________________
૨ ]
સાગરખેડુ સાહસવીર એમની સફળતાથી પ્રેરાઈને કોઠારાવાસીઓ દેશાટન કરવા તૈયાર થયા. માલુશાહે મુંબઈ જેટલે દૂર જવાનું મુનાસિબ ન માન્યું. માંડવી બંદર પહોંચીને જ તેમણે સંતોષ માન્યા. માંડવીમાં આવીને તેઓ બંદર પર મજૂરી કરવા લાગ્યા. કચ્છનું એ મુખ્ય બંદર હતું. એ સમયે ત્યાં ધીખતે વ્યાપાર ચાલે. માલુશાહની વફાદારી અને હોંશીઆરી જોઈને ત્યાંના ગુલાબશાહ શેઠે તેમને વાર્ષિક પાંચસે કેરીના પગારે મહેતાજી તરીકે રાખી લીધા, એટલે બે પાંદડે થયા. એમની સંતતિમાં વેલજી ઉપરાંત લખમશી નામે પુત્ર પણ થયા.
બાળક વેલજી નાનપણથી ભારે તોફાની. મેટો થાય એમ તોફાને વધે. મહેતાજીની પણ પત ન કરે. આખરે કંટાળીને માત-પિતાએ તેના મામા શામજી સારંગને ત્યાં એને મુંબઈ ધકેલી દીધે. એના જવાથી માલુશાહે નિરાંતને દમ લીધે. વિ. સં. ૧૮૭૭ માં બાળક વેલજી માલુએ પહેલવહેલો મુંબઈમાં પગ મૂક્યો. જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરશી નાથાએ મુંબઈમાં પદાર્પણ કર્યું એ પછી બરાબર બે દાયકા બાદ.
ચરિત્રનાયકના મામા શેઠ શામજી સારંગ મુકાદમીનું કામ કરતા. શેઠ નરશી નાથાના અભ્યદય પહેલાં તેઓ જ્ઞાતિના શેઠ કહેવાતા. શ્રી અનંતનાથપ્રભુની પ્રતિમાને તેમણે પોતાના ગૃહચૈત્યમાં પ્રસ્થાપિત કરેલાં. આ પ્રતિમાજીને પાછળથી શેઠ નરશી નાથાએ શિખરબંધ જિનાલયમાં બિરાજિત કર્યા. આ ટ્રસ્ટ આજે જૈન સમાજમાં માતબર ટ્રસ્ટોમાંનું એક ગણાય છે.
શામજી શેઠના કડક અને મહેનતુ સ્વભાવની બાળક વેલજી પર ઘણી અસર પડી. એણે પોતાના જીવનને રાહ બદલાવ્યા. દિવસે તે ગુજરાતી શાળામાં ભણે, રાત્રે મામાની
પેઢીમાં નામું કરે. વેપારમાં એને દિલચસ્પી ઘણી. શાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com