________________
મહારાવ ભારમલજી પ્રતિબંધક
શ્રી કલ્યાણસાગરસૂરિ
સેમસાગર, શિદધિસૂરિ, શિવસિલ્વરાજ, કલ્યાણબ્ધિ જેવાં વિવિધ નામેથી વર્ણાયેલા, “જંગમતીર્થ” “યુગપ્રધાન”
જગદગુરુ” આદિ ગૌરવાન્વિત ઉપમાઓથી બિરદાયેલા કલ્યાણસાગરસૂરિ કચ્છના મહારાવ ભારમલજીના પ્રતિબંધક તરીકે ઉજજવળ કીર્તિ પામ્યા છે. એમના આ પ્રતિબંધથી કરછમાં અંચલગરછને પાયે સુદઢ થયે, એટલું જ નહિ રાજ્યાશ્રય મળવાથી તે સવિશેષ કૂલતે-ફાલતો રહ્યો.
વઢિયાર પ્રદેશ અંતર્ગત લેલાડા ગામમાં શ્રીમાલી જ્ઞાતીય, કઠારીવંશીય, શ્રેષ્ઠી નાનિગની ભાર્યા નામિલદેવીની કુખે વિ. સં. ૧૬૩૩ ના વૈશાખ શુદિ ૬ ના દિને ચરિત્રનાયકને જન્મ થયે હતે. એમના પૂર્વાશ્રમનું નામ કોડનકુમાર હતું. બાળક સ્વરૂપે ઈન્દ્ર જે પ્રભાવશાળી હિતે એમ તત્કાલીન પ્રમાણુ-ગ્રન્થમાંથી વર્ણને પ્રાપ્ત થાય છે.
અંચલગચ્છની મેટી પટ્ટાવલી”માં ચરિત્રનાયકના જન્મ તથા દીક્ષા સંબંધમાં વિસ્તૃત પ્રસંગે વર્ણવાયા છે, જેને ટૂંક સાર આ પ્રમાણે છે. ગર્ભાધાન વખતે માતાએ સ્વપ્નમાં ઊગતા સૂર્યને નીરખે. કુળગુરુ શ્રીધર ભટ્ટને સ્વમનું રહસ્ય પૂછતાં તેણે દૈવી પુત્રજન્મનું કુળ સૂચવ્યું. તદનુસાર માતાએ બાળક કોડનને જન્મ આપ્યો. એ વખતે કેડનની
સાતેક વર્ષની સેમા નામની બહેન પણ હતી. કેડન પાંચેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com