________________
શેઠ વેલજી માલુ
[ ૩
એને એના બાળક બનશીલા ઊઠી,
મન ચંટે નહિ. વ્યવહાર પૂરતું અક્ષરજ્ઞાન મળી જતાં બાળકે દુકાનમાં ગોઠવાઈ જવાની ઈચ્છા મામા પાસે વ્યક્ત કરી. ઠોઠ અને મસ્તી ખેર જણાતા બાળક મામાને ધંધામાં પ્રવીણ જણાય. આથી તેમણે પોતાના બનેવી માલ શાહને માંડવી પત્ર લખીને પાંચ હજાર કેરી મેકલાવવા ભલામણ કરી. એમાંથી વેલજીભાઈએ કાળા બજારમાં નાની સરખી દુકાન માંડી. કાથાની પરચૂરણ ચીજે વેચે. મામાની દેખરેખ, એટલે એને મુશ્કેલી જેવું કંઈ નહોતું.
ચૌદ વર્ષને બાળક બાબરા ભૂતની જેમ હાટડીમાં પરે વાઈ ગયે. એના મસ્તીખેર અને જોશીલા સ્વભાવને સુંદર વહેણ મળી જતાં એની શક્તિઓ પુરબહાર ખીલી ઊઠી. મામાને એના જીવનમાં આવેલું પરિવર્તન ગમ્યું. વર્ષ આખરે હિસાબ તપાસ્યું તે ખર્ચ કાઢતાં સો રૂપીઆને નફે જોવા મળે. આ જોઈ વેલજીભાઈને ઉત્સાહ બેવડા. બીજે વર્ષે બમણે નફે થયે વેપાર જામતાં તેણે પિતાના નાના ભાઈ લખમશીને કચ્છમાંથી મુંબઈ તેડાવી લીધો. પછી તો એક માણસ પણ રાખે. આ રીતે તેઓ પ્રગતિનાં પાન ચડવા લાગ્યા.
વહેલી સવારથી રાતના દસ વાગ્યા સુધી વ્યાપારમાં જ એમનું ધ્યાન ચૂંટેલું રહેતું. હવે તેમણે મુંબઈમાંથી માલ ખરીદીને વેચવાને બદલે, ઠેઠ મલબારથી માલ મંગાવવાનું શરૂ કર્યું. આથી નફાનું પ્રમાણ વધ્યું. જથ્થાબંધ માલ ખરીદવાથી એથી પણ વધુ ફાયદો થયો. પછી તો તેમણે વહાણુમાં ઉપયોગમાં આવતા જાડાં દેરડાં પણ વેચવા માંડ્યાં. બંદર નજીક હોવાથી એને ઉપાડ ઘણો થતો. નામના પણ વધવા લાગી. વેપારી તરીકે ખ્યાતિ મળતાં હવે તેઓ “વેલિયામાંથી
વેલજી શેઠ થયા. ભાગ્યે એમને યારી આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com