગરાજ, ક્ષેમરાજથી તે ઠેઠ સામંતસિંહ સુધીના ચાવડા વંશના રાજાઓ ચૈત્યવાસી સાધુએને રાજ્યગુરુ તરીકે માનતા હતા. પાટણની ગાદી ઉપર રાજ કરતા દુર્લભરાજના સમયમાં એમ બન્યું કે જિનેશ્વરસૂરિએ રાજસભામાં જઈ રાજાના સરસ્વતી ભંડારમાંનું જૈન મુનિએના આચારના સ્વરૂપને દાખવતું દશવૈકાલિકસૂત્ર મંગાવીને ચૈત્યવાસીઓને આચાર તે શુદ્ધ મુનિ–આચાર નથી અને પોતે જે ઉગ્ર અને કઠિન આચાર પાળે છે તે જ શાસ્ત્ર-સંમત છે એમ બતાવી આપ્યું, તેથી દુર્લભરાજે તેમને “ખરતર” એવું બિરુદ આપ્યું. એ પછી ચૈત્યવાસીઓનું જોર નરમ પડતું ગયું. | સુવિહિત મુનિઓને બધે વિહાર શરૂ થયે, કિન્તુ સુવિહિત પરંપરાની પ્રતિષ્ઠાનું કાર્ય તે બાકી જ હતું. આ કાર્ય માટે આર્યરક્ષિતસૂરિ જીવનભર મચ્યા. શિથિલાચારને નિર્મૂળ કરીને સુવિહિત–માર્ગની શાસનમાં પુનઃ પ્રતિષ્ઠા કરાવવી એ સમાન ભૂમિકાને આધારે નૂતન ગચ્છ-સૃષ્ટિનાં મંડાણ થયાં, જેમાં ખરતરગચ્છ, અંચલગચ્છ અને તપાગચ્છ પ્રમુખ છે. ચૈત્યવાસીઓએ જનસંઘમાં અવિધિ કરેલો તેની જગ્યાએ વિધિની પ્રસ્થાપના કરવા આ ત્રણે ગરછાએ જબરે પુરુષાર્થ આદરેલે, એટલે એ ગરછને પર્યાય રૂપે વિધિપક્ષ તરીકે પણ ઓળખાવવામાં આવતા હતા.
અંચલગચ્છની સ્થાપના થઈ એ પહેલાં આર્ય રક્ષિતસૂરિ– એ સમયે વિજયચંદ્ર ઉપાધ્યાય—પાંચ મુનિઓ સહિત લાટ દેશમાં ઉગ્રવિહાર કરતા રહ્યા. તેઓ શુદ્ધ આહાર માટે બધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક ફર્યા, કિન્તુ તેની પ્રાપ્તિ ન થતાં તેઓ પાવાગઢગિરિ ઉપર શ્રી વીરપ્રભુના જિનપ્રાસાદમાં દર્શન કરીને ત્યાં સાગારિક અણુશણ વ્રત લે છે એક માસ સુધી તપ ચાલે છે. પટ્ટાવલીકાર નેધે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી એમની કઠોર સાધનાને પ્રશંસે છે, જે સાંભળીને ચકેશ્વરીદેવી ગુરુને વંદન કરવા પાવાગઢના શિખર ઉપર પધારે છે. ગુરુના તપથી પ્રભાવિત થઈને તેમને જણાવે છે કે –“અણુશણ કરશે નહિ, ભાલેજનગરથી યશોધન ભણશાલી સંઘ સહિત શ્રી વીરપ્રભુની યાત્રા કરવા કાલે અહીં પધારશે. તમારા આગમત માર્ગની દેશના સાંભળી તે બેધ પામશે. શુદ્ધ આહાર દ્વારા તમારું પારણું થશે.”
દેવીનાં વચનાનુસાર બીજે દિવસે યશોધન ભણશાલી સંઘ સહિત પાવાગઢતીર્થની યાત્રાએ પધાર્યો. એ કાળે પાવાગઢ સુપ્રસિદ્ધ જૈનતીર્થ હતું. યશોધન ગુરુની દેશના સાંભળીને અત્યંત પ્રભાવિત થયે. તેણે શુદ્ધ આહાર દ્વારા તેમનું પારણું કરાવ્યું. ગુરુના ઉપદેશથી પ્રતિબંધિત થનાર સૌ પ્રથમ શ્રાવક તરીકે અંચલગચ્છના ઇતિહાસમાં એ વિરલ કીર્તિ પામે. તેના આગ્રહથી ગુરુ સંઘ સાથે ભાલેજમાં પધાર્યા.
પટ્ટાવલીકાર નોંધે છે કે યશેધન ભણશાલીએ વિજયચંદ્ર ઉપાધ્યાયના ગુરુ જયસિંહસૂરિને આગ્રહપૂર્વક ભાલેજમાં તેડાવ્યા અને તેમની ભાવથી ભક્તિ કરી. ભાજસંઘના આગ્રહથી વિ. સં. ૧૧૬૯ માં વૈશાખ શુદિ ૩ ના દિને ગુરુએ વિજયચંદ્ર ઉપાધ્યાયને આચાર્યપદ પ્રદાન કરીને તેમનું આર્ય રક્ષિતસૂરિ એવું નામાભિકરણ કર્યું. આ રીતે આર્ય રક્ષિતસૂરિના આચાર્યપદ પ્રદાનમાં પણ શ્રેષ્ઠી યશોધન નિમિત્તરૂપ બન્ય.
યશોધને આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી ભાલેજનગરમાં ભરત ચક્રવર્તિની યુક્તિ જેવું શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશેધન ભણશાલી
૧૧ જિનાલય બંધાવ્યું. પટ્ટાવલીકાર ક્ષેત્રપાલ વ્યંતરના ઉપદ્રવને વૃત્તાંત વિસ્તારથી વર્ણવે છે. અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં વર્ણન છે કે અધિષ્ઠાયક વ્યંતરદેવ રાત્રે જિનાલયના પાયાને હાડકાં નાખીને પૂરી દેતો હતો. આ વિક્વનું નિવારણ કરવા યશોધને આર્ય રક્ષિતસૂરિને વિનંતી કરી. ગુરુએ આકર્ષિણ વિદ્યાથી વ્યંતરને પિતાની પાસે તેડાવ્યા અને વિધ્ર કરવાનું પ્રયેાજન પૂછયું. વ્યંતરે સૂરિને કહ્યું કે –“ભગવદ્ ! હું આ ભૂમિનો અધિષ્ઠાતા છું. મને નિવેદ વગેરે આપ્યા વિના જ યશેલને જિનાલયનાં કામને આરંભ કર્યો છે. એના અનાદરથી કપ પામીને મેં વિઘ નાંખ્યું છે.” વ્યંતરની તુષ્ટિ માટે યશેધને નિવેદ આદિ ધર્યું, તેની ચાર હાથવાળી મૂર્તિ સૂચિત જિનમંદિરના દ્વારની ભીંતમાં સ્થાપન કરી, એટલે વ્યંતર પ્રસન્ન થયું. આ રીતે વિન્નનું સૂરિએ નિવારણ કર્યું.
જિનાલયના પ્રતિષ્ઠા-મહત્સવમાં યશોધને અનેક સ્થાનેના સંઘેને નિમંત્ર્યા. મેટા આડંબરપૂર્વક પ્રતિષ્ઠાની તૈયારીઓ થઈ. આર્યરક્ષિતસૂરિએ આગમને આધાર ટાંકીને સમજાવ્યું કે પ્રતિષ્ઠા-વિધિ એ સાધુઓનું નહિ પણ શ્રાવકેનું કર્તવ્ય છે. એ સમયમાં સાધુઓ જાતે પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવતા હાઈને સૌને આ વાત નવી લાગી. યશેલને આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી શ્રી આદિદેવપ્રભુના બિબની પ્રતિષ્ઠાવિધિને પ્રારંભ કરતાં ત્યાં ઉપસ્થિત રહેલા આચાર્યોમાં હલચલ મચી ગઈ “લઘુ શતપદી”માં વર્ણન છે કે આ પ્રતિષ્ઠાવિધિ અટકાવવા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ, અશાપલ્લી ગચ્છના મલયચંદ્રસૂરિ તથા પિપ્પલગચ્છને શાંતિસૂરિ વગેરે મોટા આચાર્યો જોરશોરથી પિકારવા લાગ્યા કે “આ વળી નવું ડામાડોળ શું ઊભું કરે છે?”
આવું ઉગ્ર વાતાવરણ જોઈને પ્રતિષ્ઠા-મહોત્સવમાં ઉપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક સ્થિત રહેલા મંદઉર, વડેદરા, ખંભાત, નાહપ વગેરેના સંઘે વિચારમાં પડી ગયા કે હવે શું થશે? પટ્ટાવલીકાર જણાવે છે કે તે વેળાએ આ પ્રમાણે ત્રણ વાર આકાશવાણી થઈ “અહો લેકે! આ વિધિમાર્ગ સિદ્ધાન્તાક્ત છે, સર્વ
ક્ત છે, અને શાશ્વત છે, માટે એમાં કોઈએ સંદેહ ન કરે. એમાં બ્રહ્મા પણ વિન્ન કરી શકે એમ નથી.” માનવમહેરામણે એ વાણીને ગગનભેદી નારાઓથી વધાવી લીધી. - ઉક્ત પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે વિ. સં. ૧૧૬૯ માં ભાલેજનગરમાં વિધિસર રીતે અંચલગચ્છની સ્થાપના થઈ. આર્ય રક્ષિતસૂરિએ તે પ્રસંગે જે સામાચારીની ઉદ્ઘેષણે કરી તે નદિત ગચ્છની સિદ્ધાન્ત–પીઠિકા બની. વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં ગચ્છપ્રવકે આગમેક્ત માર્ગની પ્રરૂપણ કરી અને એ સાથે જ નૂતન ગચ્છને આવિર્ભાવ થયે.
ગચ્છના સિદ્ધાન્તો આગમશા પર જ આધારિત હોઈને તેમ જ, ચૈત્યવાસીઓએ કરેલી અવિધિઓના પ્રતિકાર રૂપે તે રજૂ કરાયા હોઈને નવોદિત ગચ્છ પ્રારંભમાં વિધિપક્ષગચ્છ તરીકે ઓળખાયે. એ પછી સિદ્ધરાજ જયસિંહ, આર્ય રક્ષિતસૂરિ પોતાના વચનમાં અચળ રહ્યા હોવાથી એમના ગચ્છને અચલગચ્છ તરીકે ઓળખાવતાં તેનું એ નામ પણ અસ્તિત્વમાં આવ્યું. પરમહંતુ કુમારપાલે વસ્ત્રના છેડા દ્વારા થતી વંદનવિધિ પરથી ગચ્છનું અભિનવ નામ “અંચલગચ્છ” આપ્યું, જે નામથી પ્રસ્તુત ગચ્છ સવિશેષ ઓળખાતો રહ્યો.
ગચ્છના ઉપર્યુક્ત નામાભિકરણ સંબંધમાં મહારાજા સિદ્ધરાજ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમ જ મહારાજા કુમારપાલ સંબંધમાં વિસ્તૃત પ્રસંગે પટ્ટાવલીમાં નિરૂપાયેલા
છે. પરંતુ અહીં તેનું વિવરણ અસ્થાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી
[ ૧૩ યશાધન ભણશાલી અંચલગચ્છની સ્થાપનામાં નિમિત્તરૂપ બન્યું. તેણે ગચ્છના ઉદ્ગમ સમયે ગચ્છપ્રવર્તકના સ્વમુખેથી ઉચ્ચારાયેલા વિચાર અને આદર્શોને ઝીલ્યા. ભાલેજનગર એ મહાન ક્ષણેનું સાક્ષી બન્યું. પટ્ટાવલીકારે આ બધી બાબતોને ગૌરવ અપાવવા કયાંક ચમત્કારિક પ્રસંગોને આશ્રય લીધે છે, કિન્તુ એ બધું પ્રાચીન પટ્ટાવલી–સાહિત્યની શૈલીને અનુરૂપ જ છે. ચમત્કારિક પ્રસંગમાંથી પણ ઐતિહાસિક તારણે તે તારવી શકાય જ છે.
યશાધનના અત્યાગ્રહથી આર્યરક્ષિતસૂરિ ગચ્છ–સ્થાપના પછી સૌ પ્રથમ ચાતુર્માસ ભાલેજનગરમાં જ રહ્યા. ભાલેજનગરને એથી સવિશેષ ગૌરવ પ્રાપ્ત થયું. ચાતુર્માસ બાદ યશોધને સૂરિના ઉપદેશથી શ્રી શત્રુંજયને મોટો સંઘ કાઢીને યાત્રા કરી.
ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ છે કે શ્રેષ્ઠી યશેલને ભાલેજનગરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વિશાળ જિનાલય બંધાવ્યું હતું. ત્યાર બાદ તેણે ભાલેજ નિકટના નાપા પ્રમુખ સાત ગામમાં જિનપ્રાસાદ બંધાવ્યા અને વિ. સં. ૧૧૫માં થયેલા તેના પ્રતિષ્ઠામહેન્સમાં એક કરોડ મુદ્રિકાએ ખરચી. આ બધાં જિનાલયેની પ્રતિષ્ઠાએ પણ આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી થઈ હતી. આ રીતે અંચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે યશોધને શ્રેષ્ઠ
વ્ય બજાવ્યું, અને પિતાનું નામ દીપાવ્યું. અંચલગચ્છના ઈતિહાસમાં એનાં કાર્યોની નોંધ સુવર્ણાક્ષરે લેવાશે. જૈનસંઘના ઈતિહાસમાં મહાન શ્રાવકેની શ્રેણિમાં એનું નામ પ્રથમ પંક્તિમાં મૂકાશે. ચૈત્યવાસીઓના યુગ પર કાયમી પડદો પાડી દેનાર વિકમની બારમી શતાબ્દીમાં થશે ધનનાં ધર્મકાર્યોએ સુવિહિત પરંપરામાં જબરું જેમ જગાવેલું. આગમોક્ત પરં. પરાના હિમાયતીઓને એનાં કાર્યોથી ઘણું બળ પ્રાપ્ત થયેલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક તે કોટ્યાધિપતિ હતો એટલે એનું નામ ચિર સ્મરણીય રહ્યું છે એવું નથી, કિન્તુ તે શુદ્ધ વિધિમાર્ગને માટે ઉપાસક હતો અને કેટલાક ગ્રન્થોના ઉલ્લેખાનુસાર તેણે જ આર્ય રક્ષિતસૂરિને વિધિમાર્ગને પ્રકાશવા માટે આગ્રહ કરતાં વિધિપક્ષગચ્છના આવિર્ભાવ માટે ખ્ય ભૂમિકા સર્જાયેલી.
વિધિપક્ષગચ્છનો પ્રસાર એકાદ દસકામાં તે સમગ્ર પશ્ચિમ ભારતમાં થઈ ગયે. સિદ્ધરાજ જયસિંહને દંડનાયક કપર્દિ પણ આ ગચ્છના અગ્રણે અનુયાયી બન્યો. આર્યરક્ષિતસૂરિ પ્રત્યે મંત્રી કપર્દિએ અપૂર્વ ભક્તિ દાખવી. એની પુત્રી સમાઈએ આર્ય રક્ષિતસૂરિને ઉપદેશ સાંભળીને દીક્ષા અંગીકાર કરેલી. પટ્ટાવલીકારો નોંધે છે કે સમાઈ કરેડના મૂલ્યનાં આભૂષણો ધારણ કરતી હતી. સૂરિના મુખેથી ત્યાગમાર્ગને ઉપદેશ સાંભળીને તેણે બધો વૈભવ ત્યજીને પિતાની પચીસ સખીઓ સહિત બેણપનગરમાં દીક્ષા લીધેલી. સમાઈનું સમયશ્રી એવું નામાભિકરણ કરવામાં આવ્યું. પાછળથી તેઓ “મહત્તરા સાધ્વી”નું ઉચ્ચ બિરુદ પામ્યાં. અંચલગચ્છના તેઓ સૌ પ્રથમ મહત્તરા સાધ્વી થયાં.
મંત્રી કપર્દિ જેમને પટ્ટાવલી સાહિત્યમાં કેડિ ત્યવહારી કહ્યો છે, તેને હેમચંદ્રાચાર્યને પિતાના ખેસના છેડાથી વંદન કરતે જોઈને કુમારપાલે આવા વંદનવિધિ અંગે પૃચ્છા કરેલી. હેમચંદ્રાચાર્યે આ વિધિ શાક્ત છે એમ કહેતાં કુમારપાલે એ સમુદાયને અંચલગરછ એવું નામ આપ્યું. એ નામ આજ પર્યંત ચાલું રહ્યું છે.
એ પછી પારકર અંતર્ગત સુરપાટણના રાજા મહીપાલ, ભિન્નમાલ નિકટના રત્નપુરને રાજવી હમીરજી પરમાર વગેરે નૃપતિઓ તથા મંત્રી ભાટા, મંત્રી ખેતલ જેવા મુત્સદ્દીઓ
અંચલગચ્છના અનુયાયીઓ બનતા ગયા. મંત્રી ભાટા સિદ્ધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી યશોધન ભણશાલી
[ ૧૫ રાજને વિશ્વાસુ હતું. સિદ્ધરાજે તેને સહસ્ત્રલિંગ તળાવના બાંધકામને વરિષ્ઠ અધિકારી નિમ્યો હતો. એની કાર્યદક્ષતાથી પ્રસન્ન થઈને રાજાએ તેને વિ. સં. ૧૧૭૪ માં માતર પાસેનું
ભલેજ ગામ બક્ષિશમાં આપ્યું હતું. એ ગામમાં મંત્રીવયે એક તળાવ અને બાર કૂવાઓ બંધાવ્યાં હતાં. પાછળથી રાજા સાથે કોઈ કારણવશાત્ અણબનાવ થતાં મંત્રી ભાટા મંડપદૂર્ગમાં જઈને વસેલે.
કોંકણ અંતર્ગત પારાપત્તનના કટિવજ શ્રેષ્ઠી દાહડ, જેને સિદ્ધરાજ જયસિંહ સાથે ઘરેબે હતા, તે પણ અંચલગચ્છનો મોટા ઉપાસક બન્યા. શ્રેષ્ઠી દાહડે રાજા સિદ્ધરાજને એક લાખ ટંક મૂલ્યને હીરાજડિત હાર ભેટરૂપે આપેલ અને તેના પુત્ર જેસિંગકુમારને રાજાએ બેટા કહીને બોલાવે ઈત્યાદિ વિશે પ્રાચીન ગ્રન્થોમાં વિગતવાર વર્ણન છે. જેસિંગકુમારે આર્યરક્ષિતસૂરિ પાસે થરાદનગરમાં જઈને દીક્ષા અંગીકાર કરેલી અને તેને જયસિંહમુનિ નામાભિધાન પ્રાપ્ત થયેલું. પાછળથી તેઓ આર્ય રક્ષિતસૂરિના અનુગામી પટ્ટધર થયેલા અને “લક્ષ ક્ષત્રિય પ્રતિબંધક એવું ગૌરવાન્વિત બિરુદ તેમને પ્રાપ્ત થયેલું.
આ રીતે અંચલગચ્છને વ્યાપ કૂદકે ને ભૂસકે વિસ્તરત રહ્યો. અનેક નૃપતિઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીવ એના અનુયાયીઓની પંક્તિમાં ઉમેરાતા ગયા. ત્યાગીઓને પરિવાર પણ વૃદ્ધિગત થતું ચાલ્યું. પટ્ટાવલી અનુસાર આર્ય રક્ષિતસૂરિને ત્યાગી-પરિવાર આ પ્રમાણે હતેઃ ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૨૧૦૦ સાધુ, ૧૦૩ મહત્તરા સાધ્વી, ૮૨ પ્રવત્તિની સાધ્વી, અને ૧૧૩૦ સાધ્વીજીઓ. જયસિંહ સૂરિના આધ્યાત્મિક શાસનમાં તે આ શિષ્ય-પરિવાર અને શ્રાવક સમુદાય દ્વિગુણ થયેલ. ઉત્તરોત્તર અંચલગચ્છની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૬]
અંચલગચ્છને પ્રથમ શ્રાવક ધર્મ–પ્રવૃત્તિમાં નવા નવા તબક્કાઓ આલેખાતા ગયા, જેની તવારીખ સુદી છે. જેનસંઘના ઇતિહાસમાં તે દ્વારા વિશિષ્ટ અધ્યાય આલેખાયે.
યશેાધન ભણશાલી અને આર્યરક્ષિતસૂરિના પાવાગઢની શૃંગ ઉપર થયેલા સુભગ મિલનને એ બધું આભારી હતું. એ શૃંગ ઉપર જ અંચલગચ્છને વિચાર–દેહ ઘડાયે, ભાલેજ નગરમાં તેને આકાર મળે. આ બધી ઐતિહાસિક ઘડીઓના નિર્માણમાં યશોધનને ફાળે ઘણું જ મહત્વપૂર્ણ રહેલે એની કેણ ના પાડી શકે? અંચલગચ્છના પ્રથમ શ્રાવક તરીકે એ ગચ્છના ઇતિહાસમાં એનું નામ અવિચળ રહેશે એમાં સંદેહનથી.
યશાધન કેટલાં વર્ષો ? એ વિશે કે એના પછીના જીવન વિશે ઝાઝું કશું જ જાણી શકાતું નથી. વિ. સં. ૧૧૫ માં એણે એક કરોડ મુદ્રિકાઓ ખરચીને આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી ધર્મકાર્યો કર્યાં એ વિશે પ્રમાણગ્રન્થમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. એ પછી પણ એ જ હશે એમ અનુમાન કરી શકાય છે. ગમે તેમ, પિતાના જીવનની અંતિમ સંધ્યાએ તે અંચલગચ્છને સ ગીન પાયા પર મુકાયેલે જોઈને આ ફાની દુનિયા છેડી ગયે હશે. પિતાના જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય ફળીભૂત થયેલું જોઈને તેણે જીવનની ધન્યતા માણું હશે, માનવભવની ઇતિ કર્તવ્યતા અનુભવી હશે એ ચોક્કસ છે. એના વંશજોએ પણ એનાં ધર્મકાર્યો જારી રાખ્યાં હતાં એ વિશે પણ સ્પષ્ટ પ્રમાણે સાંપડે છે. અંચલગરછ આ શ્રાવક-શિરોમણિ અને એના બડભાગી વંશજો માટે ગૌરવની લાગણી અનુભવે છે. યશેધનનાં કાર્યો આજની વિકટ ઘડીએ અંચલગચ્છના ઉત્થાન માટે પ્રેરણા સ્ત્રોત બને એજ અભ્યર્થના!
– તું --
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટવંશ—વિભૂષણ મંત્રીશ્વર વિમલ શાહ
આમ તે વિસનાં કાર્યોને કણ ભૂલ
ગૂર્જરેશ્વર ભીમદેવના દંડનાયક તરીકે અનેક યુદ્ધો લડીને ગુજરાતની સીમા વધારનાર, તેમ જ આબૂ ઉપર કલાત્મક જિનપ્રાસાદ બંધાવીને ગુજરાતની કીર્તિને સંસારભરમાં ફેલાવનાર મંત્રીશ્વર વિમલ શાહને કણ ભૂલી શકે? જેનઇતિહાસમાં એનાં કાર્યો સુવર્ણાક્ષરે લખાશે. વિમલમંત્રી આમ તો વિદ્યાધરગચ્છને શ્રાવક હતે. એ ગરછ અંચલગચછને પ્રાદુર્ભાવ થતાં, તેમાં ભળીને વલ્લભીશાખા કે વલ્લભીગચ્છ એવા નામે પટાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયે. એટલે અંચલગચ્છીય સાહિત્યમાં તે વિમલમંત્રીને “અંચલગચ્છીય શ્રાવક-શિરેમણિ”, “વિમલ વિધિપક્ષમાં સવા”, “વિધિપક્ષ-શ્રાવકકુલ-તિલક” વગેરે ઉપમા અપાઈ છે, જે ઉપર્યુક્ત સંદર્ભમાં ઉપયુક્ત ગણાશે.
વિમલમંત્રી વિશે પ્રાચીન રાસાઓ, પ્રબંધ આદિ સાહિત્યમાંથી ઘણું ઘણું જાણી શકાય છે. અંચલગચ્છીય-સાહિત્યમાં પણ એના વિશે પ્રચુર પ્રમાણે ઉપલબ્ધ થાય છે. અલબત્ત, એ બધું અપ્રકટ સ્વરૂપે રહ્યું હોઈને તેની હકીકત ઉપર ઝાઝે ઉહાપેહ ન થાય એ સ્વાભાવિક છે. અહીં અંચલગચ્છીય સાહિત્યને આધારે વિમલમંત્રીને પરિચય પ્રસ્તુત છે.
વિમલમંત્રીના પૂર્વજ શ્રેષ્ઠી નરસિહ વિશે અંચલગચ્છની પટ્ટાવલીમાં આ પ્રમાણે ઉલલેખ છેઃ કાશ્યપગેત્રીય, પ્રાગ્વાટવંશીય તે શેઠ શ્રીમાલનગરમાં વસતે હતે. બાર કરેડ દ્રવ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટવંશ-વિભૂષણ તે આસામી હતે. એનું રહેણુક ગઢની અંદર હતું. પાસે કાલિકાદેવીનું મંદિર હતું. તેનાથી આશાતના થવાથી દેવીએ તેને કેઢિયે કર્યો. પ્રભાવક આચાર્ય ઉદયપ્રભસૂરિએ તેને કઢરહિત કરતાં વિ. સં. ૭૯૫ માં તેણે સૂરિના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કર્યો. અંબિકાદેવી તેના કુળદેવી સ્થપાયાં. - નરસિંહને તેની પત્ની નાનલદેથી નીના નામે પુત્ર થયે, જેને શિલા-પ્રશસ્તિઓમાં નિન્નય ઠકુર કહ્યો છે. કર્મયેગે તે નિર્ધન થ. અંબિકાદેવીએ તેને કહ્યું કે–“ગુજરાતમાં ગાંભુ ગામમાં વસે, ત્યાં ધન પામશે.” એટલે ઉચાળા ભરીને તે ગભૂમાં આવ્યો. જમીન ખોદતાં તેને ધનનું નિધાન મળ્યું, અને તે કેટીશ્વર થયે. વિ. સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ પાટણ વસાવી ગુજરાતના રાજ્યની સ્થાપના કરી હતી. તેણે નીનાને પાટણમાં વસવા નિમંત્રણ આપ્યું. રાજાના આગ્રહથી નીના પાટણમાં વસ્યા. તેની કાર્યદક્ષતાથી પ્રભાવિત થઈને વનરાજે તેને દંડનાયક બનાવ્યા. નીનાએ રાજવહીવટ સારી રીતે ચલાવીને નામના કાઢી. વનરાજ તેને પિતા સમાન માનતા અને સન્માન આપતો હતો. નીનાએ વિદ્યાધરગથ્વીય આચાર્ય ના ઉપદેશથી પાટણમાં શ્રી ઋષભદેવપ્રભુનું દેરાસર બંધાવ્યું. તેના વંશમાં સુવિખ્યાત મંત્રીઓ થયા હોઈને એ વંશને “મંત્રીવંશ” તરીકે ગુજરાતના ઇતિહાસકારે ઓળખાવે છે. મંત્રી કલ્પકે જેમ નંદરાજ્યને મંત્રીવંશ આપ્યો તેમ મંત્રી નીનાએ ગુજરાતને મંત્રીવંશ આપ્યો. આ વંશે ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે.
મંત્રી નીનાને તેની પત્ની નવરંગદેવીથી પુત્ર લહિર થયે. તે ઘણે પ્રતાપી હતે. વનરાજે તેને દંડનાયક બનાવ્યો. તે
હાથીઓની પરીક્ષા કરવામાં નિપુણ હતા. અન્ય પ્રમાણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર વિમલ શાહ
[ ૩
એવું વર્ણન મળે છે કે તે ઉત્તમ પ્રકારના ઘેડાઓના બદલામાં શ્રેષ્ઠ હાથીઓ લેવા માટે વિંધ્યાચલ ગયો હતો. હાથીઓ મેળવીને તે પાછે વળતે હતા ત્યારે શત્રુ-રાજાઓએ બધા હાથીઓ પડાવી લેવા તેના પર હુમલો કર્યો. લહિરે વિંધ્યવાસિની દેવીની કૃપાથી શત્રુ-રાજાઓને મારી હઠાવ્યા. અંચલગચ્છીય પટ્ટાવલીમાં એવું જણાવ્યું છે કે લહિર હાથીઓની ખરીદી માટે સિંહલદ્વિપ ગયેલ અને ત્યાંથી સાત હાથીએ ખરીદી લાવ્યા. તેની કામગીરીથી પ્રસન્ન થઈને રાજાએ સાંડથતું (સાંડેર) સહિત ૨૪ ગામે ઈનામમાં આપ્યાં. લહિરે પિતાની માતાના નામથી નારંગપુર શહેર વસાવ્યું અને ત્યાં વલ્લભાશાખાના આચાર્ય ધર્મચંદ્રસૂરિના ઉપદેશથી વિ. સં. ૮૩૬ માં શ્રી પાર્શ્વપ્રભુનું જિનાલય બંધાવ્યું. તેણે વનરાજે આપેલા સડેર નગરમાં વિધ્યવાસિની દેવીનું મંદિર બંધાવ્યું. જે “ધણુંહાવીદેવીના મંદિર તરીકે ઓળખાતું હતું. લહિરને લક્ષ્મી તેમ જ સરસ્વતી બેઉ દેવીએ પ્રસન્ન થયાં હતાં લક્ષમીદેવીએ તેને “વિત્તપટ યંત્ર” આપેલું, જે તેણે ટંક શાળમાં સ્થાપેલું. લક્ષ્મીનું રેખાંકન તેણે મુદ્રાઓમાં કરાવ્યું
મંત્રી લહિર પછીની કેટલીક પેઢીઓનાં નામે ખાસ પ્રસિદ્ધ નથી. પ્રાચીન પ્રમાણુ-ગ્રન્થમાં એ નામનો ખાસ ઉલેખ પણ નથી. “પ્રાગ્વાટવંશની વહી”ના અજ્ઞાત કર્તા લહિરના વંશજેની નેંધ આ પ્રમાણે આપે છે લહિર ભાર્યા લલિતાદે પુત્રો જિનદાસ અને વીરદાસ. જિનદાસ ભાર્યા જસમાદે પુત્ર રાષભદાસ, નેમીદાસ અને ધર્મદાસ. રાષભદાસ ભાર્યા રમાદે પુત્રે સોમચંદ, રાયચંદ અને ગુણવંત. સેમચંદ ભાર્યા ભાગદે પુત્ર વીરચંદ, ભાર્યા વિમલાદે પુત્રે વદ્ધમાન અને વીરજી. વદ્ધમાન ભાર્યા સેનાઈ પુત્રો કર્મચંદ, ધર્મચંદ અને હરિચંદ. કર્મચંદ ભાય કર્માદે પુત્ર વીર, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૪]
પ્રાગ્વાટવંશ-વિભૂષણ મહા પરાક્રમી છે. મંત્રી લહિરથી મંત્રી વીર સુધીના ઉક્ત નામે શિલા-પ્રશસ્તિઓમાં નથી અપાયાં, એટલે ભટ્ટગ્રન્થનો આધાર જ લેવો પડે છે.
વીરને બે પત્નીઓ હતી. પ્રથમ પત્ની શોભાગિનીથી દશરથ નામે પુત્ર થયે દ્રિતીય પત્ની વીરમતીથી નેઢ, વિમલ અને ચાહિલ એમ ત્રણ પુરો થયા. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે એક દિવસે વીરમતીને એવું સ્વપ્ન આવ્યું કે દેવતાઓએ તેને કમળ-પપે આપ્યાં, જે દ્વારા તેણીએ શ્રી વિમલનાથપ્રભુની પૂજા કરી. પ્રભાતે વીરમતીએ સ્વમને વૃત્તાન્ત કહી સંભળાવતાં સ્વપ્ર–પાઠકે ફળ કહ્યું કે–“કોઈ મુકુટધારી નરેન્દ્ર તમારી કૂખે ઉત્પન્ન થશે, જે જૈનધર્મની દીપ્તિ કરશે.” નવ માસ બાદ વીરમતીએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. સ્વમાનુસાર તેનું વિમલ નામ રાખવામાં આવ્યું.
મંત્રી વીર સોલંકી રાજાએ મૂળરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ અને દુર્લભરાજને રાજ્યશાસન-કાળ દરમિયાન મહામાત્યપદે રહ્યો. તે બુદ્ધિમાન, ઉદાર અને દાની હતો. “વિમલ પ્રબંધ”માં જણાવ્યું છે કે મંત્રી વીર રાજ્યને કારભાર છેડી જપ, તપ અને ધર્મધ્યાનમાં વળગ્ય હતે. વાસ્તવ માં તે મંત્રી હોવા છતાં અંતરંગથી વૈરાગી હતો. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે વિમલ સાતેક વર્ષ થયે ત્યારે વીરે પિતાનું શેષ આયુ માત્ર છ માસનું જાણુને રાજાની આજ્ઞા મેળવી શ્રી શત્રુંજયને સંઘ કાઢ્યો. ત્યાં ઘણું ધન ખરચી, સંથારાદીક્ષા લઈને તે કાળધર્મ પામ્યો. તેનો યેષ્ઠ પુત્ર દશરથ સંઘ લઈને ઘેર પાછો ફર્યો.
મંત્રી વીરના દેહાવસાન બાદ ઓરમાન ભાઈઓ વચ્ચે કલેશ જાગશે એવી આશંકા રહેતાં વિમલને મામા તેની બહેન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર વિમલ શાહ
વીરમતી અને વિમલને સમજાવીને પિતાના વતન વાગડ અંતર્ગત ગેહડી ગામમાં તેમને લઈ ગયા. ત્યાં મામા ખેતી કરે અને વિમલ તેમના ઢેર ચરાવવા સીમમાં જાય. આમ નવ વર્ષો વીતી ગયાં. પટ્ટાવલીમાં વર્ણન છે કે સીમમાં અંબાદેવીનું મંદિર હતું. એક વખતે દેવીએ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને વિમલની પરીક્ષા કરેલી. વિમલ નિશ્ચલ રહે એટલે દેવીએ તેને ધનનું નિધાન દેખાડ્યું અને બીજાં વરદાન આ પ્રમાણે આપ્યાંક અદ્ભૂત બાણ–વિદ્યા, અશ્વ-લક્ષણ-જ્ઞાન, નરનારી લક્ષણ-જ્ઞાન, અને અક્ષરલેખનકળા. આ પાંચ વરદાનો ઉપરાંત દેવીએ વિમલને સર્વદા સહાય કરવાનું વચન પણ આપ્યું.
ઘેર આવીને વિમલે માતાને દેવીએ આપેલાં વરદાનની વાત કરી. દેવીએ સૂચવેલા સ્થળે રાત્રે ગુપ્ત રીતે જઈને ખેદતાં ધનનું નિધાન પ્રાપ્ત થયું. વિમલને અઢળક સંપત્તિ લીધી. સત્તર વર્ષની ઉંમરે વિમલ શ્રીદેવી સાથે પરણ્ય અને પાટણ આવીને રહ્યો. દેવીએ આપેલાં વરદાન પ્રમાણે વિમલ બુદ્ધિશાળી; શૂરવીર અને અમેઘ બાણાવલી થયો. પાંચ ગાઉ સુધી તે ધાર્યું નિશાન તાકી શકતો હતો.
અંચલગરછીય પં. વિનીતસાગર કૃત “વિમલ મહેતાનો શકો”માં એવું વર્ણન છે કે એક વાર રાજા ભીમદેવ અને તેના દરબારીઓ બાણથી નિશાન તાકવામાં હેડે ચડેલા. બધા દરબારીઓ નિષ્ફળ જતાં ખુદ રાજાએ નિશાન લીધું, પણ તે નિષ્ફળ ગયો, એટલે વિમલે ધારેલું નિશાન તાકી બતાવ્યું. બધા આ જોઈને અચંબો પામ્યા. વિમલની વાહ વાહ થઈ. રાજા ભીમદેવ પણ તેના પર ઘણે પ્રસન્ન થયા અને તેને પરિ. ચય મેળવ્યું. શલેકામાં ઉલ્લેખ છે કે રાજા ભીમદેવે વિમલને ભાઈ કહીને સંબોધ્યું અને તેને મોટો હોદ્દો આપ્ટે. વિમલની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટવંશ-વિભૂષણ રાજકીય કારકિર્દીને અહીંથી શુભ પ્રારંભ થયે. પાછળથી દંડનાયક તરીકે વિમલ નિયુક્ત થતાં રાજ્યનો તે સર્વેસર્વા બન્યા અને ગુજરાતના રાજ્યને તેણે બધી રીતે વિકસાવ્યું.
રાજા ભીમદેવ વિમલમંત્રીની કામગીરીથી ઘણે પ્રસન્ન હતે. વિમલમંત્રીએ અનેક યુદ્ધો લડી, વિજયે મેળવી પિતાની રાજકીય કારકિર્દીમાં નવાં નવાં છોગાંઓ ઊમેર્યા. ગૂર્જર સામ્રાજ્યની હદ તેણે દૂર સુધી વિસ્તારી દીધી.
એ સમયે ચંદ્રાવતીને રાજા ધંધૂક ગુજરાતનો ખંડિયે રાજા હતે. કિન્તુ સમય આવ્યે ગુજરાતની ધૂંસરી ફગાવી દઈને સ્વતંત્ર રાજા બનવાની તે પેરવી કરી રહ્યો હતો. સમયસૂચક વિમલ એની મહત્વાકાંક્ષાને પારખી ગયે. રાજા ભીમદેવની આજ્ઞા મેળવી તે મેટા સૈન્ય સહિત ચંદ્રાવતી પહોંચી ગયે. ધંધૂક તે વિમલ આવે છે એ સમાચાર સાંભળીને જ ચંદ્રાવતીમાંથી નાસી છૂટ્યો! તેણે માળવાના રાજા ભેજદેવ પરમારનું શરણું શોધી લીધું. એ સમયે માળવાના રાજાઓ ગૂર્જરેશ્વરોના પ્રતિસ્પધીઓ હતા. ધંધૂકા મેવાડના ગિરિર્ગમાં છૂપાઈ ગયે. વિમલ ચંદ્રાવતી છોડે કે તુરત જ નગરને કબજે લેવાને તેને ઈરાદો હતો. પરંતુ વિમલ તો ત્યાં જ સ્થિર થઈને રહ્યો. રાજા ભીમદેવે તેને ચંદ્રાવતીને દંડનાયક પણ બનાવ્યું. વિમલે ચંદ્રાવતીમાં રહીને ધંધૂકને કૂનેહપૂર્વક સમજાવી લીધો અને તેને ગુજરાતને ખંડિયેરાજા બનાવીને આબૂનું રાજ્ય તેને પાછું સેંપી દીધું. વિમલની મુત્સદ્દીગીરીને વિજય થયે.
પ્રાચીન પ્રમાણુ-ગ્રન્થોમાં ઉલ્લેખ છે કે નાડોલના રાજાએ વિમલને સુવર્ણ જડિત સિંહાસન આપ્યું અને યોગિની(દિલ્હી)પતિએ છત્ર ભેટ કર્યું. વિમલે સિંધમાં દારૂણ યુદ્ધ કરીને નગરઠઠ્ઠાના રાજાને કેદ કરી લીધો. તેણે માળવાના રાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૭
મંત્રીવર વિમલ શાહ સાથેના સંગ્રામમાં પણ વિજય પ્રાપ્ત કર્યો. આમ વિમલને ભાગ્ય-રવિ મધ્યાહુને તપવા લાગ્યા. એક પછી એક વિજયકૂચ ચાલુ જ રહી. એને પડકારનારે કેઈ ન રહ્યો. એની આણ બધાએ સ્વીકારી. વિમલ શાહનું રાજકીય સ્થાન શિખરે પહોંચ્યું.
પછી કઈ કારણસર વિમલને રાજા ભીમદેવ સાથે અણુ બનાવ થયા. પ્રાચીન પ્રમાણ-ગ્રન્થમાં આ સંબંધમાં ખાસ કોઈ કારણ જણાવાયું નથી. ઉક્ત “વિમલ મહેતાને શકે'માં એવું જણાવ્યું છે કે વિમલની વધતી જતી કીર્તિને જોઈને કેટલાકને ઈર્ષા જાગી. તેમણે રાજાને ચઢાવ્યો કે વિમલ જે વિફર્યો તો આપનું રાજ પણ તે લઈ લેશે. એના જેવા લડવૈયા અને અમોધ બાણાવલી સામે બાથ ભીડવાની પછી તે કઈમાં હિમ્મત પણ નહિ હોય. માટે કેઈ ઉપાય વિચારીને તેનું કાસળ કાઢી નાખવું જોઈએ, નહિ તે એ પાછળથી આપના માટે મુશ્કેલીઓ ઊભી કરશે રાજા ભીમ ભેળે હતો. પ્રતિસ્પધીઓની કાન–ભંભેરણીથી તે ભેળવાઈ ગયે. વિમલના વધતા જતા પ્રભાવથી રાજા પણ મુંઝાતો હતું. એક દિવસે વિમલ આવતું હતું એ વખતે તેણે પૂર્વ
જિત કાવતરા પ્રમાણે ભૂખી વાઘણને તેની સામે છૂટી મૂકી દીધી !રાજાને એમ હતું કે વાઘણ વિમલને ખાઈ જશે. પરંતુ વિમલ જે અટકી દ્ધો વાઘણને શિકાર બને એ વાત અશક્ય હતી. વિમલે વાઘણને બરાબરને સ્વાદ ચખાડ્યો! એટલે વાઘણ દરબારીઓ તરફ કૂદી. બધે નાસભાગ મચી ગઈ. ખુદ રાજા પણ જીવ બચાવીને નાઠે! એ પ્રસંગ પછી વિમલે નક્કી કર્યું કે હવે પાટણમાં વધુ વખત રહેવું ઠીક નહીં. પાટણનું પણ તેણે હરામ કર્યું. ઉચાળા ભરીને તેણે ચંદ્રાવતીને માર્ગ લીધે વિમલ જે મહાચાણક્ય પુરુષ પાટણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રાગ્વાટવંશ-વિભૂષણ છેડે એ કઈને ગમ્યું નહિ. સૌએ રાજાને વિનવ્યો પણ ઘટનાચકને કેણ રેકી શકે?
ઉક્ત શલોકોમાં વર્ણન છે કે રાજા સાથેના તેના અણબનાવના ઉગ્ર રાજકીય પ્રત્યાઘાત પડ્યા. ભીમદેવના વિરોધી સર્વે રાજાએ વિમલને સાથ આપવા તૈયાર થયા. વિમલને માર્ગમાં તારંગાને રાજા મહાલ મળે અને તેના પક્ષમાં રહેવા રાજાએ કેલી દીધો. ઈડર, દાંતા, કિશનગઢ, અજમેર વગેરેના રાજાઓ વિમલના પક્ષમાં રહ્યા. ડુંગરશી, કાંનડ વગેરે પણ તેના સહાયક થયા. સોરઠ, દક્ષિણ ગુજરાત, માલવા, મહારાષ્ટ્ર વગેરેના રાજાઓએ વિમલને સંપૂર્ણ મદદ આપવાની તૈયારી દર્શાવી. આમ ગુજરાતમાં એકાએક રાજકીય પરિવર્તન આવી ગયું. વિમલ રાજા ભીમદેવને નમીને આપે એવી કોઈ શક્યતા ન રહી. તેણે ચંદ્રાવતીમાં જઈ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. કેટલાંક પ્રમાણમાં માત્ર એટલો જ ઉલલેખ છે કે વિમલ રાજા ભીમદેવથી રીસાઈને ચંદ્રાવતી ચાલ્યા ગયે અને ભીમદેવના વતીથી તે ચંદ્રાવતીમાં રાજ્ય કરવા લાગ્યા.
વિમલ મહેતાને સલોકે”માં ચંદ્રાવતીના રાજા તરીકે વિમલે અનેક યુદ્ધો કરેલાં અને વિજયે મેળવેલાં એ સંબંધમાં વિસ્તરાથી વર્ણન છે. તેમાં ઉલ્લેખ છે કે વિમલે પિતાના પરાકમબળે બાર પાદશાહને જીતીને તેમની પાસેથી બાર છત્ર લઈ લીધાં. વિમલની આણ સ્વીકારીને અનેક રાજાઓ એની સેવામાં ઉપસ્થિત થયેલા. ઉક્ત વહીમાં એવો ઉલ્લેખ પણ છે કે ખુદ રાજા ભીમ પણ વિમલની સેવામાં હાજર થયેલો. પરંતુ વિમલે તેનું માન રાખીને તેને પોતાની સેવામાંથી મુક્તિ આપી. સલોકેમાં બાર પાદશાહોને ઉલલેખ છે, તેઓ આ
પ્રમાણે દેશના રાજવી હતા. મુલતાન, કટક, લાહોર, કંદહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર વિમલ શાહ
બંગાળ, બલખ, બુખારી, તંબલ, પઠાણ, ઈસપન અને સુરચંદ. ભીમને વિમલે પાટણનું રાજ્ય આપ્યું એમ પણ તેમાં વર્ણન છે. વિમલે યુદ્ધ કરીને સાતસે ગઢવાળા ગામે કબજે કરીને પિતાના રાજ્યની હદ ઘણું વધારી દીધી. ઉપર્યુક્ત પ્રમાણમાં ઘણી અતિશયોક્તિ પણ હશે જએટલે એ બધી બાબતે વિશે ઐતિહાસિક પ્રમાણે તપાસીને તેની ચકાસણી કરવી ઘટે છે. અહીં તેનું વિશેષ વિવરણ કરવું અસ્થાને ગણાશે.
વિમલ શાહે પિતાના જીવનને ઉત્તરાર્ધ ચંદ્રાવતીમાં જ વિતાવ્યો. તેણે પાટણનું પાણી હરામ કર્યું હોઈને ન પીધું
એટલે ન જ પીધું રાજા ભીમદેવ વિમલની ટેક જાણતા હોઈને તેણે પણ વિમલને પાટણ પાછા તેડાવવાનો આગ્રહ છેડી દીધેલું. રાજા ભીમદેવ અને વિમલ પાછળથી ક્યાયે ઘર્ષણમાં આવ્યા હોય એવું એક પણ પ્રમાણ ઉપલબ્ધ થતું નથી. સૌએ ગઈ ગુજરી ભૂલી જવાનું ઉચિત માની લીધું.
વિમલની પાછલી જિંદગીમાં સંગ્રામમય તબક્કાને અંત આવી ગયે. હવે તે ધર્મમય જીવન વિતાવતે થયે. એ અરસામાં વિદ્યાધરકુલના, જાલીહરગચ્છીય ધર્મઘોષસૂરિ ચંદ્રાવતીમાં ચાતુર્માસ રહ્યા હતા. વિમલે નિયમિત રીતે ચારે માસ સુધી તેમનો ધર્મોપદેશ સાંભળ્યો સૂરિના ઉપદેશથી તેને ધર્મ-ધ્યાન તરફ વિશેષ અભિરુચિ પ્રકટી. તેણે યુદ્ધમાં અનેક માનવને સંહાર કર્યો હતે. હવે તેને પિતાનાં કૃત્ય માટે ભારેભાર દુઃખ થયું. તેને ઘણો પશ્ચાત્તાપ થયે. સૂરિ પાસેથી તેણે પ્રાયશ્ચિત માંગ્યું. ધર્મઘોષસૂરિએ વિમલ શાહને કહ્યું કે–“તમે આબૂતીથને ઉદ્ધાર કરે ! તમારામાં એવું સામર્થ્ય છે. તીર્થોદ્ધાર દ્વારા તમારું પ્રાયશ્ચિત પૂરું થશે!”
વિમલ શાહને તથા તેની પત્ની શ્રીદેવીને સૂરિનો ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
પ્રાગ્વાટવંશ-વિભૂષણ દેશ એ. રાજ્યોને જીતી લેવાની મહત્ત્વાકાંક્ષાઓ સેવનારના જીવનમાં હવે નવી મહત્ત્વાકાંક્ષાનો અંકુર ફૂટ્યો! હવે તેને આબૂતીર્થના ઉદ્ધારનાં સ્વને જ દેખાવા લાગ્યાં. પ્રાચીન પ્રમાણમાં ઉલ્લેખ છે કે વિમલ શાહે અને શ્રીદેવીએ અઠ્ઠમ તપની આરાધનાપૂર્વક અંબિકાદેવીની ભક્તિ કરી. દેવી પ્રસન્ન થયાં. પ્રત્યક્ષ થઈને તેમણે વિમલને વરદાન માગવાનું કહ્યું. વિમલે જણાવ્યું કે “એક તે પુત્રની ઈચ્છા છે, અને બીજી ઈચ્છા આબૂ ઉપર જિનપ્રાસાદ બંધાવવાની. આપની ઈચ્છાથી મારી બન્ને આશાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના છે.” દેવીએ કહ્યું કે–“બે વરદાને નહિ મળે. ગમે તે એક વરદાન માગ!” આ સાંભળીને વિમલ શાહ અને શ્રીદેવી ભારે દ્વિધામાં પડ્યાં. ક્યું વરદાન માંગવું? અંતે લાંબી વિચારણા બાદ તેમણે તીર્થોદ્ધાર કરવાની ઈચ્છા દર્શાવીને દેવી પાસે વરદાન લીધું.
રાસા–સાહિત્યમાં વિશેષમાં વર્ણન છે કે દેવીએ રાજા ભીમદેવને તથા મહામાત્ય નેઢને પણ તક્ષણ પ્રસ્તુત અર્થને ઉપદેશ આપ્યો. એટલે એ બન્નેએ પણ વિમલ શાહની તીર્થોદ્વારની ઈચ્છાને અનુમોદન આપ્યું. સમસ્ત જૈનસંધમાં વિમલ શાહના નિર્ણયથી વિધુસંચાર થયો. સૌએ ખુશી વ્યક્ત કરી. પણ આબૂના બ્રાહ્મણોએ તીર્થોદ્ધારને વિરોધ કર્યો. તેમણે એવી દલીલ રજૂ કરી કે જે તીર્થ જ ન હોય તો ઉદ્ધારની વાત ક્યાં રહી? સૌ મુંઝાયા. વિમલે પુનઃ અંબિકાદેવીનું આરાધન કર્યું. દેવીએ સૂચવ્યું કે ચંપાના ઝાડ નીચે ખેદકામ કરવાથી ત્યાંથી પ્રાચીન પ્રતિમા પ્રકટ થશે બીજે દિવસે નિયત સ્થાને ખેદતાં નંદિવદ્ધનના સમયની ભગવાન ઋષભદેવની પ્રાચીન પ્રતિમા નીકળી આવી આ જોઈ બ્રાહ્મણે અચંબે પામ્યા. એમને વિરોધ શાંત થયે. પણ કોઈ જમીન આપવા તૈયાર ન થયું. વિમલે ધાર્યું હોત તે રાજસત્તાથી જમીન મફતમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર વિમલ શહ
[ ૧૧ પડાવી શક્ત. પણ તે જે રાજનીતિજ્ઞ હતું તે ધર્મ નીતિજ્ઞ પણ હતો. ધર્મકાર્યમાં રાજસત્તાનો ઉપયોગ અનુચિત ગણાય એમ સમજીને તેણે બ્રાહ્મણોને જમીનના બદલામાં મેંમાગી રકમ આપવાનું જણાવ્યું. બ્રાહ્મણોએ જણાવ્યું કે“તમે જમીન ઉપર સેના–મહોર પાથરે. જેટલી જમીનમાં સેના–મહોર પથરાશે તેટલી જમીન તમારી અને સેનામહેરે અમારી.” વિમલે તેમની માગણી મંજૂર રાખી. તેણે વિચાર્યું કે મહેર ગોળ હોય છે તે પાથરતાં વચમાં જગ્યા ખાલી રહેશે. મંદિરના કામમાં એટલી રકમ ઓછી આપવી ન્યાયયુક્ત ન ગણાય. એટલે તેણે ખાસ ચેરસ સેના–મહોર તૈયાર કરાવી, તે પાથરીને તેના બદલામાં જમીન લીધી. ૧૪૦ ફૂટ લાંબી અને ૯૦ ફૂટ પહોળી જમીનના બદલામાં બ્રાહ્મણને લાખ રૂપીઆ મળ્યા. વિમલની ન્યાય–વૃત્તિની બધે વાહવાહ થઈ
જમીન મેળવ્યા પછી વિમલે જિનાલય બંધાવવાની તૈયારી આરંભી. કુશળ શિપીએ તેડાવવામાં આવ્યા. આરસ મેળવવા ખાસ માણસને મોકલવામાં આવ્યા. વિમલે બાવન દેવકુલિકાયુક્ત ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું, તથા જૈન શિલ્પ–શાળા બનાવી, જેની છતમાં વિવિધ ભાનું શિલ્પાલેખન કરાવ્યું. આ કાર્યમાં રૂા. ૧૮,૫૩,૦૦,૦૦૦ ખરચ્યા. ત્યાને ક્ષેત્રપાલ વાલીનાહ અડચણ ઊભી કરતે હતે વિમલે તેને નૈવેદ્ય ધરાવીને અનુકૂળ કર્યો. જગતનાં ઉત્કૃષ્ટ મંદિરમાં આજે આ જિનાલયનું સ્થાન છે.
ભગવાન ઋષભદેવની સુવર્ણમિશ્રિત પીત્તળની કલાત્મક પ્રતિમાને તૈયાર કરાવીને તેને મૂળનાયકપદે સ્થાપના કરી. ચંપાના ઝાડ નીચેથી જે પ્રાચીન પ્રતિમા પ્રકટ થઈ હતી તેને ભમતીની ૨૦ મી દેરીમાં સ્થાપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
પ્રાગ્વાટવંશ-વિભૂષણ વિમલ શાહે પ્રતિષ્ઠા-પ્રસંગે રાજા-મહારાજાઓ, રાણાઓ, મંડલિકે તથા સમસ્ત જૈન-સંધને આદરભર્યું આમંત્રણ આપ્યું. નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ તથા વિદ્યાધર એમ મુખ્ય ચાર કુલના પ્રધાન આચાર્યોને તેડાવવામાં આવ્યા. વિ. સં. ૧૦૮૮ માં જિનાલયની મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા થઈ. શ્રીસ ઘમાં જય જયકાર વ.
પ્રાચીન પ્રમાણુ-ગ્રન્થમાં “વિમલવસહિ”ના પ્રતિષ્ઠાપક આચાર્ય સંબંધમાં વિરોધાભાસી ઉલ્લેખ છે. કોઈ પ્રમાણમાં ચારે પ્રધાન ગોના આચાર્યોએ પ્રતિષ્ઠા કરી એમ કહેવાયું છે, તે કઈમાં જૂદા જૂદા આચાર્યનું નામ અપાયું છે. ઉદાહર
થે રત્નસિંહસૂરિ, વાદ્ધમાનસૂરિ, વીરસૂરિ, શીલભદ્રસૂરિ, ધર્મષસૂરિ, સમપ્રભસૂરિ વગેરે. અંચલગચ્છીય પ્રમાણમાં પ્રતિષ્ઠાપક આચાર્ય તરીકે સેમિપ્રભસૂરિનું નામ છે. ક્યાંક ધર્મઘોષસૂરિ પણ દર્શાવાયા છે. આ બન્ને આચાર્યો વિદ્યાધરકુળના છે. આ કુળે પાછળથી ગચ્છનું નામ ધારણ કર્યું. વિદ્યાધરગચ્છના બે પેટાગછે. આ પ્રમાણે થયાઃ (૧) જાલીહરગરછ (૨) કાસરહદગ૭. પાછળથી અંચલગચ્છ, ખરતરગચ્છ અને તપાગચ્છની સ્થાપના થતાં પ્રાચીન કુળ અને ગ ઉક્ત ત્રણે મુખ્ય ગચ્છમાં સમાન સામાચારીના ધોરણે વિલીન થતા ગયા. વિદ્યાધરકુલના જાલીહરગચ્છ અને કાસહદગચ્છની સામાચારી અંચલગચ્છને ઘણી મળતી હોઈને તેના આચાર્યો કાળક્રમે તેમાં ભળતા ગયા. એમની સામાચારીમાં વિસંવાદિતા ન લાગે એ દષ્ટિએ એમને વલ્લભીશાખામાં મૂકવામાં આવ્યા. નવાગંતુકની સંખ્યા વધતાં પછી તે અંચલગચ્છના પેટાગચ્છ તરીકે “વલ્લભીગચ્છ” પણ અસ્તિત્ત્વમાં આવ્યું. મૂળ તે એ પટાગછ વિદ્યાધરકુલના આચાર્યો અને શ્રમણોમાંથી બનેલે. બનેનાં નામમાં જે મળતાપણું છે તે પણ સૂચક છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
મંત્રીવર વિમલ શાહ
[ ૧૩
દૃષ્ટિએ અંચલગચ્છીય પ્રમાણે વિમલને અંચલગરછીય શ્રાવક તરીકે ઓળખાવે છે, કેમ કે મૂળ તે વિદ્યાધરગચ્છને શ્રાવક હતે. આ ગચ્છ પાછળથી અંચલગચ્છના મુખ્ય પ્રવાહમાં વિલીન થઈ ગયે હેઈને પૂર્વ પરંપરાની કે સામાચારીની દષ્ટિએ તેને અંચલગચ્છીય શ્રાવક તરીકે ઓળખાવવામાં બાધા રહેતી નથી.
વિદ્યાધરગચ્છના આચાર્યો અંચલગચ્છમાં ભળી ગયા એ વિશે વિદ્વાનોએ ઝાઝે ઉહાપોહ કર્યો ન હઈને આ સંદર્ભમાં કેટલાંક પ્રમાણે ટાંકવા અહીં પ્રસંગચિત ગણાશે. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે ઝાડાપટ્વીય, અપર નામ જાલીહરગચ્છના જયપ્રભસૂરિએ અંચલગચ્છની સામાચારીને સ્વીકાર કરતાં અંચલગચ્છના તૃતીય પટ્ટધર ધર્મ ઘેષસૂરિએ તેમને તેમના શિષ્ય-પરિવાર સહિત વલ્લભીશાખામાં સ્થાપ્યા. વિ. સં. ૧૨૮૦ માં વિદ્યાધર–ગચ્છાધિપતિ સેમપ્રભસૂરિએ સિંહપુરીમાં અંચલગચ્છીય સામાચારીને સ્વીકૃતિ આપતાં તેમને આજ્ઞાવર્તિ સમગ્ર ગ૭ અંચલગચ્છીય બની ગયો. અંચલગચ્છાધિપતિ મહેન્દ્રસિંહસૂરિના કાલધર્મ બાદ સમપ્રભસૂરિના ભત્રિજા અને વલ્લભીશાખાના ગુણપ્રભસૂરિના શિષ્ય સિંહપ્રભસૂરિ અંચલગચ્છના અનુગામી પટ્ટધર બનતાં વલ્લભી શાખાના સ્વતંત્ર અસ્તિત્વનું સમયેચિત વિલીનીકરણ થઈ ગયું.
વિદ્યાધરકુલની બીજી પ્રધાન શાખા કાસાહદગછ છે. આ ગચ્છમાં પાદલિપ્તસૂરિ જેવા પ્રભાવક આચાર્ય થઈ ગયા છે. તેમની પરંપરામાં થયેલા પુણ્યતિલકસૂરિ પણ પ્રખર વિદ્વાન હતા. અવંતીપુરમાં અંચલગચ્છાધિપતિ મહેન્દ્રસિંહસૂરિ સાથે
તેમણે વાદ કર્યો હતો. પ્રાચીન પ્રમાણમાં ઉલ્લેખ છે કે મહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
અને
લિસ કપલમાં હતી
૧૪]
પ્રાગ્વાટવ શ-વિભૂષણ ન્દ્રસિંહસૂરિએ વિદ્યામદથી વાદ કરવા આવેલા પુણ્યતિલકસૂરિને કહ્યું કે–વૃથા વાદનું પ્રજન શું?” જવાબમાં પુણ્યતિલકસૂરિએ જણાવ્યું કે –“વૃથા શા માટે? જે જય પામે તે અન્યને પિતાને શિષ્ય કરે” મહેન્દ્રસિંહસૂરિએ તેમની શરત મંજૂર રાખી. અને વાદને પ્રારંભ થયો. “સરસ્વતી લખ્યપ્રસાદ એવા આચાર્ય મહેન્દ્રસિંહસૂરિએ પુણ્યતિલકસૂરિને મુહૂર્તમાં જ જીતી લીધા. આથી પુણ્યતિલકસૂરિ પિતાને ધન્ય માનવા લાગ્યા. તેઓ મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય બન્યા. ગુરુએ તેમની મહત્તાના રક્ષણાર્થે તેમને શાખાચાર્યપદે સ્થાપ્યા. વળી તેમના પૂર્વાચાર્ય પાદલિપ્તસૂરિ કૃત “વીર જિન સ્તોત્ર”ને “સપ્રભાવ” અને “બહુ ગ–સિદ્ધ-સંપન્ન” જોઈને અંચલગચ્છીય પ્રતિક્રમણમાં કહેવાતા સ્મરણ-મહાતેત્રેમાં તૃતીય મહાસ્તોત્ર તરીકે તેને સ્થાન આપ્યું. આ મહાતેત્રનું મહત્વ ઉપસર્ગહર સ્તોત્ર જેવું જ હેઈને અંચલગચ્છમાં નવેદિત શિષ્યને દીક્ષા આપ્યા બાદ સૌ પ્રથમ પ્રસ્તુત સ્તંત્રને પાઠ શીખવવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાધરગથ્વીય આચાર્યોએ અંચલગચ્છના સંવિધાન અને સંગઠનમાં કેટલું મહત્ત્વપૂર્ણ ગદાન આપ્યું છે તેને આવા પ્રસંગે દ્વારા ખ્યાલ મળી શકશે.
વિદ્યાધરકુલના જાલીહર તથા કાસહદ એ બને પ્રમુખ ગછનું અંચલગચ્છમાં ઉપર જણાવ્યું છે તેમ વિલીનીકરણ થતાં, ચાર પ્રાચીન મુખ્ય કુળમાંના એક કુળને યથોચિત અંત આવી ગયે. આજે તે ઉક્ત ચાર કુળ પૈકીના ચંદ્રકુળની પરંપરાના શ્રમણે જ વિદ્યમાન છે. અંચલગચ્છ, ખરતરગચ્છ અને તપાગચ્છ ચંદ્રકુળનો જ અન્વય છે. અન્ય બે કુળના શ્રમણે પણ એ જ રીતે સમાન સામાચારીના ધોરણે વર્તન માન ત્રણે પ્રમુખ ગચ્છમાં ભળી ગયા. અહીં તેની વિગતવાર
ચર્ચા અસ્થાને છે. વિમલ શાહ મૂળ વિદ્યાધરગછનો શ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્રવર વિમલ શાહ
[ ૧૫ હતે. કિન્તુ તેને પ્રાચીન પ્રમાણ-ગ્રન્થમાં અંચલગચ્છીય શ્રાવક કહ્યો હઈને આટલો ખુલાસો અહીં પ્રસંગોચિત ગણાશે.
