________________
મહારાવ ગોડજી પ્રતિબંધક
શ્રી વિદ્યાસાગરસૂરિ
કચ્છના મહારાવ ગોડજીને પ્રતિબંધ આપનાર તરીકે, સવિશેષ તે સૌ પ્રથમ કચ્છી પટ્ટધર તરીકે વિદ્યાસાગરસૂરિ અંચલગચ્છના ઇતિહાસમાં ચિરકીર્તિ પામ્યા છે. આજ દિવસ સુધી અંચલગચ્છની પાટને રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમજ કોંકણપ્રદેશમાં જન્મેલા ગચ્છાધિપતિઓએ જ શોભાવી હતી. કચ્છી સપૂતેમાં આ સર્વોચ્ચ પદે બિરાજવાનું બહુમાન પ્રાપ્ત કરનારાઓમાં વિદ્યાસાગરસૂરિ પહેલાજ આચાર્ય છે. દરિયાખેડુ, સાહસિક તેમજ વ્યાપારપટુ કરછીઓ માત્ર વેપાર જ કરી જાણે આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડવાનું એમનું ગજું નહિ એવી માન્યતા એમના પટ્ટાહણથી ભૂસાઈ ગઈ
તે કાળે, ગચ્છાધિપતિઓ વસા જ્ઞાતિમાંથી જ થઈ શકે–દશામાંથી નહિ એવી એક વિચિત્ર વાયકા પણ લેકમાં પ્રચલિત હતી, તે પણ એમના પટ્ટારોહણથી નિર્મૂળ થઈ ગઈ, કેમ કે તેઓ દશા ઓશવાળ જ્ઞાતિના હતા.
ગચ્છનાયક એટલે ગચ્છના સર્વેસર્વા. રાજા-મહારાજા પણ એમના પડ્યા બોલને આદર કરતા. એમના અનુશાસન ને ઉત્થાપવાનું સામાન્ય વ્યક્તિ માટે તે અશક્યવતા મનાતું. આવા ઉચ્ચ પ્રભાવશાળી પદે પુખ્ત ઉંમરની તેમજ
પીઢ વ્યક્તિ જ બિરાજી શકે એ ખ્યાલ લોકોમાં રૂઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com