________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
એ પછી સુરત તથા અમદાવાદમાં ચરિત્રનાયકે કરેલા ચાતુર્માસ પણ ઘણું યાદગાર હતા. ગુજરાતના આ બેઉ અગ્રિમ નગરમાં અંચલગચ્છને પ્રભાવ ઘણો હતો. સુરતે તે વિકમનું ૧૮ મું શતક અંચલગચ્છના પટ્ટધરના આધ્યાત્મિક નેતૃત્વ હેઠળ જ વિતાવ્યું હતું એમ કહીએ તો ચાલે. ત્યાંના પ્રતિષ્ઠા–લેખ, અતિહાસિક રાસાએ આદિ પ્રમાણેથી આ હકીકત સિદ્ધ થાય છે. હાલમાં મુંબઈની જેમ સુરત એ કાળે ભારતને દરવાજે કહેવાતું હતું. ચોર્યાસી બંદરોને વાવટે એના બંદરમાં ફરકતા હતા. અંગ્રેજોએ પણ ત્યાં પિતાની કોઠીઓ સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી.
વિ. સં. ૧૭૬૫ માં ચરિત્રનાયક સુરતમાં ચાતુર્માસ રહેલા ત્યારે ત્યાંના શ્રેષ્ઠીવર્ય કપૂરચંદ સિંધાએ તેમની અનન્યભાવે ભક્તિ કરી. સૂરિના ઉપદેશથી તેણે સર્વ ગચ્છના યતિઓને વચ્ચે, પાત્રો વગેરે વહરાવ્યાં, સમસ્ત સંઘમાં સાકર ભરેલી પિત્તળની થાળીની લહાણી કરી. ચરિત્રનાયકના ઉપદેશથી તેણે શ્રી ચંદ્રપ્રભુ સમેત અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી.
એ પછીના તેમના અમદાવાદના ચાતુર્માસ પ્રસંગે શ્રેષ્ઠી વર્ધમાન પારેખ તથા તેમની ધર્મપત્ની રુકમણીએ સ્વામી. વાત્સલ્ય, પ્રભાવના વગેરે ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી ત્યાંના શ્રેષ્ઠી ભગવાનદાસે શ્રી સંભવનાથાદિ સાત જિનબિંબની વિ સં. ૧૭૭૩ ના વૈશાખ સદી ૫ ના દિને ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. એ પછી તેણે સંઘ સહિત શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને સાતે ક્ષેત્રમાં અઢળક ધન ખરચ્યું.
ત્યાંથી ગ્રામાનુગ્રામ વિચરતાં તેઓ ભૂજનગરમાં પધાર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com