________________
૪ ]
સાગર–ખેડુ સાહસવીર વિ. સં. ૧૮૮૧ માં સેળ વર્ષની ઉંમરે એમનાં લગ્ન કચ્છ-સાંધાણના મેઘજી દેવશીનાં બહેન કમીબાઈ વેરે થયાં. લગ્ન બાદ કચ્છથી પાછા વળતાં તેઓ પોતાનાં માતાપિતાને મુંબઈ સાથે તેડી લાવ્યા. આબૂ, પાલિતાણા, ગિરનાર વગેરે તીર્થોની તેમને યાત્રા કરાવી. પિતાના પુત્રની ચડતી જોઈને માત-પિતા અત્યંત હર્ષ પામ્યાં. ધર્મધ્યાનમાં તેમણે પિતાનું શેષ જીવન વીતાવ્યું.
વહાણ માટેનાં જાડાં દેરડાના વ્યાપારે વેલજી શેઠને દેશ-પરદેશના વહાણવટીઓ સાથે સંપર્ક સાધી આપે. આ સંપર્કના પરિણામે એમને દરિયાઈ પ્રવાસની માંચક વાતે નાવિકના મુખેથી સાંભળવા મળતી. આવી સફર ખેડવાના હવે એમને પણ કેડ જાગ્યા. એમનું બાળપણ માંડવીના સાગર કિનારે વીત્યું હઈને એમના ઊર્મિતંત્ર પર મહાસાગરે પક્કડ જમાવેલી. એમણે સાગરમાં તરતાં મૂકેલાં કાગળનાં વહાણે તેઓ કેમ ભૂલી શકે? એ વહાણમાં એમણે કેણ જાણે કેટલીયે કાલ્પનિક સફર ખેડી હશે! એમની વર્ષો જૂની મહત્ત્વાકાંક્ષાઓને સાકાર કરવા હવે તેમનું મન તલપાપડ થવા લાગ્યું. એમના બાળપણનાં સોનેરી સોણલાઓને તાદશ્ય કરવા હવે એમનું હૈયું થનગની રહ્યું હતું. પિતાના મનની વાત તેમણે સ્નેહી–સંબંધીઓને કહી. મામાને અભિપ્રાય પણ માગે. સૌએ એમને વાર્યા. મામાએ તે સાફ સંભળાવ્યું કે અહીં ક્યાં ઓછા ધંધા છે?
તે કાળે દરિયે ખેડે સહેલ નહે. અરબસ્તાનના કાંઠાના તથા ઈરાની અખાતના ચાંચિયા બાજની જેમ વહાણે પર તૂટી પડે માલ લટે ને માણસને ગુલામ કરી વેચે. એ
અરસામાં અરબસ્તાન અને આફ્રિકામાં ગુલામેની લે-વેચ ધૂમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com