________________
૧૦ ]
અંચલગચ્છ-ચૂડામણિ માણિક્યસુંદરસૂરિથી માણિજ્યકુંજરસૂરિ ભિન્ન હતા તેનું અન્ય પ્રમાણ “સિંહસેનકથા”ની પ્રત પુષ્પિકા પૂરું પાડે છે. તેમાં ગ્રન્થના લેખક માણિક્યસુંદરસૂરિ અને પ્રતના લેખકની પરંપરાના માણિક્યકુંજરસૂરિનાં નામ ભિન્ન રીતે આપ્યાં છે. વિ. સં. ૧૫૦૨ માં આષાઢ શુદિ ૫ ને સોમવારે ઉક્ત પ્રત “ગુણસમુદ્રસૂરિના પટ્ટાલંકાર માણિજ્યકુંજરસૂરિના શિષ્ય ૫૦ ગુણરાજ ગણિએ લખી.”
વદ્ધમાનપુરના રહીસ શ્રેષ્ઠી વર્ધમાન અને તેની ભાર્યા ઝાંઝરની પુત્રી અંગનાએ ઉત્તરાધ્યયન સૂત્રની પ્રત માણિજ્યકુંજર સૂરિના ઉપદેશથી વિ. સં. ૧૫૨૬ ના આષાઢ વદિ ૧૩ ને ગુરુવારે લખાવી. વિ. સં. ૧૫૮૧ ના ચૈત્ર શુદિ ૧૨ અનન્તરે ૧૩ ને બુધવારે માણિજ્યકુંજરસૂરિના અજ્ઞાત શિષ્ય “શ્રાવક દિવસિક પ્રતિકમણ વિધિ” નામક ગ્રન્થ લખ્યો. આ બધાં પ્રમાણે ઉક્ત ત્રણે સમાન નામધારક આચાર્યો ભિન્ન ભિન્ન હતા તે વાત સબળ રીતે રજૂ કરે છે.
ઉક્ત શ્રમણે ઉપરાંત અનેક આચાર્યો, ઉપાધ્યાયે, મુનિરાજે, જયકીર્તિસૂરિના આજ્ઞાવર્તિ શિષ્યમંડળમાં હતા. અહીં અગત્યનાં નામનો માત્ર અપ ઉલ્લેખ કરીને સંતોષ માનશું.
મહીતિલકસૂરિને ઉલ્લેખ મેરૂતુંગસૂરિ રાસમાં છે. શાહ સલખા સાદાગર–કારિત ઉત્સવથી તેઓ આચાર્ય-પદ-સ્થિત થયા હતા. વિ. સં. ૧૪૭૧ ના માઘ શુદિ ૧૦ ને શનિવારે પ્રાગ્વાટવંશીય, વૃદ્ધસાજનિક, દોણ શાખીય શાહ ઝબટે એમના ઉપદેશથી બિંબ–પ્રતિષ્ઠા કરેલી. એ જ દિવસે શ્રીમાલી વંશીય શાહ આસધરના પુત્ર હાંસાએ પણ મહીતિલકસૂરિના
ઉપદેશથી જિનબિંબની પ્રતિષ્ઠા કરેલી. એ વર્ષે આષાઢ શુદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com