________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ
[ ૩
જે આ મત સ્વીકારવામાં આવે તે એક ગચ્છનાયકની વિદ્યમાનતામાં અનુગામીને ગચ્છનાયક તરીકે પ્રસ્થાપિત કરી શકાય? એ પ્રશ્ન ઊભું થાય છે. વિકપે એવી કલ્પના પણ કરી શકાય કે એ પ્રસંગે પૂર્વગામી પટ્ટધરની વિદ્યમાનતા ન પણ હોય. ગમે તેમ, વિ. સં. ૧૬૦૨ માં ચરિત્રનાયક ઉક્ત બે પદો મેળવી શકવા ભાગ્યશાળી થયા એ તે ચક્કસ છે.
ચરિત્રનાયકની જીવન–ચારિકાનું મૂલ્યાંકન કરવા માટે તત્કાલીન પરિસ્થિતિને ખ્યાલ મેળવવો જરૂરી છે. એ સમયે શ્રમમાં શિથિલાચાર પ્રવેશી ચુક્યો હતો. સંપ્રદાયની છિન્નભિન્નત ને એ યુગ હતે. કડવામત, લંકામત, બીજામત એવા અનેક મતમતાંતરો એ અરસામાં ફૂટી નીકળ્યા હતા. એક બાજુ પ્રતિમા–નિષેધ, બીજી બાજુ સાધુ-નિષેધ. મુખ્ય ગચ્છમાં પણ વિભિન્ન પ્રરૂપણાઓનો પ્રવાહ શરૂ થઈ ગયે હતે. પરિસ્થિતિ વિષમ હતી જે આ બધા પડકારોને પહોંચી ન શકાય તે જૈન શાસનનું શું થાય એ કલ્પવું મુશ્કેલ હતુ.
જૈનસંઘમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે ત્રણેય મુખ્ય ગચ્છના અગ્રેસરે તેનું નિવારણ કરવા સાથે બેસીને તોડ કાઢના. એ ત્રણેય ગચ્છને આવિર્ભાવ શિથિલાચાર સામેની લડતરૂપે થયો હતો. ત્રણે ગચ્છાએ ચૈત્યવાસના પકડમાંથી શાસનને બચાવ્યું એ વાત ઇતિહાસ–પ્રસિદ્ધ છે. એ પછી લંકાગ છે પડકાર ફેંકેલો ત્યારે ત્રણે ગચ્છના અગ્રેસરે મળેલા. “વીરવંશાવલી”માં ઉલ્લેખ છે કે –“એહવિ માંડવી બિંદરે તપા શ્રી સોમદેવસૂરિ ૧, ખરતર શ્રી જિનહંસસૂરિ, અંચલિક શ્રી જ્યકેસરસૂરિ ૩, એ ત્રિહું ગચ્છના આચાર્ય તિહાં આવ્યા. તિવારઈ સોરઠદેશિ લંકાના મત વિસ્તાર જાણી એ ત્રિહું ગીતાર્થ મિલિ વિ. સં. ૧૫૩૪ વર્ષિ આપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com