________________
સાગર–ખેડુ, સાહસવીર
શેઠ વેલજી માલુ
કચ્છની ધીંગી ધરા. એના સપૂત ધીંગા અને એમના પરાકમાયે એવા જ ધીંગા! કચ્છને બે બાજુએથી અરબીસમુદ્ર ભીંસમાં લે, બે બાજુએ રણ બાથ ભીડે. આવી બેટભૂમિના લેકે સ્વભાવે સાગરખેડુ જ હોય. સાહસિકતા એમને ગળથુથીમાં જ મળે. એમની મહત્વાકાંક્ષા આભને અડે. પણ એમને લલાટે ભૌગોલિક પછાતપણું લખાયું હોય એમ એમના ભાગમાં આવી લુખી–સૂકી–રેતાળ ધરા અને તેમાંયે ઉપરા છાપરી દુકાળે. પ્રકૃતિને પડકાર ઝિલી લઈને તેમણે સમૃદ્ધિની શોધમાં દરિયાપાર નજર દોડાવી. હળખેડુ મટી તેઓ સાગરખેડુ થયા. એમની વ્યાપાર–સફર શતાબ્દીઓ પુરાણી છે. એમની રોમાંચક સાહસ-પરંપરા અનેખી છે. એને આગ ઈતિહાસ છે. આ રહ્યું એનું એક અનોખું પૃષ્ઠ. એને નાયક છે–વેલે માલુ-કચ્છને મૂર્તિમંત સાહસ– હૂંકાર!
કચ્છ અંતર્ગત કેઠારા ગામમાં વિ. સં. ૧૮૬૫ માં એમને જન્મ. પિતા દશા ઓશવાળ જ્ઞાતીય, લેડાયાગાત્રીય માલ મેગજી કેશવાણી. માતા વાલબાઈ માલુ શાહ કોઠારામાં ખેતી કરી પેટ પાળે. અબડાસા વિસ્તારની ખેતીમાંથી શું દિ વળે? એક વરસ સારું જાય. બીજે વરસે દુકાળ. ઠેરના ઠેર. એમના ગામના ભાટીઆઓ પિતાનું ભાગ્ય અજમાવવા મુંબઈ પહેચેલા, જેમાં શેઠ ગોકલદાસ તેજપાલના પિતા તેજપાલ
અને તેમના વડીલ બંધુ નાનજી કેશવજી ખટાઉ મુખ્ય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com