વિમલ શાહે પિતાની પત્ની શ્રીદેવીના નામથી શ્રીપુર નગર વસાવ્યું જે આજે સતર કહેવાય છે. તેણે શ્રી શત્રુ જય સંઘ કાઢ્યો, જેમાં તેણે ચાર કરોડ સોના-મહેરો ખરચી. તેણે આબૂ ઉપરાંત શ્રી શત્રુંજય, આરાસણ–કુંભારિયા, પાટણ વગેરે સ્થળમાં પણ સુંદર મંદિર બંધાવ્યાં હતાં. આ બધાં મંદિરે “વિમલવસહિ” તરીકે સુપ્રસિદ્ધ છે.
વિમલ શાહ નિઃસંતાન હતા. મહામાત્ય વીરના વંશજે પિતાને વીરવંશના અથવા તે વિમલ–વંશના દર્શાવે છે,
એટલે શિલા-પ્રશસ્તિઓમાં આવતો ઉલ્લેખ “વિમલાન્વયે” ઉક્ત અર્થમાં સમજ. પાછળથી આ અન્વયમાં થયેલા વંશજોએ હમીરપુરતીર્થની સ્થાપના કરી તથા વિમલવસહિમાં અનેક પ્રતિષ્ઠા કરાવી
મહામાત્ય નેઠને પુત્ર ધવલ રાજા કર્ણદેવને મહામાત્ય થયો. ધવલને પુત્ર આનંદ સિદ્ધરાજને સચિવ હતા. આનંદને પુત્ર પૃથ્વપાલ સિદ્ધરાજ તથા કુમારપાલને મંત્રી હતે. તે ઘણે પ્રતાપી હતું. તેણે પિતાના પૂર્વજોએ બંધાવેલાં જિનાલમાં રંગમંડપ કરાવ્યા, સાયણવાદપુરમાં શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું તથા વિ. સં. ૧૨૦૬ માં આબૂ ઉપર વિમલવસહિને અદ્દભૂત ઉદ્ધાર કરાવ્યું અને તેમાં હસ્તિશાળા બંધાવી, જેમાં પિતાના છ પૂર્વજો સહિત પિતાની સાત ગજારૂઢ મૂર્તિઓ સ્થાપી. પૃથ્વીપાલના પુત્ર મંત્રી ધનપાલે ઉદ્ધારનું અવશિષ્ટ કાર્ય વિ. સં. ૧૨૩૭ માં પૂર્ણ કર્યું અને હસ્તિશાળામાં બીજી ત્રણ ગજારૂઢ મૂર્તિઓ સ્થાપી.
- ઉક્ત “પ્રાગ્વાટ વંશની વહી” દ્વારા સૂચિત થાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અનેક પ્ર
હને ૫ સિદ્ધરાજને
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૬]
પ્રાગ્વાટવંશ—વિભૂષણ વિમલ શાહ અને રાજા ભીમદેવ વચ્ચે ફરી કદી પણ મેળ થયે નહિ. વિમલ શાહે પિતાનું શેષ જીવન ચંદ્રાવતીમાં જ પૂર્ણ કર્યું. તેણે પાટણનું પાણી હરામ કર્યું હેઈને તે ફરી કદી પણ પાટણ ગયે નહિ. વહીમાં ઉલ્લેખ છે કે રાજા ભીમદેવે પોતાના પુત્ર કર્ણ દેવને હિતશિક્ષા આપી હતી કે –“વિમલ જેવા પુણ્ય પુરુષ ચંદ્રાવતીમાં ભલે રાજ કરે. તેના પછીના વારસદારોને તું પાટણમાં તેડાવી લેજે અને તેમને મહામાત્ય પદે સ્થાપજે. તેમને વંશ-પરંપરાગત દંડ કે શિક્ષા ન થાય એવું તામ્રપત્ર તું લખી આપજે.” રાજા કર્ણદેવે પિતાના પિતાનું વચન પાળી બતાવ્યું. વિમલના દેહાવસાન બાદ એમના એક પછી એક વારસદારને મહામાત્યપદ મળતું રહ્યું. અહીં એ વિશે જણાવવું પ્રસ્તુત નથી. વિમલ શાહના એરમાન ભાઈ દશરથના બે પુત્ર નેઢ અને વેઢ તેના વારસદાર થયા, જે પૈકી નેઢ મંત્રી તરીકે પાટણ ગયે અને વેઢ ચંદ્રાવતીને રાજકારભાર સંભાળતે રહ્યો. વેઢે આરાસણમાં જિનાલય બંધાવ્યું તથા વિમલવસહિને ઉદ્ધાર કરી તેમાં કેટલીક મૂર્તિઓ સ્થાપી એમ પણ ઉક્ત વહીમાં ઉલ્લેખ છે. “વિમલ મહેતાને શલોકે”માં કહેવાયું છે કે છેલ્લી અવસ્થામાં વિમલ શાહે દિક્ષા લીધેલી અને એમને પન્યાસ-પદ પણ પ્રદાન થયેલું.
ગુજરાતની રાજકીય તવારીખમાં વિમલમંત્રીનું નામ કદી ભૂલી શકાય તેમ નથી. વિમલવસતિના નિર્માતા તરીકે તેની કીર્તિ આજે સહસ્ત્રાબ્દી બાદ પણ જીવંત રહી છે. તેણે ગુજરાતને, તેમજ જૈનધર્મને ઘણું ગૌરવ અપાવ્યું છે. “વિમલશ્રી સુપ્રભાતમ્”ની પુણ્ય નામાવલી ઉમેરે એ વિમલ જે પતે પુત્ર ગરવી ગુજરાતને મળે એ જ અભ્યર્થના.
– તુ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ અને તેમના વંશજ
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ અને એમના પ્રતાપી વંશજોએ અંચલગચ્છાધિપતિઓના ઉપદેશથી અનેકવિધ ધર્મ કાર્યો કર્યા અને જૈનસંઘનું નામ ઉજજવળ કર્યું. ચરિત્રનાયક હરિયાવંશના આઘપુરુષ હોઈને એમનું નામ એ રીતે પણ ચિરસ્મરણીય રહેશે. અંચલગચ્છ-પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિજી તથા એમના સમર્થ પટ્ટશિષ્ય જયસિંહસૂરિજીએ અનેક નૃપતિઓને પ્રતિબધ આપીને જૈનધર્માવલંબી અનેક ગેની સ્થાપના કરી. હરિયાગેત્રના પ્રતિબંધક આચાર્ય હતાઃ ધર્મષસૂરિ–અંચલગ૭ને તૃતીય પટ્ટધર, જેમણે સાભંરના રાજવી સામંતસિંહ, અપરનામ પ્રથમરાજને પ્રતિબંધીને જૈનધર્મી કરેલે.
ધર્મઘોષસૂરિએ પ્રતિબોધેલા અન્ય મહાનુભાવની વિગત આ પ્રમાણે છેઃ (૧) ડેડિયા જાતિના બેહડ નામના રાજપૂત વિ. સં. ૧૨૪૬ માં સૂરિના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કરતાં તેમના વંશજો “બેહડ સખા” એડકથી એસવાળ વંશમાં પ્રસિદ્ધ થયા. આ વંશનું અપરનામ “બહુલ પણ છે. (૨) સૂરિએ વિ. સં. ૧૨૫૫ માં વાણારસી નિકટના મુકતેશ્વર ગામના નાગર જ્ઞાતીય, ગૌતમગેત્રીય દિનકર ભટ્ટ, જે કરવત મૂકવાને વ્યવસાય કરતું હતું, તેને પ્રતિબંધીને જૈનધમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ કર્યો. તેની ચોથી પેઢીમાં દેવાણંદ થયે. જેને અગિયાર પુત્રોને વિશાળ પરિવાર હતા. તેના નામ પરથી તેમને વંશ “દેવાણંદસખા” એ નામથી ઓસવાળ વંશમાં પ્રસિદ્ધ થયે. (૩) વિ. સં. ૧૨૬૫ માં સૂરિએ ઝાલેર નગરમાં ચૌહાણવંશના ભીમ નામના રાજપૂતને પ્રતિબંધ આપીને જૈનધર્માનુયાયી કર્યો. ભીમને ઝાલેરના રાજાએ ડેડ ગામને અધિકાર સેપેલે હોઈને તેને વંશ “ડેડીઆલેચા” એ નામે ઓસવાળ વંશમાં પ્રસિદ્ધ થયે. (૪) હરિયાવંશ–પ્રતિબોધ, જેને વૃત્તાન્ત ભટ્ટગ્રંથમાં, અંચલગચ્છની પટ્ટાવલીમાં, તેમ જ “હરીઆવંશ પ્રશંસા રાસ” માં વિસ્તારથી છે. ઉક્ત પ્રમાણ–ગ્રન્થોમાં પ્રાયઃ એક બીજાને મળતી બાબત છે, જેને સંક્ષિપ્ત સાર નિમ્નત છે.
વિ. સં. ૧૨૬૬ માં ધર્મઘોષસૂરિ ઝાલેરથી વિહાર કરીને ભાલાણીપુરમાં પધાર્યા. પટ્ટાવલીમાં, તેમ જ ભટ્ટગ્રન્થોમાં આ નગરને લાખણ-ભાલાણું એવું નામ આપ્યું છે. “હરીઆવંશ પ્રશંસા રાસ”માં જણાવાયું છે કે છત્રીસ રાજકુલેમાં પરમાર વંશ પ્રસિદ્ધ છે. આ વંશમાં દધિચંદ્ર રાજવી થયે તેને પુત્ર મણિચંદ્ર થયા. તેમને પુત્ર રણમલ કુળદીપક હતા. રણમલને પુત્ર હરિયે થયો. તે બહુ દયાળુ હતા. વિ. સં. ૧૨૬૯ માં ધર્મઘોષસૂરિએ હરિયાને પ્રતિબંધ આપીને તેને જૈનધર્માનુયાયી કર્યો. હરિયા શાહે ભાલાણપુરમાં શિખરબંધ જિનાલયનું નિર્માણ કર્યું.
પટ્ટાવલીકાર હરિયાવંશ–પ્રતિબંધ સંબંધમાં એક ચમત્કારિક આખ્યાયિકા વર્ણવે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. લાખણ-ભાલાણીના તાલેલા પરમાર વંશીય ઠાકુર રણમલ
ને હરિયા નામે પુત્ર હતું. તેના તાજેતરમાં લગ્ન થયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
અને તેમના વંશજો
[ ૩ હતાં નવદંપતી રાત્રે પલંગમાં સૂતા હતાં, એ વખતે નવોઢાના ચોટલાનો આધાર લઈને એક સાપે પલંગ પર ચડીને હરિયા કુમારને દંશ દીધે. સર્પના ઝેરથી તે મૃતપ્રાયઃ થયે. સૌએ તેને મરણ પામેલે માની લીધે. પ્રભાતે તેની સ્મશાનયાત્રા નીકળી. ગાનુયોગ એ સમયે ધર્મઘોષસૂરિ ચૅડિલભૂમિથી પાછા વળતા હતા. તેમણે સામેથી આવતા શેકમગ્ન ડાઘુઓને જોઈને મરનારના સંબંધમાં પૃચ્છા કરી. બધી હકીકતથી અવગત થયેલા આચાર્ય હરિયાકુમારના દેહને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ગુરુએ મને મન વિચાર્યું કે સર્પદંશથી લાંબી મૂર્છાને પામેલા લકે મરણ પામેલા હોય એવા જ લાગે છે. આનાકાની કરતા ડાઘુઓને એટલે જ તેમણે આગ્રહપૂર્વક કહ્યું કે “એક વખત અમને મૃત્યુ પામેલા કુમારને જેવા તે દો!” ડાઘુઓ પુનઃ બબડતા રહ્યા કે “ભગવન્! હવે મડદાને જોવાનું પ્રજન શું?” આચાર્યના અત્યાગ્રહથી ડાઘુઓએ હરિયાકુમારના દેહને દેખાડ. તેના શરીરના લક્ષણે જોઈને સૂરિ સમજી ગયા કે કુમારને દેહ મૂર્છાને લીધે નિચેતન થયેલ જણાય છે. હકીકતમાં તે મૃત્યુ પામ્યું નથી.
પટ્ટાવલીમાં વર્ણન છે કે ધર્મઘોષસૂરિના સૂચનથી હરિયાકુમારના દેહને પુનઃ ગામમાં લાવીને સ્વ-સ્થાને મૂક્વામાં આવ્યા. ગારૂડીમંત્રના પ્રભાવથી ખેંચાઈને આવેલા એ જ સપે પિતાનું વિષ પાછું ખેંચી લીધું! વિષરહિત થયેલ કુમાર સચેતન થયો. એને સજીવન થએલે જોઈને સૌ આનંદ વિભેર થયા. સૂરિના ઉપદેશથી રણમલ ઠાકરે પરિવાર સહિત જૈનધર્મ અંગીકાર કર્યો. ઝાલેર તથા ભિન્નમાલના સંઘે આ નવોદિત જૈન કુટુંબને ઓસવાળ વંશમાં સમાવી લીધું. ઠાકર રણમલના વંશજે હરિયાકુમારના નામ પરથી “હરિયાવંશ” તરીકે પ્રસિદ્ધ થયા. ભગ્રન્થ, તેમ જ પટ્ટાવલીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ પ્રતિબંધનું વર્ષ વિ. સં. ૧૨૬૬ છે, જ્યારે રાસમાં વિ. સં. ૧૨૬૯ છે.
પટ્ટાવલીકાર વિશેષમાં વર્ણવે છે કે હરિયા શાહે વિ. સં. ૧૨૯૬ માં ભાલાણીમાં શ્રી શાંતિનાથ પ્રભુને શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યો તથા એક વાવ પણ બંધાવી.
ભદ્રગ્રન્થમાં હરિયાવંશની કુલદેવી વિશે આ પ્રમાણે વર્ણન છેઃ હરિયા શાહની મામલ નામની દીકરીને દેઢિયા ગોત્રમાં પરણાવી હતી. કર્મવેગે તે બાળ વિધવા થઈ. એ પછી તે ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગી. એક દિવસે તે કાઉસગ્ગ ધ્યાનમાં હતી તે વખતે ઘરમાં આગ લાગી. સૌએ તેને ઘરની બહાર નીકળી જવાનું કહ્યું, પરંતુ તે ધ્યાનરહિત ન થઈ. આગમાં તેનું મરણ થયું. આ ઘટના પછી હરિયા તેમ જ દેઢિયા એ બેઉ ગેત્રના વંશજોએ મામલદેવીને પોતાની કુળદેવી તરીકે સ્થાપી.
હરિયાવંશ પ્રતિદિન વિસ્તાર પામતે ગયે એટલે તેની ચાર મુખ્ય શાખાઓ આ પ્રમાણે ઉભવી (૧) સહસ્ત્રગણું (૨) કકા (૩) સાંઈઆ (૪) પ્રથલિયા. આ શાખાઓની પણ અનેક એડકે છે.
ભટ્ટગ્રન્થમાં હરિયાગોત્રની મુખ્ય ઓડકોની સૂચિ આ પ્રમાણે આપી છે. મરૂથલીઆ, વીજલ, પાંચારીઆ, સરવણ, નપાણી, સાંઈઆ, કપાઈઆ, દિન્નાણી, કોરાણું, વકીઆણી, પંચાયણી, માણકાણી, ખેતલાણી, સેમગાણી, નીકીયાણી, સધરાણ, હરિયાણી, હરગણુણ, પેથડાણી, સાંયાણ, પિથાણું, કાયાણી, આસરાણી, અભરાણ, ઠાસરીઆ ઈત્યાદિ.
વંશવૃદ્ધિની સાથે જ હરિયાવંશજો બધે પથરાતા ગયા. ખાસ કરીને હાલાર અને કચ્છનાં અનેક ગામમાં તેઓ સ્થિર થઈને રહ્યા. ભટ્ટગ્રન્થોમાં તે તેનો પરિવાર કયાં જઈને વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
અને તેમના વંશજો તે સંબંધમાં પણ વિગતવાર નેંધ છે. એટલું જ નહિ એમનાં કાર્યોને પણ વહીઓમાં પ્રચુર ઉલ્લેખ છે. હરિયાવંશમાં અનેક સતીઓ થઈ હોવાનું પ્રમાણ ભટ્ટગ્રન્થ પુરું પાડે છે. આ હકીકત ખાસ નોંધનીય ગણી શકાય. હરિયાવંશજોનાં ગામમાં એ બધી સતીઓના પાળિયા પણ હશે જ. કિન્તુ અહીં એ બધી વિગતેમાં જવું અપ્રસ્તુત છે.
ભટ્ટન્થોમાં હરિયાવંશના પ્રતાપી પૂર્વ વિશે હકીકતો જોવા મળે છે. તેમાં જણાવાયું છે કે હરિયાવંશમાં અમરકેટના રહીસ આસર શાહે આસર-વસહી નામને જિનપ્રાસાદ તથા એક વાવ બંધાવ્યાં. ભટ્ટગ્રન્થોક્ત આસર શાહને સમય અજ્ઞાત છે. સંભવતઃ હરિયા શાહના પ્રપૌત્ર આસર શાહ તે હશે. જો એમ હોય તો તેમનું વંશ–વૃક્ષ આ પ્રમાણે થાયઃ (૧) હરિયા (૨) ગુણા (૩) નરીઆ (૪) આસર.
ભટ્ટગ્રન્થ અનુસાર આ વંશમાં આસર શાહ નામના બીજા પણ એક પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા છે, જેમણે વિ સં. ૧૭૨૮ માં કચ્છ અંતર્ગત સાભરાઈ અને ડુમરા વચ્ચે આસરાઈ તળાવ બંધાવ્યું હતું. આ આસર શાહ કચ્છ-લઠેરડી ગામના વતની હતા.
અજ્ઞાત કક “હરીઆવંશ પ્રશંસા રાસની અપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય છે. તેમાંથી હરિયા શાહ તેમ જ તેમના બડભાગી વંશજો વિશે પ્રચુર પ્રમાણમાં માહિતી ઉપલબ્ધ થાય છે. ભટ્ટગ્રન્થમાં કે પટ્ટાવલીમાં આ વંશના આદ્ય પુરુષના પુત્ર વિશે પણ કશી માહિતી નથી, કિન્તુ ઉક્ત રાસમાંથી એ બધી ખૂટતી કંડિકાઓ ઉપલબ્ધ થાય છે. તેમાં જણાવાયું છે કે હરિયા શાહના ગુણ, સામત અને માંડણ નામે ત્રણ પુત્રો હતા. જેમાં માંડણ ઉદાર દિલના હતા. ગુણના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ પુત્ર નરીઆ, એના આસર અને દેસલ નામે બે ધર્મવંત પુત્ર થયા. આસરના પુત્ર નકીઆના આ પ્રમાણે ચાર પુત્ર થયાઃ (૧) જમીઆ (૨) ભાણ (૩) રાણા અને (૪) પાસડ, જેમાં રાણા રંગીલા અને પાસડ ગુણવાન હતા. જસીઆના પુત્ર હરિયા અને એના પુણ્યવાન એવા ચાર પુત્રે આ પ્રમાણે થયા: (૧) નકસ્યા (૨) કેયા (૩) પદમા અને (૪) સેઢિલ. આ ચાર ભાઈઓને પરિવાર ઘણે વૃદ્ધિ પામે. - ઉક્ત કેયાના આસધર, તેના સેમિગ અને વકિઆ નામે બે પુત્ર થયા. સેમિગના માણિક, પાસદર અને ભેજીઆ નામના અનુક્રમે મહિમાવાન, ભલા અને ઉત્તમ ત્રણ પુત્ર થયા. માણિકના ખેતલ, સામલ, ખિરુ, નમુ અને પંચાયણ નામના રત્ન જેવા પાંચ પુત્ર થયા. ખેતલના આસા, ડેપા, ગોપા અને ડાહ્યા એમ ચાર ભલા પુત્ર હતા, જેમની સૌ સેવા કરતા હતા આસાના રાજુ અને ધીરણ એમ બે ધન્ય પુત્ર થયા. પૂર્વનું પુણ્યને લીધે તેમને અખૂટ સંપત્તિ પ્રાપ્ત થયેલી. તેમાં પુત્ર રાજુ તે સ્વરૂપવાન હતું. તેના લખીઆ અને જેતા નામના બે પુત્રો થયા, જેમણે અનેક પુણ્ય-કાર્યો કર્યા શાહ સેદાગરો અને રાજાઓમાં લખીઆ અને જેતાએ પિતાની કીર્તિ વધારેલી. તેમ જ મહાજનમાં પણ સારાં કાર્યો કરેલાં.
લખીઆ શાહને પુત્ર આસપાલ મોટા મનને થયે, જેણે ઘણું ધન ખરચીને સત્કાર્યો કર્યા. રાજાને ભાઈ શાહ ધીરણ ધનાઢ્ય હતું. તેના ગુણવાન એવા ચાર પુત્રે આ પ્રમાણે થયાઃ (૧) મા (૨) પંચાણિયે (૩) ભેજીએ અને (૪) ધન જેઓ રાજદરબારમાં પ્રસિદ્ધ હતા. માલાના મહિને રાજ, વીજલ, સરવાણ એમ ત્રણ પુત્રો થયા. માલાને ભાઈ
પંચાણિયે પુણ્યવાન આત્મા હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
અને તેમના વંશજે
[ ૭ - શ્રેષ્ઠીવર્ય પંચાણિયા શાહના યશનું વર્ણન ઉક્ત રાસમાં સવિશેષ છે. રાસમાં કયાંયે વર્ષને ઉલ્લેખ નથી. માત્ર વંશપરંપરાનું કમબદ્ધ વર્ણન જ છે. એટલે આ શ્રેષ્ઠીવર્ય કયારે થઈ ગયા એ કહેવું મુશ્કેલ છે. અનુમાનતઃ તેઓ વિક્રમની ૧૭મી શતાબ્દીમાં થઈ ગયા હશે. નવાઈની વાત છે કે આવા ભાગ્યવંત પુરુષનો ઉલ્લેખ પટ્ટાવલીમાં કે ભટ્ટગ્રન્થોમાં પણ નથી. પંચાણિયા શાહનાં કાર્યો એમને અગ્રણે શ્રેષ્ઠીવર્યોની પંક્તિમાં સ્થાન અપાવે એવાં ગરિષ્ઠ છે. તેને ઉલેખ કરતાં પહેલાં તેમના પરિવાર વિશે ઉલ્લેખ કરે અહીં પ્રસંગોચિત ગણાશે. - રાસકાર વર્ણવે છે કે પંચાણિયા શાહની આસમતી નામની પત્ની હતી, જે અનેક ધર્મ કાર્યો કરવામાં ઉત્સાહવાળી હતી. આસમતીથી ખીઆ, કમે, ધને, દેપા, ગોપા, વહીઆ, મંગીઉ વગેરે પુત્રો થયા. રાસકાર આ પુત્રે વિશે જણાવે છે કે જ્યેષ્ઠ પુત્ર મેખીઆનું માન ઘણું હતું. કમ સુજાણ હતું. અને પરિચિત કે અપરિચિતેનું પિષણ કરનાર હતે. વહીઆ વટવાળા હતા.મંગઉ મતિવાન અને ગુણવાન હતે. - ઉક્ત રાસની પ્રતમાંથી પછીની અડધી પંક્તિ નષ્ટ થઈ ગઈ હઈને તેની વિગત અંગે જાણી શકાતું નથી. પછીની અડધી પંક્તિ દ્વારા જાણી શકાય છે કે ડાહીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા ડેફ, ભારુ, અને આસારી પ્રસિદ્ધ પુરુષો હતા. પ્રાયઃ ડાહી શ્રેષ્ઠી પંચાણિયા શાહના જયેષ્ઠ પુત્ર મોખી. આની ભાર્યા હશે. મેખીઆ શાહના ઉપર્યુક્ત પુત્રોની સંતતિ વિશે પણ “હરી આવંશ પ્રશંસા રાસ”માં ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે તેમના એક પુત્ર ડેરુ શાહ દાનવીર હતા. તેમના પુત્ર લાલ થયા, જેઓ સુંદર હતા લાલુને છ પુત્ર
આ પ્રમાણે થયાઃ (૧) રાજુ (૨) આસવંત (૩) દેવાણંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ (૪) ધારૂ (૫) મણસી અને (૬) ચાંપા. તેઓ ભલા અને રૂડા હતા. તેમની ચતુરાઈ અને કુશળતા જગમાં પ્રસિદ્ધ હતી. ઉક્ત શ્રેષ્ઠી ડેરુ શાહ પયુંષણ મહાપર્વમાં પ્રચુર દ્રવ્યવ્યય કરતા હતા. એમના કુળમાં આગળ પણ અનેક પુણ્યનાં કાર્યો થયાં. હરિયા વંશનાં સુકૃત્યે ઉદલાસપૂર્વક થતાં એમની પુણ્ય-કરણી સુદીર્ઘ છે.
એ પછી રાસકારે શ્રેષ્ઠી પંચાણિયા શાહે કરેલી તલહાણ વિશે પ્રશંસાત્મક વર્ણન કર્યું છે પંચાણિયા શાહ પુણ્યવાન હતા રાસકાર કહે છે કે પંચાણિયા શાહે મહાજનેમાં ધૃતલંભનિક વહેંચી તેનું વર્ણન કેમ કરી શકું? કેમ કે જીભ તે એક જ છે? એમ કહીને રાસકાર પંચાણિયા શાહે જ્યાં
જ્યાં ઘતલહાણ કરી હતી ત્યાં ત્યાંના મહાજનેની લાંબી સૂચી આપી છે.
સૌ પ્રથમ લહાણ નૌતનપુર–એટલે કે જામનગરમાં કરી પછી ખિમરાણમાં કરી. એ પછી શ્રેષ્ઠી પંચાણિયા શાહે જે જે સ્થાનમાં વૃતલહાણ કરી તેનાં નામ આ પ્રમાણે છેઃ ધુલેહરે, મહિમાણે, ખડલે, નાગૂરાઈ એખે, આરીખાણે, ખીરસરાના, ગણે, દ્રોણ, ટોડા, બાટાવડી, ડબાસંગે, બેરાજુ, સૂરાઓ,
સે, કાંનાવી લૂસે, સાંગણ લૂસે, છીકારી, છિછિ, પીપલીઉં, ડેઢિયે, વસઈ બેહડી, લાખાબાવળ, ડેરા, ચિલા, બેરાજુ, નાગુરી, પડાણા, ખાવડી, રાસંગપુર, ઝાંખરી, બાલાચદેવું, માં, વીસેત્તરી, ગ્રામડી, ખંભાલીએ, સોનારડી, ભાતેલ, બલહા, ચૂરી વગેરે ઉક્ત સ્થાને મુખ્યત્વે હાલાર અને કચ્છના છે એ પરથી સ્પષ્ટ થાય છે. પંચાણિયા શાહની કીર્તિ વ્રતલહાણથી એ બધાં સ્થાનમાં સવિશેષ વિસ્તરી હતી. આ
એતિહાસિક ઘટના કયારે બની એ વિશે રાસમાં ઉલ્લેખ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
અને તેમના વંશજો
શ્રેષ્ઠી પંચાણિયા શાહના કુળમાં વૃતલહાણ ઉપરાંત બીજા પણ અનેક સત્કાર્યો થયેલાં. શ્રેષ્ઠીવ સાતે ક્ષેત્રોમાં પ્રચુર દ્રવ્ય-વ્યય કરેલું એમ રાસમાં કહેવાયું છે. શ્રેષ્ઠીવર્યો પ્રથમ વૃતલહાણ નૌતનપુર–એટલે જામનગરમાં કરી હોઈને એવું અનુમાન કરી શકાય છે કે તેઓ જામનગરના રહીસ હોય. હાલારમાં લગભગ બધે જ એમની લહાણ ફરી હાઈને આ માન્યતાને પુષ્ટિ મળે છે. કચ્છમાં પણ હરિયાવંશજ હેઈને એમના વસવાટનાં ગામમાં શ્રેષ્ઠીવર્ય ઘતલંભનિકા વહેંચી હતી.
અમરકેટમાં હરિયાવંશમાં આસર શાહ પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા એ વિશે આગળ ભટ્ટગ્રન્થને આધારે ઉલ્લેખ થઈ ગયે છે. અમરકેટમાં થઈ ગયેલા શ્રેષ્ઠીવર્ય પાસવીર શાહ પણ આ વંશના પ્રધાન પુરુષ હતા એમ રાસકાર જણાવે છે. પાસવીર શાહ રાજમાન્ય પુરુષ હતા. તેમણે અમરકેટમાં યશપાર્જન કર્યું છે. એમને અને એમના વંશજેને રાજાઓ અને રાણુઓ માન આપતા હતા.
હરિયાવંશની મુખ્ય શાખાઓ વિશે પણ રાસકાર સુંદર વર્ણન કરે છે. ભટ્ટગ્રન્થમાં ચાર મુખ્ય શાખાઓ કહી છે. તેમાંની ત્રણ શાખાને રાસકાર આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. સાંઈઈ, કાકા, અને ગુરથરીઆ. આ શાખાઓ સર્વત્ર પ્રસિદ્ધ હતી.
શ્રેષ્ઠી પાસવીર શાહે અનેક પુણ્યકાર્યો કર્યા હેઈને એમનો મહિમા અપાર હતે. મહાજને એમને ઘણું માન આપ્યું હતું. મરુસ્થલી મારવાડમાં એમની પ્રસિદ્ધિ ઘણી હતી. ત્યાં તેમણે એક શિખરબંધ જિનપ્રાસાદ બંધાવ્યા અને અનેક ધર્મકાર્યો કર્યા. મરુસ્થલી પરથી આ વંશજો મરુથલિયા
ઓડખથી ઓળખાયા એમ ભટ્ટગ્રન્થને આધારે કહી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ
રાસકાર એ પછી વર્ણવે છે કે વિષાપહાર એક મુખ્ય ગેત્ર છે તેની સાત પેટા શાખાઓ છે. આ સાતે ગેત્રોના વંશજોએ ઉત્તમ દાનનાં કાર્યો કર્યા હેઈને તેમને રાવરાણાઓ માન આપતા હતા. એ સાતે ગેત્રમાં ઘતલહાણું કરીને પંચાણિયા શાહે પિતાનું માન વધાર્યું. રાસકારે હરિયાગેત્રથી ભિન્ન એવા વિષાપહાર ગેત્ર વિશે અહીં શા માટે ઉલ્લેખ કર્યો છે એ સ્પષ્ટ થતું નથી. અનુમાનતઃ શ્રેષ્ઠીવર્ય પંચાણિયા શાહની પત્ની આસમતીનું એ ગેત્ર હશે એ પછી રાસકારે પુણ્યનો પ્રભાવ વર્ણવ્યા છે. રાસની પ્રત અપૂર્ણ હાઈને એ પછીનું વર્ણન અનુપલબ્ધ રહે છે.
હરિયા શાહ અને એમના બડભાગી વંશનાં કાર્યો મહત્વપૂર્ણ હોઈને અંચલગચ્છના ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. “હરીઆવંશ પ્રશંસા રાસમાં આ વંશ સંબંધક સામગ્રી સારા પ્રમાણમાં સંગૃહીત હેઈન મૂળ રાસ પરિશિ. છમાં રજૂ કર્યો છે. હરિયાવંશજો એમના પ્રતાપી પૂર્વજોને પગલે પગલે એમની કીર્તિગાથાને પુણ્યકાર્યો દ્વારા લંબાવતા રહે એ જ અભ્યર્થના.
– અસ્તુ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
[ ૧૧
અને તેમના વંશજે
પરિશિષ્ટ હરીઆવંશ પ્રશંસા રાસ
શ્રી વીતરાગાય નમ: સરસતિ સામણિ પાય નમી, પ્રણમી સદ્ગુરુ પાય; શ્રી શંખેશ્વર સ્વામિને, પ્રણમે સુર નર રાય. ૧ એક મના થઈ એલગે, પહુંચે મનની આસ; ભવભંજન એક સ્વામિ તું, ગુડીય મંડન પાસ. ૨ લંદર ચરણે નમી, સૂડાલા સમરથ; વિવિધ દાન ધ્રહ તણું, હરીઆ છે ગરથ. ૩ કુણુ વંશ કિહાં ઉપના, કુણ થાનક કુણ ઠામ; રાજકુલી છત્રીસ માંહિ, વંશ પરમારહ નામ. ૪ વંશ પરમારે જાણીએ, રાઉ ભલે દધિચંદ્ર; દધિચંદ્ર પુત્ર મણિચંદ્રહું, રણમલ તાસ કુલચંદ્ર. ૫ રણમલ પુત્ર હરીઓ ભણું, દયાવંત નિરધાર; શ્રી મહાવીર ત્રીજે પટે, શ્રી ધર્મશેષ સુવિચાર. ૬ પ્રતિબોધ્યા પૂરે મને, સંવત ઉગણેત્તર બાર; શિખર એક તિહાં નીપનું, પુર ભાલણ મઝારિ. ૭ મૂલ હરીએ જે હુએ, તેહના પુત્ર જ ત્રણ; ગુણ સામત માંડણએ બંધવ ભલા, માંડણ મટિમ મન. ૮ ગુણ પુત્ર નરીઓ અને, નરીઆ પુત્ર બે જાણ; આસર દેશલ દીપતા, ધર્મ તણે અહિઠાણ. ૯ આસર પુત્ર નકીઆ તણા, હુઆ પુત્ર જ ચાર,
જસીઆ ભાણું રાણુ રંગિ, પાસડ તે ગુણધાર ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ જસીઆ કુલે દીપ, હરીએ નામે વિસ્તાર; હરીઆ ઘરે દીપતા, પુત્ર ચાર પુણ્યસાર. ૧૧ નકસ્યા કે આ જાણીએ, પદમા સઢિલ એડ; તેહ પરિવાર વચ્ચે ઘણે, જાણે સહુ જગ તેહ. ૧૨ કે આ કુલે દીપ, પુત્ર આસધર જેહ, તારા પુત્ર બે ઉપના, સેમિગ વકીઆ તેહ. ૧૩ સેમિગ સુત ત્રણ જ થઆ, માણિક મહિમાવંત; પાસદર ભલ ભેજીઆ, ઉત્તમ પ્રાણી જત. ૧૪ માણિક ઘરે ઉપનાં, પુત્ર પંચ જતન ખેતલ સામલ ખિ) ખરો, નમુ પંચાઅણુ રતન. ૧૫ ખેતલ પુત્ર વેદ જ ખરા, આસા દેપા દેવ;
પા ડાહીઆ અતિ ભલા, સહુ કરે તસ સેવ. ૧૬ આસા અંગે ઉપના, રાજુ ધારણ ધન્ય; પરિઘલ રિદ્ધિ પિતે અછે, જેહને પૂરવ પુણ્ય ૧૭ રજૂ રૂપે રૂઅડે, તસ અંગજ સુત બેય; લખીએ જયતે સંપના, પુણ્ય કરે બહુ તેહ. ૧૮ સાહા રાજા ને લખીએ, જયતે વાધ્યો જંગ; નિયવલું કીધું ભલું, માહાજન માંહિ રંગ. ૧૯ લખીયા સુત આસપાલ, જેમે ઘણ માટે મન; હરગણુ હરખે ખરચશે, તે દિવસે ધન ધન્ય. ૨૦ રાજા ભાઈ દીપ, સા ધીરણ ધનવંત; પુત્ર ચાર કહેધરા, ગુણધારી ગુણવંત. ૨૧ માલે માને આગલે, પંચાણુઓ પુણ્યવંત;
ભેજીએ ધને ધીરણ ભલા, તે રાવ રાણું ભણંત. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
અને તેમના વંશજો
[ ૧૩ ધીરણ સુત માલ ભલે, માલા સુત મહેરાજ; બંધવ બીજલ જાણીએ, સરવણ સારે કાજ. ૨૩ માલા બંધવ પંચાણઓ, તેહને પુણ્યહ સરસું કામ; આસમતિ ઉલટ ઘણી, ધર્મ કરે બહુ ઠામ. ૨૪ માન ઘણે મને માખીઓ, તસ સુત કમ સુજાણ; ધન ખરચે ધને ઘણું, પિષે જાણ અજાણ. ૨૫ દેપ ગોપાના હુઆ, વહીયા વટે તેહ મંગી મતિ આગલે, ગુણ બેલસું તેહ. ૨૬
..............ડાહીએ, જમ્યા પુત્ર રતન, ડેરુ ભારુ આસારીએ, જગત્ર જાણે ધન ધન્ય. સાહા ડેરુ દાને ઘણું, તસ સુત લાલુ ચંગ; પુત્ર ષટ જનમ્યા ભલા, રૂડા રૂડે બંગિ. ૨૭ રાજુ આસવંત દેવાણંદ, ધાર, મણસી જેહ, ચાંપે ચતુરાઈ કુશલ, જગ જાણે સહુ તેહ ૨૮ એને કુલે આગે અતિ ઘણાં, પુણ્યહ કીધાં કામ; સાહા ડેરુ ખરચે ઘણું પર્વ પજુસણ ઠામ. ૨૯ પુણ્યહ કરણી છે ઘણી, હરીઆ કુલે ઉલ્લાસ પંચાલીએ પૂરે મને, વૃત પુણ્ય કીધું તા. ૩૦
પુણ્ય વેગ આરિજ કુલ લહી, પુણે મુગતિ પહુંચે વહી; પુણ્ય સર્વ સીજે કાજ, પુયે ઘર બૈઠા હુઈ રાજ૩૧ પુણ્ય તીર્થ પૂરા કરે, પુણ્ય વિના તે અધવચ મરે, પુણ્ય ગાત્રજ હુઈ સુપ્રસંન, પુણ્ય હુઈ પૂરણ ધંન ૩૨ પુણ્ય હુઈ પુત્ર પરિધાન, પુણ્ય પરીઆગત નિધાન; પુણ્ય આસ્યા પૂરી મલે, પુણ્ય અકર્મ કીધાં ટલે. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૪]
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ પુણ્ય પૂરું પામી આય, પુણે સદ્ગતિ પ્રાણી જાય; પુણ્ય વિના નર નારી જેહ, નીચી ગતિ વલી હસે તેહ. ૩૪ પુણ્ય હુઈ પિતે જેહને, મનવંછિત પુચે તેને મહાજન લાહણી કીધી ઘણું, રસણિ એક કિમ ગુણ વર્ણવું. ૩૫ પ્રથમલાહણિનૌતનપુર વાવિ, બીજી લાહણિ ખીમરાણિ આવિ, પુલહરે લાહણિ ધૂનિ માનિ, લાહણિ કીધી મહિમાણે આવિ. ૩૬ લાહણિ ખડખે કીધી ખંતિ, નાગૂરાઈ ઓખે એક ચિંત; આરીખાણે આપી આખે, ખીરસરાના લિએ કહું સાખે. ૩૭ ગજણે તે ગુંજારવ કરે, પરિઘલ પિતું પુણ્ય જ ભરે; દ્રોણીએ તે ખરચે દ્રવ્ય, ટોડાનું માહાજન લે સર્વ. ૩૮ બાટાવડીએ ટબ મેહ જિમ, લાહણિ લાહી તે મોટે મર્મ દબાગે વ્રત વાવરે, પરિઘલ મનિ બેરાજૂ ભરે; ૩૯ લુસિ સૂરાઓ માહાજન બહુ, કાંનાવી લુસે પાસે કહું; સાંગણસે સત આગલો, લાહણિ સર્વ લિએ મહાજન ભલે. ૪૦ છીકારી છિછિ આગલી, મહાજન સર્વ બેઠું તે મલી; હરીઆ કુલે પંચાલુ પંચ, લાહણિ કરે તે રુદ્ર સંચ. ૪૧ છીકારી માંહિ લાહણિ કપરી, દેશ પરદેસ કરતિ વિસ્તરી; આગે એણિ કુલે રૂડા કામ, સપત ક્ષેત્ર ખરચ્યાં બહુ દાન કર પીપલી રાહુનું જિહાં, લાહણિ કીધી મહાજન માંહિ તિહાં; ડિઢીએ દીપાબૂ દાન, ગૂજર માહાજન દે બહુ માન. ૪૩ પંચાલીએ તે પૂરે ભાવે, લાહણિ લાહી ડિઢીએ આવે; વસઈએ પરિઘલ વિત્ત વાવરે, બેહડી ગ્રામ પરિઘલ પુણ્ય ભરે. ૪૪ લાખાબાઉલ ને ડેરા જિહાં, લાહણિ લાહી બૃત સુઘણ તિહાં, ચિલાનું મહાજન નવલી ચંગ, લાહણિ લાહી તે રૂડે બંગિ. ૪પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
અને તેમના વંશજે
[ ૧૫
નગર પાસે બેરા રંગ, લાહણિ લાહી નાગરી ચંગ; વિવિધ પ્રકારે પ્રત વાવરે, પંચાલુ પુણ્ય પિતું ભરે. ૪૬ પાડાણિ ખહવડીએ ખંતિ, ધૃત લાહણિ દીધી એક ચિતિ, ગ્રામ એટલે દીધું દાન, પંચાલીઉ જાગે બહુ માન. ૪૭ દિશિ આથમણી મહાજનજિહાં, લાહણિ લાહી વ્રત પરિઘલ તિહાં મહાજન પુણ્ય પસાયે કરી, રાસંગપુર લાહણિ મનિ ધરી. ૪૮ ઝાંખરી બાલાચદેઉ લઈ દાન, માઢે વીતરી વધાયું વાન; શ્રી સંઘ પુણ્ય લાહણિ કરું, એહ વાત ચિતિ નિત ધરું ૪૯ ચામડી ખંભાલીએ ધન વાવ, સેનારડી ભાતેલે ભડૂ; રાહુના બલહા વલી ઘણ, એહ કામ નવિ રાખું મણ. ૫૦ ભગવંત પુણ્ય પસાથે કરી, લાહણિ ચૂરી કરું મનિ પુરી; શ્રી સંઘ પુણ્ય પસાઈ કરી, હાલાર માંહિ લાહણિ ફરી. પ૧ હરીઆ કુલે અછે પુરુષ પ્રધાન, પાસવીર સામે એમ જાણ; એણિ કુલિ હૂઆ પુરુષ પ્રધાન, રાઆ રાણા દિઅતિ ઘણું માન. પર અમરકોટ માનવ સુચંગ, પાસવીર વધારીઓ રંગ; એણિ કુલિ જે જે જિહિ જણે અછે, પૂછીય વાત કરે સહુ પછે. પ૩
હહા હરીઆ સાંઈઈ ભણુએ, કકા કલવંત એહ; ગુરથરીઆ બુલિ ગરથ, જાણે જગવલી તેહ ૫૪ ફરી થઈમ થેભ બહ, આપે નિત નિત દાન; મહિમા અતિ ઘણ તેહને, દે મહાજન બહુમાન. ૨૫ મરુથલીઆ મારુ આદિ અછે, તિહાંકણિતેહ પ્રસિદ્ધ
ઉત્તમ કામ કીધા ઘણા, શિખર એક સે સિદ્ધ. ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
શ્રેષ્ઠીવર્ય હરિયા શાહ
ચુપઈ વિષાપહાર તે ગાત્ર જ એક, ગેત્ર સાત નીપના છેક; સાતે ગાત્રે ઉત્તમ દાન, રાય રાણુ માને બહુ માનિ. પ૭ ગોત્ર સાત દીપાવ્યાં દાન, પંચાલીએ વધારી માને હાલહર માંહિ કરણ કીધ, લાહે લક્ષ્મીને ઘણ લીધ. ૧૮ પુણ્ય પસાઈ ઉત્તમ વંસ, પુણ્ય પસાઈ વાધે વંસ, પુણ્ય પસાઈ કુલ સણગાર, પુણ્ય પસાઈકુલને ભાર. ૫૯ પુણ્ય પસાઈ..
(પ્રત શ્રી અનંતનાથ જિનાલય જ્ઞાન-ભંડાર,
ભાત ભજાર, મુંબઈ - ૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી ગોડીજીતીર્થ–સંસ્થાપક
મિઠડીઆ મેઘા શાહ
“થરના ઠાકુર ભેટ્યા, ભેટ્યા, ભેટ્યા રે!”ને આનંદભર્યો નાદ અર્ધ સહસ્ત્રાબ્દી પહેલાં સિંધ અંતર્ગત થરપારકરના પ્રદેશમાં ગુંજાયમાન થયેલું. આ નાદના પ્રેરણાસ્ત્રોત હતા શ્રી ગેડીજીતીર્થ –નાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ–જેમને યાત્રિક થરના ઠાકુર તરીકે સંબોધતા. ભક્તિભાવથી તરબળ થયેલા ભાવુકે એ તીર્થની યાત્રાથી પાવન થઈને ઉપર્યુક્ત સમૂહ-નારે લહેરાવતા અને આનંદ વિભેર થઈને નાચતા-કૂદતા. એ યુગમાં થરના ઠાકુર પ્રત્યેની ભક્તિ એર હતી, એ તીર્થને મહિમા એર હતુંશ્રી ગોડીજીના ચમત્કારની મેહિની પણ ઓર હતી. એ ભક્તિ-યુગની તવારીખ અને ખી ભાત પાડે છે. એના નાયક છે મિઠડીઆ શ્રેષ્ઠી મેઘા શાહ-જેમણે એ પ્રભાવક તીર્થને સૂત્રપાત કર્યો.
મેઘા શાહ ઓસવાળ જ્ઞાતીય, મિઠડીઆ ગેત્રીય, વહેરા શાખીય હતા. મૂળ તેઓ નગરપારકરના, પરંતુ વ્યાપારાર્થે એમના પિતા ખેતા શાહ અને માતા ખેતલદે પાટણમાં આવીને વસેલા. એ જમાનામાં પાટણ પશ્ચિમ ભારતનું સમૃદ્ધ નગર હોઈને અનેક સ્થાનેના લેકો ત્યાં આવીને વસેલા પ્રમાણગ્રન્થ અનુસાર વિ. સં. ૧૪૩૨ માં મેઘા શાહ પાટણમાં
વ્યાપારાથે રહ્યા હતા. એમની પુખ્ત ઉંમરની ગણતરી કરતાં તેઓ વિકમના પંદરમા સૈકાના પ્રારંભમાં જન્મ્યા હશે એમ અનુમાન કરી શકાય છે. એમને ભેજા અને ઉદય નામે બે મોટા ભાઈઓ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨ ]
શ્રી ગેડી જીતીર્થ–સંસ્થાપક ભટ્ટગ્રન્થમાં ઉલ્લેખ છે કે વિ. સં. ૧૩૯૮ માં ખેતાશાહ પારકર અંતર્ગત ભૂદેધર નગરમાં વસતે હતો. તેની પત્નીનું નામ નડી હતું. તેમણે પોતાના પુત્ર મેઘા શાહને એ નગરના વડેરા ગોત્રીય શ્રેષ્ઠી સાજણ આલ્હાની પુત્રી મરઘા સાથે પરણાવ્યું હતું. સાજણ શાહને કાજલ, ઉજલ અને સામલ નામે ત્રણ પુત્ર હતા. કાજલ શાહ ઘણો ધનવાન હતે. મેઘા શાહ એમની પાસે જ નેકરીમાં રહેલા.
એ અરસામાં પારકરમાં રાણે ખેંગાર રાજ્ય કરતો હતો. મહમદ બેગડાએ વિક્રમના ૧૬ મા શતકમાં સિંધમાં ત્રણ વાર સવારી કરી અને અસંખ્ય લોકોને વટલાવ્યા એ પહેલાંની શતાબ્દીનું ત્યાંનું રાજકીય ચિત્ર જુદું જ હતું. સમાવંશના રાજપૂતાનું સિંધમાં રાજ્યશાસન હતું. સુમરા અને સોઢાઓનું પણ ત્યાં ઘણું વર્ચસ્વ હતું. સિંધમાં હિન્દુસત્તા નષ્ટ થઈ એ પહેલાં પારકર-પ્રદેશમાં ઓસવાળવંશીય જેને મેટો સમૂહ વસતો હતે. ઓસવાળાની વિશાળ સંખ્યાને લીધે જેન યતિઓ ત્યાંના રાજ્યકર્તાઓ પર સારું વર્ચસ્વ ધરાવતા હતા. કેટલાંક રાજ્યમાં મંત્રીઓ અને અધિકારીઓ તરીકે પણ જેને નિયુક્ત થયેલા.
ઓસવાળ મૂળ તો રાજપૂત ક્ષત્રિય હતા. જેનાચાર્યોએ તેમને પ્રતિબોધીને એસવાળવંશનું સ્થાપન કર્યું. એસવાળનું મૂળ ઉત્પત્તિ–સ્થાન મારવાડ અંતર્ગત ઓસનગર,
જ્યાં સૌ પહેલાં ઓસવાળ-સૃષ્ટિનો આવિર્ભાવ થયો. ભગવાન શ્રી પાર્શ્વનાથની શ્રમણ–પરંપરાના છઠ્ઠા પટ્ટધર આચાર્ય રત્નપ્રભસૂરિના ઉપદેશથી ત્યાં લાખો ક્ષત્રિયએ જૈનધર્મ અંગીકાર કરે એ પછી પણ ઓસવાળ-સૃષ્ટિ વિસ્તૃત થતી જ રહી. સિસોદિયા, પરમાર, ચૌહાણ, સોલંકી, રાઠોડ, ભટ્ટી,
ચાવડા, પડિહાર, કછાવા, ગૌડ વગેરે વંશના રાજન્ય કુળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
મિઠડીઆ મેઘા શાહ ક્ષત્રિએ જૈનધર્મ અંગીકાર કરીને ઓસવાળ–વંશમાં પ્રવેશ મેળવ્યું હતું એ પછી પણ આ પ્રકિયા વિકમની ૧૫ મી શતાબ્દી સુધી ઠેઠ ચાલતી રહી.
આ રીતે એસવાળની આદિ ભૂમિ મરુભૂમિ બની. એસવાળની સંખ્યા વધતાં મારવાડના નિકટવર્તિ પ્રદેશમાં પણ એસવાળે ફેલાયા. જૈનધર્માનુયાયી ક્ષત્રિયેને એસ, પારકર, પાલી ઉપરાંત સાચેર, જાલેર, જેસલમેર, ઈડર, જોધપુર, ગેલવાડ, થલી, મેવાડ ઈત્યાદિમાં પ્રભાવ વધતો ચાલે. પારકર-પ્રદેશમાં તેમનું બાહુલ્ય સવિશેષ હતું. પારકરમાંથી તેઓ સિંધમાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા. આ હિલચાલનું નોંધનીય પરિણામ એ આવ્યું કે પારકર એ પછી સિંધને પ્રદેશ ગણાવા લાગ્યો. એ પહેલાં તે મારવાડને પશ્ચિમ વિભાગ ગણાતા હતા.
વિક્રમના ૧૫ માં સૈકામાં પારકર ઘણે ગીચ વસ્તીવાળો પ્રદેશ ગણાતે હતો. આજે તો પરિસ્થિતિ જુદી જ છે, ભારતના નકશામાંથી પણ તે નીકળી ગયું છે. પરંતુ એ કાળે ઓસવાળ જેનોના વર્ચસ્વવાળે એ પ્રદેશ હતું, એમાં ચૌદ ચેઢી હતી. એક ચેઢીમાં ૫૬૦ ગામે ગણાય, એટલે પારકર ૭૮૪૦ ગામે ધરાવતા પ્રદેશ હતો. ભૌગોલિક રીતે તેને વિસ્તાર આ પ્રમાણે હતઃ દક્ષિણે ભૂજ ૫૦ ગાઉ દૂર હતું, તેમાં ૪૦ ગાઉની હદ પારકરની હતી. રાણીગામ એ કાળે પારકરનું હતું. ઉમરકોટ ૮૦ ગાઉ દૂર હતું, તેમાં ૫૦ ગાઉની સિમા પારકરની હતી. ચૌહાણનું સૂરાચંદ રાજ્ય ૪૨ ગાઉ દૂર હતું, તેમાં ૩૦ ગાઉ પારકરની ભૂમિ હતી. છોટણ ૬૦ ગાઉ દૂર હતું, તેમાં ૬૦ ગાઉને પ્રદેશ તે પારકરનો હતો. દક્ષિણ તરફ ચૌહાણનું બાવસુઈ ૫૦ ગાઉ છેટે હતું, તેમાં ૨૭
ગાઉની હદ પારકરની હતી. પ્રાયઃ વિક્રમના ૧૬ મા શતકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એટલે
જાણે હતાશ હ. જો
Page #265
--------------------------------------------------------------------------
________________
૪]
શ્રી ગેડી જીતીર્થ–સંસ્થાપક આવા સમૃદ્ધ પ્રદેશને મુસલમાન શાસકો ઘેરી વળ્યા અને તેને છિન્નભિન્ન કરી દીધે. વિક્રમના પંદરમા–સોળમા સૈકામાં આઠેક હજાર ગામેની સંખ્યા ધરાવતે આ પ્રદેશ સેળમાં સૈકાના અંતિમ ચરણમાં માત્ર ૧૪૦ ગામોને જ પ્રદેશ બની ગયો !! આજની વાત કરીએ તો ભારતના નકશામાંથી ભૂંસાઈને તે પાકીસ્તાનની ગોદમાં ભરાઈ બેઠું છે. ગયે વર્ષે ભારત અને પાકીસ્તાન વચ્ચે યુદ્ધ ખેડાતાં નગરપારકરને ભારતના જવાનોએ જીતી લીધું. પરંતુ સમાધાન થતાં પુનઃ તે પાકીસ્તાનને સંપાઈ ગયું !! આટલી સામાજિક તથા રાજકીય ઉથલપાથલ ભાગ્યે જ અન્ય કે પ્રદેશે જોઈ હશે.
ટૂંકમાં, પારકરમાં હિન્દુસત્તાનો સૂરજ તપતો હતો ત્યારની આ વાત છે. મુસલમાનના આક્રમણથી બચવા ત્યાંના એસવાળે કચ્છ તરફ નાસી છૂટ્યા એ પહેલાના સૈકાની સેનેરી તવારીખનું અહીં ઉજળું પાનું તપાસીએ અગાઉ જણાવી ગયા તેમ પારકરમાં રાણ ખેંગાર રાજ્ય કરતા હતા. તેના પ્રધાન તરીકે ઉક્ત કાજલ શાહ નિયુક્ત થયેલા. કાજલ શાહ પારકરના ધનાઢ્ય વેપારી પણ હતા. તેમણે પિતાના બનેવી મેઘા શાહને પિતાની પાસે નેકરીમાં રાખેલા. તેમને પાટણ સાથે માટે વેપાર હેઈને મેઘા શાહને પાટણ પણ જવું પડતું. પાટણમાં આ કુટુંબ ઘણું રહેલું એવા ઉલ્લેખો પણ મળે છે. આગળ જણાવી ગયા તેમ પાટણમાં અનેક સ્થાનોના લેકે વસતા અને વેપાર કરતા. ભારતનાં અનેક નગરો સાથે પાટણ વેપાર કડીથી સંકડાયેલું હતું.
મંત્રી કાજલ શાહને તેના બનેવી મેઘા શાહ સાથે ઘણો મનમેળ હતે. સ્નેહભાવમાં શેઠ–નેકર જે સંબંધ ન રહે એ સ્વાભાવિક છે. એકવાર મેઘા શાહ કાજલ શાહ પાસેથી પૈસાની મદદ લઈને પાટણમાં વ્યાપારાર્થે ગયા. પાટણમાં તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
[ ૫
માં આ પ્રતિમા છે ગાડી પાક લવચ ધાત્મિક શા
મિઠડીઆ મેઘા શાહ કાપડ, અનાજ-કરીઆણુ, તથા ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ આદિની ખરીદી કરી. એક દિવસ રાત્રે તેને સ્વપ્નમાં સૂચન મળ્યું કે “અહીંના સૂબા હસનખાન(હીસાયુદ્દીન)ને ત્યાં જિન-પ્રતિમા છે, તેને દામ આપીને તું લઈ લેજે” મેઘા શાહે સ્વમાનુસાર ૧૨૫ કન્મ-અથવા ૫૦૦ દેકડા આપીને તે પ્રતિમાને મેળવી લીધી.
અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિના આધ્યાત્મિક શાસનમાં વાચક લક્ષ્મીચંદ્રના શિષ્ય લાવણ્યચંદ્ર વિ સં. ૧૭૩૪ ની આસપાસ “શ્રી ગેડીપાર્શ્વનાથ ચેઢાળિયું” રચ્યું છે. તેમાં આ પ્રતિમા વિશે એવું જણાવાયું છે કે અંચલગચ્છાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી મેઘા શાહના પિતા ખેતા શાહે વિ. સં. ૧૪૩૨ ના ફાગણ શુદિ ૨ ને શુક્રવારે પાટણમાં શ્રી ગેડીપાર્શ્વનાથની પ્રતિમાની ઘણું ધન ખરચીને ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. તે વખતે મુસલમાનેન ઝનૂની આક્રમણના ભયને લીધે તે પ્રતિમાને વિ. સં. ૧૪૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવેલી. વિ સં. ૧૪૬૫ માં હુસેનખાન નામના સરદારે પાટણ સર કર્યું. તેની ઘડસારમાં ખીલે ખેડાવા જતાં તે પ્રતિમાજી પ્રકટ થયાં. પ્રતિમાજીની સુંદરતા જોઈને હુસેનખાન પ્રભાવિત થયે. તેણે તેને પિતાના મહેલમાં મૂકાવી. તેની બીબી, જે મૂળ જૈન વણિકની કન્યા હતી, તે તેનું પૂજન કરવા લાગી. આ રીતે ઠેઠ વિ. સં. ૧૪૭૦ સુધી તે પ્રતિમાજી હુસેનખાનના મહેલમાં પૂજાતાં રહ્યાં.
અંચલગચ્છની મોટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે શ્રી પાર્શ્વનાથજીના અધિષ્ઠાયકે હસનખાનને પણ સ્વમમાં સૂચવ્યું કે તારે તે પ્રતિમાજીને સવાસો કમ્મ લઈને મેઘા શાહને આપવી. પ્રભાતે મેઘા શાહ પોતાને મળેલા સ્વપ્ન–સંકેત અનુ
સાર તે પ્રતિમાજીને પ્રાપ્ત કરી લીધી. એ સમયે અંચલગચ્છાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
શ્રી ગેડી જીતીર્થ–સંસ્થાપક ધિપતિ મેરૂતુંગસૂરિ પાટણમાં બિરાજતા હતા. મેઘા શાહે તેમને તે પ્રતિમા બતાવીને બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. મેરૂતુંગસૂરિ પ્રતિમાજીના દર્શન કરીને હર્ષિત થયા. તેમણે મેઘા શાહને કહ્યું કે “આ શ્રી ગોડીજીપાર્શ્વનાથજીની મહા પ્રભાવક પ્રાચીન પ્રતિમા છે. તેને તમારા પારકર દેશમાં લઈ જાઓ. ત્યાં પ્રાસાદ બંધાવીને આ પ્રતિમાજીનું સ્થાપન કરવાથી તે અતિશયવંત તીર્થરૂપ થશે.” મેરૂતુંગસૂરિની પ્રેરણાથી મેઘા શાહ તે પ્રતિમાજીને પોતાના વતનમાં વિ. સં. ૧૪૭૦ માં લાવ્યા. એ વખતે મેઘા શાહના મનમાં અનેક ઉમેદે હતી.
ઉક્ત ચઢાળિયામાં એવું વર્ણન છે કે મેઘા શાહે તે પ્રતિમાને રૂની ગાંસડીમાં મૂકાવેલી. રાધનપુર થઈને મેઘા શાહ પોઠો ઉપર બધે માલ ભરીને પિતાના વતન ભણે હર્ષભેર પ્રયાણ કરે છે. માર્ગમાં ચમત્કારિક પ્રતિમાજીના પ્રભાવથી તેની પિઠોને કઈ ગણું શક્યું નહિ. મતલબ કે એને ક્યાંયે દાણ ભરવું પડયું નહિ!
ઘેર પહોંચતાં કાજલ શાહે બધે હિસાબ માગ્યા. મેઘા શાહે બધો હિસાબ આપીને પ્રતિમા મેળવવા માટે ખરચેલી રકમ પિતાને ખાતે માંડવાનું કહે છે. કાજલ શાહને પ્રતિમા ગમી જતાં તેને પોતાની પાસે રાખવાની તેને ઈચ્છા જાગેલી. આ પ્રભાવક પ્રતિમાની વાત થોડા દિવસમાં જ સમગ્ર પારકરમાં ફેલાઈ ગઈ હોવાથી અનેક લેકે પ્રતિમાજીના દર્શનાર્થે આવવા લાગ્યા. મેઘા શાહે પ્રતિમાજીને પોતાના ઘરમાં જ સ્થાપ્યાં હતાં, જે એક તીર્થમાં ફેરવાઈ ગયું. આમ મેઘા શાહની કીર્તિ પ્રતિદિન વધતી ચાલી કાજલ શાહથી આ સહન ન થઈ શકયું. મેઘા શાહ અને કાજલ શાહ વચ્ચે અંટસ જાગી. પહેલા જેવો સ્નેહભાવ ન રહેતાં નોકર–શેઠ જેવા સધં બંને
નાતે તેઓ વહેવાર કરવા લાગ્યા. કાજલ શાહે આથિંક દબાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
લે પ્રતિદિન વહ અને કલેકટર શેડ જેક દબાણ
Page #268
--------------------------------------------------------------------------
________________
મિઠડીઆ મેઘા શાહ
| [ ૭
હેઠળ મેઘા શાહને ખૂબ ખૂબ સમજાવ્યા. પણ તેઓ એકના બે ન થયા. બન્ને વચ્ચેની રકઝકે તકરારનું રૂપ લીધું. કાજલ શાહને પ્રતિમાજીને પોતાની પાસે રાખવાની ઘણી ઈચ્છા હતી, પણ મેઘા શાહની મક્કમતા પાસે કાંઈ ચાલી શક્યું નહિ. તેથી તેને મેઘા શાહ સાથે વેર બંધાયું. બાર વર્ષો સુધી આમ ચાલ્યું. એ દરમિયાન મેઘા શાહને મઈએ અને મહેર નામે બે પુત્રે પણ થયા.
