________________
૧૦ ]
કચ્છના અર્વાચીન જગડુશાહ રીતે અવિસ્મરણીય બને છે. આ કાર્યમાં તેમણે લક્ષાધિક રકમ ખરચી.
વિ. સં. ૧૯૬૯માં તેમણે શ્રી શત્રુંજય તીર્થને વિશાળ સંઘ કાઢ્યો. અંચલગચ્છાધિપતિ જિનેન્દ્રસાગરસૂરિજીને આ સંઘમાં પધારવાની તેમણે આગ્રહભરી વિનંતી કરી. ગચ્છાધિપતિએ એમની વિનંતીને સ્વીકારી હોત તે કચ્છ-માંડવીથી ચાર્ટડ સ્ટારમાં તેમને મુંબઈ તેડી જઈને ત્યાંથી ખાસ રેલ્વે સલૂનમાં પાલિતાણું લઈ જવાની તેમણે ભાવના રાખેલી. પાલિતાણા ઠાકોર દ્વારા સન્માન તેમજ માળ પહેરામણ પ્રસંગે રૂા. ૧૦૧૦૦૧) તેમને ચરણે ધરવાની અભિલાષા પણ તેમણે વ્યક્ત કરેલી. ગચ્છના આ ચરમ પટ્ટધર એ સમયે એકાંત જીવન વ્યતીત કરતા હોઈને તેમણે ચરિત્રનાયકની વિનંતીને સ્વીકાર ન કર્યો, નહિ તે એમની ઉપસ્થિતિમાં વિશેષ ધર્મ – જાગૃતિ થઈ શકી હોત એમાં શંકા નથી. એ અરસામાં જખૌમાં શેઠ લખમશી લધા દ્વારા ચેજિત જ્ઞાતિમેળે પૂર્ણ થતાં વિશાળ જનસમુદાય આ તીર્થ સંઘમાં સામેલ થયેલ. કુલ ત્રણ સ્ટીમ્બરે ભરાયેલી. મુનિમંડલાસર ગૌતમસાગરજી મહારાજ આદિ સાધુ-સાધ્વીઓનો વિશાળ પરિવાર પણ સંઘ પ્રસંગે શ્રી શત્રુંજયમાં ઉપસ્થિત રહેલે, આ સંઘમાં ખેતસી શેઠે રૂ. ૧૭૫૦૦૦) ને ખર્ચ કર્યો. એ પછી એમના કુટુંબીજને સાથે એમણે જ્ઞાતિમાં રૂા ૮૦૦૦૦) ના ખર્ચે સાત વાસણોની લહાણી કરી. જ્ઞાતિ તેમ જ જૈન સમાજ માટે આ અપૂર્વ પ્રસંગે હતા, જેને લોકે આજે પણ યાદ કરતા થાકતા નથી. તેમના સુકૃએ દશા ઓશવાળ જ્ઞાતિને, કચ્છી પ્રજાને તેમ જ જૈન ધર્મને અભિનવ ગૌરવ અપાવ્યું.
તેમણે ઉદેપુર, વણથળી, ચાલીસગામ, ખંડવા, આકેલા, શિકારપુર વગેરે સ્થળોએ ઉપાશ્રય, ધર્મશાળાદિ બંધાવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com