________________
કિદ્ધારક, ત્યાગમૂર્તિ બાળક ધર્મદાસને વૈરાગ્ય ઉત્પન્ન થયો. માતા-પિતાની અનુજ્ઞા પ્રાપ્ત થતાં તેને એ વર્ષમાં દીક્ષા આપીને એમનું ધર્મમૂર્તિમુનિ એવું નામાભિધાન રાખવામાં આવ્યું. ગુણનિધાનસૂરિ ધ્યાની તથા તપસ્વી ગચ્છનાયક હતા. એમના ગુણોનું વર્ણન કરતાં એમના અજ્ઞાત શિષ્ય ગુરુસ્તુતિમાં લખ્યું છે કે – “ગુણનિધાનસૂરિ પૂર્વાચાર્યોની જેમ શુભ-શાંતરસના સાગર હતા. ગંગાજળ જેવી વિમલ કીર્તિ ધારણ કરતાં તેઓ ઘણું વર્ષો સુધી વિચરતા રહ્યા. અતિશયેના પાત્ર, ગુણમણિના રેહણાચલ, જિનશાસનની શોભા સમાન હતા.” આવા આત્મદશી ગુરુની છત્ર-છાયામાં નવોદિત શિષ્યને ઉછેર થયે.
વિ. સં. ૧૬૦૨ માં ચરિત્રનાયકને યેગ્ય જાણુને ગુણનિધાનસૂરિએ રાજનગરમાં આચાર્યપદે વિભૂષિત કર્યા. એ વખતે નવેદિત આચાર્યની ઉંમર માત્ર સેળ વર્ષની જ હતી! જે દ્વારા તેમની ઉજજવળ પ્રતિભાને આપણને દર્શન થઈ શકે છે. એ વર્ષે ગુરુ ત્યાં કાલધર્મ પામતા સંઘે ચરિત્રનાયકને ગચ્છનાયકપદે સ્થાપ્યા. આટલી નાની વયે આવું સર્વોચ્ચ પદ મેળવનારાઓમાં તેઓ વિદ્યાસાગરસૂરિ પછી સૌ પ્રથમ હતા. ચરિત્રનાયકની ચેથી પેઢીએ થયેલા ગચ્છનાયક વિદ્યાસાગરસૂરિ આ પદે માત્ર સોળેક વર્ષની ઉંમરે પહોંચેલા! અલબત્ત, એમના સમયમાં ૧૯મા સૈકામાં અન્ય કેઈ આચાર્યપદ ધારક વિદ્યમાન નહોતા, જ્યારે ચરિત્રનાયકના સમયમાં અનેક આચાર્યો હતા, જેમાં કેટલાક તે ધુરંધર તરીકે ખ્યાતિ પામ્યા હતા, છતાં સંઘે ધર્મમૂર્તિસૂરિને ગચ્છનાયક તરીકે પસંદ કર્યા, જે એમની કારકિદીને જવલંત અંજલિરૂપ છે.
કેટલાક પ્રમાણુ-ગ્રન્થમાં ઉલ્લેખ છે કે ચરિત્રનાયક એકી સાથે આચાર્ય-પદ તથા ગચ્છનાયક-પદ પામ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com