________________
૮]
પ્રભાવક આચાર્ય પિતાને જયશેખરસૂરિના વિદ્યાશિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે એ પણ સૂચક છે. “ઉપદેશ ચિન્તામણિ” ગ્રન્થની ટીકાને પ્રથમાશે પુસ્તકમાં લખનાર માનતુંગગણિને જયશેખરસૂરિએ પોતાના નાના ગુરુબંધુ તરીકે ઓળખાવ્યા છે. “જેન કુમારસંભવ” મહાકાવ્યની ટીકા રચનાર ધર્મશખરસૂરિ જયશેખરસૂરિના શિષ્ય હતા. આવા નામી-અનામી અનેક સાહિત્યકારે યશેખરસૂરિની સાહિત્યિક પ્રતિભાથી રંગાઈને એમની અસર હેઠળ ઉછર્યા હતા. આ બધી બાબતેને પરિચય સ્વતંત્ર પરિચય-પુસ્તિકા દ્વારા રજૂ કરીશું. અહીં તો આટલો ઉલ્લેખ જ પર્યાપ્ત ગણાશે.
મહેન્દ્રપ્રભસૂરિના શિષ્યોમાં અભયસિંહસૂરિ પ્રભાવક આચાર્ય હતા. એમની પ્રેરણાથી શ્રી ગોડી પાર્શ્વનાથજીના સુપ્રસિદ્ધ તીર્થને આવિર્ભાવ થયો હઈને તેમનું નામ અવિ
સ્મરણીય રહેશે. એમના અંગત જીવન વિશે પણ થોડું ઘણું જાણી શકાય છે. તેઓ શ્રીમાલી વંશીય, ભેજત ગોત્રીય શ્રેષ્ઠી વિજયપાલના પુત્ર હતા. મહેન્દ્રપ્રભસૂરિ પાસે તેમણે દીક્ષા લીધી પાછળથી એગ્ય જાણુને ગુરુએ તેમને આચાર્યપદે વિભૂષિત કર્યા. એમની ગુરુ-શિષ્ય પરંપરા આ પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ (૧) જિનચંદ્રસૂરિ (૨) પદ્યદેવસૂરિ (૩) સુમતિસિંહસૂરિ (૪) અભયદેવસૂરિ (૫) અભયસિંહસૂરિ (૬) ગુણસમુદ્રસૂરિ (૭) માણિજ્યકુંજરસૂરિ (૮) ગુણરાજસૂરિ (૯) વિજયસિંહસૂરિ (૧૦) પુણ્યપ્રભસૂરિ (૧૧) જિનહર્ષસૂરિ (૧૨) ઉપાય ગુણહર્ષગણિ. આ પરંપરાથી સૂચિત થાય છે કે અભયસિહસૂરિના ગુરુનું નામ અભયદેવસૂરિ હતું તથા તેમના શિષ્યનું નામ ગુણસમુદ્રસૂરિ હતું.
ડૅ. ભાંડારકરને પ્રાપ્ત થયેલી અંચલગચ્છીય પટ્ટાવલીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com