________________
શ્રી ધર્મમૂર્તિસૂરિ ધ્યમાં ક્રિોદ્ધાર કર્યો. ગચ્છનાયકને સમસ્ત ગ૭ અનુસરે એમાં નવાઈ શું? બધા ગચ્છમાં પણ આ પ્રમાણે થયું.
ઉક્ત એતિહાસિક પ્રસંગને ઉલ્લેખ પટ્ટાવલીઓમાં સવિશેષ છે. ડૉ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી પટ્ટાવલીમાં કિયે દ્વારનું વર્ષ વિ. સં. ૧૬૦૨ દર્શાવાયું છે. કિન્તુ અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં વિ. સં. ૧૬૧૪ છે. ગચ્છનાયકે સ્વયં કિયોદ્ધાર કર્યા પછી તેમના સાન્નિધ્યમાં અન્ય સાધુ-સાધ્વીઓએ પણ કિયોદ્ધારની પ્રક્રિયા આરંભી. આવા એક કિદ્ધારને ઉલ્લેખ પં. ગજલાભ કૃત “જિનાજ્ઞા હુંડી” અપર નામ “અંચલગચ્છની હુંડી”ની પ્રત-પુષ્યિકામાં આ પ્રમાણે છેઃ “પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મમૂર્તિસૂરિ સાનિધ્યે કિયા ઉદ્ધાર કર્યો. તેમના શિષ્ય પર, ચાલીસ સાધ્વી સાથે સર્વે ઠાણું ૯૨ ના ગુરુ થયા. તેહના આત્માથે જિનાજ્ઞા હુંડી કરી આપી તે લિખી છે. રાયસુંદરેણ વા, પ્રર્માનંદ શિ૦ ક્ષમાવદ્ધન શિ૦ મુ. જ્ઞાનલાભ શિ. મુ. નિધાનલાભ શિ૦ મુ. ભુવનલાભ શિ૦ દેવસુંદર શિ. હીરસુંદર શિ૦ મુઆણંદસુંદરજી શિવ મુરાયસુંદરજી.”
ધર્મમૂર્તિસૂરિનું જીવન ત્યાગમય હતું. તત્કાલીન ગ્રન્થકારોએ તેમને ત્યાગમૂર્તિ તરીકે બિરદાવ્યા છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ પણ આ સંબંધમાં નોંધ લીધી છે. જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. કલાટે એમના માટે લખ્યું છે કે “તેઓ ત્યાગી કહેવાતા હતા.” પટ્ટાવલીકારે એમના આદર્શ ત્યાગમય જીવનને નિરૂપવા માટે ચમત્કારિક પ્રસંગને આશ્રય લીધો છે. પટ્ટાવલીમાં વર્ણન છે કે એક વખતે ધર્મમૂર્તિસૂરિ વિહરતા યાત્રાર્થે આબૂ પધાર્યા. ત્યાં નિવાસ કરનારી અબુંદાદેવી રાત્રે
અત્યંત લાવણ્યવાન, સેળે શણગારથી યુક્ત સ્ત્રીનું રૂપ લઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com