________________
કિયોદ્ધારક, ત્યાગમૂર્તિ
શ્રી ધર્મમતિસૂરિ અંચલગચ્છના ઈતિહાસમાં ત્રણ મહત્ત્વના તબક્કાઓ આ પ્રમાણે છેઃ (૧) આર્યરક્ષિતસૂરિ-જયસિંહસૂરિ (૨) મહે. ન્દ્રપ્રભસૂરિ મેરૂતુંગસૂરિ (૩) ધર્મમૂર્તિસૂરિકલ્યાણસાગરસૂરિને આધ્યાત્મિક શાસન-કાળ. આ ત્રણે સંક્રાન્તિકાળ દરમિયાન અનુકમે ગચ્છના પ્રવર્તાન, અભ્યદય અને ઉત્થાનનું ભગીરથ કાર્ય થયું. “કિયે દ્ધારક, “ત્યાગમૂર્તિ” જેવાં ગૌરવાન્વિત બિરુદ પામેલા ધર્મમૂર્તિસૂરિએ ગત્થાન માટે શકવતિ કાર્યો કરીને ગચ્છના ઇતિહાસના ત્રીજા તબક્કાનું પ્રવર્તન કર્યું. એમના સમર્થ શિષ્ય કલ્યાણસાગરસૂરિએ આ કાર્યને પિતાની ગતિશીલ વિચારધારાથી પરાકાષ્ઠાએ પહોંચાડયું. અને એટલે જ, પૂર્વગામી યુગ-પ્રવર્તક ગુરુ-શિષ્યની જેડલીની જેમ, તેઓ ગચ્છના ઇતિહાસમાં અપૂર્વ માન પામ્યા.
વિ. સં. ૧૫૮૫ માં ચરિત્રનાયકને ખંભાતમાં જન્મ થયે. પિતા શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી હંસરાજ, માતા હાંસલદે. પિતા રાજ્યમાં ઉચ્ચ હેરો ધરાવતા હોઈને તેમને મંત્રી તરીકે પ્રાચીન ગ્રન્થમાંથી ઉલ્લેખ મળે છે. આવા અભિજાત કુટુંબમાં બાળક ધર્મદાસનું લાલન-પાલન થયું. માતા હાંસલદેએ ગર્ભાધાન વખતે રાત્રે સ્વપ્નમાં પિતાને જિનેશ્વરની પૂજા કરતી નીરખી હતી એમ પટ્ટાવલીમાં વર્ણન છે.
વિ. સં. ૧પ૯ માં અંચલગચ્છાધિપતિ ગુણનિધાનસૂરિ વિહરતા ખંભાતમાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com