________________
શ્રી જયકીર્તિસૂરિ
ઉપદેશથી કરાવેલી. આ વંશના સલખણના પુત્ર તેજા તથા નરસિંહ અદ્દભૂત ચારિત્ર્યવાળા હતા તેમણે મહીતીર્થની યાત્રા કરીને તેને ઉદ્ધાર કરાવ્યું હતું. તેજાના શાહ ડીડા આદિ પાંચ પુત્ર થયા, તેમને ગુજરાતના સુલતાન અહમદશાહે સન્માનિત કરેલા. ડીડાના પુત્ર નાગરાજ શ્રેષ્ઠીમંડલમાં ભૂષણ સમાન હતા. નાગરાજના પૌત્ર પાસાને ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને સન્માન આપેલું. તેઓ સંઘમાં અગ્રેસર હતા. તેની પત્ની ચમકૂએ જયકેસરી સૂરિના ઉપદેશથી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતો લખાવી.
જયકેસરીસૂરિના ઉપદેશથી હજારો જિનબિંબની પ્રતિષ્ઠા થઈ છે, જે વિશે વિગતમાં જવું અહીં અસ્થાને છે. ટૂંકમાં ચરિત્રનાયકના આ પ્રભાવશાળી પટ્ટશિષ્ય અંચલગચ્છની ધર્મ પ્રવૃત્તિને ભારે વેગ આપીને જૈનશાસનનું નામ દીપાવ્યું.
આગળ આપણે માણિક્યસુંદરસૂરિ તેમ જ માણિજ્યશેખરસૂરિ વિશે નધી ગયા છીએ. સમાન નામધારક ત્રીજા આચાર્ય હતા માણિજ્યકુંજરસૂરિ. આ ત્રણેય આચાર્યોને એક જ સમજી લઈને સાંપ્રત ગ્રન્થકાએ અનેક ગૂંચવાડાઓ સર્જા હાઈને આ ત્રીજા આચાર્યને પરિચય પણ અહીં પ્રસંગચિત ગણાશે. વિ. સં. ૧૫૩૫ ના કાર્તિક વદી ૨ ને બુધવારે શ્રીમાલી જ્ઞાતીય શ્રેષ્ઠી માંડણે માણિજ્યકુંજરસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિબની પ્રતિષ્ઠા કરાવી. આ આચાર્ય ઉભય ગ્રન્થકારેથી ભિન્ન છે. તેમની ગુરુ-પરંપરા આ પ્રમાણે છેઃ (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંહસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિક્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયહંસસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) જિનહંસસૂરિ (૧૨) ગુણહર્ષ ઉપાધ્યાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com