________________
| [ ૫
શ્રી કલ્યાણસાગરસૂરિ તૈયાર કર્યો. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેની વિ. સં. ૧૬૭૬ માં વૈશાખ શુદિ ૩ ને બુધવારે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન સમેત ૫૦૧ જિનબિઓની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ પછી વિ. સં. ૧૬૭૮ ના વૈશાખ શુદિ ૫ ને શુક્રવારે ભમતીની દેવકુલિકાઓમાં દ્વિતીય પ્રતિષ્ઠા થઈ. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે મંડપુર, છકારી, આદિ સ્થાનમાં પણ શિખરબંધ જિનાલયે બંધાવ્યાં. શત્રુંજયમાં એમનાં બને જિનાલનું કાર્ય પૂર્ણ થતાં ત્યાં વિ. સં. ૧૯૭૫ માં વર્ધમાન, તથા પદ્ધસિંહ શાહે પોતાનાં જિનમંદિરમાં અનુક્રમે શ્રી શાંતિનાથ, શ્રી શ્રેયાંસનાથ, આદિ જિનબિંબની અંજનશલાકા કરાવીને પ્રતિષ્ઠા કરાવી. વિ. સં ૧૬૭૬ ના ફાગણ શુદિ ૨ ના દિવસે પદ્મસિંહ શાહે દ્વિતીય પ્રતિષ્ઠા પણ કરાવી. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું. પાછળથી રાજ-ખટપટ જાગતાં જામનગર છેડીને તેઓ પુનઃ ભદ્રાવતીમાં આવીને વસ્યા ઈત્યાદિ કડીબંધ પ્રમાણે મળે છે. ચરિત્રનાયકના ઉપદેશથી બને બાંધવાએ પાવાગઢ, ગિરનાર, તારંગા, આબૂ , સમેતશિખર, શત્રુંજય આદિ અનેક તીર્થોની યાત્રા કરીને ત્યાં જીર્ણોદ્ધારનાં કાર્યો કર્યા. ભદ્રેશ્વરતીર્થને પણ તેમણે જીર્ણોદ્ધાર કર્યો અને પ્રતિષ્ઠા કરાવીને ઘણું ધન ખરચ્યું.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી આગરા નિવાસી લોઢા ગેત્રીય મંત્રી બાંધવ કુંરપાલ–સોનપાલે પણ ધર્મકાર્યોમાં વિપુલ દ્રવ્ય ખરચ્યું. એમની રાજકીય કારકિદી પણ ગરિષ્ટ છે. અહીં તે એમનાં ધાર્મિક કાર્યો અંગે જ અલ્પ ઉલ્લેખ કરીને સંતોષ માનશું. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી તેમણે વિ. સં. ૧૯૭૦ માં આગરાથી સમેતશિખરજીને ઐતિહાસિક સંઘ કાઢ્યો હતો. એ પહેલાં પણ તેમણે વિ. સં. ૧૬૫૭ માં આગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com