કાજલ શાહ પારકરના ધનાઢ્ય વેપારી હતા. વળી રાજ્યમાં મંત્રીપદે પણ હતા. આવી પ્રભાવશાળી વ્યક્તિ સાથે વેર બંધાયું હેવાથી અહીં સુખશાંતિથી હવે ઝાઝું રહી શકાશે નહિ એમ વિચારીને મેઘા શાહે ત્યાંથી ઉચાળા ભરવાનું નક્કી કરી નાખ્યું. એ સમયે મેઘા શાહની આર્થિક સ્થિતિ સારી કહી શકાય એવી નહતી. છતાં એમના આદર્શો ઊંચા હતા. એમના જીવનમાં એક જ મહેચ્છા હતી અને તે શ્રી ગેડી જીતીર્થ– સ્થાપનાની. મહિમાનિધિ મેરૂતુંગસૂરિના શબ્દ તે ભૂલી શકે એમ નહોતે આ કાર્યમાં એ યુગપ્રધાન આચાર્યના આશીર્વાદ પણ તેને મળ્યા હતા.
પ્રમાણગ્રન્થમાં ઉલ્લેખ છે કે એક રાતે શ્રી ગોડીજીની પ્રભાવક પ્રતિમાજીને અજાણ્યા સ્થળે લઈ જવાનું મેઘા શાહને સ્વપ્નમાં સૂચન મળ્યું અને તે અનુસાર એમણે સવારે વહેલા ઉઠીને એક વહેલમાં તે પ્રતિમાને પધરાવી, વહેલને બે નવાં વાછરડાં જોતરી અજાણ્યા સ્થળ તરફ જવા પ્રયાણ આદર્યું. મેઘા શાહ આગળ વધતાં ડાબા થલમાં જઈ પહોંચ્યા. ત્યાં ચારે બાજુએ નિર્જન વેરાન હતું. ત્યાં તેમણે સ્વપ્નના સંકેતાનુસાર ગોડીપુરનગર વસાવ્યું. ત્યાં મીઠા પાણીને કૂવો નીકળે. ખેદકામ કરતાં મીઠા આંકડા નીચેથી મેઘા શાહને ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું. ત્યાં ગહ્લીનું શુભ ચિહ્ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રી ગેડીજીતીર્થ–સંસ્થાપક - મેઘા શાહે તે સ્થાને જ સ્વપ્નમાં મળેલા સૂચન અનુસાર જિનપ્રાસાદને પાયે નાખે. સદ્ભાગ્યે તેની પાસે જ પથ્થરની ખાણ પણ નિકળી જમીનમાંથી એમને ઘણું ધન પ્રાપ્ત થયું હોવાથી હવે એમને આર્થિક સંકડામણ નહતી. સિરોહીના સલાટે જિનપ્રાસાદનું કામ ભક્તિથી ઉપાડી લીધું. મેઘા શાહની કીર્તિ ચારે તરફ ફેલાવા લાગી. આથી કાજલ શાહની ઈર્ષ્યા બેવડાઈ
મઘા શાહે જ્યાં જિનપ્રાસાદને પાયે નાખે ત્યાં વેરાન વગડે જ હતા. એ ભૂમિ પર ઠાકુર ઉદયપાલનું રાજ્યશાસન હતું, ખેતશી લુણાત રાજાનો મંત્રી હતા. મેઘા શાહની કીર્તિ સાંભળીને બેઉએ એમને હૈયાધારણ આપી અને રાજ્ય તરફથી બધી સુવિધાઓ કરાવી આપી. મેઘા શાહને રાજાએ ઘણે સત્કાર કર્યો. એટલે મેઘા શાહને ઉત્સાહ ઘણો વધ્ય. જિનાલયનું ખાતમુહૂર્ત ક્યારે થયું તે વિશે નક્કી જાણ શકાતું નથી. પરંતુ વિ. સં. ૧૪૮૨ માં થયું એ વિશે પ્રમાણ ગ્રન્થમાંથી ઉલ્લેખ મળી આવે છે. જિનપ્રાસાદનું મેટા ભાગનું કામ પૂર્ણ થઈ ચૂકયું હતું ત્યાં જ મેઘા શાહનું વિ. સં. ૧૪૯૪ માં અકાળ મૃત્યુ થયું. એમનું મૃત્યુ કાજલ શાહના કપટથી થયું એવા ઉલ્લેખ પણ મળે છે. કાજલ શાહે પિતાની પુત્રીના લગ્નમાં મેઘા શાહના આખા કુટુંબને પિતાને ત્યાં બેલાવ્યું અને મેઘા શાહને દૂધમાં ઝેર આપીને મારી નંખાવ્યો.
કાજલ શાહે પિતાના બેઉ ભાણેજે મહિયા અને મહેરાને પિતાની પાસે રાખીને જિનપ્રાસાદનું વિશિષ્ટ કાર્ય પુનઃ શરૂ કરાવ્યું. અંચલગરછની મેટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે કાજલ શાહે જિનાલયના આગળના ભાગનો રંગમંડપ કરાવી
આપે. જિનાલયને ફરતી ચેવિસ દેવકુલિકાઓ ત્યાંના સંઘે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
મિઠડીઆ મેઘા શાહ
કરાવી પછી તો બીજી દેવકુલિકાઓની પણ રચના થઈ વિ. સં. ૧૪૫ માં કામ સંપૂર્ણ થયું અન્ય પ્રમાણે અનુસાર કામ વિ. સં. ૧૫૧૫ માં પૂર્ણ થયું.
કવિ રૂપ કૃત “ગોડી પાર્શ્વનાથ છંદ”ની પ્રતપુમ્બિકામાં આ તીર્થની ઉત્પત્તિ સંબંધમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે, જે આ પ્રમાણે છે: “સંવત્ ૧૪૩૧ ફાગણ શુદિ ૨ શુકવારે શ્રી પાટણનગરે શ્રી ગેડીજીની પ્રતિમા શેઠ મિઠડી આ હરા સામેઘા ખેતાણું પ્રતિમા ભરાણી છે. શ્રી આંચલઈ ગછે શ્રી મેરૂતુંગસૂરીઈ પ્રતિષ્ઠિત. સં. ૧૪૫૫ સમૈ ભંડારી. સં. ૧૪૭૦ ગોઠી મેથૈ ખેતાણું પાટણથી પારકર લે આયા. સં. ૧૪૮૨ દેહેર કરાવ્યો. સં. ૧૫૧૫ દેહરે પૂરો થયો. ગોઠી મેહર મેઘાણું ઈંડું ચઢાયે ઇતિ શ્રેય.”
ડે. ભાંડારકરે અંચલગચ્છની એક પટ્ટાવલી પિતાના રિપોર્ટમાં પ્રકાશિત કરી છે, તેમાં પણ આ તીર્થના સંબંધમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છેઃ “વિ. ૧૪૩૨ ગોડી પાર્શ્વનાથબિંબ પ્રતિષ્ઠા અભસિંહસૂરીણા પત્તને અંચલગણે. વેટ ખેતાકેન. તદનું વિકમાત્ ૧૪૩૫ ગઠી મેવાકેન ગડાગ્રામે સ્થાપિત સ્વનામ્ના” (જુઓ: “અંચલગચ્છ-દિગ્દર્શન” પૃ. ૧૮૯)
પરિશિષ્ટમાં આપેલ ચઢાળિયા દ્વારા જાણી શકાય છે કે શિખર ઉપર ધ્વજારોપણ કરતી વખતે કાજલ શાહ અને મેઘા શાહના પુત્ર મેહરા વચ્ચે કલેશ થયા. ધ્વજારોપણ કરવાના કાજલ શાહના કેડ પણ પૂરા થયા નહિ. અન્ય પ્રમાણોમાં એ ઉલ્લેખ છે કે કાજલ શાહે મૂલનાયકજીના બિંબની પ્રતિષ્ઠા કરાવી અને મેહરાએ ધ્વજારોપણ કર્યું. એ પછી કાજલ શાહે શ્રી શત્રુંજય અને ગિરનાર તીર્થને છરી પાળતો સંઘ કાઢ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
શ્રી ગેડીજીતી—સંસ્થાપક આ રીતે શ્રી ગેડીજીપાર્શ્વનાથના મહા ચમત્કારિક અને પ્રભાવક તીર્થનો આર્વિભાવ થયે. ત્યાંના ઠાકોરે તીર્થને મુંડકાવેરામાંથી મુક્ત રાખ્યું. મેઘાના સંતાને આ જિનાલયની દેખરેખ રાખતા હોવાથી તેઓ ગેઝી–ગોઠી તરીકે ઓળખાયા.
આ જિનબિંબની પ્રાચીનતા સંબંધમાં કહેવાય છે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિ. સં. ૧૨૨૮ માં પાટણમાં થયેલી અંજનશલાકા પ્રસંગે સ્વહસ્તે જે ત્રણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી તેમાંનું આ એક બિંબ. અન્ય બે બિંબ છે મહેમદાવાદમાં અને તારંગામાં. પં. નેમવિજ્ય દ્વારા રચિત
ગોડીજીપાર્શ્વનાથ સ્તવન” (ઢાળ પંદર, રચના વિ. સં. ૧૮૦૭, ભાદરવા શુદિ ૧૩ ને સોમવારે) માં આ સંબંધમાં આ પ્રમાણે ઉલ્લેખ છે—
ધવલ ધીંગ ગેડી ધણી, સહુકો આવે સંગ;
મહેમદાવાદ મોટક, તારંગે નવરંગ.
વડોદરાના શ્રેષ્ઠી કાનજી વસોએ ઉક્ત પ્રસંગે એ ત્રણેય જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવેલી. કાલાનુકમે ગેડીજીની પ્રતિમા ઝીંઝુવાડાના શેઠ ગોડીદાસના ગૃહચૈત્યમાં પૂજાતી હતી. એકવાર દુકાળ પડવાથી ગેડીદાસ માલવા ગયેલા. ત્યાંથી પાછા ફરતાં માગમાં સિંહ નામના કળીએ એમનું ખૂન કરેલું. આની જાણ થતાં ગેડીદાસના મિત્ર સોઢાજી ઝાલાએ કેળીને મારી નાખે. કહેવાય છે કે ગેડીદાસ મરીને પોતાની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને અધિષ્ઠાયક બનીને તેની પૂજાભક્તિ કરવા લાગ્યો. તેના નામ પરથી આ પ્રતિમા ગોડી પાર્શ્વ નાથના નામથી વિખ્યાત થઈ. આ થઈ પ્રતિમાજીના નામાભિકરણની આખ્યાયિકા. કિન્તુ પ્રસ્તુત ચઢાળિયા પરથી તે
સ્પષ્ટ થાય છે કે શ્રી ગેડીજીની પ્રતિમાની પ્રતિષ્ઠા અંચલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વાડાના શેઠ
શીદાસ માલ
અને
ખૂન કર,
Page #272
--------------------------------------------------------------------------
________________
મિઠડીઆ મેઘા શાહ
[ ૧૧ ગચ્છાધિપતિ મહેદ્રપ્રભસૂરિના શાખાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી થઈ હતી. તીર્થોત્પત્તિ મેરૂતુંગસૂરિની પ્રેરણાથી થઈ.
શ્રી ગોડીજીપાર્શ્વનાથની પ્રતિમા છેલ્લા પાંચ સૈકાઓમાં બહુ પ્રભાવશાળી મનાય છે. આ પ્રતિમા લુપ્ત થતી અને જુદે જુદે સ્થળે પ્રકટ થતી રહેતી. તેની યાત્રાએ મેટા મોટા સંઘે આવતા હતા. કચ્છી શ્રેષ્ઠીવર્યોએ તે તીર્થસંઘની પરંપરા સછે. આ પ્રતિમાને જે રસ્તે થઈ નગરપારકર લઈ ગયા તે સ્થાનમાં શ્રી ગોડીજીનાં પગલાં સ્થાપન થયાં, જે આજે “વરખડી” નામથી ઓળખાય છે. મૂળ તીર્થની સ્થાપના થયા પછી તેને મહિમા ખૂબ ખૂબ ગવાયો છે. શ્રી ગોડીજીના ચમત્કારોની અનેકાનેક વાતો લોકોમાં પ્રચલિત બની. ગઈ શતાબ્દીમાં શેઠ મોતી શાહ જેવા શ્રેણીઓ શ્રી ગોડીજીનું નામ-સ્મરણ કરીને બધાં કાર્યોનો આરંભ કરતા. હિસાબી ચોપડાઓમાં પણ શ્રી ગોડીજીનું નામ શિરેભાગમાં લખવામાં આવતું. જૈનેતરે પણ શ્રી ગોડીજીની માનતા કરતા થયા. અંગ્રેજે પણ આ તીર્થના પ્રભાવથી આકર્ષાઈને ત્યાં દર્શનાર્થે જવા પ્રેરાયેલા, જેને શિલાલેખમાં પણ ઉલ્લેખ છે. અંચલગચ્છની તવારીખમાં તે આ તીર્થને પ્રાદુર્ભાવ એક શકવર્તી ઘટના ગણાઈ છે. અંચલગચ્છના સાહિત્યકારેએ “થરના ઠાકુરને મહિમા ખૂબ ખૂબ ગાયે, કેમ કે તેમના માટે તે એ તીર્થ આસ્થાના પરમ ધામ જેવું હતું. આવા પ્રભાવક તીર્થનું પ્રાચ્ય ફરી ફરી થજે એજ અભ્યર્થના.
–
તુ
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રી ગેડીપાર્શ્વનાથનું – પરિશિષ્ટ -
શ્રી ગેડીપાર્શ્વનાથનું ચઢાળિયું પાસ નિણંદ પ્રસિદ્ધ સિદ્ધ, ગેડીપુર મંડણ મહિમા મંદિર મેહ મયણ, મિથ્યાત વિહંડણ; એકલ મલ અનેક રૂપ, અગણિત ગુણ આગર; ત્રિભુવન બંધવ ધવલ ધિંગ, કરુણ રસ–સાગર. ૧ જિન તુમ અજબ સરૂપ સકલ, કલ અકલ અગોચર; ન લહે અલહે ઉતપતિ થગિત, થિતિ ભટકે જે ચર; વૃદ્ધ વચન રણ લિખિત, અનુસારે જાણી; થુણસું સ્વામી નિરીહપણે, સુણ ભવિ પ્રાણું. ૨ વિધિપક્ષગ૭ મહેન્દ્રસૂરિ, ગડેશ નિદેશે, શાખાચારજ અભયસિંહ, સૂરિ ઉપદેશે; ગેત્ર મીઠડીયા ઓસવંશ, પાટણપુર વાસી; શાહ મેઘ જેણે સાત ઘાત, જિણ ધમે વાસી. ૩ ચૌદ બત્રીશે ફાગણ શુદિ, બીજ ને ભૃગુવારે; ખેતા નોડી તાત માત, નિજ સુકૃત સારે; તેણે પઈઠે પાસ બિબ, લેહવા નરભવ ફલક ચઉન્રિહ સંઘ હજૂર હરખે, ખરચી ધન પરિગલ, ૪ ભક્તિ યુક્તિ અતિ વ્યક્તિ ચિત્ત, નિત્ય નિર્મલ સારી; પણ પિસતાલે તુરક ભર્યો, પ્રતિમા ભંડારી મલક મહાબલ હસનખાન, કીધો ઉતારે; પાંસઠે તેણે ઠામ જોર ગુજરાતી વારે. ૫ તરલ તુરંગ કિશેર અસુર, કરતા હય હણતા;
કેઈ એરાકી ઉછલંત, ખુરીયે ભૂંઈ ખણતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
ચેઢાળિયું
[ ૧૩ બાંધણ ત્યાંહિ ઘેડારમાંહિ, ખીલી સંતા; પ્રગટ થયા તિહાં પાસ બિંબ, સુખદાયક સંતા. ૬ ખિજમત ગાર નફર ફજર, નજરે ગુજરાવે હાઈ ખુશાલ નિહાલ મલક, યા કેણ કહેલાવે; બાન પડિલ કેઈ વણિક સુતા, તસુ હરમ ભણે ઈમ; કીજે ઈસકૂ દંડવત્ત, સદા તાજિમ દાજિમ ૭ ચહ મજબૂત બહુત કૌત, હૈ બૂત હિંદુકા ધરિયે ઈસ શિર જાફરોન, સિંદલકા ભૂકા; ઈશું પર્ફે રહેતાં તિણે ઠામ, હેલ્યા દિન કેઈ સિતેરે જે વાત હુઈ, સુણજે મન દઈ. ૮
હાલ પહેલી
ચૂડીની દેશમાં ઈણે અવસરે પુરપારકરે, રાણે ખેંગાર રાજાન રે, તેહને દરબારે દીપતે, સંઘવી કાજલ પરધાન રે; ઈણે. ૧ તસ બહેવી નિજ કુલતિલે, દેવાણંદ શા છે દયાલ રે; મેઘ ખેત ઉત પાટણે, વ્યાપાર કરે ધૂતાલ રે. ઈણે૨ સુપનાંતરસુરકહે શાહને છે પ્લેચ્છમહેલ જિનબિંબરે. તસ દામ સવાસે દેઈને, લેજે મ કરજે વિલંબ રે. ઈશે. ૩ પ્રતિમા લેઈ આવે ગુરુ કહે, જોઈ કહે શ્રી મેતુંગ રે; તુમ દેશે એ અતિ અતિશયી, તીરથ થાશે ઉત્તર રે. ઈણે ૪ કરિયાણું લઈ પહોંચે ઘરે, મૂરતિ ઠવે રૂ માહે રે, પંથે કોઈનગણે પિઠીઆ, વાગ્યે ઘણે મેહ ઉછાઉં રે. ઈશે. ૫ સમજાવે નામું શેઠને જંપે દેઓ મુઝ રાસ રે,
માંડે એ નામેં માહરે, પ્રતિમા રહેશે અમ પાસ રે. ઈશે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
શ્રી ગેડીપાર્શ્વનાથનું મેઘ કહે લેખ રાખશું, પણ તે સબલે તિણ ઠામ રે; ગાડું ભરી ચાલે થલ દિશે, વાસ વસે ગેડી ગામ રે. ઈશે. ૭ સુહ સુર કહે ગહ્લી જિહા, માંડે પ્રાસાદ મંડાણ રે; નાણું તિહાં ઘણું શ્રીફલતભેં, મીડું જલપહાણની ખાણ રે. ઈ. ૮
ઢાલ બીજી
નિદ્રડી વેરણ હુઈ રહી એ દેશી હાંજી ઉદયપાલ ઠાકુર તિહાં, જોરાવર હે ખેતશી લૂણેત કે; ઈહિાં રહે નિરભય શાહજી, આદરશું હો કહે દેઈ મહોત કે; ધન ધન ગેડી જગ ધણું, "હવી પાલે હો પ્રાજે જસ પીઠ કે. ૧ આવે શિલાટ દેશાંતરી, યક્ષ પ્રેર્યો હે કરે પ્રથમ તૈયાર કે, ભૂમિ કરું પ્રભુ બેસવા, રહે ચિહું દિશિ હે લશકર હશિયાર છે. ૨ પુખતી બંધાવી પીઠિકા, વર દિવસે હો જાણી અહિનાણ કે, સખર ગંભારે શિખરશું, મધ્ય મંડપ હે સવિ મોક્ષ મંડાણ કે. ૩ પબાસણે બેઠા પાસજી, ભરેલ કરી પૂજે ભલે ભાવ કે, સજલ મધુર જલ લહકતી, વરદાયી હે બંધાવી વાવ કે. ૪ એહવે ચઉદ ચોરાણુંયે, આયુવેગે છે કે માઁ કાલ કે, ભાણેજે આણું ઘરે, કાજલશા હો કરે ચૈત્યની ચાલ કે. ૫ રંગ મંડપ રચના બની, અતિ ઊંચા હે થંભ ઠામઠામે કે, કોડે કરાવે કેડણ, વિત વાવણી હે થિર કીધું છે નામ કે. ૬ વલી રે મહાજનના સહાયશું, મેઘાના હે સુત ચલાવે કામ કે, મુખ્ય મંડપ શુભ માંડણી, કરી જિનહર હો બંધ અભિરામ કે. ૭
વીશવટ્ટો પંચાણુંએ, તેણે થાયે હો આગલ રહી જેહ કે; ચોવીશ ગેત્રની દેહરી, મહાજનની હો ફરતી છે તેહ કે. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
ચઢાળિયું
[ ૧૫
ઢાલ ત્રીજી
ધરણું ઢેલા ઃ એ દેશી ધણી પ વર્સે બેહને રે, મહેમાહે વિવાદ, ગિરુઓ ગોડી, ગેડી ગાજેજિર્ણદ; તેજે દીપેજ દિણંદ, જગ મહિમા અગમ અપાર ગિરુડ પણ સરખા રાખે પ્રભુ રે, વધવા ન ઘે વિષવાદ. ગિરુ. ૧ બનેવી મોટા હશે રે, એ છે પૂજક પ્રાય; ગિરુ મેઘાનાં સંતત હજી રે, તેણે ગઠી કહેવાય. ગિરુ. ૨ શિખર દંડ વડી ધ્વજા રે, ચઢતાં કરે રે કલેશ; ગિરુ. આજ લગે છે એહને રે, ઈમ બહુ વચન વિશેષ. ગિરુ. ૩ અંગુલી બાંધી એકઠી રે, પૂજન લીજે કદાપ; ગિરુ. ઠાકુર લે નહીં મુંડકું રે, એ બિહનું અદ્યાપ. ગિરુ૪ ઉદયવંત અતિ ઊજલા રે, વિધિપક્ષ શ્રાવક બેહ; ગિરુ તેનદાર દિલ દેલતી રે, પ્રભુજી શું પૂરણ નેહ. ગિરુ. ૫ સમક્તિ ધારી જાગતો રે, ધિંગ ધવલ ધર ધીર; ગિરુ. સાહ્ય કરી આગલી રહ્યો છે. ખગધર ખેતલવીર. ગિરુ૬ અધિકું છું જે કહ્યું રે, તે ખમજે મહારાજ; ગિરુ ઠેકાણું બંધ પણ ખરી રે, વાત છે ગરિબ નિવાજ. ગિરુ. ૭ પહેલાં તવન ભણ્યાં ઘણું રે, તિહાં જાજા સંવાદ; ગિરુ. સજજન સાચો સદ્ હજો રે, શ્યો રે જૂઠામાં સવાદ; ગિર૦ ૮
હાલ ચોથી
રાગ ધન્યાથી અથવા અશાવરી જયે જ ગોડીપાસ જિનેસર, ભક્તવત્સલ ભગવાન રે, દેવલ બારને બીજી રે પ્રતિમા, વિષમા થલવિચ થાન રે. જય૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
શ્રી ગેડીપાર્શ્વનાથનું આયુધ ધારી નીલે ઘડે, આપ થઈ અસવાર રે, કિહાં રે બાલક અવધૂત ભુયંગમ, દેખાડે દીદાર રે. જય૦ ૨ આવે સંઘ અનેક વિદેશી, નિરુપમ મહિમા માટ રે, ચેર ચરડનું કાંઈ ન ચાલે, વિધ્ર નિવારે વાટ રે. . ૩ જંગલ ભૂલ્યા રાત્રે જાત્રુ, તતક્ષણ લેતાં નામ રે, દીવી રે ધરી માર્ગ દેખાડે, મૂકે ચિંતિત ઠામ રે. જય. ૪ દરિયા વિચમાં વહાણ ડોલંતા, સમરતા દિયે સાદ રે, સયલ અસુર સુર નરવર સેવે, નવિ લેપે મરજાદ રે. જયે૫ વિષહર વરી વ્યાધિ વૈશ્વાનર, ભય ભાંજે હરિ બ્રાંત રે; પ્રાર્યું કેહને અધિક ન રાખે, પંચ દિવસ ઉપરાંત રે. જો ૬ આ ભ વંછિત સકલ હોવે પણ, કર્મ નિબિડબંધ કેય રે, ધ્યાન શુદ્ધ સમતિ નિર્મલતા, સ્વર્ગ મુગતિ ફલહોય રે. . ૭ દ્રવ્ય ભાવ વિધિ પૂજે પ્રણમે, નામ જપો નરનાર રે; સ્તવન ભણે મદમત્સર મૂકી, ઉત્પત્તિ સાચી મન ધાર રે. જ. ૮
કલ.....શ ઈમ થ ગેડી પાસ સ્વામી, હુકમ પામી જેહનો, દિશ દિશ પસરતો અરતિ હરતે, પ્રગટ પરત જેહને; શ્રી અમરસાગરસૂરિ અંચલ–ગછપતિરાઉ પસાઉલે; પયનમી લખમીચંદ વાચક, શિષ્ય લાવણ્ય ઈમ ભણે. ઈતિશ્રી ગોડી પારસનાથજીનું ચઢાલિયું સંપૂર્ણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
જહાંગીર બાદશાહના અમાત્ય લેઢા કુરપાલ અને સેનપાલ
ભવ્ય જિનપ્રાસાદ બંધાવનાર, વિશાળ તીર્થ–સંઘે કાઢનાર, તેમ જ સમક્ષેત્રમાં અઢળક દ્રવ્ય ખર્ચનાર તરીકે લેઢા બાંધવે કુરપાલ અને સેનપાલની ધાર્મિક કારકિર્દી જૈનસંઘના ઈતિહાસમાં આગવું પ્રકરણ આલેખે છે. એમની રાજકીય કારકિદી પણ એટલી જ ઉન્નત તેમ જ ગરિષ્ટ છે. મંત્રી બાંધવ વસ્તુપાલ-તેજપાલની ઝાંખી કરાવે એવી આ બંધુ બેલડી સમ્રાટ જહાંગીરના અમાત્ય તરીકે ભારતની રાજકીય ક્ષિતિજમાં નક્ષત્ર જેવું સ્થાન ધરાવે છે. અંચલગચ્છ એમના માટે ગૌરવની લાગણી અનુભવે એમાં નવાઈ શું?
ઓશવાળ વંશીય, ગાણીશાખીય, લેઢાગોત્રમાં ચરિત્રનાયકને જન્મ થયો. પિતા નષભદાસ. માતા રેખશ્રી. શિલાપ્રશસ્તિઓમાં એમને “આગરા–નિવાસી” કહ્યા છે, કિંતુ ભટ્ટગ્રન્થ દ્વારા જાણી શકાય છે કે લોઢાએ મૂળ મઢાણનાગોરના રાજવીઓ હતા. એમને વંશ દેવડા-ચૈહાણ. લેઢા-વંશ-વૃક્ષમાં સહુથી પહેલું નામ પ્રથવી પહાડાનું મળે છે. એમના પુત્ર લાખણસિંહને મુસલમાન શાસકોએ “રાવરાજ”નું બિરુદ આપીને તેમને અજમેરુ–અજમેરની સૂબેદારી આપેલી. આ શહેરને પાયે પણ તેમણે જ નાખેલ. વિ. સં. ૭૧૦ માં રૂદ્રપલ્લીગચ્છના રવિપ્રભસૂરિના ઉપદેશથી તેઓ જૈનધર્માનુયાયી થયા. એમના પુત્ર રામદેવથી લેઢાવંશ ચાલ્યું. રાજા રામદેવે મહમ્મદ-બિન-કાસિમના આક્રમણને મારી હઠાવ્યું. અજમેરના સૂબેદાર તરીકે તેઓ ચાલુ રહેલા. તેઓ પ્રરાકમી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
૨ ]
જહાંગીર બાદશાહના અમાત્ય
પ્રથવી પહાડાથી ૧૨ મી પેઢીએ અભયપાલ થયા. તેમણે દિલ્હીના રાજા-કિલ્લો બંધાવેલે ૨૯ મી પિઢીએ અમરસિંહ થયા. તેમણે બીકાનેર પાસે લઢવટ વસાવીને ત્યાં શ્રી આદિ નાથપ્રભુનું જિનાલય બંધાવેલું. ૪૩ મી પેઢીએ રામસિંહ થયા. તેમના બંધુ રિખવદાસના પુત્ર છજમલ દ્વારા નિર્મિત
જ-મહેલ આજે પણ નાગોરમાં વિદ્યમાન છે. લેઢાવંશની મુખ્ય ચાર શાખાઓ આ પ્રમાણે છેઃ (૧) ટોડરમલત, (૨) છજમત, (૩) રતનપાલત અને (૪) ભાવસિંધત. તેમાંથી છજમલૌત શાખામાં ચરિત્રનાયકે થયા.
પર મી પેઢીએ સરાજ થયા. તેમના બંધુ માણેકચંદને દિલ્હીમાં શાહી ઝવેરી તરીકે નીમવામાં આવેલા. લોઢાએ સુપ્રસિદ્ધ ઝવેરીઓ પણ થઈ ગયા છે. ૫૪ મી પેઢીએ રાજપાલ થયા. તેમણે પણ મેગલ-દરબારમાં ઘણું પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. ૫૫ મી પેઢીએ ઋષભદાસ થયા તેમના ત્રણ પુત્ર આ પ્રમાણે થયાઃ (૧) દુનિચંદ (૨) કુંરપાલ (૩) સોનપાલ. તેમાંના દુનિચંદ વિશે શિલા-પ્રશસ્તિમાં નામે લેખ સિવાય કશું જ જાણી શકાતું નથી. પ્રાયઃ તે અલ્પજીવી હશે. પ્રતિષ્ઠાલેખમાં તેને “અનુભવ” કહ્યો છે. વિ. સં. ૧૬૭૧ માં એમના શ્રેયાર્થે બિંબ–પ્રતિષ્ઠા થઈ હેઈને એ વખતે તે વિદ્યમાન નહિ હોય એમ સ્પષ્ટ થાય છે.
ચરિત્રનાયકના પિતા ઋષભદાસનું અપરનામ રેખરાજ પણ મળે છે. તેમના નાના ભાઈ પ્રેમન હતા, જેઓ શક્તાદેને પરણેલા. બને બંધુઓ ધર્મપ્રેમી હતા. અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિના તેઓ પરમ ભક્ત શ્રાવક હતા. સૂરિના ઉપદેશથી તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચેલું. પટ્ટાવલીમાં
કહેવાયું છે કે ઋષભદાસે સમ્રાટ અકબરની પ્રીતિ સંપાદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
લોઢા કુંરપાલ અને સેનપાલ
[ ૩ કરેલી. વિ. સં. ૧૯૧૭ માં બેઉ બાંધવોએ આગ્રહ કરીને ધર્મમૂર્તિસૂરિનું ચાતુર્માસ આગરામાં કરાવેલું. સૂરિના ઉપદેશથી તેમણે બે હજાર માણસના સંઘ સહિત સમેતશિખરજીની યાત્રા કરેલી, અને સંઘવીપદ પ્રાપ્ત કરેલું.
ઋષભદાસના પુત્ર ક્રપાલ અને સોનપાલ પણ ઘણા જ પ્રતાપી હતા. એમના વિશે ઉત્કીર્ણિત તેમ જ હસ્તલિખિત અનેક પ્રમાણે ઉપલબ્ધ થાય છે. કુરપાલની અમૃતદે, સુવર્ણશ્રી અને સુલતાશ્રી એમ ત્રણ પત્નીઓ થઈ. એનપાલની કાશ્મીરાદે અને દુર્ગશ્રી નામની બે પત્નીઓ થઈ. કુંરપાલના ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. એમના પુત્રોનાં નામ છે (૧) સંઘરાજ (૨) દુર્ગાદાસ (ભાર્યાઃ શિલા, નકા અને રથા) (૩) ધનપાલ. સોનપાલના પણ ત્રણ પુત્ર આ પ્રમાણે થયા(૧) રૂપચંદ્ર (ભાર્યા રૂપશ્રી, કામા અને કેશર), (૨) ચતુભૂજ અને (૩) તુલસીદાસ. એમની બે પુત્રીઓમાં એકનું નામ જાદ હતું, જેને જ્યેષ્ઠમલ નામને પુત્ર હતા. એમના પરિવારની વિશેષ વિગતે માટે જુઓઃ “અંચલગચ્છ-દિગ્દર્શન.”
પટ્ટાવલીમાં કુરપાલ અને સેનપાલની ધાર્મિક કારકિર્દી સંબંધમાં લંબાણથી વિવરણ છે. એમના આગ્રહથી ધર્મ મૂર્તિસૂરિ વિ. સં. ૧૬૨૮ માં પુનઃ આગરામાં પધારેલા અને ચાતુર્માસ રહેલા. સૂરિના ઉપદેશથી એમણે ત્યાં અંચલગચ્છીય શ્રમ માટે વિશાળ ઉપાશ્રય બંધાવ્યું, જેના બે મજલા હતા. વળી તેમણે આગરામાં બે ભવ્ય જિનપ્રાસાદો બંધાવવાનો શુભ આરંભ પણ કર્યો. વિ. સં. ૧૬૫૭ માં તેમણે શ્રી શત્રુંજયને વિશાળ સંઘ કાઢેલ અને અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી.
વિ. સં. ૧૬૬૫ માં બેઉ બાંધવાની વિનંતીથી ધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૪]
જહાંગીર બાદશાહના અમાત્ય મૂર્તિસૂરિ આગરામાં પધારેલા. એ વખતને ચમત્કારિક પ્રસંગ પટ્ટાવલીમાં વિસ્તારથી અપાય છે. શ્રેષ્ઠીવર્યોએ પ્રારંભેલા કાર્યમાં વિપ્ન આવ્યું હતું. જિનપ્રાસાદને પાયે ખેદતાં તેમાંથી કેલસે નીકળેલ. આ વિનનું નિવારણ કરવા બેઉ ભાઈઓએ સૂરિને વિનંતી કરી. સૂરિએ ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલી દેવીનું સ્મરણ કરીને ઉપાય પૂછો. દેવીએ જણાવ્યું કે
તે સ્થાન આગામી કાળમાં નદીના પ્રવાહથી નાશ પામનારું છે. એટલે જિનાલય ન બાંધી શકાય. એ માટે મેં જ કેલસાને સમૂહ તે સ્થાને વિકુવ્યું છે.” ગુરુએ ગ્ય સ્થાન વિશે પૂછતાં દેવીએ શ્રેષ્ઠીવર્યોના નિવાસસ્થાન પાસેની હસ્તિશાળાની ભૂમિનું સૂચન કર્યું. ધર્મમૂર્તિસૂરિએ આ બધે વૃત્તાંત કુરપાલ અને સેનપાલને જણાવ્યું. વિ. સં. ૧૬૬પ ના મહા શુદિ ૩ ના દિવસે સૂચિત સ્થાને સૂરિના ઉપદેશથી મહત્સવપૂર્વક બે જિનાલયે પાયે નાખવામાં આવ્યું. આ પ્રસંગે બને ભાઈઓએ યાચકને ભેજન, વ તથા દ્રવ્ય વગેરેથી સંતુષ્ટ કર્યા, તેમ જ ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્યાદિ કાર્યો કર્યા.
ચાતુર્માસ બાદ બન્ને ભાઈઓએ પિતાને કુટુંબ સહિત સમેતશિખરજીની તીર્થયાત્રા કરી. ધર્મમૂર્તિસૂરિ પણ પોતાના શિષ્ય-પરિવાર સાથે આ તીર્થયાત્રામાં જોડાયા. સંઘપતિઓએ યાચકને દાન આપવામાં, તેમ જ સાધર્મિકેને ઉદ્ધાર કરવામાં પ્રચુર દ્રવ્ય વ્યય કર્યું. ગુરુના ઉપદેશથી એમણે ત્યાં અષ્ટાદ્વિકા મહત્સવ કર્યો અને ત્યાંના પવિત્ર પર્વત પરની જિનપાદુકાએની દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું.
વિ. સં. ૧૬૬૯ માં બન્ને ભાઈઓએ સમેતશિખરજીને એતિહાસિક તીર્થસંઘ કાઢેલો, જેનું વર્ણન વાચક જસકીર્તિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
લોઢા કુંરપાલ અને સોનપાલ “સમેતશિખર રાસ” માં વિસ્તારથી કર્યું છે. રાસને સંક્ષિપ્ત સાર નિમ્નક્ત છે.
એક દિવસ બન્ને બાંધવોએ વિચાર કર્યો કે શ્રી શત્રુ જયની યાત્રા કરી. જિનભુવનની પ્રતિષ્ઠા કરીને શ્રી પદ્મપ્રભુજીની સ્થાપના કરી. સોનપાલે કહ્યું કે, “ભાઈજી, હવે સમેતશિખરજીની યાત્રા કરીએ!” કુરપાલે કહ્યું કે “સુંદર વિચાર છે. હજી બિમ્બ–પ્રતિષ્ઠાને પણ વાર છે.” આમ વિચાર કરી બેઉ ભાઈએ પિશાળમાં ગયા અને મુહૂર્ત નકકી કર્યું. વિ. સં. ૧૬૬૯ ના માઘ વદિ ૫ ને શુક્રવારે સંઘ કાઢવાનું નક્કી થયું. ગચ્છનાયક ધર્મમૂર્તિસૂરિને બેલાવવા માટે વિનંતી–પત્ર આપીને કુંરપાલના પુત્ર સંઘરાજને રાજનગર મોકલાવ્યા. ધર્મમૂર્તિસૂરિએ જણાવ્યું કે “તમારી સાથે શ્રી શત્રુંજય સંઘમાં હું આવ્યો હતો ત્યારે મારામાં શક્તિ હતી. હવે તે વૃદ્ધત્ત્વ છે. દૂરને માર્ગ છે. ઝાઝે વિહાર પણ થઈ શકતો નથી.” આમ સાંભળી સંઘરાજ ઘેર પાછો ફર્યો. રાજનગરના સંઘને સાથે લાવીને ગ્રામાનુગ્રામમાં પ્રભાવના કરતો તે સિકરી આવ્યો. ગુજરાતમાં દુષ્કાળને દૂર કરનાર સંઘરાને પાછો ફરેલે જોઈને સ્થાનિક સંઘે મહત્સવપૂર્વક તેને વધાવ્યો.
શાહી ફરમાન પ્રાપ્ત કરવાને માટે મુલાકાત માંગીને બન્ને ભાઈઓ સમ્રાટ જહાંગીરની પાસે ગયા. ત્યાં દીવાન દોસ્ત મુહમ્મદ, નવાબ ગ્યાસબેગ તથા અનીયરાયે એમની પ્રશંસા કરીને સિફારસ કરી. સમ્રાટે કહ્યું—આ ઉદાર ચરિત એસવાલોને સારી રીતે જાણું છું. એમનાથી અમારા નગરની શેભા છે. તેઓ અમારા કોઠીવાલ છે અને “બંદિ–છોડાવનાર” એવું બિરુદ તેઓ શેભાવે છે. હું એમના ઉપર બહુ જ
ખુશ છું. તેઓ જે માગશે તે હું તેમને આપીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
જહાંગીર બાદશાહના અમાત્ય કુરપાલે અને નપાલે સમ્રાટને સંઘ રક્ષણ માટે સશસ્ત્ર સૈનિકો આપવાનું કહ્યું. સમ્રાટે તેમની વિનંતી મંજૂર રાખી. જહાંગીરે એમનાં કાર્યની ભારે પ્રશંસા કરીને હાથ-હાથ ફરમાનપત્ર આપવાની સાથે સિરપાવ, નિશાનાદિ આપીને બને ભાઈઓને વિદાય કર્યા. પછી બને ભાઈઓએ વિવિધ સંઘને આમંત્રણ–પત્રે મેકલાવ્યાં.
મુહને દિવસે વાઈના મધુર વાદન વચ્ચે, યાચકે વગેરે દ્વારા જયજયકારની સાથે બન્ને ભાઈઓએ ગજારૂઢ થઈને પ્રયાણ કર્યું. નૌકામાં બેસી યમુનાની પાર પડાવ નાખે. અહીં અનેક સ્થાનેન સંઘે આવીને મળવા લાગ્યા. અહીં પંદર દિવસનો મુકામ થયે. એ દરમિયાન મેટી સંખ્યામાં સાધુ-સાધ્વીઓ આદિ પણ આવી પહોંચ્યાં તે પછી ત્યાંથી સંઘે પ્રસ્થાન કર્યું. જ્યાં જ્યાં ઓસવાળે, શ્રીમાળે આદિનાં ઘર હતાં ત્યાં થાળ એક, ખાંડ શેર બે તથા શ્રીફળની લહાણ કરવામાં આવતી. પ્રત્યેક સ્થાને જિનેશ્વર ભગવંતેની સેવાપૂજા-ભાવના આદિ ભાવથી થતાં. લહાણ-પ્રભાવનાદિ પણ છૂટે હાથે અપાતાં. સંઘની રક્ષા માટે ૫૦૦ સુભટો સાથે હતા.
- સૌ પ્રથમ પ્રયાણ ભાણસરાયમાં થયું. તે પછી અનુક્રમે મહમ્મદપુર, પીરેજપુર, ચંદવાડી, પીરેજાબાદ, રપરી વગેરે સ્થાનમાં થઈને યમુના પાર કરીને સંઘ શ્રી નેમિનાથ પ્રભુની જન્મકલ્યાણકભૂમિ શૌરીપુર પહોંચ્યું. ત્યાં તીર્થ વંદના કરી. પુનઃ નદી પાર કરીને ૨૫રી આવ્યા. અહીં બાવન જિનાલયને વંદના કરી. સંઘપતિએ ત્યાં પ્રથમ સંઘવાત્સલ્યનું જમણ કર્યું.
ત્યાંથી સરસ, અહીરસરાય, ઈટાવા, બાબરપુર, ફૂલકઈ. તાલ, ભેગીનીપુર, સાંખીસરાય, કોઈ, બદલીસરાય, ફતેપુર, હાવિયા ગામ, કડઈ, સાહજાદપુર થઈને મહુઆ આવ્યા. અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
લોઢા કુંરપાલ અને સેનપાલ સતી મુગાવતીએ શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી હતી. ત્યાંથી વત્સદેશની કૌશામ્બીમાં પધાર્યા. આ સ્થાન અનેક કલ્યાણકની ભૂમિ છે. ત્યાં સંઘપતિઓએ સંઘ સહિત શ્રી વિરપ્રભુની ચરણ–પાદુકાઓને વંદન કર્યા. ત્યાંથી એક કેસ દૂર ધન્ના તળાવ છે. ત્યાં થઈને ફતેપુરને માર્ગે પ્રયાગ આવ્યા. અહીં અન્નીના પુત્રને ગંગા ઉતરતાં કેવળજ્ઞાન થયું. કહેવાય છે કે શ્રી ત્રાષભપ્રભુના કેવળજ્ઞાનનું સ્થાન પરિમતાલ પણ એ જ છે. અક્ષય વડને નીચે પ્રભુનાં ચરણેની પૂજા કરી. ત્યાંથી ગંગાના કિનારા પર જુસસરાયમાં પડાવ કર્યો. ત્યાંથી ખંડિયા રાય, જગદીસરાય, કનસરાય થઈને બનારસ પહોંચ્યા. આ સ્થાન તીર્થકરેની કલ્યાણકભૂમિ છે. ત્યાંથી શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની કલ્યાણકભૂમિ ભીલપુર આવ્યા. ત્યાંથી ગંગા પાર કરીને નદીના તટ પર પડાવ નાખ્યો. સંઘપતિઓએ નગરમાં પડહ વગડાબે, જેનાથી અગણિત બ્રાહ્મણ અને ભિક્ષુકો ત્યાં એકત્રિત થયા. સંઘપતિઓએ રૂપીઆની લહાણી કરી. ત્યાંથી સંઘ સિંહપુર આવ્યા. અહીં શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો થયાં છે. ચંદ્રપુરી, જ્યાં શ્રી ચંદ્રપ્રભુનાં ત્રણ કલ્યાણક થયાં, ત્યાં પ્રભુનાં ચરણની પૂજા કરી. ત્યાંથી પાછા આવી સંઘપતિઓએ ત્રીજું સંઘજમણ કર્યું. ત્યાંથી મુગલસરાય આવ્યા. ત્યાંથી મેહિનીપુર થઈ મમ્મરપુર પહોંચ્યા. અહીં સંઘપતિની પુત્રવધૂએ કન્યા-પ્રસવ કર્યો. ત્યાંથી સહીસરાય, ગીઠેલીસરાય, સેવનકૂલનદી પાર કરીને મહિમુદપુર, બહિબલપુર, ચારુવરીની સરાય થઈને પટણા પહોંચ્યા. સહિજાદપુરથી પટણા ૨૦૦ કેસ દૂર છે. અહીં મિરઝા સમસત્તીના બાગમાં પડાવ નાખે. જે સવાલ શાહે સમસ્ત સંઘની ભેજનાદિ દ્વારા ભક્તિ કરી. બીજે દિવસે ખંડેલવાલ જ્ઞાતિના મય શાહે સંઘજમણ કર્યું.
પટણથી આગળને માર્ગ સંકીર્ણ છે. એટલે ગાડીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
૮ ]
જહાંગીર બાદશાહના અમાત્ય ત્યાં જ છોડીને ડેલીઓ સાથે લીધી. ચાર મુકામ કરીને સંઘ આગળ ચાલતે ગયો. ફતેપુરમાં પણ મુકામ થયો. ત્યાંથી અડધા કોસ દૂર આવેલું વાનરવન સૌએ જોયું. મહાનદીને પાર કરીને સૌ બિહારનગર આવ્યા. અહીં રાજા રામદેવના મંત્રીએ આવીને નમસ્કાર કર્યા અને કાર્ય પૂછ્યું. સંઘપતિઓએ કહ્યું કે અમે ગિઢોરના માર્ગે આવીએ એવું વચન મંગાવે. મંત્રીએ માણસે મેકલીને વચન મંગાવ્યું.
બિહારમાં એક મુકામ કરી પાવાપુરી પહોંચ્યા. અહીં ભગવાનની નિર્વાણભૂમિ પર પીપલવૃક્ષની નીચે ચેતરા પરપ્રભુનાં ચરણને વંદન કર્યા. તીર્થયાત્રા કરીને મુહમદપુરમાં નદીના કિનારા પર પડાવ નાખ્યો. ત્યાં સંધપતિઓએ ચોથું સંઘજમણ આપ્યું. ત્યાંથી નવાદા ગયા. સાદિક મહમ્મદખાનના પુત્ર મીજે અબ્દુલ્લાએ આવીને સંઘપતિએને પહેરામણું આપી. ત્યાંથી સબરનગર પહોંચ્યા. રાજા રામદેવના મંત્રીએ આવીને સંઘનું સ્વાગત કર્યું. ત્યાં સંઘે સારા સ્થાનમાં પડાવ નાખે. સંઘપતિઓએ રાજાને મળીને યાત્રા વિશે કહ્યું. રાજા બ્રાહ્મણ હતો. તેણે કહ્યું “બે-ચાર દિવસમાં જ આપ થાકી ગયા? આપનાથી પહેલાં જે જે મેટા સંઘપતિ આવ્યા છે તેઓ મહિનાઓ સુધી અહીં રહ્યા છે.” સંઘપતિ રાજાની મનોવૃત્તિ સમજીને પાછા આવ્યા. ત્યાં ચાર મુકામ દરમિયાન તેમણે સિંહગુફામાં શ્રી વદ્ધમાન સ્વામીની પ્રતિમાને વંદન કર્યા. | કુરપાલ અને સોનપાલે વિચાર્યું કે આ રાજા લોભી છે. સંઘને જોઈને એની નજર બગડી છે. એટલે સંઘપતિઓએ નિશાન વગાડ્યાં. લોકોએ રાજાને સમજાવ્યું. સંઘપતિએ કહ્યું—“અમને ઘણું દિવસે થઈ ગયા. પાલગંજ નિકટ નથી.
અમને માર્ગ બતાવો!” રાજા રામદેવે કહ્યું હું જે માગું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
લોઢા કુરપાલ અને સોનપાલ તે આપે!” સંઘપતિઓએ કહ્યું—“જે માગશે તે આપશું, પરંતુ જોરથી કામ નહિ થાય. કાંઈક હમણું, કાંઈક પાછળથી લેશે!” રાજાએ કહ્યું–“પાછળથી શા માટે? હમણાં આપી દો!” સંઘપતિએાએ કહ્યું—“તમે તમારું વચન ચૂકી ગયા છે. તમને ધિક્કાર છે! તમારા મસ્તક ઉપર પગ રાખીને અમે પાલગંજ જઈએ ત્યારે તમે અમને એસવાલ સમજજે !” સંઘપતિઓએ આવીને સંઘ–પ્રયાણની તૈયારી કરી. રાણીએ રાજા રામદેવને ખૂબ ફિટકાર્યો. ત્યારે રાજાએ સંઘપતિઓને મનાવવા માટે પોતાના મંત્રીને મોકલ્યો મંત્રીએ ખૂબ જ અનુનય-વિનય કર્યો. પરંતુ સંઘપતિઓએ તેને એકદમ સાફ જવાબ આપી દીધો. સંઘપતિઓ સંઘ સહિત નવાદા આવ્યા. ત્યાં મીજ અબ્દુલ્લા આવીને મળે. મીજાએ સંઘપતિઓને ધીરજ આપતાં કહ્યું “કોઈ ચિન્તા કરશે નહિ. ગેમાના રાજા તિલકચંદ હોંશિયાર છે. એમને તેડાવું છું.” મીએ તત્કાલ પિતાના મેવાડા દૂતને રવાને કર્યો રાજા તિલકચંદ મીને પત્ર વાંચીને આનંદિત થયા. તેણે સત્ત્વરે પોતાના સાગરીતને એકત્ર કરવાનું કાર્ય પ્રારંવ્યું. તેની રાણીએ આ બધી તૈયારી જોઈને તેનું કારણ પૂછ્યું. રાજાએ તેણીને બધી વિગતેથી અવગત કરી. રાણીએ પણ એવી જ સલાહ આપી કે “રાજા રામદેવની જેમ તમે મૂર્ખાઈ કરતા નહિ. સંઘપતિઓ મેટા દાનેશ્વરી તથા આત્માભિમાની છે તેમને યાત્રા કરાવવા માટે સન્માનપૂર્વક લઈ આવશો.”
રાજા તિલકચંદ સૈન્ય સાથે બીજા પાસે આવી પહોંચે. મીએ રાજાને સંઘપતિઓ પાસે લઈ જઈને કહ્યું કે – તેઓ મેટા વ્યવહારી છે. એમની પાસે હજરતના હાથનું લખેલું ફરમાન છે. એમને જે કંઈ કષ્ટ આપશે તે અમારા
ગુનેગાર થશે.” રાજાએ કહ્યું-“કશી ચિન્તા ન કરે. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
જહાંગીર બાદશાહના અમાત્ય એમને યાત્રા કરાવીને નવાદા પહોંચાડી દઈશ. એમને એક પાઈની પણ હરક્ત નહિ થાય. જે થાય તે અગિયારગણું હું આપીશ!” આ સાંભળી સંઘપતિઓએ મી તથા રાજાને વસ્ત્રાલંકાર, ઘેડા, સેનયા તથા જહાંગીરી રૂપીઆ, ઉત્તમ ખાદ્ય-પદાદિથી સંતુષ્ટ કર્યા. પછી રાજા સાથે સંઘે પ્રયાણ કર્યું. પાંચ ઘાટી ઓળંગી ગોમાનગરમાં આવ્યા. રાજા તિલેકચંદે સંઘનું સારું આતિથ્ય કર્યું. સંઘપતિઓએ રાણું માટે પણ સરસ વસ્ત્રો અને આભૂષણે પાઠવ્યાં.
ગોમાથી બીજા પણ ઘણું પાયદળ સૈનિકે સાથે લીધા. અહીંથી ગિરિરાજને માર્ગ બહુ જ વિષમ છે. બન્ને બાજુએ પહાડ અને વચ્ચે ગીચ વન આવે છે. ૧૨૦૦ અન્નના પડિયા અને વૃતના ઘડાઓ સાથે લીધા હતા. અન્ન-સત્ર પ્રવાહથી ચાલતું હતું. કેટલાંક ગામડાંઓ પસાર કરી સંઘ ચેતનપુરી આવ્યા. ત્યારે રાજા પૃથ્વીસિંહ માટે દાતાર, શૂરવીર તથા પ્રતાપી હતે. નગારાઓને મોટો ધ્વનિ સાંભળીને તેની રાણીએ ઉપર ચડીને જોયું તે તેને મોટી સેના જેવું લાગ્યું. નગરમાં ગભરાટ ફેલાઈ ગયો. રાજા પૃથ્વીસિંહે મેટા સંઘની વાત કહી એટલે રાણી શાંત થઈ. રાજાએ પિતાના ભત્રીજાને સંઘપતિઓ પાસે મોકલાવ્ય, તેણે સંઘનું સ્વાગત કર્યું. સંઘપતિઓએ રાજાને વા અને આભૂષણે આદિ પાઠવીને નિમંત્રણ આપ્યું. રાજા પૃથ્વીસિંહ સમારેહપૂર્વક સંઘપતિ. એને મળવા આવ્યા.
ત્યાંથી અજિતપુર થઈ મુકુન્દપુર આવ્યા. ગિરિરાજને જોઈને સૌના હર્ષનો પાર ન રહ્યો. સંઘપતિઓએ સેનારૂપાનાં ફૂલોથી ગિરિરાજને વધાવ્યું. ત્યાં સંઘપતિઓને મના
વવા માટે રાજા રામદેવને મંત્રી આવ્યો. રાજ તિલકચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
લોઢા કુરપાલ અને સેનપાલ
[ ૧૧ તથા રાજા પૃથ્વીસિંહ સંઘને ખરે ચાલીને માર્ગ બતાવતા હતા. પાંચ કેસનું ચઢાણ પૂરું કરીને સંધ ગિરિરાજ ઉપર આવી પહોંચ્યા. સારું સ્થાન જોઈને પડાવ નાખવામાં આવ્યા, સંઘપતિઓએ ત્રિકેણ કુંડમાં સ્થાન કરી, કેશર–ચંદનનાં વાસણ, પુષ્પમાલાદિ લઈને થુભની પૂજા કરી. બધી ટૂંકમાં જિનેશ્વરની પૂજા કર્યા પછી સમસ્ત સંઘે કુરપાલ અને સેનપાલને તિલક કરીને સંધપતિ–પદ આપ્યું. આ શુભ યાત્રા વૈશાખ વદિ ૧૫ ને મંગળવારે આનંદ સાથે પરિપૂર્ણ થઈ
ગિરિરાજ નીચે ઉતરીને સંઘે તલેટીમાં પડાવ નાખે. સંઘપતિઓએ સાકરની લહાણ કરી. પાછા ફરતાં મુકુન્દપુર ગામે સંધપતિઓએ પાંચમું સંઘ-જમણ કર્યું. ત્યાં ઘણે વરસાદ પડ્યો. ત્યાંથી અનુક્રમે અજિતપુર થઈને ગોમામાં આવ્યા. રાજા પૃથ્વીસિંહે તથા રાજા તિલકચંદ સંધનું સારું સ્વાગત કર્યું. સંધપતિઓએ વસ્ત્રાદિથી બન્ને રાજાને સંતુષ્ટ કર્યા.
સમેતશિખરથી સંઘ રાજગૃહ પહોંચ્યા. ત્યાં વૈભાર ગિરિ ચડ્યા. પાછા વળતાં તલેટીમાં સંઘપતિઓએ સાકરની લહાણ કરી. વિપુલગિરિ, ઉદયગિરિ, રત્નગિરિ, સ્વર્ણગિરિ ઉપર પણ જિનાલયના દર્શન કર્યા. રાજગૃહમાં સંપતિઓએ છઠું સંઘ-જમણ કર્યું. ગાંધી વંશના શાહ જટમલ, વચ્છા, હીરાએ પણ સુયશ મેળવ્યો. રાજગૃહથી સંઘ બડગામ, પટણા, જમ્મણપુર થઈને અયોધ્યા આવ્યો. અહીં સંઘપતિઓએ સાતમું સંઘ-જમણ કર્યું. ત્યાંથી અનુકમે રત્નપુરી થઈ સંઘ આગરામાં પાછા આવી પહોંચ્યા. સાનંદ યાત્રા સંપન્ન કરી પાછા ફરવાથી બધાને અપાર હર્ષ થયા. ત્યાં સંઘપતિઓએ આઠમું સંઘ-જમણ આપ્યું. સમસ્ત સાધુઓને વસ્ત્રાદિથી
પ્રતિલાલ્યા. યાચકને બે હજાર ઘેડા, તથા તેંત્રીસ હાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
જહાંગીર બાદશાહના અમાત્ય દાનમાં આપ્યા. સમ્રાટ જહાંગીરે આગરાના જૈન સંઘ સહિત ઉમળકાભેર સંઘનું સામૈયું કર્યું. સંઘપતિએને મેતીથી વધાવવામાં આવ્યા.
ઉક્ત સંઘમાં કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેલી રાસકારે એ બધાને ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે જ્યાં જ્યાં સંઘ-જમણ કર્યું હતું એ વિશે પણ રાસમાં વિસ્તારથી વર્ણન છે, બીજી પણ ઘણી હકીક્તો તેમાં છે. પરંતુ એ બધું જણાવવું અહીં અપ્રસ્તુત ગણાશે.
આગરાનું ઐતિહાસિક સ્તવન” નામક પદ્ય-કૃતિમાં પણ આ તીર્થસંઘ વિશે ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે સમ્રાટ જહાંગીરે સંઘનું બહુમાન કર્યું અને સંઘપતિઓને “ નગરશિરોમણિ”ની પદવી આપી.અંચલગચ્છની પટ્ટાવલીમાં એ ઉલેખ છે કે બેઉ ભાઈઓની કામગીરીથી પ્રસન્ન થઈને જહાંગીરે તેમને પિતાના “તહેસીલદાર” બનાવ્યા હતા. “ભૂપાલમાન્ય” એવું બિરુદ તે ઘણાં પ્રમાણમાંથી પણ મળી આવે છે.
સમેતશિખરના સંઘ પછી કુરપાલે અને એનપાલે આગરામાં ઐતિહાસિક પ્રતિષ્ઠા-મહત્સવ ચે. અંચલગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિની નિશ્રામાં વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ શુદિ ૩ ને શનિવારે સર્વે મળીને ૪૫૦ જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. આ શકવર્તિ પ્રસંગે માત્ર અંચલગચ્છીય શ્રમણ અને શ્રાવકે જ નહિ, કિન્તુ સર્વ ગચ્છના શ્રમણો અને શ્રાવક ઉપસિથત રહેલા અને જિનબિંબની પ્રતિષ્ઠાઓ પણ કરાવેલી. સમ્રાટ અકબર–પ્રતિબોધક, યુગપ્રધાન ખરતરગચ્છાચાર્ય જિનચંદ્રસૂરિ જેવા ધુરંધર આચાર્ય પણ એ પ્રસંગે ઉપસ્થિત રહેલા. જુઓઃ “અંચલગચ્છીય પ્રતિષ્ઠા-લેખ”
લેખાંક ૭૭૦-૧, ૭૭૬–૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
હતો અને કામવાસની
ઉ
મર
લોઢા કુંરપાલ અને સેનપાલ
[ ૧૩ | કુરપાલ અને સેનપાલે આગરામાં બે જિનાલયે બંધાવ્યાં હતાં તેમાં શ્રી મહાવીરસ્વામી અને શ્રી શ્રેયાંસનાથ પ્રભુના જિનબિંબને મૂલનાયક તરીકે સ્થાપવામાં આવ્યાં. એ વખતે બેઉ ભાઈઓએ સ્વામીવાત્સલ્યાદિમાં ઘણું ધન ખરચ્યું. યાચકેને છૂટે હાથે દાન આપ્યું. એમની ઉદારતાને એકજ દાખલ ટાંકો અહીં પર્યાપ્ત થશે. એમણે મૂર્તિઓના લેખમાં પિતાના કુટુંબીઓનાં નામે તે લખાવ્યાં જ છે, કિન્તુ પિતાના નોકર હરદાસને પણ તેઓ એ પ્રસંગે ભૂલ્યા નથી. પિતાના નેકર હરદાસના પુણ્યાર્થે તેમણે બિંબપ્રતિષ્ઠા કરાવી !
- ઉક્ત બેઉ જિનાલયે પૈકી શ્રી શ્રેયાંસનાથ જિનાલયની શિલા-પ્રશસ્તિ ઉપલબ્ધ થાય છે તેમાં ચરિત્રનાયકના વંશવૃક્ષ સંબંધમાં વિગતવાર નેંધ, તેમ જ તેમનાં કાર્યોને ઉલ્લેખ છે. ઋષભદાસને તેમાં “રાજમાન્ય” કહ્યા છે. કુરપાલ અને સોનપાલને તેમાં “જહાંગીર ભૂપાલ–અમા” તરીકે ઉલ્લેખ છે, જે મહત્ત્વપૂર્ણ છે. જહાંગીરની આજ્ઞા મેળવીને બન્ને ભાઈએ ધર્મકાર્યો કરતા હતા એમ પણ પ્રશસ્તિમાં કહેવાયું છે. શિલા-પ્રશસ્તિમાં બેઉ ભાઈઓને વસ્તુ પાલની ઉપમાને લાયક કહ્યા છે. આ બધા ઉલલેખે એમની રાજકીય કારકિર્દી પર પણ આડકતરે પ્રકાશ પાડે છે.
કેરપાલ સોનપાલ લોઢા ગુણ-પ્રશંસા” નામક હિન્દી પદ્યકૃતિમાં બેઉ બાંધવાની કારકિદી પર સુંદર પ્રકાશ પાડવામાં આવ્યું છે. એમની રાજકીય કારકિર્દી ચરમ સિમાએ હશે ત્યારે એ કાવ્ય રચાયું હશે એમ તેનાં વર્ણન પરથી લાગે છે. તેમાં સોનપાલનાં બિરૂદ આ પ્રમાણે છેઃ “મંત્રીરાય.” રાઈન મુકુટમણિ,” “હિન્દુ સુરતાણ,” “ખિતિપતિરાય ખંભ.”
કુરપાલ અને સેનપાલના આવા પ્રશસ્ત ઉલ્લેખો મળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
૧૪]
જહાંગીર બાદશાહના અમાત્ય હોવા છતાં મેગલ તવારીખમાં એમના વિશે ઉલ્લેખ કેમ નથી? આ એક કેયડે છે. ઇતિહાસ તેને ખુલાસે બીજી રીતે કરે છે. તેમના મતાનુસાર કુંવરદાસ અને સુંદરદાસ, જેમના વિશે મોગલ તવારીખમાં ઘણું ઘણું કહેવાયું છે, તેઓ જ કદાચ ક્રપાલ અને સોનપાલ હેય કુંવરદાસ અને સુંદરદાસ નામના બે ભાઈઓનાં પરાક્રમોનું વર્ણન ચરિત્રનાયકેને બંધ બેસતું આવે છે. એમનાં નામમાં મળતાપણું તે છે જ. કુંવરે અને સુંદરે જહાંગીરના રાજ્યકાળમાં કેટલોક વખત ઉપરી અધિકાર ભેગવ્યા છે. શિલા-પ્રશસ્તિ ચરિત્રનાયકને અમાત્ય કહે છે, અને ઉક્ત હિન્દી કાવ્ય તેથી પણ વધુ રાજા જેવું વર્ણન કરે છે. જહાંગીરના રાજ્યને હેવાલ જોતાં ઉક્ત કુંવર અને સુંદર સિવાય આવા પરાક્રમી બીજા ભાઈઓ જણતા નથી. એટલે રાજકીય તવારીખમાં કહેવાયેલા કુંવરદાસ અને સુંદરદાસ, કુરપાલ અને સોનપાલ હેય. આ બાબતની સપ્રમાણુ ચર્ચા માટે જુઓઃ “ગુજરદેશાધ્યક્ષ સુંદરદાસ–રાજા વિક્રમાજીત કેણ હતો?”
