________________
શ્રી જયકીર્તિસૂરિ
[ ૧૧ ૨ ને શનિવારે શ્રીમાલીવંશીય શ્રેષ્ઠી સૂરા અને ચાંપાએ પણ સૂરિના ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી.
મેરૂતુંગસૂરિએ મેરુનંદનસૂરિને ખંભાતમાં આચાર્યપદસ્થિત કરેલા. સંઘપતિ ખીમરાજે પદમહોત્સવ કરેલો. મેરૂનંદનસૂરિએ રચેલ “વીસવિહરમાન સ્તવન ઉપલબ્ધ થાય છે.
પંડિત મહીનંદન ગણિ વિ. સં. ૧૮૬૩ માં વિદ્યમાન હતા. એ વર્ષે સલખણપુરના રહેવાસી શ્રીમાલ જ્ઞાતીય શ્રેણી અમરસિંહના પુત્ર સુહગાએ કાલિકાચાર્ય કથાનકની પ્રત એમના વાંચનાર્થે લખાવી. આ સચિત્ર પ્રત મંત્રી દેવરાજ દ્વારા લખાઈ કાગળ પર લખાયેલી પ્રતિમાં તે સૌથી પ્રાચીન પ્રત મનાય છે.
માણિક્યસુંદરસૂરિના શિષ્ય કીર્તિસાગરસૂરિ વિશે આગળ ઉલ્લેખ થઈ ગયેલ છે. તેમણે પિતાના ગુરુ દ્વારા લખાયેલ શ્રીધરચરિત્રની ટીકાને પ્રથમાશે લખી હતી એમ એ ગ્રન્થની પ્રશસ્તિ દ્વારા જણાય છે. વિ. સં. ૧૪૭૯ ના પોષ વદિ ૫ ને શુકવારે શ્રીમાલ જ્ઞાતીય પરિખ ધનાએ કીતિસાગરસૂરિના ઉપદેશથી બિંબ–પ્રતિષ્ઠા કરાવેલી.
વિ. સં. ૧૪૭૧ ના આષાઢ શુદિ ૨ ને રવિવારે શ્રીમાલ જ્ઞાતીય પરિખ ભેજણ અને ભેલાએ જયતિલકસૂરિના ઉપદેશથી બિંબપ્રતિષ્ઠા કરાવેલી. જયતિલકસૂરિનું નામ મેરૂતુંગસૂરિ રાસમાં ન હોઈને ઉક્ત પ્રતિષ્ઠા–લેખ મહત્ત્વપૂર્ણ બને છે
મેરૂતુંગસૂરિએ ગુણસમુદ્રસૂરિને હર્ષપુરમાં આચાર્યપદ સ્થિત કરેલા. એ પ્રસંગે શ્રેષ્ઠી ખીમિગે પદમહોત્સવ કરેલ. મહાકવિ માઘ કૃત “શિશુપાલ વધ” મહાકાવ્યની વિ. સં. ૧૪૭૮ માં લખાયેલ પ્રત ખંભાતમાં ગુણસમુદ્રસૂરિ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com