________________
શ્રી મહેન્દ્રપ્રભસૂરિ આ પ્રમાણે ઉલ્લેખ છેઃ “વિ. સં. ૧૪૩૨ ગૌડી પાર્શ્વ નાથબિંબ પ્રતિષ્ઠા અભયસિંહસૂરિણા પત્તને અંચલગણે . ખેતાકેન તદનુ વિકમાત્ ૧૪૩૫ ગોઠી મેઘાકેન ગડાગ્રામે સ્થાપિત વનાસ્ના.” આ ઉલ્લેખ ઘણો મહત્ત્વપૂર્ણ છે. તે દ્વારા જણાય છે કે અભયસિંહસૂરિના ઉપદેશથી શ્રી ગેડીજીની ચમત્કારિક પ્રતિમાની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૩૨ માં
હરા ખેતાએ કરી. વિ. સં. ૧૪૩૫ માં ગેડી મેઘાએ એ પ્રતિમાને ગોડાગામે બિરાજિત કરી, જ્યાં અભિનવ તીર્થને પ્રાદુર્ભાવ થયે.
અંચલગચ્છાધિપતિ અમરસાગરસૂરિના આધ્યાત્મિક શાસન દરમિયાન વિ. સં. ૧૭૩૪ ની આસપાસ વાચક લક્ષ્મીચંદ્રના શિષ્ય લાવણ્યચંદ્ર આ તીર્થની ઉત્પત્તિ વિશે વિશદુ વર્ણન કર્યું છે, તેને ટૂંક સાર આ પ્રમાણે છે: પાટણમાં એસવંશના, મીઠડિયા ગેત્રીય, દેવાણંદ શાખીય શાહ ખેતાની પત્ની નોડીએ મેઘાશાહને જન્મ આપ્યો. મહેન્દ્રપ્રભસૂરિના શાખાચાર્ય અભયસિંહસૂરિના ઉપદેશથી મેઘાશાહે વિ. સં. ૧૪૩૨ ના ફાગણ શુદિ ૨ ને શુક્રવારે પાટણમાં શ્રી ગેડીજીની પ્રતિષ્ઠા કરાવી. તે વખતે મુસલમાનના ઝનુની આકમણોના ભયને લીધે તે પ્રતિમાને વિ. સં. ૧૪૪૫ માં જમીનમાં ભંડારી દેવામાં આવી. વિ. સં. ૧૪૫૬ માં હુસેનખાન નામના સરદારે પાટણ સર કર્યું. તેની ઘડસારમાં ખીલે ખેડવા જતાં તે પ્રતિમાજી પ્રકટ થયાં. પ્રતિમાની સુંદરતા જોઈ હુસેનખાન પ્રભાવિત થયે. તેની પત્ની જેન વણિકની કન્યા હોવાથી તે પ્રતિમાનું પૂજન કરવા લાગી. આમ વિ. સં. ૧૪૭૦ સુધી તે પ્રતિમા હુસેનખાનના મહેલમાંજ પૂજાતાં રહ્યાં.
એ અરસામાં થરપારકરમાં રાણે ખેંગાર રાજ્ય કરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com