________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
વિ. સં. ૧૭૫૬ ના ફાગણ સુદ ૨ ને દિવસે બાળક વિદ્યાધરે અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી અને તેમનું મુનિ વિદ્યાસાગર એવું નામાભિકરણ કરવામાં આવ્યું. એ મંગલ પ્રસંગે શ્રેષ્ઠી વીરોને ઘણું ધન ખરચ્યું હતું. એ વખતે ચરિત્રનાયકની ઉંમર માત્ર નવ જ વર્ષની હતી. ગુરુએ એમની વિદ્યા-પ્રવૃત્તિમાં ખાસ રસ દાખ. અમરસાગરસૂરિ સતત્ વિહારી હતા. તેમણે ભારતના પ્રાયઃ બધાં જ જૈન તીર્થોની યાત્રા કરેલી. એમના આ ગુણનો વારસે શિષ્યને પણ મળે એ સ્વાભાવિક છે. ગુરુની જેમ તેઓ પણ ઉગ્ર વિહારી તરીકે પંકાયા હતા.
ગુરુએ તેમને મેગ્ય જાણુને વિ. સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદ ૧૦ ને દિવસે ધેલકામાં આચાર્યપદે વિભૂષિત કર્યા તે અવસરે સુરતના ખ્યાતનામ શ્રેષ્ઠી કપૂરચંદ સિંધાએ ચોર્યાસી ગચ્છના યતિઓને પછેડી ઓઢાડી, શેર સાકર ભરેલી થાળીની પ્રત્યેક ઘરે લહાણી કરી. અમદાવાદના શ્રેષ્ઠી વર્ધમાન પારેખે તથા તેની પત્ની રુકમણુએ પણ એવી જ લહાણી કરી. પારેખ ભગવાનદાસે ઘર દીઠ મહમુદી સેનાના સિક્કાની લહાણું કરી. અન્ય શ્રાવકવેર્યોએ પણ પદ–મહત્યમાં ઘણુ ધન ખરચીને આ પ્રસંગને દિપાવ્યું. જીવનસંધ્યાને આરે ઊભેલા ગુરુ અમરસાગરસૂરિ આવા પ્રભાવશાળી ઉત્સવથી ઘણુ હર્ષિત થયા. પ્રસન્નતાની લાગણી અનુભવતા ગુરુ એ વર્ષે ધોલકામાં જ કાલધર્મ પામ્યા. પટ્ટાવલીમાં વિ સં. ૧૭૬૨ ને શ્રાવણ સુદી ૭ ના દિવસે ગુરુને દેહત્સર્ગ થયે હતું એમ નંધ્યું છે, પરંતુ એ મિતિ સંશાધનીય છે. ચરિત્રનાયકને એમના ગુરુની ઉપસ્થિતિમાં જ આચાર્યપદ પ્રદાન થયું હેઈને શ્રાવણ સુદી ૧૦ પછી જ તેઓ દિવંગત થયા હશે.
એવી જ રીતે ચરિત્રનાયક વિ. સં. ૧૭૬૨ ના કાતિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com