સેનપાલને પુત્ર રૂપચંદ વિ. સં. ૧૬૭૨ ના વૈશાખ શુદિ ૩ ને ગુરુવારે અમદાવાદમાં મૃત્યુ પામ્યાતેની પાછળ તેની ત્રણે પત્નીઓ નામે રૂપશ્રી, કામા અને કેસર સતી થયેલી. એમને કલાત્મક પાળિયે પણ ઉપલબ્ધ થાય છે. ચેરસ આરસના પાળિયાને ફરતે હાંસિયે રાખવામાં આવ્યો છે. તેમાં લેખ કોતરવામાં આવ્યા છે. વચ્ચેની ડાબી બાજુએ ઘોડે સવારની તથા જમણી બાજુએ તેની ત્રણે પત્નીની મૂર્તિઓ છે. મથાળે સૂર્ય અને ચંદ્ર મૂક્યા છે. અશ્વારૂઢ મૂર્તિના સાજ પરથી રૂપચંદ લડવૈયે હોય એવું લાગે છે. મહા પરાક્રમી સેનપાલ એ જ જે સુંદરદાસ હેય તો તેને પુત્ર
રૂપચંદ પણ એ જ હેય એમાં નવાઈ શું? પાળિયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
લોઢા કુંરપાલ અને સોનપાલ
[ ૧૫
લેખમાં જહાંગીરનું નામ છે એ પણ સૂચક છે. આગરાથી તે અમદાવાદમાં શા માટે વચ્ચે એ પણ પ્રશ્ન છે. એ વખતે એમનું કુટુંબ કઈ રાજ્યકાર્ય અંગે ત્યાં વસ્યું હોય એમ સંગતપ્રતીત થાય છે.
પદાવલીનો એક પ્રસંગ વર્ણવવે પણ આ સંદર્ભમાં રસપ્રદ થશે. કુંરપાલ અને સેનપાલે આગરામાં છે જિનાલયે બંધાવ્યાં, તેથી વિધર્મીઓને ઈર્ષા જાગેલી. બીજાને ચઢાવવાથી જહાંગીરે બન્ને ભાઈઓને કહ્યું કે–“તમારે દેવ જે દસ દિવસમાં મને ચમત્કાર નહિ દેખાડે તે હું અને મંદિરોને તેડી પડાવીશ!” પટ્ટાવલીમાં વર્ણન છે કે કલ્યાણસાગરસૂરિના સૂચનથી સમ્રાટે સ્વયં જિનાલયમાં આવીને મૂર્તિને નમસ્કાર કરતાં પ્રતિમાને એક હાથ ઊંચે થયે અને ઉચ્ચ સ્વરે “ધર્મ લાભ” એ શબ્દો સંભળાયા. આથી જહાંગીર ઘણે ચમત્કૃત થયો. તેણે દસ હજાર સુવર્ણ મુદ્રિકા સૂરિને પાઠવી.
વર્તમાન–પસિંહ શ્રેષ્ઠી ચરિત્ર” તથા “કલ્યાણ સાગરસૂરિને રાસ”માં પણ લગભગ આવું જ વર્ણન છે. તેમાં જણાવાયું છે કે સમ્રાટ ચમત્કૃત થઈને સૂરિને પગે પડ્યો અને ઉગારી ઊઠ્યો કે–“આ દેવ જ સાચા છે, આ દેવજ સાચા છે!!”
અનુકૃતિમાં જહાંગીરના ગુસ્સાનું બીજુ કારણ આપ્યું છે. તેને કહેવામાં આવ્યું કે –“સેવઓને મૂર્તિમાં બનવાઈ હૈ ઔર હજૂર કે નામકે અપને બુત કે પૈર કે નિચે લિખા દિયા હૈ!” આ સાંભળીને સમ્રાટના ગુસ્સાને પાર ન રહ્યો. તેના ગુસ્સાને શાંત પાડવા બધી મૂર્તિઓના મસ્તક ભાગમાં “શાહ શ્રી જહાંગીર વિજ્ય રાજ્યએવા શબ્દો કેતરાવી દેવમાં આવ્યા.
આ બધી આખ્યાયિકાઓમાં કેટલું સત્ય હશે એ તે કોણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
જહાંગીર બાદશાહના અમાત્ય જાણે! પરંતુ ઉક્ત પ્રતિષ્ઠા-પ્રસંગની આજે પ્રાપ્ત થતી પ્રત્યેક પ્રતિમાઓના મસ્તક ભાગમાં ઉપર્યુક્ત શબ્દો પાછળથી કોતરાવ્યા હોય એમ સ્પષ્ટ રીતે કહી શકાય છે.
કુરપાલ અને સેનપાલ સંબંધમાં સૌથી પ્રાચીન પ્રમાણ “આચાર દિનકર”ની પ્રત–પુષ્પિકા પૂરું પાડે છે. ઉક્ત પ્રત વિ. સં. ૧૬૫૬ ના પિષ શુદિ ૫ ને ગુરુવારના દિને લખાઈ અને કલ્યાણસાગરસૂરિને અર્પિત થઈ. તેમાં પણ બેઉ ભાઈએને “ભૂપાલ માન્યૌ” કહેવાયા છે. પ્રસ્તુત પ્રમાણથી માંડીને ઠેઠ હિન્દી કાવ્ય સુધીના પ્રમાણે ચરિત્રનાયકોની મહત્તાની પ્રતીતિ કરાવ્યા વિના રહેતાં નથી.
કુંરપાલ અને સેનપાલ એ જ કુંવરદાસ અને સુંદરદાસ હતા કે કેમ એ ચર્ચા બાજુએ રાખીએ તે પણ બેઉ ભાઈએનાં મહદ્ કાર્યો જૈન ઇતિહાસમાં આગવું પ્રકરણ આલેખે એવાં ગરિષ્ટ છે. સુપ્રસિદ્ધ મંત્રી–બાંધવ વસ્તુપાલતેજપાલ પછી આવી સમર્થ બંધુ-બેલડી જૈનસંઘની તવારીખમાં જોવા નથી મળતી. અંચલગચ્છના ઇતિહાસમાં તો એમનું સ્થાન અદ્વિતીય ગણાવી શકાય. જૈન શાસનમાં ઉચ્ચ કારકિદી ધરાવતા ગણ્યાંગાઠ્યા શ્રાવક–વ થઈ ગયા છે, તેમાં ક્રપાલ સોનપાલનું નામ પણ આવે છે. એમની રાજકીય કારકિર્દી સંબંધમાં જે કાંઈ અલ્પ ઉલ્લેખ મળે છે, તે મહત્વપૂર્ણ હોઈને તે પર વિદ્વાનેએ વિશેષ ઉહાપોહ કરે ઘટે છે. ગુજરાતના ઇતિહાસકારે એમના વિશે વધુ પ્રકાશ પાડે એવી અપેક્ષા સાથે, આવા નરશાર્દૂલો જૈનસંઘને ફરી ફરી મળે એ જ અભ્યર્થના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
ચોરીવાળા જિનાલયના નિર્માતા
શ્રેણી રાજસી શાહ નાગડા
જામનગરનું ચોરીવાળું દેરાસર સુવિખ્યાત છે. તેની બાંધણી પ્રેક્ષણીય છે. તેની ભવ્યતા ઊડીને આંખે વળગે એવી છે. તેની રચના શત્રુંજય ટૂકને મળતી હેઈને તેને મહિમા તીર્થસ્થાન તરીકે ખૂબ ખૂબ ગવાય છે. તેની ખ્યાતિ સાથે તેના નિર્માતા રાજસી શાહની કીર્તિ-સૌરભ પણ જૈનઆલમમાં ફેલાઈ ગઈ છે. ખરતરગચ્છીય કવિવર સમયસુંદરજી જેવાએ વર્ણવ્યું છે કે–
શત્રુંજયની કોરણું, નવાનગરમાં રે, શ્રી રાજસી ભરાયા બિંબ, તીરથ તે નમું રે.
જામનગરની તવારીખમાં વિકમની ૧૭ મી શતાબ્દીને ઉત્તરાર્ધ સુવર્ણયુગ ગણાય છે. એ અરસામાં રાજ્યની જાહેજલાલી અપૂર્વ કળાએ ખીલી હતી. તે યુગના યશભાગી પાત્રોમાં આ ત્રિપુટી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. મંત્રી બાંધવા વદ્ધમાન-પસિંહ શાહ અને રાજમાન્ય શ્રેષ્ઠી રાજસી શાહ. ત્રણેય કચ્છી સપૂત હતા. ત્રણેય અંચલગચ્છીય શ્રાવકે, તેમજ અંચલગચ્છાધીપતિ યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિના અનન્ય ભક્ત હતા એ બીના પણ યોગાનુયોગ છે. વિભાવિલાસ’ના કર્તા એમના વિશે પ્રશસ્ત ઉલ્લેખ કરતાં
વિધિયા ઘણ વેપાર અને સહકાર અપારહ, રાજસિંહ વદ્ધમાન ધજજ કેટી ધન ધારહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
ચેરીવાળા જિનાલયના નિર્માતા જલદધ ફેંક જિહાજ દેશ-પરદેશ જાવે; ચીજ વિલતી ચાર લાખ ભર ભર કર લાવે.
કવિ ઉક્ત ગ્રન્થમાં “વર્ધમાન શાહ દેશહ દીવાન” વિશે એ પછી ઉલ્લેખ કરે છે.
કવિ હર્ષસાગરકૃત રાજસી શાહ રાસમાં નાગડાગેત્રના આદ્ય-પુરુષથી માંડીને ઠેઠ ચરિત્રનાયક સુધીની વંશાવલી આપી છે. રાજા મેહસિંહને પુત્ર ઉદિલ્લ, જેને ભટ્ટગ્રંથમાં ઉદેસી કહેવાય છે, તે ઘણે દયાવાન હતું. તેનો પુત્ર જાલ્લા, તેને સધીર, તેને સૂટા થયે, જે સિંહ જેવો બળવાન હતે. તેનો પુત્ર સમરથ બધી કળાને જાણકાર હતા. તેને પુત્ર નરસંગ રાજમાન્ય પુરુષ હતો. રાજાઓ અને રાણાઓમાં તેની ખ્યાતિ હતી. તેને સક અને તેને વીરપાલ નામે પુત્ર થયે, જે દરિયાવ દિલને હતે. તેને કંધેધર અને તેને હીરપાલ પુત્ર થયે જે પુણ્યાત્મા હતા. તેને પુત્ર ભેજ રાજા ભોજ જે દાનવીર હતે. દુઃખી અને દરિદ્ર લેકને તેણે અનેક પ્રકારે સહાય કરેલી.
કવિ મેઘમુનિએ પણ રાજસી રાસ રચે છે. તેમાં તેઓ વર્ણવે છે કે મહાજનેમાં “પુણ્યવંત અને શ્રીમંત” એવા ભેજા શાહ નાગડાગેત્રીય હોવા છતાં મૂળ પારકર-નિવાસી હોવાને કારણે પારકરા કહેવાતા હતા. રાસમાં એમનું કુટુંબ કચ્છમાં વસેલું એ વિશે ઉલ્લેખ નથી, પરંતુ અન્ય પ્રમાણમાં છે, રાસકાર વર્ણવે છે કે જામસાહેબે ભેજા શાહને નવાનગરમાં આગ્રહપૂર્વક તેડાવ્યા અને તેમને સત્કૃત કર્યા. ઉક્ત રાસમાં જામનગરને નવાનગર, નવ્યનગર, નાગનગર, નૌતનપુર વગેરે નામોથી ઉલ્લેખ છે. જામનગરને વ્યાપારનું કેન્દ્ર જાણીને ભેજ શાહે ત્યાં પોતાની પેઢી શરૂ કરી. જામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
સાહેબે તેમને રહેવા માટે ઉત્તમ સ્થાન પણ આપ્યું. વિ. સં. ૧૫૯૬ માં તેઓએ જામનગરમાં આવીને કાયમી વસવાટ કરી દીધે.
ભેજ શાહ પુણ્યવાન અને દાતા હોવાથી એમનું નામ સાર્થક હતું. તેમને ભેજલદે નામની પત્ની હતી. તેમના પાંચ પુત્રે આ પ્રમાણે થયાઃ ખેતસી, જેતસી, તેજસી, જગસી અને રતનસી. વિ. સં. ૧૬૩૧-૩૨ માં દ્વિવર્ષ દુષ્કાળ પડેલા ત્યારે જેતસીએ અન્નસ શરૂ કરીને દુષ્કાળ–પીડિતને ઉગારેલા. આવા ભીષણ દુષ્કાળમાં લોકો જ્યારે અનાજ માટે ટળવળતા હતા, ત્યારે જેતસી શાહે સૌને અન્ન પૂરું પાડીને ભારે નામના પ્રાપ્ત કરેલી. કવિઓએ તેમની બિરુદાવલી ગાયેલી.
ભેજા શાહના તૃતીય પુત્ર તેજસી ઘણું પુણ્યવાન, સુંદર અને તેજસ્વી હતા. તેમને બે પત્નીઓ હતી. પ્રથમ પત્ની. તેજલદેથી ચાંપસી થયા, જેમની પત્ની ચાંપલદેથી નેતા, ધારા અને મૂલા નામે ત્રણ પુત્રે થયા. દ્વિતીય પત્ની વઈજલદે ઘણી ગુણવતી, ધર્મિષ્ઠા અને પતિપરાયણ હતી. તેની કુક્ષિથી વિ. સં. ૧૬૨૪ ના માગશર વદિ ૧૧ ના શુભ દિને લક્ષણયુક્ત પુત્રરત્ન અવતર્યો. જ્યોતિષીઓએ જન્મ-લગ્ન જોઈને ભવિવ્યવાણી ઉચ્ચારી કે આ બાળક જગતને પ્રતિપાલક થશે એનું રાજસી નામ રાખવામાં આવ્યું. - રાજસી ઘણો પ્રતિભાશાળી હતો. દિન-પ્રતિદિન તે વૃદ્ધિ પામવા લાગે. યોગ્ય ઉંમરે તેને પિશાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. બાળક રાજસી ત્યાં માતૃકાક્ષર, ચાણક્યનીતિ, નામા–લેખા વગેરે શીખ્યા. પિશાળમાં રહીને તેણે ધર્મશાસ્ત્રને પણ અભ્યાસ કર્યો.
તેજસી શાહને રાજસીના જન્મ બાદ નેણસી નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
ચેરીવાળા જિનાલયના નિર્માતા ત્રીજો પુત્ર પણ થયે રાજસી શાહને યુવાન વયે સજલદે નામની ગુણવતી કન્યા સાથે પરણાવવામાં આવ્યા. સજલદેથી તેમને રામુ નામે પુત્ર થયે. રામુને એગ્ય વયે પરણાવવામાં આવેલે. તેની પહેલી પત્નીથી પુત્ર અને પુત્રી પ્રાપ્ત થયાં. રામુને દ્વિતીય ભાર્યા સરીઆઈથી માનસિંહ નામને પુત્ર થયે.
રાજસી શાહની દ્વિતીય પત્ની સરૂપદેથી લાંછા, પાંચી તથા ધરમી નામે ત્રણ પુત્રીઓ થઈ, જેમને મનરંગદે, મેહ
દે અને ચંદનબાલા તથા પ્રત્યેકને એક પુત્ર પ્રાપ્ત થયે. રાજસી શાહની તૃતીય પત્ની રાણદે મહા ઉદાર અને પતિત્રતા હતી. રાજસી શાહના નાના ભાઈ નેણસી શાહને મકરણ અને કર્મસી નામના દાનવીર પુત્ર-દ્વય થયા.
કવિ હર્ષસાગર કૃત રાસમાં તેજસી શાહે જામનગરમાં વિ. સં. ૧૯૨૪ માં શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું તે વિશે ઉલ્લેખ છે. “અંચલગચ્છની મેટી પટ્ટાવલી”. વદ્ધમાન-પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્રમ .” તથા “કલ્યાણસાગરસૂરિ રાસ”માં તેજસી શાહનાં કાર્યો વિશે ઘણું ઘણું કહે વાયું છે. અલબત્ત, ઉક્ત ત્રણેય શંકિત ગ્રન્થ છે. છતાં તેની માહિતી ઘણીવાર ઉપયોગી બની રહે છે. તેમાં ઉલ્લેખ છે કે વિ. સં. ૧૬૧૩ માં અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિ વિહરતા જામનગરમાં પધારેલા ત્યારે તેજસી શાહે તેમને આડંબરપૂર્વક પ્રવેશોત્સવ કર્યો. શ્રેષ્ઠીના આગ્રહથી સૂરિ ત્યાં ચાતુર્માસ રહેલા. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી તેજસી શાહે જામનગરમાં જિનપ્રાસાદ બંધાવવાને પ્રારંભ કર્યો. બે લાખ મુદ્રિકાને ખર્ચ મનોહર જિનપ્રાસાદ તૈયાર થયો. વિ સં. ૧૯૨૪ માં તેમણે સૂરિની નિશ્રામાં પિષ શુદ ૮ ના દિને મૂલનાયક શ્રી શાંતિનાથ પ્રભુ સમેત એકાવન જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[પ પ્રતિષ્ઠા-મહત્સવ પ્રસંગે તેમણે પિતાની જ્ઞાતિના માણસને મિષ્ટાન્ન ભજન કરાવ્યું. તથા અંચલગચ્છીય શ્રમણનો આદર-સત્કાર કર્યો. આ શિખરબંધ જિનાલય જામનગરનું સૌથી પ્રાચીન દહેરાસર ગણાય છે.
વિ. સં. ૧૬૪૪ માં ધર્મમૂર્તિસૂરિ પાલિતાણામાં ચાતુ મસ બિરાજતા હતા. તે વખતે યાત્રાર્થે આવેલા તેજસી શાહે સૂરિને પછીનું ચાતુર્માસ જામનગરમાં કરવાની આગ્રહભરી વિનંતી કરી. એમની વિનંતીને માન આપીને સૂરિ એ પછી જામનગરમાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી તેજસી શાહે શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢીને પાંચ લાખ મુદ્રિકાને ખર્ચ કર્યો.
એ અરસામાં મુસલમાન સૈન્ય જામનગર પર મોટો હલ્લો કર્યો અને શહેરમાં ભારે લૂટફાટ મચાવી. આ આક્રમણમાં તેજસી શાહે બંધાવેલું જિનાલય ખંડિત થયું. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિને મુસલમાનોએ તેડી પાડી. એમના અમાનુષી વર્તાવથી શહેરમાં નાશભાગ મચી ગઈ તેજસી શાહ કુટુંબ સહિત કચ્છના માંડવી બંદરમાં ચાલ્યા ગયા. ગાનુગ એ વખતે ધર્મમૂર્તિસૂરિ પણ માંડવીમાં જ બિરાજમાન હતા. તેજસી શાહે તેમને મુસલમાનોના આકમણની તથા જિનાલય ભંગની બધી વાત સજળનેત્રે કહી સંભળાવી. સૂરિએ તેમને ખંડિત જિનાલયનો ઉદ્ધાર કરવાને ઉપદેશ આપ્યો અને કહ્યું કે જે નિર્મિત છે તે મિથ્યા થઈ શકતું નથી. સૂરિએ સાંત્વન આપતાં તેજસી શાહનું દુઃખ દૂર થઈ ગયું. પછી તેઓ પોતાના પૂર્વજોના નિવાસ-સ્થાન રૂપ આરિખાણા ગામમાં છેડે વખત રહ્યા. મુસલમાન સૈન્ય જામનગરમાંથી ચાલ્યું ગયું એટલે પુનઃ તેઓ કચ્છથી જામનગરમાં આવી પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
ચારીવાળા જિનાલયના નિર્માતા તેજસી શાહે પિતાના ખંડિત જિનાલયને ઉદ્ધાર કરાવ્યો. ધર્મમૂર્તિસૂરિને તેમણે આગ્રહપૂર્વક જામનગરમાં તેડાવ્યા. સૂરિના સૂચનથી સોરઠમાંથી શ્રી શાંતિનાથ પ્રભુની મનહર પ્રતિમા મંગાવીને તેને મૂલનાયક તરીકે સ્થાપવામાં આવી. વિ. સં. ૧૬૪૮ ના માગશર શુદિ ૪ ના દિને સૂરિના ઉપદેશથી ધૂમધામથી જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા થઈ. તે શુભ પ્રસંગે તેજસી શાહે સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. એ પછી શ્રેષ્ઠીવર્ય આ ફાની દુનિયા છોડી ગયા.
પટ્ટાવલીમાં જણાવાયું છે કે લાલન વાદ્ધમાન અને પદ્મસિંહ શાહના તૃતીય બાંધવ ચાંપશી શાહ રાજસી શાહના વેવાઈ થતા હતા. બન્ને વેવાઈઓ વચ્ચે ઘણે મનમેળ હતો. વિદ્ધમાન–પદ્મસિંહ શાહને અનુસરીને રાજસી શાહ અને ચાંપસી શાહ પણ આરિખાણાથી ભદ્રાવતીમાં વ્યાપારાર્થે વસ્યા અને સાથે મળીને વ્યાપાર જમાવ્યા. વિ. સં. ૧૬૫૦ માં ઉક્ત લાલન બંધુઓએ શ્રી શત્રુંજયને સંઘ કાઢે. તેમાં બન્ને વેવાઈઓએ સંઘ-વ્યવસ્થામાં મુખ્યપણે ભાગ ભજ. વેલે. લાલન બંધુઓએ કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રી શત્રુંજયગિરિ ઉપર જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરતાં રાજસી શાહે પણ માગશર વદિ ૧૩ ના દિને ખાતમુહૂર્ત કર્યું. તીર્થ સંઘ જામનગરમાં વિસર્જિત થયે અને જામ જશવંતસિંહજીના અત્યાગ્રહથી સંઘપતિ બાંધાએ જામનગરમાં જ કાયમી વસવાટ કર્યો તેમને પાંચ હજાર ઓસવાળે અનુસર્યા રાજસી શાહ અને ચાંપસી શાહ પણ વિદ્ધમાનપદ્મસહ શાહને અનુસરીને વ્યાપારાર્થે જામનગર માં જ ઠરીઠામ થયા. અલબત્ત, પટ્ટાવલીનું આ વિધાન સંશેધનીય છે. આપણે અગાઉ જોયું તેમ રાજસી શાહ એ અગાઉ
જામનગરમાં જ હતા એમને જન્મ પણ ત્યાં જ થયેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
પાછળથી શ્રી શત્રુંજયગિરિ ઉપરનાં ત્રણે જિનાલનું કામ પૂર્ણ થતાં વિ. સં. ૧૬૭૫ માં શ્રેષ્ઠી વિદ્ધમાન–પદ્મસિંહ શાહ તથા રાજસી શાહ મોટા આડંબરપૂર્વક પાલિતાણા પધારેલા. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી ગિરિરાજ ઉપરના ત્રણે જિનાલયેની મહત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. રાજસી શાહે
શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાને મૂળનાયકપદે સ્થાપી. તેમણે પિતાના જિનાલયમાં સર્વે મળીને દોઢ લાખ મુદ્રિકાઓને ખર્ચ કરીને લક્ષ્મીને કૃતાર્થ કરી. | મેઘમુનિ કૃત રાજસી શાહ રાસમાં જણાવાયું છે કે વિ. સં. ૧૯૬૦ માં ધર્મમૂર્તિસૂરિ જામનગરમાં પધાર્યા. શ્રાવકસમુદાયની સાથે જામનરેશ્વર પણ વંદનાથે પધાર્યા. સૂરિએ ધર્મોપદેશ દેતાં ભરત ચક્રવર્તિએ શ્રી શત્રુંજયને સંઘ કાઢીને પ્રાપ્ત કરેલા સંઘપતિ–પદ વિશે વિસ્તારથી વર્ણન કર્યું. રાજસી શાહે એવા સંઘ કાઢવાની ઈચ્છા પ્રકટ કરી. વિ. સં. ૧૬૬૫ માં લઘુભ્રાતા નેણસી તથા તેમના પુત્રે મા, કર્મસી, વડીલબંધુ ચાંપસી શાહના પુત્રો નેતા, ધારા, સુલજી તેમજ પુત્ર રામુ આદિ પરિવાર સાથે રાજસી શાહે સંધ સહિત પ્રયાણ કર્યું. સંઘનાયક વદ્ધમાન તથા પદ્મસિંહ શાહ પણ સંઘમાં ઉપસ્થિત હતા હાલાર, સિંધ, મેરઠ, કચ્છ, મરૂધર, માલવા, આગરા તથા ગુજરાતના યાત્રિકગણ સાથે ચાલ્યા. હાથી, ઘોડા, ઊંટ, રથ, સૈજવા પર સવાર થઈને તથા કેટલાક યાત્રિકો પગે ચાલતા હતા મર્ગમાં ગળે દ્વારા જિનગુણ-સ્તવના કર્તા તથા ભાટો દ્વારા બિરુદાવલી ગાતે સંઘ શ્રી શત્રુંજયની તળેટીમાં આવી પહોંચે. સેનાનાં ફૂલ, મેતી તથા રત્નોથી ગિરિરાજને વધાવવામાં આવ્યું. તીર્થનાયક શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરી સૌ ધન્ય થયાં. રાયણ–વૃક્ષને નીચે રાજસી શાહને સંઘપતિનું તિલક કરવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
ચોરીવાળા જિનાલયના નિર્માતા આવ્યું. સંઘવી રાજસી શાહે પાલિતાણામાં સ્વામીવાત્સલ્ય, લહાણ આદિ ધર્મકાર્યોમાં પ્રચુર ધનરાશિ વ્યય કર્યો. તીર્થ યાત્રા કરી સંઘ સહિત તેઓ સકુશળ જામનગરમાં પધાર્યા,
શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાથી રાજસી શાહ અને નેણસી શાહના મને સફળ થયા. તેઓ ધર્મકાર્યોમાં વિશેષ અભિરુચિ દર્શાવતા થયા. દરેક સંવત્સરીનાં પારણાના દિવસે તેઓ સ્વામીવાત્સલ્ય કરતા અને શ્રીફળ, સુખડી આદિની પ્રભાવના કરતા. જામ નરેશ્વરને માન્ય એવા રાજસી શાહની પુણ્ય-કળા બીજના ચંદ્રની જેમ વિકસતી જતી હતી.
એકવાર એમના મનમાં વિચાર આવ્યું કે મહારાજા સંપ્રતિ, મંત્રીશ્વર વિમલ અને વસ્તુપાલ-તેજપાલ વગેરે મહાપુરૂષોએ ભવ્ય જિનાલયે નિર્માણ કરીને તીર્થો સ્થાપ્યાં અને પિતાની કીર્તિ પણ ચિર સ્થાયી કરી. જિનેશ્વરના શ્રીમુખથી આવાં કાર્યો દ્વારા મહાફળની નિષ્પત્તિ દર્શાવાઈ છે. માટે આવું કાર્ય માટે પણ કરવું જોઈએ. તેમણે પોતાના નાના ભાઈ નેણસી શાહ સાથે આ વિશે એકાંતમાં સલાહ કરી. કુટુંબીઓ સાથે પણ આ બાબતમાં વિચારણા કરી.
વિશાળ જિનાલય બંધાવવાનો વિચાર પાક થતાં રાજસી શાહના ઉમંગને પાર ન રહ્યો. તેના વડીલ બંધુ ચાંપસી શાહના પુત્ર મૂલા શાહે ખર્ચમાં કેટલેક હિસ્સો આપે. કવિ હર્ષસાગરજીના વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે રાજસી શાહે જેમની સાથે જિનાલય વિશે વિચાર-વિમર્શ કર્યો તેમાં ક્યાંયે તેમના વડીલ બંધુ ચાંપસી શાહનું નામ આવતું નથી, પણ તેમના ત્રણેય પુત્રનું નામ આવે છે
એટલું જ નહિ ચાંપસી શાહના પુત્ર મૂલાએ જિનાલયના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
T ૯
ખર્ચમાં કેટલોક હિસ્સ પણ આપે હતે. એટલે એ વખતે ચાંપસી શાહ વિદ્યમાન નહિ હોય.
કુટુંબીજનો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ રાજસી શાહ, નેણસી શાહ, રાજસી શહના પુત્ર રામુ તથા ચાંપસી શાહના પુત્ર મૂલા, એ ચારે જણાએ જામ જસવંતસિંહજી પાસે જઈને આજ્ઞા માગી કે અમને નલિની વિમાન જેવું, જિના લય નિર્માણ કરવાની આજ્ઞા આપો. રાજા એમની વિનંતીથી ઘણે પ્રસન્ન થયે. રાજસી શાહને તેમણે ઉત્તમ ભૂમિ પસંદ કરવાનું કહ્યું. રાજાજ્ઞા પ્રાપ્ત કરી ચારે જણ સાનંદ ઘેર આવ્યા અને જિનાલય નિર્માણ કરવાની તૈયારી આરંભી. ગજધર જશવંત મેઘાને સૂત્રધાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. સૂત્રધારે ગ્ય ભૂમિની ગવેષણ કરી. ઉત્તમ સ્થાન જોઈને જિનાલયને પાયો નાખવામાં આવ્યું કચ્છથી કુશળ કારીગરોને તેડાવવામાં આવ્યા. વાસ્તુવિદોને લાવીને સમગ્ર જિનાલયને નકશે તૈયાર કરવામાં આવ્યો - જિનાલયના ખાતમુહૂર્તની મિતિ વિશે બને રાસમાં મતભેદ છે. મેઘમુનિ કૃત રાસમાં જણાવાયું છે કે વિ. સં. ૧૬૬૮ ના વૈશાખ સુદ ૩, અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે જિનાલયનું ખાતમુહૂર્ત થયું હર્ષસાગર કૃત રાસમાં ઉલ્લેખ છે કે વિ. સં. ૧૬૭૨ માં જિનાલયના મંડાણને પ્રારંભ થયો. શુભ મહિનામાં, શુભ વેળાએ અષ્ટમીના રોજ વાસ્તુક મેઘાએ
૯ ગજ લાંબા અને ૩૫ ગજ પહોળા વિશાલ જિનાલયને પાયો નાખ્યો.
મેઘમુનિ વર્ણવે છે કે બીજે જ વર્ષે એ જ દિવસે વિ. સં. ૧૬૬૯ ના અક્ષયતૃતીયાના શુભ દિને શુભ મુહૂર્તમાં સમગ્ર નગરને રાજસી શાહે ભેજનાથે નિમંચ્યું. લાડુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
ચેરીવાળા જિનાલયના નિર્માતા જલેબી, કંસાર આદિ પકવાને દ્વારા ભક્તિ કરી. સ્વયં જામ નરેધર પણ ભેજનાથે પધાર્યા. વિદ્ધમાન અને પદ્ધસિંહ શાહ તથા તેમના પુત્રે વીજપાલ, શ્રીપાલ વગેરે મહાજનેને સાથે લઈને પધાર્યા. ભજનાનંતર બધા લેકને સેપારી, ઈલાયચી વગેરેથી સત્કૃત કર્યા. | કવિ હર્ષસાગર જિનાલયના સ્થાપત્ય વિશે પણ માહિતી આપે છે. તેઓ જણાવે છે કે જિનાલયના બંધકામમાં પહેલે થર કુજાને, બીજે કિલસુ, ત્રીજે કિવાસ, ચોથે માંકી, પાંચમે ગજડબંધ, છઠ્ઠો દેઢિયા, સાતમે સ્તર ભરણી, આઠમે સરાવટ, નવમે માલાગિર, દસમે સ્તર છાજા, અગિયારમે છેપાર અને તેના ઉપર કુંભ-વિસ્તાર કરવામાં આ જામિસ્તર કરીને તેના ઉપર શિલા-શંગ બનાવ્યાં. મહેન્દ્ર નામક આ ચૌમુખ શિખરનાં ૬૦૯ શૃંગ અને બાવન જિનાલયનું નિર્માણ થયું. ૩૨ નાટાર ભ કરતી પુતલીએ. શ્રી નેમિનાથની ચારી, ૨૬ કુંભી, ૬ સ્તંભ ચૌમુખને નીચે તથા ૭૨ સ્તંભ ઉપરવત્તિ થયા. આ પ્રમાણે નાગપા મંડપવાળા લક્ષ્મીતિલક પ્રાસાદમાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા મૂલનાયકપદે સ્થાપિત થઈ. દ્વારની બન્ને બાજુએ હાથીઓ મૂકવામાં આવ્યા. આબુના વિમલ પ્રાસાદની જેમ જામનગરમાં રાજસી શાહે યશપાર્જિન કર્યો આ લક્ષ્મીતિલક પ્રાસાદમાં ત્રણ મંડપ અને પાંચ ચૌમુખ થયાં. ડાબી બાજુએ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ, જમણી બાજુએ શ્રી સંભવનાથ, ઉત્તર દિશાની મધ્ય દેવકુલિકામાં શ્રી શાંતિનાથ, દક્ષિણ દિશાના ભેંયરામાં અનેક જિનબિબ તથા પશ્ચિમ દિશાના ચૌમુખમાં અનેક પ્રતિમાઓ તેમ જ પૂર્વ તરફના ચૌમુખમાં વિસ્તૃત નલિની જેવી શ્રી શત્રુંજયના સ્થાપત્યની જેમ ૩૨ પૂતલીએ સ્થાપિત કરી. ત્રણ મજલાનો તેરણયુક્ત આ પ્રાસાદ જામનગરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[ ૧૧ ઉત્કૃષ્ટ સ્થાપત્ય ગણાયું. તેમાં શ્રી નેમિનાથની ચેરી હોઈને ચેરીવાળા જિનાલય તરીકે તે સુવિખ્યાત થયે.
જિનાલયનું કામ સંપૂર્ણ થતાં પ્રતિષ્ઠા કરવાના હેતુથી આચાર્યપ્રવર કલ્યાણસાગરસૂરિને જામનગરમાં પધારવા વિનંતી પત્ર પાઠવવામાં આવ્યું. રાજસી શાહ સમેત શ્રી સંઘના આગ્રહથી અંચલગચ્છાધિપતિ, સમ્રાટ જહાંગીરને માન્ય” એવા કલ્યાણસાગરસૂરિ વિ. સં૧૯૭પમાં જામનગરમાં પધાર્યા. ત્યાં ઘણા ઉત્સાહથી પ્રતિષ્ઠામહત્સવનો પ્રારંભ થયે. સૂરિની દેશના શ્રવણ કર્યા બાદ રાજસી શાહે પ્રતિષ્ઠા-મુહૂર્ત કઢાવ્યું. વૈશાખ શુદિ ૮ ને દિવસ નક્કી કરી તૈયારી કરવામાં આવી. મધ્યમાં માણેકસ્તંભ સ્થાપિત કરી વિશાળ મંડપની રચના કરવામાં આવી. ખાંડ ભરેલી થાળી અને મુદ્રિકા સાથે રાજસી શાહે સમસ્ત જૈનને લહાણું કરી. ચોર્યાસી જ્ઞાતિના મહાજનેને નિમંત્રિત કરીને જમાડ્યા અનેક પ્રકારના મિષ્ટાન્ન, પકવાનેથી ભક્તિ કરવામાં આવી. ભેજનાન્તર સૌને શ્રીફળ આપવામાં આવ્યાં.
રમણીય અને ઊંચાં મંડપમાં કેસરના છાંટણા છાંટવામાં આવ્યાં. જલયાત્રા મહોત્સવ વગેરેમાં પ્રચૂર દ્રવ્ય વ્યય કર્યો. પ્રતિષ્ઠા-મહેશત્સવ પ્રસંગે સમગ્ર નગરને શોભાયુક્ત કરવામાં આવ્યું. રાજમાર્ગોને કમાન આદિથી શણગારવામાં આવ્યાં. તડકાથી બચવા તંબૂઓ પણ તાણવામાં આવ્યા. વિવિધ ચિત્રાદિથી સુશોભિત થયેલું શહેર દેવવિમાન જેવું લાગતું હતું. રાજસી શાહના પુત્ર રામુ. ભ્રાતૃ-પુત્રે નેતા, ધારા. મૂલા, તથા સમા, કર્મસી વગેરે; સંઘાગ્રણી વદ્ધમાન-પદ્યસિંહ, તેમના પુત્રે વીજપાલ, શ્રીપાલ આદિ ચતુર્વિધ સંઘમાં રાજસી શાહ શિરેમેર હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
ચારવાળા જિનાલયના નિર્માતા જલયાત્રાદિ મહોત્સવ બાદ કલ્યાણસાગરસૂત્નિા ઉપદેશથી જિનબિંબની અંજનશલાકા થઈ શિખરબદ્ધ પ્રાસાદમાં શ્રી સંભવનાથ પ્રભુના બિંબની સ્થાપના કરવામાં આવી. અંચલગચ્છની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે પપ૧ જિનબિંબની રાજસી શાહે પ્રતિષ્ઠા કરાવેલી તેમના પિતા તેજસી શાહે પહેલાં બંધાવેલા જિનમંદિરની આસપાસ ચારે બાજુ તેમણે બંધાવેલી દેવકુલિકાઓમાં વિ. સં. ૧૬૭૫ ના વૈશાખ દિ ૮ ને દિવસે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા થઇ. આ કાર્યમાં રાજસી શાહે ત્રણ લાખ મુદ્રિકાએ ખરચી. પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તેમણે સ્વામીવાત્સલ્ય કરવા પૂર્વક પિતાની ઓસવાળ જ્ઞાતિના માણસોને સાકર ભરેલી પિત્તળની થાળીઓની પ્રભાવના કરી.
મેઘમુનિ કૃત રાસમાં રાજસી શાહે ચૌમુખ જિનપ્રાસાદ પાછળથી બંધાવ્યું તે વિશે પણ વર્ણન છે. તેમાં જણાવાયું છે કે વિ. સં. ૧૬૮૨ માં રાજસી શાહે મૂલનાયક ચૈત્યની પાસે ચૌમુખ વિહાર બનાવ્યું. ગજજર રૂપસી તેના સૂત્રધાર હતા. તેઓ વાસ્તુવિદ્યાના વિશારદ હતા. તેમણે ચૌમુખ પ્રાસાદની રચના ઉત્કૃષ્ટ કરી. આ શિખરબદ્ધ પ્રાસાદના તરણે, ગવાક્ષે, ચોરી ઈત્યાદિની કેરણી અત્યંત સૂક્ષ્મ અને પ્રેક્ષણીય હતી. નાટ્ય પૂતળીએ કળામાં ઊર્વશીને પણ મહાત કરી દેતી હતી. જગતીમાં આમલસાર પંક્તિ, પગથિયાં, દ્વારે, દિકપાલ, ઘુમ્મટ વગેરેથી ચાર મજલાવાળે પ્રાસાદ સુશોભિત હતે. ચારે દિશાઓમાં ચાર પ્રાસાદ કૈલાશ શિખરે જેવા લાગતા હતા. પાસે એક વિશાળ ઉપાશ્રય પણ બંધાવ્યું.
હર્ષસાગર કૃત રાસમાં રાજસી શાહનાં અન્ય કાર્યોનું વર્ણન આ પ્રમાણે છેઃ ભલશારણિ ગામમાં ફૂલઝર નદી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[ ૧૩ જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બનાવી. રાજકોટમાં વાસુદેવ શ્રીકૃષ્ણનું મંદિર બંધાવીને ત્યાં પણ યશ સ્થાપિત કર્યો. આ મંદિર મેરૂશિખર સાથે સ્પર્ધા કરતું હતું. યાદવ વંશી રાજા વિભેજી, રાણુ કનકાવતી, કુંવર જીવણજી, મહિરામણ વગેરેના આગ્રહથી ત્યાં એ કાર્યો થયાં. મયાંતરમાં કાંડાબાણ પાષાણથી શિખરબંધ જિનાલય, તથા પાસે ઉપાશ્રય બનાવ્ય, કાલાવાડમાં આશ્રમ, ઉપાશ્રય આદિ બંધાયાં. માંઢામાં શિખરબંધ જિનાલય બંધાવ્યું અને પંચધાર ભેજનથી ભૂપેન્દ્રને જમાડ્યા. પ્રતિષ્ઠા પ્રસંગે બસ ગઠીઓ શ્રાવક થયા. ત્યાં કાંડાબાણી પાષાણથી પૌષધશાળા પણ બંધાવી. કચ્છ માંઢામાં પણ રાજસી શાહે ચૈત્ય બંધાવીને પિતાને યશ સ્થાપે.
જામનગરની ઉત્તર દિશામાં અન્ન-પાની પરબ કરાવી. કચછના માર્ગમાં બેડીતટના સ્થાનમાં પથિકે માટે વિશ્રામગૃહ કરાવ્યું. પાસે હનુમાનની દેરી સ્થાપી. નાગનદીની પૂર્વની બાજુમાં અનેક સ્તંભેયુક્ત એક વિશાળ રે બનાવ્યું, જેની શીતળ છાયામાં લોકો વિશ્રામ લેતા. દેહરીઓના રસ્તામાં મહાદેવનું મંદિર પણ બંધાવ્યું. નદી પર લેકોના સુખ માટે પાંચ દેરી, વિસામા વગેરે પણ બંધાવ્યાં. જામનગરમાં રાજસી શાહે અંચલગચ્છને ઉપાશ્રય બંધાવ્યો સે તાયુક્ત મંત્રીશ્વર વસ્તુપાલની પૌષધશાળા જેવી રાજસી શાહની પૌષધ. શાળા હતી ધારાગિરિની પાસે તથા અન્ય સ્થાનમાં પણ એમણે વખાર સ્થાપી હતી. કાંડાબાણ પાષાણ દ્વારા નિર્મિત સપ્તભૂમિ મંદિર સુશોભિત હતું, જેની રાજસી શાહે વિ. સં. ૧૬૭૫ માં બિંબ પ્રતિષ્ઠા કરાવી. જામસાહેબે એમને ઘણે આદર કર્યો. રાજસી શાહના ભ્રાતૃપુત્ર કર્મસી પણ રાજમાન્ય હતો તેણે શત્રુંજય ઉપર શિખરબંધ જિનાલય બંધાવ્યું. વિ સં. ૧૬૮૭ ના દુષ્કાળમાં રાજસી શાહ ગરીબોને રોટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
ચારીવાળા જિનાલયના નિર્માતા તથા દોઢ કળસી અનાજ પ્રતિદિન આપતા હતા. એ વખતે ભીષણ દુષ્કાળ પડેલે. વૃષ્ટિને સર્વથા અભાવ હોવાથી પૃથ્વીએ એક કણ પણ અનાજ આપ્યું નહિ. લૂટ, ભૂખમરે હત્યાઓ, વિશ્વાસઘાત, પરિવારત્યાગ આદિ અનૈતિકતા અને પાપનું સામ્રાજ્ય ચિનગમ પથરાઈ ગયું હતું. આવા વિકટ સમયમાં રાજસી શાહે દાનેશ્વરી જગડું શાહની જેમ અન્નક્ષેત્ર ખેલીને લેકેને જીવનદાન આપ્યું. વિ. સં. ૧૬૮૮ માં ખૂબ વર્ષા થતાં સુકાળ આવ્યા.
એ પછી રાજસી શાહે શ્રી શત્રુંજય તીર્થ–સંધ કાઢ્યો. સંઘયાત્રામાં તેમણે પ્રચુર દ્રવ્ય-વ્યય કર્યો. ભેજન, સાકરના પાણીની વ્યવસ્થા કરી. જામનગરમાં આવીને સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખરચ્યું. તેઓ સ્નાત્ર મહત્સવો, પૂજાભાવનાએ સવિશેષ કરાવતા. હીરા-રત્ન જડિત આંગી રચાવતા. તથા સત્તરભેદી પૂજા ભણાવતા. યાચકેને સદૈવ દાન દેતા
એમના પુત્ર રામુએ શ્રી ગોડી પાર્શ્વનાથજીની યાત્રા નિમિત્તે ભૂમિશયનને નિયમ લીધું હતું, એટલે ત્યાંને સંઘ પણ કાઢ્યો. બધે નિમંત્રણ પાઠવતાં કચ્છ, વાગડ, હાલાર આદિના સંઘે એકત્રિત થયા પાંચસો સેજવાલા સહિત સંઘે પ્રયાણ કર્યું. સંઘમાં રથ, ગાડી, ઊંટ, ઘોડા આદિની સંખ્યા ઘણી હતી. ધૃઆવી, ભાદ્રઅ, કેસી અને બાલામેય, કીકાણ. અંજાર, ધમડકા, ચુખારી, વાવ, લેદ્રાણી, રણની ઘડી. ખારડી, રાણસર થઈને પારકરે પહોંચ્યા. રાણાને ભેટ ધરીને સન્માનિત થયા. પછી શ્રી ગેડીજી તરફ ચાલ્યા. ચૌદ કેસ થરમાં ચાલ્યા. પછી તીર્થસ્થાને પહોંચ્યા. માર્ગમાં દરેક સ્થાને બે શેર ખાંડ અને રૌમ્યમુદ્રિકાની લહાણ કરી. રાજસી શાહ
અને રામુએ ભાવપૂર્વક પ્રભુદશન કરી અને સત્તરભેદી પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એમના પુર નિયમ હતો કચ્છ, વાત છે
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા
[ ૧૫ ભણાવી. સ્વામીવાત્સલ્યાદિમાં પણ ઘણું ધન ખરચ્યું. યાત્રા કરી સૌ ક્ષેમકુશળ જામનગરમાં પાછા ફર્યા.
એ પછી રાજસી શાહે દ્વિતીય પ્રતિષ્ઠા માટે કલ્યાણસાગરસૂરિને આગ્રહપૂર્વક જામનગરમાં તેડાવીને વિ. સં. ૧૬૬ ના ફાગણ શુદિ ૩ ને શુક્રવારે બિંબપ્રતિષ્ઠા કરાવી. ઉત્તર દિશાના દ્વાર પાસે વિશાળ મંડપ બંધાવ્યા. ચૌમુખછત્રી, દહેરી તથા પગથિયાં બંધાવ્યાં. અહીંથી ચૈત્ય પ્રવેશ થાય છે. બન્ને બાજુ ઐરાવત હાથીઓ ઉપર ઈન્દ્ર બિરાજિત કર્યા. પ્રતિષ્ઠા પ્રસંગે સમસ્ત નગરને ભેજનાથે નિમંત્રવામાં આવ્યું. બ્રાહ્મણને દસ હજારનું દાન આપીને ભોજન કરાવ્યું. રાજસી શાહે ચોથ વ્રત ગ્રહણ કરવાના પ્રસંગે પણ સમસ્ત મહાજનેને જમાડ્યા.
રાજસી શાહની પત્ની સીરિયાદેએ ગિરનારને સંઘ કાવ્યો અને વિ. સં. ૧૬૯૨ ના અક્ષયતૃતીયાના દિને તીર્થ– યાત્રા કરી. સીરિયાદેએ માસક્ષમણ કરીને છરી પાળતાં આબૂ અને શત્રુંજયની પણ યાત્રા કરી. સીરિયાદે રાસમાં એમનાં કાર્યોનું વર્ણન છે. રાજસી શાહના દ્વિતીય પત્ની રાણદેને રાસ પણ ઉપલબ્ધ થાય છે, જેમાં તેમનાં સુકૃત્યેનું વર્ણન છે.
રાજસી શાહે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી અંચલગચ્છીય શ્રાવકોને પ્રત્યેક ઘરે લહાણે પાઠવી હતી. કવિ હર્ષ. સાગરજીએ બસે જેટલાં શહેરોની લાંબી સૂચિ વર્ણવી છે,
જ્યાં રાજસી શાહની લહાણી ફરી હતી. આ કાર્યમાં નવ લાખ કોરીનો ખર્ચ થયે હતે. રાજસી શાહની કીર્તિ એ દ્વારા સમગ્ર ભારતમાં વિસ્તરી ગઈ.
ભદ્રોમાં વિશેષ બાબત એ છે કે જહાંગીર બાદશાહના રાજ્યમાંથી ૮૪ ગઝોના યતિઓને ગુજરાતમાં નાસવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
ચેરીવાળા જિનાલયના નિર્માતા પડેલું, ત્યારે રાજસી શાહે તેમને સાત વર્ષો સુધી આશ્રય આપે અને ઘણું ધન ખરચ્યું હતું. ખરતરગચ્છાધિપતિ જિનસિંહસૂરિએ એવી ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે ખુશરૂ બાદશાહ બનશે. જહાંગીરે આ વાત દાઢમાં રાખી અને પોતે તખ્તનશીન થયે કે તરત જ તેણે પિતાના વિરોધીઓ સામે કડકાઈથી કામ લીધું. ઉક્ત ભવિષ્યવાણું જૈન શ્રમણને ખરેખર ભારે પડી ગયેલી!
હર્ષસાગરજીએ વિ. સં. ૧૨૯૭ માં રાસ ર હેઈને ત્યાં સુધીની તેમની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. એ પછી રાજસી શાહે ધર્મકાર્યો કરતાં શેષ જીવન નિગમન કર્યું હશે. આ રીતે ચરિત્રનાયક લાંબુ જીવન જીવ્યા હશે એમ સહેજે અનુમાન કરી શકાય છે.
ઉક્ત બેઉ રાસમાં રાજસી શાહનાં મહદ્ કૃત્યોનું વિશદુ વર્ણન મળે છે. રાસકારોએ એમનાં કાર્યોને ખૂબ ખૂબ બિર. દાવ્યાં છે. રાસકારોએ યે જ કહ્યું છે કે ચરિત્રનાયક ધર્મકાર્યોમાં જગસી, જાવડ, જગડુ, ભામા, રામ, કુરપાલ, આસકરણ, જસુ, ટોડરમલ, ભાલ, કર્મચંદ, વસ્તુપાલ, વિમલની જેમ સુકૃતકારી હતા. આ રીતે જૈન સંઘના ઈતિહાસમાં રાજસી શાહનું નામ સુવર્ણાક્ષરે આલેખાયું છે. જામનગરની તવારીખમાં પણ એમનું નામ નોંધનીય છે. ભૂચરમેરીના ખૂનખાર યુદ્ધમાં તારાજ થયેલા રાજ્યને રાજસી શાહે ભામા શાહની જેમ આર્થિક મદદ આપેલી. જામનગરના રાજ્યની આબાદીમાં ચરિત્રનાયકે ઘણે મોટો ભાગ ભજવ્યો છે. આમ તત્કાલીન રાજકીય તવારીખમાં પણ રાજસી શાહનું નામ આવે જ છે. આવા “રાજમાન્ય, “કેટિધ્વજ” શ્રેણી અંચલગચ્છને ફરી ફરી મળે એજ અભ્યર્થના.
– –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
અનેક તીદ્ધિારક, મંત્રી–મધવ વ માન–પદ્મસિંહ શાહ
વિક્રમના ૧૭ મા શતકમાં કચ્છની ભદ્રાવતી નગરીમાં દેશપરદેશ—ખાસ કરીને ઠેઠ ચીન સાથે વેપાર કરનાર, શ્રી શત્રુંજય તીના વિશાળ સંઘ કાઢનાર, ભવ્ય જિનમ દિા બંધાવનાર, જામનગરના મંત્રી તરીકે ઉચ્ચ રાજકીય કારકિર્દી ધરાવનાર અને અનેક તિર્થોના ઉદ્ધારક તરીકે વહેં માન શાહુ અને પદ્મસિંહ શાહુ એ બેઉ બાંધવાનુ નામ જૈનસંઘની તવારીખમાં ચિરઃ સ્મરણીય રહેશે. પ્રાચીન ગ્રન્થકર્તાઓએ એમને સુપ્રસિદ્ધ-મંત્રી ખાંધવ વસ્તુપાલ-તેજપાલ સાથે સરખાવ્યા છે, જે દ્વારા એમની મહાનતાના દર્શન થઈ શકે છે.
ઓસવાળ વંશીય, લાલણગાત્રીય શ્રેષ્ઠી અમરસિંહે પિતા. વૈજયન્તી, અપરનામ લિંગાદેવી માતા. કચ્છ સુથરી નિકટના આરીખાણા ગામમાં એમનેા જન્મ થયા. માતાએ એમના ગર્ભાધાન વખતે સ્વપ્નમાં વૃદ્ધિ પામતી સમુદ્રની ભરતી તથા પદ્મપુષ્પ અનુક્રમે નિહાળ્યાં હાઇને સ્વપ્નાનુસાર એમનાં વમાન અને પરિસ’હુ એવાં નામ રાખવામાં આવેલાં વર્ષો માનના જન્મ વિ. સં. ૧૬૦૬ ના શ્રાવણ શુદિ પ ના દિને તથા પદ્મસિંહના જન્મ વિ સ. ૧૯૧૭ માં થયા. એમના વચટ ભાઈનું નામ ચાંપશી શાહ. તેઓ ચરિત્રનાયકથી દા રહ્યા હોઇને એમના વિશે ઝાઝું જાણી શકાતુ નથી.
વદ્ધમાન શાહને વન્નાદેવી નામની પત્નીથી વીરપાલ અને વિજયપાલ નામના બે પુત્રા થયા. દ્વિતીય પત્ની નવરંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૨ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવા દેવીથી ભારમલ્લ અને જગડુ નામના બે પુત્રે થયા. પદ્મસિંહશાહને કમલાદેવી નામની પત્નીથી શ્રીપાલ, કુરપાલ તથા રણમલ્લ નામના ત્રણ પુત્રે થયા. કમલાદેવીનું પિયરનું નામ સુજાણદેવી હતું. ચરિત્રનાયકના વચટ બંધુ ચાંપશી શાહના અમીશાહ અને તેના રામજી અને ભીમજી એમ પુત્ર હતા. આ હતે એમનો પરિવાર.
વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ કેટયાધિપતિ કેમ થઈ શક્યા એ સંબંધમાં એમના ચરિત્રકાર તથા પટ્ટાવલીકાર અમરસાગરસૂરિ એક ચમત્કારિક પ્રસંગ નેધે છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. એક વખતે જટાધારી યોગીનું રૂપ લઈને મહાકાલીદેવી આવી ચડે છે. વિદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહ પ્રભાતે પોતાની ડેલીમાં દાતણ કરે. યેગીએ આશીવાદ આપીને ભોજનની યાચના કરી. બન્ને ભાઈઓએ તેને ઈચ્છિત ભેજન આપ્યું. સંતુષ્ટ થઈને યેગી સિદ્ધરસથી ભરેલું તુંબડું આડસરમાં લટકાવીને અદ્રશ્ય થયા. કેટલાક મહિનાઓ બાદ તુંબડું નીચે મૂકાયેલી તાબાની કડાઈ પર પડયું એટલે સિદ્ધરસના પ્રભાવથી કડાઈ સુવર્ણમય થઈ ગઈ. બન્ને ભાઈઓ એ જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા. કડાઈમાં રહેલા સિદ્ધરસનું લેપન અન્ય વાસણે પરા કરતાં બધાં વાસણે સુવર્ણમય થઈ ગયાં આ બધાં વાસણે તેમણે ભદ્રાવતી નગરીમાં જઈને વેચ્યાં, જે દ્વારા તેમને એક લાખ કેરી પ્રાપ્ત થઈ. એ પછી તેઓ ત્યાં જ કાયમ વસ્યા અને વ્યાપાર જમાવ્યો. ભદ્રેશ્વર એ સમયે પશ્ચિમ ભાગતનું સમૃદ્ધ બંદર હતું.
ભદ્રેશ્વરમાં બને ભાઈઓને વ્યાપારમાં સારી સફળતા મળી ભાગ્યે યારી આપતાં પ્રતિદિન તેઓની સંપત્તિ વધતી ચાલી. બન્નેમાં પદ્મસિંહ ભારે સાહસિક. એને વ્યાપારાશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
[[ ૩
વર્ધમાન-પદ્ધસિંહ શાહ ચીન જવાના કેડ જાગ્યા. દશ હજાર કેરી ખરચીને તેમણે મેટું વહાણ ખરીદ્યુ. ઘઉં, કરિયાણું આદિ અડધા લાખ કેરીની કીંમતની ચીજ-વસ્તુઓ વહાણમાં ભરી, પિતાના વડીલ બંધુને સમજાવીને પદ્મસિંહ શાહે ચીનની સફરે પ્રયાણ કર્યું. ત્રણેક માસ બાદ તેઓ ચીનના કંતાન બંદરમાં પહોં
ચ્યા ત્યાં તેમણે બધે માલ વેચે. કંતાન બંદરના ધનાઢ્ય વેપારી યુલનચંગ સાથે તેઓ સંપર્કમાં આવ્યા. અને મિત્રો બન્યા. પૂલનચંગને પણ ભારત આવવાની ખૂબ ઈચ્છા હોવાથી પદ્ધસિંહ શાહે તેને વળતાં પિતાની સાથે લીધો, કંતાન બંદરમાંથી રેશમ, સાકર અને ત્યાંની અનેક ચીજ વસ્તુઓથી વહાણ ભરીને પોતાના મિત્ર સાથે તેઓ પુનઃ ક્ષેમકુશળ ભદ્રેશ્વરમાં આવી પહોંચ્યા. આ સફરથી તેઓ ઘણું કમાયા.
યૂલનચંગ એક માસ સુધી ભારતમાં રહ્યો. ભદ્રાવતીના વ્યાપારથી તે પ્રભાવિત થયે. વદ્ધમાન શાહ અને પદ્ધસિંહશાહની પ્રમાણિકતા જોઈને તેણે એમની સાથે વ્યાપાર કરારો કર્યા. ચીનથી રેશમ, સાકર વગેરે અને ભારતથી રૂ, અફીણ વગેરે વસ્તુઓ અરસ-પરસ મેકલાવવાનું એમની વચ્ચે નક્કી થયું.
વિ. સં. ૧૬૫૦ માં અંચલગચ્છાધિપતિ યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિ વિહરતા ભદ્રાવતી નગરીમાં પધાર્યા. વદ્ધમાન–પદ્ધસિંહ શાહે સૂરિને પ્રવેશત્સવ કર્યો. બેઉ બાંધવેને ભાગ્યરવિ એ વખતે મધ્યાહને તપતો હતો. ભદ્રાવતીના તેઓ સંઘાગ્રણીઓ બની ચૂક્યા હતા.
સૂરિ સાથેના સમાગમ બાદ એમના જીવનમાં અજબ પલટો આવ્યા. એમની ઉચ્ચ ધાર્મિક કારકિર્દીને અહીંથી પ્રારંભ થયો આ કારકિદીએ એમને મંત્ર વસ્તુપાલ અને તેજપાલ જેવી ઉજજવળ કીર્તિ અપાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
કામને કનેક
Page #313
--------------------------------------------------------------------------
________________
૪ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવ કલ્યાણસાગરસૂરિએ વ્યાખ્યાનમાં શ્રી શત્રુંજય તીર્થના મહિમાનું વિસ્તારથી વર્ણન કર્યું. એમની દેશના સાંભળીને વદ્ધમાન શાહે વ્યાખ્યાન બાદ ગુરુને કહ્યું કે “આપશ્રીએ ઉપદેશેલા તીર્થ–મહાભ્યના વર્ણનથી શ્રી શત્રુંજ્યતીર્થની સંઘ સહિત યાત્રા કરવાના હૈયામાં કોડ જાગ્યા છે” ગુરુએ એમની ભાવનાની અનુમોદના કરી. પદ્મસિંહ શાહે પણ ઊભા થઈને સકળ સંઘને સંબોધીને તીર્થયાત્રામાં સૌને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું. બેઉ બાંધવેએ સાથે મળીને સૂરિને પણ નિમંત્રણ આપ્યું એમની ઉચ્ચ ભાવનાએ સૌના હૃદયમાં અહોભાવ જગાડ્યો.
ઘેર આવીને શ્રેષ્ઠીવર્યોએ તીર્થ સંઘ માટે ઉમંગપૂર્વક શિઘ તૈયારી આરંભી. ગામેગામ કંકેત્રિીઓ પાઠવવામાં આવી. લાલનવંશજોને નિમંત્રણ આપવા માટે ખાસ માણસોને પાઠવવામાં આવ્યા. એમના આગ્રહને માન આપીને અનેક સંઘે દૂર દૂરથી ઉલટભેર ભદ્રાવતીમાં આવવા લાગ્યા. ધાર્યા મુજબ બધું પાર પડયું. વિ. સં. ૧૬૫૦ માં ભદ્રાવતીથી પ્રયાણ કરીને બન્ને બાંધવે સંઘ સહિત દરિયામાગે જામનગના નાગના બંદરે પધાર્યા. એ દરમિયાન કલ્યાણસાગરસૂરિ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે રણમાગે વિહાર કરીને નાગના બંદરમાં પધાર્યા. સંઘને ખરે પ્રારંભ અહીંથી થયે.
જામનગરમાં મહારાજા જશવંતસિંહે સંઘનું સામૈયું કર્યું. સંઘપતિઓએ રાજાને નજરાણામાં રેશમી પિશાક, આભૂષણદિનું કીંમતી ભેટશું ધર્યું. રાજાએ પ્રસન્ન થઈને કશુંક માગવાનું કહ્યું. એટલે એમણે એક સે હથિયારબંધ સુભટો સંઘના રક્ષણાર્થે માગ્યા. રાજાએ એમની માગણી
મંજૂર કરી અને એવું વચન માગ્યું કે સંઘપતિઓએ યાત્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
વમાન-પસિંહ શાહ બાદ જામનગરમાં નિવાસ કરીને વ્યાપાર કર. રાજાએ ખાત્રી આપી કે કચ્છના મહારાવ લે છે તેથી અડધી જકાત જ તેમની પાસેથી લેવામાં આવશે, તેમજ રાજ્ય તરફથી તેમને
સવલત પણ આપવામાં આવશે. સંઘપતિઓએ રાજાની માગણી સ્વીકારી લીધી. આથી હર્ષિત થઈને રાજાએ એમને શોભતો પિશાક આપે.
જામનગરથી સંઘે વાજતે-ગાજતે પ્રયાણ કર્યું ત્યારે તેમાં ૫૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘોડા, પ૦૦ ઊંટ, ૧૦૦૦ ખશ્ચર, ૯ હાથી, ૨૦૦ રઈઆ, ૧૦૦ કંદોઈ, ૧૦૦ વાણંદ, ૧૫૦ તંબુ ખેડવાવાળા, ૧૦૦ નતકો, ગવૈયા, અને વાજાવાળા, ૧૦૦ ચારણ, ૨૦૦ સાધુઓ અને ૩૦૦ સાધ્વીએ મળીને પંદર હજાર માણસો હતાં. સંઘને મેખરે ચાલતા રૂપાના રથમાં શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાને બિરાજિત કરવામાં આવી હતી. સંઘપતિઓના હાથી ઉપર સુવર્ણમય ઝરૂખ હતો.
