________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
વિ. સં. ૧૬૭૧ માં ધર્મમૂર્તિસૂરિ પાટણમાં કાલધર્મ પામતાં, તે જ વર્ષે પિષ વદિ ૧૧ ના દિને કલ્યાણસાગરસૂરિને ત્યાં ગચ્છનાયકપદે વિભૂષિત કરવામાં આવ્યા. અંચલગચ્છના ૬૫ મા પટ્ટધર તેઓ થયા. એ વખતે મહોપાધ્યાય રત્નસાગરજી આદિ જેવા વૃદ્ધ તેમ જ જ્ઞાનવૃદ્ધ બીજા શિષ્ય પણ હોવા છતાં ધર્મમૂર્તિસૂરિએ પોતાના અનુગામીની પસંદગી કલ્યાણસાગરસૂરિ જેવા યુવાન શિષ્ય ઉપર ઉતારી, જે દ્વારા તેમની ઉચ્ચ પ્રતિભાના આપણને દર્શન થઈ શકે છે. એ વખતે એમની ઉંમર આડત્રીસ વર્ષની જ હતી.
એ પછી બીજે જ વર્ષે એટલે કે વિ. સં. ૧૬૭૨ માં ઉદેપુરના સંઘે ચરિત્રનાયકને “યુગપ્રધાનપદે વિભૂષિત કર્યા એ સંબંધમાં પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. આવું સર્વોચ્ચ સન્માન મેળવનારાઓમાં અંચલગચ્છમાં ચરિત્રનાયક છેલ્લા ગચ્છનાયક છે. તત્કાલીન વિશ્વસનીય પ્રમાણમાં પણ એમના “યુગપ્રધાન’ પદ અંગે ઉલ્લેખ મળે જ છે.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી જામનગરના મંત્રી બાંધવો વદ્ધમાન-પદ્ધસિહ શાહે વિપુલ ધન ખરચ્યું છે, જેની નોંધ અંચલગચ્છના ઈતિહાસમાં આગવું પ્રકરણ રેકે એટલી વિસ્તૃત તેમ જ ગરિષ્ટ છે. મૂળ તેઓ લાલણ ગોત્રના તેમ જ કચ્છના આરીખાણાના રહીશ. પછી પોતાનું ભાગ્ય અજમાવવા તેઓ કચ્છ-ભદ્રાવતીમાં વસ્યા અને અઢળક ધન કમાયા. સૂરિને ઉપદેશ સાંભળીને વિ. સં. ૧૬૫૦ માં તેમણે શ્રી શત્રુંજયને વિશાળ તીર્થસંઘ કાઢેલ. સંઘ જામનગર પધાર્યો ત્યારે સંધપતિઓએ જામ જસવંતસિંહને મૂલ્યવાન ભેટશું ધયું. રાજાએ પ્રસન્ન થઈને તેમને કશુંક માગવાનું કહ્યું.
એટલે સંઘપતિ બાંધવોએ સંઘના રક્ષણાર્થે સુભટો માગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com