________________
૨ ]
મહારાવ ગોડજી પ્રતિબોધક હતો, તે પણ વિદ્યાસાગરસૂરિના પટ્ટાહણથી અદશ્ય થઈ ગયે; કેમ કે માત્ર ૧૬ વર્ષની કુમળી વયે તેમણે અંચલગચ્છની વિકટ ધુરા વહન કરેલી. ગચ્છના અન્ય કોઈ પણ કર્ણધાર આટલી નાની ઉંમરે એ સ્થાને પહોંચવા શક્તિમાન બની શક્યા નહતા ! એમને આ વિકમ એમની ઉચ્ચ પ્રતિભાને જવલંત અંજલિરૂપ પણ ગણાવી શકાય.
કચ્છ અંતર્ગત ખીરસરા બંદરમાં વિ. સં. ૧૭૪૭ ના આસો વદિ ૩ ને દિવસે એમને જન્મ થયે હતા. એમનું પૂર્વાશ્રમનું નામ વિદ્યાધર. પિતા દશા ઓશવાળ જ્ઞાતિય, નાગડા મેત્રાય શાહ કર્મસિંહ. માતા કમલાદેવી. બાળપણથી જ એમના જીવનમાં ધર્મ સંસ્કારોનું સિંચન થયેલું.
કચ્છની ધીંગી ધરામાં જૈન ધર્મને વ્યાપક પ્રચાર કરવાને મુખ્ય યશ અંચલગચ્છાધિપતિ યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિને જાય છે. તેમણે આ પ્રદેશમાં અપ્રતિહત ઉગ્ર વિહાર કરીને ગામેગામ ધર્મભાવનાને પ્રદીપ પ્રકટાવેલે. એમના પ્રીતિપાત્ર મહેપાધ્યાય રત્નસાગરજી, જેઓ કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિના, તેમજ નાગડા ગોત્રીય હતા, તેઓ પણ આ પ્રદેશમાં સવિશેષ વિચરીને લોકોને ધર્મછોધ પમાડતા રહેલા. આ પરંપરા અનુગામી પટ્ટધર અમરસાગરસૂરિએ પણ જારી રાખી. ચરિત્રનાયકે તે આ અભિયાનમાં ચાર ચાંદ લગાવ્યા. એમના સૌના પ્રયાસોને પરિ. ણામે કચ્છ જૈન ધર્મની પ્રવૃત્તિનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયું, તેમજ અંચલગચ્છની સામાચારીને ત્યાં સર્વત્ર સ્વીકાર થયે. કચ્છના મહારાવ પણ અંચલગચ્છના પટ્ટધરને પોતાની પર્ષદામાં સત્કારતા થયેલા. અંચલગચ્છાધિપતિઓના ઉપદેશથી તેમણે રાજ્ય ફરમાને કાઢેલા તેમજ અમારિ પડહની ઉદૂષણ કરાવેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com