________________
મહારાવ ભારમલજી પ્રતિબંધક
પરબ, વિશ્રામગૃહે આદિ બંધાવવામાં પણ તેમણે ઘણું ધન ખરચ્યું. અંચલગચ્છના સાધર્મિક બંધુઓનાં પ્રત્યેક ઘરે પણ તેમણે લહાણ કરી. રાજસી શાહના બંધુ નેણસી શાહે તથા એમના પુત્ર સમાએ પણ અનેક પુણ્ય-કાર્યો કર્યા.
વિ. સં. ૧૬૯ ના ફાગણ સુદિ ૩ ને શુકવારે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી રાજસી શાહે જામનગરમાં દ્વિતીય પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા પણ ખૂબ જ ધામધૂમથી સંપન્ન થઈ. સમસ્ત નગરને તેમણે ભેજનાથે નિમંત્રીને પકવાન્નભેજન કરાવ્યું. બ્રાહ્મણોને દશ હજાર રૂપીઆનું દાન આપવામાં આવ્યું. ચોથું વ્રત ગ્રહણ કરવાના સમયે પણ રાજસી શાહે સમસ્ત મહાજનોને જમાડ્યા. તેની પત્ની સીરીઆદેએ ગિરનારને સંઘ કાઢીને વિ. સં. ૧૬૯૨ ના અક્ષયતૃતીયાના દિને યાત્રા કરીને પંચધાર ભજનથી સંઘભક્તિ કરી. સીરીઆદેએ માસક્ષમણ કરીને છ'રી પાળતા આબૂ અને શત્રુ જયની પણ યાત્રા કરી. વળી રાજસી શાહનાં દ્વિતીય પત્ની રાણદેએ પણ સ્વામીવાત્સલ્યાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું.
અમદાવાદના ઓશવાળ જ્ઞાતીય, વડેરા શાખીય પારેખ જસુને પુત્ર લીલાધર કલ્યાણસાગરસૂરિનો ભક્ત હતા. ચરિત્ર નાયકના ઉપદેશથી તેણે વિ. સં. ૧૬૯૦ માં અમદાવાદમાં સુવર્ણમય પ્રતિમા ભરાવી, જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખવધ વિવરણની પ્રત સુવર્ણાક્ષરે લખાવી. વિ. સં. ૧૭૧૨ માં લીલાધર શાહે ચરિત્રનાયકને અમદાવાદમાં ચાતુર્માસ કરાવ્યું. તેણે શત્રુંજય તીર્થસંઘ પણ કાઢ્યો. કવિ સૌભાગ્યસાગરગણિએ “લીલાધર-રાસમાં આ સંઘનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
શત્રુંજય તીર્થની યાત્રા કરી સંઘે આ પ્રમાણે પ્રયાણ કર્યું. ઉના, દેલવાડા, અજાહરા, કેડીનાર, માંગરોલ, જૂનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com