________________
૧૬ ]
મહારાવ ભારમલજી પ્રતિબોધક જ્ઞાનપિપાસા પ્રતીત થાય છે. કલ્યાણસાગરસૂરિને ગચ્છનાયકની ભારે જવાબદારીઓ વહન કરવાનું નિમિત બન્યું ન હોત તો તેઓ પ્રતિભાશાળી સાહિત્યકાર તરીકે વિરલ કીર્તિ પ્રાપ્ત કરત એમાં જરા પણ શંકા નથી. એમનું શિષ્યમંડળ પણ એવું જ વિદ્યાસેવી હતું.
પંચાશી વર્ષની પાકટ ઉંમરે કલ્યાણસાગરસૂરિ વિ સં. ૧૭૧૮ માં વિહરતા ભૂજમાં પધાર્યા. તેમના પટ્ટશિષ્ય અમરસાગરસૂરિ, મહાપાધ્યાય રત્નસાગરજી સમેત વિશાળ શિષ્ય પરિવારથી વીંટળાયેલા આચાર્યની શ્રેષ્ઠીવર્ય જગડૂશાહે ઘણું ભક્તિ કરી. અહીં સાધારણ માંદગી બાદ સૂર સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. ભૂજના સંઘે તેમની શાનદાર અંત્યેષ્ટિ કરી. જગડુશાહે દાનમાં ૫૦૦૦ મુદ્રિકા ઉછાળીને અષ્ટાહ્નિકા મહાત્સવ કર્યો. ત્યાં સંઘે એમની પાદુકાઓની સ્થાપના કરી જયાં આજે વિશાળ સ્તૂપની રચના થયેલી છે.
એમની ચિર વિદાયથી અંચલગચ્છના ઇતિહાસમાં યુગપ્રધાન અને પ્રભાવક આચાર્યોને ગૌરવપ્રદ અધ્યાય સમાપ્ત થઈ ગયે. અંચલગચ્છની સામાચારીમાં ગુરુમૂર્તિ સ્થાપવાને નિષેધ હોવા છતાં કલ્યાણસાગરસૂરિની મૂર્તિઓ અનેક સ્થાનમાં બિરાજિત થઈ, જે દ્વારા એમને અસાધારણ પ્રભાવસૂચિત થાય છે. આ મેઘાવી આચાર્યનું નામ પણ આજે તે અંચલગચ્છના અભ્યદય માટે પ્રેરણું-સોતસમું બન્યું હોઈને એમના અનુગામી પ્રત્યેક ત્યાગીઓનાં નામ સાથે “સાગર” શબ્દ કાયમી બની ગયે. આવી વિરાટ પ્રતિભાને આથી વિશેષ અંજલિ શું હોઈ શકે ?
–અર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com