________________
શેઠ ખેતસી ખાસી ધુલા યાદગીરીમાં ફતેચંદ રાવળ નામના એક મુલતાની ગૃહસ્થ ખેતસી શેઠના નામે ધાર્મિક શિષ્યવૃત્તિ માટે રૂા. ૨૦૦૦) પાઠશાળાને અર્પણ કરેલા. જ્ઞાતિ તરફથી શેઠ જેઠાભાઈ નરશી કેશવજીએ તેમને પાઘડી તથા શાલ એનાયત કર્યા. ત્યારથી તેઓએ જ્ઞાતિ મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ બજાવી. એમનો ફેટે મહાજનવાડીમાં મૂકવામાં આવ્યું. જ્ઞાતિ પ્રત્યેની એમની અનન્ય સેવાઓના ઉપલક્ષમાં તેઓ જ્ઞાતિ ભૂષણ'નું ગૌરવાન્વિત બિરુદ પામેલા.
પિતાના વતન સુથરીમાં તેમણે સાધુ-સાધ્વીઓનાં ઘણાં ચોમાસાં કરાવ્યાં, વંદનાથ સંઘની ભક્તિ કરી, દક્ષે કર્યા, ધાર્મિક પુસ્તકો છપાવ્યાં, તથા જિનબિંબની પ્રતિછાએ કરાવી. ત્યાંના જિનાલયની હીરા-મોતીની ભવ્ય આંગી કરાવી આપી. ગામ માટે પુલ, ચબુતરે, ઈસ્પીતાલનું મકાન ચણાવી આપ્યાં. પ્રતિ વર્ષ રૂ. ૨૫૦૦) ખરચીને દવાખાનું ચલાવતા. ત્યાંની પાંજરાપોળની ચાલ પણ બંધાવી આપી. સાધારણ ખાતું ૪૨૦૦૦) કોરીના દેવામાં હતું તે ફેડયું. એમના આવા નાનાં-મોટાં કાર્યોની નોંધ લેવા જઈએ તે દળદાર ગ્રન્થ તૈયાર થાય!
વિ. સં. ૧૯૬૩ માં ખેતસી શેઠે બાવન ગામના સંઘને નિમંત્રીને સુથરીમાં જ્ઞાતિમેળે કર્યો. સુથરીમાં આ પહેલવહેલે પ્રસંગ હતે. સંઘને સાત રંક મિષ્ટાન્ન–ભેજન તેમણે ભાવથી કરાવ્યું. એવી જ રીતે વિ. સં. ૧૯૭૨ માં હાલારમાં આવીને જ્ઞાતિમેળે કર્યો કેમ કે કચ્છના મેળા પ્રસંગે હાલારના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહી શકેલા નહિ. હાલારમાં તે આવા બેએક મેળાઓ જ થયેલા, એટલે ખેતસી શેઠના મેળાને ત્યાંના લકે ભૂલ્યા નથી. કચ્છમાં જે કે અનેક જ્ઞાતિ-મેળાઓ તેમ જ ચંખરાઓ થયેલા, કિન્તુ ખેતસી શેઠને મેળે અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com