________________
શ્રી જયકીર્તિસૂરિ
| [ ૧૩ કરી છે. આ ગ્રન્થ પર તેમણે ટીકા પણ રચી. મહેન્દ્રસિંહસૂરિ કૃત “વિચારસપ્રતિકા” પર તેમણે અવસૂરિ રચી. ચંદ્રસૂરિ કૃત “સંગ્રહણીરત્ન” નામક ભૂગોળ વિષયક ગ્રન્થ પર પણ તેમણે અવસૂરિ લખી. વિ. સં. ૧૮૮૪ માં ધર્મનંદનગણિ સત્યપુરમાં હતા, જ્યાં માણિક્યસુંદરસૂરિએ ગુણવર્મ ચરિત્ર રચ્યું. આ ગ્રન્થની પ્રશસ્તિમાં માણિક્યસુંદરસૂરિએ નંધ્યું છે કે “આ ગ્રન્થ ઉપાધ્યાય ધર્મનંદનના વિશિષ્ટ સાંનિધ્યમાં લખાય છે.”
કવિચકવતિ જયશેખરસૂરિના શિષ્ય ધર્મશેખરગણિએ પિતાના ગુરુએ સંસ્કૃતમાં લખેલ જૈનકુમારસંભવ” મહાકાવ્ય પર વિ. સં. ૧૮૮૩ માં ટીકા લખી, જેનું સંશોધન માણિક્યસુંદરસૂરિએ કર્યું. વિ. સં. ૧૫૦૯ માં તેઓ આચાર્ય પદે હતા એમ એ વર્ષની પ્રતપુષ્પિકા દ્વારા જણાય છે. એમના શિષ્ય ઉદયસાગર થયા.
જયશેખરસૂરિના શિષ્ય ઈશ્વરગણિએ “શીલસંધિ” નામક ગ્રન્થ રચ્યું. જયશેખરસૂરિ નાગપુરીય ગચ્છમાં પણ થઈ ગયા હોઈને ઈશ્વરગણિ કેના શિષ્ય હતા તે પ્રમાણિત કરવું ઘટે છે.
- કવિચકવતિ જયશેખરસૂરિ કૃત “ઉપદેશચિન્તામણિ”ની ટીકાને પ્રથમાશે લખનાર માનતુંગમણિને ગ્રન્થર્તાએ “નાના ગુરુબંધુ” કહ્યા છે. માનતુંગગણિ પાછળથી આચાર્યપદસ્થિત થયા હતા.
મેરૂતુંગસૂરિના શિષ્ય કવિવર કાહૂને વિ. સં. ૧૪૨૦ માં દીપોત્સવી ને રવિવારને દિવસે ખંભાતમાં “ગચ્છનાયકગુરુરાસ”ની રચના કરી. આ ગ્રન્થમાં અંચલગચ્છ-પ્રવર્તાકથી માંડીને જયકેસરીસૂરિ સુધીના ઈતિહાસની કડીબંધ હકીકતો નિબદ્ધ છે. કવિ કાહ્ન શ્રીમાલીવંશીય છાંડાના પુત્ર હતા એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com