________________
શેઠ વેલજી માલુ
[ ૫
ચાલતી. ભાટિયા કેસમાં સુવિખ્યાત ઠાકરશી ઘરાણાને એક વડ એમ વેચાયેલે. ઘરઆંગણે પણ પશ્ચિમને દરિયા-કાંઠે ભયમુક્ત નહે. ઓખામંડળના વાઘેરે તે અંગ્રેજોનાં વહાણ પણ લૂંટી લેતા. મુંબઈ નજીક માનજી આંગરિ પંદર વહાણે રાખી આખા કાંઠાને દરિયે ધમરોળત. આ બધી વાત જાણતા હોવા છતાં વેલજી શેઠે પિતાનો વિચાર પડતે ન મૂક્યો. વડીલોએ વાર્યા છતાં તેઓ મક્કમ રહ્યા. સૌ આતજનેને સમજાવીને તેમણે પરદેશ જવાની બધી તૈયારી કરી લીધી. બસરાવાળા અલકાસમનું વહાણ મુંબઈ બંદરે આવ્યું હતું તેમાં તેઓ સુતરાઉ તથા ગરમ કાપડ, અનાજ વગેરે વેચવાને માલ લઈ જવા તૈયાર થયા. તેમણે બધું નક્કી કરી નાખ્યું હતું. વિ. સં. ૧૮૯૨ માં એડન, હેડેડા, બસરા, મોખા વગેરે બંદરની સફર કરવા અંતે તેઓ મુંબઈથી વિદાય થયા. સગા-વહાલા. મિત્રો, વ્યાપારીઓ વગેરેએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને વેલજી શેઠને ભાવભરી વિદાય આપી.
એમના હૈયામાં ઉત્સાહ અને રે, હિમ્મત જબરી, પણ લાંબી સફરે માટે જાત–અનુભવ મુલ નહિ. અરબી ભાષા આવડે નહિ. પરદેશમાં ઓળખાણુ–પીછાણના પણ ફાંફા ! સાથે મેટી રકમનો માલ હોવાથી અલકાસમની દાનત બગડી. ચાંચિયા બંદરે વહાણને લૂટાવીને બધો માલ પડાવી લેવા તેણે ષયંત્ર રચ્યું. પણ કુનેહબાજ વેલજી શેઠથી એની બદદાનત છૂપી રહી શકી નહિ. તેઓ એની મેલી મુરાદ જાણી ગયા. વહાણુ નિયત માર્ગ છોડીને બીજી દિશા તરફ ધસી રહ્યું છે એની જાણ થતાં તેઓ ગભરાઈ ગયા, પણ ઉતાવળ કરવાથી શું થાય? અફાટ મહાસાગરમાં એમનું સાંભળે પણ કે? એમનાં ચિન્તાતુર નેત્ર ક્ષિતિજ પર મંડાઈ રહેતાં.
એકાએક એમને એક બારકસ જોવા મળ્યું. સામી દિશાએથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com