________________
૨ ]
મહારાવ ભારમલજી પ્રતિબોધક વર્ષ થયે તે વખતે અંચલગચ્છાધિપતિ ધર્મમૂર્તિસૂરિ વિહરતા લેલાડામાં પધાર્યા. શ્રેષ્ઠી નાનિગ વ્યાપાર અથે પરદેશ ગયે હેઈને બાળક માતા સાથે ગુરુવંદના ઉપાશ્રયમાં ગયે અને દૈવી સંકેતાનુસાર ગુરુના ખેાળામાં દોડીને બેસી ગયે. આથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. ગુરુએ બાળકના સામુદ્રિક લક્ષણે જેઈને નામિલદેવી પાસે તેની માગણી કરી. અને જણાવ્યું કે તેના દ્વારા જૈન શાસનને મહિમા વધશે. બાળકના પિતા પરદેશ ગયા હેઈને તે બહાનું આગળ ધરીને માતાએ પિતાની અનિચ્છા વ્યક્ત કરી. બાળક નવ વર્ષને થયો ત્યારે સૂરિ પુનઃ ત્યાં પધાર્યા. એમની વૈરાગ્ય-ગંભીર વાણીનું શ્રવણ કરીને કેડનને વૈરાગ્ય ઉત્પન્ન થયા. માત– પિતાની આજ્ઞા લઈને તેણે ગુરુને સંગાથ લીધે ઈત્યાદિ વૃત્તાન્ત પટ્ટાવલીમાં છે.
ધર્મમૂર્તિસૂરિ બાળકને લઈને ધવલ્લકપુર-ધોળકામાં પધાર્યા. વિ. સં. ૧૬૪૨ ના ફાગણ શુદિ ૪ ને શનિવારે ત્યાં તેને દીક્ષા આપીને તેનું કલ્યાણસાગરમુનિ એવું નામાભિકરણ કર્યું. ત્યાંના નાગડા ગેત્રીય માણિક નામના ધનવાન શ્રેષ્ઠીએ પાંચ હજાર ટંક ખરચીને દીક્ષા-મહોત્સવ કર્યો. પાલિતાણામાં વિ. સં. ૧૬૪ ના મહા શુદિ ૫ ને દિવસે વડી દીક્ષા આપવામાં આવી હતી એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. અન્ય પ્રમાણગ્રન્થમાં વર્ણન છે કે ગુરુએ પુંડરગિરિ–શત્રુંજયમાં જિનેશ્વર પ્રભુનું ધ્યાન ધરતાં તેમને જણાયું કે નવોદિત શિખ્ય સર્વગુણ સંપન્ન છે. આથી તેમને એગ્ય જાણીને વિ. સં. ૧૬૪૯ ના મહા સુદિ ૬ ને રવિવારે અહમ્મદપુર-અમદાવાદમાં આચાર્ય પદે વિભૂષિત કરવામાં આવ્યા. તે અવસરે દીવ બંદરના મંત્રીવર્ય ગેવિંદ શાહે ઘણું ધન ખરચીને પદોત્સવ કર્યો એ
પછી ચરિત્રનાયકનો મહિમા સર્વત્ર વિસ્તૃત પામ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com