________________
૧૨ ]
અંચલગચ્છ-ચૂડામણિ હતી એમ એ પ્રતની પુષ્પિકા દ્વારા જણાય છે. વિ. સં. ૧૫૧૮ ના વૈશાખ સુદ ૫ ને ગુરુવારે એસવાળ વંશીય ભાખુએ બિંબ–પ્રતિષ્ઠા કરાવેલી, જેને ખંડિત લેખ ઉપલબ્ધ થાય છે. તેમાં આચાર્યનું નામ અડધું વંચાય છે. જે પ્રતિછાનું વર્ષ ચોક્કસ રીતે નોંધાયું હોય તે તે પ્રતિષ્ઠાના ઉપદેશક આચાર્ય ગુણસમુદ્રસૂરિ સંભવે છે. ગુણસમુદ્રસૂરિ કૃત “કિપાકલાપ”ની હાથપ્રત ઉપલબ્ધ થાય છે. ગુણસમુદ્રસૂરિના સમકાલીન કવિ કાહ્ન એમના વિશે ગૌરવાન્વિત ઉલ્લેખ કરે છે. જુઓઃ “ગુણસમુદ્રસૂરિ ગુણ નિહાણું, પાવું પણસ દરિ.”
ગુણસમુદ્રસૂરિના ગુરુ અભયસિંહસૂરિ પ્રભાવક આચાર્ય થઈ ગયા. એમની પ્રેરણાથી ગેડીજીના સુપ્રસિદ્ધ તીર્થની સ્થાપના થયેલી ગુણસમુદ્રસૂરિના શિષ્ય માણિક્યકુંજરસૂરિ વિશે પણ આગળ ઉલ્લેખ થઈ ગયો છે.
મેરૂતુંગસૂરિના શાખાચાર્ય ભુવનતંગસૂરિ થઈ ગયા. અંચલગચ્છમાં આ નામના બે આચાર્ય થઈ ગયા છે. બન્નેના ગુરુનાં નામ અનુક્રમે આ પ્રમાણે છેઃ મહેન્દ્રસિંહસૂરિ અને મહેદ્રપ્રભસૂરિ બેઉ આચાર્યો સમાન નામધારક હતા, ઉપરાંત એમના ગુરુનાં નામમાં પણ ઘણું મળતાપણું હેઈને સાંપ્રત ગ્રન્થકાએ એમને અભિન્ન માનીને ગૂંચવાડાઓ કર્યા છે. મહેન્દ્રસિંહસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિએ પાયાંગ પર પ્રમાણ ભૂત ટીકાઓ રચી છે. મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય ભુવનતુંગસૂરિએ કોઈ ગ્રન્થ રચ્યું હોય એમ જાણું શકાયું નથી. આ દ્વિતીય આચાર્ય શાખાચાર્ય હતા એટલું જ જાણી શકાય છે. એમના સમકાલીન કવિ કહુને એમના વિશે નેંધ્યું છે કેઃ “ભુવનતુંગસૂરિ ભુવણ ભાણું.”
ઉપાધ્યાય ધર્મનંદનગણિએ “છંદ સ્તવ”ની રચના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com