________________
શેઠ ખેતસી ખીંઅસી ધુલા
[ ૧૧ તેમજ પાલિતાણા પાસેના એક ગામમાં ઈસ્પીતાલનું મકાન બંધાવી આપ્યું હતું. હાલારમાં ડબાસંગ વિભાગના ઘણાં ગામમાં ધાર્મિક પાઠશાળાઓ શરૂ કરાવી, જિનાલયેની ટીપમાં કે અન્ય ધાર્મિક કાર્યોમાં તેમણે પ્રકટ રૂપે કે ગુપ્ત દાનમાં લાખો રૂપીઆ નોંધાવ્યા છે. ખંડવામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયમાં એમને ફાળે મુખ્ય હતે. ઉજ્જૈનમાં જેસિંગપુરાના શ્રી પાર્શ્વ નાથ જિનાલયનું નિર્માણ પણ તેમના દ્વારા થયેલું.
લીંબડીના ઠાકર સર દોલતસિંહજી તેમને વડીલ બધુ તરીકે માન આપતા. એમના વચ્ચે કુટુંબ જે સંબંધ હતે. એક-બીજાના મહેમાન બન્યા વિનાનું કેઈ વર્ષ નહિ હોય. એમની વચ્ચેના નિકટના સંબંધનું મૂળ વ્યાપાર-હિત હતું. લીંબડી રૂના વ્યાપારનું એ વખતે અગત્યનું કેન્દ્ર હતું અને ખેતસી શેઠ આ વ્યવસાયના શાહ સોદાગર હતા. ઠાકરસાહેબની ભલામણથી ખેતસી શેઠે કઠારી મગનલાલ ભુરાભાઈ જેન વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાથીભવનના બાકી રહેલા અડધા મકાનનું બાંધકામ કરાવી આપવા તેમ જ તેના ચોકમાં શ્રી શાંતિનાથ પ્રભુનું શિખરબંધ જિનાલય બંધાવી આપવાનું પિતાને માથે લીધું. આ બન્ને કાર્યોમાં અનુક્રમે સત્યાવીસ હજાર તથા બત્રીસ હજાર રૂપીઆ ખર્ચ કર્યો. તેમના માનમાં ઠાકોર સાહેબ દ્વારા શૈક્ષણિક કારકિર્દી માટે પ્રતિવર્ષ સુવર્ણ ચંદ્રક અપાતું. ત્યાં બે ઉપધાન પ્રસંગે રૂા. ૨૪૦૦૦) ને તેમણે ખર્ચ કર્યો.
પં. મદનમોહન માલવિયાજીએ સ્થાપેલ બનારસ હિન્દ વિશ્વવિદ્યાલયમાં તેમણે રૂપીઆ એક લાખની સખાવત કરી, તથા તેમાં જૈનચેરી સ્થાપવા માટે રૂા. ૪૦૦૦૦) પણ અર્પણ
કર્યા. ભક્તકવિ શિવજી દેવશી મઢડાવાલાએ વિ. સં. ૧૯૫૯ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com