એકાદ માસ બાદ સંઘ શ્રી શત્રુતીર્થની તળેટીમાં આવી પહોંચે. શત્રુજીનદીને કિનારે તંબુએ ઊભા કરીને ત્યાં સંઘે પડાવ નાખે. ગિરિપૂજન કરીને સકળ સંઘ ગિરિરાજ ઉપર ચડ્યો. ત્યાં ભવ્ય જિનમંદિરની શ્રેણી જોઈને સૌ આનંદ પામ્યાં. તીર્થનાયકના દર્શનથી પાવન થઈને સંઘપતિઓ કૃતકૃત્ય થયા. તેમણે શ્રી ઋષભદેવ પ્રભુને સોના રૂપાનાં ફૂલેથી વધાવ્યા, સેવાપૂજા કરી, યાચકોને ઘણું દાન આપ્યું તથા સાતે ક્ષેત્રે ઘણું ધન ખરચ્યું.
કલ્યાણસાગરસૂરિએ સંઘપતિઓને ગિરિરાજ ઉપર મહારાજા સંપ્રતિ, રાજર્ષિ કુમારપાલ, મંત્રીવ વસ્તુપાલ-તેજ
પાલ, વિમલમંત્રીશ્વર વગેરે મહાનુભાવોએ બંધાવેલા જિનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવ પ્રાસાદે બતાવીને તેમને પણ આવા કીર્તિસ્તંભે નિર્માણ કરવાની પ્રેરણા આપી. એમના ઉપદેશથી સંઘપતિઓએ વિ. સં. ૧૯૫૦ ના માગશર વદિ ૯ ના દિને શુભ મુહૂર્તમાં બે શિખરબંધ જિનાલ બંધાવવા માટે ખાતમુહૂર્ત કર્યું. સંઘમાં પધારેલા રાજસીશા નાગડાએ પણ માગશર વદિ ૧૩ના દિને ખાતમુહૂર્ત કરીને જિનાલયને પાયે નાખે. આ બધી યાદગાર ઘટનાઓથી સૌ રોમાંચ અનુભવતા હતા. એ શતકની શકવર્તી ઘટનાઓમાં પ્રસ્તુત સંઘનું સ્થાન પણ છે.
સંઘપતિઓએ ત્યાં અષ્ટાદ્ધિક મહોત્સવ કર્યો. ત્યાર બાદ ગિરિરાજની પ્રદક્ષિણા કરી. હસ્તિગિરિ, કદમ્બગિરિ, ચિલ્લણસરોવર આદિ તીર્થભૂમિનું મહાભ્ય સૂરિએ તેમને સમજાવ્યું. ત્યાર બાદ શત્રુંજી નદીમાં સ્નાન કરીને સૌ યાત્રિકોએ પોતાના આત્માને પવિત્ર કર્યો. આવી રીતે પંદર દિવસ સુધી સંઘ ત્યાં રહ્યો. ત્યાર બાદ ત્યાંથી પ્રયાણ કરીને સૌ જામનગર પાછા ફર્યા.
જામ જશવંતસિંહજીએ મેટા આડંબરથી સંઘને પ્રવેશ મહત્સવ કર્યો. સંઘપતિઓએ રાજાને પાંચ હજાર સેના મહોરથી ભરેલે થાળ ભેટ ધર્યો. રાજાએ પ્રસન્ન થઈને સંઘપતિઓને વરે તથા આભૂષણદિનો શિરપાવ આપે. સંઘપતિઓએ સંઘમાં ઉપસ્થિત રહેલા સૌને પહેરામણિ આપીને સંઘને ત્યાંથી વિસર્જિત કર્યો. આ સંઘમાં તેમણે સર્વે મળીને બત્રીસ લાખ કેરીને ખર્ચ કર્યો.
રાજાના આગ્રહથી વદ્ધમાન–પદ્ધસિંહ શાહ પોતાના કુટુંબ સાથે જામનગરમાં જ વ્યાપારાથે રહ્યા. તેમની સાથે નોકરીમાં રહેલા પાંચ હજાર ઓશવાળે પણ ત્યાં જ વસ્યા. રાજાએ આપેલી સગવડાને લીધે ચરિત્રનાયકના વચટ ભાઈ ચાંપશી
શાહ, રાજસીશા નાગડા આદિ મેટા વેપારીઓ પણ જામShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
બની છે . વાત્ર થયા ભાઈએ
વમાન-પદ્ધસિંહ શાહ
[ ૭ નગરમાં કાયમી વસવા પ્રેરાયા. જામનગરને વ્યાપારનું મથક બનાવવાની રાજાની નેમ હતી. તેમાં સફળતા મળતાં રાજ્યની આબાદીમાં ઘણું વધારે થયે. વદ્ધમાન શાહ અને પદ્મસિંહશાહ મહારાજા જશવંતસિંહના પ્રીતિપાત્ર થયા. પાછળથી તેમને રાજ્યના મંત્રીપદે સ્થાપવામાં આવ્યા. બન્ને ભાઈઓ વ્યાપારમાં ખૂબ કમાયા તથા રાજ્યને પણ આર્થિક રીતે સબળ બનાવ્યું. એમની રાજકીય કારકિર્દી પણ નોંધનીય હતી.
પદ્મસિંહ શાહની પત્ની કમલાદેવી ઘણું બુદ્ધિવાન અને ચતુર સન્નારી હતી. તેણીએ બેઉ બાંધવને એક દિવસે કહ્યું કે“લક્ષ્મીનો સ્વભાવ હંમેશાં ચંચળ છે. માટે આપ તેને ધર્મકાર્યોમાં વાપરીને આપની કીર્તિ ચિર–સ્થાયી કરે.” કમલાદેવીની પ્રેરણાથી ચરિત્રનાયકોએ જામનગરમાં વિશાળ જિનપ્રાસાદ બંધાવવાનો મનોરથ કર્યો. કલ્યાણસાગરસૂરિને વિનંતીપત્ર પાઠવીને તેમને જામનગરમાં તેડાવવામાં આવ્યા. એમની ભાવના જાણીને સૂરિ પણ ત્યાં સત્વરે પધાર્યા, અને શુભ મુહૂર્ત જોઈ આપ્યું. | દશ હજાર સોનામહોર જામસાહેબને આપીને જિનાલય માટે વિશાળ જમીન પ્રાપ્ત કરવામાં આવી. વિ. સં. ૧૬૬૮ ના શ્રાવણ શુદિ ૫ ના દિને તેને પાયે નાખવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે બન્ને ભાઈઓએ ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્ય કર્યું, તેમ જ યાચકને છૂટે હાથે દાન આપ્યું. જિનપ્રાસાદ બંધાવવા માટે કચ્છમાંથી એક સો કુશળ સેલા ટોને તથા પાંચ સે સહાયકને ખાસ જામનગરમાં તેડાવવામાં આવ્યા. એ કાળે કચ્છના સ્થપતિઓ વખણાતા હતા. વાસ્તુશાસ્ત્રમાં તેમણે ભારે પ્રવીણતા પ્રાપ્ત કરેલી.
વદ્ધમાન શાહની પત્ની નવરંગદેવી તથા પદ્ધસિંહ શાહની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
અનેક તીર્થોદ્ધારક, મંત્રી-બાંધવ પત્ની કમલાદેવી એ બેઉ દેરાણું–જેઠાણીએ જિનાલયના નિર્મા ણમાં ઘણો રસ લીધો. તેઓ કારીગરે અને સલાટોને વ, દ્રવ્ય, વાસણ આદિ ઈનામ રૂપે આપીને તેમને ઉત્સાહિત કરતાં. આઠ વર્ષો સુધી જિનાલયનું કામ ચાલ્યું. અંતે બેનમૂન સ્થાપત્યની રચના થઈ.
વિ. સં. ૧૬૭૫ માં શ્રી શત્રુંજયગિરિ ઉપર વદ્ધમાનશાહના જિનાલયનું કામ પૂર્ણ થતાં તેની કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરવામાં આવી. વૈશાખ શુદિ ૩ ને બુધવારે ૨૦૪ પ્રતિમાઓની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા સંપન્ન થઈ પદ્મસિંહ શાહના જિનાલયનું મૂલ શિખર અપૂર્ણ હોવાથી બીજી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. વિદ્ધમાન શાહે એમના જિનાલયમાં મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથપ્રભુની પ્રતિમાજીને બિરાજિત કરી. બેઉ જિનાલમાં ચરિત્રનાયકેએ ત્રણ લાખ વીશ હજાર મુદ્રિકાઓનો ખર્ચ કર્યો.
બીજે વર્ષે પદ્ધસિંહ શાહના જિનાલયનું કામ સંપૂર્ણ થતાં વિ. સં. ૧૬૭૬ ના ફાગણ શુદિ ૨ ને શુકવારે પદ્મસિંહ શાહ જામનગરથી ભરત ચક્રવર્તિના સંઘ જે માટે સંઘ કાઢીને પાલિતાણા પધાર્યા. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી એમણે પિતાના જિનાલયમાં વૈશાખ શુદિ ૩ ને બુધવારે શ્રી શ્રેયાંસનાથ પ્રભુના જિનબિંબને મૂલનાયકપદે પ્રતિષ્ઠિત કર્યું.
આ જિનાલયને વિસ્તૃત શિલાલેખ એમના વંશવૃક્ષ સંબંધમાં માહિતીપૂર્ણ વિગતોથી નિબદ્ધ છે. તેમાં ચરિત્ર નાયકોને ગંભીરતામાં સમુદ્ર જેવા, દાનમાં કુબેર જેવા, તથા સમ્યક્ત્ત્વમાં શ્રેણિક રાજા જેવા કહ્યા છે. વિશેષમાં જણાવાયું છે કે તેમને રાજા, તેમ જ પિતાની જ્ઞાતિ તરફથી બહુમાન મળ્યું હતું, રાજાએ તેમને મંત્રીપદે સ્થાપેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
વર્ધમાનપદ્મસિંહ શાહ
ચરિત્રનાયકોએ પાંચસો એક પ્રતિમાઓની પ્રતિષ્ઠા બે વાર કરાવેલી. સૌ પ્રથમ વિ સં. ૧૬૭૬ ના વૈશાખ શુદિ ૩ ને બુધવારે, તથા બીજી વિ. સં. ૧૬૭૮ ના વૈશાખ શુદિ ૫ને શુક્રવારે જામનગરમાં. ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ એ બને પ્રસંગોએ ઉપસ્થિત રહેલા. જામનગરમાં પ્રતિષ્ઠામહાત્સવ ધામધૂમથી ઉજવાયે બને ભાઈઓએ યાચકને ઘણું ધન આપ્યું, અનેક સ્વામીવાત્સલ્ય કર્યા.
જામનગરના જિનાલયમાં મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાને બિરાજિત કરવામાં આવી. કહેવાય છે કે કઈ ખલ પુરુષે સલાટોને લાંચ આપવાથી આ વિશાળ જિનપ્રાસાદનું શિખર નક્કી થયા મુજબ ઊંચુ થયું નહિ. વળી ભમતીના બને ચૌમુખ પ્રાસાદનાં શિખરો તથા તેની આસપાસના ઉપરના ભાગના ઝરૂખાવાળા રંગમંડપ, શિખરે વગેરે પણ અપૂર્ણ જ રહ્યાં. આ જિનપ્રાસાદમાં ચરિત્રનાયકેએ સાત લાખ મુદ્રિકાઓને ખર્ચ કર્યો. જામનગરનાં નમૂનેદાર સ્થાપત્યામાં આ જિનાલયની ગણના થાય છે.
| જિનાલયની શિલાપ્રશસ્તિના શિરોભાગમાં “જામ શ્રી લક્ષ રાયે” એમ લખાયું છે. તેમાં જામ જશાજીની મહત્તા, તેમ જ જામનગરનું સુંદર વર્ણન પણ છે. તેમાં સંઘપતિઓનું વંશવૃક્ષ આ પ્રમાણે છે. સિંહજી-હરપાલ–દેવાનંદ-પર્વતવછુ-અમરસિંહ અને તેના વદ્ધમાન, ચાંપશી અને પદ્મસિંહ. એમના પૌત્રનાં નામે પણ તેમાં છે શ્રી શત્રુંજયની શિલાપ્રશસ્તિમાં આ વંશવૃક્ષમાં થોડે ફેરફાર છે, કદાચ સલાટેના પ્રમાદ–દોષને લીધે હેય.
ઉપર્યુક્ત પ્રતિષ્ઠાઓ બાદ બન્ને ભાઈઓએ હાલાર અંતગત મોડપુર તથા છીકારીમાં પણ કલ્યાણસાગરસૂરિના ઉપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી ઓધવ દેશથી જિનાલય બંધાવીને તેની પ્રતિષ્ઠાઓ કરી. ચરિત્રનાયકના વચટ બંધુ ચાંપશી શાહે પણ જામનગરમાં જિનપ્રાસાદ બંધાવવાનો આરંભ કરેલે, કિન્તુ દૈવયોગે કાર્ય અપૂર્ણ રહ્યું. જામનગરના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠી રાયસી શાહે અને તેના બંધુ નેણસી શાહે પણ એ અરસામાં ભવ્ય જિનાલય બંધાવ્યાં અને તીર્થસંઘે કાઢ્યા. જામનગરની તવારીખમાં એ સેકે સુવર્ણયુગ ગણાય છે.
વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહની જાહેરજલાલી તથા રાજાની તેમના પ્રત્યેની પ્રીતિ જોઈને રાજ્યના ખજાનચી હડમત ઠકકરને એમના પર ઈર્ષા જાગી. કેઈ અણબનાવને કારણે પણ તેને વેર બંધાયું હોય. ગમે તેમ, ચરિત્રનાયકોને જામનગર છોડાવવા માટે ખજાનચીએ અગ્ર ભાગ ભજવ્યો એ તે ચોક્કસ છે. આ સંબંધમાં “વર્લ્ડમાન-પદ્ધસિંહ શ્રેણી ચરિત્ર”માં વિસ્તૃત વર્ણન છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે: એક વખતે ખજાનચીએ રાજકારેબાર માટે નવ હજાર કોરીની જરૂર હોવાનું કહીને ખજાનામાં સિલક ન હોવાથી ચરિત્રનાયકે પાસેથી એટલી રકમ ઉછીની મેળવવા માટે રાજા પાસે ચિઠ્ઠી કરાવી લીધી. પછી નવ હજારના આંકડામાં બે મીંડા ઉમેરીને નવ લાખ કેરીની એ ચિઠ્ઠી તેણે સાંજે વદ્ધમાનશાહને વખારે જઈને આપી. ચિઠ્ઠી વાંચીને વદ્ધમાન શાહ તો વિચારમાં પડી ગયા. એટલી મેટી સિલક તે એ વખતે એમની પાસે પણ નહોતી. રાજાની ચિઠ્ઠી, એટલે એનો અનાદર પણ કેમ થાય? વળી કેશાધ્યક્ષ રકમ મેળવ્યા વિના જાય એમ નહતું. રાજ્યની પ્રતિષ્ઠાને એણે હાઉ ઊભું કરેલું. એનું તર્કટ બન્ને ભાઈઓ સમજી ગયા. પદ્મસિંહ શાહ રાજા પાસે મસલત કરવા ઉપડ્યા. પરંતુ રાજા જનાનખાનામાં ચાલ્યા
ગયા હોવાથી એમને મળી શક્યા નહિ. ભટ્ટગ્રન્થોમાં ઉલ્લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
વમાન-પદ્ધસિંહ શાહ
[ ૧૧
છે કે પદ્મસિંહ શાહ નિરાશ વદને પાછા આવતા હતા ત્યારે એમને એક જટાધારી ભેગી મળે. પઘસિંહ શાહે તેને કંદેઈની દુકાનેથી મનગમતાં પકવાને આપતાં યેગીએ તેમને ચિત્રાવેલની ચમત્કારિક જડીબુટ્ટી પિતાની જટામાંથી કાઢીને આપી. આ જડીબુટ્ટી એમણે પિતાના ભંડારમાં રાખીને નવા લાખ કેરી તેલી આપી, છતાં એમના ભંડારમાંથી નાણું ઓછું થયું નહિ. નવ લાખ કેરીના થેલાએ ગાડામાં ભરીને હડમત ઠક્કર ચાલ્યો ગયો. આ જયંત્રમાં પિતે ફાવ્યું નહિ એ બીકે તે ધ્રુજતે હતે. વદ્ધમાન શાહ અને પદ્મસિહ શાહની ફજેતી કરીને તેમને રાજાની નજરમાંથી કાઢી નાખવાને એને ઈરાદો હતો પણ હવે તે પિતે જ જયંત્રમાં ફસાઈ ગયો. આ પ્રસંગથી વર્તમાન શાહની વખાર “નવલખા” નામથી પ્રસિદ્ધ થઈ. આજે પણ એ નામથી જ તે ઓળખાય છે. - હવે જામનગરમાં વધુ રહેવું યંગ્ય નથી એમ વિચારીને બેઉ ભાઈઓએ પિતાને માલ-સામાન નાગના બંદર દ્વારા ગુણરીતે ભદ્રાવતી મોકલાવી દીધું. અને મેગ્ય સમયે પોતે પણ કુટુંબ સહિત ગુપચૂપ ત્યાંથી પ્રયાણ કરી ગયા. એમની સાથે રહેલા પાંચેક હજાર ઓશવાળ પણ એમને અનુસરીને જામનગરથી ભદ્રાવતીમાં સ્થળાંતર કરી ગયા. આ બધું એકાએક કેમ થયું એની રાજાએ તપાસ કરી. હડમત ઠકકરના આ પરાક્રમ છે એની જાણ થતાં રાજાએ તેને પોતાની પાસે તેડાવ્યો અને ક્રોધાવેશમાં જ તેનું માથું ધડથી જુદું કરી નાખ્યું. આ રીતે એ કૌભાંડને યથોચિત અંત આવ્યો.
રાજાએ પોતાના ખાસ તેને ભદ્રાવતીમાં પાઠવીને બેઉ શ્રેષ્ઠીવર્યોને પુનઃ જામનગરમાં આવવા સંદેશ મોકલ્યો. પરંતુ
ચરિત્રનાયકો પાછા આવ્યા નહિ કરછના મહારાવે એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી–બાંધવ આવકાર્યા અને રાજ્ય તરફથી બધી સવલતે આપી એટલે ચરિત્રનાયક ભદ્રાવતીમાં જ ઠરીઠામ રહ્યા, અને વ્યાપાર કરવા લાગ્યા વાદ્ધમાન–પદ્મસિંહ તેમ જ ભદ્રાવતી નગરીની જાહેરજલાલીનો એ ઉત્તરવર્તિ કાળ હતો.
એ અરસામાં ગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિ પણ વિહરતા ભદ્રાવતીમાં પધાર્યા. ચરિત્રનાયકેએ ગુરુને શાનદાર પ્રવેશત્સવ કર્યો. અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે વદ્ધમાન શાહે સૂરિને યોગીરાજ, જેમણે બે વખત સહાય કરેલી, તેમના વિશે પૂછતાં કલ્યાણસાગરસૂરિએ તેમને જણાવ્યું કે લાલણવંશના આદ્યપુરુષ લાલણજીને આપેલા વરદાન મુજબ મહાકાલીદેવી પોતે જ યેગી સ્વરૂપે સહાયભૂત થયેલાં. બન્ને બાંધ આ વાત સાંભળીને હર્ષિત થયા. ગુરુના ઉપદેશથી તેઓએ પોતાના કુટુંબ સહિત મહાકાલીદેવીના પ્રમુખ ધામ પાવાગઢ તીર્થની યાત્રા કરી અને મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવી આપે. પોતે મહાકાલીદેવીના કૃપાપાત્ર થયા એ વિચારથી તેઓ ગદ્ગદિત થયા.
ચરિત્રનાયકેના આગ્રહથી કલ્યાણસાગરસૂરિ વિ. સં. ૧૬૮૨ માં ભદ્રાવતીમાં જ ચાતુર્માસ રહ્યા. સૂરિના ઉપદેશથી તેમણે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. વિદ્ધમાન શાહે નવ હજાર મુદ્રિકાઓ ખરચીને અરિષ્ટ રત્નની શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમા કરાવી. પદ્ધસિંહ શાહે પણ એટલી જ રકમ ખરચીને માણિક્યરત્નની શ્રી વાસુપૂજ્ય પ્રભુની પ્રતિમા કરાવી. નવરંગદેવીએ દસ હજાર મુદ્રિકા ખરચીને નીલમરત્નની શ્રી પાર્શ્વ નાથ પ્રભુની પ્રતિમા તથા કમલાદેવીએ એટલી જ રકમ ખરચીને નીલમરત્નની શ્રી મલ્લિનાથપ્રભુની પ્રતિમા ભરાવી.
નવરંગદેવીએ ગુરુના ઉપદેશથી નવપદજીનું તથા કમલાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
વહુ માન-પદ્મસિંહ શાહુ
[ ૧૩
દેવીએ જ્ઞાનપંચમી તપનું ઉજમણું કરીને પ્રત્યેકે એ બે લાખ મુદ્રિકા ખરચી. કમલાદેવીએ ઉજમણા પ્રસંગે આગમગ્રન્થા લખાવ્યા.
વર્હુમાન શાહ અને પદ્મસિંહ શાહ અનેક તીર્થોના ઉદ્ધારક તરીકે વિરલ કીર્તિ પામ્યા છે, જેની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે: ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધાર માટે તેમણે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી દેઢ લાખ મુદ્રિકા ખરચી. એ પછી તેઓ પેાતાના પરિવાર સહિત ગુરુના ઉપદેશથી વિવિધ તીર્થાંની યાત્રાએ નીકળ્યા. સૌ પ્રથમ તેએએ ગિરનારજીની યાત્રા કરી અને શ્રી નેમિનાથપ્રભુના મુખ્ય જિનપ્રાસાદના બે લાખ મુદ્રિકાએને ખરચે જીર્ણોદ્ધાર કર્યો. ત્યાંથી તારંગાજી તીર્થની યાત્રા કરીને શ્રી અજિતનાથજીના પ્રાસાદના અઢી લાખ મુદ્રિકાને ખરચે જીર્ણોદ્ધાર કર્યાં એ પછી આબૂ તીની યાત્રા કરીને ત્યાંનાં બે પ્રમુખ જિનાલયેાના પાંચ લાખ મુદ્રિકાને ખરચે જીર્ણોદ્ધાર કર્યાં. પૂર્વ ભારતના સુપ્રસિદ્ધ તી` શ્રી સમ્મેતશિખરજીની પણ તેમણે યાત્રા કરી અને ત્યાં પગથિયાં બંધાવવા માટે અઢી લાખ મુદ્રિકાએ સમર્પિત કરી. ત્યાંથી વૈભારગિરિ, ચંપાપુરી, કાક’દી, પાવાપુરી, રાજગૃહી, વાણારસી, હસ્તિનાપુર આદિ જિનેશ્વર પ્રભુએની ક્લ્યાણક ભૂમિએની યાત્રાથી પાવન થઇને ત્યાં ઘણું ધન ખરચ્યું. અનેક તીર્થોની યાત્રાએ ખાદ છેલ્લે તેઓ શ્રી શત્રુ જયગિરિની યાત્રાર્થે પધાર્યાં. મૂલ જિનપ્રાસાદના જીર્ણોદ્ધારમાં તેમણે બે લાખ મુદ્રિકાએ ખરચી અને ધ્વજારાપણુ કર્યું. આમ બે વર્ષ બાદ તેએ ક્ષેમકુશળ પુનઃ ભદ્રાવતીમાં પધાર્યા. તેઓ લખલૂટ લક્ષ્મી કમાઈ જાણ્યા અને ખરચી પણ જાણ્યા!
જામનગરમાં તેમણે બંધાવેલા ભવ્ય જિનપ્રાસાદનું થોડુ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૪]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી બાંધવ કામ અપૂર્ણ રહેલું તેને પાર પાડવા તેમણે પિતાના વચટ ભાઈ ચાંપશી શાહને બે લાખ મુદ્રિકાઓ પાઠવી, પરંતુ ભાવિ ભાવના
ગથી તે કાર્ય પૂર્ણ થઈ શક્યું નહિ. આ જિનાલયના કાયમી નિભાવ માટે તેમણે નવ વાડીઓ, ચાર ખેતરે, તથા દુકાનેની શ્રેણું સમર્પિત કરી.
વિ. સં. ૧૬૮૫ માં વદ્ધમાન શાહની વિનંતીથી કલ્યાણ સાગરસૂરિ પુનઃ ભદ્રાવતીમાં પધાર્યા. ત્યાં સંઘના આગ્રહથી સૂરિએ પિતાના શિષ્ય અમરસાગરજીને આચાર્યપદે વિભૂષિત કર્યા એમ મેટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે, જે સંધનીય છે.
વિ. સં. ૧૬૮૬ ના શ્રાવણ શુદિ ૨ ના દિવસે કમલાદેવી તથા વિ. સં. ૧૬૮૭ ને આ શુદિ પૂનમના દિને નવરંગદેવી શુભ ધ્યાનથી દિવંગત થયાં. એમનાં કારજમાં બને ભાઈઓએ એંસી હજાર મુદ્રિકાઓ ખરચીને નવે જ્ઞાતિના લોકોને વિવિધ પકવાનેથી ભેજન કરાવ્યું. આ બેઉ સન્નારીઓની પ્રેરણાથી ચરિત્રનાયકોએ અનેકવિધ કાર્યો કર્યા. એમની વિદાયથી હવે વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહને ભાગ્યરવિ નમતી કળામાં પ્રવે.
વિ. સં. ૧૬૮૮ માં કલ્યાણસાગરસૂરિ પુનઃ વદ્ધમાનશાહની વિનંતીથી ભદ્રાવતીમાં પધાર્યા અને ત્યાંજ ચાતુર્માસ રહ્યા. એક દિવસે શ્રેષ્ઠીએ નવરંગદેવી પિતાને સ્વર્ગમાં તેડવા આવ્યાં હોવાનું સ્વપ્ન જોયું. સ્વપ્નને સંકેત જાણીને સૂરિએ એમને ધર્મધ્યાનમાં સાવધ રહેવાનું સૂચવ્યું. કાર્તિકી પૂનમની પર્વતિથિ નિમિત્તે વિદ્ધમાન શાહે પૌષધવ્રત લીધું, અને ધર્મમાં લીન થઈને પિતાને નશ્વર દેહ ત્યજી દીધો. છેલ્લી ઘડીએ સૂરિએ એમને ચારે શરણાં સંભળાવ્યાં.
પદ્ધસિંહ શાહે વડીલ બંધુની અત્યેષ્ટિ શાનદાર રીતે કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
એ એસી હજારગત થયા. મુનમના દિને
લોકોને
Page #324
--------------------------------------------------------------------------
________________
વર્તમાન–પઘસિંહ શાહ
[ ૧૫ તેમણે કરછ તથા હાલારના અસંખ્ય લેકેને પકવાન્ન ભજન કરાવ્યું તથા વાચકને ઘણું ધન આપ્યું. સદ્ગતની સ્મૃતિ રૂપે વિશાળ વાવ તથા તેની પાસે દેરી બનાવીને તેમાં શ્રી શાંતિનાથપ્રભુની પાદુકાઓ સ્થાપી. આ બધાં કાર્યોમાં સર્વે મળીને પંદર લાખ મુદ્રિકાઓનો ખર્ચ થયો. પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે કચ્છના મહારાવે વદ્ધમાન શાહના મૃત્યુ બદ્દલ રાજ્યમાં બે દિવસને શેક પાળે. વિદ્ધમાન શાહનાં સ્વર્ગ– ગમનથી આ વિખ્યાત બંધુ બેલડી ખંડિત થઈ. પદ્મસિંહ શાહે વજાઘાત અનુભવ્યું.
વિ. સં. ૧૬૮માં ભદ્રાવતીમાં મરકી, વાયુ તથા જલપ્રલયનો કોપ થતાં સમસ્ત નગર ઉજજડ બન્યું. તેની જાહોજલાલી પણ એકાએક આટોપાઈ ગઈ પદ્મસિંહ શાહને પરિવાર માંડવીમાં વચ્ચે વાદ્ધમાન શાહના ચારે પુત્રે તેમના મામાના તેડાવવાથી ભૂજમાં જઈ વસ્યા. વર્તમાન શાહના સૌથી નાના પુત્ર જગડુ શાહ દાનેશ્વરી થયા. તેમણે એ કાળમાં પડેલા ભીષણ દુષ્કાળ પ્રસંગે અન્નસત્રો ખેલીને લેકને ઉગારેલા. એમના આગ્રહથી કલ્યાણસાગરસૂરિએ આજ્ઞા કરતાં અમરસાગરસૂરિએ વિ. સં. ૧૬૯૧ માં “વદ્ધમાન -પાવસિંહ શ્રેષ્ઠી ચરિત્રમ ” નામક ગ્રન્થ સંસ્કૃતમાં લખેલે એમ એ ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે. એ પછી ત્રણેક વર્ષો બાદ વિ. સં. ૧૬૯૪ ના પિષ શુદિ ૧૦ ના દિને શુભ ધ્યાનપૂર્વક પદ્મસિંહ શાહ પણ માંડવીમાં આ ફાની દુનિયા છોડી ગયા. એમની ચિર વિદાયથી ચરિત્રનાયકની ઉજવળ તવારીખને અંત આવ્યો.
ચરિત્રનાયકનાં સુકૃત્યેનું વર્ણન અંચલગચ્છની પટ્ટાવલી, “વદ્ધમાન-પદ્ધસિંહ શ્રેષ્ઠી ચરિત્ર” ઉપરાંત ઉદયસાગરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
અનેક તીર્થોદ્ધારક, મંત્રી-ખાંધવ
cr
સૂરિ દ્વારા રચિત “ કલ્યાણસાગરસૂરિ રાસ ” માં પણ પ્રચુર પ્રમાણમાં છે. ઉક્ત રાસ લાલવશના વહીવંચા સુંદરરૂપજી કૃત “ વસ્તુ માન પ્રબંધ ” તથા ચારણ કવિ મેરૂજી રચિત કવિત્તોને આધારે રચાયા છે એમ તેની પ્રશસ્તિમાં કહેવાયું છે. આ બેઉ ગ્રન્થકાર શ્રી શત્રુંજયના ઉક્ત સંઘ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અલબત્ત, આ બધી કૃતિઓની મૂળ પ્રતા આજે તે અલભ્ય છે.
જૈન સંધમાં જે મહાન શ્રેષ્ઠીવર્ષો થઇ ગયા છે તેમાં વદ્ધમાન શાહ અને પદ્મસિંહ શાહનું નામ પણ છે. તેઓ પેાતાનાં સુકૃત્યોથી જૈનસંઘના ઇતિહાસમાં અજરામર કીર્તિ ઉપાર્જન કરી ગયા છે. તેમણે નિર્માણ કરેલાં ધ સ્થાપત્યેા આજે પણ એમની સુવાસ ફેલાવી રહ્યાં છે. જામનગરની વિકાસકૂચમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યેા હતા. ભૂચરમોરીના ભીષણ યુદ્ધ પછી તારાજ થયેલા જામનગરને ફરી ઊભું' કરવાના યશ તેમને જ જાય છે. યુધ્ધાત્તર કાળમાં એમને રાજ્યના દીવાનપદે સ્થાપવામાં આવેલા અને તેમણે પેાતાની ભૂમિકા અસરકારક રીતે ખજાવેલી. આ રીતે રાજકીય ઇતિહાસમાં પણ
tr
એમનુ નામ આવે જ છે. નવાનગરને તાબે કરીને મુસલમાન શાસકાએ તેને ઈસ્લામાબાદ નામ આપ્યું. ઈસ્લામાબાદમાંથી જામનગરને “ છેટી કાશી ”તુ બિરુદ્ઘ અપાવવાનું શ્રેય વર્ષોંમાન શાહ અને પસિહ શાહને જાય છે એમ કહેવામાં જરા પણ અતિશયેાક્તિ નથી. આવા નરશાāા આપણને ફરી ફરી મળેા એજ અભ્યર્થના.
अस्तु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ADOS
-
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
ઊભી સેરઠને સંઘવી શ્રેષ્ઠી લીલાધર પારેખ
શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘે કાઢનાર અનેક નીકળ્યા છે, કિન્તુ ઊભી સેરઠને સંઘ કાઢનાર તે વિરલા જ છે ઊભી સેરઠને એટલે સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેતે સંઘ. આ સંઘ કાઢનારાઓની પ્રથમ હરોળમાં લીલાધર શાહ બિરાજે છે. “લીલાધર સંઘવીને રાસ” માં કવિ સૌભાગ્યસાગરજી એમને “ઊભી સેરઠને સંઘવી–શિરોમણિ” કહીને ખૂબ ખૂબ બિરદાવે છે તે યોગ્ય જ છે. એમના સુપુત્રોએ શ્રા ગોડીજી, આબૂ વગેરેને સંઘ કાઢીને ચરિત્રનાયકના પરિવારની ધાર્મિક કારકિર્દીમાં નવું છેગું ઊમેર્યું. અંચલગચ્છની તવારીખમાં આ સંઘને શકવતિ ઘટનારૂપે નવાજી શકાય.
મૂળ તેઓ પાટણના વતની. ભટ્ટ-ગ્રન્થમાં તેમને એશવાળ વંશીય, વડેરા ગોત્રીય કહ્યા છે. કુટુંબ-પરંપરાને વ્યવસાય ઝવેરાતને એટલે પારેખ એડકથી ઓળખાયા. પાટણની ઉતરતી અને અમદાવાદની ચડતી કળા જોઈને એમના કુટુંબે પાટણ છેડીને વ્યવસાયાર્થે અમદાવાદમાં કાયમી વસવાટ કર્યો.
ભટ્ટ-ગ્રન્થોમાં એમના વંશના આદ્ય પુરુષ વિશે વિસ્તારથી ઉલ્લેખ છે. મૂળ તેઓ પરમારવંશીય ક્ષત્રિય. એમના પૂર્વજ રાવ સેમકરણ ભિન્નમાલના રાજવી હતા. વિ. સં. ૧૦૦૭ માં અંચલગચ્છની વલ્લભી શાખાના આચાર્યપ્રવર જયપ્રભસૂરિએ તેમને પ્રતિબંધીને જેનધમ કરેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
[ 2 ]
ઊભી સેરઠને સંઘવી લીલાધર રાસમાં ચરિત્રનાયકની વંશ-પરંપરા આ પ્રમાણે છેઃ કુળદીપક પંચાયણ પારેખના પુત્ર ભીમસી થયા. તેઓ ઘણું ભદ્રિક અને ગુણવાન હતા. તેમની પત્ની ભરમાદે પતિવ્રતા સ્ત્રી હતી. તેમના બંધુ વિમલસીના પાસવીર અને ધર્મ દાસ નામે બે પુત્રો થયા. પાસવીરના લખમસી અને નાનજી એમ બે પુત્રો થયા. લખમસીને સમરસી અને તેને ધર્મદાસ નામે પુત્ર થયે. ધર્મદાસના છ પુત્રો આ પ્રમાણે થયાઃ કહાનજી, નાનજી, કલ્યાણજી, કપુરચંદ, મેહનજી અને જસુ, જે પૈકી જસુ પુણ્યવાન હતા. પિતાનાં સુકૃત્યોથી તેમને યશ બધે વિસ્તર્યો હતો.
જસુ પારેખની દેવલદે અને રહિયા નામે બે પત્નીઓ હતી. દેવલદેથી તેને વિદ્યાધર નામે પુત્ર થયો. તેને સાહિબદે નામની કન્યા સાથે પરણાવ્યું હતું. વિદ્યાધરને ધનજી, કલ્યાણજી અને ઇન્દ્રજી નામના ત્રણ પુત્રો અને હરિબાઈ નામે પુત્રી થયાં. એના ત્રણેય પુત્રની પત્નીએ અનુક્રમે આ પ્રમાણે હતીઃ સુલતાનદે, કલ્યાણદ અને વાંછી.
જસુ પારેખની દ્વિતીય પત્નીનું નામ રહિયા હતું. તે સ્વરૂપવાન, શીલવતી તેમ જ પતિપ્રિયા હતી. રહિયાએ બાળક લીલાધરને જન્મ આપે. બાળકની બાલસુભગ કિડાથી તેનું લીલાધર નામાભિકરણ થયું એમ રાસકાર વર્ણવે છે. તેના જન્મથી જસુ પારેખના કુટુંબમાં આનંદ-મંગળ વત્યું. લીલાધર ગર્ભશ્રીમંત કુટુંબમાં અવતર્યો હોવાથી તેનું લાલનપાલન સારી રીતે થયું.
બાળક પાંચ વર્ષને થયે એટલે તેને અભ્યાસ કરાવવા ગુરુ પાસે મોકલવામાં આવ્યું. વિવિધ વિષયનું જ્ઞાન તેણે
પ્રાપ્ત કર્યું. અંકશાસ્ત્રમાં તેણે સવિશેષ અભિરુચિ દાખવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રેછી લીલાધર પારેખ
[ ૩ ] બાળક ઘણે ચતુર હતું. ભણીગણીને તે યૌવનવયે પહોંચ્યું, એટલે માતપિતાએ તેને સારી કન્યા સાથે પરણાવવાનો નિશ્ચય કર્યો. સદ્ભાગ્યે સહિજબાઈ નામની સુલક્ષણા કન્યા એમના ધ્યાનમાં આવતાં લીલાધર શાહનું સગપણ તેણીની સાથે કર્યું. સરખે–સરખી જોડલી થઈ
જસુ પારેખે લીલાધરને ઉત્સાહપૂર્વક સહિજબાઈ સાથે પરણાવ્યું. ધામધૂમથી તેમનાં લગ્ન થયાં. સહિજબાઈ સૌંદર્યમાં ઈન્દ્રાણુ જેવાં હતાં. ઘરનું સૂત્ર ચલાવે એવાં ચતુર હતાં.
લીલાધર શાહને સહિજબાઈથી ગંગાધર નામે પુત્ર થયે. ગંગાધરને એગ્ય વયે ગમતાદેની સાથે પરણાવવામાં આવ્યું. ગંગાધરની દ્વિતીય પત્નીનું નામ ગંગાદે હતું, જેમણે મેહનબાઈ નામે પુત્રી અને સારંગધર નામે પુત્રને જન્મ આપે. એ પછી તેઓ પાટણથી અમદાવાદમાં આવીને કાયમી વસ્યા. અમદાવાદમાં એમના પરિવાર, યશ અને સંપત્તિમાં સવિશેષ વૃદ્ધિ થઈ
રાસકારે લીલાધર શાહના એ પછી થયેલા પુત્રનાં નામ આ પ્રમાણે આપ્યાં છેઃ (૧) પ્રેમજી, (૨) રતનજી, (૩) સમચંદ, (૪) વાઘજી, (૫) રેવાદાસ, અને (૬) મેહનદાસ.
રાસમાં લીલાધર શાહની પાંચ પુત્રીઓ અને બે પુત્રવધૂઓનાં નામે એકી સાથે અપાયાં હેઈને જરા ગેરસમજૂતિ જણાય છે. લીલાધર શાહની માટી પુત્રીનું નામ ધનબાઈ હતું એ સ્પષ્ટ છે. વિ. સં. ૧૭૦૪ ના પિષ શુદિ ૮ ને રવિવારે લીલાધર શાહની પુત્રી ધનબાઈના પઠનાથે “અવંતીસુકુમાલરાસ”ની પ્રત અમદાવાદમાં લિપિકૃત થઈ એમ એ પ્રતની પુષ્પિકા દ્વારા જણાય છે. લીલાધર રાસમાં પણ પુત્રી ધન બાઈ વિશે શંકા રહેતી નથી. એ પછીની ચાર પુત્રી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
[૪]
ઊભી સોરઠનો સંઘવી બે પુત્રવધૂઓનાં નામ પ્રાયઃ અનુક્રમે આ પ્રમાણે છે. અમર, આણંદી, જીવી, કેસર, રાજબાઈ, કામિની, તે પૈકી નાની વહૂ ચતુર અને સુજાણ હતાં. એ ઉપરાંત રાસમાં સાકરબાઈ, ધર્મદાસ પારેખની પત્ની મૂલી, નાનજી પારેખની પત્ની નવરંગદેનાં નામે પણ છે. આ હતે લીલાધર પારેખને કુટુંબ-પરિવાર.
એક દિવસે ગુરુએ વ્યાખ્યાનમાં ભરત ચક્રવર્તિના સંઘનું વર્ણન વ્યાખ્યાનમાં કર્યું. ગુરુના મુખથી સંઘનું વર્ણન સાંભબીને લીલાધર શાહને પણ ભરત ચકવતિના સંઘ જેવા સંઘ કાઢવાની મહત્ત્વાકાંક્ષા જાગી.
એમણે પિતાને મરથ પિતાના પરિવારને જણાવ્યું. સૌને એમને વિચાર ગમે. રાધનપુરમાં બિરાજતા અંચલગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિને તેમણે પત્ર લખીને તેડાવ્યા.
સૂરિએ રાધનપુરના સંઘને પત્ર વંચાવ્ય. સંઘને પણ નિમંત્રણ હતું. સૌ હર્ષિત થયાં. ચાતુર્માસ પૂર્ણ થતાં રાધનપુરના સંઘ સહિત કલ્યાણસાગરસૂરિએ શ્રી ગોડી પાર્શ્વનાથજીની યાત્રા કરી. ગચ્છનાયકે ત્રણ એકાસણું અને એક પહોરનું કાઉસગ્ગ કરીને શ્રી ગોડીજીના ખોળામાં ચિઠ્ઠી મૂકી. કીર્તિસાગરે તે વાંચી સંભળાવી કે-“રંગપૂર્વક ઉત્તમ કાર્ય સિદ્ધ થશે.”
ગચ્છનાયકની આજ્ઞા મળતાં લીલાધર શાહે માણિક્યલાભજીને તથા અમદાવાદના સમસ્ત સંઘને ઊભી સેરઠના સંઘમાં યાત્રાર્થે પધારવા માટે વિનંતી કરી. એમના આગ્રહને સૌએ વધાવ્ય. શાહ વાછડા અને પ્રતાપસી એ બે બંધુઓ જેમણે ત્યાં જિનાલય બંધાવ્યું હતું, સમેત એક અગ્રેસનાં
નામે રાસકારે નિંધ્યાં છે. અમદાવાદના સંઘાગ્રેસર દોસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ પ ]
પાસવીર હતા, જેએ દૃઢતા તથા ધીરજથી સકાર્યાં પાર
પાડતા હતા.
એ પછી લીલાધર શાહે મધ-મુહૂત નક્કી કરવા એ— ચાર બ્રાહ્મણેાને તેડાવ્યા કન્તુ સૌએ આ કાર્ય માટે માંગજી દવેનું નામ સૂચવ્યું. લીલાધર શાહે પેાતાના જ્યેષ્ઠ પુત્ર રતનજીને મેાકલાવીને વેને તેડાત્યા. વિ. સં. ૧૭૧૨ ના માઘ શુદિ પ ને ગુરુવારે ધનલગ્નનું મુહૂત નક્કી થયું. લીલાધર શાહે દવેને ઘણું દાન આપ્યુ.
સંઘ-મુહૂત નક્કી થતાં લીલાધર શાહે યાકેાને દાન આપીને સંઘની તૈયારી આરંભી. ઘરમાં સૌની સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યેા. વડીલાના એવા મત હતા કે આવા મેટા કામમાં આપણે આપણી જન્મભૂમિ પાટણને અવગણી શકીએ નહિ. અમદાવાદે ભલે આપણને ધન-પ્રતિષ્ઠાદિ અપાવ્યાં હાય તે પણ વતન–પ્રેમને વિસારી શકાતા નથી. આવા યાદગાર પ્રસંગે પાટણ યાદ આવ્યા વિના રહે? માટે લીલાધર શાહે સ્વયં પાટણ જવુ જોઇએ અને ત્યાંના સંઘને ભાવભયુ" નિમત્રણ આપવું જોઇએ.
સૌનેા સમાન મત થતાં લીલાધર શાહે જીવા શાહ સાથે પાટણ જવા પ્રયાણ કર્યું. માંગજી દવેને તેમણે સાથે લીધા. પાટણમાં તેમનું આગમન થતાં ત્યાના સંઘ એકત્રિત થયે।. લીલાધર શાહે ત્યાં બિરાજતા મુનિ ક્રિયાસાગરજીને વાંઢીને તેમના ધર્માંશીષ પ્રાપ્ત કર્યાં. લહુજી શાહ પાટણના સોંઘાચણી હતાં. વીરવ’શના સંઘવી હુંસરાજ આદિ અનેક અગ્રેસરાનાં નામેાની લાંખી સૂચિ રાસકારે આપી છે. પાટણના સમસ્ત સંઘને ખેાળા પાથરીને લીલાધર શાહે સંઘમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું. એમની વિનંતીથી પાટણના સંઘ હર્ષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
ઊભી સેરઠને સંધવી થયે. લીલાધર શાહને સંઘપતિ-તિલક કરવામાં આવ્યું. તેમણે પાટણમાં મેટી પ્રભાવના કરી. એમને યશ ત્યાં વિસ્તર્યો.
પાટણના સંઘ સાથેની મસલતે પૂરી થતાં લીલાધર શાહે જીવા શાહને ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને તેડી આવવા માટે લેલાડાનગરમાં મોકલાવ્યા. તેમણે જીવા શાહને સૂચવ્યું કે માર્ગમાં આવતા પ્રત્યેક સંઘને પણ નિમંત્રણ આપીને સાથે લેવા, તેમ જ લેલાડામાં ધૃત–લહાણ કરવી. એમની સૂચનાનુસાર જીવા શાહે સર્વ કાર્ય સિદ્ધ કર્યા. ગચ્છનાયક સમેત અનેક યાત્રાર્થિઓને સાથે લઈને જીવા શાહે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં ધર્મોત્સવ કરતાં સૌ વીરમગામ, ઈલમપુર થઇને અમદાવાદમાં આવી પહોંચ્યાં. ગચ્છાધિપતિનું શાનદાર સામૈયું કરવામાં આવ્યું.
લીલાધર શાહ અમદાવાદના સૂબા કલચી મહિમુંદખાનની આજ્ઞા લેવા માટે જાય છે સૂબાને કીંમતી જરકસી વસ્ત્રાદિનું તેમણે ભેટશું થયું, અને જણાવ્યું કે –“આપને હૂકમ થાય તે મોટો તીર્થસંઘ કાઢું.” આ સાંભળીને ખાન પ્રસન્ન થયો. તેણે કહ્યું કે –“આવા કામમાં લગીરે ઢીલ કરશે નહિ. સંઘ માટે હાથી, ઘોડા, ઊંટ નિશાનાદિ જે કાંઈ જોઈએ તે હું આપીશ.” સંઘપતિએ કહ્યું કે –“સોરઠના સૂબા મિયાં સાલે પર ફરમાનપત્ર લખી આપે” ખાને રાજી થઈને ફરમાનપત્ર લખી આપ્યું તથા લીલાધર શાહને શિરપાવ આપીને સન્માનપૂર્વક વિદાય કર્યા
સૂબા પાસેથી ફરમાનપત્ર વગેરે લઈને સંઘપતિ ગ૭નાયક પાસે આવ્યા અને તેમની સાથે સ ઘ સંબંધમાં ગૂફતેગે કરી. સંઘની તૈયારીમાં સૌ કેઈ જોડાઈ ગયા હતા. લીલાધર
શાહના પુત્ર સેમચંદને પાટણના સંઘને તેડી આવવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[૭] નિમંત્રણ–પત્રિકા સાથે રવાના કર્યા. પાટણ સંઘપતિનું જન્મસ્થાન હાઈને ત્યાંના સંઘ માટે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. અનેક સ્થાનના સંઘને સંઘનિમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી હેઈને સૌ અમદાવાદમાં હર્ષભેર આવવા લાગ્યા. યાત્રાર્થિઓને વિશાળ સમુદાય એકત્રિત થયે. સંઘ-સામગ્રી, ખાદ્યપદાર્થ વગેરેને માટે જથ્થા સાથે લેવામાં આવ્યું. સમગ્ર રીતે સસુરજ થઈને સંઘે નિર્ધારિત મુહૂર્તમાં વિ સં. ૧૭૧૨ ના માઘ શુદિ ૫ ને ગુરુવારે શુભ પ્રસ્થાન કર્યું.
સંઘપતિના પુત્ર મેહનદાસ અને રેવાદાસ પાલખીઓમાં બિરાજ્યા હતા. તેમના અન્ય ત્રણ પુત્રે અધારૂઢ થયા હતા. સંઘવણ સહિજબાઈ પાલખીમાં બિરાજ્યાં હતાં. તેમની બેઉ બાજુએ રખેવાળ હતા. સંઘપતિ લીલાધર શાહ સુશોભિત રથમાં બિરાજ્યા હતા. માંગજી દવેના હૈયામાં ઘણે ઉમંગ હતે. સંઘમાં મોટા મોટા શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ વહેલમાં, કઈ પાલખીમાં તે કઈ પગપાળા ચાલતા હતાં. સંઘની મેખરે સશસ્ત્ર સુભટો ચાલતા હતા. શ્રી સુમતિનાથપ્રભુની પ્રતિમાને જુદા રથમાં બિરાજિત કરી હતી. એ પછી મોટું પાયકવૃંદ ચાલતું હતું.
આ રીતે વાજતે-ગાજતે સંઘ આગળ વધીને અમદાવાદના મુખ્ય સ્થાન માણેકચોકમાં આવી પહોંચ્યા. રાસકાર વર્ણવે છે કે સંઘને નિહાળવા માટે ત્યાં આખું નગર ઉમટયું હતું. તલ પડવાની જગ્યા પણ ન રહી. અસંખ્ય નરનારીઓ પિતાનાં કામે પડતાં મૂકીને મેડીઓમાં, ગોખમાં, હાટમાં ટેળે મળ્યાં. રસ્તામાં લેકેનું કીડિયારું ઊભરાતું હતું ભાટો. બીરુદાવલીઓ બેલતા હતા. ગુણિયલ ગીત ગાતી હતી. શરણાઈ ઢોલ-ત્રાંસાઓથી આખું વાતાવરણ ગૂંજી ઊઠયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
ઊભી સેરઠને સંઘવી હતું. સંઘપતિને જય જયકાર કરતે, વાજતે-ગાજતે, સંઘ સાબરમતીના તટ પાસે આવી પહોંચ્યા. અને ત્યાં મેટો પડાવ નાખે. અગિયાર દિવસને ત્યાં મુકામ થયો. એ દરમિયાન સંઘની અવશિષ્ટ તૈયારી પૂરી કરવામાં આવી તથા દૂર દૂરના સ્થાનોથી સાધુ-સાધ્વીઓ, યાત્રિકો વગેરે પણ આવીને સંઘમાં મળ્યાં. અહીંથી સંઘને ખરેખર પ્રારંભ થયો એમ કહી શકાય.
સંઘમાં હાથી, ઘોડા, રથ, પાલખીઓ, સેજવાલા વગેરેની મોટી સંખ્યા હતી. હજારે યાત્રાર્થિઓ તથા અંચલગચ્છાધિપતિ કલ્યાણસાગરસૂરિ સમેત અનેક સાધુ-સાધ્વીઓ પણ સંઘમાં સામેલ હતાં. લીલાધર રાસમાં વર્ણન છે કે સંઘમાં ૫૦૦ વહેલે, ૪૦૦ પિઠિયા તથા ૩૦૦ સાધુઓ હતાં, એ પરથી સંઘની વિશાળતાને પરિચય મળી રહે છે.
ખંભાતમાં સંઘપતિએ લાલ પતાકાઓ ફરકાવી–મતલબ કે ધર્મકાર્યો દ્વારા પોતાને યશ ત્યાં સ્થાપિત કર્યો. ત્યાંથી સંઘે ધૂળકામાં પડાવ નાખે. એક કપ ઘી ભાત સાથે લઈને ડેરા-તંબૂ નાખવામાં આવ્યા. શ્રી કલિકુંડ પાર્શ્વનાથજીની સેવા પૂજા કરી. ચૈત્ય-પરિપાટી બાદ સમસ્ત સંઘ કલ્યાણસાગરસૂરિની વાણું સાંભળવા એકત્રિત થયે. ગુરુએ સુંદર દેશના દીધી. તીર્થયાત્રાથી સૌના મનની આશા ફળી. પ્રભાતે પ્રયાણ કરીને સંઘ ધંધુકામાં આવ્યો.
ત્યાંથી અનુક્રમે સંઘ ઘોઘામાં આવી પહોંચ્યું. ત્યાં એક દિવસને મુકામ થયે શ્રી નવખંડા પાર્શ્વનાથજીને ભાવથી પૂજીને સૌએ પિતાને અવતાર સફળ કર્યો. આગળ ધપતે સંઘ હવે શ્રી શત્રુંજયગિરિની નિકટ આવી પહોંચે દૂરથી
ગિરિરાજના દર્શન કરીને સૌ હર્ષિત થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૯ ] સંઘે તળેટી પાસે સારું સ્થાન જોઈને પડાવ નાખે. રાસકાર વર્ણવે છે કે ભરત ચકવતિની જેમ લીલાધર શાહ
ત્યાં સંઘ સહિત આવ્યા. ડેરા-તંબૂ તાણને સંઘ-નગર તૈયાર કરવામાં આવ્યું. પાલિતાણાના નગરજને સંઘનગરને જોઈને ઉદ્ગારી ઉડ્યા કે જાણે સ્વર્ગપુરી સમું અમદાવાદ જ અહીં ખડું થઈ ગયું. !!
લીલાધર રાસમાં લૂટારાઓ વિશે પણ ઉલ્લેખ થયો છે. સંઘ-નગરને દોરદમામ જોઈને કેટલાક હથિયારધારી લૂટારાએ લૂંટ ચલાવવા ત્યાં આવી પહોંચ્યા. સંઘના સશસ્ત્ર સુભટોએ તેમને પડકાર્યા, માંગજી દવેએ પણ દુર્જનને જીતવા પોતાની મંત્રવિદ્યાને કામે લગાડી. અંતે લૂટારાઓના વિહ્વનું નિવારણ થયું. ઢોલ-ત્રાંસાઓનો મોટો ધ્વનિ કરીને સૌએ હર્ષ વ્યક્ત કર્યો.
સંઘપતિ મોટા આડંબર સહિત પાલિતાણા–નરેશ કાંધુજી બીજા, જેને રાસકાર ખાંધલ કહે છે, તેમને મળવા રાજમહેલમાં જાય છે. તેમણે રાજાને ઘણું નજરાણું ધર્યું. રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને તેઓ સંઘ સહિત વાજતે ગાજતે તળેટીમાં આવ્યા. હવે ગિરિરાજ ચડવા સૌ તત્પર થયા હતા. સંઘપતિના આનંદને પાર નહે. સેના-રૂપાનાં ફૂલે, મેતીઓ વગેરેથી તેમણે ગિરિરાજનું પૂજન કર્યું. યાચકોને ઘણું દાન આપ્યું. ભાટોને સુંદર ઘેડા આપીને પ્રસન્ન કર્યા. તળેટીમાં વડની પાસે સંઘપતિએ સૌને સાકરનું પાણું પાઈને સંતુષ્ટ કર્યા. એ પછી એમણે સંઘ સહિત ગિરિરાજ ઉપર ચઢાણ શરૂ કર્યું.
ગિરિ ઉપર ચઢાણ શરૂ થતાં પ્રારંભમાં ચાર છત્રડી આવી. ત્યાર બાદ કુંભકાર દ્વારા નિર્મિત પાણીની પરબ
આવી. હીંગળાજના હડા પાસે ચઢાણ વિષમ છે. જીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
ઊભી સેરઠને સંધવી પવિત્ર કરવા માટે સંખ્યાબંધ લેક યાત્રા કરતા હતા. આગળ ચાલતાં શ્રેષ્ઠી શ્રીપાલ દ્વારા કારિત પાણીની પરબ આવી. ત્યાંથી ચઢતાં સુંદર છત્રડી આવી. એની છાયા શીતળ હેવાથી ઘણાએ ત્યાં વિસામે લીધે. દૂરથી મોટો કટ દેખાય છે. ચઢાણ પૂરું થયું. કેટમાં પ્રવેશીને સૌએ ગૌમુખ યક્ષ, ચકકેસરીદેવી, ખરતરવસહી વગેરે સ્થાનોનાં દર્શન કર્યા. પારેખ વીરજી દ્વારા નિર્મિત શ્રી વાસુપૂજ્ય પ્રભુને શિખરબંધ જિન-પ્રાસાદ પ્રેક્ષણાય છે. તેની બરાબર સામે જ શ્રેષ્ઠી જયમલ મહેતાએ સુંદર દહેરાસર બંધાવ્યું. જામ જસવંતસિંહના મંત્રીશ્વર વદ્ધમાન અને પદ્મસિહ એ બેઉ લાલણવંશીય બાંધવેએ ત્યાં અઢળક દ્રવ્ય ખરચીને બે ઉત્તગ જિનભવને બંધાવ્યાં છે. ત્યાંથી આગળ ચાલતાં મૂળ ટૂંક આવે છે.
શ્રેષ્ઠી કમ શાહે શ્રી શત્રુંજયને ૧૬ મે ઉદ્ધાર કરાવેલે. તેમણે પુનરોદ્ધાર કરેલું મુખ્ય જિનાલય દેદીપ્યમાન હતું. છેલ્લે ઉદ્ધાર કરીને તેણે જગમાં નામ રાખ્યું. મુખ્ય ટૂંકમાં શ્રેષ્ઠી ચોથા વિરપાળ દ્વારે નિમિત દહેરાસર પણ વિશાળ છે. તેણે અંચલગચ્છનું નામ રાખ્યું. અન્ય અંચલગચ્છીય શ્રેષ્ઠી જયવંત સરહીઆએ પણ ત્યાં ખંતપૂર્વક જિનપ્રાસાદ કરાવ્યો, તથા પાસે ઘણું દેવકુલિકાઓની અને ભયરાઓની રચના કરાવી. રાસકારે કહેલ જયવંત એ સમ્રાટ અકબરના ફરમાનમાં જણાવાયેલ જસવંત ગંધી સંભવે છે. ફરમાનેમાંથી જાણું શકાય છે કે વિ. સં. ૧૫૬૪ માં મજાહિદખાનને શ્રી શત્રુંજયને જાગીરમાં આપવામાં આવ્યું. જશવંત ગંધી, જે અંચલગચ્છીય શ્રાવક હતું, તે શ્રી શત્રુજય વિધ્વંશક મજાહિદખાનના દરબારમાં સારો પ્રભાવ ધરાવતા હતો. તેણે ખાનની આજ્ઞા મેળવીને ફાગણ શુદિ ૩ ને
શુક્રવારે શ્રી શત્રુંજયગિરિ ઉપરના કોટની અંદર એક મોટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૧૭ ] તથા ૩૫ નાનાં જિનાલયે બંધાવ્યાં. ચૌહત તથા વીરપાલ જેઓ અંચલગચ્છીય શ્રાવકે હતા, તેમણે પણ ત્યાં ત્રણ વર્ષ સુધી બાંધકામ કરાવીને ત્રણ મોટાં અને નવ નાનાં જિનાલયાનું નિર્માણ કર્યું. આ રીતે પ્રસ્તુત રાસ તથા અકબરના ફરમાનેની માહિતીમાં ઘણું સામ્ય જોવા મળે છે. સવિશેષ વિગત માટે જુઓઃ “અંચલગચ્છ-દિગ્દર્શન.” પૃ. ૩૮૧૦
સુર–નર-કિન્નર દ્વારા પ્રતિદિન પૂજાતા શ્રી ઋષભદેવ પ્રભુનું જિનભવન દેવવિમાન જેવું ભવ્ય લાગે છે. તીર્થનાયકને સૌ ભાવથી ભેચ્યા અને માનવ-ભવને કૃતાર્થ કર્યો. સંઘપતિએ ત્યાં આંગી રચાવી તથા સત્તરભેદી પૂજા ભણાવી. ત્યાર બાદ સૌએ ત્રણ વખત મુખ્ય જિનાલયને પ્રદક્ષિણા કરી. આ રીતે વિ. સં. ૧૭૧૨ ના ફાગણ શુદિ ૯ ને ગુરુવારે તીર્થયાત્રા સંપન્ન થઈ.
તીર્થનાયકને ભેટવ્યા બાદ સંઘપતિ રાયણવૃક્ષ પાસે આવ્યા અને શ્રી ઋષભદેવ પ્રભુની પાદુકાઓનું પૂજન કર્યું. આ સ્થાનને મહિમા અપૂર્વ ગણાય છે. આ એતિહાસિક રાયણ વૃક્ષ હેઠળ જય જયકાર અને હર્ષ ધ્વનિ વચ્ચે, લીલાધર શાહને સંઘપતિ-તિલક કરવામાં આવ્યું. સંઘપતિએ પ્રસન્ન થઈ યાચકને સુવર્ણમાળાઓ આપીને પોતાની કીર્તિ વિસ્તારી.
સંઘપતિ શ્રી અબુદ દેવને પણ ભેટ્યા. તેના દર્શનથી પાપ નાસી જાય છે. આ વિશાળ પ્રતિમા અને ઉરાંગ જિનાલયના નિર્માતા પણ અંચલગચ્છીય શ્રેણી ગોવિંદ શાહ છે. ભિન્નમાલ નિકટના રત્નપુરના તેઓ રહીશ હતા. એશવાળવંશીય સહસ્ત્રગણા ગાંધીગેત્રીય શ્રેષ્ઠી ગાવિંદ શાહે વિ. સં. ૧૨૪૯ માં અંચલગચ્છાધિપતિ જયસિંહસૂરિના ઉપદેશથી આ જિનાલય બંધાવ્યું, શ્રી શત્રુંજયને સંઘ કાઢ્યો તથા થાળીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
ઊભી સેરઠને સંઘવી લહાણી કરી. રાસકાર કહે છે કે ગોવિંદ શાહ અંચલગચ્છના મવડી શ્રાવક થયા.
પાલિતાણા નગરમાં આવીને સંઘપતિએ બળદ માટે ગેળની લહાણ કરી. સમસ્ત મહાજનને મિષ્ટાન્ન ભજન કરાવ્યું અને ચેયસી ગછના સાધુઓને પ્રતિલાલ્યા. પારેખ નાનજી, વીરદાસ, સહસકિરણ, રાયસંધ, વગેરે શ્રેષ્ઠીવર્યોએ પણ સંઘવાત્સલ્ય કરીને સંઘની વિવિધ પ્રકારે ભક્તિ કરી. આ રીતે બાર દિવસ સુધી સંઘ પાલિતાણામાં રહ્યો. ત્યાંથી સેરઠ તરફ ચાલ્યો.
