________________
મહારાવ ગોડજી પ્રતિબોધક
વદિ ૮ ને બુધવારે માતરમાં ગચ્છનાયકપદે અભિયુક્ત થયા એ પણ ઉલ્લેખ છે. એક જ વર્ષમાં પહેલાં ગચ્છનાયક થાય અને પછી આચાર્ય થાય એમ કેમ બની શકે? શક્ય છે કે અહીં કચ્છી સંવતને ઉલ્લેખ જ હશે. ગુજરાતવતી પ્રચલિત સંવત અનુસાર કાર્તિક માસ પહેલાં આવે અને પછી શ્રાવણ માસ આવે. કચ્છી સંવતાનુસાર આષાઢ માસથી વર્ષનો પ્રારંભ થાય. મારવાડી સંવત ચૈત્રાદિ છે. વિવિધ સંવતનો એકી સાથે થતો ઉપયોગ આવા ગુંચવાડા ઉભા કરતા હોય છે.
માત્ર ૧૬ વર્ષની ઉંમરે વિદ્યાસાગરસૂરિ ગચ્છાધિપતિ થયા. ગ૭ની વિકટ ધુરા વહન કરવાનું એમના શિરે આવ્યું અને તે પણ આટલી કુમળી ઉંમરે! આ નક્કર હકીકત દ્વારા તેમની અસાધારણ શક્તિનો પરિચય આપણને મળી રહે છે. કરછના પ્રથમ પટ્ટધર તરીકે તેમનું આગમન પણ સૂચક છે. અંચલગચ્છની ધર્મ પ્રવૃત્તિઓનું કેન્દ્ર શતાબ્દીઓના વાયરા બાદ અનુકમે રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર કરતું કચ્છમાં સ્થિર થવા મથી રહ્યું હતું. આ પ્રવૃત્તિના કર્ણધાર પણ કચ્છી સપૂત જ બને એ પણ ગાનુયેગ જ ગણાય. એ અરસામાં કચ્છ અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિઓને મજબૂત ગઢ બની ગયે હતે.
વિદ્યાસાગરસૂરિને પટ્ટમહત્સવ પણ શાનદાર રીતે ઉજવાયે માતરના સંઘે એમના પ્રત્યે ઘણું ભક્તિ દાખવી. વડેરા સૌભાગ્યચંદ્ર ઘણું ધન ખરચીને અષ્ટાહ્નિકા મહત્ન કર્યો. સંઘના અત્યાગ્રહથી નવોદિત ગચ્છાધિપતિ માતરમાં ચાતુર્માસ રહ્યા વ્યાખ્યાનમાં તેમણે પિતાને પ્રિય વિશેષાવશ્યક સૂત્ર
વિવરણ સહિત સંભળાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com