________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૧૫
ખંડન,” “આંચલિકમત વિચાર” “અંચલમત નિરાકરણ” આદિ ગ્રન્થ પણ ઉપલબ્ધ થાય છે. એ અરસામાં તપાગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં અગ્ર ભાગ લીધે. પરંતુ અંચલગ છે તેના પ્રત્યુત્તરરૂપે કશું ન કર્યું જે દ્વારા તેની પ્રગતિશીલ વિચારધારાને ખ્યાલ મળી શકશે. અન્ય ગોએ અંચલગચ્છને “સ્તન પક્ષગ૭” કહીને શૂદ્રષ્ટા દર્શાવી હેવા છતાં અંચલગ છે તેનો પ્રતિભાવ સુદ્ધા વ્યક્ત ન કર્યો છે
ખંડન-મંડનાત્મક પ્રવૃત્તિ કરવા કરતાં જયકીર્તિસૂરિને શાસન દેવીની કૃપા મેળવવાનું વધારે મુનાસીબ લાગ્યું. પટ્ટાવલીકાર વર્ણવે છે કે મેરૂતુંગસૂરિએ શાસનદેવીના પ્રત્યક્ષ આવાગમનને બંધ કરાવ્યું હતું. જયકીર્તિસૂરિએ દેવીને પુનઃ પ્રત્યક્ષ કરવા માટે શત્રુંજયગિરિ ઉપર ઘણાં વર્ષો સુધી ઉગ્ર આયંબિલ તપ કર્યું. આથી પ્રસન્ન થઈને દેવીએ મધ્ય રાત્રિએ પ્રકટ થઈને કહ્યું કે “હું આપની પાસે આવીશ, પરંતુ આપ મને ઓળખશે નહિ.” બીજે દિવસે પ્રભાતે ખંભાતથી સંઘ આવ્યા. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરીને સુવર્ણમુદ્રાથી મિશ્રિત પૌંઆ વહેરાવીને ગુરુને મનોરથ પરિપૂર્ણ કર્યો એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે.
યકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. મહીતીર્થ તથા જીરાવલા તીર્થના ઉદ્ધારમાં એમને ફાળે ઘણે મેટો છે, જે વિશે અગાઉ ઉલ્લેખ કરી ગયા છીએ. ચરિત્રનાયકના પ્રતિષ્ઠા–લેખ સારી સંખ્યામાં ઉપલબ્ધ થાય છે, જે દ્વારા તે વખતના આગેવાન શ્રેષ્ઠીવર્યોનાં કાર્યો વિશે પણ સારે પ્રકાશ પાડી શકાય છે.
ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com