- રાસકારે સેરઠની વનશ્રી, પશુ-પક્ષીઓ વગેરેનું પણ વિસ્તારથી કાવ્યમય વર્ણન કર્યું છે. સેરઠની રસાળ ભૂમિમાં પ્રસ્થાન કરતા સંઘની સાથે સાથે આવું વર્ણન ઔચિત્યપૂર્ણ બની રહે છે. વનશ્રીના ખેાળામાં ખેલત સંઘ સાત દિવસ પછી ઊના નગરમાં આવ્યો અને ત્યાં પડાવ નાખ્યા. વાજતેગાજતે ચૈત્યપરિપાટી કરી. સંઘપતિ જે જે સ્થાનમાં આવતા, તે તે સ્થાનમાં તેમને ઘણું સન્માન મળતું હતું.
ઊનાથી દેલવાડા થઈને અજાહરામાં આવ્યા, અને અજાહરા પાર્શ્વનાથને ભાવથી ભેચ્યા. દેલવાડામાં પણ સર્વ દેવને જુહાર્યા. ત્યાંથી વહાણ દ્વારા દીવમાં આવ્યા. શ્રી સુવિધિનાથ, શ્રી નવલખા પાર્શ્વનાથ આદિ દેને ભેટ્યા. દીવમાં માલજી માહ સંઘ-જમણ કર્યું. લહજી અને વાઘજી એ બેઉ ભાઈ
એ બે શેર ખાંડની, અને કલ્યાણ શાહે અડધી યામીની લહાણ કરી. દીવના શ્રેષ્ઠી ઉદયસિંઘે તથા નાનજીએ શેર ખાંડની લહાણ કરી. હીરજી, વીરજી અને વિમલે પાંખી– પારણાં કરાવ્યાં. દીવના સંઘે આપેલ સાત મજલાવાળે આવાસ
જોઈ સૌ ચકિત થયા. સંઘે ચાર દિવસ સુધી દીવમાં મુકામ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
ચારધારશે અથાગ નાસી ગર
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૧૭ ] પાંચમે દિવસે દીવથી વિદાય લીધી ત્યારે માર્ગમાં હથિચારધારી લુટારાઓ સામે મળ્યા. સંઘના સશસ્ત્ર સુભટો અને લૂટારાઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં સંઘપતિના પક્ષને વિજય થયે અને લૂટારાઓ નાસી ગયા.
વહાણમાં સંઘ કોડીનાર આવ્યા. દેવદર્શનાદિ કરીને ત્યાંથી સૌ દેવકુલપાટક પહોંચ્યા. આ તીર્થમાં એક દિવસને મુકામ કરીને શ્રી કુમકુમરોલ અને શ્રી દાદા પાર્શ્વનાથ પ્રભુ સમેત સર્વ દેવેને ભેટયા. સંઘપતિએ શ્રીફળની લહાણી કરી.
સ્થાનિક સંઘે તેમને ઘણું માન આપ્યું. ઉક્ત લહુજી અને વાઘજીએ બે શેર ખાંડની લહાણું કરી.
ત્યાંથી વેરાવળ, ચોરવાડ, માંગરોળ, વગેરે સ્થાનમાં દેને ભેટતે સંઘ ગિરનાર તીર્થમાં આવી પહોંચે. રાસકારે ગિરિ ઉપરનાં સ્થાપત્યનું વિગતવાર વર્ણન કર્યું છે, જે દ્વારા તત્કાલીન ગિરનારજીનું ચિત્ર ઉપલબ્ધ થઈ શકે છે. પહાડ ઉપર પાંચ પાંડવની દેરીઓ આવે છે. પાવડીઓ, પરબ પણ છે. સુયાવડી પરબ પાસે સંઘે વિસામો લીધો. પળમાં ગણેશજી, હનુમાન વગેરે દેવે છે. આગળ ચાલતાં જમણું બાજુએ રહનેમિ, વિધિ પક્ષવસહી, મેલકવસહી, ખરતરવસહી, અબુદજી વગેરેને ભેટીને સંઘ આગળ ચાલ્યા. ગણધરનાં પગલાં પૂજીને સંઘપતિ તીર્થનાયક શ્રી નેમિનાથજીના મુખ્ય મંદિરમાં આવી પહોંચ્યા. ભેંયરાઓ અને બાવન દેવકુલિકાઓ યુક્ત મૂળ ટૂંક ભવ્ય લાગે છે. ત્યાં સંઘપતિએ આંગી રચાવી. મહોત્સવપૂર્વક તીર્થયાત્રા કરીને તેમણે જીવન કૃતાર્થ કર્યું. ત્યાંથી સંઘે ગજપદ કુંડ નીરખીને સહસાવનમાં આવીને દેવને જુહાર્યા. આ રીતે ગિરનારજીની યાત્રા પણ સંપન્ન થઈ.
બીજે દિવસે જૂનાગઢમાં ચૈત્યપરિપાટી કરીને સંઘપતિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
ઊભી સારના સંધવી
સંઘ સહિત સર્વે જિનાલયેાનાં દર્શન કર્યાં અને સ્વામીવાત્સલ્ય કર્યુ. માંગજી દવેએ સંઘપતિને ભાવિ તીથ કર શ્રીકૃષ્ણની વાત યુક્તિપૂર્વક કહી અને દ્વારિકાતીના દનની ચ્છિા વ્યક્ત કરી. સંઘપતિએ એમની વાતથી પ્રસન્ન થઈને બધી સુવિધાઓ કરી આપી, અને જામનગરમાં મળવાનું જણાવ્યું.
જજૂનાગઢના નવામને સ ંઘપતિ મળ્યા અને તેમને કિંમતી ભેટટુ યુ'. અમદાવાદના સૂબાએ લખી આપેલું ફરમાન વાંચીને નવાબ ઘણા ખુશ થયા. સંઘપતિને ઘણું માન આપીને તેણે વિદાય કર્યો. જાનાગઢથી સંઘ જામનગર તરફ આગળ વધ્યા.
સઘનગરમાં આવી પહેાંચતાં જામ રણમલે કામદાર તથા જામનગરના સધાગ્રણીઓ સહિત સંઘનું ઉમળકાભેર સામૈયુ કર્યુ.. જામનગરમાં રાજસી શાહે વમાન-પદ્મસિંહ શાહ કારિત ભવ્ય જિનપ્રાસાદેાનાં દશન કરીને સંઘ પાવન થયેા. કરમશી શાહે સંઘને ભેાજનાથે નિમંત્રણ આપીને મિષ્ટાન્ન ભાજન કરાવ્યું. શ્રીવંત ધારા શાહે પણ સધવાત્સલ્ય કર્યું. રણમલ, સહદેસી, મૂલા વગેરે શ્રેષ્ઠીવર્ચીએ સંધભક્તિ કરી. ત્યાંના પટ્ટણીએએ પણ સ્વામીવાત્સલ્ય કર્યું. મત્રી આણુ દે શેર ખાંડની તથા કલ્યાણ શાહે અડધી યામીની લહાણ કરી. સંઘપતિ લીલાધર શાહે પણ પ્રભાવનાદિ કાર્યો કર્યાં.
સંઘપતિ જામ રણમલજીને મળ્યા અને કિંમતી જરકસી વસ્ત્રા વગેરેનુ' ભેટછું ધર્યું. રાજાએ ખુશ થઈને સંઘપતિના આદર-સત્કાર કર્યાં, શાલ તથા કચ્છી ઘેાડા વગેરે ભેટ આપ્યાં. સ ંઘે ત્યાં ચૌદ દિવસ મુકામ કર્યાં. એ દરમિયાન માંગજી દવે પણ યાત્રા પૂરી કરીને ત્યાં આવી પહેાંચ્યા. સ ંઘે જામનગરથી વિદાય લીધી ત્યારે સ્વયં જામનરેશ્વર પણ ઉપસ્થિત રહેલા.
સોંઘ પાછે વળતાં માગ માં સ્થાને સ્થાને તીથંકર દેવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી લીલાધર પારેખ
[ ૧૫ ] જુહારતે અનુક્રમે શંખેશ્વરમાં આવી પહોંચે. પ્રતાપસીએ સંઘ-વાત્સલ્ય કર્યું. તીર્થયાત્રા પૂરી કરીને સંધ માંડલ આવ્યું. સંધપતિનું ત્યાં શાનદાર સ્વાગત થયું. ત્યાંથી ખરજ, સાણંદ, સરખેજ થઈને સંધ અમદાવાદમાં સેમ-કુશળ આવી પહોંચે. મેટા મેટા શ્રેષ્ઠીવર્યોએ મળીને સંઘનું સામૈયું કર્યું. તરણે, કમાને અને સુશોભન દ્વારા માર્ગોને શણગારવામાં આવ્યા હતા. સંઘપતિ દાનનો પ્રવાહ વહેવડાવતા હતા. એમને જય જયકાર થતો હતો. વાજતે-ગાજતે તેઓ માણેકચોકમાં આવ્યા ત્યારે લેકેના મેટા સમૂહે તેમને વધાવ્યા. ઊભી સેરઠના સંઘવી તરીકે એમણે તિલક ધરાવ્યું હતું.
સંઘવણ સહિજબાઈની પ્રેરણાથી લીલાધર શાહે સ્વામીવાત્સલ્ય ક્ય, ચોર્યાસી ગચ્છના સાધુઓને પ્રતિલાલ્યા, પર્યુષણ પર્વનાં પારણાં કરાવ્યાં અને દુષ્કાળમાં અન્નદાન આપીને અનેકને ઉગાર્યા. સાતે ક્ષેત્રમાં એમણે અઢળક ધન ખરચ્યું. એમની પુત્રી ધનબાઈએ પણ અનેક લહાણે કરી, સંવત્સરી પર્વ પ્રસંગે દાન આપ્યાં. અંચલગચ્છની પટ્ટાવલીમાં લીલાધરે કરેલા ગ્રન્થદ્ધારના કાર્યને પણ ઉલ્લેખ છે.
એ પછી જૈફ ઉંમર જાણીને લીલાધર શાહે કુટુંબીઓ, માંગજી દવે વગેરે સાથે વિચાર-વિમર્શ કરીને વાચક સુખલાભ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી પંચમહાવ્રતધારી સાધુ તરીકે સંયમ પાળતાં વિ. સં. ૧૭૧૫ ના ભાદવા શુદિ ૬ ના દિને તેઓ કાળધર્મ પામ્યા. એકવીશ ખંડવાળી માંડવી રચીને એમની શાનદાર અંત્યેષ્ટિ કરવામાં આવી.
એમના પછી એમના પુત્રએ વિ. સં. ૧૭૨૧ ના માગશર શુદિ ૫ ને મંગળવારે શ્રી ગેડીજીને વિશાળ સંઘ કલ્યો, જેમાં અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિજી ઉપસ્થિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
ઊભી સેરઠને સંઘવી રહેલા. લીલાધર શાહના પુત્ર રતનજી, સોમચંદ, વાઘજી અને રેવાદાસ, તેમજ તેમના કુટુંબીઓ ગુલાલચંદ, હરચંદ, ધમ, મલુકચંદ, નિહાલચંદ વગેરે મોટા સમુદાય સહિત સંઘમાં હતાં. હાથી, ઘેડા, પાલખીઓ વગેરે મેટી સંખ્યામાં હતાં. શંખેશ્વર, રાધનપુર, વગેરે સ્થાનમાં યાત્રાઓ કરી સંધ સેઈ ગામમાં આવ્યો. દાણ દઈને રણમાં ઉતર્યા. પાર કરના રાણાને ભેટતણું ધરીને થલમાં શ્રી ગોડીજીને ભાવથી ભેટ્યા. સંઘપતિએ ત્યાં લહાણે, સંઘવાત્સલ્ય આદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. પાછા વળતાં થરાદ, આબૂ વગેરે તીર્થોની યાત્રા કરતાં સંધપતિ પાટણમાં આવ્યા. ત્યાં પણ સંઘપતિએ લહાણ, સ્વામીવાત્સલ્યાદિ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. એ પછી સંઘ ક્ષેમકુશળ અમદાવાદમાં આવી પહોંચે ત્યારે તેનું શાનદાર સામૈયું થયું. લીલાધર શાહની જેમ એમના પુત્રએ પણ સવાયા કાર્યો કરીને પિતાનું નામ ચિરસ્થાયિ કર્યું.
લીલાધર શાહને સંઘ અંચલગચ્છની તવારીખમાં આગ અધ્યાય બને એવી ગરિષ્ઠ છે. ઊભી સેરઠના સંઘવી શિરેમણિ તરીકે એમનું નામ સુવર્ણાક્ષરે આલેખાશે. આવા પ્રતાપી પુરુષોએ જ જૈન-સંઘની એકતા ટકાવી રાખી છે અને શાસનમાં નવું જોમ જગાવ્યું છે એની કેણ ના પાડી શકે? એમનાં વિશિષ્ટ સંઘ-
કાએ અંચલગચ્છને તેમ જ જૈન સંઘને સવિશેષ ગૌરવ અપાવ્યું છે. આવા સંઘવી-શિરોમણિ આપણને ફરી ફરી મળે એજ અભ્યર્થના.
-
C
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરસી નાથા
કચ્છી દસા ઓસવાળ જૈન જ્ઞાતિના શિરોમણિ તરીકે લોકોના હૃદયમાં કાયમી સ્થાન પામેલા શેઠ નરસી નાથાનું જીવન-વૃત્ત એટલે જ્ઞાતિ-તર્પણને વિશિષ્ટ અધ્યાય. તેઓ એ જ્ઞાતિની મૂર્તિમંત આકાંક્ષા બન્યા. એમનાં સુકૃત્યે જ્ઞાતિના ભવ્ય પુરુષાર્થ અને પ્રબળ ધર્મપ્રેમનાં પ્રતીક ગણાયાં. એમની સિદ્ધિઓ જ્ઞાતિ મહામૂલા વારસા તરીકે મૂલવાઈ. જ્ઞાતિ પિતાના સર્વાગી વિકાસ માટે એમનું ઋણ સ્વીકારવામાં કૃતકૃત્ય થાય અને પિતાને “શેઠ નરસી નાથાની નાત” તરીકે ઓળખાવવામાં બહુમાન સમજે એમાં નવાઈ શું?
કચ્છી દસા ઓશવાળ જૈન જ્ઞાતીય, નાગડા ગેત્રીય, વિરાણી શાખીય નાથા ભારમલને ઘેર એમની પત્ની માંકબાઈની કૂખે નરસીશાને જન્મ વિ. સં. ૧૮૪૦ માં કચ્છનલિયા ગામમાં થયે. એ વખતે કચ્છમાં મહારાવ રાયધણજીનું રાજ્યશાસન હતું. જમાદાર ફતેહમહમ્મદનાં પરાકમેથી આખું કચ્છ પ્રભાવિત હતું. એ પછી બ્રિટિશ સત્તાને કચ્છમાં અને Pદય થયો.
શેઠ નરસી નાથાના વડદાદા પાલણના વીરે અને તેઓ નામના બે પુત્રો હતા. વીરેના ભારમલ અને એમના હરસી, નાથા અને તેજા એમ ત્રણ પુત્રે થયા. નાથાના બે પુત્રે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
૨ ]
જ્ઞાતિ–શિરોમણિ પ્રમાણે થયાઃ લખમણ અને નરસી. ચરિત્રનાયકના વડીલબંધુ લખમણ વિષે ઝાઝું જાણી શકાતું નથી. એટલે શક્ય છે કે તેઓ અલ્પજીવી હોય. આ બે ભાઈઓને સારબાઈ નામે એક બહેન હતી, જેનાં લગ્ન સાંધણ નિવાસી શેઠ તેજસી હીરજી ધુલ્લા સાથે થયાં. લગ્ન વખતે તે તેઓ સામાન્ય સ્થિતિના હતા. તેમના પુત્ર માડણ શેઠ પ્રતાપી પુરુષ થઈ ગયા.
માંકબાઈમા બાળક નરસીને શૈશવમાં છેડીને સ્વર્ગ સિદ્ધાવ્યાં હોઈને તેના ઉછેરની બધી જવાબદારી નાથાશા ઉપર આવી પડી. તેઓ ખેતરનું રખેવું કરતા હોઈને બાળક બહુધા વાડીઓ અને ખેતરમાં જ માટે થયે. કુદરતનાં સાન્નિધ્યમાં તે ખડતલ થાય તેમ જ તેમાં નૈસર્ગિક ગુણેનું પણ સિંચન થાય એ સ્વાભાવિક છે. નરસી શેઠના જીવનમાં દષ્ટિગોચર થતાં ઉત્કૃષ્ટ માનવીય ગુણેનાં બીજ આ રીતે રોપાયાં.
તે વખતે કેળવણીનો ખાસ પ્રચાર નહે. કચ્છમાં ગોરજીઓની પિશાળા દ્વારા વિદ્યાપ્રવૃત્તિ ચાલતી. કરછી શ્રાવકો કૃષિકારો હેઈને એ જમાનામાં તેઓ અક્ષરજ્ઞાનથી પ્રાયઃ વંચિત જ રહેવા પામતા બાળક નરસીનું પણ એમ જ થયું. અલબત્ત, પાછળથી લખવા-વાંચવાનું તેમ જ હિસાબકિતાબનું જ્ઞાન તેમણે સ્વાનુભવ પ્રાપ્ત કરેલું. કચ્છમાં રહ્યા
ત્યાં સુધી આર્થિક સ્થિતિ તદ્દન કંગાલ હતી. રખોપું કરીને પિટિયું રળતા. પણ શરીરે ધીંગા. એમની સંપત્તિમાં હતી માત્ર તંદુરસ્તી અને સાહસ-પ્રિયતા
વિ. સં. ૧૮૫૭ માં કચ્છમાં સારો વરસાદ થતાં ઘઉં અને ચણાનો પાક પુષ્કળ થયેલું. એ વખતે બાળક નરસીની ઉંમર સળેક વર્ષની હશે. નલિયાની ઓતરાદી નીચાણવાળી
જમીન, જેને પાછું ભરાઈ રહેવાને કારણે “સર” નામથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
શેઠ નરશી નાથા ઓળખાવવામાં આવતી, ત્યાંના ખેતરોની તેઓ રખેવાળી કરતા હતા, અને જીવન ગુજારતા હતા.
કચ્છી ભાટીઆઓએ એ અરસામાં મુંબઈમાં પ્રયાણ કરી, ત્યાં વેપાર વિકસાવી અઢળક સંપત્તિ પ્રાપ્ત કરેલી એ વિશે કચ્છમાં ચોરે ને ચૌટે અનેક વાતો સંભળાતી. ભાટીઆઓની સાહસ-કથાઓએનરસીભાઈની મહત્ત્વાકાંક્ષાને પણ જાગ્રત કરી. એમને પણ મુંબઈ જવાના કેડ જાગ્યા. એક દિવસ રાત્રે વાળુપાણું કરીને બાપ-દીકરે વાતે વળગ્યા. દીકરાએ મુંબઈ જવાનો પ્રસ્તાવ મુક્યો પણ બાપે તેને નકાર કર્યો. કેઈને સહારે નહિ, ગાંઠે પૈસે-ટકે ન મળે, વળી બને અજ્ઞાન ઇત્યાદિ વાતો બાપે જણાવી. પરંતુ દીકરે મક્કમ રહ્યો. તેણે જણાવ્યું કે કચ્છમાં જેમ જાત મહેનત કરીએ છીએ તેમ મુંબઈમાં કરશું. અંતે દીકરાની વાત સ્વીકારાઈ અને બાપદીકરાએ મુંબઈ જવાને નિશ્ચય કરી લીધું.
બીજે દિવસે તેમણે પિતાને મનસૂબે ખેતરના માલીકે પાસે જાહેર કર્યો. “કચ્છી દસા ઓસવાળ જૈન જ્ઞાતિને ઇતિહાસ” માં હીરજી હંસરાજ કાયાણ નોંધે છે કે “એક દિવસ તેઓ (મારા દાદા) પાસે ત્યાં નાશા અને નરસી શેઠ બેઉ બાપ–દીકરો આવ્યા, કે જેઓ તે વખતે બહુ જ કંગાલ અને દયાપાત્ર હાલતમાં હતા, અને કરગરીને કહેવા લાગ્યા કે “અમે આ જિદગીથી કંટાળી ગયા છીએ. અને નસીબ અજમાવવા મુંબઈ જવા ઈચ્છીએ છીએ. પણ અમારી પાસે ભાતું સુદ્ધા ન હોવાથી મહેરબાની કરીને બેચાર માપ એળા (શેકેલા કાચા ચણા-ઘઉં વગેરે) આપ તે ઉપકાર થાય.” મને દયા આવી અને આજુબાજુના બે-ત્રણ
ખેતરોના રખેવાળાને બોલાવી, તેઓની વાત કહી. અને અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૪ ]
જ્ઞાતિ–શિરેમણિ સર્વેએ મળી તેઓને પોંક આપે. આ લઈને તેઓ ત્યાંથી પરબારા જખૌ બંદર ગયા. અને ત્યાંથી તૈયાર વહાણમાં સવાર થઈ મુંબઈ આવવા ઉપડ્યા. આ વાત મારા દાદાના કહેવા મુજબ સત્ય બેલે બેલ લખેલ છે.”
વિ. સં. ૧૮૫૭ માં નરસીશાએ મુંબઈમાં સૌ પ્રથમ પગ દીધે ત્યારે મુંબઈ સાત ટાપુઓને પ્રદેશ હતું. માછીમારે, કેળીઓ, ભંડારીઓ મુખ્યત્વે ત્યાં રહેતા. મુંબાદેવીના ધામથી તેનું નામ મુંબઈ પડ્યું હોવાનું કહેવાય છે. પહેલાં
ત્યાં મરાઠા સરદારની હકૂમત હતી. પછી પોર્ટુગલ પાસે તે આવ્યું. ઈગ્લાંડના રાજા ચાર્લ્સ બીજા સાથે પિગલના રાજાની બહેનનાં લગ્ન થતાં પહેરામણીમાં મુંબઈ બંદર અંગ્રેજો પાસે આવ્યું. એ પછી અંગ્રેજોએ તેને વિકાસ શરૂ કર્યો. સૌ પ્રથમ ત્રીસેક લાખના ખરચે ત્યાં કોટ બાંધવામાં આવ્યો. કેટ વિસ્તારમાં અંગ્રેજો વસવા લાગ્યા. પારસીઓ પણ તેમાં ભળ્યા. માંડવી ઉપર માત્ર એક જ સારું ઘર હતું. બાકી બધાં ઝૂંપડાં હતાં. મઝગાંવ દૂર હતું. પરેલ, માહીમ, શિવ અને મુંબઈ વચ્ચે મેટી ખાડી હતી. વાલકેશ્વર પર જંગલ હતું. ત્યાં વાઘ-દીપડાએ છૂટી છવાઈ વસ્તીને અવારનવાર રંજાડતા. પાયધુની સુધી દરીઆનાં મેજાં ઉછળતાં. લેકે ત્યાં કાદવ-કીચડથી ખરડાયેલા પગ દેતા એટલે તે વિસ્તાર પાયધુની કહેવાતું. દાદર, માટુંગા, મઝગાંવમાં માત્ર ખેતરે જ હતાં.
મુંબઈ પહોંચીને કશું કરી બતાવવાની તાલાવેલી દર્શાવનાર નરસીશા અહીં આવીને ચકર દષ્ટિએ બધું નિહાળવા લાગ્યા. મુંબઈએ કચ્છ નહતું. અહીંની પરિસ્થિતિ ભિન્ન
હતી. અહીંનું વાતાવરણ કચ્છથી અનેરું હતું પાસે મૂડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
શેઠ નરસી નાથા
[ પ
નહિ, કેાઈની એળખાણ નહિ. વળી પેાતે અભણ. આવા વિશિષ્ટ સંજોગેામાં કરવું શું? એ જ મુખ્ય પ્રશ્ન હતા. પરંતુ ચકેર ખાળક બે-ત્રણ દિવસમાં જ એનેા જવામ ખાળી કાઢે છે.
મુંબઇમાં એ અરસામાં નળની શરૂઆત થઈ ન હતી. કૂવાનુ' પાણી અધે વપરાતું. દૂરનાં મેદાનમાં થે।ડા મીઠા પાણીના કૂવાએ હતા. પરંતુ વસ્તીની સરખામણીમાં તે અપૂરતા હતા. આથી પાણીની ખેંચ અસહ્ય રહેતી. કૂવા ઉપર લેાકેા મધપૂડાની જેમ વીંટળાએલા રહે. મેડી રાત સુધી કે વહેલી સવારે એનું એ જ દૃશ્ય. લાક પાણી માટે ઉકળતા રહે: ઝગડા પણ થાય. મારામારીમાં પણ ઉતરવું પડે: કેટલીક વાર જીવલેણ હુäડા પણ થાય. આ બધુ સામાન્ય બની ગયું હતું. ગૂ ́ડાએ આ પરિસ્થિતિને પૂરે પૂરો લાભ ઉઠાવતા. એકલી સ્ત્રીને પજવવા કે લૂટી લેવામાં તેઓ ખાકી રાખતા નહિ. આવા સંજોગામાં નરસીશાએ મજૂરાને પાણી પાવાના વ્યવસાય ખેાળી કાઢ્યો. મૂડી વિનાના ધધા. વળી પરમાર્થનું કામ.
દર પર શ્રમથી પસીના પાડતા મજૂરો માટે પાણીને પ્રશ્ન પ્રાણુ–પ્રશ્ન બની ગયા હતા. ત્યાં એક પણ મીઠા પાણીના કુવે નહાતા. પિતા નાથાશા અને નરસીશા ચારેક વર્ષ સુધી અંદર ઉપર સૌને પાણી પાતા રહ્યા. પૈસાનુ ચલણ જૂજ હાઇને મજૂરોનાં માથા ઉપરના બેાજમાંથી મુઠ્ઠીભર વસ્તુ તે મેળવતા. આવી રીતે દરરોજ ખાદ્ય ચીજો મળી રહેતી એટલે એમનુ' ગુજરાન ચાલતું. મીનું વ્યસન નહિ, તેમ જ મેાજશાખનુ નામ નહિ એટલે વરસ આખરે તેઓ થાડી બચત પણ કરી શકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ–શિરેમણિ મજૂરોને પાણી પાવાની કામગીરીની સાથે તેઓ બંદરના ભેમિયા થતા ગયા. ઓળખાણ-પિછાણ વધી. વેપારની ખૂબીઓ સમજાણી. નવું સાહસ કરવા તેઓ કૃતનિશ્ચયી તે હતા જ. એમની પ્રમાણિકતાની છાપ પણ બધે ફેલાઈ. એટલે
ડું મુકાદમીનું કામ મળ્યું. વળી એમની પ્રમાણિકતાની સાથે પુણ્યાઈની વાત પણ બધે ફેલાઈ કે તેઓ જ્યાં બેસે છે ત્યાં લાભ થાય છે, એટલે લેકો તેમને બોલાવીને બેસાડતા.
એ વખતે બારભાયા જાણીતા વ્યાપારી હતા. ઠેઠ મલબાર સાથે એમને વેપાર ચાલ. નરસીશા આવી પ્રખ્યાત પેઢીના મુકાદમ પણ થયા. હવે એમને ભાગ્ય-રવિ ઝળકવા લાગ્યો. આ મુકાદમીથી એમની મૂડી ઘણું વધી. હવે તેઓ નરસી શેઠ કહેવાયા. એમના જીવનમાં હવે પલટો આવ્યો.
વિ. સં. ૧૮૮૦ માં બારભાયાની પેઢી કાચી પડતાં તેમની કેટલીક મિલકત નરસી શેઠના હાથમાં આવી, જેમાં ટાંકીવાળ માળે, કાગદી ચાલ, જથ્થાવાળો માળે મુખ્ય છે. આ બધી મિલકત બારભાયાએ પોતાના બચાવ માટે એમના નામે કરી આપેલ. એ પછી તે મિલકત વધતી જ ચાલી.
એ પછી તેમણે ગોકલભાઈ સાકળચંદની પેઢી સાથે જોડાઈ આડતને વેપાર જમાવ્યો. વેરાવળના મેમણને મેટા ભાગને માલ તેમને ત્યાં આવવા લાગ્યા. આ ધંધામાં તેઓ પંજીપતિ બન્યા મુંબઈના નામાંકિત વેપારીઓમાં હવે એમની ગણના થવા લાગી.
એમની ચડતીથી પ્રેરાઈને અન્ય જ્ઞાતિબંધુઓ પણ મુંબઈ આવવા લલચાયા. મુંબઈમાં જેઓ આવેલા તેઓ અધિક આત્મવિશ્વાસથી આગળ વધવા લાગ્યા. નરસી શેઠની
એથમાં જ્ઞાતિબંધુઓ અધિક સમૃદ્ધિ પ્રાપ્ત કરતા ગયા. હળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
[ ૭
માંથી તો તેને શાપર- શ થઇ આ રીતે પાવના
શેઠ નરસી નાથા ખેડુમાંથી હવે તેઓ વ્યાપાર-ખેડુઓ થયા. આ રીતે જ્ઞાતિના સર્વાગી ઉત્કર્ષને પાયે નરસી શેઠે નાખે.
નરસી શેઠે રૂના વ્યાપારના વિકાસ માટે પ્રશસ્ય સેવાઓ બજાવી હતી. એમના સમકાલિન શ્રેષ્ઠીવર્ય મેતીશાહે વહાણવટાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું હતું. મુંબઈમાં તે વખતની નામાંકિત વ્યક્તિઓ મુખ્ય મુખ્ય વ્યવસાયમાં શિરમેર હતી. નરસી શેઠની આગવી સેવાઓની યાદગીરીરૂપે કેરલાબાના રૂબજારમાં તેમના નામથી એક ભૂંગી રાખવામાં આવેલી હતી.
જ્યારે રૂને સદો થાય ત્યારે તેને નમૂને એ ભંગીમાં રાખવાનો રિવાજ એ સમયે હતું. વર્ષ આખરે એકત્રિત થયેલા રૂના નમૂનાઓ વેચતાં જે આવક થતી તે મુંબઈની પાંજરાપોળને આપી દેવામાં આવતી.
સર જમશેદજી ટાટાએ એક વખત કહેલું કે વ્યાપારના ખરા સુકાનીઓ માત્ર કચ્છીઓ જ છે. કારણકે જગતના વ્યાપારની જડ રૂ અને અનાજ છે; અને તે જ વ્યાપાર કચ્છીઓના હાથમાં છે. એમના આવા ઉદ્ગાર પરથી સમજી શકાશે કે કચ્છી શાહ સોદાગરેએ પોતાના સાહસબળે એ અરસામાં કેવું ઉન્નત સ્થાન પ્રાપ્ત કરેલું!
નરશી શેઠનાં લગ્ન નાની વયે કચ્છ-કુવાપધર ગામના તેજસી જેઠા મેતાનાં સુપુત્રી કુંવરબાઈ વેરે થયાં. કુંવરબાઈ સુશીલ સન્નારી હતાં. તેઓ પણ પિતાના પતિની જેમ અક્ષરજ્ઞાનથી વંચિત રહેલાં. પરંતુ ઘણાં જ વ્યવહારદક્ષ તેમ જ ઊંચા વિચારના હતાં. નરસી શેઠની હેરત પમાડે એવી આર્થિક પ્રગતિના પ્રેરક તેઓ બન્યાં. તેમના બંધુ ભારમલ તેજસીએ પાછળથી જ્ઞાતિ-શુભેચ્છક તરીકે વિરલ કીર્તિ પ્રાપ્ત કરી છે. નરસી શેઠની વ્યાપાર- સફળતાનું શ્રેય એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ-શિરોમણિ જાય છે. મૂળ તે ખેડૂત. નરસી શેઠે મુંબઈમાં સફળતા પ્રાપ્ત કરતાં તેમણે ભારમલ શેઠને પોતાની પાસે તેડાવી લીધેલા. તેમના સાળા ઉપરાંત તેમના કુટુંબી બંધુ વર્ધમાન નેણસીને નલિયાથી તથા ભાણેજ માડણ તેજસીને સાંધણથી મુંબઈ તેડાવી લેવામાં આવેલા. આ ત્રણે મહાનુભાવોએ મળીને નરસી શેઠના વ્યાપાર-કારોબારને સફળતાપૂર્વક ચલાવ્યું, તેને ખુબ જ વિકસાવ્ય, એટલું જ નહિ સમસ્ત કચ્છી પ્રજાની નામના બધે વિસ્તારી જ્ઞાતિનું સંગઠન સુદઢ કર્યું અને તેને પ્રગતિને પંથે વાળી. આ ત્રિપુટી કાર્યદક્ષ તથા પ્રતિભાસંપન્ન હતી. નરસી શેઠનું વ્યાપાર–સામ્રાજ્ય વિસ્તારવામાં એમને જ મુખ્ય હિસ્સો હતો અને એટલે જ શિલા-પ્રશસ્તિઓમાં એમને યંગ્ય રીતે મંત્રી કહેવામાં આવ્યા છે.
નરસી શેઠે પણ આ ત્રિપુટી પ્રત્યે અત્યંત પ્રેમભાવ રાખ્યો અને તેમને પિતાના નેકર તરીકે નહિ પરંતુ સાથીદાર તરીકે સમકક્ષ ગણીને સન્માન આપ્યું. ચરિત્રનાયકના ઉચ્ચ માનવીય ગુણેના દર્શને આવા સબંધોથી થઈ શકશે. જ્યારે આપણે શેઠના અંગત જીવન વિશે વિચારીએ ત્યારે આ ત્રિપુટીને ભૂલી શકીએ નહિ. બીજા શબ્દોમાં કહીએ તો આ ત્રિપુટી શેઠના અંગત જીવનના અવિભાજ્ય અંગરૂપે બની ગઈ હતી. ઉભય પક્ષે એ સ્નેહભાવ કે એકબીજા વિના ચાલે જ નહિ. આ પ્રતિભાસંપન્ન ત્રિપુટીએ પાછળથી એવી કારકિર્દી જમાવી કે તેઓ જ નરસી શેઠના કારોબારના કર્તાહર્તા બની ગયા. શેઠ બાહ્ય ચિત્રમાં ભાગ્યે જ દેખાતા. જ્ઞાતિ-કાર્યોમાં પણ નરસી શેઠ વતીથી તેઓ જ મોખરે રહે અને જ્ઞાતિનાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે.
આ ત્રિપુટીમાં શિરમોર ભારમલ તેજસી હતા. કચ્છી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
શેઠ નરસી નાથા દશા ઓસવાળ જૈન જ્ઞાતિના ઈતિહાસમાં આવી કુનેહબાજ
વ્યક્તિ અન્ય કઈ જણાતી નથી. નરસી શેઠને જ્ઞાતિશિરેમણિનું સર્વોચ્ચ બિરુદ અપાવવામાં ભારમલ શેઠ અને તેમનાં બહેન કુંવરબાઈનો પુરુષાર્થ અજોડ હતું. આ ભાઈ–બહેનની જેડલીએ જ્ઞાતિને તેનું અસ્મિત્વ અપાવ્યું એમ કહીએ તે ચાલે. કુંવરબાઈની પ્રેરણાથી અને ભારમલ શેઠની કુનેહથી નરસી શેઠ પ્રત્યેક ક્ષેત્રે સફળ રહ્યા. ભારમલ શેઠનો બેલ એ સમસ્ત જ્ઞાતિનો બેલ. પરંતુ તેઓ નરસી શેઠ વતીથી પ્રત્યેક કાર્યો કરતા હોઈને એમનાં કાર્યો શેઠનાં કાર્યો તરીકે ખયાં. એ સૌના સામુહિક પ્રયાસમાં નરસી શેઠની પુણ્યાઈ કેન્દ્રસ્થાને હતી. કેટલાકના મતે નરસી શેઠ ભેળા અને ભદ્રિક સ્વભાવના હતા. દેશી ઢબને પહેરવેશ પહેરતા અને વાતવાતમાં ગાળ પણ દઈ દેતા. પરંતુ એમની પુણ્યાઈનું તેજ અલૌકિક હતું.
કુંવરબાઈની કુક્ષિથી નરસી શેઠને મૂલજી અને હીરજી એમ બે પુત્રરત્નો સાંપડ્યા. મૂલજી નાની ઉંમરે મુંબાદેવીના તળાવમાં અકસ્માતે ડૂબીને મૃત્યુ પામેલે આ અણધાર્યો બનાવ શેઠના કૌટુંબિક જીવનમાં શેકને ઊંડે અનુભવ કરાવી ગયે. મૂલજીના નામથી તેમણે સૌ પ્રથમ મૂલજી નરસીની પેઢી સ્થાપી અને રૂને વ્યાપાર શરૂ કરેલે.
દ્વિતીય પુત્ર હીરજીનો જન્મ વિ. સં. ૧૮૭ર ના અષાડ સુદ ૨ ના પવિત્ર દિવસે થયેલો કચ્છી સંવત અનુસાર એ દિવસથી નૂતન વર્ષના પ્રારંભ થાય છે. એના જન્મથી નરસી શેઠની સંપત્તિ અનેકગણી થતી થઈ આવો ભાગ્યશાળી પુત્ર પ્રાપ્ત થતાં એમના જીવનમાં આનંદની મધુર લહેર વ્યાપી.
એ વખતે શેઠની ઉંમર ૩૨ વર્ષની હતી. હીરજીન લગ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
જ્ઞાતિ-શિરેમણિ કચ્છ-સુજાપુર નિવાસી ઠાકરસી વંદણ સાયાની પુત્રી પુરબાઈ સાથે વિ. સં. ૧૮૮૭ માં થયાં. તે વખતે હીરજી શેઠની ઉંમર ૧૫ વર્ષની અને પુરબાઈની ૧૩ વર્ષની હતી. બાળ-લગ્નને એ જમાને હતે.
વિ. સં. ૧૮૯૫ માં મુંબઈમાં મરકી ફાટી નીકળી. ત્યાં આ ઉપદ્રવ સામાન્ય બની ગયો હતો. ખેતરમાં માછલીને કૂટો વપરાતે. તેના ઉપર દરિયાના પાણી ફરી વળતાં તેમાંથી દુર્ગંધ ફેલાતી. એટલે રેગ ઝડપથી બધે ફેલાઈ જતો. અનેક જ્ઞાતિબંધુ મરકીમાં ભરખાઈ ગયા. નરસી શેઠનું હૃદય આ જોઈને દ્રવી જતું. તેમણે દવા-દારૂ માટે પ્રબંધ કર્યો. તેમના ધર્મપત્ની કુંવરબાઈ પણ જ્ઞાતિબંધુઓને ઘેર જઈને બધાના ખબર-અંતર પૂછતાં અને યંગ્ય સહાય પહોંચાડતાં.
મરકીમાં એમને એક માત્ર પુત્ર હીરજી પણ સપડાઈ ગયે. માતા-પિતાએ એની સેવા-ચાકરીમાં પાછું વળીને જોયું નહિ. કિન્તુ દુર્ભાગ્યે તે બચી શક્યો નહિ. પુત્ર મૂલજીના અકાળ અવસાનને કારમી ઘા હજી રૂઝાય નહોતો ત્યાં તે હીરજી ભરયૌવન વયે પિતાની પાછળ વિધવા પત્ની પૂરબાઈને મૂકીને આ ફાની સંસાર છોડી ગયે. આ આઘાતથી નરસી શેઠને જીવનબાગ મુરઝાઈ ગયે. પિતાની કલ્પના-ભૂમિમાં એકાએક ભયંકર જ્વાળામુખી ફાટી નીકળ્યું હોય તેમ તેઓ બેબાકળા બની શૂન્ય દષ્ટિથી જોવા લાગ્યા.
હીરજીના મૃત્યુથી વાઘાત પામેલાં કુંવરબાઈ પણ કેટલાક મહિના બાદ ચિર વિદાય લઈ ગયાં. નરસી શેઠના પિતા નાથાશા પણ આ અરસામાં જ દેહાવસાન પામ્યા. પિતાના આપ્તજનની આવી અસહ્ય અને એકધારી વિદાયથી નરસી શેઠ તો અવાચક જેવા બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
શેઠ નરસી નાથા
| [ ૧૧ મનુષ્યજીવનમાં જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે એકલી અટૂલી નથી આવતી પણ એક સામટી આવે છે. ચરિત્રનાયકના જીવનમાં પણ એમ જ થયું. ઉપરા ઉપરી બની ગયેલી કરુણ ઘટનાઓને ભૂલી જવા હવે તેમણે ધર્મધ્યાનમાં સવિશેષ મન પરોવ્યું. નિરાશારૂપી મેઘઘટામાં હમેશાં એકાદ આશાનું કિરણ છુપાયેલું હોય છે, અને એ કિરણને આધારે માનવજીવનને રાહ લંબાય છે. નરસી શેઠને પણ એ કિરણ દેખાયું.
આ આશાતંતુની રૂપેરી રેખા તે નલિયાનું ભવ્ય જિનાલય. કુંવરબાઈની પ્રેરણાથી તેનું ખાતમુહૂર્ત શેઠના વરદ્ હસ્તે સંપન્ન થયેલું. પરંતુ તેનું નિર્માણ થાય તે પહેલાં તે શેઠાણું પરલેકવાસી થયાં. આ અવશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તન્મય બનેલા શેઠ જીવન–મની નિરાશારૂપી કાળી મેઘઘટાને વિસરી ગયા. પછી તો એક કાર્યની સાથે બીજા કાર્યોની શૃંખલાઓ અંકેડા ભીડતી રહી. એમની ધાર્મિક તેમ જ સામાજિક કારકિર્દીનું નિરૂપણ કરતાં પહેલાં તેમની વ્યાપાર કારકિર્દી પર દષ્ટિપાત કરે અહીં પ્રસ્તુત ગણાશે.
આપણે જેઈ ગયા કે વિ. સં. ૧૮૮૧ માં શેઠે સ્વતંત્ર ધ ધાની શરૂઆત કરી અને પિતાના સાળા ભારમલ તેજસી, ભાણેજ માડણ તેજસી, તથા કુટુંબી બંધુ વર્ધમાન નેણસીને કચ્છથી મુંબઈ તેડાવી લીધા. એમની સાથે બીજા પણ ઘણાં લેકે એ વખતે મુંબઈ આવ્યા. એક-બીજાની ઓથ મળતાં કચ્છથી મુંબઈ આવવાને પ્રવાહ વધતો ચાલે. ઉક્ત ત્રિપુટીએ સામુહિક નેતૃત્વ પૂરું પાડીને શેઠને કારોબાર સફળતાપૂર્વક ચલાવ્યું અને જ્ઞાતિને ઉત્કર્ષને પંથે વાળી.
એમને મુખ્ય વ્યવસાય રૂને હતે. એટલે દેશાવરમાં પણ પેઢીઓ તથા શાખા પેઢીઓ સ્થપાતી ગઈ. રૂના પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
૧૨]
જ્ઞાતિ-શિરોમણિ અનાજ, કરી આણું વગેરેનું સ્થાન રહેતું. શેઠે એના વ્યાપારમાં પણ ઝંપલાવેલું. ઠેઠ મલબાર સુધી એ માટે વહાણેની બે પે થતી, એટલે શેઠે વહાણ પણ ખરીદેલાં જેમાંના એક વહાણનો ઉલ્લેખ “બારકસ” તરીકે દસ્તાવેજમાંથી મળી આવે છે. જમીનમાગે પિકો દ્વારા માલની હેરફેર થતી.
વાહન-વ્યવહારની ઝડપી સગવડતાના અભાવે લૂંટાવાને ભય સવિશેષ રહેતા. મહિનાઓના મહિના માલ-વહનમાં પ્રસાર થતા હેઈને માલ નિયત સ્થળે ન પહોંચે ત્યાં સુધી વેપારીઓનાં મન ઊંચા જ રહેતા. જમીન માગે પીંઢારાઓ અને દરિયા માર્ગે ચાંચીઆએ માલને લુટી લેતા.
મુંબઈના બાહાર” નામક પુસ્તક અનુસાર શેઠને ચીન સાથે પણ વ્યાપાર હતો. હોરમસજીના પુત્ર દાદાભાઈ તથા મનચેરજીને શરૂઆતનાં કામકાજમાં શેઠે ઘણે સહગ આપ્યો હતો. હોરમસજી પારસી કેદમના અગ્રેસર લેખાતા. ચીની ભાષાના તેઓ “પહાવા” ( દુભાષિયા) કહેવાતા તથા
શેચી” (ગુમાસ્તા) તરીકે ઓળખાતા. પછી તો તેમણે સીંગાપોર, કલકત્તા, મુંબઈ અને ઠેઠ લંબમાં સ્વતંત્ર પેઢીઓ શરૂ કરેલી. તેમના પુત્રો સાથે દાદાભાઈ નવરોજી જેવા વરિષ્ટ રાષ્ટ્રિય નેતાએ પણ ભાગીદારી કરેલી.
દશા ઓસવાળ જૈન જ્ઞાતિની સંખ્યા એ વખતે છએક હજારની ગણાતી. તેમાંથી છ જેટલા લેક શેઠની પ્રેરણાથી મુંબઈ આવેલા. શેઠે એમને બધી રીતે આશ્રય આપ્યું. રોગચાળા વખતે એમના માટે દવાદારૂની સગવડ તેઓ કરી આપતા. અક્ષરજ્ઞાન માટે શેઠે ગુજરાતી શાળા પણ સ્થાપેલી. કરછથી મુંબઈ આવનાર પ્રત્યેક જ્ઞાતિબંધુને
વ્યક્તિગત પરિચય તેઓ મેળવતા અને તેને જરૂરી સહાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
શેઠ નરસી નાથા
[ ૧૩ પણ પહોંચાડતા. સહાય લેવામાં શરમ કે સંકોચ અનુભવતા લોકોને ઘેર તેઓ અનાજના બાચકાઓ મોકલાવી દેતા, અને તેમાં ઘરવખરી વસાવવા માટે થોડી રકમ પણ મૂકતા. એમના આવા ઉત્કટ જ્ઞાતિ-પ્રેમને લીધે તેઓ “જ્ઞાતિ–શિરેમણિ” કહેવાયા. જ્ઞાતિએ તેમને સર્વોચ્ચ બિરુદ આપ્યું.
મુંબઈમાં જ્ઞાતિની સ્વતંત્ર મહાજનવાડી ન હૈ વાથી સામાજિક તેમ જ ધાર્મિક પ્રસંગોમાં સૌને ઘણી અગવડતા પડતી. શેઠના ભાયખળામાં આવેલા એક મકાનને મહાજન વાડી તરીકે ઉપગ કરવામાં આવતું. પરંતુ આ મકાન ઘણું દૂર લાગતું. આથી શેઠે ખડક વિસ્તારમાં મહાજનવાડી માટે મકાન ખરીશું અને જ્ઞાતિબંધુઓની મુશ્કેલી દૂર કરી.
જ્ઞાતિબંધુઓના પ્રશ્નોની પતાવટ પણ શેઠ જાતે જ કરતા. એ વખતે જ્ઞાતિના ઝગડાઓ કેટ-કચેરીઓમાં જતા નહિ. શેઠને ચુકાદો આખરી ગણાતો અને ઉભય પક્ષેને સ્વીકાર્ય ગણાતો. શેઠની “ગાદી”ને પવિત્ર ખ્યાલ આ સંદર્ભમાં રૂઢ થયે. આજે પણ જ્ઞાતિબંધુએ શેઠની ગાદીને અપૂર્વ માન આપે છે. આ પ્રથા એમના મૃત્યુ બાદ પણ ચાલુ રહી.
જ્ઞાતિ–શિરોમણિના ઉત્કટ જ્ઞાતિ–પ્રેમની સર્વોચ્ચ અભિવ્યકિત તેમણે જેલા જ્ઞાતિમેળાઓમાં જોવા મળે છે. આ પહેલવહેલે મેળો વિ. સં. ૧૮૯૭ માં નલિયાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે એકત્રિત થયે. બાવન ગામમાં વસતા જ્ઞાતિબંધુઓ એ પ્રસંગે એકત્રિત થયા. વિ. સં. ૧૮૯૭માં તેમણે શ્રી શત્રુંજય તીર્થસંઘ કાઢેલો. ત્યાંથી પાછા નલિયા આવીને એ બીજે જ્ઞાતિમેળે પણ તેમણે ચે. જ્ઞાતિમેળાના માધ્યમ દ્વારા શેઠે જ્ઞાતિની અસ્મિતા જગાડી.
જ્ઞાતિના ઈતિહાસ માટે તે સુવર્ણ–યુગ હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
૧૪]
જ્ઞાતિ-શિરોમણિ જ્ઞાતિમેળાથી શેઠની કીર્તિ કચ્છમાં ઘણી વિસ્તરી. કચ્છના મહારાવ દેશળજીએ પણ તેમની કીર્તિથી પ્રભાવિત થઈને તેમની સાથે મૈત્રી સંબંધ સ્થાપે. દેશળજીની સહાયથી શેઠે પુનર્લગ્નને રિવાજ નાબૂદ કરાવે એ વાત સુપ્રસિદ્ધ છે. - હવે આપણે શેઠની ધાર્મિક કારકિર્દીનો પરિચય મેળવીએ. મુંબઈમાં એ વખતે શિખરબંધ જિનાલય નહોતું. જ્ઞાતિબંધુઓની સંખ્યા વધતાં સારંગ શેઠે ત્યાં ગૃહચય કરાવેલું પહેલાં તે જ્ઞાતિને શેઠ કહેવાતે, પરંતુ નરસી શેઠના ઉદય પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. નરસી શેઠે પણ ગૃહત્ય નિર્માણ કરાવેલું, પરંતુ શિખરબંધ જિનાલયની આવશ્યકતા સર્જાતાં અનંતનાથ જિનાલયની નરસી શેઠે સ્થાપના કરી. વિ. સં. ૧૮૮૯ ના શ્રાવણ સુદ ૯ ને દિવસે તેમણે સ્વહસ્તે મૂલનાયકજીની પ્રતિષ્ઠા કરાવી. જ્ઞાતિએ ફાળે એકઠા કરીને આ જિનાલયમાં સાતેક હજાર ખરચેલાં. શેઠના દત્તક પુત્ર હરભમ શેઠે જિનાલયનો ઘણે વિસ્તાર કર્યો. નરસી શેઠની ચિરસ્મૃતિ આ જિનાલયના પાયા સાથે જ જડાયેલી રહી છે. જ્ઞાતિએ એમની બહુમૂલ્ય સેવાઓના ઉપલક્ષમાં મૂલશિખર ઉપર ધ્વજારોપણ કરવાનું અપૂર્વ માન એમને વંશપરંપરાગત આપ્યું. આ ટ્રસ્ટનાં સુકૃત્ય સાથે ચરિત્રનાયકની કીર્તિસુવાસ સમગ્ર ભારતમાં પથરાએલી જોવા મળે છે. - ઉક્ત જિનાલયની સ્થાપના થયા બાદ તેમણે પોતાના વતન નલિયામાં પણ શિખરબંધ જિનાલય નિર્માણ કરાવ્યું. એ વખતે કુંવરબાઈ અવસાન પામ્યાં હેઈને સાંતક તરીકે બેસવા માટે આપ્તજનના અત્યાગ્રહથી શેઠે કચ્છ–બાઈના વેરસી મૂલજીની ફેઈ વીરબાઈ સાથે પુનર્લગ્ન કરેલું. એ
વખતે આ પ્રથા પ્રચલિત હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
શેઠ નરસી નાથા.
[ ૧૫ વિ. સં. ૧૮૯૭ ના માઘ સુદ ૫ ને બુધવારે અંચલગચ્છાધિપતિ મુક્તિસાગરસૂરિના ઉપદેશથી જિનાલયને પ્રતિષ્ઠા મહોત્સવ થયો. શેઠે મૂલનાયકપદે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. નરસી શેઠના પુત્ર હીરજી શેઠે શ્રી વિરપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. શેઠના દત્તક પુત્ર વીરજી શેઠે પણ એ પ્રસંગે શ્રી વીરપ્રભુની દેવકુલિકા બંધાવી. હરભમ શેઠે તથા ભારમલ શેઠે પણ પાછળથી અહીં દર્શનીય જિનાલયે બંધાવ્યાં. જિનાલયને પરિવાર વધતાં આ તીર્થને વીરવસહી” તરીકે ઓળખાવવામાં આવે છે. અબડાસાની પ્રસિદ્ધ પંચતીથી માં આ તીર્થની ગણના થાય છે.
આ ઉપરાંત શેઠે નલિયા અને જખૌ વચ્ચે વિશ્રાંતિગૃહ તથા પરબવાળી વાવ બંધાવ્યાં, તેમ જ ત્યાં ભેજનને પણ પ્રબંધ કર્યો. માંડવીમાં વડે બંધાવ્યું. અંજારના પ્રાચીન જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યું. નલિયામાં ધર્મશાળા બંધાવી તથા અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું, જેના નિભાવ માટે છાદુરાને ગરાસ મેળવ્યો. પાલિતાણામાં પ્રાચીન જૈન ઉપાશ્રયને પણ તેમણે ઉદ્ધાર કરાવ્યું તથા ત્યાં ધર્મશાળા તથા શ્રી ચંદ્રપ્રભુ જિનાલય, તેમ જ ગિરિરાજ ઉપર પણ શ્રી ચંદ્રપ્રભુજિનાલય બંધાવવા સ્વહસ્તે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત કૂતરાને રોટલે, પંખીને ચણ આદિ નાનાં-મોટાં અનેક કાર્યોમાં દ્રવ્ય વ્યય કરીને શેઠે લક્ષ્મીને સફળ કરી.
શેઠે જીવનભર અનેક સામાજિક તેમ જ ધાર્મિક કાર્યો કર્યા. એમનાં અવશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવાને યશ ઉક્ત મંત્રી–ત્રિપુટી ઉપરાંત એમના દત્તક પુત્ર વીરજી શેઠ તથા હરભમ શેઠ, તેમ જ તેમનાં પુત્રવધૂ પૂરબાઈ શેઠાણીને ફાળે
જાય છે. જ્ઞાતિ શિરોમણિને સાંસ્કૃતિક વારસે પૂરબાઈમાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
૧૬]
જ્ઞાતિ-શિરોમણિ દીપા એમ કહીએ તો પણ ચાલે. એમની પ્રેરણાથી જ નરસી શેઠના નામથી પછીનાં કાર્યો થયાં.
લોકસંગ્રહની અનુપમ કાર્ય–સૌરભથી જગતમાં અહેભાવ જગાડી જઈને જ્ઞાતિશિરોમણિ વિ. સં. ૧૮૯૯ ના માગસરની અમાવાસ્યા (તા. ૧૧–૧૨–૧૮૪૨)ના દિવસે ૬૯ વર્ષનું આયુ પાળીને મુંબઈમાં દેવગતિ પામ્યા. મુંબઈના આ નામાંકિત નાગરિકના માનમાં બધાં બારે બંધ રહ્યાં. જ્ઞાતિમાં તે અમાવાસ્યાની કાલિમા છવાઈ ગઈ
જ્ઞાતિમાતાના મસ્તકને આ અપાર્થિવ મૂર્ધન્ય મણિ આજે પણ તેજપુંજ વર્ષાવી રહ્યો છે. જ્ઞાતિશિરોમણિને અમૂલ્ય વારસે આજે પ્રત્યેક જ્ઞાતિજનોના હૃદયમાં ધબકી રહ્યો છે, એજ એમનું શાશ્વત સ્મારક છે. એક સમયે લગ્નપ્રસંગમાં ગવાતે “નરસી નાથાને લોકો આજે ઘણાના
સ્મરણમાં છે. ચરિત્રનાયક જ્યાં રહેતા એ વિસ્તારના હાર્દસમાં કથા બજારથી ભાતબજારના નાકા સુધીના માર્ગને “નરસી નાથા સ્ટ્રીટ” એવું નામાભિધાન પ્રાપ્ત થયું એ પણ જ્ઞાતિનું સૌભાગ્ય છે. ત્યાં ચરિત્રનાયકનું પૂરા કદનું બાવલું, જે અંગે વર્ષો પૂર્વે પ્રારંભિક સમજૂતિ પણ થઈ ગયેલ છે, તે મૂકવામાં આવે તે આ મહાપુરુષ પ્રત્યેનું ઋણ સ્વીકારવા જ્ઞાતિના આગેવાને કૃત સંકલ્પ છે-નગુણા નથી એવું લાગે. કિન્તુ ચરિત્રનાયક “જ્ઞાતિ મારે માટે શું કરશે?” એવી અપેક્ષાઓ રાખ્યા વિના, જ્ઞાતિ માટે પોતે જે કાંઈ કરી શકે તે બધું કરી છૂટીને વિદાય લઈ ગયા છે...નહિ, આપણાથી ઘણું ઘણું આગળ નીકળી ગયા છે !! જ્ઞાતિના આ અગ્રદૂતને કોટિ કેટિ વંદન !!
કે જ્ઞાતિજન. સાતિશિરોમણે
જ એમનું
પ્રસંગે
–અCShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ-મુકુટમણિ શેઠ કેશવજી નાયક
મુંજા ભા મેં જેડા કે ન થીએ?”—એવી પિરસ ચડાવે એવી ઉદાત્ત ભાવના સેવનાર કચ્છના ધન-કુબેર તરીકે પંકાયેલા શેઠ કેશવજી નાયકની જીવનગાથા સૌને હેરત પમાડે એવી રોમાંચક છે. સાધારણ સ્થિતિમાંથી આપબળે આગળ વધીને શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના તેઓ
મુકુટમણિ” બને અને જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથાની હરોળનું સર્વોચ્ચ સ્થાન મેળવે એ શું ઓછા આશ્ચર્યની વાત છે ?
વિ. સં. ૧૮૫૭ માં કચ્છના લાખણીઆ ગામમાં જન્મ. પિતા ગાંધી–મહેતા ગેત્રીય, દંડ શાખીય નાયક મણશી. માતા હીરબાઈ. વ્યવસાયે કૃષિકાર. લાખણીઆથી આ કુટુંબ કોઠારામાં આવીને વસ્યું. ચરિત્રનાયકની ઉંમર પાંચેક વર્ષની થઈ ત્યાં પિતાનું અવસાન થયું એટલે એમના લાલન-પાલનની જવાબદારી માતા પર આવી પડી, જે તેમણે મૂલ–મજૂરી કરીને બજાવી. બાળકનું મોસાળ પણ કઠારામાં હતું એટલે બાળકને ઓછું ન લાગે એ વ્યવહાર તેના પ્રત્યે બધેથી થતે. તે પહેલેથી જ ઘણે પ્રભાવશાળી હતે, ટેકીલે પણ એ જ. ચપળતામાં એક્કો!
એ અરસામાં કચ્છથી મુંબઈમાં વસવાટના પ્રવાહને પ્રારંભ થઈ ચુક્યો હતો. કચ્છી ભાટિયાઓ અને વણિકોએ મુંબઈમાં સારી સફળતા પ્રાપ્ત કરેલી, એટલે ત્યાં જવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
૨ ]
જ્ઞાતિ-મુકુટમણિ
આકર્ષણ સૌને રહેતું ચરિત્રનાયકના મામા નેણશી સવાણીને પણ મુંબઈએ મેહિની જગાડી, એટલે એમની સાથે દશેક વર્ષના બાળક કેશવજીએ પણ ત્યાં પ્રયાણ કર્યું. પહેલાં ત્યાં સૌ શ્રમથી પસીનો પાડીને પેટિયું રળતા, અને કમે કમે વ્યાપાર-સૂઝથી સફળતાનાં પગથિયાં ચડતા જતા. ચરિત્રનાયકના જીવનમાં પણ એવું જ ઘટના-ચક જોવા મળે છે.
નેણશી મામાના પુત્ર શિવજી તથા કેશવજીભાઈ અને સહાધ્યાયિઓ હતા. મહત્ત્વાકાંક્ષી પણ ઘણા જ આપબળે આગળ વધીને બેઉ શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના શેઠ નરશી નાથા સમેત પાંચ શેઠિયાઓમાં સ્થાન પામી શક્યા. એમની વચ્ચેનું આ સામ્ય બેંધનીય ગણાય. સાહસ, શૌર્ય અને ટેકીલાપણુમાં કેશવજીભાઈ શિવજીભાઈથી જુદા તરી આવતા અભ્યાસમાં પણ તેઓ સરસાઈ ભોગવતા. મામાએ શિવજી નેણશીના નામે સ્વતંત્ર પેઢી શરૂ કરતાં રાત્રે કેશવજીભાઈ તેમાં નામું કરે, દિવસે અભ્યાસ.
એક દિવસે શિવજીભાઈએ સારી પછેડી નિશાળમાં પહેરી આવીને કેશવજીભાઈને રફથી બતાવી. કેશવજીભાઈ કહે કે એમાં શું? આવતી કાલે એથી સારી પછેડી હું પહેરી આવીશ ! ઘેર આવીને તેણે મા પાસે પૈસાની માગણી કરી. પૈસા હોય તે મા આપેને! નિરાશ થઈને રાતે પેઢીમાં નામું લખવા ગયા તે શાહીને ડાઘ ચોપડા ઉપર પડ્યો. એટલે મામાએ પણ ઠપકો આપ્યો. એટલે બળતામાં ઘી હોમાયું. શાહીનો આખો ખડિયે જ ચોપડા ઉપર ઢળીને બાળક મામાનો દાદરે રફથી ઉતરી ગયો!!
જાવું ક્યાં ? સારી પછેડી ખરીદ્યા સિવાય નિશાળમાં પણ જઈ શકાય એમ ન હતું. અંતે આપઘાત કરવાને દઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
શેઠ કેશવજી નાયક
[ ૩ નિશ્ચય કરીને તેણે દરિયાને રસ્તે લીધે. કિનારે પહોંચે તો દરિયામાં ઓટ હતી ! ભરતીની વાટ જોતો તે રેતી ઉપર જ સૂઈ ગયો.
બીજે દિવસે વહેલી સવારે ભાટિયા કેમના નબીરા દેવજી શિવજી ઝવેરીએ તેને જગાડ્યો અને ખજૂરનું વહાણ ખરીદવા તેને કહ્યું ત્યારે બાળકના અચંબાને પાર ન રહ્યો. તેણે પોતાની આપવીતી શેઠને કહી સંભળાવી. તો શેઠ કહે પૈસાની ફિકર કરતે નહિ. હું બેઠો છું.”
બનેલું એમ કે દેવજી શેઠને વ્યાપારમાં નફો ન થત હોવાથી તેમણે પ્રસિદ્ધ તિષી પાસેથી જેશ જેવડાવેલું. તે અનુસાર જાણવા મળેલું કે તેમને પિતાને નામે વેપાર કરવાથી નફે થશે નહિ, કિન્તુ અમુક દિવસે, અમુક સમયે દરિયા કિનારે એક છોકરો મળશે. તેના નામે વેપાર કરવાથી ઘણે લાભ થશે આમ તેમને ચરિત્રનાયક સાથે ભેટો થઈ ગયે. અને એમના ભાગ્યને દરવાજે એકાએક ઉઘડી ગયે.
