________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૭ વિ. સં. ૧૬૬૫ માં શત્રુંજયન મટે તીર્થસંઘ કાઢ્યો. આ સંઘમાં સંઘનાયક શ્રેષ્ઠી વદ્ધમાન તથા પદ્ધસિંહ શાહ પણ ઉપસ્થિત રહેલા. હાલાર ઉપરાંત સિંધ, સેરઠ, કચ્છ, મરુધર, માલવા, ગુજરાત, આગરા વગેરે સ્થાનોથી અસંખ્ય યાત્રિકો આ સંઘમાં એકત્રિત થયેલા.
વિ. સં. ૧૬૬૮ માં અક્ષય તૃતીયાના શુભ દિવસે રાયસી શાહે જામનગરમાં ભવ્ય જિનાલય બંધાવવાનું ખાતમુહૂર્ત કર્યું. તે પ્રસંગે સમસ્ત નગરને ભેજનાથે નિમંત્રવામાં આવ્યું હતું. સ્વયં જામસાહેબ પણ પધાર્યા. વદ્ધમાન-પદ્ધસિહ શાહ મહાજનોને સાથે લઈને પધાર્યા. આખું શહેર ઉત્સવમાં ફેરવાઈ ગયું. વિ. સં. ૧૬૭૫ માં વૈશાખ શુદિ ૮ ના દિને કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી મૂલનાયક શ્રી શાંતિ. નાથપ્રભુ સમેત ૩૦૨ જિનબિઓની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. લહાણ આદિ કાર્યોમાં પણ રાયસી શાહે ઘણું ધન ખરચ્યું. જિનાલય પાસે ઉપાશ્રય પણ બંધાવી આપ્યું.
રાયસી શાહે શ્રી ગોડીજીનો સંઘ પણ કાઢ્યો. વિ. સં. ૧૬૮૭ માં મોટો દુકાળ પડે તે વખતે તેમણે અન્નક્ષેત્રે ખેલ્યાં અને અનેક લોકોને જીવન-દાન આપ્યું. ભલશારિણી ગામમાં તેમણે ફૂલઝરી નદી પાસે જિનાલય તથા અંચલગચ્છની પૌષધશાળા બંધાવ્યાં. રાજકોટમાં પણ તેમણે ત્યાંના રાજા વિભાજની પ્રેરણાથી શ્રીકૃષ્ણ મંદિર બંધાવી આપ્યું. કાલાવાડમાં ઉપાશ્રય બંધાવી આપે. હાલારના માંઢા ગામમાં શિખરબંધ જિનાલય બંધાવીને તેની પ્રતિષ્ઠા પ્રસંગે પંચ ધાર ભેજનથી મહારાજા સમેત શ્રી સંઘને જમાડ્યા. ત્યાં પૌષધશાળા પણ બંધાવી. કચ્છ-માંઢામાં પણ રાજસી શાહે જિનાલય બંધાવીને ત્યાં પોતાને યશ વિસ્તાર્યો. તદુપરાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com