________________
શ્રી કલ્યાણસાગરસૂરિ ગઢ. ગિરનારની યાત્રા કરીને સંઘે શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરી. ત્યાંથી માંડલ, વિરમગામ, થઈને સંઘ ક્ષેમ કુશળ અમદાવાદમાં પહોંચે.
એ પછી વૃદ્ધ લીલાધર સંઘવીએ વાચક સુખલાભ પાસે દીક્ષા લીધી વિ. સં. ૧૭૧૫ ના ભાદ્રવા સુદિ ૬ ને મંગળવારે તેઓ કાલધર્મ પામ્યા. ત્યાર બાદ વિ. સં. ૧૭૨૧ ના માગસર સુદિ ૫ ને મંગળવારે લીલાધરના પુત્ર શ્રી ગેડીજીનો તીર્થ સંઘ પણ કાલ્યો ઈત્યાદિ વર્ણન ઉક્ત રાસની સંવદ્ધિત હાથપ્રતમાંથી પ્રાપ્ત થાય છે.
કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી થયેલાં અન્ય કાર્યોની સંક્ષિપ્ત ધ આ પ્રમાણે છે:
(૧) મહારાવ ભારમલજીના રાજ્યાધિકારી વેરા ધારસીએ વિ. સં. ૧૬૭૭ ભૂજમાં અંચલગચ્છનો ઉપાશ્રય બંધાવ્યો. તેમણે પોતાના દાદા વીરમશાહની દેરી પણ બંધાવી. અને તેમાં પગલાં સ્થાપ્યાં. વિ. સં. ૧૬૬૩ માં ભૂજના સંઘે શ્રી ચિન્તામણિપાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરેલું, તેના ખર્ચમાં ધારસી શાહે ચે ભાગ આયે.
(૨) અમદાવાદના શ્રી શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી ભવાન, ભાર્યા રાજલદેના પુત્ર ખીમજી અને સુપજીએ વિ. સં. ૧૬૭૫ માં વૈશાખ શુદિ ૧૩ ને શુકવારે શ્રી શત્રુંજયની મૂળ ટૂંકમાં ચોમુખ જિનાલય બંધાવ્યું.
(૩) અમદાવાદના મંત્રીવર્ય ભંડારીજીએ શત્રુંજયગિરિ ઉપર બંધાવેલા શ્રી ચંદ્રપ્રભુ જિનાલયનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૬૮૩ ના મહા સુદ ૧૩ ને સોમવારે શ્રાવિકા હીરબાઈએ કરાવ્યું. ઉક્ત મંત્રીવર્યની પેઢીમાં તેઓ છઠ્ઠી પેઢીએ થયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com