વિલાયત જતું વહાણુ સફર રદ થતાં મુંબઈના બારામાં લાંગરેલું. તેમાં ભરેલા ખજૂરનું લિલામથી વેંચાણ થવાનું હતું. દેવજી શેઠના સૂચનથી કેશવજીભાઈએ માલ ખરીદી લીધે. તેના વેચાણથી એમને આઠેક હજાર રૂપી આને નફે થયે, જે બેઉએ વહેંચી લીધો. આ રીતે ચરિત્રનાયકના ભાગ્યરવિને ઉદય થયે અને તેઓ કેશામાંથી કેશવજી શેઠ થયા.
એ પછી તેઓ જેતશી જીવરાજ તેરાવાળા તથા ગુર્જર દેવજી શેઠના ભાગીદાર થયા અને સારી પૂંજી જમાવી. વિ. સં. ૧૯૦૦ માં તેઓ તથા ઘેલાભાઈ પદમશી, શેઠ શિવજી નેણશીની પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા. પેઢીનું સુકાન કેશવજી શેઠે પોતાના હાથમાં લીધું અને તેની આંટ–પ્રતિષ્ઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
મળતા
ઈ
ચલતે
જ્ઞાતિ-મુકુટમણિ ખૂબ જમાવી. આ રીતે ભાગ્યે યારી આપતાં તેઓ સફળતાનાં પગથિયાં ઝડપભેર ચડતા ગયા.
વિ. સં. ૧૮લ્પ માં કેશવજી શેઠ સુથરીના વેરશી પાસુનાં બહેન પાબુબાઈ સાથે પરણ્યા. માંકબાઈ એમનાં દ્વિતીય પત્ની હતાં. એ પછી તેઓ વીરબાઈ સાથે લગ્નપ્રન્થિથી જોડાયા. પાબુબાઈથી વિ. સં. ૧૯૦૦ માં પુત્રી તેજબાઈ અને વિ. સં. ૧૯૦૩ માં નરશીભાઈને જન્મ થયે. માંકબાઈએ ત્રીકમજીને જન્મ આપે, જે અલ્પજીવી થયે. વીરબાઈ સાથે શેઠને ઝાઝો મનમેળ રહ્યો નહિ.
કેશવજી શેઠની દીર્ધદષ્ટિથી વિ. સં. ૧૯૦૯માં ચીનના હોંગકૅગ બંદરમાં તથા આફ્રિકામાં પિઢીઓની સ્થાપના થઈ. ચીન સાથે અફીણનો વેપાર ધમધોકાર ચાલતું. ત્યાંના પ્રતિનિધિ હતા જા પીરભાઈ ખાલેકદીના. શેઠના ઘણા જ વિશ્વાસપાત્ર માણસ. આ પેઢીની ચડતીથી કેટલાક વિધનસંતોષી ખેજાઓની આંખમાં ઝેર રેડાયું. તેમણે પેઢીને જફા પહોંચાડવા પોતાની બહુમતિના જોરે જયંત્ર રચ્યું, જેના પ્રત્યાઘાત રૂપે મુંબઈમાં જાઓ અને વાણિયાઓ વચ્ચે વિ. સં. ૧૯૧૦ માં હુલ્લડ ફાટી નીકળ્યું. ત્રણ દિવસ સુધી ખેજા ગલીમાં હાહાકાર મચી ગયો. એ વખતે લુહાણે ખટો મડાઈ માંડવીલત્તાનો દાદા કહેવાતા. પિતાના પાંચસો સાગરીતે સાથે તેણે જાગલીમાં ત્રાસનું સામ્રાજ્ય વર્તાવ્યું. કહેવાય છે કે કેશવજી શેઠની પ્રેરણાથી આ થયું. અંતે ખેજા આગેવાન ધરમશી પૂજાએ બેઉ જ્ઞાતિનું માન જળવાય એ રીતે કેશઘજી શેઠ સાથે સમાધાન કર્યું અને મામલો થાળે પડ્યો
એ અરસામાં વિલિયમ નીકલની કંપની રૂના વ્યાપારની આગેવાન પેઢી ગણાતી. તેના ભાગીદાર જહેન ફલેમીંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
[ ૫
શેઠ કેશવજી નાયક સાથે શેઠને અંગત મિત્રી, એટલે તેની મુકાદમીનું કામ શિવજી નેણશીની પેઢીને મળી શકેલું. એ અગાઉના મુકાદમ ભાટીઆ ઉકેડા કાઠ શેઠને પુત્રવત્ ચાહતા એટલે આ ફેરફારને તેમણે વિરોધ કરેલે નહિ. આ મુકાદમીથી શિવજી નેણશીની પેઢી કચ્છી પેઢીઓમાં શિરમોર ગણાઈ. એની સમૃદ્ધિ અનેકગણું વધી. દુર્ભાગ્યે શેઠને અન્ય ભાગીદાર ઘેલાભાઈ પદમશી સાથે મતભેદ પડતાં તેઓએ છૂટા થઈને વિ. સં. ૧૯૧૭ માં નરશી કેશવજીના નામથી સ્વતંત્ર પેઢી સ્થાપી. બન્યું એમ કે શિવજી નેણશીની પેઢી સાથેનો બધો જ વેપાર આ પેઢીના હાથમાં આવી ગયે, નીકલ કંપનીની મુકાદમી પણ. પરિણામે શિવજી નેણશીની પેઢીનાં વળતાં પાણી થયાં, અને નરશી કેશવજીની પેઢીમાં સમૃદ્ધિની ભરતી આવી! આ પેઢીની ઉન્નતિ સાથે જ્ઞાતિએ આબાદીને સુવર્ણકાળ મા. કચ્છી પ્રજાને ગૌરવ પ્રાપ્ત થયું. કેશવજી શેઠની ગણના કરોડપતિ તરીકે થઈ. - ઈ. સ. ૧૮૬૨ માં અમેરીકામાં લડાઈ ફાટી નીકળતા રૂના ભાવ આસમાને ગયેલા. કમાઈ લેવાના પ્રલેશનથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ વેંચી દીધેલું! એ વર્ષે નાણાનો મૂશળધાર વરસાદ વરસ્યો મુંબઈને ઝગમગાટ પરાકાષ્ટાએ પહોંચેલે નાણાંની રેલમછેલ થતાં બેન્ક, ફાઈનેન્સીઅલ કેરપિરેશન વગેરેને પણ રાફડો ફાટ્યો. કેશવજી શેઠે આ ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું. તેમણે સ્થાપેલી સંસ્થાઓ આ પ્રમાણે છેઃ (૧) બેન્ક ઓફ ઈન્ડીઆ લિ. (૨) બબ્બે ટ્રેડીંગ એન્ડ બેન્કીંગ એસેસીએશન લિ. (૩) ઈસ્ટ ઈન્ડીઆ બેંક લિ. (૪) ઈસ્ટર્ન ફાઇનેન્સીઅલ એસેસીએશન (૫) એલ્ફીન્સ્ટન લેન્ડ એન્ડ પ્રેસ કુ. વગેરે. આ નાણાંકીય સંસ્થાઓએ વ્યાપાર-ઉદ્યોગને ઘણું પ્રેત્સાહન આપ્યું, તેમ જ દેશમાં પાયાના ઉદ્યોગે
સ્થાપવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ-મુકુટમણિ એ અરસામાં કાપડ મિલોની સ્થાપનાના શ્રી ગણેશ થયા. આ ઉદ્યોગે આજે પ્રગતિની હરણફાળથી દેશના પ્રમુખ ઉદ્યોગોમાં પિતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જેના પપ્નદષ્ટાઓમાં કેશવજી શેઠ પણ એક હતા. સૌ પ્રથમ મંગળદાસ નથુએ બેએ યુનાઈટેડ મિલ્સ સ્થાપી. બીજી, રયલ મિસ દીનશા માણેકજી પીટીટે અને બમનજી હારમસજીએ કેશવજી શેઠના ભાગમાં ઊભી કરી. એ પછી ત્રીજી, નરશી સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલ્સ લિ. કેશવજી શેઠના પુત્ર નરશી શેઠે રૂપીઆ પાંચ લાખથી શરૂ કરી, જે આજે ન્યુ કેસરે હિન્દુ મિકસના નામે ચાલે છે. જોકે મિલના કર્મચારીઓ તે આજે પણ તેને નરશી મિકસ તરીકે જ ઓળખાવે છે! એ પછી પ્રીન્સ ઓફ વેલ્સ, એલેકઝાન્ડા, કોલાબા, ફલેમીંગ વગેરે મિલે સ્થપાઈ. આ બધી મિલેની વિકાસ કૂચમાં પણ કેશવજી શેડ તથા નરશી શેઠને ગણનાપાત્ર હિસ્સો હતો. આ રીતે ભારતના એક આગેવાન ઉદ્યોગની સ્થાપનામાં એમને પુરુષાર્થ મુખ્ય હેઈને તેની તવારીખમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાયેલું રહેશે.
કેશવજી શેઠ મુંબઈના મોટા જમીનદાર પણ ગણાતા. મુંબઈની વિશાળ જમીનના તેઓ માલિક હતા. ઉમરખાડીની પછવાડેને ભાગ એમની માલિકીનો હતો. એમના પુત્ર નરશી શેઠના નામ પરથી એ વિસ્તાર હાલમાં પણ “નરસંગપુરા”ના નામથી ઓળખાય છે. એમની જ્ઞાતિના અન્ય શેઠ જીવરાજ રતનશીન બંધુ ભીમશી રતનશીના નામ પરથી ડુંગરી સ્ટ્રીટહાલમાં શયદા માર્ગનો વિસ્તાર ભીમપુરાના નામે આજે પણ ઓળખાય છે. આ પરથી જાણી શકાશે કે કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિનાં મૂળ મુંબઈમાં કેટલાં ઊંડા હતાં. તેમણે મુંબ
ઈને પારકો પ્રદેશ કદિ પણ ગણ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
નાના ભાર છે
શેઠ કેશવજી નાયક
કેશવજી શેઠ નીકલ કંપનીના ભાગીદાર હતા તે વખતે કલેર, કર્નાક, મછિદ, એલફિન્સ્ટન વગેરે બંદરે તથા વિશાળ જાગીરો એમના હસ્તક હતાં. સરકારે ખાનગી બંદરોને વહીવટ પોતાના હસ્તક લઈ લેવાને ઠરાવ કરતાં મુંબઈના ગવર્નર સર સાઈમુર ફિટ્ઝજીરાડે એ સંબંધમાં પત્ર લખીને કેશવજી શેઠની મુલાકાત માગેલી. શેઠે દાણા બંદરમાં કલાઈવ રોડ પર આવેલા પિતાના બંગલાથી ઠેઠ મસ્જિદ બંદરના પૂલ સુધી વિશાળ મંડપ બંધાવીને ગવર્નરનું શાનદાર સ્વગત કરેલું. ગવર્નર તે એમનો વૈભવ જોઈને ચકિત થઈ ગયેલું.
વાટાઘાટો સફળતામાં પરિણમતાં ગવર્નર ઘણે પ્રસન્ન થયેલે. સરકાર પ્રત્યે મૈત્રીપૂર્ણ વર્તાવ દર્શાવવા માટે શેઠને સરકાર તરફથી જરિયન તૂરો એનાયત થયેલે. કચ્છી નાગરિકમાં જે. સી. નું પદ મેળવનારાઓમાં તેઓ પહેલા જ હતા. શેઠ પાસે ચાર ઘોડાની ગાડી હતી તેણે તે મુંબઈમાં કુતૂહલ સજેલું. આવી બીજી ગાડી માત્ર સર કાવસજી જહાં ગીર પાસે જ હતી. એ વખતે મેટી મેટી વ્યક્તિઓનું સ્વાગત કરવા માટે આ ગાડીને ઉપયોગ થતો હેઈને તે વખતની મુંબઈની તવારીખેમાં કેશવજી શેઠની ચાર ઘેડાની ગાડી, તેને અંગ્રેજ કોચમેન, વિશાળકાય શેઠને નિહાળવા એકત્રિત થતો જનસમુદાય વગેરે વિશે રસપ્રદ વર્ણન મળે છે. એવી લોકવાયકા પણ પ્રચલિત હતી કે શેઠની ગાડી ઉંમરખાડી જેલ પાસેથી પસાર થાય ત્યારે જે કઈને ફાંસીની સજા અપાતી હોય તે તે રદ કરવી એ મુંબઈ સરકારે હુકમ કર્યો હતો. જૂના મુંબઈના સંભારણમાં આવી અનેક વાતે સંગૃહીત છે !
એ વખતે મુંબઈ સુધરાઈનો વહીવટ સરકાર તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હતા
અને આ વખતે પગ
Page #365
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિ-મુકુટમણિ નિમાયેલી જસ્ટીસીઝ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તથા તેમના પુત્ર નરસી શેઠ ચાલુ નિમાયેલા સભ્ય હતા. એમની જ્ઞાતિના અન્ય સભ્ય હતા શેઠ વેલજી માલુ. મુંબઈના સર્વાગી વિકાસમાં શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિને ફાળે કેટલું મહત્ત્વપૂર્ણ હશે તેને ખ્યાલ ઉક્ત નિમણુંક દ્વારા મળી શકશે. મુંબઈની આગેવાન જ્ઞાતિઓમાં એ જ્ઞાતિ હતી એવા કીંમતી ઉલેખે તત્કાલીન ગ્રન્થરત્નમાંથી પ્રચુર પ્રમાણમાં મળી આવે છે, જેની પીઠિકામાં કેશવજી શેઠના એનેકવિધિ કાર્યો હતો તેની કોણ ના પાડી શકે? મુંબઈ સુધરાઈએ શેઠની ઉમદા સેવાઓના ઉપલક્ષમાં કુવારાથી ઠેઠ ટ્રામ સુધીના અગત્યના વિશાળ માર્ગનું શેઠ કેશવજી નાયક રેડ” એવું નામાભિકરણ કરીને એમની સ્મૃતિ જીવંત રાખી છે.
શેઠનાં ધર્મસ્મારક, જેમાં કોઠારાનું ભવ્ય જિનાલય, શ્રી શત્રુંજયગિરિ ઉપરની બે ટૂંકે, પાલિતાણનું જિનાલય તથા ધર્મશાળા વગેરે મુખ્ય છે, તેઓ તેમની વ્યાપક ધર્મપ્રવૃત્તિનાં અનેક સંભારણાં રજૂ કરે છે. એમણે કરાવેલી અંજનશલાકા તે એમની કારકિર્દીમાં યશ-કલગી ઉમેરે એવી ગરિષ્ટ છે. જૈન સંઘ કેશવજી શેઠનાં સુકૃત્ય માટે મગરૂબી લે છે. અહીં તે એની આછી રૂપરેખા જ પ્રસ્તુત છે.
વિ. સં. ૧૯૧૪ માં કેશવજી શેઠે શેઠ શિવજી નેણશી તથા શેઠ વેલજી માલ સાથે તેમના વતન કોઠારામાં ભવ્ય - જિનપ્રાસાદ નિર્માણ કરવાની યોજના ઘડી અને તેનું કામ તડામાર શરૂ કરાવ્યું. કચ્છ-સાભરાઈને સલાટ નથુ એ બેનમૂન કલા-સ્થાપત્યને સૂત્રધાર હતું. તેના માર્ગદર્શન હેઠળ
સેંકડે કુશળ કારીગરેએ સતત ચારેક વર્ષની જહેમત બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જ શેઠ શેઠ શિવ
માહુ સાથે
જિનપ્રાસાદ
Page #366
--------------------------------------------------------------------------
________________
શેઠ કેશવજી નાયક શિલ્પકળાથી સમૃદ્ધ મેરુપ્રભ જિનાલયનું સર્જન કર્યું. કચ્છી સ્થાપત્યવિદોનું એ મહત્ત્વાકાંક્ષી સર્જન ગણાયું. કલાવિ શારદાએ તેને અમદાવાદના સુપ્રસિદ્ધ જિનાલયની હરોળનું ગયું. કઠારાની મૂર્તિમંત કીર્તિકથા સમું આ જિનાલય યાત્રિકે માટે અબડાસાની પંચતીર્થીનું અગત્યનું સ્થાન બન્યું.
વિ. સં. ૧૯૧૮માં તેની પ્રતિષ્ઠા પ્રસંગે ત્રણે શ્રેષ્ઠીવર્યો મુંબઈથી શ્રી શત્રુંજયને વિશાળ તીર્થ–સંઘ કાઢીને કેડારા પધારેલા. માઘ શુદિ ૧૩ ને બુધવારે અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિના ઉપદેશથી યાદગાર પ્રતિષ્ઠા સંપન્ન થઈ. કેશવજી શેઠે મૂલનાયક શ્રી શાંતિનાથપ્રભુના બિંબને બિરાજિત કરાવ્યું. આ પ્રસંગે આઠ દિવસને મહત્સવ થયે, તથા પ્રસંગચિત જ્ઞાતિમેળે પણ જાયે.
ઉપર્યુક્ત સંઘ વખતે કેશવજી શેઠ પાલિતાણામાં પધારેલા ત્યારે જ તેમણે નિર્ધારેલાં જિનાલયે, ધર્મશાળા આદિનું ખાતમુહૂર્ત સ્વહસ્તે કરીને તેનું કામ પણ ત્વરાએ શરૂ કરાવી દીધેલું. ચારેક વર્ષોમાં તે મોટા ભાગનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું. એટલે તેની પ્રતિષ્ઠા-પ્રસંગે કેશવજી શેઠે વિશાળ સંઘ સહિત મુંબઈથી પ્રયાણ કર્યું. સંઘપતિ શેઠ ખીમચંદ મેતીચંદ કેશવજી શેઠને તિલક કરીને એમનું બહુમાન કર્યું.
ભાવનગરમાં સંઘ દરિયા-માગે પધાર્યા ત્યારે મહારાજા જશવંતસિંહે તેનું સામૈયું કર્યું. પાલિતાણામાં મહારાજા સૂરસિહે સંઘને દબદબાપૂર્વક સત્કાર કર્યો. સૂરસિંહ જેનસંઘ સાથે ઉગ્ર ઘર્ષણમાં ઉતરેલે, છતાં કેશવજી શેઠ સાથેની અંગત મિત્રીને લીધે આ પ્રસંગે તેણે રાજ્ય તરફથી બનીને બધે સહકાર આપેલ.
કવિ રત્નપરીક્ષકે આ ઐતિહાસિક પ્રસંગને અંજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
જ્ઞાતિ–મુકુટમણિ શલાકા રાસમાં આબેહૂબ મઢી લીધો છે. તેઓ વર્ણવે છે કે સંઘમાં એકાદ લાખ યાત્રિકે સામેલ હતા. હાથી, ઘેડા, પાલખી વગેરે અસંખ્ય હતા. અંચલગચ્છાધિપતિ સમેત સાતસે સાધુ-સાધ્વીઓને સમુદાય એ પ્રસંગે ઉપસ્થિત રહેલો. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ માટે કે કચ્છી પ્રજા માટે જ નહિ, કિન્તુ સમગ્ર જૈન સમાજ માટે આ સંઘ તથા અંજનશલાકા-પ્રસંગ શવતિ ઘટના ગણાય છે.
વિ. સં. ૧૯૨૧ માં માઘ શુદિ ૭ ને ગુરુવારે રત્નસાગરસૂરિજીએ સાત હજાર જિનબિંબની પ્રાણ-પ્રતિષ્ઠા કરી. બાર દિવસ સુધી આ પ્રતિષ્ઠા-મહોત્સવ અપૂર્વરીતે ઉજવાયે. પાલિતાણામાં આટલે વિશાળ માનવ-મહેરામણ આ પહેલાં કે પછી પણ ક્યારેય નહિ ઉભરાણ હોય!
માઘ શુદિ ૧૩ ને બુધવારે ગિરિરાજ ઉપર નરશી કેશવજીની ટૂંકમાં મૂલનાયક શ્રી અભિનંદન સ્વામી તથા પાલિતાણાની ધર્મશાળાના જિનાલયમાં ચૌમુખ જિનબિંબ સહિત અનેક જિનબિંબને બિરાજિત કરવામાં આવ્યાં. કેશવજી નાયકની ટૂંકનું કામ પૂર્ણ થયું ન હોવાથી તેના પ્રતિષ્ઠા પાછળથી વિ. સં. ૧૯૨૮ માં થયેલી.
પાલિતાણાની ઉક્ત પ્રતિષ્ઠામાં કેશવજી શેઠે પંદર લાખ રૂપીઆ ખર્ચા. આ પ્રસંગની યાદીમાં શેઠ આણંદજી કલ્યાસુજીની પેઢીમાં એક લાખ રૂપીઆ સાધારણ ખાતામાં ભરીને સૌને દંગ કરી દીધેલા ! આવા દરિયાવદિલના મહાપુરુષને લેકે ભૂલી શકે ખરા?
ત્યાંથી શેઠ ગિરનારજીની યાત્રાએ સંઘસહિત પધાર્યા. ત્યાંનાં જિનાલયે ખુલ્લાં હેઈને એમણે કેટ બંધાવી આપે.
વિ. સં. ૧૯૩૨ દરમિયાનમાં ત્યાં થયેલાં જીર્ણોદ્ધારનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આ પ્રસારિકામાં કેશવ
થજીના
Page #368
--------------------------------------------------------------------------
________________
શેઠ કેશવજી નાયક
[ ૧૧
કાર્યોમાં એમણે રૂા. ૪૫૦૦૦) ખરચ્યા, જેમાં સૂરજકુંડનો ઉદ્ધાર મુખ્ય છે. શેઠે ત્યાં એક બંગલે પણ બંધાવેલે. ત્યાંથી અમદાવાદ થઈ સંઘ મુંબઈ પધારેલે. - અમદાવાદના રેકાણ દરમિયાન આણંદજી કલ્યાણજીની પિઢીમાં મુંબઈના સંઘ તરફથી એમની જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળ્યું, જે કેશવજી શેઠના પૌત્ર જેઠાભાઈએ ઠેઠ સુધી ભગવ્યું. એ પછી નલીયાના રાયમલ હીરજી નાગડા ટ્રસ્ટી નિયુક્ત થયેલા.
વિ. સં. ૧૯૩૧ માં શેઠે શ્રી સમેતશિખર તીર્થમાં શ્રી કુંથુનાથ તથા શ્રી ધર્મનાથ પ્રભુની કુલિકાઓને જીર્ણો. દ્ધાર કરાવ્યા. તેમણે કેશરિયાજી તીર્થસંઘ પણ કાઢેલે. વાલકેશ્વરમાં પિતાના બંગલામાં જિનાલય બંધાવેલું જે હજી મેજુદ છે. ભાવનગરમાં શ્રી ગેડીજ જિનાલયમાં ગણધર મંદિર બંધાવ્યું. માટી ખાવડીમાં વિશાળ જમીન મેળવીને વિ. સં. ૧૯૩૨ માં ગૃહચૈત્ય તથા ઉપાશ્રય બંધાવ્યાં. આકલામાં જિનાલય માટે જમીન ખરીદી આપી. મહારાવની સહાયતાથી જશાપુર ગામ ખરીદીને ત્યાં જ્ઞાતિબંધુઓ માટે રહેઠાણ તથા વિ. સં. ૧૯૩૨ માં શ્રી આદિનાથ જિનાલય બંધાવ્યાં. સુથરીમાં મહાજનવાડી બંધાવેલ. એમની આર્થિક સહાયથી પાલિતાણામાં ગૌશાળા તથા ગિરિરાજ ઉપર વલ્લભકુંડ સ્થપાયાં. એમનાં પત્ની વીરબાઈએ ત્યાં વીરબાઈ જૈન પાઠશાળા, જિનાલય તથા ગ્રન્થભંડાર આદિની સ્થાપના કરી.
શેઠના પુત્ર નરશીભાઈ ભારે પ્રતાપી પુરુષ હતા. તેમનાં પત્નીનું નામ રતનબાઈ. તેમને આ પ્રમાણે પુત્રો હતાઃ (૧) શામજી (૨) જેઠાભાઈ (૩) મુલજી (૪) જીવરાજ અને (૫) બાબાભાઈ શામજી શેઠની પુત્રી જમનાબાઈ શેઠ ભાણજી જેઠાને પરણું જેમના તરફથી ભાણજી જેઠાના પુણ્યાર્થે ભાંડુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
જ્ઞાતિ-મુકુટમણિ પની સેનેટરીની જમીન શ્રી કરછી દશા ઓશવાળ જૈન જ્ઞાતિને અર્પણ થયેલ.
નરશી શેઠની સામાજિક કારકિદી અજોડ હતી. તેમને જમાના અનુસાર સારી કેળવણી પ્રાપ્ત થયેલી, તેમ જ તેઓ મુંબઈના ઉચ ઘરાનાઓના સંપર્કમાં હેઈને પિતાની જ્ઞાતિ ગતિશીલ પરંપરા અપનાવે એ જેવા તેઓ ઘણું મથ્યા અને પ્રતિકિયાવાદી બળે સામે જીવનભર ઝઝૂમ્યા. બાળલગ્ન અને કન્યાવિકય સામે તેમણે પ્રચંડ ઝૂંબેશ ઉપાડેલી, જેમાં તેઓ સફળ થયા. જ્ઞાતિમાં કેળવણી અને સુધારાની હવા ફેલાવવા માટે તેમણે આદરેલે પુરુષાર્થ જ્ઞાતિની તવારીખમાં સુવર્ણ ફરે નેંધાશે. એમના સમયમાં રાજગોર બ્રાહ્મણને વિખ્યાત કેસ ચાલતે હતે જ્ઞાતિબંધુઓની લાગણી એવી હતી કે રાજગેર બ્રાહ્મણ મહાજનવાડીમાં ન જમે. પરંતુ કેટલાક શેઠિયાઓ રાજગોર બ્રાહ્મણના પક્ષકારે હતા, એટલે કેાઈનું કાંઈ ચાલે એવું ન હતું. નરશી શેઠે શેઠિયાઓને પડકાર ફેંક્યો. અને રાજગોર બ્રાહ્મણોને અઘટિત ભાર તેમણે જ્ઞાતિ ઉપરથી કઢાવી નાખે. આ કેસમાં કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક શેઠપક્ષ, બીજે મહાજનપક્ષ. શેઠપક્ષના અગ્રેસર હતા શેઠ હરભમ નરશી નાથા. મહાજન-પક્ષના કર્ણધાર બન્યા શેઠ નરશી કેશવજી નાયક. મહાજનપક્ષે ફેકેલા બધા પડકારોમાં શેઠપક્ષ આરોપીના પાંજરામાં મૂકાઈ ગયો! એનું મુખ્ય કારણ હતું નરશી શેઠને અદમ્ય જુસ્સ તદુપરાંત તેઓ અસરકારક વક્તા પણ હતા. જ્ઞાતિને
ગ્ય સમજણ આપવાની તથા તેને અમુક વિચાર પર લાવવાની તેમનામાં અદ્દભૂત શક્તિ હતી. બે–ચાર શેઠિયાઓને નિર્ણય એટલે સમગ્ર જ્ઞાતિનો નિર્ણય નહીં એ બુલંદ નારે
તેમણે ઉઠાવેલ. જ્ઞાતિ-મહાજનની કાર્યવાહીમાં લોકશાહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
શેઠ કેશવજી નાયક
[ ૧૩
રસમોને સૂત્રપાત કરનાર તથા જ્ઞાતિના પહેલા બંધારણીય પ્રમુખ તરીકે નરશી શેઠ જ્ઞાતિની તવારીખમાં ગૌરવભર્યું સ્થાન પામ્યા છે. શેઠિયાઓની સામે હરફ ઉચ્ચારનાર જ્ઞાતિ બહાર મૂકાતે અથવા તે “કમિટિ નીમે” એવું બોલનાર દંડાતે એવા યુગના તખ્તા પર નરશી શેઠના વિરલ પુરુષાથથી કાયમ માટે પડદો પડી ગયે! તા. ૧૨-૬-૧૯૦૦ ના દિને એમનું પૂના ખાતે નિધન થયું.
એમના પુત્ર શેઠ જેઠાભાઈએ જ્ઞાતિના અનુગામી પ્રમુખ તરીકે નરશી શેઠની ઉચ્ચ પરંપરા જારી રાખી અને એમનાં અધૂરાં કાર્યો પૂર્ણ કર્યા. જેઠાભાઈ શેઠના પુત્ર નાયક શેઠ પણ હાલમાં જ્ઞાતિકાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લઈ રહ્યા છે. આ રીતે કેશવજી શેઠની ઝિંદાદિલી એમના વંશ–વારમાં ઉતરેલી જણાય છે.
કેટલાક ગ્રન્થનું તારણ પણ અહીં પ્રસંગોચિત લેખાશેઃ
શેઠ કેશવજી નાયકના શરીરને બાંધે કદાવર અને ચહેરો બહુ મોટો અને ભરાવદાર હતે. માથા ઉપર તેઓ ચાંચવાળી પાઘડી ઘાલતા અને હમેશાં ચાર ઘોડાની ગાડીમાં બેસતા. ગાડીને સાઈસ પાવાળે હતે. એક વખત તેઓશ્રી વાલજી વદ્ધમાન નામના સંબંધીને ત્યાં ગયા હતા. તે વખતે બેસવા સારુ તેઓશ્રી માટે સારામાં સારી મજબૂત ખુરશી હાલમાં ગોઠવેલી હતી તેઓશ્રી ૩૦૦ ઉપરના રતલના બેઠા કે ખુરશીના ફુરચા થઈ ગયા.” (“હિલેળા')
નરશી કેશવજીની પેઢી વિ. સં. ૧૯૩ માં રૂ અને અફીણના મોટા સટ્ટામાં નાદાર સ્થિતિમાં મૂકાઈ ગયેલી. મિલેનાં નાણુને ધંધામાં ઉપયોગ કરતાં તેના શેરહોલ્ડરોએ
દા માંડે. એટલે કેશવજી શેઠને કોર્ટમાં જુબાની આપવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
જ્ઞાતિ-મુકુટમણિ જવાનું થયેલું. તેમના શરીરને બાંધે એટલે જમ્બર કે તેઓ કેર્ટના ઉપલા મજલે ચડી શક્યા નહિ અંતે સેંયતળિયે એમના માટે ખાસ કેટ બેસાડવી પડેલી!
તે વખતે માંડવી લત્તામાં રૂના વેપારીઓ પાસે લક્ષ્મીની રેલમછેલ હતી અને બે ઘડાની ગાડીઓ પણ એ લત્તામાં સારા પ્રમાણમાં નજરે પડતી. આવા શ્રીમતમાં શ્રી કેશવજી નાયક અગ્રપદે લેખાતા અને કરોડાધિપતિ ગણાતા. શેઠશ્રી કેશવજી નાયક પિતાના નેપિયન્સી રોડ ઉપર આવેલા બંગલામાંથી ચાર ઘેડાની ગાડીમાં માંડવી પર પોતાની દુક ને આવજા કરતા. ગાડીને કેચમેન સાઈસ અંગ્રેજ ટપાવાળ હતા. શેઠશ્રીના શરીરને બાંધે ઘણે મોટો હતો. લોકો તેમને જેવા રસ્તે ઊભા રહેતા. તેમણે નરશી નાથા સ્ટ્રીટ તથા ચિચબંદર રેડ (હવે કેશવજી નાયક રેડ) ના ત્રિભેટા પર રૂા. ૨૩૦૦૦) જેટલી સારી રકમ ખરચીને પાણીને ફુવારો તથા હવાડે બંધાવ્યાં અને મ્યુનિસિપાલિટીને સુપ્રત કર્યા.”
“કુવારાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું તે દિવસે (તા. ૮-૧-૧૮૭૬) કચ્છ, કાઠિયાવાડના રાજા મહારાજાઓ, મુંબઈના ગવર્નર (વુડ હાઉસ), યુરોપિયન વેપારીઓ તથા મુંબઈના તમામ આગેવાન વેપારીઓ અને સજ્જનેની ખૂબ ગીરદી જામી હતી. પરિણાઓને બેસવા ફુવારાથી લઈ મજીદના પૂલ સુધી શમિયાણે બાંધવામાં આવ્યું હતું, અને તેને ખુબ શણગારવામાં આવ્યો હતો.” (“જૂનું મુંબઈ')
ચીન ખાતેની પિઢીના પ્રતિનિધિ બેસતા વર્ષે આશિર્વાદ લેવા આવેલા ત્યારે કેશવજી શેઠે તેમને “અચો! પીરભાઈ શેઠ અચે !!” એમ ઉદ્ગારીને સત્કારેલા. પીરભાઈને “શેઠ”
સંબોધનથી મશ્કરી જેવું લાગેલું, પણ શેઠે દિલ ખોલીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ચી ખાતેની પાસે તેમને ભાઈને છે
Page #372
--------------------------------------------------------------------------
________________
શેઠ કેશવજી નાયક
[ ૧૫
ખરી વાત જણાવી ત્યારે તેમની આંખમાંથી હર્ષાશ્રુઓ ટપકી પડ્યાં! શેઠે તેમની વફાદારીના બદલામાં અંગત રીતે તેમને ભાગ નક્કી કરી રાખેલે, જે અનુસાર ત્રણેક લાખ રૂપીઆ જેટલી રકમ તેમના નામે જમા હતી ! પીરભાઈએ મૃત્યુ પર્યત કેશવજી શેઠ પ્રત્યે નિષ્ઠાપૂર્વક વફાદારી બજાવી અને પોતાના પુત્ર જેરાજભાઈ પાસેથી પણ એવી વફાદારી બજાવવાનું વચન લીધેલું!
કોઠારાના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે કેશવજી શેઠનું હૃદયસ્પર્શી સામૈયું થયેલું. વિશાળ જનસમુદાય સહિત તેઓ ગામ ભણું વાજતે ગાજતે પધારતા હતા. એ વખતે એમનો એક લંગોટીઓ મિત્ર વાડામાં છાણું થાપતાં એમને જોઈ ગયે અને હર્ષાવેશથી ઉગાર્યો: “એય ભેંસા કેશા!” શેઠે પણ એને નજીક આવતે જોઈને આત્મીય ભાવે ઉગાર કાઢવ્યો અને બેઉ લંગોટી આ મિત્રે ભાવથી એકબીજાને ભેટી પડ્યા ! એક હતે કચ્છનો ધનકુબેર, બીજે હતે કચ્છને રંક! પિતાના રેશમી રૂબાબદાર વ પર પડેલા છાણના ડાઘ શેઠને પિતાનું બાળપણ યાદ દેવડાવ્યું અને એમની આંખે દ્રવી ઉઠી !
કેશવજી શેઠ અંજનશલાકા પ્રસંગે મેટા સંઘ સાથે પાલિતાણામાં પધારેલા એ વખતનો એક પ્રસંગ આ પ્રમાણે સંભળાય છે. આ એતિહાસિક પ્રસંગે અંચલગચ્છાધિપતિનું શાનદાર સ્વાગત થશે એવા વિચારે તે દ્વેષથી કેટલાક વિઘ સંતોષીઓએ એક ષડ્યુંત્ર ગોઠવ્યું. અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિજી પધારે ત્યારે તેમના ઉપર ધરાતે મેઘાડંબર છત્ર પાલિતાણા-નરેશે એવું કહીને ઉતરાવવો કે “ભારતના સમસ્ત જૈનેનું મહાન શાશ્વત તીર્થ મારા રાજ્યમાં છે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
જ્ઞાતિ-મુકુટમણિ જેનેની દષ્ટિએ અને સંબંધથી ભારતના તમામ રાજાએથી હું મોટો છું. મેઘાડંબર છત્ર ફક્ત રાજવંશી મહાપુરુષોને ધરાય અને સિદ્ધક્ષેત્રમાં તે અધિકાર એકલા મને જ છે.” આ યંત્રની સામે કેશવજી શેઠે વાણટંકાર કર્યો કે “હું જોઉં છું કે મારા શિરછત્રના શિર પરથી મેઘાડંબર છત્ર કેણ ઉતારે છે!” એમની નિડરતા અને હિમ્મત જોઈને આખું કાવતરું નિષ્ફળ નિવડેલું. આવા ભડવીર પુરુષ માટે કેને અભિમાન ન હોય?
આવા હેરત પમાડે એવા પ્રસંગોની વણજાર વિ. સં. ૧૯૪૧ માં વૈશાખ શુદિ ૧૫ ને બુધવારે થંભી ગઈ. એ દિવસે ચરિત્રનાયકે પાલિતાણામાં પિતાને નશ્વર દેહ ત્ય. એમના દેહવિલયથી જ્ઞાતિએ પિતાને મુકુટમણિ ગુમાવ્યો, કછે નરબંક ખાય અને સમગ્ર જૈન શાસને અર્વાચીન ક્ષિતિજમાંથી તેજસ્વી નક્ષત્રને આથમી જતે જે
-
તું
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
સાગર–ખેડુ, સાહસવીર
શેઠ વેલજી માલુ
કચ્છની ધીંગી ધરા. એના સપૂત ધીંગા અને એમના પરાકમાયે એવા જ ધીંગા! કચ્છને બે બાજુએથી અરબીસમુદ્ર ભીંસમાં લે, બે બાજુએ રણ બાથ ભીડે. આવી બેટભૂમિના લેકે સ્વભાવે સાગરખેડુ જ હોય. સાહસિકતા એમને ગળથુથીમાં જ મળે. એમની મહત્વાકાંક્ષા આભને અડે. પણ એમને લલાટે ભૌગોલિક પછાતપણું લખાયું હોય એમ એમના ભાગમાં આવી લુખી–સૂકી–રેતાળ ધરા અને તેમાંયે ઉપરા છાપરી દુકાળે. પ્રકૃતિને પડકાર ઝિલી લઈને તેમણે સમૃદ્ધિની શોધમાં દરિયાપાર નજર દોડાવી. હળખેડુ મટી તેઓ સાગરખેડુ થયા. એમની વ્યાપાર–સફર શતાબ્દીઓ પુરાણી છે. એમની રોમાંચક સાહસ-પરંપરા અનેખી છે. એને આગ ઈતિહાસ છે. આ રહ્યું એનું એક અનોખું પૃષ્ઠ. એને નાયક છે–વેલે માલુ-કચ્છને મૂર્તિમંત સાહસ– હૂંકાર!
કચ્છ અંતર્ગત કેઠારા ગામમાં વિ. સં. ૧૮૬૫ માં એમને જન્મ. પિતા દશા ઓશવાળ જ્ઞાતીય, લેડાયાગાત્રીય માલ મેગજી કેશવાણી. માતા વાલબાઈ માલુ શાહ કોઠારામાં ખેતી કરી પેટ પાળે. અબડાસા વિસ્તારની ખેતીમાંથી શું દિ વળે? એક વરસ સારું જાય. બીજે વરસે દુકાળ. ઠેરના ઠેર. એમના ગામના ભાટીઆઓ પિતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ પહેચેલા, જેમાં શેઠ ગોકલદાસ તેજપાલના પિતા તેજપાલ
અને તેમના વડીલ બંધુ નાનજી કેશવજી ખટાઉ મુખ્ય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
૨ ]
સાગરખેડુ સાહસવીર એમની સફળતાથી પ્રેરાઈને કોઠારાવાસીઓ દેશાટન કરવા તૈયાર થયા. માલુશાહે મુંબઈ જેટલે દૂર જવાનું મુનાસિબ ન માન્યું. માંડવી બંદર પહોંચીને જ તેમણે સંતોષ માન્યા. માંડવીમાં આવીને તેઓ બંદર પર મજૂરી કરવા લાગ્યા. કચ્છનું એ મુખ્ય બંદર હતું. એ સમયે ત્યાં ધીખતે વ્યાપાર ચાલે. માલુશાહની વફાદારી અને હોંશીઆરી જોઈને ત્યાંના ગુલાબશાહ શેઠે તેમને વાર્ષિક પાંચસે કેરીના પગારે મહેતાજી તરીકે રાખી લીધા, એટલે બે પાંદડે થયા. એમની સંતતિમાં વેલજી ઉપરાંત લખમશી નામે પુત્ર પણ થયા.
બાળક વેલજી નાનપણથી ભારે તોફાની. મેટો થાય એમ તોફાને વધે. મહેતાજીની પણ પત ન કરે. આખરે કંટાળીને માત-પિતાએ તેના મામા શામજી સારંગને ત્યાં એને મુંબઈ ધકેલી દીધે. એના જવાથી માલુશાહે નિરાંતને દમ લીધે. વિ. સં. ૧૮૭૭ માં બાળક વેલજી માલુએ પહેલવહેલો મુંબઈમાં પગ મૂક્યો. જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરશી નાથાએ મુંબઈમાં પદાર્પણ કર્યું એ પછી બરાબર બે દાયકા બાદ.
ચરિત્રનાયકના મામા શેઠ શામજી સારંગ મુકાદમીનું કામ કરતા. શેઠ નરશી નાથાના અભ્યદય પહેલાં તેઓ જ્ઞાતિના શેઠ કહેવાતા. શ્રી અનંતનાથપ્રભુની પ્રતિમાને તેમણે પોતાના ગૃહચૈત્યમાં પ્રસ્થાપિત કરેલાં. આ પ્રતિમાજીને પાછળથી શેઠ નરશી નાથાએ શિખરબંધ જિનાલયમાં બિરાજિત કર્યા. આ ટ્રસ્ટ આજે જૈન સમાજમાં માતબર ટ્રસ્ટોમાંનું એક ગણાય છે.
શામજી શેઠના કડક અને મહેનતુ સ્વભાવની બાળક વેલજી પર ઘણી અસર પડી. એણે પોતાના જીવનને રાહ બદલાવ્યા. દિવસે તે ગુજરાતી શાળામાં ભણે, રાત્રે મામાની
પેઢીમાં નામું કરે. વેપારમાં એને દિલચસ્પી ઘણી. શાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલુ
[ ૩
એને એના બાળક બનશીલા ઊઠી,
મન ચંટે નહિ. વ્યવહાર પૂરતું અક્ષરજ્ઞાન મળી જતાં બાળકે દુકાનમાં ગોઠવાઈ જવાની ઈચ્છા મામા પાસે વ્યક્ત કરી. ઠોઠ અને મસ્તી ખેર જણાતા બાળક મામાને ધંધામાં પ્રવીણ જણાય. આથી તેમણે પોતાના બનેવી માલ શાહને માંડવી પત્ર લખીને પાંચ હજાર કેરી મેકલાવવા ભલામણ કરી. એમાંથી વેલજીભાઈએ કાળા બજારમાં નાની સરખી દુકાન માંડી. કાથાની પરચૂરણ ચીજે વેચે. મામાની દેખરેખ, એટલે એને મુશ્કેલી જેવું કંઈ નહોતું.
ચૌદ વર્ષને બાળક બાબરા ભૂતની જેમ હાટડીમાં પરે વાઈ ગયે. એના મસ્તીખેર અને જોશીલા સ્વભાવને સુંદર વહેણ મળી જતાં એની શક્તિઓ પુરબહાર ખીલી ઊઠી. મામાને એના જીવનમાં આવેલું પરિવર્તન ગમ્યું. વર્ષ આખરે હિસાબ તપાસ્યું તે ખર્ચ કાઢતાં સો રૂપીઆને નફે જોવા મળે. આ જોઈ વેલજીભાઈને ઉત્સાહ બેવડા. બીજે વર્ષે બમણે નફે થયે વેપાર જામતાં તેણે પિતાના નાના ભાઈ લખમશીને કચ્છમાંથી મુંબઈ તેડાવી લીધો. પછી તો એક માણસ પણ રાખે. આ રીતે તેઓ પ્રગતિનાં પાન ચડવા લાગ્યા.
વહેલી સવારથી રાતના દસ વાગ્યા સુધી વ્યાપારમાં જ એમનું ધ્યાન ચૂંટેલું રહેતું. હવે તેમણે મુંબઈમાંથી માલ ખરીદીને વેચવાને બદલે, ઠેઠ મલબારથી માલ મંગાવવાનું શરૂ કર્યું. આથી નફાનું પ્રમાણ વધ્યું. જથ્થાબંધ માલ ખરીદવાથી એથી પણ વધુ ફાયદો થયો. પછી તો તેમણે વહાણુમાં ઉપયોગમાં આવતા જાડાં દેરડાં પણ વેચવા માંડ્યાં. બંદર નજીક હોવાથી એને ઉપાડ ઘણો થતો. નામના પણ વધવા લાગી. વેપારી તરીકે ખ્યાતિ મળતાં હવે તેઓ “વેલિયામાંથી
વેલજી શેઠ થયા. ભાગ્યે એમને યારી આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
૪ ]
સાગર–ખેડુ સાહસવીર વિ. સં. ૧૮૮૧ માં સેળ વર્ષની ઉંમરે એમનાં લગ્ન કચ્છ-સાંધાણના મેઘજી દેવશીનાં બહેન કમીબાઈ વેરે થયાં. લગ્ન બાદ કચ્છથી પાછા વળતાં તેઓ પોતાનાં માતાપિતાને મુંબઈ સાથે તેડી લાવ્યા. આબૂ, પાલિતાણા, ગિરનાર વગેરે તીર્થોની તેમને યાત્રા કરાવી. પિતાના પુત્રની ચડતી જોઈને માત-પિતા અત્યંત હર્ષ પામ્યાં. ધર્મધ્યાનમાં તેમણે પિતાનું શેષ જીવન વીતાવ્યું.
વહાણ માટેનાં જાડાં દેરડાના વ્યાપારે વેલજી શેઠને દેશ-પરદેશના વહાણવટીઓ સાથે સંપર્ક સાધી આપે. આ સંપર્કના પરિણામે એમને દરિયાઈ પ્રવાસની માંચક વાતે નાવિકના મુખેથી સાંભળવા મળતી. આવી સફર ખેડવાના હવે એમને પણ કેડ જાગ્યા. એમનું બાળપણ માંડવીના સાગર કિનારે વીત્યું હઈને એમના ઊર્મિતંત્ર પર મહાસાગરે પક્કડ જમાવેલી. એમણે સાગરમાં તરતાં મૂકેલાં કાગળનાં વહાણે તેઓ કેમ ભૂલી શકે? એ વહાણમાં એમણે કેણ જાણે કેટલીયે કાલ્પનિક સફર ખેડી હશે! એમની વર્ષો જૂની મહત્ત્વાકાંક્ષાઓને સાકાર કરવા હવે તેમનું મન તલપાપડ થવા લાગ્યું. એમના બાળપણનાં સોનેરી સોણલાઓને તાદશ્ય કરવા હવે એમનું હૈયું થનગની રહ્યું હતું. પિતાના મનની વાત તેમણે સ્નેહી–સંબંધીઓને કહી. મામાને અભિપ્રાય પણ માગે. સૌએ એમને વાર્યા. મામાએ તે સાફ સંભળાવ્યું કે અહીં ક્યાં ઓછા ધંધા છે?
તે કાળે દરિયે ખેડે સહેલ નહે. અરબસ્તાનના કાંઠાના તથા ઈરાની અખાતના ચાંચિયા બાજની જેમ વહાણે પર તૂટી પડે માલ લટે ને માણસને ગુલામ કરી વેચે. એ
અરસામાં અરબસ્તાન અને આફ્રિકામાં ગુલામેની લે-વેચ ધૂમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલુ
[ ૫
ચાલતી. ભાટિયા કેસમાં સુવિખ્યાત ઠાકરશી ઘરાણાને એક વડ એમ વેચાયેલે. ઘરઆંગણે પણ પશ્ચિમને દરિયા-કાંઠે ભયમુક્ત નહે. ઓખામંડળના વાઘેરે તે અંગ્રેજોનાં વહાણ પણ લૂંટી લેતા. મુંબઈ નજીક માનજી આંગરિ પંદર વહાણે રાખી આખા કાંઠાને દરિયે ધમરોળત. આ બધી વાત જાણતા હોવા છતાં વેલજી શેઠે પિતાનો વિચાર પડતે ન મૂક્યો. વડીલોએ વાર્યા છતાં તેઓ મક્કમ રહ્યા. સૌ આતજનેને સમજાવીને તેમણે પરદેશ જવાની બધી તૈયારી કરી લીધી. બસરાવાળા અલકાસમનું વહાણ મુંબઈ બંદરે આવ્યું હતું તેમાં તેઓ સુતરાઉ તથા ગરમ કાપડ, અનાજ વગેરે વેચવાને માલ લઈ જવા તૈયાર થયા. તેમણે બધું નક્કી કરી નાખ્યું હતું. વિ. સં. ૧૮૯૨ માં એડન, હેડેડા, બસરા, મોખા વગેરે બંદરની સફર કરવા અંતે તેઓ મુંબઈથી વિદાય થયા. સગા-વહાલા. મિત્રો, વ્યાપારીઓ વગેરેએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વેલજી શેઠને ભાવભરી વિદાય આપી.
એમના હૈયામાં ઉત્સાહ અને રે, હિમ્મત જબરી, પણ લાંબી સફરે માટે જાત–અનુભવ મુલ નહિ. અરબી ભાષા આવડે નહિ. પરદેશમાં ઓળખાણુ–પીછાણના પણ ફાંફા ! સાથે મેટી રકમનો માલ હોવાથી અલકાસમની દાનત બગડી. ચાંચિયા બંદરે વહાણને લૂટાવીને બધો માલ પડાવી લેવા તેણે ષયંત્ર રચ્યું. પણ કુનેહબાજ વેલજી શેઠથી એની બદદાનત છૂપી રહી શકી નહિ. તેઓ એની મેલી મુરાદ જાણી ગયા. વહાણુ નિયત માર્ગ છોડીને બીજી દિશા તરફ ધસી રહ્યું છે એની જાણ થતાં તેઓ ગભરાઈ ગયા, પણ ઉતાવળ કરવાથી શું થાય? અફાટ મહાસાગરમાં એમનું સાંભળે પણ કે? એમનાં ચિન્તાતુર નેત્ર ક્ષિતિજ પર મંડાઈ રહેતાં.
એકાએક એમને એક બારકસ જોવા મળ્યું. સામી દિશાએથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
સાગર-ખેડુ સાહસવીર નજીક આવી રહેલું જોઈને સમયસૂચક વેલજી શેઠે મનોમન પિતાને બૂહ ગોઠવી લીધો. એ બારકસને કપ્તાન પિતાને મિત્ર છે એવું બહાનું કાઢીને તેઓ એને મળ્યા અને મદદ માગી. બારકસને કસાન અંગ્રેજ હતું. તેણે અલકાસમને બેલાવીને ધમકાવ્યો કે શું આ મેખા બંદર જવાને માર્ગ છે? અલકાસમ છોભીલો પડી ગયે. માર્ગ ભૂલી ગયે હેવાનું બહાનું આગળ ધરીને એણે ક્ષમા યાચી. કપ્તાને દમ ભીડીને સંભળાવી દીધું કે અંગ્રેજ સરકારના હાથ લાંબા છે! પછી અલકાસમે સાચી દિશામાં વહાણ હંકાર્યું. સભાગે વેલજી શેઠના પાસા પોબાર પડ્યા અને બધું હેમખેમ પાર ઉતર્યું. દૂર દેશી વાપરીને વેલજી શેઠે એને સમજાવી લીધું. પછી તે બેઉ દિલેજાન મિત્રો બની ગયા.
અરબસ્તાનના મેખા, બસરા, એડન, હોડેડા વગેરે વેપારી બંદરે વેલજી શેઠ ફર્યા. ભારતમાંથી લાવેલ માલ ત્યાં વેચ્યો. ત્યાં ક્યા માલની ખપત છે અને ત્યાંથી કયે માલ ભારતમાં લાવી શકાય એને તેમણે ઝીંણવટથી અભ્યાસ કર્યો. ત્યાંના વેપારની ખૂબીઓ જાણી, ત્યાંના લોકોને ઓળખ્યા, એમની સાથે આડતો બાંધી, અરબી ભાષાને અભ્યાસ કર્યો. દરિયાઈ સફર ખેડવાની એમની વર્ષોની મહેચ્છા પરિપૂર્ણ થઈ અનુભવોનું વિશાળ ભાતું અને રૂ. ૧૧૦૦૦)ને ચેખે નફે મેળવીને તેઓએ આઠ મહિના બાદ મુંબઈ બંદરમાં પગ દીધો ત્યારે એમના મિત્રે, સગા-સ્નેહીઓ એમને હૈયે હૈયું મેળવીને ભેટ્યા.
જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથા પાસે બારકસ–મેટું માલવાહક જહાજ હતું. શાહ સદાગર શેઠ કેશવજી નાયકે તે ઠેઠ ચીન સાથે વેપાર જમાવેલ. મુંબઈના સુવિખ્યાત કેટિધ્વજ શ્રેષ્ઠીવર્ય મેતિશાહ એ જમાનામાં મોટા વહાણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલુ
[ ૭
વટી કહેવાતા હતા. પરંતુ કેઈએ વેલજી શેઠ જેવી જીવ સટો. સટ દરિયાઈ સફરો ખેડવાનો લહાવે માર્યો નહિ. વેલજી શેઠ જેવા વજ પુરુષને જ એ લહાવો પ્રાપ્ત હોય. વેલજી શેઠ કચ્છી પ્રજાની ઝિંદાદિલીના પ્રતીક બન્યા.
વેલજી શેઠે આવી ચારેક દરિયાઈ સફર ખેડીને મોખા, બસરા, એડન, હોડેડા, જંગબાર, એલેકઝાડ્યિા , મસ્કત વગેરે વેપારી બંદરો સાથે વેપાર કર્યો. ભારતમાંથી ગરમ અને સુતરાઉ કાપડ, વાસણા, અનાજ વગેરે અરબસ્તાન તથા આફ્રિકાના દેશમાં વેચ્યાં, તેમ જ ત્યાંથી હાથીદાંત જેવી કીંમતી ચીજો તથા ખજૂર, ખારેક વગેરે તેઓ વેચવા ભારતમાં લઈ આવ્યા.
એકાદ દસકા સુધી વિદેશની લાંબી અને સતત દરિયાઈ સફરે બાદ વેલજી શેઠ મુંબઈમાં ઠરી–ઠામ થયા. મુંબઈમાં બેઠા દૂર દૂરના પ્રદેશો સાથે વેપાર જમાવવાના હવે એમને કેડ જાગ્યા. ગાંઠે સારી પૂંજી અને હિમ્મત પણ જબરી એટલે ધાર્યું કામ પાર પાડી શકે એમ હતું. દેશાટનથી એમને આત્મવિશ્વાસ પણ બેવડાતે ગયેલો. એ અરસામાં જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથાએ વ્યાપારક્ષેત્રે સરસાઈ મેળવી લીધેલી. એમનું પ્રારબ્ધ અને વેલજી શેઠને પુરુષાર્થ બને જેટો મળે એમ નથી. બન્નેના વ્યક્તિત્વનું સમન્વય શેઠ કેશવજી નાયકના જીવનમાં જોવા મળે છે. આ ત્રિપુટીએ એ કાળે પિતાની જ્ઞાતિને આબાદીના સર્વોચ્ચ શિખરે મૂકી. એમનાં કાર્યોએ કચ્છી પ્રજાને પોરસ ચડાવ્યું.
વિકમના ૧૯ માં શતકના અંતિમ ચરણમાં વેલજી શેઠે મલબાર સાથે મેટો વેપાર જમાવવા સાતતાળમાં પિતાની
પેઢી સ્થાપી. અને એમના સાળા મેઘજી દેવશીને વ્યાપાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
સાગરખેડુ સાહસવીર અથે કે ચીન તથા અલ્પાઈ ખાતે મોકલવામાં આવ્યા. પિતાની વ્યાપાર-પટુતાથી મેઘજી દેવશીએ ત્યાં ધમધોકાર વેપાર કર્યો અને જબરી નામના જમાવી. મલબારની વેપારી આલમમાં એમનું નામ મશહૂર થયું.
રૂના વ્યાપાર માટે કુમઠામાં મોટી પેઢી સ્થાપવામાં આવી. વેલજી શેઠે ત્યાં પિતાના મુનીમ તરીકે વર્તમાન પુનશીને નિયુક્ત કર્યા. એ સમયમાં માલની હેરફેર મુખ્યત્વે દરિયા માગે જ થતી હોઈને કુમઠા બંદર રૂના વ્યવસાય માટે અગત્યનું કેન્દ્ર બની ગયેલું. કચ્છી વેપારીઓએ અહીં પોતાનું વર્ચસ્વ જમાવેલું. વદ્ધમાન પુનશીને રૂના વેપારમાં સારે યશ મળે કાપડ મિલ ઉદ્યોગ વિકાસ પામતે જ હેઈને રૂને ખપ ઘણો હતે. વેલજી શેઠ રૂના વેપારમાં ઘણું કમાયા. હવે એમને ભાગ્યરવિ મધ્યાહને તપતો થયો.
એમની ચડતી કળામાં જ એમને પુત્રપ્રાપ્તિ થઈ. વિ. સં. ૧૯૦૨ ના કાર્તિક શુદિ ૧ ને શુક્રવારે ત્રીકમજી શેઠને જન્મ થયો. બેસતા વર્ષને દિવસે પુત્ર–રત્ન પ્રાપ્ત થતાં એમના જીવનમાં આનંદનો હિલોળે આવ્યું. એ વખતે એમની ઉંમર ૩૭ વર્ષની હતી. ત્યાર બાદ તેમને ઉમરશી નામે પુત્ર અને પદ્માબાઈ નામે પુત્રી થયાં. પોતાના પુત્રના નામે વિ. સં. ૧૯૦૮ માં વેલજી શેઠે ત્રીકમજી વેલજીની કુાં ની સ્થાપના કરી. આ પેઢીએ મલબાર સાથે વેપાર સંકેલીને માત્ર રૂને વ્યાપાર જ હાથ ધર્યો, કેમ કે એમાં નફે ઘણે રહેતે. આ પેઢીને ભાગીદારે હતાઃ પરબત લદ્ધા, ગેવિદજી લદ્ધા સામત ભીમશી, પરબત પુનશી, નાંગશી દેવણધ, હીરજી ઉકેડા અને રતનશી દામજી.
દેશ–પરદેશનાં પાણી પીનાર વેલજી શેઠની સંપત્તિ પ્રતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલું
દિન વધતી ચાલી. ખાનદેશ, બિરાર, મુગલાઈ, કુમારે પ્રદેશોમાં એમની અનેક શાખાપેઢીઓ કામ કરતી થઈ. મુંબઈની મુખ્ય પેઢીમાં ત્રીસેક મહેતાજીઓ કામ કરે. ઘરના ગાડી–ઘેડા થયાં, માળા બંધાવ્યા. વિક્રમ સંવત ૧૯૧૮માં વેલજી શેઠની સંપત્તિ પણ કરેડની અંકાઈ! એ જમાનામાં આટલી સંપત્તિ ધરાવનાર પાંચેક ધનાઢ્ય મુંબઈમાં માંડ હશે. મુંબઈના સુવિખ્યાત શાહ સોદાગર શેઠ મોતિશાહની સંપત્તિ એમના વિલમાં દસેક લાખની જ અંકાઈ છે. આ પરથી મુંબઈની વ્યાપારી આલમમાં વેલજી શેઠની આંટ-પ્રતિષ્ઠા કેટલી ઊંચી હશે એને ખ્યાલ મળી શકશે. મુંબઈના નામાંકિત શહેરીઓમાં હવે એમની ગણના થવા લાગી. | ગમે એવી મોટી વ્યક્તિના જીવનમાં તડકી–છાંયડી તે જોવા મળે જ. અમેરિકન સિવિલ વારે વેલજી શેઠની વ્યાપાર કારકિર્દીમાં છાંયડી પાથરી. આ વિગ્રહને કારણે અમેરિકાનું રૂ બ્રિટનમાં જતું અટકયું. પરિણામે લંડન, લીવરપુલ, માન્ચેસ્ટર વગેરે શહેરની કાપડની મિલેમાં કાચા માલની ગંભીર અછત ઊભી થઈ એની માંગ પૂરી કરવા ભારતમાંથી રૂની ધૂમ નિકાશ શરૂ થઈ. વિ. સં. ૧૯૧૭ માં રૂના ભાવ રૂા. ૧૦૦) લગભગ હતા તે વધીને વિ. સં. ૧૯૨૦ માં રૂા. ૮૨૦) થયા. આ રીતે ભાવ આસમાને જતાં લેકેએ પિતાનાં એશિકાં, ગાદલાં, ગોદળાંનું રૂ પણ વેચી નાખ્યું ! મુંબઈમાં નાણાંની રેલમછેલ થઈ. રૂપીઆ ક્યાં નાખવા એને નિર્ણય થઈ શકે એમ નહે. બેન્ક, ફિનાન્સિયલ કોરપોરેશને વગેરે અળશિયાની જેમ ફૂટી નિકળી.
અમેરિકન વિગ્રહ લંબાશે એ ગણતરીએ વેપારીઓ રૂ ખરીદતા ગયા. ભાવ ઊંચા ગયા તોયે ખરીદી ચાલુ રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
સાગરખેડુ સાહસવીર એકાએક લડાઈ સમેટાઈ જતાં આસમાને ગયેલા ભાવ ભયે થયા મોટી ખરીદી કરનારાઓ દિવાળું કાઢવા લાગ્યા. મુંબઈની વેપારી આલમના બેતાજ બાદશાહ ગણાયેલા શેઠ પ્રેમચંદ રાયચંદ જેવા પણ પાયમાલ થયા ત્યાં સામાન્ય વેપારીની વાત
ક્યાં રહી? વેલજી શેઠ પણ આ મંદીના વમળમાં ફસાઈ ગયા. દેશાવરની પચીસેક લાખની હુંડીઓ મહિનાઓ સુધી ખડી રહી ગઈ. આબરૂ જળવાશે કે કેમ એજ પ્રશ્ન હતા.
પરિસ્થિતિમાં કશો ફરક પડે એવું ન જણાતાં એક દિવસ કોટની ઓફિસે તેઓએ રૂબરૂ જઈને અંગ્રેજ વેપારીઓ સાથે નાણાંભીડ સંબંધમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરી. અંગ્રેજી પિઢીઓમાં વેલજી શેઠની આંટ-પ્રતિષ્ઠા ઘણી ઊંચી હતી. પરંતુ એ પેઢીઓ પણ નાણાભીડથી મુક્ત કયાં હતી? લાંબી સમ જાવટ બાદ તેઓ વીસેક લાખ રૂપીઆની કીંમતની સેનાની પાટો આપવા કબૂલ થયા, જેમાંથી વેલજી શેઠે હૂંડીઓ ભરપાઈ કરી. લાખો રૂપીઆની હૂંડીઓ પાછી ફરી હતી તે પણ એનું આપીને ભરપાઈ કરી. બે-ત્રણ મહિનાઓ સુધી આમ ચાલ્યું. માનસિક ત્રાસ અસહ્ય હતું, કિન્તુ તેઓ હિમ્મત ન હાર્યા.
