________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
[ ૧૫ સ્તોત્ર, (સચિત્ર) (૪) વિસવિહારમાન સ્તવન, (૫) અગડદત્તરાસ, (૬) પાર્શ્વનાથ સહસ્ત્રનામ, (૭) પાર્શ્વનાથ અષ્ટત્તરશતનામ, (૮) મિશ્રલિંગકેશ, (૯) મિશ્રલિંગhષ વિવરણ તેમ જ વિવિધ જિનસ્તોત્ર, સ્તો ઈત્યાદિ.
કલ્યાણસાગરસૂરિએ કુલપાકજી, સુરત, સિતેતરપુર, નવાનગર, શીરપુર, ગોડીજી, વડોદરા, કલિકુંડ, રાવણપાશ્વ નાથ, બીજાપુર, સાર, આબૂ , લેડણપાર્શ્વનાથ, સેરીસાઈત્યાદિના યાત્રાઓ કરી હતી એમ તેમના સ્તવન દ્વારા જાણી શકાય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યે તેમને અપૂર્વ આસ્થા હતી એવું પણ તેમની કૃતિઓ દ્વારા સૂચિત થાય છે.
કવિનું શબ્દચાતુર્ય તેમ જ વાક્ચાતુર્ય ખરેખર, નોંધ નિય છે. કવિ એક પદ્યમાં કહે છે કે “પ્રભો! તારા ચિત્તમાં હું આવું એ વાત મુશ્કેલ છે, પરંતુ જે મારા ચિત્તમાં તું આવતું હોય તે મારે બીજા કેઈ દેવનું કામ જ નથી.” - કવિ ચિન્તામણિજીની સ્તુતિ કરતાં વર્ણવે છે કે “વિશ્વના લકોને સંજીવની આપનાર ચિન્તામણિ પ્રભુને મેં નીરખ્યા. પ્રભો! તેથી મને શક્રેન્દ્રની અને ચકવર્તિની સંપત્તિ પ્રાપ્ત થઈ. મુક્તિ તો મારા બન્ને હાથમાં રમતી જણાઈ. અનેક પ્રકારનું મારું મનવાંછિત સિદ્ધ થયું. દવ, પાપ, દુર્દિ. નનો ભય ઈત્યાદિ કષ્ટો નાશ પામ્યા!!”
કવિની પ્રભુ પ્રત્યેની ઉત્કટ ભક્તિને એમની કૃતિઓ વાચા આપે છે જુઓઃ “મારાં બન્ને નેત્રમાં તારા સુખને આશ્રય લેવાથી ઉત્પન્ન થયેલાં હર્ષાશ્રુઓ વડે તું અન્ય દેવનાં દર્શનથી ઉત્પન્ન થયેલ મેલને ધોઈ નાખ!” ”
કવિની ક્તિ “એ જ્ઞાન મુગ્ધહં” દ્વારા એમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com