________________
૮ ]
અંચલગચ્છ-ચૂડામણિ આથી તેમણે સાબરમતી નદીમાં વૃક્ષે ચલાવીને સુલતાનને ચમત્કાર દેખાડેલ અને મુલાને હાર આપી. આવા ચમત્કારિક પ્રસંગોનું મહત્ત્વ જે હોય તે છે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે જયકેસરીસૂરિ ગુજરાતના સુલતાનના સમાગમમાં આવેલા અને તેમણે મુસલમાન શાસકોની પર્ષદામાં ઘણે પ્રભાવ વર્તાવ્યું. જયકેસરીસૂરિના શ્રાવક મંત્રી પાસાને સુલતાન મહિમુદ અને કુતુબુદ્દીને સન્માનિત કર્યા હતા. આવા અનેક રાજમાન્ય શ્રાવકેના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મુસલમાન શાસનકાળની તવારીખમાં આ બધી ઘટનાઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ છે.
જયકેસરીસૂરિએ સાયલાના રાજા રૂપચંદને ચમત્કાર દેખાડીને તેમને જૈન ધર્માનુયાયી કર્યો એ સંબંધમાં પણ પટ્ટાવલીમાં વર્ણન છે. કહેવાય છે કે રૂપચંદના પુત્ર સાતસિંહને સર્પ કરડે. સૂરિએ મંત્રપ્રભાવથી વિષ–વમન કરાવેલું. પિતના પુત્રને નવું જીવન પ્રાપ્ત થવાની ખુશાલીમાં રાજાએ સૂરિને ચાર ગામે આપવાનો નિર્ણય કર્યો, પરંતુ નિસ્પૃહી ગુરુએ તે ન સ્વીકાર્યા. રાજાએ સ્વેચ્છાએ જૈનધર્મ અંગીકાર કર્યો. તેના વંશજો સાયેલા રાજ્ય પરથી “સ્વાલ” ઓડકથી ઓસવાળ વંશમાં પ્રસિદ્ધ થયા.
એસવાળવંશીય, બપ્પણગેત્રીય મીઠડીઆ શાખીય, પાટણ નિવાસી નરસિંહના પુત્રે પાસદત્ત તથા દેવદત્તે જીરાવલા તીર્થની દેવકુલિકાઓ જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી હતી. ઉક્ત નરસિંહની સંતતિમાં રૂડી શ્રાવિકાએ પણ જયકીર્તિસૂરિના ઉપદેશથી એ તીર્થમાં એક દેવકુલિકા કરાવી.
એ જ વંશના તેજાના દ્વિતીય પુત્ર ખીમાની ભાર્યા ખીમાએ જીરાવલા તીર્થમાં એક દેવકુલિકા જયકીર્તિસૂરિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com