________________
ના દર્શન કરી શત્રુંજય પહે
સુધી ત્યાં
મહારાવ ભારમલજી પ્રાતિબંધક રાજાએ એક સશસ્ત્ર સુભટો આપીને સંઘપતિ બંધુઓ પાસેથી વચન માગ્યું કે તેમણે જામનગરમાં વસીને વ્યાપાર કરો. રાજ્ય તરફથી તેમને બધી સગવડ કરી આપવામાં આવશે ઈત્યાદિ ખાત્રીઓ પણ રાજાએ આપી. સંઘપતિઓએ રાજાની વાત સ્વીકારી લીધી. આથી હર્ષિત થઈને રાજાએ તેમને વસ્ત્રાભૂષણે આદિ શિરપાવ આપે.
એક માસ બાદ સંઘ શ્રી શત્રુંજય પહોંચે અને શ્રી આદીશ્વર પ્રભુના દર્શન કરીને કૃતાર્થ થયે. પંદર દિવસ સુધી ત્યાં રહીને સંઘપતિઓએ ધર્મકાર્યાદિમાં પ્રચુર દ્રવ્ય ખરચ્યું. ગિરિરાજ ઉપર રાજ સંપ્રનિ, કુમારપાલ, મંત્રીશ્વરવિમલ તથા વસ્તુપાલ-તેજપાલ વગેરે દ્વારા નિર્મિત ભવ્ય જિનાલયેની શ્રેણિ જોઈને કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વિ. સં. ૧૯૫૦ ના માગશર વદિ ૯ ના દિને બે જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. આ તીર્થ સંઘમાં ઉપસ્થિત રહેલા સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય રાજસી શાહ નાગડાએ પણ સૂરિજીના ઉપદેશથી ૧૩ ના દિને શુભ મુહૂર્તમાં જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ તીર્થયાત્રાથી પાવન થઈને સંઘ સ્વસ્થાને પાછો પધાર્યો. વચનાનુસાર સંઘપતિ બાંધો જામનગરમાં આવીને વસ્યા. તેમની સાથે ૫૦૦૦ ઓશવાળ પણ ત્યાં વસ્યા. તેમણે ખુબ વ્યાપાર વૃદ્ધિ કરીને જામનગરની સમૃદ્ધિને વધારી. રાજાએ પ્રસન્ન થઈને તેમને પોતાના મંત્રીઓ નીમ્યા.
પસિહ શાહનાં પત્ની કમલાદેવીની પ્રેરણાથી બને બાંધવેએ જામનગરમાં ભવ્ય જિનાલય બંધાવવાનો નિર્ણય કર્યો. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેનું વિ. સં. ૧૬૬૮ ના શ્રાવણ શુદિ ૫ ના દિને ઉત્સવપૂર્વક ખાતમુહૂર્ત થયું. ૬૦૦ કુશળ સલાટોએ આઠ વર્ષ સુધી કામ કરીને ભવ્ય જિનપ્રાસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com