________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
સ્થાનકવાસી સંપ્રદાયનું જોર ઘણું હતું. લંકાગચ્છના ધુરંધર ઋષિ મૂલચંદજીએ કચ્છમાં પોતાના સંપ્રદાયનો ઘણે પ્રચાર કરેલ. મૂર્તિપૂજક સંપ્રદાયના પ્રમુખ આચાર્યોને વિહાર એ સમયે કચ્છમાં નહિવત્ હેઈને મૂલચંદજીને ઘણું સફળતા મળેલી. બહુમતિ સમુદાય એમના પ્રભાવ હેઠળ આવી ગયેલ. ચરિત્રનાયકે કચ્છમાં પદાર્પણ ન કર્યું હોત તે પરિણામ શું આવત એ કલ્પવું મુશ્કેલ છે. કદાચ અંચલગચ્છને જ નહિ કિંતુ સમસ્ત વેતાંબર મૂર્તિપૂજક ફિરકાને કપરા સંજોગોમાં મૂકાવું પડત એમાં શંકા નથી.
મહારાવ ગોડજીની સંમતિથી. વિદ્યાસાગરસૂરિએ ઋષિ મૂલચંદજીને રાજ્યસભામાં તેડાવીને તેમની સાથે પ્રતિમા સ્થાપના અને શાસ્ત્રાર્થ કર્યો. એમને મહાત કરીને સ્થાનકવાસી સંપ્રદાયનું જોર ઘટાડવાને આ એક માત્ર વિકલ્પ હતો. ઋષિ મૂલચંદજી જે આ પડકાર ન ઝીલે તે એમની માનહાનિ થવાનો પૂરેપૂરો સંભવ હતું. જે ઝીલે તે હાર પણ નિશ્ચિત હતી જેને મુતમાંથી અનેક પ્રમાણે ટાંકીને ચરિત્રનાયકે મૂર્તિવિધાનનું સંગીન પ્રતિપાદન કર્યું. કિન્તુ પ્રતિપક્ષ એમની દલીલનું ખંડન કરવા અશક્તિમાન હતો. મૂલચંદજી આ શાસ્ત્રર્થમાં પરાભવ પામ્યા. એમને મળેલી આ હારને લીધે તેઓ કચ્છમાં રહી શક્યા નહિ અને પરિણામે સ્થાનકવાસી સંપ્રદાયના પૂર કચ્છમાંથી કમેકમે ઓસરવા લાગ્યા. એમ છતાં પણ આ સંપ્રદાયનું પ્રાબલ્ય આજે કચ્છમાં ઘણું છે એ પરથી તે સમયની કલ્પના કરી શકાશે.
વિદ્યાસાગરસૂરિ કચ્છમાં ઘણો સમય રહ્યા આ પ્રદેશમાં સતત્ વિચરનારાઓમાં કલ્યાણસાગરસૂરિ પછી તેઓ પ્રમુખ આચાર્ય છે. ભૂજ, માંડવી, મુન્દ્રા, અંજાર, વગેરે મહત્વનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com