________________
૧૬]
અંચલગચ્છ–ચૂડામણિ જયકીર્તિસૂરિએ આ પ્રમાણે ગ્રન્થ-રચના કરીઃ ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા, ક્ષેત્રસમાસની ટીકા, સંગ્રહણીની ટીકા ઈત્યાદિ. આ પૈકીની માત્ર ઉત્તરાધ્યયન સુત્રની ટીકા ઉપલબ્ધ થાય છે. તદુપરાંત જયકીર્તિસૂરિ કૃત “પાશ્ચ દેવ સ્તવન” પણ પ્રાપ્ત થઈ શક્યું છે. એમના ગુરુ તથા દાદાગુરૂની જેમ ચરિત્રનાયકને પણ પાર્શ્વનાથ પ્રભુ પર અપૂર્વ આસ્થા હતી એમ આ કૃતિ પરથી સૂચિત થાય છે.
વિ. સં. ૧૫૦૦ માં સડસઠ વર્ષનું આયુ પાળીને અંચલગચ્છના આ યશસ્વી ગચ્છનાયક પાટણમાં કાલધર્મ પામ્યા. કવિવર કાઢ એમના ગુણોનું કીર્તન કરતાં વર્ણવે છે કે –
દસ બિહ ધમ્મ પયાસ ગરે, થિર થાપાઈ જિગ ભાણ જિણ–સાસણ ઉદ્યોત કરે, પુહવિહ પયડ પમાણ. અમીય વાણિ વકખાણ રસે, રંજ્યા જાણે અજાણ; સેવન જિમ કસવટ્ટકસે, રેહ રહી જગિ જાણ. દેસિ વિદેસિ સુવિહે પારે, ભવીયણ પરિહંતિ, ચઉવિહ પરિકર એ, ભરહખેત્તિ વિહરંતિ.
અંચલગચ્છના આવા ચૂડામણિને ભૂરિ ભૂરિ વંદના.
–
તું
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com