________________
૪]
ક્રિોદ્ધારક, ત્યાગમૂર્તિ આપણું ગછ થકી આજ્ઞાધમ આપ્યું. એતલઈ ઇહાં થકી આદેશ-વિદેશની મર્યાદા સ્થપાયું.”
એ સમયથી ત્રણે ગચ્છના આચાર્યોએ પ્રતિક્રમણ વિધિ લગભગ એક સરખે ગોઠવ્યો, જેથી બધા ગચ્છના જેને એક સાથે બેસીને પ્રતિક્રમણ કરે અને એ રીતે એકતા કેળવી શકાય. ત્રણે ગરછની એકતા સુદઢ રહે એ હેતુથી ત્રણે ગચ્છના અગ્રેસરેએ ઉપગી આજ્ઞાપ પણ કાલ્યા.
વખત જતાં પરિસ્થિતિ વધુ જટિલ બની માત્ર આજ્ઞાપત્રે કાઢવાથી કશું સાધી શકાય એવું ન જણાયું. શિથિલાચારને સામનો આત્મશુદ્ધિથી જ વધુ અસરકારક રીતે થઈ શકશે એમ જેણાતાં ત્રણે ગચ્છના અગ્રેસરોએ આ દિશામાં પણ પહેલ કરી. વિ. સં. ૧૫૮૨ માં તપાગચ્છના આનંદવિમલસૂરિએ કિદ્ધાર કર્યો. ચૌદ વર્ષ લગી તેમણે ઉગ્ર તપશ્ચર્યા આદરી ખરતરગચ્છીય જિનમાણિજ્યસૂરિ તથા તેમના અનુગામી પટ્ટધર જિનચંદ્રસૂરિએ પણ એ જ માર્ગ ગ્રહણ ર્યો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે જે આત્મસિદ્ધિના ઉદ્દેશથી ચારિત્ર્યધર્મને વેશ સ્વીકાર્યો એ આદર્શનું યથાવત્ પાલન ન કરવું એ લેકવંચના જ નહીં, કિન્તુ આત્મવંચના પણ છે. ગચ્છનાયકે જ પોતાના ગરછ ઉદ્ધાર કરવા માટે ક્રિય દ્વારની પહેલ કરવી જોઈએ.
ધર્મમૂર્તિસૂરિ પણ એવા જ વિચારેના હતા. ગચ્છમાં પ્રવેશેલા શિથિલાચારના સડાને દૂર કરવા તેમણે પણ કિયોદ્વારને માર્ગ લીધો. વિ. સં. ૧૬૧૪ માં તેમણે શત્રુંજય તીર્થમાં આવીને તેને પ્રારંભ કર્યો એમ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે. તેઓ ઘણું તપ તપ્યા. તત્કાલીન પ્રમાણમાં નોંધ છે કે પર સાધુઓ અને ૪૦ સાધ્વીઓએ પણ ધર્મમૂસૂરિના સાન્નિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com