________________
૧૪]
અંચલગચ્છ-ચૂડામણિ એ ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા જણાય છે. કવિ કાહ્ન દ્વારા રચિત નેમિનાથ ફાગ–બારમાસા” ઉપલબ્ધ થાય છે.
જયકીર્તિસૂરિના શિષ્ય શીલરત્નસૂરિએ વિ. સં. ૧૪૯૧ના ચૈત્ર વદિ ૫ ને બુધવારે પાટણમાં મેરૂતુંગસૂરિ કૃત “જૈનમેઘદૂત” મહાકાવ્ય પર સંસ્કૃતમાં ટીકા લખી, જેનું સશે ધન માણિક્યસુંદરસૂરિએ કર્યું. એમણે લખેલાં ચાર સ્તોત્ર ઉપરાંત જિનચૈત્યવંદન ચાવીશી, અષ્ટક આદિ ઉપલબ્ધ થાય છે.
જયકીર્તિસૂરિના અન્ય શિષ્ય વિવાદ્ધનસૂરિએ અતિશય પંચાશિકા,” “નલદવદંતિ રાસ” (ચિત્તોડમાં વિ. સં. ૧૫૧૨ માં રચના) તથા પુષ્પદંત દ્વારા રચિત મહિમ્નસ્તોત્રની ઋષભમહિમ્ન સ્તોત્ર નામના ગ્રન્થમાં સમસ્યાપૂર્તિ કરી. એમની સ્વપજ્ઞ ટીકા પણ ઉપલબ્ધ થાય છે. એમના શિષ્ય પંડિત જિનપ્રભગણિ થઈ ગયા, જેમના વાંચનાર્થે પ્રાગ્વાટ વંશીય દેસી કાલાએ લેલીઆણા ગામમાં વિ. સં. ૧૫૫૪ માં ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિ લખાવી.
યકીર્તિસૂરિની પરંપરામાં રત્નશેખર–મહીતિલક-સમતિલક વગેરે શ્રમણોને દર્શાવતી નોંધ મળે છે. એ ઉપરાંત એમના આજ્ઞાવર્તિ શિષ્યમાં જયસાગરસૂરિ, જયવલ્લભમુનિ, ક્ષમારત્નમુનિ, લાવણ્યકીર્તિ ઉપાધ્યાય, રત્નસિંહસૂરિ વગેરેનાં નામે ઉપલબ્ધ થાય છે. ઉપા. લાવણ્યકીર્તિથી અંચલગચ્છમાં કીર્તિશાખા નીકળી એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે.
જયકીર્તિસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન તપાગચ્છીય હર્ષસેનના શિષ્ય હર્ષભૂષણગણિએ વિ. સં. ૧૪૮૦ માં ૧૦૦૦ લેક પરિમાણને “અંચલમત–દલન-પ્રકરણ” નામક ખંડનાત્મક ગ્રન્થ રચ્ચે. ખંડન-મંડનાત્મક ગ્રન્થો પૈકીના અંચલમત સ્થાપન,” “તબોધ પ્રકરણ,” “આંચલિકમત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com