બ્રિટનની કાપડની મિલોને અમેરિકન રૂ મળવું શરૂ થતાં ભારતના રૂને ઉપાડ તદ્દન ઘટી ગયે. ઘણા ઊંચા ભાવે ખરીદાયેલું રૂ માત્ર રૂા. ૮૮)માં વિલાયત ચડાવવું પડ્યું. બીજે કઈ રસ્તો નહોતો. સિવિલ વોર લંબાશે એવી ધારણાથી તેમણે આંખો મીંચીને ધૂમ ખરીદી કરેલી. લગભગ વીસેક લાખ રૂપીઆની ખોટ સહન કરવી પડે એમ હતું. પરંતુ વેલજી શેઠે પોતાની પ્રમાણિકતા ન છોડી. દિવાળું કાઢીને
મેટું સંતાડે એ વેલજી શેઠ નહિ. વ્યાપારી કૂનેહ અને અપૂર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલુ
[ ૧૧ પૈયેથી તેઓ અંતે આર્થિક ઝંઝાવાતમાંથી સહિસલામત પાર ઉતારી શક્યા. નફો-નુકશાન સરભર થતાં એમની પેઢીનું વિ. સં. ૧૯૨૦ નું વાર્ષિક સરવૈયું ઝાઝી ખોટ દર્શાવતું નહોતું.
ચરિત્રનાયકને સે વેલા માલુના હુલામણા નામથી જ ઓળખતા. અલબત્ત, રૂબરૂમાં તો તેમને વેલજી શેઠને નામે જ સંબોધવામાં આવતા. તેમના પુત્ર ત્રીકમજીનું લગ્ન શેઠ હરભમ નરશી નાથાની પુત્રી દેવકુંવર સાથે વિ. સં. ૧૯૧૭ માં થયું. જ્ઞાતિશિરોમણિ શેઠ નરશી નાથા, જેમનું સ્થાન દશા ઓશવાળા જ્ઞાતિમાં ટોચ કક્ષાએ છે, તેમની પૌત્રી કચ્છમાંથી મુંબઈ ધકેલી દીધેલ રખડુના દીકરાને મળે એ અજબ પલટે ગણાય એવી તે કાળની પ્રચલિત માન્યતા હતી.
વેલજી શેઠ કેળવણથી વંચિત રહેલા, કિન્તુ પિતાના પુત્ર ત્રીકમજીને ઉચ્ચ કેળવણી પૂરી પાડવા તેમણે ખાસ પ્રબંધ કરેલો. કચ્છના મહારાવના શિક્ષક અને આગેવાન કેળવણુંકાર રાવસાહેબ દલપતરામ પ્રાણજીવન ખખર ત્રીકમને ભણાવવા ઘેર આવતા. રાવસાહેબ ખખરની નોંધમાંથી જાણી શકાય છે કે વેલજી શેઠ એમને સૌથી મોટી રકમ રૂા. ૬) દર માસે આપતા. ત્રીકમજી શેઠના સહાધ્યાયિમાં હતા સર મંગલદાસ નથુભાઈ સર હરકીશનદાસ નરોત્તમદાસ, ડૉ. દિનશા, નારાયણ હેમચંદ્ર વગેરે. ત્રીકમજી શેઠ સાહિત્યના જબરા શેખીન. રાવસાહેબ “બુદ્ધિવદ્ધક” માસિક ચલાવતા હતા તે ખટમાં હેવાથી ત્રીકમજી શેઠે એમને સારી આર્થિક સહાય આપેલી. સને ૧૮૬૫ માં રાવસાહેબે “અભિજ્ઞાન શાકુંતલમ ”નું ભાષાન્તર પ્રકાશિત કરીને ત્રીકમજી શેઠને અર્પણ કરેલું. ગુજરાતી કાવ્ય-સાહિત્યનું એ સૌ પ્રથમ મુદ્રિત પુસ્તક છે, જેને મુંબઈ વિશ્વવિદ્યાલયે પાઠ્યપુસ્તક તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
મા અનેક
વિ બિહાર અનેક નામય
સાગરખેડુ સાહસવીર માન્ય રાખેલું. ભક્તકવિ જિનદાસ પણ એમને આશ્રય પામેલા. કેળવણી ક્ષેત્રે એમણે ઘણું ધન ખરચેલું.
ત્રીકમજી શેઠ વ્યાપારક્ષેત્રે સફળ ન રહ્યા. એમના સમર્થ પિતા જેવી વ્યાપારપટુતા કે કુનેહ એમનામાં નહોતાં. એનું એક જ ઉદાહરણ અહીં પર્યાપ્ત થશે. વેલજી શેઠે એમને એ અરસામાં પૂરજોશમાં ચાલતા શેરસટ્ટાથી દૂર રહેવા ખાસ ભલામણ કરેલી. “મુંબઈના શેરસટ્ટાની તવારીખમાં પારસી લેખક નેંધે છે કે ત્રીકમજી શેઠ તેમના પિતાની સલાહ વિરૂદ્ધ શેરમેનિયામાં ફસાયા અને એમની પૂંજીને મોટો ભાગ બેઠા. તેમણે વેસ્ટ ઇન્ડિયા ફાઇનેન્સ એન્ડ એક્ષચેન્જ કેરપિરેશન નામની કંપની પણ શરૂ કરેલી, જે ફડચામાં ગઈ. તેમણે આર. કીંગ ગેલન નામક અંગ્રેજી પેઢી સાથે ભાગીદારી કરેલી. આ પેઢી પણ વિટાઈ ગઈ. તેમણે લંડનમાં પેઢી શરૂ કરીને પિતાના ખાસ માણસોને ત્યાં મેકલાવ્યા; પણ અંતે બધું બેજા રૂપ થયું. આ ધબડકે થવાનું કારણ એ હતું કે ત્રીકમજી શેઠ બીજાની સલાહ પર આધાર રાખતા, ખાસ કરીને પિતાના મુનીમ તેજશી ઘેલાના સૂચન મુજબ જ વર્તતા. વિ. સં. ૧૯૨૪ માં તે એમની પેઢી સ્થગિત થઈ ગઈ. વિ. સં. ૧૯૨૯ માં પુનઃ વેપાર શરૂ કરવા તેમણે પ્રયાસો આદર્યા અને મુનીમગીરી આશારીઆ મુલજીને સોંપી, પરંતુ એ દરમિયાન તે મૂડીનો નેવું ટકા જેટલે ભાગ ચવાઈ ગયેલું, એટલે નિરાશ થઈને તેમણે વિ. સં. ૧૯૩૧ માં વેપાર સમેટી લીધો. એ પછી ત્રણેક વર્ષ બાદ તેઓ તા. ૭-૧૨-૧૮૯૧ માં દિવંગત થયા.
ત્રીકમજી શેઠને સંતતિમાં માત્ર બે પુત્રીઓ જ હતી. મોટી પુત્રી લમીબાઈને શેઠ નથુ ભેજરાજ સાથે તથા નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલુ
[ ૧૩ પુત્રી ખેતબાઈને જપાના શેઠ જેઠાભાઈ વદ્ધમાન સાથે પરણાવેલાં, જેમને પરિવાર વિદ્યમાન છે. એમનાં વિધવા દેવકુંવરબાઈ તથા પુત્રી ખેતબાઈએ પાછળથી શેઠ નરશી નાથા ટ્રસ્ટ ડીડને કાર્યાન્વિત કરવામાં શેઠ અભેચંદ રાઘવજીને ઘણે સહકાર આપ્યો.
વેલજી શેઠનું સૌથી યાદગાર કાર્ય છે કોઠારાને ભવ્ય શ્રી શાંતિનાથપ્રાસાદ. શેઠ કેશવજી નાયક અને શેઠ શિવજી નેણશીના ભાગમાં તેમણે પિતાના જન્મ–સ્થાનમાં એ બેનમૂન શિલ્પ–સ્થાપત્યનું નિર્માણ કર્યું. અમદાવાદના સુવિખ્યાત હઠીસિંગના દહેરાસરની શૈલીને અનુસરતું, કચ્છી કારીગરોને હાથે તૈયાર થયેલું આ મંદિર સ્થાપત્ય તેમ જ વિશાળતાની દષ્ટિએ કચ્છમાં અજોડ ગણાય છે. તેને સૂત્રધાર હતે કચ્છ સાભરાઈનો સલાટ નથુ.
વિ. સં. ૧૯૧૪ માં એનું ખાતમુહૂર્ત કરીને તડામાર કામ શરૂ કરવામાં આવ્યું. શેઠ શિવજી નેણશી દેખરેખ રાખવા માટે ખાસ કેઠારામાં રહેલા. ચાર વર્ષ સુધી તેનું કામ ચાર્યું. શ્રી મેરુપ્રભ જિનાલય—એટલે કે મુખ્ય મંદિરની આસપાસ જિનાલયનું ઝૂમખું થયું, જે “કલ્યાણ ટૂક”ના નામથી ઓળખાય છે. અબડાસાની સુપ્રસિદ્ધ પંચતીથીમાં આ સ્થાનની ગણના થાય છે. વેલજી શેઠના પુત્ર ત્રીકમજી શેઠે મુખ્ય જિનાલયને ઈશાન ખૂણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું.
વિ. સં. ૧૯૧૮ ના માઘ શુદિ ૧૩ ને બુધવારે પ્રતિષ્ઠામુહૂર્ત નકકી કરીને ત્રણે શ્રેષ્ઠીઓ મુંબઈથી સંઘ કાઢીને શ્રી શત્રુંજયની યાત્રા કરીને કેઠારામાં પધારેલા. અંચલગચ્છાધિપતિ રત્નસાગરસૂરિની નિશ્રામાં વિજય મુહૂર્તમાં મૂલનાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
સાગર–ખેડુ સાહસવીર
શ્રી શાંતિનાથપ્રભુ સમેત અનેક જિનબિંબેાની પ્રતિષ્ઠા થઇ. આ મહાત્સવ પ્રસ`ગે ગામધૂમાડો ખોંધ થયેા, તથા નવ ટકના જ્ઞાતિમેળે યાાયા–જેમાં સ્વજ્ઞાતિનાં ખાવન ગામેાના સ`ઘે ઉપસ્થિત રહેલા. આ યાદગાર પ્રસંગની ખુશાલીમાં શ્રેષ્ઠીત્રિપુટીએ છૂટે હાથે ધન ખરચ્યુ, પ્રત્યેક ઘરે બે કાંસાની થાળી, અઢીશેર સાકર અને બે કોરીની લહાણી કરી. તેમણે મુખ્ય જિનાલય ઉપરાંત વિશાળ ઉપાશ્રય, જ્ઞાનભંડાર, મહાજનવાડી, પાંજરાપાળ, ફૂલવાડી આદિ બંધાવ્યાં હતાં. આ બધાં કાર્યોમાં સ મળીને સેાળ લાખ કેરીના ખર્ચે થયેલેા. તેમાં આઠ લાખ કેરી વેલજી શેઠે, છ લાખ શિવજી શેઠે તથા એ લાખ કેશવજી શેઠે આપી.
દશા ઓશવાળ જ્ઞાતિના પાંચ શેઠિયાએમાં ચરિત્રનાયકનુ સ્થાન પણ છે જ. કાઠારાની ઉક્ત ત્રિપુટી ઉપરાંત જ્ઞાતિ શિરોમણિ શેઠ નરશી નાથા અને શેઠ જીવરાજ રતનશી, જેમણે જખૌમાં “ રત્નબૂક ”નું નિર્માણ કરેલું—એ પાંચે મેાવડીઆએ પેાતાના પરાક્રમમળે જ્ઞાતિનુ, જૈનધમનું તથા સમસ્ત કચ્છનું ગૌરવ વધાર્યુ છે.
જ્ઞાતિશિરામણના દેહાવસાન ખાદ્ય પણ એમની ગાદી” પ્રત્યેની ભક્તિ ચાલુ રહેતાં, શેઠ ભારમલ તેજશીએ નરશીશેઠે ચાલુ કરેલી પ્રણાલિકાએને જારી રાખી, જેમાં જ્ઞાતિકાટ મુખ્ય છે. ફરક એટલેા થયેા કે જ્ઞાતિશિરોમણિના દેહાવસાન બાદ સામૂહિક નેતાગીરી ઉપસી. એ જ્ઞાતિકા માં હવે તેમના મુખ્ય પ્રતિનિધિ શેઠ ભારમલ તેજસીની સાથે શેઠ વેલજી માલુ પણ અચૂક બેસતા અને જ્ઞાતિબંધુએના વર-વાંધાએ, ફરિયાદો વગેરેના નિકાલ કરતા. એમના ફે’સલે આખરી ગણાતા અને ઉભય પક્ષેાને સ્વીકાય ગણાતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
શેઠ વેલજી માલુ
[ ૧૫ પિતાની જ્ઞાતિ પ્રત્યેની વેલજી શેઠની વિશિષ્ટ સેવાઓના ઉપલક્ષમાં તેઓ “જ્ઞાતિદીપક” કહેવાયા. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ પ્રસંગે માતાજીની દેરીઓ ઉપર ધ્વજારે પણ કરવાને તેમને વંશપરંપરાગત હક આપીને જ્ઞાતિએ તેમને વિશેષ આદરમાન પ્રદાન કર્યું છે. આ માન માત્ર પાંચ શેઠિચાઓને જ મળી શક્યું છે.
એ સમયે મુંબઈ શહેર સુધરાઈનો વહીવટ ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નહિ, કિન્તુ સરકારે નિમેલ જસ્ટીસિસ કમિટી દ્વારા ચાલતે. આ કમિટીમાં શેઠ કેશવજી નાયક, શેઠ નરશી કેશવજી તથા શેઠ વેલજી માલુ ચાલુ નિમાયેલ સભ્ય હતા. આ રીતે વેલજી શેઠની શીલી અને ગતિશીલ કાર્યપદ્ધતિને લાભ મુંબઈની પંચરંગી પ્રજાને પણ મળે.
પિતે સમૃદ્ધિના શિખર ઉપર હોવા છતાં તેમનામાં દોરદમામનું નામ નહિ, અભિમાનને છાંટો નહિ. કર્તવ્યપરાયણતા અને મક્કમતા જબરી. માણસની ગ્યાયેગ્યતાના પારખુ. ઘડીના છઠુંા ભાગમાં નિર્ણય લે. માણસને પારખીને જવાબદારી પે પછી શંકા રાખે નહિ. ઉદાહરણથે પરબત લદ્ધા એમને ત્યાં સાધારણ નેકરીમાં રહેલા. કેમે કમે બઢતી પામીને મુનીમપદે પહોંચ્યા અને અંતે વેલજી શેઠના ભાગીદાર પણ થઈ શક્યા! કોઠારામાં તેમણે વેલજી શેઠના જિનાલયની સન્મુખ ચૌમુખમંદિર પણ બંધાવ્યું. નોકર પણ શેઠના બબરીઆ થાય એવી ઉદાત્ત ભાવના સેવનાર વેલજી શેઠ જેવા વિરલા જ હેય. એમની મોટાઈએમની ઝિલાદિલીમાં હતી.
વેલજી શેઠની બિરાદરીના અનેક પ્રસંગે છે. અહીં તે અ૫ ઉલ્લેખ દ્વારા જ સંતોષ માનવો રહ્યો. એમની પેર્ટમાં
ભાગીદારો કે નોકરો છૂટા થતા ત્યારે તેમની જમા રકમ તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
સાગર–ખેડુ સાહસવીર આનાકાની વિના મળી રહેતી. અન્ય પેઢીઓમાં આવું ભાગ્યે જ જોવા મળે. તેમાં રકમ જમા ખરી, પણ છૂટા થતાં તે અખાડા જ થાય. વિ. સં. ૧૮૯૨ માં વેલજી શેઠના ભાગીદાર ભેજરાજ દેશર જુદા થયા ત્યારે તેમની જમા રકમ રૂપીઆ ચાર લાખ એમને એક આંકડે જ મળી શકી! એવી જ રીતે એમના કુમઠા ખાતેના મુનીમ વદ્ધમાન પુનશી સ્વતંત્ર પેઢી સ્થાપવાના ઇરાદે વિ. સં. ૧૯૦૩ માં છુટા થયા ત્યારે તેમના નામે જમા રૂપીઆ ચાલીસ હજાર તેમને હસતે મોઢે મળ્યા. અને સાથે સફળતાની શુભેચ્છા પણ!! આવી પોરસ ચડે એવી ભાવના અને નેકદિલીને જેટો ક્યાં મળે?
છપ્પન વર્ષની વયે એમને સારણગાંઠને વ્યાધિ ઉપડ્યો. દેહ ટકશે કે કેમ એવી શંકા રહેતાં એમણે પિતાનું વસિયતનામું તૈયાર કરાવી રાખ્યું. ગ્રાન્ટ મેડિકલના સુવિખ્યાત સર્જન ડો. બાલિંગલે ડો. ભાઉદાજી સમેત દસ ચુનંદા ડોકટરને સાથે રાખીને શસ્ત્રક્રિયા કરી. ૩૭ રતલની તો ગાંઠ નિકળી! દુર્ભાગ્યે ભીતરની ગાંઠ ચડી નહિ. વિ. સં. ૧૯૨૧ માં કાર્તિક શુદિ ૫ (તા ૨૦-૧૧-૧૮૬૪)ને શુક્રવારે તેઓ જીવનની પાર લાંબી સફરે સિધાવ્યા. એમના સ્વર્ગવાસથી બધે શાક છાયા પ્રસરી. ત્રીકમજી શેઠે સદૂગત પાછળ ઘણું દાન-પુણ્ય કર્યું, અને બીજે વર્ષે કેશરિયાજીનો વિશાળ તીર્થસંઘ પણ કાલ્યો. માણસ પોતાના પરાક્રમ-બળે શું કરી શકે છે એનું
વલંત ઉદાહરણ તેઓ મૂકી ગયા. એ પછી વેલા માલ જેવો સાગરખેડુ સાહસવીર જોવા ન મળે. કચ્છની ધીંગી ધરાનું આવું ધીંગુ વ્યક્તિત્વ ફરી ફરી મળે એ જ અભ્યર્થના.
– તુ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
કચ્છના અર્વાચીન જગડુશાહ
શેઠ ખેતસી ખીએસી ધુલ્લા
“સર”ને ઉચ્ચ ખિતાબ મેળવવા સરકાર-પ્રેરિત સંસ્થાએમાં બે-ત્રણ લાખ રૂપીઆનું દાન જાહેર કરીને ઉમે દવારી નેંધાવવા પડાપડી કરવા કરતાં દુષ્કાળ પીડિત લેકોના આંસુ લુંછવાનું સ્વેચ્છાએ સ્વીકારી લઈને બાર લાખ રૂપીઆ જેવી નાદર રકમ એ કાર્યમાં ધરી દેનાર અને પિતાના સુક
થી જગતમાં અહોભાવ જગાડી જનાર એવી વિભૂતિને લેકે “અર્વાચીને જગડુશાહ” તરીકે બિરદાવે એમાં નવાઈ શી? કહેયામાં આવું આદરણીય અને વિશિષ્ટ સ્થાન ધરાવનાર હતા શેઠ ખેતસી ખીંચસી ધુલ્લા.
વિ. સં. ૧૯૧૧ માં કચ્છ-સુથરીમાં જન્મ. જ્ઞાતિઃ કચ્છી દશા ઓશવાળ જૈન. ધુલ્લા ગાત્ર. પિતા ખીસી કરમણ, માતા ગંગાબાઈ ધુલ્લા ગોત્ર લેડાયા ગોત્રની પેટા શાખા છે. આ વંશના દિલાવર દિલના પૂર્વજને લેકે “દુલ્લા રાજા” કહેતા એ પરથી ધુલ્લા શેત્ર સ્થપાયું. કેટલાક ધુલ્લાને બદલે દુલ્લા કે દૌલત શબ્દપ્રયોગ પણ યોજે છે. મૂળ તેઓ ઉદે. પુરના સૂર્યવંશી રાણાના વંશજો હેવાનાં પ્રમાણે સાંપડે છે. જૈનાચાર્યના ઉપદેશથી પ્રતિબંધિત થઈને તેમણે જૈન ધર્મ સ્વીકાર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
કચછના અર્વાચીન જગડુશાહ એમના પરદાદા શાહ મેરના દેવાણંદ. નરપાર, નાથા આદિ સાત પુત્ર હતા. નરપાલના વંશજો નરપાણ શાખાથી ઓળખાયા. તેમના પુત્ર કરમણ અને તેમના ખઅસી. ખેતીવાડી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. આર્થિક સ્થિતિ સાધારણ, પરંતુ ઉદારતા તે એમની જ. આગતાસ્વાગતામાં એમને કઈ પહોંચે નહિ. સુથરી શ્રી શ્રુતકલાલ પાર્શ્વનાથ પ્રભુનું પ્રસિદ્ધ તીર્થ હાઈને સાધુ-સાધ્વી તથા સંઘોની અવર-જવર ત્યાં અધિક રહેતી. અબડાસાની વિખ્યાત પંચતીર્થીનું તે પ્રમુખ કેન્દ્ર હાઈને ત્યાં યાત્રિકો પણ સારી સંખ્યામાં આવતા રહે. એ બધાને સત્કારવા સુથરી તૈયાર જ હોય. એમાં ધુલ્લા કુટુંબનો ફાળો પણ ઘણું મેટો. બધા હસતે મુખે ત્યાંથી વિદાય લે.
ખીઅરીશાને કુલ નવ પુત્ર અને એક પુત્રો થયાં. પ્રથમ ચારે પુત્રે અ૯પજીવી થવાથી તેમનું મન સંસારમાંથી હટી ગયેલું. દીક્ષા લઇ લેવાનો તેમને વિચાર આવેલે, પરંતુ ગામના તિલાટે તેમને ગ્ય આશ્વાસન આપીને ધીરજ ધરવા સમજાવેલા. એ પછી તે તેમને પાંચ પાંડવ જેવા આ પ્રમાણે પુત્રો થયાઃ ડેસા, લધા, ખેતસી, સેજપાર અને હેમરાજ; તથા એક પુત્રી પણ અવતરી. વડીલ પુત્ર ડોસાભાઈએ કચ્છમાં રહેવાનું પસંદ કર્યું. તેઓ અપુત્ર હોવાથી તેમણે પોતાના દોહિત્ર માણેકજીને ખોળે લીધેલે. બાકીના ચાર પુત્રોએ મુંબઈ તરફ દષ્ટિ ફેરવી. એમના વંશજો હાલમાં વિદ્યમાન છે.
ખેતસી શેઠ તેર વર્ષની નાની ઉંમરે પિતાના ફેઈ સાથે મુંબઈ આવ્યા અને શાકગલીમાં પુરુષોત્તમ મહેતાજીની પાઠશાળામાં લખવા-વાંચવા જેટલું શિક્ષણ લીધું. ત્યાર
બાદ શેઠ માધવજી ધરમસીની રૂની પેઢીમાં નોકરીની શરૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
શેઠ ખેતસી ખાસી ધુલા
આત કરીને રૂના વ્યવસાયની કારકિર્દીનો મંગલ પ્રારંભ કર્યો. જીવનના અંત પર્યત રૂના વ્યવસાયમાં જ તેઓ રહ્યા એ નોંધપાત્ર બાબત છે.
રૂના ધંધાને પર્યાપ્ત અનુભવ પ્રાપ્ત થતાં તેમણે સાહસબળે ખેતસી મુરજીના નામથી રૂની સ્વતંત્ર પેઢી સ્થાપી. પરંતુ તો જતાં પિટી સંકેલાઈ ગઈ. તેમના બને ભાગીદરે વતનમાં ચાલ્યા ગયા, પરંતુ ખેતસી શેઠ એમ હિમ્મત હારી જાય એવી માટીના નહોતા. પિતાના હિસ્સાની નુકશાની ભરપાઈ કરીને તેમણે લેણદારોને સંતોષ્યા
આ વ્યવસાયમાં એમને ફાવટ આવી જવાથી તેમણે નાના ભાઈ સાથે સેજપાર ખેતસીના નામથી ઈદેર મુકામે રૂના આડતની સ્વતંત્ર પેઢી શરૂ કરી. શેઠ રામનારાયણ એન્ડ સન્સવાળા શેઠ હરનંદરાયની મિત્રાચારીને કારણે આ નવોદિત પેઢીને એમને અમૂલ્ય સહકાર મળતો રહ્યો. પરિણામે તેની આંટ અને આબરૂ વધતી રહી.
ખેતસી શેઠનું પ્રથમ લગ્ન વિ. સં. ૧૯૩૨ માં વેજબાઈ સાથે અને દ્વિતીય વિ. સં. ૧૯૩૭ માં વાંકુના શેઠ હીરજી જેઠાનાં બહેન વીરબાઈ સાથે થયું. વીરબાઈ શેઠાણું ઘણાં ધર્મિષ્ટ અને પૂણ્યવાન સન્નારી હતાંતેમના ઉત્તમ સહવાસથી ખેતસી શેડ પિતાને ભાગ્યશાળી સમજતા. “તેમનાથી મારું ગૃહ સ્વર્ગતુલ્ય સુખપ્રદ દેખાય છે” એમ તેઓ ગૌરવપૂર્વક કહેતા. - વીરબાઈની કુક્ષિથી વિ. સં. ૧૯૪૪ માં અશ્વિન પૂર્ણિમાને દિવસે પુત્ર-રત્ન હીરજીને જન્મ થયે ગાનુયેગ તે દિવસે ચંદ્રગ્રહણ હતું. ગ્રહણથી મુક્ત થયેલે પૂર્ણ ચંદ્ર
જેમ અવની પટને પિતાનાં શિતળ કર-કિરણથી આશ્લવિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
૪]
કચ્છના અર્વાચીન જગડુશાહ કરી દે છે, એવું આ કુટુંબના ભાગ્ય-ચંદ્રનું પણ થયું બાળક હીરજીના જન્મની સાથે જ જાણે એમનું પુણ્યતેજ પૂર્ણકળાએ પ્રકટી ન નીકળ્યું હોય તેમ સેજપાર ખેતસીની પિઢીને એ વર્ષે અકપ્ય ન થયે! એટલે સૌ ભાઈઓને થયું કે આ બડભાગી બાળકને નામે જે વેપાર કરવામાં આવે તો મબલખ ન થાય. આથી એજ વર્ષે હીરજી ખેતસી કુંડની
સ્થાપના થઈ. આ નવી પેઢીની સફળતાએ વ્યાપાર ક્ષેત્રે નવા નવા વિકમ સ્થાપ્યા. ખેતસી શેઠની ગણના કેહ્યાધિપતિ તરીકે થવા લાગી મુંબઈના નામાંકિત શહેરી તરીકે તેઓ પંકાયા.
ખેતસી શેઠ આપ બળે આગળ આવ્યા હોઈને સ્વાભાવિક રીતે તેમણે જીવનની તડકી-છાંયડી જોઈ હોય. સ્વભાવે તેઓ મિલનસાર અને સરળ પ્રકૃતિના હતા. પૈર્યવાન તથા સાહસિક પણ એવા જ. એમના જીવનમાં ધાર્મિક્તા અને ભદ્રતા સવિશેષ દૃષ્ટિગોચર થતાં. ગરીબીમાં નમ્યા નહિ અને અમીરીમાં છક્યા નહિ. વડીલના ધર્મસંસ્કારને તેમણે જીવનમાં કૃતાર્થ કર્યા.
તેમની પાસે શાળા કે કોલેજની કેઈ ઉપાધી નહોતી એ ખરું, પરંતુ રૂની પરખ અંગે તલસ્પર્શી જ્ઞાન હતું. લેકે તેમને રૂનાં વ્યવસાયના “માસ્ટર ગ્રેજ્યુએટ તરીકે ઓળખાવતા. તેમની પાસે રૂનો નમૂને રજૂ કરે તો પ્રથમ તેઓ તેને હાથમાં લેતાં જ નિરીક્ષણ કરી લેશે. પછી તેને બે હાથ વચ્ચે અથવા તે જે બેઠા હોય તે સાથળ ઉપર મૂકીને પંપાળશે અને પંપાળતા પંપાળતા સ્વાભાવિક રીતે જ ઉદુગારી ઉઠશે કે આ તે ખાનદેશનું રૂ છે !
પિતે સ્વતંત્ર વ્યાપાર શરૂ કર્યો એ પછી થોડાં વર્ષોમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
શેર્ડ ખેતસી ખીંઅસી ધુલ્લા
[ પ
એમની શાખાએ મુંબઈ ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, કર્ણાટક, મેગલાઇ, બંગાળ આદિ અનેક પ્રદેશેાનાં મુખ્ય કેન્દ્રોમાં સ્થપાતી ગઇ. ખેતસી શેઠના માદન હેઠળ ધમધેાકાર વેપાર થવા લાગ્યા. તેમની આંટ અને પ્રતિષ્ટા ઉત્તરાત્તર વધતાં ચાલ્યાં.
,,
એક પ્રસંગમાં તેમણે પાતાની મિલ્કત અંગે એક આગેવાન પાસે વાતચીત દરમિયાન કહેલુ કે પેાતાની પાસે આટલી રકમ છે, કરાડ થવામાં કેટલી એછી? બસ એ દિશામાં જ મારાં પ્રયત્ન છે એમ જણાવીને તેએ ખડખડાટ હસી પડેલા ! રિફા કે વિઘ્ર સ ંતાષીએ એમની આ વાતને “ લેાભીવૃત્તિ ” અથવાતા “ ધમ`ડી ચેષ્ટા ’” તરીકે ખપાવવા સદા પ્રયાસેા કર્યાં કરતા, પરંતુ ખેતસી શેઠ આવી નિષેધાત્મક પ્રવૃત્તિથી સદાય દૂર રહેવાના જ પ્રયત્ન કરતા. એમના તેજોભંગ કરવાના પ્રયત્ના પણ થયેલા, એમનુ સ્વમાન હણવાનાં ષડ્યંત્ર પણ રચાયાં, પરંતુ તેમણે એ તરફ કઢિયે ગભીરતાથી જોયું નહિ કે બદલાની ભાવના સુદ્ધા રાખી નહિ. એમના સ્વભાવની આવી ઉદારતા એમના વ્યક્તિત્ત્વના શ્રેષ્ટ ગુણ ગણાવી શકાય. એમણે તા કેાઈની સામે વેરવૃત્તિ ન દાખવી, પરંતુ જ્ઞાતિના હિતેચ્છુઓને અવશ્ય લાગેલું કે ખેતસી શેઠને પૂરેપૂરો લાભ કચ્છી દશા એશવાળ જ્ઞાતિ ન લઈ શકી, એ એક મેાટી કમનશીખી હતી!
એ અરસામાં મુંબઇના વ્યાપારી આલમમાં તે એમને પડ્યો ખેલ ઝીલાતા. તે વખતે નિમ્નાક્ત કંપનીઓના તેએ ડિરેકટર કે સ્થાપક હતાઃ બેન્ક ઓફ ઈન્ડીઆ લિ, એમ્બે સેફ ડિપેાઝિટ લિ॰, જ્યુપીટર જનરલ ઈન્સ્યોરન્સ કું॰ લિ॰, રજપુતાના મિનરલ કું॰, અશાક સ્વદેશી સ્ટેાસ વિ॰, ન્યુ સ્ટેક એકસચેન્જ અને એએ કેપ્ટન એક્સચેન્જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
કચ્છના અર્વાચીન જગડુશાહ
શેઠ હરનંદરાય રામનારાયણ, સર ઈબ્રાહીમ, સર સાસુન સાહેબ જેવા મુંબઈના તે વખતના આગેવાન ઉદ્યોગપતિએ અને વ્યાપારીઓ ખેતસી શેઠના અંગત મિત્ર હતા. કચ્છમાં સૌ પ્રથમ “સર”ની પદવી પામેલા સર વસનજી ત્રીકમજી એમના વેવાઈ થાય. એમના પુત્ર મેઘજી વેરે ખેતસી શેઠના લઘુ બંધુ હેમરાજ શેઠની પુત્રી લક્ષ્મીનાં લગ્ન થયેલાં. એ ઉપરાંત અનેક રાજા-મહારાજાઓ સાથે એમને નિકટનો સંબંધ હતા.
ખેતસી શેઠે લાખ રૂપીઆ કમાઈ જાણ્યા અને લાખે ખરચી જાણ્યા લેકસંગ્રહની એમની ઉદાત્ત ભાવના એમના સુકૃત્યમાં આબેહૂબ પ્રતિબિંબિત થાય છે. સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં એમણે દાનનો જે અવિરત પ્રવાહ વહેવડાવ્યું છે તેની નોંધ એમની જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય એવી ગરિષ્ટ છે. કચ્છી સપૂતોની નામાવલિમાં પણ ખેતસી શેઠનું નામ ઉચ્ચ સ્થાન ધરાવે છે. જૈન સંઘની યાદગાર તવારીખમાં એમનાં કાર્યોની વિસ્તૃત સૂચિ સદૈવ જળવાઈ રહેવાની. એમનાં પ્રેરક કાર્યોની આછી રૂપરેખા અહીં નોંધીએ.
વિ. સં. ૧૯૫૬ માં કછ તથા હાલારમાં કારમી દુકાળ પડેલે, જેને લોકો “છપ્પનિયા કાળ” તરીકે ઓળખાવે છે. આ દુકાળના મેઢામાં અસંખ્ય મનુષ્ય અને પશુ-પક્ષિઓ ધકેલાઈ ગયાં. મોટા ભાગનું પશુધન નાશ પામતું જોઈને બધે અરેરાટી ફેલાઈ ગઈ. મનુષ્યની દુર્દશા જોઈ શકાતી નહતી. સખિ ગૃહસ્થો આવા સમયે પાછી પાની કરે ખરા?
આ કપરા સંજોગોમાં ખેતસી શેઠે પંદર જેટલી પાંજરાપિળોને છૂટે હાથે મદદ કરી. તેઓ પોતાના બંધુ હેમરાજ
શેઠ સાથે જાતે કચ્છ આવીને દુષ્કાળ–પીડિતેને અનાજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
શેઠ ખેતસી ખાંસી ધુલ્લા
[ ૭ કપડાં વગેરે વહેંચ્યું. પિતાના જન્મ સ્થાન સુથરીમાં તેમણે અન્નસત્ર ખેલ્યું. સર વસનજીએ તથા શેઠ જેઠાભાઈ દામજી મેગજીએ સુથરીમાં તેમ જ શેઠ લાલજી શામજીએ નલિયામાં સસ્તા અનાજની દુકાન ખોલીને રાહત કાર્ય કરેલું. હાલારમાં આવું કાર્ય કોણ કરી શકે? આર્થિક રીતે આ વિભાગ ઘણો જ પછાત હતા. આથી ખેતસી શેઠે ત્યાં મદદ પહોંચાડવા પિતાના સ્નેહિ ગોવિંદજીભાઈને મેકલાવ્યા. છ મહિના સુધી ચાલે એટલું અનાજ, કાપડ આદિ સામગ્રી તેમણે હાલારમાં વહેંચીને જીવરક્ષાનું શ્રેષ્ટ કર્તવ્ય બજાવ્યું. તેમના બંધુ હેમરાજ શેઠે પણ આ દુકાળમાં એક લાખ રૂપીઆ ખરચેલા. દલતુંગીના જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે હાલારના મહાજને એક ઠરાવમાં ખેતસી શેઠનાં સુકૃત્યેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી અને તેમને જગડુશાહ કહ્યા !!
વિ. સં. ૧લ્પ થી ૭૨ સુધીમાં પડેલા નાના-મોટા દુકાળ પ્રસંગોમાં ખેતસી શેઠે ખરા હૃદયથી આ પ્રમાણે સખાવતે કરેલી–નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર. દુષ્કાળમાં તેમણે સર્વે મળીને બાર લાખ રૂપીઆ ખરચેલા. એ જમાનામાં પાઈનું ચલણ પણ મોટું ગણાતું. રૂપીઓ ગાડાના પૈડા જેવું લાગે, ત્યારે બાર લાખ રૂપીઆની સખાવત કેટલી મોટી ગણાય એની કલ્પના કરી શકાય છે
ખેતસી શેઠે પિતાનાં આ કાર્ય સબંધમાં જે વિચારે વ્યક્ત કરેલા તે પણ નોંધનીય છે. પોતાના પ્રાણ સમાન પરના પ્રાણ સમજી પરને સુખ આપવાને હમેશાં તત્પર રહેવું એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય છે. નવિન યુગના વિચારશીલ નવ યુવકોને મારી સખાવતો બહુ મુલ્યવંતી
ભલે ન સમજાય. પણ અન્ન, વસ્ત્ર, અને જળ વગર પ્રાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
૮ ]
કચ્છના અર્વાચીન જગડુશાહ તજતા માનવ–આત્માઓને તે તે અવશ્ય ગમશે જ. અને તેમને ગમે એજ મારા હૃદયની પરમ ભાવના છે. વર્તમાન કાળના વિદ્વાનો મને માન આપે કે નહિ તેની મને દરકાર નથી. પણ દુષ્કાળમાં ઘાસ અને પાણી વગર જે ગાય, બળદો અને પશુ-પક્ષિઓ લાખોની સંખ્યામાં મરણ શરણ થાય છે તેઓને ઘાસ અને પાણી આપતી વખતે તેઓના હૃદયમાં જે શાંતિ વળે અને તેઓ જે એમ જ કહે કે “અમારાં જીવતર ઉપર જ દેશની આબાદી અને ઉન્નતિને આધાર છે” તે મારે વર્તમાન પત્રોના શર્ટિફિકેટની જરૂર નથી.” આવી સ્પષ્ટ વાણું ઉચ્ચારનાર આજે કઈ જોવા મળે ખરે?
એ વખતે દશા ઓશવાળ જ્ઞાતિ કોર્ટ-કચેરીઓ પાછળ બરબાદ થઈ ગઈ હતી. જ્ઞાતિ ઉપર છઉતેર હજારનું દેવું થયેલું. માત્ર એક કરાડ કેસમાં જ વીશ હજારનો ખર્ચ થયેલ! ખેતસી શેઠે પિતાની જ્ઞાતિને કરજ મુક્ત કરવાની ફરજ સમજીને બધી રકમ ભરપાઈ કરી આપી. જે એમ ન થયું હોત તો મુંબઈની મહાજનવાડી હાથમાંથી ચાલી જવાની અણી ઉપર હતી! ખેતસી શેઠની આ ઉદારતા બદલ જ્ઞાતિએ તા. ૧૯-૧૨-૧૯૧૭ ના દિને સર પુરશેત્તમદાસ ઠાકરદાસની અધ્યક્ષતામાં એમને માનપત્ર પ્રદાન કર્યું. આ પ્રસંગે યુરોપિયનો, પારસીઓ આદિ અન્ય કોમના લોકોએ પણ હાજરી આપેલી. માનપત્રની ખુશાલીમાં ખેતસી શેઠે રૂા. ૧૦૧૦૦૧) નિરાશ્રિત કુંડમાં, તથા રૂા ૨૫૦૦૦) અન્ય સંસ્થાઓને ભેટ આપ્યા. એમના બંધુ હેમરાજ શેઠે રૂ૨૧૦૦૦) નિરાશ્રિત ફંડમાં તથા રૂા. ૬૦૦૦) નલિયા બાલાશ્રમને ભેટ આપ્યા. એમના ભત્રીજા વશનજી તથા શિવજી સેજપાળે રૂા. ૫૦૦૦) નિરાશ્રિત ફંડમાં રૂા. ૧૦૦૦)
બાળાશ્રમ તથા છાત્રાલયને ભેટ આપ્યા. આ પ્રસંગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
શેઠ ખેતસી ખાસી ધુલા યાદગીરીમાં ફતેચંદ રાવળ નામના એક મુલતાની ગૃહસ્થ ખેતસી શેઠના નામે ધાર્મિક શિષ્યવૃત્તિ માટે રૂા. ૨૦૦૦) પાઠશાળાને અર્પણ કરેલા. જ્ઞાતિ તરફથી શેઠ જેઠાભાઈ નરશી કેશવજીએ તેમને પાઘડી તથા શાલ એનાયત કર્યા. ત્યારથી તેઓએ જ્ઞાતિ મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ બજાવી. એમનો ફેટે મહાજનવાડીમાં મૂકવામાં આવ્યું. જ્ઞાતિ પ્રત્યેની એમની અનન્ય સેવાઓના ઉપલક્ષમાં તેઓ જ્ઞાતિ ભૂષણ'નું ગૌરવાન્વિત બિરુદ પામેલા.
પિતાના વતન સુથરીમાં તેમણે સાધુ-સાધ્વીઓનાં ઘણાં ચોમાસાં કરાવ્યાં, વંદનાથ સંઘની ભક્તિ કરી, દક્ષે કર્યા, ધાર્મિક પુસ્તકો છપાવ્યાં, તથા જિનબિંબની પ્રતિછાએ કરાવી. ત્યાંના જિનાલયની હીરા-મોતીની ભવ્ય આંગી કરાવી આપી. ગામ માટે પુલ, ચબુતરે, ઈસ્પીતાલનું મકાન ચણાવી આપ્યાં. પ્રતિ વર્ષ રૂ. ૨૫૦૦) ખરચીને દવાખાનું ચલાવતા. ત્યાંની પાંજરાપોળની ચાલ પણ બંધાવી આપી. સાધારણ ખાતું ૪૨૦૦૦) કોરીના દેવામાં હતું તે ફેડયું. એમના આવા નાનાં-મોટાં કાર્યોની નોંધ લેવા જઈએ તે દળદાર ગ્રન્થ તૈયાર થાય!
વિ. સં. ૧૯૬૩ માં ખેતસી શેઠે બાવન ગામના સંઘને નિમંત્રીને સુથરીમાં જ્ઞાતિમેળે કર્યો. સુથરીમાં આ પહેલવહેલે પ્રસંગ હતે. સંઘને સાત રંક મિષ્ટાન્ન–ભેજન તેમણે ભાવથી કરાવ્યું. એવી જ રીતે વિ. સં. ૧૯૭૨ માં હાલારમાં આવીને જ્ઞાતિમેળે કર્યો કેમ કે કચ્છના મેળા પ્રસંગે હાલારના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહી શકેલા નહિ. હાલારમાં તે આવા બેએક મેળાઓ જ થયેલા, એટલે ખેતસી શેઠના મેળાને ત્યાંના લકે ભૂલ્યા નથી. કચ્છમાં જે કે અનેક જ્ઞાતિ-મેળાઓ તેમ જ ચંખરાઓ થયેલા, કિન્તુ ખેતસી શેઠને મેળે અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
કચ્છના અર્વાચીન જગડુશાહ રીતે અવિસ્મરણીય બને છે. આ કાર્યમાં તેમણે લક્ષાધિક રકમ ખરચી.
વિ. સં. ૧૯૬૯માં તેમણે શ્રી શત્રુંજય તીર્થને વિશાળ સંઘ કાઢ્યો. અંચલગચ્છાધિપતિ જિનેન્દ્રસાગરસૂરિજીને આ સંઘમાં પધારવાની તેમણે આગ્રહભરી વિનંતી કરી. ગચ્છાધિપતિએ એમની વિનંતીને સ્વીકારી હોત તે કચ્છ-માંડવીથી ચાર્ટડ સ્ટારમાં તેમને મુંબઈ તેડી જઈને ત્યાંથી ખાસ રેલ્વે સલૂનમાં પાલિતાણું લઈ જવાની તેમણે ભાવના રાખેલી. પાલિતાણા ઠાકોર દ્વારા સન્માન તેમજ માળ પહેરામણ પ્રસંગે રૂા. ૧૦૧૦૦૧) તેમને ચરણે ધરવાની અભિલાષા પણ તેમણે વ્યક્ત કરેલી. ગચ્છના આ ચરમ પટ્ટધર એ સમયે એકાંત જીવન વ્યતીત કરતા હોઈને તેમણે ચરિત્રનાયકની વિનંતીને સ્વીકાર ન કર્યો, નહિ તે એમની ઉપસ્થિતિમાં વિશેષ ધર્મ – જાગૃતિ થઈ શકી હોત એમાં શંકા નથી. એ અરસામાં જખૌમાં શેઠ લખમશી લધા દ્વારા ચેજિત જ્ઞાતિમેળે પૂર્ણ થતાં વિશાળ જનસમુદાય આ તીર્થ સંઘમાં સામેલ થયેલ. કુલ ત્રણ સ્ટીમ્બરે ભરાયેલી. મુનિમંડલાસર ગૌતમસાગરજી મહારાજ આદિ સાધુ-સાધ્વીઓનો વિશાળ પરિવાર પણ સંઘ પ્રસંગે શ્રી શત્રુંજયમાં ઉપસ્થિત રહેલે, આ સંઘમાં ખેતસી શેઠે રૂ. ૧૭૫૦૦૦) ને ખર્ચ કર્યો. એ પછી એમના કુટુંબીજને સાથે એમણે જ્ઞાતિમાં રૂા ૮૦૦૦૦) ના ખર્ચે સાત વાસણોની લહાણી કરી. જ્ઞાતિ તેમ જ જૈન સમાજ માટે આ અપૂર્વ પ્રસંગે હતા, જેને લોકે આજે પણ યાદ કરતા થાકતા નથી. તેમના સુકૃએ દશા ઓશવાળ જ્ઞાતિને, કચ્છી પ્રજાને તેમ જ જૈન ધર્મને અભિનવ ગૌરવ અપાવ્યું.
તેમણે ઉદેપુર, વણથળી, ચાલીસગામ, ખંડવા, આકેલા, શિકારપુર વગેરે સ્થળોએ ઉપાશ્રય, ધર્મશાળાદિ બંધાવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
શેઠ ખેતસી ખીંઅસી ધુલા
[ ૧૧ તેમજ પાલિતાણા પાસેના એક ગામમાં ઈસ્પીતાલનું મકાન બંધાવી આપ્યું હતું. હાલારમાં ડબાસંગ વિભાગના ઘણાં ગામમાં ધાર્મિક પાઠશાળાઓ શરૂ કરાવી, જિનાલયેની ટીપમાં કે અન્ય ધાર્મિક કાર્યોમાં તેમણે પ્રકટ રૂપે કે ગુપ્ત દાનમાં લાખો રૂપીઆ નોંધાવ્યા છે. ખંડવામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં એમને ફાળે મુખ્ય હતે. ઉજ્જૈનમાં જેસિંગપુરાના શ્રી પાર્શ્વ નાથ જિનાલયનું નિર્માણ પણ તેમના દ્વારા થયેલું.
લીંબડીના ઠાકર સર દોલતસિંહજી તેમને વડીલ બધુ તરીકે માન આપતા. એમના વચ્ચે કુટુંબ જે સંબંધ હતે. એક-બીજાના મહેમાન બન્યા વિનાનું કેઈ વર્ષ નહિ હોય. એમની વચ્ચેના નિકટના સંબંધનું મૂળ વ્યાપાર-હિત હતું. લીંબડી રૂના વ્યાપારનું એ વખતે અગત્યનું કેન્દ્ર હતું અને ખેતસી શેઠ આ વ્યવસાયના શાહ સોદાગર હતા. ઠાકરસાહેબની ભલામણથી ખેતસી શેઠે કઠારી મગનલાલ ભુરાભાઈ જેન વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાથીભવનના બાકી રહેલા અડધા મકાનનું બાંધકામ કરાવી આપવા તેમ જ તેના ચોકમાં શ્રી શાંતિનાથ પ્રભુનું શિખરબંધ જિનાલય બંધાવી આપવાનું પિતાને માથે લીધું. આ બન્ને કાર્યોમાં અનુક્રમે સત્યાવીસ હજાર તથા બત્રીસ હજાર રૂપીઆ ખર્ચ કર્યો. તેમના માનમાં ઠાકોર સાહેબ દ્વારા શૈક્ષણિક કારકિર્દી માટે પ્રતિવર્ષ સુવર્ણ ચંદ્રક અપાતું. ત્યાં બે ઉપધાન પ્રસંગે રૂા. ૨૪૦૦૦) ને તેમણે ખર્ચ કર્યો.
પં. મદનમોહન માલવિયાજીએ સ્થાપેલ બનારસ હિન્દ વિશ્વવિદ્યાલયમાં તેમણે રૂપીઆ એક લાખની સખાવત કરી, તથા તેમાં જૈનચેરી સ્થાપવા માટે રૂા. ૪૦૦૦૦) પણ અર્પણ
કર્યા. ભક્તકવિ શિવજી દેવશી મઢડાવાલાએ વિ. સં. ૧૯૫૯ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
કુચ્છના અર્વાચીન જગડુશાહ
સ્થાપેલ છાત્રાલયમાં તેમણે તથા સર વશનજીએ અડધા અડધા લાખ અર્પતાં તેમનાં બેઉનાં નામ એ સસ્થા સાથે જોડવામાં આવ્યાં. વિ. સ. ૧૯૬૯ માં પાલિતાણામાં રેલ હેાનારત સર્જાતાં રૂા. ૧૫૦૦૦) રાહુતાથે પણ તેમણે આપેલા. આ ઉપરાંત મુંબઈમાં એમની જ્ઞાતિના વિદ્યાર્થીગૃહમાં રૂા. ૧૦૦૦૦) તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં એક લાખની સખાવત કરી. પ્રાફેસર બેયઝ ઈન્સ્ટીટયૂટને એમણે પાંચ હજાર રૂપીયા આપ્યા. જામનગરમાં આણુ દુખાવાના અનાથાશ્રમને પણ ખેતસી શેઠે સંગીન સહાય પહેોંચાડી; તેના ટ્રસ્ટી નિમાઇને ગરીબોનાં દુ:ખ નિવારવા તેમણે ઘણા પુરુષા કરેલા.
મુંબઈમાં નવપદજીના ઉજમણા પ્રસંગે નવ દિવસ આયબિલ તેમ જ અઢાર ટૂંક જ્ઞાતિ જમણોમાં રૂા. ૮૦,૦૦૦) ખરચ્યા. આ રીતે અનેકવિધ ક્ષેત્રમાં તેમણે લક્ષ્મીના ધેાધ વહાવીને જીવન કૃતાર્થ કર્યું. એમની બધી સખાવતાને આંકડો રૂપી પચીશ લાખ જેટલા થાય છે.
ઈ. સ. ૧૯૧૬ માં કલકત્તામાં ભરાયેલા જૈન શ્વેતાંબર કાન્ફરન્સના અગિયારમા અધિવેશનના પ્રમુખ થવાનુ સન્માન ખેતસી શડને મળેલું. તેઓ પહેલા કચ્છી પ્રમુખ હતા. તેના મંત્રી તરીકે હીરજી શેડ ચુંટાયેલા. આ પ્રસંગે સ્પેશિયલ ટ્રેઇન કાઢીને તેઓ કલકત્તા ગયેલા. ત્યાં એમના ખાદશાહી સત્કાર થયેલા. ખુલ્લા અધિવેશનમાં તેમણે અનેક સખાવતા જાહેર કરેલી. એમના પ્રવચનને કલકત્તાના દૈનિક પત્રાએ ખૂબ વખાણેલું.
વેપારી કુનેહ અને ઉદાર સખાવતાને કારણે સરકાર તરફથી તેમને જે. પી. જસ્ટીસ એફ પીસના ઈલકાબ પણ એનાયત થયેલે.
એમના પુત્ર હીરજી શેઠ પણ ભારે પ્રતાપી પુરુષ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
શેઠ ખેતસી
અસી ધુલ્લા
[ ૧૩
સેન્ટ ઝેવિયર્સ કૅલેજમાં તેમણે પ્રિવિયર્સ સુધીનો અભ્યાસ કરેલે. પાશ્ચાત્ય કેળવણીથી રંગાયા તેમ જ એવા જ વાતાવરણમાં ઉછર્યા હોવા છતાં એમનામાં જ્ઞાતિ તેમ જ ધર્મ પ્રત્યેની દાઝ ઓર જ હતી. કેળવણીને લાભ ગરીબે પણ મેળવી શકે તે માટે તેમણે અનેકને મદદ આપી હતી. વિદ્વાનેને તેઓ પષતા. તેમના બે વખત લગ્ન થયાં. અને બન્ને લગ્નેને પરિણામે તેમને પ્રથમ પુત્રી ચંદનબાઈ તથા દ્વિતીય પુત્ર હિરાચંદ (જન્મ તા. ૭-૧-૧૯૨૦) અનુક્રમે પ્રાપ્ત થયાં. દેશ-વિદેશના તેમણે પ્રવાસે ખેડેલા અને અનેક મિત્રે મેળવેલા. તેમનો જાપાનનો પ્રવાસ વેપારની દષ્ટિએ ફળદાયી નિવડેલે. રાજવી કુટુંબ સાથે પણ તેમને ઘરેબે હતો. ખાસ કરીને પાલણપુરના નવાબ તાલેમહમદખાન, વડોદરાના કુંવર જયસિંહરાવ ગાયકવાડ, પોરબંદર–નરેશ નટવરસિંહ, લીંબડીના યુવરાજ દિગ્વિજયસિંહ વગેરે સાથે એમને કુટુંબ જે સંબંધ રહેલે. પુનામાં Š ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટની લાયબ્રેરી માટે મકાન બંધાવી આપીને રૂા. ૫૦૦૦૦)ની સખાવત કરેલી. એમના નામની તકતી પણ ત્યાં મુકવામાં આવી છે. તેઓ અચ્છા ઘોડેશ્વાર હતા, તેમ જ ક્રિકેટના પણ એવા જ શોખીન હતા. હિન્દુ જીમખાનાના પેટ્રન તરીકે પણ રહેલા. એ ઉપરાંત ફ઼િમેશન ઔરીએન્ટલ કલબ, રીયલ એશિયાટીક સોસાયટી, મુંબઈ વગેરેના સભ્ય હતા. એમની જ્ઞાતિના વિદ્યાથીગૃહના ટ્રસ્ટી હતા. આરે દુધ કેન્દ્રથી પ્રસિદ્ધ આરેગાંવના તેઓ ખાતેદાર હતા. ત્યાં જ્ઞાતિબંધુઓને વસાવવાની એમની યોજના હતી. તે કાર્યાન્વિત થાય એ દરમિયાન તેમણે યુરોપની મહત્ત્વાકાંક્ષી સફર ખેડી. ઘણું આશા અને ઉમંગથી તેમણે પ્રયાણ કરેલું પરંતુ આ સફર પ્રાણઘાતક પુરવાર થઈ. પેરીસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
કચ્છના અર્વાચીન જગ′શાહ
તએ અચાનક માંઢગીના પંજામાં સપડાઇને પથારીવશ થયા અને તા. ૧૬-૭-૧૯૨૦ ના દિને માત્ર ૩૨ વર્ષની ભરયુવાન વયે પેરીસમાં જ અવસાન પામ્યા. તેઓ પેાતાની પાછળ વારસદાર તરીકે સાતેક મહિનાના એક માત્ર પુત્ર હીરાચંદને મૂકતા ગયા. હીરાચંદ શેઠ, તેમના પત્ની ઝવેરબાઈ તથા તેમના પુત્ર હુંસકુમાર (જન્મ તા. ૬-૯-૧૯૫૩) હાલમાં વિદ્યમાન છે.
પેાતાના એકના એક વહાલસેાયા પુત્ર હીરજી શેઠના અકાળ અવસાનથી ખેતસી શેઠ અને વીરબાઈ શેઠાણીને પારાવાર આઘાત થયા. પુત્ર શેાકથી ખેતસી શેઠની તબિયત લથડી. ઠાકાર સર દૌલતસિંહજી તેમને હવાફેર માટે આગ્રહપૂર્વક લીંબડી તેડી ગયા. ત્યાંના સ ંઘે તેમને ઘણે। જ આદર સત્કાર કર્યાં. ત્યાં વિદ્યાર્થીભવન અને જિનાલયના નિર્માણ અંગે આ અરસામાં જ તેમણે નિણય લીધેલા જેના ઉલ્લેખ થઇ ગયા છે. આ અંગે . સંસ્થાએ જે ઠરાવ કર્યાં છે તે આ પ્રમાણે છે: “ નેક નામદાર ખુદાવિંદ ઠાકોર સાહેબની લાગવગ અને પ્રયાસથી આ મકાનના બાકીના પડતર પ્લેટ ઉપર મકાન બંધાવી આપવા તથા દેરાસરજી મેડિંગના કમ્પાઉન્ડમાં કરાવી આપવા જે ઉદારતા જાહેર કરેલી છે તે માટે શેઠ સાહેબ ખેતસીભાઇના તથા નામદાર ઠાકાર સાહેબ બન્નેના ઉપકાર માનવાના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે” (ઠરાવ નં. ૯ તા. ૮-૫-૨૧)
એજ વર્ષોંમાં ઠાકેાર સાહેબના વરદ્ હસ્તે ખાત મુહૂ થયું. ખેતસી શેઠ પણ આ પ્રસંગે ત્યાં જ હતા. સંસ્થાના ઇતિહાસમાં આ એક અપૂર્વ પ્રસંગ હતા. આ સસ્થા પછી તે ખૂબ ફૂલી ફાલી. સૌરાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રસીકલાલ પિરખ, ઢેખર પ્રધાનમ`ડળના પ્રધાન જગુભાઈ પરિખ જેવા મહાનુભાવા આ વિદ્યાર્થી ભવનના એક વખતના છાત્રા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
શેઠ ખેતસી ખીંચસી ધુલ્લા
| [ ૧૫ ખેતસી શેઠે તેમના સગત પુત્ર હીરજી શેઠની સ્મૃતિમાં ઉક્ત સખાવત કરી હાઈને આ સંસ્થાના પેટ્રન તરીકે પહેલું નામ હીરજી શેઠનું અને બીજું કઠારી શેઠનું આવે છે. જિનાલય તથા વિદ્યાર્થીભવનનું બાંધકામ હજી ચાલતું હતું
એ દરમિયાન શેઠશ્રી પુનઃ માંદગીમાં પટકાઈ પડ્યા. પુનઃ ઠાકોર સાહેબના આગ્રહથી લીંબડી પધાર્યા. આજે વિદ્યાર્થી ભવનની સામે જે સરકારી અતિથિગૃહ છે તેમાં તેમને ઉતારો રહે. દરરોજ સાંજે ઠાકોર સાહેબ ત્યાં આવે અને મંડળી જામે. પછી સાથે જ તેઓ ફરવા જાય. આખુ શહેર તેમને કચ્છી શેઠ તરીકે ઓળખે અને તેમને ઘણું માન આપે. પરંતુ એમની વિનમ્રતા આંખે વળગે એવી. ખુદ લીંબડીનરેશ એમને પડ્યો બોલ ઝીલે, ત્યાં સામાન્ય શહેરોની વાત ક્યાં? છતાં શેઠશ્રી તે હાથ જોડીને જ પોતાની વિનમ્રતા દર્શાવે. ઉક્ત સંસ્થામાં આવે એટલે પહેલાં જ પૂછે કે “શેની જરૂર છે?” એક વખત ત્યાંના ગૃહપતિએ કહ્યું કે “શેઠ સાહેબ, એકાદ તિજોરી હોય તે જખમ ઓછું લાગે.” તરત જ શેઠે મજબૂત તિજોરી મંગાવી આપવાને હુકમ કર્યો. આજે પણ એજ તિજોરી વપરાય છે. ટૂંકમાં ધનથી તો અમીર હતા જ પરંતુ દિલના પણ અમીર, જેને કચ્છીમાં ધુલ્લા રાજા કહે છે એવા જવંશે પણ ધુલ્લા !
ધર્મ પ્રવૃત્તિમાં પુત્રનો શોક છેડે વિસરાયે, પરંતુ હદયમાંથી એને ઘા રૂઝાય નહિ. અંતે શોકમગ્ન દશામાં એમણે પોતાનો પાર્થિવ દેહ વિ. સં. ૧૯૭૮ ને ફાગણ વદ ૯ને બુધવારે (તા ૨૨-૩-૧૯૨૨) લીંબડીમાં પાડ્યો. એ વખતે એમની ઉંમર સડસઠ વર્ષની હતી. એમના મૃત્યુથી બધે શોક-છાયા વ્યાપી વિરબાઈ શેઠાણીએ શોક નિવારણ પ્રસંગે સમસ્ત જ્ઞાતિને આમંત્રણ આપીને મુંબઈથી પૂનાને સંઘ કાઢ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
કચ્છના અર્વાચીન જગડુશાહ
વિ. સં. ૧૯ જિનાલયની ભાગ્યશાળી
ન્વયે
વિ. સં. ૧૯૮૧ માં ફાગણ શુદિ ૫ ના દિને લીંબડીમાં ખેતસી શેઠ દ્વારા નિર્મિત જિનાલયની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ આ વિરલ અવસરે માણવા તેઓ ભાગ્યશાળી ન થયા. એ પ્રસંગે સંઘે એમની સ્મૃતિ જાળવવા ઠરાવ કરેલે, જે અન્વયે સંસ્થાના મકાનના બહારના ભાગમાં મેટા અક્ષરે આ પ્રમાણે તકતી મુકવામાં આવી: “મુંબઈવાળા શેઠશ્રી ખેતસીભાઈ ખી અસીએ સંસ્થાના મકાનને આ ભાગ તથા દેરાસર બંધાવી આપી શ્રી સંઘને અર્પણ કરેલ છે.”
ખેતસી શેડની મહાનતા માટે એક જ પ્રસંગ ના પર્યાપ્ત થશે. એ જમાનામાં “સરને ઈલકાબ ઘણો મોટો ગણાતો. મેટા મેટા શ્રીમંતે તે મેળવવા પડાપડી કરતા. ખેતસી શેઠને સૂચવવામાં આવ્યું કે જો તેઓ સરકાર પ્રેરિત સંસ્થા માટે બે-ત્રણ લાખ રૂપિઆનું દાન જાહેર કરે તે સરકાર એમની કદર કરે. ખેતસી શેઠે આ સૂચન કરનાર મિત્રને સાફ સંભળાવી દીધું કે “સરકાર કરતાં મારો પ્રભુ મારી કદર કરે એ હું વધુ પસંદ કરું છું !” એમ કહીને તેમણે સરકારી ઈલકાબ કરતાં ગરીબની દુઆ મેળવવાનું વધુ પસંદ કર્યું. દુકાળ-પીડિત લાખોના અશ્રુ લુછીને તેઓ “સરને બદલે લેકેના શિરતાજ બની ગયા. જગડુશાહ જેવી ઉજ્જવળ કીતિ તેઓ પામ્યા. આ કેટિધ્વજ શ્રેણીનાં સુકૃત્યોથી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ તેમ જ સમસ્ત કચ્છ ગૌરવની લાગણી અનુભવે છે. આ ધુલ્લો રાજા ફરી ફરી મળે એ જ અભ્યર્થના.
– અર7
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________ શ્રી યુ. alcooble Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com