________________
૮ ]
મહારાવ ગેાડજી પ્રતિબેાધક
કેન્દ્રોમાં તેઓ ચાતુર્માસેા રહ્યા અને તેમણે અનેક વિ જીવાને ધમ પમાડ્યો. તેમના ઉપદેશએ અનેક સ્થાને પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં જેમાં વિ સ. ૧૭૭૬ માં કૃષ્ણ પક્ષની ૧૩ ને ગુરુવારે અંજારમાં શ્રી વાસુપૂજ્ય જિનબિંબની મૂલનાયક પદે તેમની નિશ્રામાં થયેલી પ્રતિષ્ઠા વિશેષ ઉલ્લેખનીય છે. આ જિનાલયનું નિર્માણ અંચલગચ્છીય સ ંઘ દ્વારા થયેલુ એવા પ્રમાણેા મળે છે. કચ્છમાં તેમની સાથે અન્ય શિષ્યા ઉપરાંત કવિવર નિત્યલાભ પણ હતા. વિ. સ. ૧૭૭૭ માં ભૂજમાં નવ દીક્ષિત થયેલા મુનિ જ્ઞાનસાગરજી, જેઓ પાછળથી ઉદ્ભયસાગરસૂરિ તરીકે ગચ્છાધિપતિ પદે આરૂઢ થયેલા, તેઓ પણ તેમની અંતરંગ શિષ્ય-મંડળીમાં જોડાયા. કવિવર નિત્યલાને એ અરસામાં રચેલાં સ્તવના પરથી ચરિત્રનાયકનાં કાર્યો પર સવિશેષ પ્રકાશ પાડી શકાય છે.
કચ્છના વિહાર દરમિયાન વિદ્યાસાગરસૂરિએ શ્રી ગેડીજી તીની યાત્રા પણ કરી આ તીના મહિમા એ કાળે ઘણા જ હતા. તેમણે રચેલ ‘ગૌડિય પાર્શ્વપ્રભુ સ્તવન’ દ્વારા તેમની ગાડીજી પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા પ્રતીત થાય છે. કવિવર નિત્યલાલે પણ કચ્છી જબાનમાં ગેાડીજીની સ્તવના કરી.
વિ. સં. ૧૭૮૧ ના વર્ષ દરમિયાન તેએ સુરત અને ખંભાત તરફ વિચરતા રહ્યા. અને માધ, વૈશાખ અને આષાઢ માસમાં તેમના ઉપદેશથી અનેક જિનબિબેાની પ્રતિ છાએ થઇ. આ ધર્મોત્સવાથી જૈન ધર્મને મહિમા અધે વિસ્તર્યું. એમના પ્રતિષ્ઠા-લેખા માટે જુઓ “ અચલગચ્છીય પ્રતિષ્ઠા લખો.”
વિ. સં. ૧૭૮૫ માં શાલવીએના અત્યાગ્રહથી વિદ્યાસાગરસૂરિ પાટણમાં પધાર્યાં અને ત્યાં ચાતુર્માસ રહ્યા મંત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com