________________
અંચલગચ્છ–પ્રવર્તક શ્રી આરક્ષિતસૂરિ
આગમ-પ્રણીત આદર્શો અને સિદ્ધાન્તોને જીવનમાં ચરિતાર્થ કરવા એ મુનિનું સર્વોચ્ચ કર્તવ્ય છે. આગમ ગ્રન્થના મુખ-પાઠમાં નહિ, કિન્તુ તેના ઉદ્દેશની પરિ. પૂર્તિમાં જ શ્રમણ-જીવનની કૃતકૃત્યતા છે, એવું મક્કમપણે માનનારા આ યોગનિષ્ઠ યુગમૂર્તિને જન્મ વિ. સં. ૧૧૩૬ માં આબૂ નિકટના દત્તાણ ગામમાં થયે હતો. તેમનું પૂર્વા શ્રમનું નામ વયજા. પિતા પ્રાગ્વાટવંશીય મંત્રી વ્યવહારી દ્રોણ, માતા દેદી, લઘુબંધુ સલ્હા. ગર્ભશ્રીમંત કુટુંબમાં તેમને ઉછેર થ. ધર્મનિષ્ઠા અને સંસ્કારિતા તેમને વારસામાં મળી.
પ્રત્યેક યુગ–પ્રવર્તકની જેમ તેઓ પણ અદ્વિતીય પ્રતિભા સહિત માનવ ભવમાં આવતર્યા હોઈને તેમની વિશિષ્ટ કારકિર્દીને પ્રાચીન પટ્ટાવલીકારોએ દુન્યવી ભાષામાં ન આવે. ખતાં ચમત્કારિક પ્રસંગોને આશ્રય લીધો છે. મહાન વિભૂતિઓની કાર્યરેખાને લેકેના હૈયામાં ઊંચું સ્થાન આપવાની તેમની આવી પદ્ધતિ સમજી શકાય એવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com