________________
મહારાવ ભારમલજી પ્રતિબોધક રાથી શ્રી શત્રુંજય તીર્થનો વિશાળ સંઘ કાઢ્યો હતો. તેમ જ આગરામાં અંચલગચ્છીય શ્રમણે માટે બે મજલાને માટે ઉપાશ્રય બંધાવી આપ્યો હતો.
આગરામાં તેમણે બે જિનાલય બંધાવ્યાં. અને વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ શુદિ ૩ ને શનિવારે મૂળનાયક શ્રી મહાવીર સ્વામી તથા શ્રી શ્રેયાંસનાથ સમેત ૪૫૦ જિનબિંબની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી. કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી આ યાદગાર પ્રતિષ્ઠા આગરામાં સંપન્ન થઈ. ખરતરગચ્છાધિપતિ જિનચંદ્રસૂરિ જેવા પ્રભાવક આચાર્ય સમેત વિશાળ ત્યાગી સમુદાય તે પ્રસંગે ઉપસ્થિત રહેલ. સમ્રાટ જહાંગીર પણ સ્વયં જિનાલયમાં પધારીને કલ્યાણસાગરસૂરિના ચમત્કારથી પ્રભાવિત થયેલે એ સંબંધમાં પણ અનેક આખ્યાયિકાઓ સંભળાય છે. આ પ્રસંગ પછી કલ્યાણસાગરસૂરિ “જહાંગીર માન્ય” એવું બિરુદ પણ પામેલા એમ પ્રમાણગ્રન્થોમાંથી જાણી શકાય છે. તે વખતે પ્રતિષ્ઠિત થયેલાં પ્રત્યેક જિનબિંબના મસ્તક ભાગ ઉપર પણ “પાનિસાહ શ્રી જહાંગીર રાજ્ય” એમ કેતરવામાં આવ્યું.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી મંત્રીશ્વર કુરપાલ–સનપાલે ગ્રન્થદ્ધાર તેમ જ તીર્થોદ્ધારનાં ઘણું કાર્યો કર્યા છે, જેને ઈતિહાસ ઘણે લાંબે છે. પરંતુ અહીં તે આટલે ઉલેખ જ પર્યાપ્ત થશે.
જામનગરના રાજમાન્ય શ્રેષ્ઠી રાજસી શાહ નાગડા પણ કલ્યાણસાગરસૂરિના અનન્ય ભક્ત હતા. મૂળ તેઓ પારકર નિવાસી હોઈને પારકરા કહેવાતા. એમના પૂર્વજ ભેજાશાહ જામસાહેબની પ્રેરણાથી વિ સં. ૧૫૯૬ માં જામનગરમાં
સ્થાયી થયા. એમના પુત્ર તેજસીના પુત્ર રાજસી થયા. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com