________________
મહારાવ ગોડજી પ્રતિબંધક ત્યાંના શ્રેષ્ઠી ટોડરમલના પુત્ર ઠાકરશીએ તેમને ઉમંગપૂર્વક પ્રવેશત્સવ કર્યો. કચ્છના પાટનગરે પ્રથમ કચ્છી પટ્ટધરને પરંપરાનુસાર ગૌરવપૂર્વક સત્કાર કર્યો, તથા એમના ઉપદેશને ઝીલ્ય.
અંચલગચ્છના આચાર્યો સાથે કચ્છના મહારાવને સંપર્ક ઇતિહાસ-પ્રસિદ્ધ છે. અંચલગચ્છના ગોરજી માણેક મેરજીને મહારાવ ખેંગારજીએ ગુરુપદે સ્થાપ્યા ત્યારથી આ સંપર્ક આતિમયતાભર્યો બન્ય. યુગપ્રધાન આચાર્ય કલ્યાણસાગરસૂરિએ આ સંપર્ક –કડીને અત્યંત ઘનિષ્ટ બનાવી દીધી. વિદ્યાસાગરસૂરિ અને મહારાવ ગોડજીએ આ પરંપરાને પૂર્વ વત્ જાળવી રાખી. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી મહારાવે પર્યુષણ મહાપર્વના પવિત્ર દિવસોમાં પંદર દિવસ સુધી અમારિ પડહની ઉદ્ઘોષણા કરાવી અને સર્વ જીવોને અભયદાન આપ્યું. જેન ધર્મના ઉદ્યોત અર્થે વિદ્યાસાગરસૂરિએ મહારાવને પ્રતિબંધ આપીને જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાન્તની સમજણ આપી. ચરિત્રનાયકના જીવનને આ અપૂર્વ પ્રસંગ હતો. કવિવર નિત્યલાભ તેમણે રચેલા “શ્રી વિદ્યાસાગરસૂરિ રાસમાં વર્ણવે છે –
જૈન ધર્મ અજૂઆલવા, દેશના ધર્મની દીધ; પ્રતિબધ્ધ રાઓ ગોડજી, જીવદયા ગુણ લીધ. પરવ પજુસણું પાલવી, પન્નર દિવસની અમાર; ધર્મશાસ્ત્ર દેખાડિને, કીધો એ ઉપગાર.
વિદ્યાસાગરસૂરિએ મહારાવ ગોડજીને પ્રતિબોધ આપે તેની અસર દૂરગામી રહી. કિન્તુ તેનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે સ્થાનકવાસી સંપ્રદાયના પ્રભુત્વને હટાવવામાં
ચરિત્રનાયકને તે દ્વારા ઘણું સફળતા મળી. એ કાળે કચ્છમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com